Wednesday, March 12, 2014
જૂની કવિતા, નવું સ્વરૂપ : આપની યાદી
જૂના પ્રચલિત સાહિત્યના નવા પાઠ વખતોવખત બહાર આવતા રહે છે. વિદ્વાન સંશોધકો ભારે ખણખોદ પછી શોધી કાઢે છે કે અસલમાં રાવણ ખલનાયક નહીં, નાયક હતો...હનુમાન બ્રહ્મચારી ન હતા..વગેરે. આ પ્રકારની વાતો બહાર આવતાં વગર ઉનાળે વિવાદની હોળી અને આક્ષેપોની ઘૂળેટી ખેલાય છે. પોતાના ધર્મ અને તેનાં પુસ્તકો વિશેના અજ્ઞાનને પોતાનો અધિકાર ગણતા લોકો ‘ધર્મ’ની રક્ષા કાજે નીકળી પડે છે. એવી પ્રજાને તસ્દી આપવાને બદલે અહીં એક ‘નિર્દોષ’ કૃતિની સંશોધિત- અને કદાચ ‘સદોષ’- આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. એ કૃતિ છે ગુજરાતના જાણીતા કવિ-કમ-રાજવી ‘કલાપી’ની ગઝલ ‘આપની યાદી’. (તેને ‘આપ’ની યાદી કહેવામાં આચારસંહિતાનો ભંગ થાય કે કેમ, એની તપાસ કરવી પડે.)
કોંગ્રેસ-ભાજપના સમર્થકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં જે સંશોધિત કૃતિની વાત કરવાની છે તેનું નામ ‘આપ’ની યાદી નહીં, ‘બાપની ગાદી’ છે. તેના કવિનું નામ ‘પ્રલાપી’ હોવાનું માલુમ પડ્યું છે.
જાણકારો આટલું વાંચીને રખે એવું ધારી લેતા કે આ તો ‘કલાપી’ની ‘આપની યાદી’ની નકલ હશે. કળાના ક્ષેત્રમાં શું અસલ ને શું નકલ છે, એ નક્કી કરવાનું કદી આસાન હોતું નથી. કવિ ‘પ્રલાપી’ ક્યારે થઇ ગયા, તેમની કૃતિ ‘બાપની યાદી’નો રચનાકાળ કયો હતો, કોણે કોના પર અસર કરી હતી- એ બધી ચર્ચા પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓની દયા જાણીને અહીં કરવામાં આવી નથી. વાસ્તવમાં ‘પ્રલાપી’ તખલ્લુસધારી કોઇ વ્યક્તિ ખરેખર અસ્તિત્ત્વ ધરાવતી હતી કે નહીં, એ પણ સંશોધનનો વિષય છે. પરંતુ એટલું નક્કી કે ‘કલાપી’ની માશુક-કમ-ઇશ્વરને સંબોધીને લખાયેલી ગઝલને બદલે ‘પ્રલાપી’ની ગઝલમાં ધનાઢ્ય પિતાના કોલેજિયન પુત્રની મનોદશા આબાદ ઝીલાઇ છે.
‘કલાપી’ની ગઝલ આવી ત્યારે ૧૪ શેરની હતી. (આ વાક્ય વાંચીને કોઇ પણ ગાયનેકોલોજિસ્ટ અથવા એકાદ સંતાનના જન્મથી જ પોતાની જાતને ગાયનેકોલોજિસ્ટની સમકક્ષ માનવા લાગેલાં માતા-પિતા કહેશે : સારું વેઇટ કહેવાય. અમારો બાબો પણ આવ્યો ત્યારે ૧૧ શેરનો હતો.) ‘પ્રલાપી’ની મૂળ ગઝલ કેટલા શેરની હતી એ જાણવા મળ્યું નથી, પણ સંશોધન દરમિયાન તેના હાથ લાગ્યા એટલા શેર અહીં ઉતારવામાં આવ્યા છે.
જ્યાં જ્યાં નજર મારી ઠરે ગાદી ભરી ત્યાં બાપની
આંસુ મહીંયે આંખથી ગાદી ઝરે છે બાપની
પાઠ્યપુસ્તકની શૈલીમાં કહીએ તો, ઉપરોક્ત સુવર્ણપંક્તિઓમાં ધનવાન પિતાના કોલેજિયન પુત્રની હૃદયવ્યથાને વાચા આપતાં કવિ કહે છે કે ચાલુ ક્લાસે ડાફોળીયાં મારતી વખતે, કે પરીક્ષાખંડમાં પેપર જોઇને મુંઝારો અનુભવતી વખતે, કોલેજના રેસ્ટોરાંમાં ગપ્પાં મારતી વખતે કે થિયેટરની બારીએ ટિકિટ લેતી વખતે તેની નજર સામે સતત બાપની ગાદી તરવરતી હોય છે. ‘ગાદી ભરી’ એવા શબ્દપ્રયોગમાં દીકરા માટે ગાદી તૈયાર કરવા માટે પિતાએ કરેલી મહેનત ભણી ઇંગિત કરવામાં આવ્યું છે. ‘ધનવાનોનાં આંસુમાં પણ રૂપિયાનો રણકાર હોય છે’, એવી ઉક્તિની કાવ્યાત્મક અભિવ્યક્તિ કરતાં કવિ કહે છે કે છોકરાની આંખમાંથી નીકળતાં આંસુમાં પણ બાપની ગાદી ટપકતી હોય છે - ઝરતી હોય છે.
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં
તે યાદ આપે આંખને ગેબી કચેરી બાપની
રાતના એકાંતમાં પ્રિયતમા સાથે બેઠેલો રઇસ-રખડુ કોલેજિયન થોડો રોમેન્ટિક થઇને સામેના પાત્રને કહે છે,‘જેમ તારા માથે તારાનાં ઝૂમખાં ઝૂમી રહ્યાં છે, એમ જ હું બાપાની ઓફિસે જાઉં ત્યારે તેમના માણસો મારા માથે ઝળુંબતા હોય છે. ‘ઓફિસ’ માટે વપરાયેલો નર્મદ-દલપતયુગનો શબ્દ ‘કચેરી’ સૂચક છે. તે કાવ્યનો સમયગાળો નક્કી કરવામાં ઉપયોગી નીવડી શકે. પિતાની કચેરીને ‘ગેબી’ કહીને પુત્ર બાપાના ન સમજાય એવા-આડાઅવળા ધંધા ભણી ઇંશારો કરે છે. આમ કરીને પ્રિયતમા સમક્ષ તે સત્યવાદી હોવાનો ડોળ રચે છે, જેથી આગળ જતાં તે કહી શકે,‘પપ્પાનું કામકાજ આવુંબધું છે એ તો મેં તને પહેલેથી જ કહ્યું હતું. યાદ કર. ‘ગેબી કચેરી’.
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા
ગાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે બાપની
પિતાની કચેરી ભલે ‘ગેબી’ હોય, પણ તેમની પહોંચ કેટલી લાંબી છે એ દર્શાવવા પુત્ર કહે છે,‘ઓછી હાજરી, પ્રેક્ટિકલ પરીક્ષામાં નિષ્ફળતા અને ગેરવર્તણૂક બદલ બરતરફી જેવાં આફતરૂપી ખંજરો દુશ્મનો ગમે ત્યાંથી - આકાશમાંથી પણ - વરસાવે ત્યારે પિતાની ગાદી મારી આગળ ઢાલ બનીને ખેંચાઇ રહે છે.’ આ પંક્તિમાં કાવ્યનો નાયક ધનિકપુત્ર નહીં, પણ નેતાપુત્ર હોવાની આશંકા જાય છે. અલબત્ત, કેટલાક લક્ષ્મીપતિઓ ધનના જોરે રાજ્યસભામાં પહોંચીને નેતા બની જાય છે, એવો રિવાજ જૂના જમાનામાં પણ બીજા કોઇ સ્વરૂપે પ્રચલિત હોઇ શકે.
દેખી બુરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બુરાઇને બધે ગંગા વહે છે બાપની
વેકેશનના એક-બે મહિના પિતાની ‘ગેબી કચેરી’માં જવાને કારણે પુત્રના મનમાંથી બુરાઇ અંગેનો છોછ જતો રહ્યો છે. બુરાઇથી ડરવું નહીં, પણ એના થકી બીજાને ડરાવવા એવું તેના પિતા તેને સમજાવી ચૂક્યા છે. તેમની તાલીમ રંગ લાવી છે, એવું પુત્રના મુખે કવિએ મુકેલા આ નિવેદન થકી સ્પષ્ટ થાય છે. બિનધાસ્તપણાનું રહસ્ય છતું કરતાં પુત્ર પોતાના પિતાની પ્રિય પંક્તિ દોહરાવે છે :‘ધોવા બુરાઇને બધે ગંગા વહે છે બાપની’. અહીં ‘બાપ’ શબ્દની અર્થચ્છાયા વિશાળ છે. દરેક ખાતામાં બેઠેલા ‘બાપ’ લોકો યોગ્ય ફી લઇને બુરાઇ ધોવાની ગંગા વહાવતા હોય છે. આ શેરથી ભ્રષ્ટાચારની પરંપરા સદીઓ જૂની હોવાનું પણ પ્રમાણ મળે છે.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી
જોયું ન જોયું છો બને, જો એક ગાદી બાપની
પરીક્ષા આવે ત્યારે કોલેજિયન પુત્રને ટેન્શન થાય છે. નોટ્સ, બુક્સ, રેફરન્સ બુક્સ અને મટીરીયલ મોં ફાડીને સામે ઊભાં થઇ જાય છે. પુત્ર એટલો ગભરાય છે કે કિતાબો ફક્ત દસ-પંદર હોવા છતાં તેને ‘લાખો’ લાગે છે. તેમાંથી કેટલીકનાં તો દર્શન જ પરીક્ષા વખતે થયાં હોય છે. આવી કપરી સ્થિતિમાં પુત્રને હિંમત આપનારી એક જ ચીજ છે : બાપની ગાદી. કોલેજની પરીક્ષામાં જે થવું હોય તે થાય, આપણે ભણીને ક્યાં નોકરી શોધવાની છે? ‘પાસ થઇશું કે ફેઇલ, પણ છેવટે તો બાપની ગાદી પાકી જ છે’ એ વિચારે પુત્રના હૈયે હામ બંધાય છે.
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી
છે આખરે તો એકલી ને એ જ ગાદી બાપની
પોતે કરેલાં દુઃસાહસો, ડફોળાઇઓ અને દાંડાઇઓને ‘કિસ્મતે કરાવેલી ભૂલ’ તરીકે ઓળખાવવાનો પ્રયાસ કાવ્યનાયકનો પલાયનવાદ છતો કરે છે. સાથોસાથ, ‘ગમે તે સંજોગોમાં પોતાની ગાદી પાકી છે’ એવી હૈયાધારણ નેતાપુત્ર માટે ન જ હોય. એટલે કાવ્યનાયક નેતાપુત્ર હોવાની શક્યતાનો પ્રતીતિજનક રીતે અંત આવે છે.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment