Wednesday, April 30, 2014
ચૂંટણીસ્પેશ્યલ ફિલ્મી મસાલા સ્ટોરી
‘બંદૂકનાં નાળચાં વચ્ચે પાંગરતી પ્રેમકથા’- આવી ટેગલાઇન ફક્ત કાશ્મીર વિશેની કે ‘રામલીલા’ જેવી ફિલ્મો માટે જ વપરાય એવું થોડું છે? મતદાનમથકોમાં પણ આ પ્રકારની ટેગલાઇન વાપરી શકાય એવી ફિલ્મો માટે ફળદ્રુપ સિચ્યુએશન હોય છે : બંદૂકનાં નાળચાં ત્યાં સલામતી માટે હોય જ છે. રહી વાત પ્રેમની. એ તો ગમે ત્યાંથી પેદા કરી શકાય.
કલ્પના કરો :
લોંગ શોટમાં એક ભૂતપૂર્વ છેલબટાઉ હીરો, ચીંથરેહાલ, મજનુ અવસ્થામાં, ભૂખ્યોતરસ્યો ચાલતો આવી રહ્યો છે. ચોતરફ વેરાન ભૂમિ પથરાયેલી છે. કેમેરા નજીક જાય છે, ત્યારે હીરોની આંખોમાં પણ એવો જ સૂનકાર દેખાય છે. અચાનક દૂરનું કોઇ દૃશ્ય જોઇને હીરોની આંખમાં ચમક આવે છે. તેની મડદાલ ચાલમાં જરાતરા પ્રાણ આવે છે. ખિસ્સામાં રહેલી નાનકડી ચબરખી કાઢીને વારંવાર એ તેની પર પ્રેમથી હાથ પસવારે છે. દૂરથી સ્પષ્ટ દેખાતું નથી કે ચબરખી શાની છે, પણ ધારી શકાય છે કે એ તેની પ્રેમિકા માટેનો કે પ્રેમિકા દ્વારા લખાયેલો આખરી સંદેશો હશે.
હીરો થોડું વઘુ ચાલે એટલે એક મકાન અને તેની બહાર નાનકડી લાઇન દેખાય છે. ત્યાં મતદાન ચાલી રહ્યું છે. મત આપવાની અપીલોનો એટલો મારો ચાલ્યો છે કે પ્રેમભંગ થઇને દુનિયા હારી ચૂકેલો હીરો ઇચ્છા ન હોવા છતાં મત આપવા આવ્યો છે. મતદાનનો એટલો મહીમા કરવામાં આવ્યો છે કે હીરોને લાગે છે, કોને ખબર? કદાચ મતદાન કરવાથી ગુમાવેલી પ્રેમિકા પણ મળી જાય. પ્રયત્ન કરવામાં શું જાય છે?
મકાનની નજીક પહોંચીને હીરો આશાભરી નજરે લાઇન સામે જુએ છે. ત્યાં ઊભેલી દરેક વ્યક્તિમાં હીરોને હીરોઇનનાં દર્શન થાય છે. તેને પોતાના પ્રેમ વિશે નહીં, પણ પોતાની સ્વસ્થતા વિશે શંકા થાય છે. એ જરા માથું ઝકઝોરીને ખિસ્સામાંથી પેલી ચિઠ્ઠી કાઢે છે. તેમાં શેરોશાયરી કે પ્રેમિકાનો સંદેશ નહીં, ચૂંટણીપંચે છાપેલી હીરોની વિગત છે. સાથે હીરોનો સારી અવસ્થાનો, દાઢી કરેલો ફોટો પણ છે.
કોઇ પૂછે કે યે ક્યા હૈ, તો છુપાયે ન બને’ એવી રીતે હીરો ચબરખીને હાથમાં સંતાડતો અંદર જાય છે. અંદર ત્રણ સ્ત્રી અને એક પુરૂષ ટેબલ-ખુરશી પર બેઠાં છે. તેમાંથી રજિસ્ટરવાળાં બહેનની સામે હીરો ચબરખી ધરે છે. એ બહેન શંકાથી ઘડીમાં ચબરખી તરફ, તો ઘડીમાં સામે ઊભેલા હીરોના ચહેરા તરફ જુએ છે. તેમને લાગે છે કે આ બન્ને એક માણસ ન હોઇ શકે. પણ ચબરખી અસલી છે. એટલે તે હીરોને આગળ મોકલે છે.
ફિલ્મી સિચ્યુએશન એ છે કે એ જ બહેનની બાજુમાં બેેઠેલી સ્ત્રી હીરોઇન છે. પ્રણયભગ્ન થયા પછી તેણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી ફરી ચાલુ કરી દીધી હતી. તે સામે ઊભેલા હીરોને ઓળખી શકતી નથી. હીરોને દરેક સ્ત્રીમાં અને ક્યારેક તો પુરૂષમાં પણ હીરોઇનનાં દર્શન થાય છે. એટલે સામે બેઠેલી હીરોઇનને ઓળખવા છતાં તેને જાત પર શંકા પડે છે અને એ કશો સંવાદ કરતો નથી.
હીરોઇન યંત્રવત્ ઔપચારિકતાથી શાહીની લીટી પાડવા માટે હીરોની આંગળી માગે છે. હીરો આખો પહોંચો આપવા તૈયાર છે. પણ હીરોઇનને ફક્ત આંગળી જ ખપે છે. બેકગ્રાઉન્ડમાં વાયોલિનના કરુણ સૂર વાગે છે, જે પહેલી તકે મઘુર સૂરમાં પલટાવા આતુર છે. હીરો ‘સિટીલાઇટ્સ’ના ચાર્લી ચેપ્લિન જેવી કરુણતા ચહેરા પર લાવીને આંગળી ધરે છે. હીરોઇન જેવી હીરોની આંગળી શાહીનું ટપકું કરવા માટે હાથમાં લે છે, એ સાથે જ તેને હીરોનો ચિરપરિચિત સ્પર્શ અનુભવાય છે. તે હીરોના ચહેરા અને તેની આંખો તરફ ઘ્યાનથી જુએ છે અને અચાનક ઊભી થઇ જાય છે. આવેશ, આવેગ અને કંઇક ગુસ્સાથી તે ધ્રુજવા લાગે છે. એક લઘરવઘર માણસની સામે ઑન ડ્યુટી ધ્રુજતી હીરોઇનને જોઇને બંદૂકધારી પોલીસ અંદર ધસી આવે છે અને હીરો તરફ કરડી નજર નાખે છે.
અહીંથી સ્ટોરીમાં બે વિકલ્પ આપી શકાય.
એક વિકલ્પમાં પોલીસ હીરોને ઝૂડવાનું અને તેને ઘસડીને બહાર લઇ જવાનું શરૂ કરે છે. હીરોઇન કંઇક બોલવા જાય છે, પણ તેને પોતાની ફરજ યાદ આવે છે. મતદાન પહેલાં અપાતી તાલીમમાં બાકી બઘું શીખવાયું હતું, પણ આવી સિચ્યુએશનમાં શું કરવું એની સ્પષ્ટતા થઇ ન હતી. તેના ચહેરા પર મૂંઝવણ પથરાય છે. પણ પોલીસ એ વખતે ફેસરીડિંગના મૂડમાં ન હોવાથી, હીરોને ઢોરમાર મારીને બહાર ફેંકી દેવામાં આવે છે.
સાંજ સુધી હીરો બેભાન સ્થિતિમાં પડી રહે છે. સાંજે બૂથનું બઘું કામ પતાવીને બહાર નીકળેલી હીરોઇન હીરોને બેભાન અવસ્થામાં પડેલો જુએ છે. એટલે બીજા સહકર્મચારીઓ આગળ નીકળી જાય એ પછી તે હીરો પાસે જાય છે. તેના માથે વ્હાલથી હાથ ફેરવે છે, એક ચબરખી પર કંઇક લખીને તેના ખિસ્સામાં મૂકી દે છે અને કંઇ જ બન્યું ન હોય એવી બનાવટી સ્વસ્થતાથી ચાલવા માંડે છે.સબીજા દિવસે સવારે હીરોની આંખ ખુલે છે, ત્યારે તેને ખિસ્સામાંથી ચબરખી મળે છે. ધ્રુજતા હાથે તે ચબરખી ખોલે છે. તેમાં લખ્યું છે : ‘પહેલાં તું કહેતો હતો કે આપણે પ્રેમ ચૂંટણીપંચ દ્વારા વપરાતી શાહી જેવો અમીટ છે ને હું રાજી થતી હતી. પણ હવે મારે ચૂંટણીમાં ડ્યુટી આવતી થઇ. એટલે ખબર પડી કે આ શાહીનું અમીટપણું થોડા દિવસ સુધી જ ટકે છે. ...અલવિદા.’
બીજો વિકલ્પ : પોલીસની કરડી નજર જોઇને હીરોઇન ટેબલ-ખુરશી છોડીને આગળ આવે છે, મેલાઘેલા લાગતા હીરોનું રક્ષણ કરતી હોય એ રીતે તેને વળગી પડે છે અને ગર્જના કરે છે, ‘ખબરદાર જો કોઇએ હાથ ઉપાડ્યો છે તો. આ પણ દેશનો એક નાગરિક છે. તેની પાસે ચૂંટણીપંચે આપેલી ચિઠ્ઠી છે. પછી તેની સાથે જબરદસ્તી કરવાનો કોઇને અધિકાર નથી.’
હીરોની આંખમાંથી અશ્રુની ધાર વહે છે, હીરોઇનની આંખમાંથી પણ આંસુ છલકે છે, બન્નેનાં આંસુનું જમીન પર મિલન થાય છે, તેમાં દૃશ્ય ઘૂંધળું (ફેડ આઉટ) થાય છે અને એ ફરી સ્પષ્ટ (ફેડ ઇન) થાય છે ત્યારે ચોતરફ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનાં તોરણ લટકે છે. તેની પરના બેલેટ પેપરમાં દરેક વિકલ્પ પર હીરો-હીરોઇનનું સંયુક્ત નામ લખેલું છે. સામે દિલનું ફિલ્મી પ્રતીક છે. સવારાફરતી એક પછી એક ઇવીએમ પર હીરો-હીરોઇનનું નામ ઝબૂકતું જાય છે. આકાશમાંથી મતદાન-ચબરખીઓનો વરસાદ થાય છે. ઇવીએમના ‘બીપ’ અવાજ સાથે હીરો-હીરોઇનના દિલની ધડકનનો તાલ બેસે છે. જમીન પર ચોતરફ, ભૂંસાય નહીં એવી ચૂંટણીસ્પેશ્યલ શાહીનાં રંગબેરંગી પીપડાં ગોઠવાયેલાં છે. હીરો વારાફરતી એ પીપડાંને લાત મારીને ગબડાવે છે અને હીરોઇન સાથે અંગકસરત જેવો નહીં પણ શાંત, ધીમો, રોમેન્ટિક ડાન્સ ચાલુ કરે છે.
સીનનો જે રીતે આરંભ થયો એની પરથી સ્પષ્ટ છે કે આ ડ્રીમ સિકવન્સ છે. ગીત પૂરું થયા પછી હીરો છેલ્લા પીપડાને લાત મારે છે. તેમાંથી ઢળતી શાહીના રેલામાં ફરી એક વાર દૃશ્ય ઘૂંધળું થાય છે અને એ સ્પષ્ટ થાય ત્યારે હીરો-હીરોઇન મતદાન મથકમાં ઊભાં છે. આંસુ લૂછીને હીરોઇન પોતાના કામે લાગે છે અને હીરો ફરી ધીમી ગતિએ ચાલે છે, પરંતુ આ વખતે તેની ગતિ વેરાન તરફની નથી. થોડી ક્ષણોમાં તેના પોઇન્ટ ઑફ વ્યુથી હેર કટિંગ સલૂનનું પાટિયું દેખાય છે. હીરોની ચાલમાં મક્કમતા અને તેના ચહેરા પર સ્મિત આવે છે. એ સાથે જ ‘ધ એન્ડ’.

Labels:
election 2014,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
Superb Keep it up....
ReplyDelete