Showing posts with label dr.ambedkar. Show all posts

Sunday, January 07, 2018
કોરેગાંવની લડાઈઃ ઇતિહાસ-માન્યતાની ભેળસેળ
જાન્યુઆરી 1, 1818. સ્થળઃ ભીમા નદીના કાંઠે આવેલું કોરેગાંવ./ Bhima-Koregaon ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ટુકડીઓ પર પેશ્વા બાજીરાવના લશ્કરે હુમલો કર્યો. કંપનીની ફોજમાં બીજા સિપાહીઓ ઉપરાંત અસ્પૃશ્ય ગણાતા મહારો પણ હતા. એક દિવસની લડાઈમાં ભૂખ-તરસ-થાક વેઠીને કંપનીના સૈનિકોએ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાની ફોજને જીતવા ન દીધી. આ લડાઈ 'બેટલ ઑફ કોરેગાંવ'તરીકે ઓળખાઈ. આ લડાઈમાં ભાગ લેનાર અને મૃત્યુ પામનાર સૈનિકોના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોરેગાંવમાં એક સ્મારક ઉભું કર્યું. તેમાં મહાર સૈનિકોનાં પણ નામ છે.
આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર, કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.
સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.
500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.
જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો. ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.
ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.
પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.
આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.
યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.
ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી. અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.
કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)
એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ. તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
એક એવું યુદ્ધ, જેમાં દેશના દુશ્મન અંગ્રેજોના પક્ષે, બ્રાહ્મણવાદી માનસિકતાનો શિકાર બનેલા થોડા મહાર સૈનિકો, પસંદગીપૂર્વક નહીં પણ નોકરીના ભાગરૂપે, બહાદુરીથી લડ્યા, અંગ્રેજોને અનુકૂળ થવા ને લડાઈ ટાળવા મથતા પેશ્વાનું સૈન્ય પણ સામે લડ્યું, લડાઈની એકાદ સદી પછી તેનું નવેસરથી અર્થઘટન થયું અને છેલ્લાં વર્ષોમાં દલિત અસ્મિતા સાથે તે એવું સંકળાયું કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દિને 'વિજય દિવસ'તરીકે ઉજવવાનું જાહેર કર્યું. એ દિવસે દલિતો પર હુમલાના આરોપના પગલે અશાંતિ પણ ફેલાઈ.
હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.
![]() |
| Victory Pillar, Bhima Koregaon / ભીમા કોરેગાંવનો વિજયસ્તંભ |
આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર, કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.
સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.
500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.
જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો. ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.
ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.
પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.
આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.
યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.
ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી. અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.
કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)
એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ. તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
![]() |
| Dr Ambedkar with soldiers of Mahar Regiment/ મહાર રેજિમેન્ટના સૈનિકો સાથે ડો.આંબેડકર |
હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.
Labels:
dalit,
dr.ambedkar,
history/ઇતિહાસ
Saturday, September 03, 2016
વડાપ્રધાનની વાતો અને જમીની વાસ્તવિકતા
(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 3-9-16)
વડાપ્રધાને ગઇ કાલે વધુ એક વાર આ શૈલીનો પરિચય આપતાં કહ્યું કે મોદી દલિતો સાથે છે...મોદી આદિવાસીઓ પ્રત્યે સમર્પિત છે... એ પોતાની જાતે બની બેઠેલા રક્ષકોથી સહન થતું નથી. તેમણે કહ્યું કે (મારા આ વલણને કારણે) જેમના રાજકારણને નુકસાન પહોંચે છે એવા લોકો બધી ધાંધલ કરી રહ્યા છે. શાણપણની સિરીઝમાં લગે હાથ તેમણે એમ પણ કહ્યું કે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે અને જે લોકોએ આ દેશને જ્ઞાતિવાદી ભેદભાવનું ઝેર પાયું તેમણે આ દેશનું સત્યાનાશ કર્યું છે. તેમણે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવાનું બંધ કરવું જોઇએ.
વડાપ્રધાનની વાતો વિશે ઇતિહાસનિરપેક્ષ રીતે એટલે કે ભૂતકાળ ભૂલીને વિચારવામાં આવે, તો તેમની પર વારી જવાનું મન થાય. લાગે કે વાહ, કેવા પ્રગતિશીલ નેતા ભારત દેશને મળ્યા છે. ફિલ્મ ‘ગોલમાલ’માં ‘જૈસે પવિત્ર વિચાર, વૈસા હી પવિત્ર વાતાવરણ’ એવો સંવાદ અભિભૂત થઇને બોલતા ઉત્પલ દત્તની જેમ થઇ જાય કે વાહ, નેતા હોય તો આવા., જે સરેઆમ કહેતા હોય કે હું દલિતોની સાથે છું. પરંતુ અંગ્રેજીમાં એક પ્રયોગ છે, ‘વોક ધ ટોક’. એનું સાદું ગુજરાતી થાય, કહેણી એવી કરણી. લાખો રૂપિયાનો સવાલ આ જ છેઃ વડાપ્રધાન જેટલી નાટ્યાત્મક રીતે, પોતાના વિશે ત્રીજા પુરુષ એકવચનમાં વાતો કરીને દલિતોની સાથે હોવાનો દાવો કરે છે, એને અનુરૂપ તેમનું વર્તન રહ્યું છે? સત્તાધીશ તરીકે પહેલાં મુખ્ય મંત્રીના હોદ્દે ને પછી વડાપ્રધાન તરીકેની તેમની કારકિર્દીમાં હજુ સુધી દલિતો કે આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણીના નક્કર પુરાવા મળ્યા નથી. (સરકારી રાહે જાહેર થતી અને જેના અમલીકરણ વિશે કંઇ ન કહેવામાં જ સાર હોય, એવી યોજનાઓની વાત નથી.)
મૂળ વાત એટલી છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવે છે. ત્યાં દલિતો મતદારોનું પ્રમાણ મોટું છે અને વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં દલિતો પ્રત્યેના વ્યવહારના મુદ્દે જુદાં જુદાં દલિત સંગઠનો વ્યાપક અસંતોષ વ્યક્ત કરીને દેખાવો કરી રહ્યા છે. પરંતુ પોતાના વિરોધીઓને રાજ્યના કે દેશના વિરોધીઓ તરીકે ઓળખાવવાની જૂની અને નીવડેલી શૈલી પ્રમાણે, વડાપ્રધાન એ સૌને એક જ પીંછીએ ચીતરી રહ્યા છે અને તેમની પર રાજકારણ ખેલવાનો આરોપ મૂકી રહ્યા છે. દુષ્યન્ત કુમારના અત્યંત જાણીતા શેર ‘વો સલીબોંકે કરીબ આયે તો/ કાયદેકાનૂન સમઝાને લગે હૈ’ની જેમ, અથવા તો જાણીતી કહેણી પ્રમાણે સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લીની જેમ, અત્યાર લગી આ મુદ્દે સંવેદનશીલતા દર્શાવવામાં (દેખાડવામાં નહીં, આચરવામાં) નિષ્ફળ ગયેલા વડાપ્રધાન પર હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી જેવું રાજકીય દબાણ આવ્યું ત્યારે તેમને શાણપણ સાંભર્યું છે. હિંસા સહિત કોઇ પણ મુદ્દાનો રાજકીય લાભ ખાટવા રાજનેતાઓમાં વડાપ્રધાન અપવાદ નથી. કમ સે કમ, અત્યાર સુધી તો એવું લાગ્યું નથી. હવે એ જ વડાપ્રધાન રાતોરાત ડહાપણની દાઢની અણી વડે વિરોધીઓને ઘાયલ કરવા જાય, ત્યારે તેમની વાતને ગંભીરતાથી લેવાનું અઘરું થઇ પડે છે.
નાટ્યાત્મક દાવાબાજીમાં પ્રમાણભાન ભાગ્યે જ જળવાતું હોય છે. વડાપ્રધાને જાહેર કર્યું છે કે તેમણે ડો.આંબેડકરની સવાસોમી જયંતિ ઉજવી ને સંયુક્ત રાષ્ટ્રસંઘે અને 102 દેશોએ પણ તેની ઉજવણી કરી, સંસદે તેમના જીવન-કાર્ય વિશે બે દિવસ સુધી ચર્ચા કરી, ત્યારથી ઘણા લોકોને સમસ્યા થઇ પડી છે.’ પહેલાં સરદાર, સત્તામાં આવ્યા પછી ગાંધી અને હવે આંબેડકરને પણ ઓળવી લેવાના આ પ્રયાસો રાબેતા મુજબના રાજકારણનો જ એક ભાગ છે, જેમાં મહાનુભાવોના જીવનકાર્ય વિશેની અર્કરૂપ-સાચી માહિતીને બદલે, તેમાંથી પોતાના રાજકારણે અનુકૂળ-અનુરૂપ એક ટુકડો ઉપાડી લેવાનો અને તેના આધારે આખેઆખા મહાનુભાવ પર પોતાનો દાવો ફટકારી દેવાનો. ડો.આંબેડકરે આ સાંભળ્યું હોત તો તેમની કેવી પ્રતિક્રિયા હોત, એ ચિંતા કરતાં પણ વધારે રમુજનો વિષય હોઇ શકે છે.

Narendra Modi/નરેન્દ્ર મોદી
Sunday, August 07, 2016
ડો.આંબેડકર-નવલ ભાથેના : આજીવન દોસ્તીની અનોખી મિસાલ
‘બંધારણના ઘડવૈયા’ અને ‘દલિતોના મસીહા’ જેવી પ્રચલિત ઓળખાણોને લીધે ડો.આંબડકરનાં વ્યક્તિત્વનાં અનેક પાસાં ખૂણામાં
હડસેલાઇ ગયાં છે. વીસમી સદીના ભારતના ટોચના વિદ્વાનોમાંના એક આંબેડકરની
અભ્યાસનિષ્ઠા અને તેમના અદ્વિતિય પુસ્તકપ્રેમથી માંડીને તેમની અનેક લાક્ષણિકતાઓ આ
મહાન વ્યક્તિને દૂરના દેવતાને બદલે આત્મીય સ્નેહી બનાવી શકે એવી છે.
તર્ક કરતી વખતે પ્રખર બૌદ્ધિક તરીકે રજૂ
થતા ડો.આંબેડકર વ્યક્તિગત રીતે અત્યંત લાગણીવશ અને ઉગ્ર પ્રકૃતિના હતા. અમુક અંશે
એકાકી પણ ખરા. તેમને પુસ્તકોની વચ્ચે મૂકી દીધા હોય, તો અનિવાર્ય કામ સિવાય માણસની
જરૂર પણ ન પડે. જમતી વખતે પણ તેમના એક હાથમાં પુસ્તક હોય ને બીજા હાથમાં કોળિયો.
એમ કરતાં ઘણી વાર કોળિયાવાળો હાથ થંભી જાય ને વાચન સડસડાટ ચાલુ હોય. પ્રકૃતિગત
કારણોસર અને દલિત સમાજના સર્વોચ્ચ નેતા તરીકે તેમની કોઇ સાથે સમભાવે દોસ્તી થાય, એવું
ન બન્યું. તેમના અનુયાયીઓ,
સ્નેહીઓ, પ્રશંસકો, લાભાર્થીઓનું પ્રમાણ મોટું. તેમના વફાદાર સેવકો પણ
ખરા. પરંતુ જેની સાથે દોસ્તીદાવે વાત કરી શકાય, હૈયું ઠાલવી શકાય, મૂંઝવતી
સ્થિતિમાં વિના સંકોચે મદદ માગી શકાય, એવો મિત્ર કોણ? જાહેર જીવનની શરૂઆત પછી આ
પ્રકારની મિત્રાચારી થવાની સંભાવના ઘટતી ગઇ, પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં
મળેલા પારસી નવલ ભાથેના આજીવન આંબેડકરના એવા (એક માત્ર) મિત્ર બની રહ્યા.
ધનંજય કીરે લખેલા ડો.આંબેડકરના
ચરિત્રમાં નોંધાયું છે કે ભીમરાવ સાથે નવલ ભાથેનાનો પહેલો ભેટો અમેરિકાની ભૂમિ પર
થયો. સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ થકી ૧૯૧૩માં ભીમરાવ અમેરિકાની કોલંબિયા
યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા. પહેલાં તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહ્યા, પણ
ત્યાં ન ફાવ્યું. પછી તે લિવિંગ્સ્ટન હોલની ડોરમેટરીમાં રહેવા ગયા. ત્યાં તેમને
પારસી વિદ્યાર્થી નવલ ભાથેનાનો પરિચય થયો અને બન્ને વચ્ચે દોસ્તી જામી. અમેરિકામાં
પહેલી વાર ડો.આંબેડકરને જ્ઞાતિવાદના ઝેરથી મુક્ત એવી તાજી હવા મળી. એટલે આર્થિક
અભાવ હોવા છતાં, તેમની પ્રતિભા ખીલી ઉઠી અને જોતજોતાંમાં તે કેટલાક અધ્યાપકોને પ્રિય થઇ પડ્યા.
અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી
ડોક્ટરેટની ડિગ્રી જેટલી જ મોટી ઉપલબ્ધિ તેમના માટે નવલ ભાથેનાની હતી, જે
આજીવન ડો.આંબેડકરની કપરી ક્ષણોમાં તેમની પડખે ઊભા રહ્યા અને વખતોવખત સહાયરૂપ પણ
બન્યા. ભારત પાછા આવ્યા પછી પણ સંઘર્ષ ચાલુ હતો. કારણ કે ભારતમાં તેમની પ્રતિભા
કરતાં તેમની જ્ઞાતિ વધારે અગત્યની ગણાતી હતી. વડોદરામાં સરકારી (રજવાડી) નોકરી
હોવા છતાં, ડો.આંબેડકરને રહેવા માટે મકાન મળ્યું નહીં. ખોટી ઓળખ આપીને તે પારસી વીશીમાં
રહેતા હતા, પણ નવલ ભાથેનાના જ્ઞાતિબંધુઓને જાણ થઇ કે આંબેડકર દલિત છે, એટલે
તેમણે વીશી પર હલ્લો કર્યો અને આંબેડકરને હાંકી કાઢ્યા.
ડો.આંબેડકરને લાગતું હતું કે
સ્વતંત્રતાથી જીવન જીવવા માટે વકીલાત કરવી અને એ માટે લંડન જઇને બેરિસ્ટર બનવું
જરૂરી છે, પરંતુ એ માટેની આર્થિક જોગવાઇ શી રીતે કરવી? એ વખતે નવલ ભાથેનાની ભલામણથી
તેમને બે વિદ્યાર્થીઓનાં ટ્યુશન મળ્યાં. થોડા સમય પછી, મુંબઇની સિડનહામ કોલેજમાં
અર્થશાસ્ત્રના અધ્યાપકની જગ્યા ખાલી પડી, ત્યારે થોડી કમાણી થાય તો લંડન જઇ શકાય એ આશયથી
આંબેડકરે એ નોકરી લીધી. પરંતુ એ વખતે છઠ્ઠા ને સાતમા પગારપંચોની વ્યવસ્થા ન હતી.
એટલે રૂપિયાની ખેંચ અનુભવતા આંબેડકરે મિત્ર નવલ ભાથેના પાસેથી પાંચ હજાર રૂપિયા
ઉછીના મેળવ્યા. (બદલામાં તેમણે આ રકમની પ્રોમિસરી નોટ લખી આપી હતી.) વીસમી સદીના
બીજા દાયકામાં પાંચ હજાર રૂપિયા બહુ મોટી રકમ હતી, પણ નવલ ભાથેનાએ ડો.આંબેડકરને કદી
નિરાશ ન કર્યા.
લંડન પહોંચ્યા પછી આંબેડકરે સમાંતરે
ગ્રેઝ ઇનમાં બેરિસ્ટરનું ભણતર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટનો અભ્યાસ
ચાલુ કર્યો, પરંતુ કશી આવક વિના પરદેશમાં ભણવાનું અને દેશમાં રહેલા કુટુંબનું પૂરું
કરવાનું શી રીતે બને? એટલે વચ્ચે વચ્ચે તે નવલ પાસેથી આર્થિક મદદ માગતા હતા. એવા એક પત્રમાં તેમણે
લાગણીવશ થઇને નવલને લખ્યું હતું,‘મારા લીધે તને ત્રાસ છે, એનું મને ઘણું દુઃખ છે. વિશ્વાસ
રાખજે, તારે મારા લીધે જે ત્રાસ સહન કરવો પડે છે, તે પરમ મિત્ર માટે પણ સહન કરવો
અશક્ય છે, એ હું જાણું છું. એક યા બીજા કારણે મારે તાત્કાલિક પૈસાની માગણી કરવી પડે છે.
તેથી મારા એકના એક મિત્ર,
તું મને દુભવીશ નહીં એની મને આશા છે.’
લંડનથી ‘ડોક્ટર ઓફ સાયન્સ’ અને
બેરિસ્ટરની ડિગ્રી મેળવ્યા પછી (અને કોલંબિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી તો
ખરી જ) પણ ડો. આંબેડકર પાસે સનદ મેળવવા
જેટલાં નાણાં ન હતાં. સનદ વિના વકીલાત શી રીતે શરૂ થાય? ફરી એક વાર નવલ ભાથેનાએ તેમને
મદદ કરીને અને ડો.આંબેડકરની બેરિસ્ટર તરીકેની પ્રેક્ટિસ શરૂ થઇ. જાહેર જીવનના અનેક
ચઢાવઉતાર અને બંધારણસભાની યશદાયી કામગીરીના લાંબા સમયગાળા દરમિયાન તેમના કોઇ
કાર્યક્રમ કે પ્રવૃતિમાં નવલ ભાથેના વિશે ક્યાંય વાંચવા-જાણવા મળતું નથી. તેમના
બધા ઉલ્લેખ ડો.આંબેડકરને બિનશરતી પ્રેમથી એક યા બીજા પ્રકારની સહાય કરતા મિત્ર
તરીકેના જ મળે છે.
એક સામાન્ય પિતાની જેમ ડો.આંબેડકરને પણ
તેમના પુત્ર યશવંતના ભવિષ્યની-તેને થાળે પાડવાની ચિંતા હતી. એ માટે તેમણે નવલ
ભાથેનાને પત્ર લખ્યો હતો અને પુત્ર તથા ભત્રીજાનું ગાડું સારી રીતે ગબડી રહે, એવો
કોઇ ધંધો આપવા અને તે માટેની કોઇ યોજના લખી મોકલવા જણાવ્યું હતું. ડો.આંબેડકરે
લખ્યું હતું,‘એવું બને તો હું શાંતિથી મૃત્યુ પામીશ. પિતા પોતાના પુત્રના હિત માટે તજવીજ
કરે છે તેવી જ રીતે તમે મારા પુત્ર માટે પ્રયત્ન કરીને તેને સતત ચાલુ રહે એવો કોઇ
ધંધો શીખવજો.’ નવલ ભાથેનાએ એક ઉદ્યોગ ચાલુ કરી આપ્યો, પરંતુ એ ધંધામાં છોકરાઓને સફળતા
મળી નહીં. તેથી ડો.આંબેડકર દુઃખી થયા હતા.
ડો.આંબેડકર અને નવલ ભાથેના વચ્ચે રૂબરૂ
મુલાકાતો ક્યારે અને કેવી રીતે થઇ હશે, એ પણ જાણવા મળતું નથી કે નવલ ભાથેના વિશેની બીજી કોઇ
માહિતી મળતી નથી. (કોઇ સુજ્ઞ વાચક પાસે એવી માહિતી કે કોઇ સંપર્કસૂત્ર હોય તો
મોકલવા વિનંતી) તેમની વચ્ચેની છેલ્લી મુલાકાત ઓક્ટોબર, ૧૯૫૬માં થઇ હતી. એ મુલાકાત વિશે
નવલ ભાથેનાની નોંધ ડો.આંબેડકરનાં પત્ની
સવિતા આંબડેકરની મરાઠી આત્મકથા ‘ડો.આંબેડકરાચ્યા સહવાસાત’માંથી મળે છે. નવલ ભાથેનાએ
લખ્યું હતું,‘અમારી સૌથી લાંબી મુલાકાત આંબેડકરના ઘરે તેમના અવસાનના બે મહિના પહેલાં થઇ.
અમે બપોરના ત્રણથી સાંજે છ સુધી બેઠા હતા. એ દરમિયાન રૂમમાં બીજા કોઇને આવવાની રજા
ન હતી. એ દિવસે આંબેડકર દિલથી વાતો કરી રહ્યા હતા. તેમણે તેમના પુત્રની અને
ભત્રીજાની ટીકા કરી. એમના ઘરેથી નીકળતી વખતે હું એ વિચારે ઉદાસ થઇ ગયો કે મારા
મિત્રની જીવનયાત્રા અંતિમ તબક્કામાં છે...’
૧૯૧૩થી શરૂ થયેલી આ દોસ્તીનો ૧૯૫૬માં
ડો.આંબેડકરના મૃત્યુ સાથે અંત આવ્યો, પરંતુ યાદગાર મૈત્રીની કથાઓમાં સ્થાન મળવાની વાત તો
દૂર રહી, તેનો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય છે.
Labels:
dr.ambedkar
Tuesday, April 12, 2016
આંબેડકર, ગાંધી અને ડૉ.શારદા કબીર
બંધારણના ઘડતર કરતાં પણ વધારે, દલિતોને સમાન તક-હક અપાવવા માટેનો સંઘર્ષ
ડૉ.આંબેડકરનું મહાનતમ જીવનકાર્ય છે. પરંતુ સંઘર્ષરત જીવનની વચ્ચે વ્યક્તિ તરીકે
ડૉ.આંબેડકરનાં ઘણાં પાસાં વિશે વાત થતી નથી. એવું એક પાસું એટલે ત્રણ સ્ત્રીઓ સાથે
ડૉ.આંબેડકરના સંબંધોની સૃષ્ટિ : સતત અભાવ, પરદેશ ભણવા જતા સંઘર્ષરત આંબેડકરનો વિરહ વેઠતાં અને સંતાનોનાં મૃત્યુનો શોક
જીરવતાં પહેલાં પત્ની રમાબાઇ, વિદેશમાં
આંબેડકરને પ્રેમ અને સાથ આપનાર ફ્રાન્સિસ ફિટ્સજેરાલ્ડ/ Francis Fitzgerald અને પહેલાં પત્નીના મૃત્યુ
પછી વિઘુર જીવન ગાળતા ડૉ.આંબેડકરના જીવનમાં તેમની સેવા કરવા નિમિત્તે પ્રવેશેલાં
કુમારી શારદા કબીર, જે ડૉ. આંબેડકર
સાથે લગ્ન કરીને સવિતા આંબેડકર ‘માઇસાહેબ’ તરીકે ઓળખાયાં.
પહેલાં પત્ની સાથે ડૉ.આંબેડકરને અમુક પ્રકારનો સંવાદ થઇ શકે
એવા સંજોગો ને ભૂમિકા ખાસ ન હતાં. વિદેશવાસી ફિટ્સજેરાલ્ડ તરફથી લખાયેલા અને તેમના
ઉત્કટ સંબંધોનો અંદાજ આપતા પત્રો હજુ સુધી યોગ્ય સંદર્ભોના અભાવે અને સંભવતઃ તેની
વિવાદાસ્પદ સામગ્રીને કારણે પ્રકાશિત થઇ શક્યા નથી. પરંતુ ડૉ.શારદા કબીર અને ડૉ.
આંબેડકર વચ્ચે, ખાસ કરીને તેમના
પરિચયથી લગ્ન સુધીના માંડ ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન થયેલો
પત્રવ્યવહાર વિશિષ્ટ છે. ડૉ. આંબેડકરના સહાયક-સેવક નાનકચંદ રત્તુએ ડૉ.આંબેડકરના
કેટલાક પત્રોની સામગ્રી તેમના પુસ્તકમાં ઉતારી છે. (રેમીનીસન્સીસ ઍન્ડ
રીમેમ્બરન્સીસ ઑફ ડૉ.આંબેડકર, ૧૯૯૫)
આજાર તબિયત ધરાવતા ડૉ.આંબેડકર મુંબઇમાં ડૉ.માલવણકરની સારવાર
લેતા હતા. એમને ત્યાં કામ કરતાં ડૉ.શારદા કબીરે સામે ચાલીને એવો પ્રસ્તાવ મૂક્યો
કે તે ડૉ.આંબેડકરની તબિયતની દેખભાળ રાખવા માટે દિલ્હી આવે અને તેમના ઘરમાં એકાદ
મહિનો રહે. તેના જવાબમાં ૨૫ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ડૉ.આંબેડકરે લખ્યું કે જાહેર જીવનમાં તેમની આભાને ઘસરકો પણ લાગે
એવું તે ઇચ્છતા નથી. તેમણે લખ્યું હતું,‘મારી પત્નીનું ૧૪ વર્ષ પહેલાં અવસાન થયું. ત્યારથી હું અપરણીત છું અને એ જ
સ્થિતિમાં રહેવાનું મેં ઠરાવ્યું છે...મને લગ્નની બહુ બીક લાગે છે. (ભાવિ) પત્ની
કેવી નીકળે, કોને ખબર.
સ્ત્રીની પસંદગી માટે ફક્ત બુદ્ધિમતા કે સૌંદર્યનો માપદંડ ન હોઇ શકે. નૈતિક ગુણોનો
માપદંડ મુખ્ય છે.’ એ જ પત્રમાં
તેમણે આગળ લખ્યું હતું, ‘કોઇ કારણસર
(આરોગ્ય માટે) મારે આવી સ્ત્રીની સેવા લેવાની થાય તો એ કાયદેસરની પત્ની જ હોઇ
શકે--નર્સ કે સાથી નહીં.’
![]() |
| Dr. Ambedkar & Dr.Sharda Kabir aka Savita Ambedkar ડો.આંબેડકર અને ડો.શારદા કબીર (સવિતા આંબેડકર) |
ડૉ.આંબેડકરની ગાંધીજી વિશેની કડવાશ જાહેર છે. ડૉ.આંબેડકર
વિશે જબ્બાર પટેલની ફિલ્મમાં ગાંધીજીની હત્યાના સમાચાર આવે, ત્યારે હવે તૂટી ગયેલા અમદાવાદના ‘રૂપાલી’ થિએટરમાં બેઠેલા બહુમતી દલિત પ્રેક્ષકો એ સમાચારને તાળીઓથી વધાવી લે, એ દૃશ્ય સગી આંખે જોયું છે. આ હદની વાત હોય
ત્યારે ગાંધીજીની હત્યા વિશે ડૉ.આંબેડકર પોતે શું માને છે, તે ડૉ.શારદા કબીર પરના તેમના પત્રમાંથી અત્યંત
આધારભૂત રીતે જાણવા મળે છે. ગાંધીહત્યાના એક અઠવાડિયા પછીના પત્ર (૬ ફેબ્રુઆરી, ૧૯૪૮)માં ડૉ. આંબેડકરે લખ્યું છે,‘ગાંધી મહારાષ્ટ્રના માણસના હાથે આ રીતે મોતને
ભેટવા જોઇતા ન હતા, એ તારી વાત સાથે
હું સંપૂર્ણ સંમત છું--મહારાષ્ટ્રિયન જ નહીં, કોઇ પણ માણસે આ કૃત્ય કર્યું હોત તો એ ખોટું ગણાત. તને ખબર છે કે મને ગાંધી
માટે કશો ભાવ નથી અને મારા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક ઘડતરમાં તેમનો
કશો ફાળો નથી. (આ બધી બાબતોમાં) મારું અસ્તિત્ત્વ એક જ માણસને આભારી છે : ગૌતમ
(બુદ્ધ). અમારી વચ્ચે તીવ્ર અણગમો હોવા છતાં હું શનિવારે સવારે બિરલાહાઉસ ગયો હતો.
ત્યાં એમનો મૃતદેહ મને દેખાડવામાં આવ્યો. એની પરના ઘા મને દેખાતા હતા. એ બરાબર દિલ
પર પડેલા હતા. એમનો મૃતદેહ જોઇને હું ખૂબ દ્રવી ગયો. એમની અંતિમયાત્રામાં થોડે
સુધી હું ગયો. કારણ કે હું વધારે ચાલી શકું એમ ન હતો. પછી ઘરે પાછો આવ્યો અને ફરી
એક વાર જમુના નદી પર આવેલા રાજઘાટ પર ગયો. પરંતુ ત્યાં એટલું મોટું ટોળું હતું કે
એને વીંધીને હું અગ્નિદાહના સ્થળે જઇ શક્યો નહીં.’
![]() |
| Dr.Ambedkar at Birla House / ગાંધીહત્યા પછી બિરલા હાઉસમાં ડો. આંબેડકર |
‘ગાંધીહત્યાથી રોષ
કે આઘાત પામનારા લોકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઓછી છે’ એવું કહીને ડૉ.આંબેડકરે એમ પણ લખ્યું હતું, ‘ગાંધીજીની અંતિમ યાત્રામાં સૌથી આશ્ચર્યજનક
બાબત મેં એ નોંધી કે લોકોનું ટોળું બહુ મોટું હોવા છતાં, તેમાંથી મોટા ભાગના લોકો ઉર્સ કે જાત્રામાં જતા
હોય એમ રજાના મૂડમાં હતા.’
Labels:
dr.ambedkar,
Gandhi/ગાંધી
Tuesday, April 14, 2015
ડૉ.આંબેડકરનું ધર્મમંથન : અધૂરો એજેન્ડા
દલિતોનો ધર્મ કયો કહેવાય? ડૉ.આંબેડકરના જમાનામાં અને ત્યાર પછી પણ ઘણા લોકો તેમને ‘સ્વાભાવિક હિંદુ’ ગણવા પ્રેરાય છે. હિંદુ ધર્મની માન્યતા ધરાવતી ચાતુર્વર્ણ વ્યવસ્થામાં દલિતોનું સ્થાન શુદ્ર તરીકેનું પણ નથી. તે પંચમ વર્ણ--અતિશૂદ્ર ગણાયા. એક હિંદુને તો ઠીક, એક માણસને મળવા જોઇએ એવા મૂળભૂત અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવ્યા. ગાંધીજી દલિતોને હિંદુ ધર્મનો ‘પાર્ટ’ (હિસ્સો) ગણતા હતા, પણ ડૉ.આંબેડકર દલિતો માટે ‘એ પાર્ટ અપાર્ટ’- (અલગ હિસ્સો) જેવો શબ્દપ્રયોગ વાપરતા હતા.
પૂનાકરાર અને ગાંધીજીના પ્રયાસ પછી હિંદુઓ ‘સુધરી જશે’ અને દલિતો માટે કમ સે કમ મંદિરના દરવાજા ખુલી જશે, એવી આશા ખાસ ફળી નહીં. પ્રાંતોની ધારાસભામાં મંદિરપ્રવેશને લગતા ખરડા નામંજૂર થવા લાગ્યા. અલબત્ત, ડૉ.આંબેડકરને તો એ પસાર થયા હોત તો પણ સંતોષ ન થાત. તેમની દલીલ હતી કે ખરડામાં મૂળભૂત અસ્પૃશ્યતાનો વિરોધ ન હતો. અસ્પૃશ્યતા પર પ્રહાર કર્યા વિના કેવળ મંદિરના દરવાજા ખોલાવવાનો કશો અર્થ ન હતો. મંદિરપ્રવેશની માગણી હિંદુ ધર્મમાં રહીને માન્યતા મેળવવાનો પ્રયાસ હતી. હિંદુઓ એટલું પણ ન કરી શક્યા. આખરે, ૧૯૩૫ની યેવલા પરિષદના અંતે મંદિરપ્રવેશની ઝુંબેશો બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ એવી આંબેડકરની યેવલા પરિષદની ઘોષણાની ગુજરાતના પી.જી.સોલંકી, મહારાષ્ટ્રના રાજભોજ, કાજરોળકર, બાલુ અને એ સિવાય શ્રીનિવાસન, જગજીવનરામ, એમ.સી.રાજા જેવા દલિત અગ્રણીઓએ ટીકા કરી. તેમને ધર્મપરિવર્તનનો વિકલ્પ જચ્યો નહીં. પરંતુ ડૉ.આંબેડકરને બીજો કોઇ વિકલ્પ લાગતો ન હતો. આંબેડકર કહેતા હતા કે દલિતોનું ધર્મપરિવર્તન અટકાવવાનું હિંદુઓના હાથમાં છે. તે ચોક્કસ સમયમર્યાદામાં અસ્પૃશ્યતા દૂર કરવાની બાંહેધરી માગતા હતા અને એ માટે તે પાંચ-દસ વર્ષથી વધુ રાહ જોવા તૈયાર ન હતા. દરમિયાન, તત્કાળ લઇ શકાય એવા પગલા તરીકે તેમણે ‘નમૂનેદાર હિંદુ’ તરીકે ઓળખાવાયેલા એક દલિતને શંકરાચાર્ય બનાવવા કહ્યું હતું. તેમની શરત એ હતી કે મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણો એ દલિતને શંકરાચાર્ય તરીકે સ્વીકારે.
પંડિત મદનમોહન માલવિય જેવા સનાતની નેતાએ અસ્પૃશ્યો સાથે થતો અન્યાય દૂર કરીને ધર્મનું રક્ષણ કરવા હિંદુઓને અપીલ કરી. દલિતોને હિંદુ ધર્મમાં સ્વીકૃતિ અપાવવા માટે તેમણે ‘મંત્રદીક્ષા’નો વિચાર મૂક્યો અને તેના માટે ભંડોળ ઉઘરાવવાની વાત કરી. પણ આ પવિત્ર વિચારોમાંથી સહભોજન અને આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દા તેમણે નામજોગ બાકાત રાખ્યા હતા.
વિકલ્પની મૂંઝવણ
આંબેડકરે હિંદુ ધર્મ છોડવાની ગાંઠ તો વાળી, પણ તેના બદલે કયો ધર્મ અપનાવવો એ નિર્ણય કઠણ હતો. ઇસ્લામ સાથે કોમી સંઘર્ષ સંકળાયેલો હતો અને ખ્રિસ્તી ધર્મનો સીધો સંબંધ અંગ્રેજો સાથે હતો. આંબેડકરને લાગતું હતું કે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ તેમાં દાખલ થનારને ‘ડીનેશનલાઇઝ’ કરી નાખે છે. એ ધર્મો અપનાવવાનો અર્થ ફક્ત હિંદુ ધર્મ નહીં, પણ ભારત દેશ છોડવા બરાબર હતો, એવું તે માનતા હતા. આ બેમાંથી કોઇ ધર્મ અપનાવ્યા પછી, ધર્માંતરિત લોકોને અને ખાસ તો બીજા લોકોને એ મુખ્ય ધારાના ભાગ નહીં લાગે, એવો આંબેડકરનો ખ્યાલ હતો.
૧૯૩૫માં ડૉ.આંબેડકરે કહ્યું, ‘નવો પંથ શરૂ કરવા માટે હું રાજી નથી. બૌદ્ધ ધર્મ અપનાવવામાં કેટલીક મુશ્કેલીઓ છે અને આર્યસમાજમાં ન જોડાવાનું અમે નક્કી કર્યું છે. શીખ ધર્મ અંગીકાર કરવા અંગે અમે વિચાર કરીશું.’ શીખ ધર્મ પ્રત્યે તેમને આકર્ષણ થવાનાં ઘણાં કારણ હતાં : એ ધર્મ મૂલતઃ ભારતીય હોવાથી, તેમાં ભારતીયતા ગુમાવવાનો સવાલ આવતો ન હતો. આંબેડકર દલિતોને દાસત્વમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા. તેમના નવા અવતાર માટે શીખોની આક્રમક છબી એકદમ માફક આવે એવી હતી. આંબેડકરથી પણ પહેલાં પંજાબમાં શીખોએ દલિતોના ધર્માંતરની વ્યવસ્થિત ઝુંબેશ ચલાવી હતી.
શીખ ધર્મમાં ભળેલા દલિતોને બીજા શીખો કરતાં કઇક અલગ રાખવામાં આવતા હતા. એ રીતે સમાનતાની શરતનું પાલન થતું ન હતું. પણ આ મોટી મર્યાદાની સામે સંભવિત ફાયદો એ હતો કે અલગ સમુદાય માટે શિક્ષણમાં, સરકારી નોકરીઓમાં અને રાજકીય પ્રતિનિધિત્વમાં અલાયદો હિસ્સો માગવાની ગુંજાશ રહેતી હતી. પંજાબમાં શીખોને અલગ મતદારમંડળ માટે પણ લાયક ગણવામાં આવ્યા હતા. એક રાજ્યમાં શીખોને એ દરજ્જો મળે, તો એ ઉદાહરણ પરથી, શીખ બનેલા દલિતો માટે દેશભરમાં અલગ મતદાર મંડળ માગી શકાય. એટલે કે પૂનાકરારના પગલે દલિતોના હાથમાંથી સરી ગયેલી સ્વતંત્ર રાજકીય પ્રતિનિધિત્વની તક ફરી ઊભી થાય.
ડૉ.મુંજે જેવા હિંદુ મહાસભાના નેતાઓએ ખાનગી રાહે એવો પ્રચાર પણ શરૂ કર્યો હતો કે દલિતો શીખ ધર્મ અપનાવે તો તેમાં હિંદુઓએ ટેકો આપવો જોઇએ. ગાંધીજી અને માલવિય જેવા નેતાઓને આ દલીલ મંજૂર ન હતી. એક સમયે આંબેડકર શીખ ધર્મ તરફ ઢળેલા લાગતા હતા, પરંતુ એ દિશામાં તેમણે કશી નક્કર જાહેરાત ન કરી. શીખો સાથે સંપર્કો ચાલુ રાખ્યા, પણ ધીમે ધીમે શીખ ધર્મ અપનાવવાના મુદ્દે તેમણે મન વાળી લીઘું. તેમના આ પગલા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળતું નથી.
વિલંબ અને વારસો
ડૉ.આંબેડકરે ધર્મપરિવર્તનની જાહેરાત કર્યા પછી ખરેખર એ પગલું ભરવામાં બે દાયકા કાઢી નાખ્યા. આંબેડકરના અભ્યાસી એલિનર ઝિલીઅટના મતે, ‘એકેય ધર્મ બૌદ્ધિક અને રાજકીય રીતે તેમને જચતો ન હતો. વધારે અગત્યનો મુદ્દો એ પણ ખરો કે તેમને ધર્માંતર વિના, બંધારણીય રાહે સુધારાની દિશામાં કામ કરવા મળ્યું. સામાજિક સુધારની સરખામણીમાં બંધારણીય કામગીરી થકી પરિવર્તન તેમની ફાવટનું ક્ષેત્ર હતું.’
૧૯૩૭માં ડૉ.આંબેડકર બે વર્ષ માટે મુંબઇ ધારાસભાના સભ્ય બન્યા. ત્યારથી શરૂ થયેલી તેમની સક્રિય રાજકીય કારકિર્દીમાં ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં શ્રમમંત્રી બન્યા અને ૧૯૪૬થી બંધારણના ઘડતરમાં તથા પહેલા મંત્રીમંડળમાં જોડાયા. આ બધો વખત તેમના મનમાં બૌદ્ધ ધર્મનો વિચાર ધૂંટાતો અને દૃઢ બનતો હશે, એવા ઘણા સંકેત મળે છે. ઔપચારિક રીતે બૌદ્ધ ધર્મ ભલે તેમણે ૧૯૫૬માં અપનાવ્યો, પણ ૧૯૩૪માં તેમણે દાદર (મુંબઇ) માં પોતાના ઘરનું નામ ‘રાજગૃહ’ રાખ્યું, જે બૌદ્ધ યુગના મગધનું શહેર હતું. ૧૯૪૬માં તેમણે સ્થાપેલી પહેલી કૉલેજનું નામ ‘સિદ્ધાર્થ’ હતું, તો ૧૯૫૧માં ઔરંગાબાદમાં સ્થાપેલી બીજી કૉલેજને બૌદ્ધ ધર્મના ઇતિહાસ સાથે સંકળાયેલા ‘મિલિંદ’નું નામ આપ્યું. બુદ્ધને તે પોતાના ત્રણ ગુરુઓમાંના એક ગણતા હતા. (બાકીના બેઃ જોતીબા ફુલે, કબીર)
બૌદ્ધ ધર્મ વિશે આંબેડકરે કહ્યું હતું કે તે મોક્ષદાતા નહીં, પણ માર્ગદાતા છે. તેમણે એવી પણ થિયરી આપી કે અસ્પૃશ્યો અસલમાં બૌદ્ધ હતા અને બૌદ્ધ વિરુદ્ધ બ્રાહ્મણોના સંઘર્ષમાં તેમને અસ્પૃશ્ય બનાવવામાં આવ્યા હતા. એ હિસાબે બૌદ્ધ ધર્મમાં પાછા ફરવું એ એક રીતે મૂળીયાં ભણી પાછા ફરવા જેવું હતું અને બ્રાહ્મણવાદી હિંદુત્વ સાથેનો હિસાબ પણ તેનાથી સરભર થતો હતો.
આમ છતાં, આંબેડકર કોઇ પણ ધર્મસંસ્થાની જેમ બૌદ્ધ ધર્મમાં પ્રવેશેલી મર્યાદાઓ વિશે સભાન હતા અને પોતાના બૌદ્ધ ધર્મમાંથી એ તત્ત્વોને દૂર રાખવા ઇચ્છતા હતા. ૧૯૫૪માં રંગૂનમાં ભરાયેલી ત્રીજી વિશ્વ બુદ્ધ પરિષદમાં તેમણે ભપકાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નાણાં આ રીતે વેડફવાને બદલે બીજા દેશોમાં ધર્મનો પ્રચાર કરવા માટે અને ધર્મને પુનર્જીવિત કરવા માટે વાપરવાં જોઇએ. તેમણે કહ્યું હતું, ‘(બુદ્ધ ધર્મના પ્રતીક જેવું) અશોકચક્ર ભારતના રાષ્ટ્રઘ્વજ પર ઝળકી રહ્યું છે તે મારે લીધે જ. ભારત સરકારે બુદ્ધજયંતિની રજા જાહેર કરી છે તે મારા પ્રયાસોનું ફળ છે...આ બઘું માન્ય કરાવતી વખતે લોકસભામાં મેં અસરકારક વિવરણ કર્યું હતું, જેથી તેનો સ્વીકાર થયો. પરિષદમાં ઉપસ્થિત રહેલાં ૧૮માંથી કોઇ રાષ્ટ્રોએ આવી પ્રગતિ કરી નથી.’
મહારાષ્ટ્રના દેહુ રોડ ગામે દલિત સંત ચોખામેળાના મંદિરના સમારંભનું નિમંત્રણ મળતાં, તેમણે શરત મૂકી કે તમે સાથે બૌદ્ધ વિહાર પણ બાંધો તો હું આવું. તેમની શરતનું પાલન થયું. એ પ્રસંગે બુદ્ધની મૂર્તિની સ્થાપના કરતાં કહ્યું,‘બારસો વર્ષ પછી ભારતમાં બુદ્ધની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાનું માન દલિત વર્ગને ફાળે જાય છે.’
૧૪ ઑક્ટોબર, ૧૯૫૬ના રોજ આશરે ત્રણથી પાંચ લાખ લોકોની હાજરીમાં, બૌદ્ધધર્મી નાગલોકોની ભૂમિ નાગપુરમાં આંબેડકરે હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બે મહિના પછી ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. તેમની અંતિમ વિધિના પ્રસંગે પણ એકાદ લાખ લોકોએ મુંબઇમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
૧૯૫૧ની વસતી ગણતરીમાં ભારતમાં બૌદ્ધ ધર્મીઓ ૧.૮૦ લાખ હતા. પરંતુ ૧૯૬૧માં બૌદ્ધોની સંખ્યા ૩૨.૫૦ લાખ થઇ, જેમાંથી ૨૭.૮૯ લાખ બૌદ્ધો ફક્ત મહારાષ્ટ્રમાં હતા. (એલિનર ઝિલીઅટે આપેલા આંકડા પ્રમાણે, તેમાંથી ૮૦ ટકા મહાર હતા.) વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીમાં બૌદ્ધોની સંખ્યા ૭૯.૫૫ લાખ નોંધાઇ છે. પરંતુ આંબેડકર જેવા લડવૈયાને મન ધર્મ એટલે કેવળ સંખ્યાબળ કે બાહ્યાચાર કદી ન હોઇ શકે. તેમનું ધર્માંતર સામાજિક સમાનતા અને રાજકીય અધિકારો માટે હતું. એ હેતુઓ સિદ્ધ ન થાય, ત્યાં સુધી કેવળ એક યા બીજો ધર્મ અપનાવીને બેસી રહેવાથી ડો.આંબેડકરનું સ્વપ્ન સાકાર થવાનું નથી.
(સંદર્ભ : આંબેડકર્સ કન્વર્ઝન- એલિનર ઝિલીઅટ, પ્રો.ભીખુ પારેખનું આંબેડકર મેમોરિયલ લેક્ચર, ધનંજય કીર લિખિત આંબેડકરચરિત્ર)

religion
Wednesday, April 08, 2015
ડૉ.આંબેડકરનું ધર્મમંથન
ઇતિહાસનાં પાત્રો મૃત્યુ પછી પણ સલામત હોતાં નથી. કયા ઇતિહાસપુરૂષ (કે સ્ત્રી)નું કઇ વિચારધારા કે કયો રાજકીય પક્ષ, ક્યારે ‘અપહરણ’ કરી જશે એ નક્કી હોતું નથી. ઇતિહાસનાં પાત્રોમાંથી ઊંડાણ અને સંકુલતા કાઢીને, તેમને મિકી માઉસ કે ડોરમૉન કે પોકેમૉનની જેમ ‘મર્ચન્ડાઇઝિંગ’ માટેનું પ્રતીક બનાવી દેવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. ગાંધી-નેહરુ-સરદાર અને એ જ હરોળમાં આવતા આંબેડકર સાથે પણ આવું જ થયું છે.
પોતાને આંબેડકરવાદી, આંબેડકરના અભ્યાસી, તેમના અનુયાયી કે ભક્ત ગણાવતા લોકો જે રીતે ભાજપ અથવા સંઘ પરિવારમાં ભળ્યા છે, એ જોતાં લાગે જાણે આંબેડકર પણ સાવરકર અને ગોળવલકર જેવા જ કોઇ ‘કર’ હશે. કોમવાદી રાજકારણમાં ડૉ.આંબેડકરને સંઘ પરિવારના પક્ષે ઊભા કરી દેતા ઘણા લેખ અને પુસ્તક સુદ્ધાં લખાયાં છે. ડૉ.આંબેડકરના વિવાદાસ્પદ પુસ્તક ‘થૉટ્સ ઑન પાકિસ્તાન’ પરથી તેમને મુસ્લિમદ્વેષી અને મુસ્લિમદ્વેષી એટલે હિંદુત્વના તરફી તરીકે ખપાવાય છે. ડૉ.આંબેડકર ઝનૂનપૂર્વક, વાજબી ખુન્નસથી છતાં અભ્યાસપૂર્વક, લાખો અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ છોડી ગયા હતા, એટલી જાણીતી ઐતિહાસિક હકીકતની શરમ પણ આંબેડકરને ‘હિંદુ’ બનાવવા નીકળેલા લોકોને નડતી નથી.
ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ અપનાવનાર હિંદુઓને પાછા હિંદુ ધર્મમાં લાવવા- તેમની ‘ઘરવાપસી’ કરાવવા ઉત્સુક ‘સવાયા હિંદુઓ’ વિશે ડૉ.આંબેડકરે શું કહ્યું હોત? એ અનુમાનનો વિષય નથી. કારણ કે તેમના જમાનામાં ‘ઘરવાપસી’ માટે વપરાતો, આર્યસમાજી વિધીનો શબ્દ હતો : ‘શુદ્ધિ’. બીજા ધર્મમાં જઇને ‘અશુદ્ધ’ થયેલા હિંદુઓને ફરી પાછા ‘શુદ્ધ’ કરવા માટેના ઉધામા ચાલતા હતા. ત્યારે ડૉ.આંબેડકરે કહ્યું હતું, ‘જ્યારથી આ ધર્મમાં વર્ણભેદ અને જાતિપ્રથા અસ્તિત્ત્વમાં આવ્યાં ત્યારથી હિંદુ ધર્મે મિશનરી શક્તિ ગુમાવી દીધી. નવાગંતુકને કઇ જાતિમાં સ્થાન આપું, એ બીજા લોકોને હિંદુ ધર્મમાં લાવનારાને મૂંઝવતો સવાલ છે. એટલે જાતિ છે ત્યાં સુધી હિંદુ ધર્મ કદાપિ મિશનરી ધર્મ બની શકે નહીં અને શુદ્ધિ આંદોલન માત્ર નાદાની અને નિરર્થક પ્રયાસ સિદ્ધ થાય છે.’
વીસમી સદીના ઉત્તમ વિદ્વાનોમાં જેમની ગણના કરી શકાય, એવા ડૉ.આંબેડકરને બાળપણથી જ ‘અસ્પૃશ્ય’ તરીકેનાં અપમાન સહન કરવાનાં આવ્યાં. વડોદરાના મહારાજા તેમને સ્કૉલરશિપ આપીને પરદેશ અભ્યાસ માટે મોકલી શક્યા, પણ પરદેશથી ભણીને આવેલા આંબેડકરને પાટનગર વડોદરામાં રહેવા માટે સરખું ઠેકાણું આપી શક્યા નહીં. આંબેડકરના જીવનના સૌથી કરુણ-- અને આજે પણ એ વિશે વાંચતાં આંખ ભીની થઇ જાય એવા--પ્રસંગોમાંનો એક એટલે વડોદરામાંથી તેમની અવિધિસરની વિદાય. સયાજીરાવ જેવા પ્રગતિશીલ રાજા પણ આંબેડકરને ‘આપણા જેવા જ માણસ’ તરીકેનો મૂળભૂત દરજ્જો અપાવી શક્યા નહીં. ચોથા વર્ગના કર્મચારી પરદેશથી ભણીને આવેલા તેજસ્વી આંબેડકરના હાથમાં ફાઇલ આપવાને બદલે, તેમની સામે ફાઇલનો ઘા કરે (જેથી આંબેડકરને અડવું ન પડે). સ્વમાન અને સ્વગૃહ વગર વડોદરામાં રહેવું અકારું થઇ પડ્યું, ત્યારે ડૉ.આંબેડકર એક વૃક્ષ નીચે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને વડોદરા છોડ્યું. સત્યાર પછી નાશિકના કાલારામ મંદિરમાં દલિતોના મંદિરપ્રવેશ અંગેના આંદોલન અને મહાડનું જાહેર તળાવ દલિતો માટે ખુલ્લું મૂકાવવાના સત્યાગ્રહ જેવા ઘણા પ્રસંગોથી ડૉ.આંબેડકરને ખાતરી થઇ કે રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ સુધરે એમ નથી. માટે, આ ધર્મ છોડ્યે જ પાર છે.
૧૩ ઓક્ટોબર,૧૯૩૫માં યેવલામાં દસ હજાર ‘અસ્પૃશ્યો’ વચ્ચે ડૉ.આંબેડકરે જાહેર કર્યું કે ’હું હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરીશ નહીં.’ અને ખરેખર ધર્મપરિવર્તન તો છેક ૧૯૫૬માં કર્યું, પણ એ ભાંજગડ તેમના મનમાં દાયકાઓથી ચાલતી હતી. છેક ૧૯૨૯માં જળગાંવમાં આંબેડકરે અસ્પૃશ્યોને એવો કોઇ પણ ધર્મ અંગીકાર કરી લેવાની સલાહ આપી હતી, જે એમનો માનવી તરીકે સ્વીકાર કરે. તેના પરિણામે બાર ‘અસ્પૃશ્યો’એ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી નાસિક નજીકના એક ગામના અસ્પૃશ્યોના એક જૂથે ઇસ્લામ અંગીકાર કરવાનું નક્કી કરી નાખ્યું હતું. પરંતુ આંબેડકરે તેમને થોડો સમય રોકાઇ જવાની અને હિંદુ ધર્મમાં ટકી શકે છે કે નહીં, એ જોવાની સલાહ આપી.
૧૯૩૩માં ડૉ.આંબેડકરને માનપત્ર આપવા માટે યોજાયેલી સભામાં પ્રતિભાવ આપતાં તેમણે પોતાના સમાજના લોકોને ખોંખારીને કહ્યું,‘ઇશ્વર આ જગતમાં છે કે નહીં તે વિશે વિચાર કરવાની તમારે કંઇ જરૂર નથી. જગતમાં જે કંઇ ઉથલપાથલ થાય છે તે મનુષ્યો દ્વારા જ થતી હોય છે- એ જ ખરી વાત છે. તમારો ઉદ્ધાર કરવા કોઇ આવવાનું નથી. હવે પછીનું તમારું ભવિષ્ય રાજકારણ દ્વારા જ ઘડાવાનું છે-- બીજી કોઇ રીતે નહીં. પંઢરપુર, ત્ર્યંબક, કાશી, હરિદ્વાર વગેરે સ્થળોએ યાત્રા કરવાથી, એકાદશી, સોમવાર વગેરે દિવસે ઉપવાસ કરવાથી કે શનિ માહત્મ્ય, શિવલીલામૃત, ગુરુચરિત્ર વગેરે પોથીઓનું પારાયણ કરવાથી તમારો ઉદ્ધાર થવાનો નથી. તમારા વડીલો, પૂર્વજો હજારો વર્ષોથી આ બધું કરતા આવ્યા હતા. પણ તેનાથી તમારી પરિસ્થિતિમાં ફરક પડ્યો છે ખરો?’ (ગુજરાતના દલિતો પંઢરપુર-કાશી-હરદ્વારની યાદીમાં ઝાંઝરકા સહિતનાં બીજાં નામ ઉમેરી શકે છે.)
હિંદુ ધર્મ વિશે તેમનો અભિપ્રાય સ્પષ્ટ અને સકારણ આકરો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદુ ધર્મમાં વ્યક્તિના મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. એટલે એ ધર્મને હું સ્વીકારતો નથી...જે ધર્મ એક સમુહને જ્ઞાનનો અધિકાર આપે અને બીજા સમુહને જ્ઞાનથી વંચિત રાખે, કોઇને શસ્ત્રો વાપરવાનો અધિકાર આપે તો કોઇને વેપારવણજ કરવા કહે, એવું હું સ્વીકારતો નથી. દરેક વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે, શસ્ત્રની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે. છતાં જે ધર્મ આવા ભેદભાવ પાડતો હોય એ ધર્મ નહીં, બીજાં જૂથોને ગુલામ બનાવવાનું કાવતરું છે.’
મંદિરપ્રવેશ વિધેયક વિશેના નિવેદનમાં તેમણે ૧૯૩૩માં કહ્યું હતું, ‘જે ધર્મ અસમાનતાને સમર્થન આપે છે તેનો વિરોધ કરવાનો અમે નિર્ધાર કર્યો છે. હિદુ ધર્મે જો અસ્પૃશ્યોના પણ ધર્મ તરીકે રહેવું હોય તો તે સામાજિક સમાનતાનો ધર્મ બની રહેવો જોઇએ...તે માટે ચાતુર્વણને નિર્મૂળ કરી નાખીને હિંદુ ધર્મને બનાવવો પડશે.’ એક જ શ્વાસમાં આંબેડકરનાં અને સંઘ પરિવારનાં ગુણગાન ગાનારા કેટલા લોકો તેમના આરાઘ્ય નેતાની આગળની બન્ને વાત તેમના સંઘ-સાથીઓને અથવા જાહેરમાં બીજા લોકોને કહેવા તૈયાર થશે?
હતાશાની ક્ષણોમાં ડૉ.આંબેડકર ઘણી વાર કહેતા, ‘અસમાનતાનું બીજું નામ એટલે હિંદુ...કોઇ હિંદુ વધારે સારો કે વધારે ખરાબ હોઇ શકે, પણ એ સારો કદી ન હોય.’ મતલબ, જે સારા હોય તે અસામાન્ય રીતે સારા હોય અને બાકીના અસામાન્ય રીતે ખરાબ. કોઇ સહજ-સ્વાભાવિક ક્રમમાં, ‘સારા’ (નૉર્મલ) ન હોઇ શકે.
આંબેડકરમાં અભ્યાસ અને કટુતા ભારોભાર ભરેલાં હતાં. કટુતા તેમને રૂઢિચુસ્ત હિંદુ સમાજે આપેલી શરમજનક ભેટ હતી, જ્યારે અભ્યાસવૃત્તિ અને પ્રતિભા તેમનાં પોતીકાં હતાં. એટલે અસ્પૃશ્યતા સામે ઉગ્રતાપૂર્વક ઝુંબેશ ચલાવતી વખતે તેમનો અભ્યાસ અટકી પડ્યો ન હતો. ૧૯૨૦ના દાયકામાં તેમનો ખ્યાલ હતો કે ‘મનુસ્મૃતિ’ અસ્પૃશ્યતાને મંજૂરી આપે છે અથવા તેની આજ્ઞા આપે છે. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ સાથીદારો સાથે તેમણે ‘મનુસ્મૃતિ’નું જાહેર દહન કર્યું, ત્યારે તેમના મનમાં આવો ખ્યાલ હતો. (એમ તો આંબેડકરને પહેલી વાર મળ્યા ત્યાં સુધી ગાંધીજીના મનમાં એવો ખ્યાલ હતો કે ડૉ.આંબેડકર દલિતોની સેવા કરતો કોઇ ઉજળિયાત--અને એ પણ બ્રાહ્મણ-- છે.) ‘મનુસ્મૃતિ’ના દહન વખતે આંબેડકરની સાથે તેમના બ્રાહ્મણ મિત્ર જી.એન. સહસ્ત્રબુદ્ધે પણ હતા.
પરંતુ અસ્પૃશ્યતાનાં ઐતિહાસિક કારણોનો તાગ મેળવતી વખતે, ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ નામના પોતાના ગ્રંથમાં તેમણે લખ્યું કે મનુસ્મૃતિ ઇસવી સન પૂર્વેની બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ ઇસવી સન પૂર્વેની ચોથી સદીની આસપાસ થઇ ચૂક્યો હતો. આ હકીકતના આધારે તેમણે તારણ કાઢ્યું હતું કે ‘મનુસ્મૃતિ’એ અસ્પૃશ્યતાની આજ્ઞા તો શું, તેને મંજૂરી પણ આપી હોઇ શકે નહીં. આંબેડકરે અસ્પૃશ્યતાના ઉદયને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળ્યો. આ બન્નેેને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંધિત ગણાવાયાં નથી, એવું ડૉ.આંબેડકરે નોંઘ્યું છે.
યેવલામાં ડૉ.આંબેડકરે ૧૯૩૫માં કરેલી ઘોષણા (‘હિંદુ તરીકે મરીશ નહીં’) પછી હિંદુ સિવાયની ધર્મસંસ્થાઓને લાલચ થાય એ સ્વાભાવિક હતું. કેમ કે, એ સમયે બંધારણના ઘડવૈયા બન્યા ન હોવા છતાં, ડૉ.આંબેડકરનો દલિત સમાજ પર ઘણો પ્રભાવ હતો. ડૉ.આંબેડકર જે ધર્મમાં જાય તેમાં મોટી સંખ્યામાં દલિતો પણ તેમને અનુસરે એ નક્કી હતું. ધર્મતત્ત્વમાં માનનારાને સંખ્યાની પરવા ન હોય, પણ ધર્મસંસ્થાઓ માટે માથાંનું મૂલ મગજ કરતાં હંમેશાં મોટું હોય. એટલે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ફિરકાઓએ તેમનો સંપર્ક કર્યો અને અસ્પૃશ્યોને સમાનતાની ખાતરી આપી. એ વખતે સારનાથની મહાબોધિ સોસાયટીના મહામંત્રીએ આંબેડકરને તાર કરીને આગ્રહપૂર્વક વિનંતી કરી કે ‘એશિયા ખંડમાં સૌથી મોટીં સંખ્યામાં લોકોએ સ્વીકારેલા બૌદ્ધ ધર્મને અસ્પૃશ્ય સમાજે સ્વીકારવો જોઇએ.’
(ડૉ.આંબેડકરના ધર્મપરિવર્તન વિશેના વધુ વિચાર અને વિગતો આવતા મંગળવારે-- તેમના જન્મદિને)

Wednesday, December 10, 2014
ડૉ.આંબેડકર અને ટિળક પિતા-પુત્ર : સંબંધોના બે ધ્રુવ
લોકમાન્ય ટિળક મહાન દેશભક્ત છતાં જ્ઞાતિની બાબતમાં રૂઢિચુસ્ત હતા, જ્યારે તેમના સુધારક પુત્ર શ્રીધરપંતે ૩૨ વર્ષની વયે આપઘાત કરતાં પહેલાં, જીવનનો છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.
સ્વરાજની લડતમાં સંકળાયેલા કેટલાક આગેવાનોના ઘરમાં ‘દીવા તળે અંધારું’ જેવા કિસ્સા બન્યા હતા. તેમાં સૌથી જાણીતો કિસ્સો ગાંધીજી અને હરિલાલનો. મોતીલાલ નેહરુના સમકાલીન, ‘દેશબંઘુ’ ચિત્તરંજન દાસનો એકનો એક પુત્ર ભૂંડે હાલ મૃત્યુ પામ્યો હતો. એમ તો, ગાંધીયુગ પહેલાં ભારતના રાજકારણમાં જેમનો ડંકો વાગતો હતો, તે ‘લોકમાન્ય’ બાળગંગાધર ટિળકના એક પુત્રે પણ આત્મહત્યા કરી હતી.
પરંતુ બીજા કિસ્સા અને લોકમાન્ય ટિળક/ Lokmanya Tilakના પુત્ર શ્રીધરપંત / Shridhar Pant Tilak ના કિસ્સામાં પાયાનો ફરક હતો : શ્રીધરપંત તેમના રૂઢિચુસ્ત પિતાનો બ્રાહ્મણવાદી અભિગમ છોડીને, સમાજસુધારાના રસ્તે આગળ વઘ્યા, ડૉ.આંબેડકરના સંપર્કમાં આવ્યા અને તેમના સહયોગી બની રહ્યા. ૧૯૨૮માં અકાળે આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.
ડૉ.આંબેડકરે જેમનામાંથી પ્રેરણા મેળવી એવા ‘મહાત્મા પહેલાંના મહાત્મા’ જોતિરાવ ફૂલે લોકમાન્ય ટિળકના સમકાલીન હતા. ટિળકનાં સાપ્તાહિકો ‘મરાઠા’ અને ‘કેસરી’ જોતિબાની જુસ્સાભરી સુધારક પ્રવૃત્તિઓની ટીકા કરવામાં કશી પાછી પાની કરતાં નહીં. છતાં, એક વાર કોલ્હાપુરના દીવાને ટિળકનાં બન્ને સાપ્તાહિકો સામે બદનક્ષીનો દાવો કર્યો, ત્યારે તે ટિળકના પક્ષે રહ્યા. એટલું જ નહીં, જોેતિબાના કહેવાથી તેમના એક સાથીદારે લોકમાન્ય ટિળક માટે જામીનગીરી આપી હતી. અદાલતી કાર્યવાહી પછી ટિળક અને તેમના સાથીદાર અગરકરને ૧૦૧ દિવસની જેલ થઇ. ત્યાર પછી સજા ભોગવીને બહાર આવેલા ટિળક-અગરકરનું સ્વાગત કરવામાં પણ જોતિબા મોખરે હતા. છતાં, ટિળક-અગરકર-ચિપળૂણકર જેવા રૂઢિવાદીઓનું માનસપરિવર્તન થયું નહીં. ટિળક મહારાજની દેશભક્તિ અને અંગ્રેજો સામેની તેમની લડાયકવૃત્તિ પૂર્ણપણે આદરણીય હોવા છતાં, જ્ઞાતિભેદની બાબતમાં તેમનું વલણ ખેદ ઉપજાવે એવું હતું.
૧૯૨૦માં મૃત્યુ પામેલા ટિળકનો અંતકાળ જાહેર જીવનમાં ડૉ.આંબેડકરનો ઉદયકાળ હતો. તેમણે ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ મરાઠી પાક્ષિક ‘મૂકનાયક’ શરૂ કર્યું અને તેની જાહેરખબર લોકમાન્ય ટિળકના ‘કેસરી’ છાપવા માટે મોકલી. એ વખતે ટિળક જીવીત હતા, પરંતુ ‘કેસરી’માં ડૉ.આંબેડકરના ‘મૂકનાયક’ની જાહેરાત ન છપાઇ. અલબત્ત, આ ઘટનાક્રમ અંગે થોડા મતાંતર છે. કેટલાક લખે છે કે ‘કેસરી’એ મફત લખાણ છાપવાની ના પાડી હતી અને રૂપિયા લઇને જાહેરખબર છાપવાની તૈયારી બતાવી હતી.
ખુદ આંબેડકરે ૨૮ ઑક્ટોબર, ૧૯૫૪ના રોજ મુંબઇના પુરંદરે સ્ટેડિયમમાં એક પ્રવચનમાં કહ્યું હતું, ‘એક વાર મેં ‘કેસરી’ માટે જાહરખબર મોકલી. સાથે રૂ.૩નો મનીઑર્ડર પણ મોકલ્યો. પણ જગ્યાના અભાવનું કારણ આપીને મારી જાહેરખબર પાછી મોકલી આપવામાં આવી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને ફોન કર્યો ત્યારે તેમને એવું લાગ્યું, જાણે બૂમબરાડા પાડતો કોઇ ભીખારી તેમની સાથે વાત કરતો હોય. તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો.’ (‘થૉટ્સ એન્ડ ફિલોસોફી ઑફ ડૉ.બી.આર.આંબેડકર’- સી.ડી.નાઇક, પાનું ૧૩૩)
આમ, ‘લોકમાન્ય’ ટિળક અને ડૉ.આંબેડકર જ્ઞાતિસંઘર્ષના બે અંતિમો પર ઊભા હતા. ટિળકનું અવસાન થયું ત્યારે આંબેડકર લંડનમાં હતા. ટિળકના મૃત્યુનાં સાત વર્ષ પછી તેમણે લખ્યું હતું, ‘‘ટિળક જેવી એકાદ વ્યક્તિએ બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હોત અને બ્રિટિશ રાજના સમયમાં આવેલા પલટાનો લાભ લઇને તેમણે એવું જ ઊચ્ચ શિક્ષણ મેળવ્યું હોત તો, ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવી ગર્જના કરવાને બદલે તેમણે ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ મારું કર્તવ્ય છે’ એમ કહ્યું હોત.’’ (‘બહિષ્કૃત ભારત’, ૨૯-૭-૧૯૨૭. સંદર્ભ : ધનંજય કીર)
ડૉ.આંબેડકરની આ કલ્પનામાં થોડો આશાવાદ અને થોડો ટિળકયુગ પછીના ગાંધીયુગ માટેનો નીચો અભિપ્રાય પણ કારણભૂત હશે. બાકી, ‘લોકમાન્ય’ના પુત્ર શ્રીધરપંત ઉર્ફે બાપુરાવે ક્યાં બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હતો? તેમ છતાં, અસ્પૃશ્યતા સામેની ઝુંબેશમાં તે પૂરા જુસ્સાથી જોડાઇ ગયા હતા. લોકમાન્ય ટિળકે અંગ્રેજી રાજ સામે રાષ્ટ્રિય ભાવના જાગ્રત કરવા માટે ગણેશોત્સવની ઉજવણી શરૂ કરાવી. પરંતુ શ્રીધરપંત ટિળકે ૧૯૨૭ના ગણેશોત્સવમાં અસ્પૃશ્યોનો શ્રીકૃષ્ણ મેળાનો કાર્યક્રમ પૂણેના ગાયકવાડ વાડામાં રાખ્યો. અસ્પૃશ્યો નક્કી કરેલા સ્થળે પ્રવેશ્યા ત્યારે ભારે ધક્કામુક્કી થઇ હતી અને શ્રીધરપંતનો ઉગ્ર વિરોધ થયો હતો. પરંતુ તેમણે ધીરજ ન ખોઇ. તેમની આવી લાગણીના પ્રતિઘોષ તરીકે પૂણેના દલિતોએ એક સભા ભરીને શ્રીધરપંતનું સન્માન કર્યું હતું.
ડૉ.આંબેડકરે ૧૯૨૭માં ‘સમાજ સમતા સંઘ’ની સ્થાપના કરી, તો બીજા જ વર્ષે શ્રીધરપંતે પોતાના ઘરમાં એ સંસ્થાની શાખા શરૂ કરી. તેની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે પૂના ગયેલા ડૉ.આંબેડકરે ઊંડી લાગણી સાથે કહ્યું હતું, ‘‘એમાં કોઇ શંકા નથી કે શ્રીધરપંતે (સમાજ સમતા) સંઘને સ્થાન આપીને અને સમાનતાના સિદ્ધાંતને ટેકો આપીને ભારે સાહસનું કામ કર્યું છે. જો આ ફરજ યોગ્ય રીતે અને સતત અદા થઇ શકશે, તો લોકો કહેશે કે તેમણે તેમના પિતા કરતાં હજાર ગણું વધારે મહત્ત્વનું કામ કર્યું છે. લોકમાન્ય ટિળકના ઘરમાં રહીને તેમની ટીકા કરવાનો મારો કોઇ ઇરાદો નથી. રાજકીય ક્ષેત્રમાં તેમણે દર્શાવેલી હિંમત વિશે સૌ સંમત થશે. પણ સામાજિક બાબતોમાં તેમણે પોતાની જવાબદારી અદા કરી નહીં, તેમાં કોઇ શંકા નથી.’
ફેબ્રુઆરી, ૧૯૨૮માં શ્રીધરપંતનું પુસ્તક ‘માઝા વ્યાસંગ’ પ્રગટ થયું. તેની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું હતું, ‘હવે મારાથી વિશેષ સાહિત્યસેવા થશે એવી ઉમેદ રાખવી વ્યર્થ છે...બાકી રહેલું આયુષ્ય કઇ ઘડીએ પૂરું થઇ જશે...’ તેમના જીવનમાં એક દુઃખ કોર્ટ-કચેરીનું હતું. ‘કેસરી’નાં ટ્રસ્ટનો વિવાદ હતો. તેમના બે બનેવી (લોકમાન્ય ટિળકના જમાઇ) તેમની સામે પડ્યા હતા. એક તરફ સમાજસુધારાનો સંઘર્ષ અને બીજી તરફ કોર્ટકાર્યવાહીનો ત્રાસ, આ બન્નેથી કંટાળીને આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પૂનાના કલેક્ટરને લખ્યું હતું, ‘હું વકીલો ને અદાલતોનો શિકાર થવા જન્મ્યો ન હતો. અદાલતોનું વાતાવરણ મને ગુંગળાવે છે. હું સ્વતંત્રતા ચાહું છું ને મારો આત્મા આઝાદી ઝંખે છે. આત્મહત્યાથી તે મુક્ત બની જશે.’ (મૂળ લખાણ અંગ્રેજીમાં)
શુક્રવાર, તા.૨૫ મે, ૧૯૨૮ની સાંજે, ૩૨ વર્ષની વયે શ્રીધરપંતે ભાબુર્ડા (પૂના) પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. એ જ દિવસે, આપઘાતના થોડા કલાક પહેલાં જીવનનો છેલ્લો પત્ર તેમણે ડૉ.આંબેડકરને લખ્યો. અત્યંત સુઘડ, મરોડદાર અક્ષરે મરાઠીમાં લખાયેલો એ પત્ર અહીં આપ્યો છે. (મૂળ લખાણ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો)
પત્રમાં શ્રીધરપંતે ‘ક.સા.ન.વિ.વિ.’ (‘કળવણે સાદર નમસ્કાર વિનંતી વિશેષ’- સાદર નમસ્કાર સાથે વિશેષ વિનંતી પાઠવું છું કે) એવી લાક્ષણિક મરાઠી શરૂઆત પછી લખ્યું હતું,
‘આ પત્ર તમારા હાથમાં આવશે તે પહેલાં હું આ લોકને છોડી ગયો છું, એવી વાત મોટે ભાગે તમારા કાને પડી ગઇ હશે. તમારા સમાજ સમતા સંઘના કામને સરસ રીતે આગળ વધારવા માટે, વઘુ ને વઘુ પ્રમાણમાં સુશિક્ષિત અને સુધારાવાદી યુવાનોનું લક્ષ્ય આ ચળવળ તરફ જાય તે જરૂરી છે. તમે અહર્નિશ આ કામ કરો જ છો એનો મને સંતોષ છે. તમારા આ પ્રયત્નોને પરમેશ્વર યશ આપશે એવી પણ મને ખાતરી લાગે છે. મહારાષ્ટ્રના યુવાનો નિશ્ચય કરે તો અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન પાંચ જ વર્ષમાં ઉકલી જાય. મારા બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રત્યક્ષ મૂકવા માટે હું આગળ જાઉં છું. મિત્રમંડળને મારા સપ્રેમ નમસ્કાર. આપણી વચ્ચે આવો ભાવ રહે એવી જ વિનંતી.’
લોકમાન્ય ટિળકે માર્ચ, ૧૯૧૮માં મુંબઇમાં ભરાયેલી એક સભામાં અસ્પૃશ્યતાનો અંત આણવાની વાત કરી હતી, પરંતુ પોતે તેના અમલની પ્રતિજ્ઞા પર સહી કરી નહીં. એ જ પિતાનો પુત્ર પોતાના છેલ્લા પત્રમાં ‘બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં’ રૂબરૂ મૂકવાની વાત ડૉ.આંબેડકરને લખે, એ ઘટના સમાનતાના સંઘર્ષમાં નાની પણ નોંધપાત્ર ગણવી રહી.
સ્વરાજની લડતમાં સંકળાયેલા કેટલાક આગેવાનોના ઘરમાં ‘દીવા તળે અંધારું’ જેવા કિસ્સા બન્યા હતા. તેમાં સૌથી જાણીતો કિસ્સો ગાંધીજી અને હરિલાલનો. મોતીલાલ નેહરુના સમકાલીન, ‘દેશબંઘુ’ ચિત્તરંજન દાસનો એકનો એક પુત્ર ભૂંડે હાલ મૃત્યુ પામ્યો હતો. એમ તો, ગાંધીયુગ પહેલાં ભારતના રાજકારણમાં જેમનો ડંકો વાગતો હતો, તે ‘લોકમાન્ય’ બાળગંગાધર ટિળકના એક પુત્રે પણ આત્મહત્યા કરી હતી.
પરંતુ બીજા કિસ્સા અને લોકમાન્ય ટિળક/ Lokmanya Tilakના પુત્ર શ્રીધરપંત / Shridhar Pant Tilak ના કિસ્સામાં પાયાનો ફરક હતો : શ્રીધરપંત તેમના રૂઢિચુસ્ત પિતાનો બ્રાહ્મણવાદી અભિગમ છોડીને, સમાજસુધારાના રસ્તે આગળ વઘ્યા, ડૉ.આંબેડકરના સંપર્કમાં આવ્યા અને તેમના સહયોગી બની રહ્યા. ૧૯૨૮માં અકાળે આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.
ડૉ.આંબેડકરે જેમનામાંથી પ્રેરણા મેળવી એવા ‘મહાત્મા પહેલાંના મહાત્મા’ જોતિરાવ ફૂલે લોકમાન્ય ટિળકના સમકાલીન હતા. ટિળકનાં સાપ્તાહિકો ‘મરાઠા’ અને ‘કેસરી’ જોતિબાની જુસ્સાભરી સુધારક પ્રવૃત્તિઓની ટીકા કરવામાં કશી પાછી પાની કરતાં નહીં. છતાં, એક વાર કોલ્હાપુરના દીવાને ટિળકનાં બન્ને સાપ્તાહિકો સામે બદનક્ષીનો દાવો કર્યો, ત્યારે તે ટિળકના પક્ષે રહ્યા. એટલું જ નહીં, જોેતિબાના કહેવાથી તેમના એક સાથીદારે લોકમાન્ય ટિળક માટે જામીનગીરી આપી હતી. અદાલતી કાર્યવાહી પછી ટિળક અને તેમના સાથીદાર અગરકરને ૧૦૧ દિવસની જેલ થઇ. ત્યાર પછી સજા ભોગવીને બહાર આવેલા ટિળક-અગરકરનું સ્વાગત કરવામાં પણ જોતિબા મોખરે હતા. છતાં, ટિળક-અગરકર-ચિપળૂણકર જેવા રૂઢિવાદીઓનું માનસપરિવર્તન થયું નહીં. ટિળક મહારાજની દેશભક્તિ અને અંગ્રેજો સામેની તેમની લડાયકવૃત્તિ પૂર્ણપણે આદરણીય હોવા છતાં, જ્ઞાતિભેદની બાબતમાં તેમનું વલણ ખેદ ઉપજાવે એવું હતું.
| બાળગંગાધર ’લોકમાન્ય’ તિલક / Lokmanya Tilak |
૧૯૨૦માં મૃત્યુ પામેલા ટિળકનો અંતકાળ જાહેર જીવનમાં ડૉ.આંબેડકરનો ઉદયકાળ હતો. તેમણે ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ મરાઠી પાક્ષિક ‘મૂકનાયક’ શરૂ કર્યું અને તેની જાહેરખબર લોકમાન્ય ટિળકના ‘કેસરી’ છાપવા માટે મોકલી. એ વખતે ટિળક જીવીત હતા, પરંતુ ‘કેસરી’માં ડૉ.આંબેડકરના ‘મૂકનાયક’ની જાહેરાત ન છપાઇ. અલબત્ત, આ ઘટનાક્રમ અંગે થોડા મતાંતર છે. કેટલાક લખે છે કે ‘કેસરી’એ મફત લખાણ છાપવાની ના પાડી હતી અને રૂપિયા લઇને જાહેરખબર છાપવાની તૈયારી બતાવી હતી.
ખુદ આંબેડકરે ૨૮ ઑક્ટોબર, ૧૯૫૪ના રોજ મુંબઇના પુરંદરે સ્ટેડિયમમાં એક પ્રવચનમાં કહ્યું હતું, ‘એક વાર મેં ‘કેસરી’ માટે જાહરખબર મોકલી. સાથે રૂ.૩નો મનીઑર્ડર પણ મોકલ્યો. પણ જગ્યાના અભાવનું કારણ આપીને મારી જાહેરખબર પાછી મોકલી આપવામાં આવી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને ફોન કર્યો ત્યારે તેમને એવું લાગ્યું, જાણે બૂમબરાડા પાડતો કોઇ ભીખારી તેમની સાથે વાત કરતો હોય. તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો.’ (‘થૉટ્સ એન્ડ ફિલોસોફી ઑફ ડૉ.બી.આર.આંબેડકર’- સી.ડી.નાઇક, પાનું ૧૩૩)
આમ, ‘લોકમાન્ય’ ટિળક અને ડૉ.આંબેડકર જ્ઞાતિસંઘર્ષના બે અંતિમો પર ઊભા હતા. ટિળકનું અવસાન થયું ત્યારે આંબેડકર લંડનમાં હતા. ટિળકના મૃત્યુનાં સાત વર્ષ પછી તેમણે લખ્યું હતું, ‘‘ટિળક જેવી એકાદ વ્યક્તિએ બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હોત અને બ્રિટિશ રાજના સમયમાં આવેલા પલટાનો લાભ લઇને તેમણે એવું જ ઊચ્ચ શિક્ષણ મેળવ્યું હોત તો, ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવી ગર્જના કરવાને બદલે તેમણે ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ મારું કર્તવ્ય છે’ એમ કહ્યું હોત.’’ (‘બહિષ્કૃત ભારત’, ૨૯-૭-૧૯૨૭. સંદર્ભ : ધનંજય કીર)
![]() |
| સમાજ સમતા સંઘના સાથીદારો સાથે ડો.આંબેડકર/ Dr.Ambedkar |
ડૉ.આંબેડકરે ૧૯૨૭માં ‘સમાજ સમતા સંઘ’ની સ્થાપના કરી, તો બીજા જ વર્ષે શ્રીધરપંતે પોતાના ઘરમાં એ સંસ્થાની શાખા શરૂ કરી. તેની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે પૂના ગયેલા ડૉ.આંબેડકરે ઊંડી લાગણી સાથે કહ્યું હતું, ‘‘એમાં કોઇ શંકા નથી કે શ્રીધરપંતે (સમાજ સમતા) સંઘને સ્થાન આપીને અને સમાનતાના સિદ્ધાંતને ટેકો આપીને ભારે સાહસનું કામ કર્યું છે. જો આ ફરજ યોગ્ય રીતે અને સતત અદા થઇ શકશે, તો લોકો કહેશે કે તેમણે તેમના પિતા કરતાં હજાર ગણું વધારે મહત્ત્વનું કામ કર્યું છે. લોકમાન્ય ટિળકના ઘરમાં રહીને તેમની ટીકા કરવાનો મારો કોઇ ઇરાદો નથી. રાજકીય ક્ષેત્રમાં તેમણે દર્શાવેલી હિંમત વિશે સૌ સંમત થશે. પણ સામાજિક બાબતોમાં તેમણે પોતાની જવાબદારી અદા કરી નહીં, તેમાં કોઇ શંકા નથી.’
![]() |
| શ્રીધરપંત ઉર્ફે બાપુરાવ ટિળકની દુર્લભ તસવીર Rare photo of Shridhar Pant aka Bapurao Tlak |
ફેબ્રુઆરી, ૧૯૨૮માં શ્રીધરપંતનું પુસ્તક ‘માઝા વ્યાસંગ’ પ્રગટ થયું. તેની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું હતું, ‘હવે મારાથી વિશેષ સાહિત્યસેવા થશે એવી ઉમેદ રાખવી વ્યર્થ છે...બાકી રહેલું આયુષ્ય કઇ ઘડીએ પૂરું થઇ જશે...’ તેમના જીવનમાં એક દુઃખ કોર્ટ-કચેરીનું હતું. ‘કેસરી’નાં ટ્રસ્ટનો વિવાદ હતો. તેમના બે બનેવી (લોકમાન્ય ટિળકના જમાઇ) તેમની સામે પડ્યા હતા. એક તરફ સમાજસુધારાનો સંઘર્ષ અને બીજી તરફ કોર્ટકાર્યવાહીનો ત્રાસ, આ બન્નેથી કંટાળીને આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પૂનાના કલેક્ટરને લખ્યું હતું, ‘હું વકીલો ને અદાલતોનો શિકાર થવા જન્મ્યો ન હતો. અદાલતોનું વાતાવરણ મને ગુંગળાવે છે. હું સ્વતંત્રતા ચાહું છું ને મારો આત્મા આઝાદી ઝંખે છે. આત્મહત્યાથી તે મુક્ત બની જશે.’ (મૂળ લખાણ અંગ્રેજીમાં)
શુક્રવાર, તા.૨૫ મે, ૧૯૨૮ની સાંજે, ૩૨ વર્ષની વયે શ્રીધરપંતે ભાબુર્ડા (પૂના) પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. એ જ દિવસે, આપઘાતના થોડા કલાક પહેલાં જીવનનો છેલ્લો પત્ર તેમણે ડૉ.આંબેડકરને લખ્યો. અત્યંત સુઘડ, મરોડદાર અક્ષરે મરાઠીમાં લખાયેલો એ પત્ર અહીં આપ્યો છે. (મૂળ લખાણ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો)
![]() |
| આત્મહત્યા કરતાં પહેલાં શ્રીધરપંત ટિળકે ડો.આંબેડકરને લખેલો છેલ્લો પત્ર : એક દુર્લભ દસ્તાવેજ Shridhar Pant Tilak's departing letter to Dr.Ambedkar |
પત્રમાં શ્રીધરપંતે ‘ક.સા.ન.વિ.વિ.’ (‘કળવણે સાદર નમસ્કાર વિનંતી વિશેષ’- સાદર નમસ્કાર સાથે વિશેષ વિનંતી પાઠવું છું કે) એવી લાક્ષણિક મરાઠી શરૂઆત પછી લખ્યું હતું,
‘આ પત્ર તમારા હાથમાં આવશે તે પહેલાં હું આ લોકને છોડી ગયો છું, એવી વાત મોટે ભાગે તમારા કાને પડી ગઇ હશે. તમારા સમાજ સમતા સંઘના કામને સરસ રીતે આગળ વધારવા માટે, વઘુ ને વઘુ પ્રમાણમાં સુશિક્ષિત અને સુધારાવાદી યુવાનોનું લક્ષ્ય આ ચળવળ તરફ જાય તે જરૂરી છે. તમે અહર્નિશ આ કામ કરો જ છો એનો મને સંતોષ છે. તમારા આ પ્રયત્નોને પરમેશ્વર યશ આપશે એવી પણ મને ખાતરી લાગે છે. મહારાષ્ટ્રના યુવાનો નિશ્ચય કરે તો અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન પાંચ જ વર્ષમાં ઉકલી જાય. મારા બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રત્યક્ષ મૂકવા માટે હું આગળ જાઉં છું. મિત્રમંડળને મારા સપ્રેમ નમસ્કાર. આપણી વચ્ચે આવો ભાવ રહે એવી જ વિનંતી.’
લોકમાન્ય ટિળકે માર્ચ, ૧૯૧૮માં મુંબઇમાં ભરાયેલી એક સભામાં અસ્પૃશ્યતાનો અંત આણવાની વાત કરી હતી, પરંતુ પોતે તેના અમલની પ્રતિજ્ઞા પર સહી કરી નહીં. એ જ પિતાનો પુત્ર પોતાના છેલ્લા પત્રમાં ‘બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં’ રૂબરૂ મૂકવાની વાત ડૉ.આંબેડકરને લખે, એ ઘટના સમાનતાના સંઘર્ષમાં નાની પણ નોંધપાત્ર ગણવી રહી.
Labels:
dalit,
dr.ambedkar
Tuesday, December 10, 2013
ગાંધી, આંબેડકર અને મેન્ડેલા
આંબેડકરના નિર્વાણદિનના એક દિવસ પહેલાં, નેલ્સન મેન્ડેલા/ Nelson Mandelaનું લાંબી બિમારી પછી દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું. સંસ્થાનવાદી શાસનની ગુલામી સામે તેમની લડતને કારણે, ગાંધી અને મેન્ડેલાનું નામ સાથે લેવાય છે. દક્ષિણ આફ્રિકામાં એ લડતના - અને સંસ્થાનવાદી શાસનના- પાયામાં રંગભેદ હતો. એ ઘ્યાનમાં રાખતાં, મેન્ડેલાની વાતમાં ગાંધી જેટલા જ આંબેડકર પણ યાદ આવી શકે.
મેન્ડેલા અને આંબેડકર બન્ને પોતપોતાના સદીઓથી કચડાયેલા સમાજનાં હક અને ગૌરવ માટે, નાગરિક અધિકાર અને માનવ અધિકાર માટે લડ્યા. તેમની સરખામણીએ ગાંધીજીની મુખ્ય લડત તેમની ઇચ્છા કે તેમના કાબૂ વિરુદ્ધ, મુખ્યત્વે રાજકીય આઝાદીની બની ગઇ. મેન્ડેલાના- દક્ષિણ આફ્રિકાના કિસ્સામાં એ શક્ય ન હતું. કારણ કે તેમની લડતમાં ‘સ્વતંત્રતા’નો મૂળભૂત અર્થ જ ‘સમાનતા’ થતો હતો. બહુમતી લોકો કાળા હોવાને કારણે, તેમને પૂરા કદનું નાગરિકત્વ અને રંગભેદનો અંત એ સંઘર્ષનો મુખ્ય મુદ્દો હતો.
મેન્ડેલાની લડત હિંસાખોર શાસન અને રંગભેદી માનસિકતા ધરાવતા લધુમતી ધોળા લોકો સામે હતી. આ બન્ને મોરચે મેન્ડેલાની પડખે બીજા ઘણા નેતા, પક્ષ (આફ્રિકન નેશનલ કોંગ્રેસ) અને બહુમતી કાળા લોકોનું બળ હતું. ગાંધીજીની રાજકીય લડતમાં બીજા નેતાઓ, પક્ષ અને મોટા સમુદાયનું બળ હતું, પરંતુ સામાજિક અનિષ્ટો સામે ધીમા તાપે ચાલતી તેમની લડતમાં ગાંધીજી ઘણી હદે એકલા રહ્યા. ભારતની આઝાદીની લડતમાં ‘સ્વતંત્રતા’નો અર્થ ‘સમાનતા’ નહીં, પણ ‘અંગ્રેજી શાસનમાંથી રાજકીય આઝાદી’ એવો થતો હતો. એટલે કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓ, પક્ષ અને સમાજનો બહોળો વર્ગ ગાંધીજીને પૂજનીય ગણતાં રહ્યાં, પણ તેમાંથી મોટા ભાગના લોકો ગાંધીજીના સમાજદર્શનને અંશતઃ પણ અનુસરી શક્યા નહીં. પરિણામે, ભારતને રાજકીય આઝાદી મળી ગઇ, ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાયા, પણ આંબેડકરના સ્વપ્ન જેવું દલિતોની સમાનતા અને સામાજિક આઝાદીનું કામ અઘૂરું રહ્યું.
ગાંધીજીના પગલે ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજમુદાર, મામાસાહેબ ફડકે જેવા સન્નિષ્ઠ કાર્યકરો દલિતકલ્યાણના કાર્યમાં જોતરાઇ ગયા, પણ આંબેડકરને ‘દલિતોદ્ધાર’ના કાર્યક્રમથી સંતોષ ન હતો. તે દલિતોના રાજકીય અધિકાર તથા તેમની સામાજિક આઝાદી ઝંખતા હતા. એટલે આંબેડકરને અંગ્રેજો કરતાં વધારે કોંગ્રેસ સામે લડવાનું આવ્યું અને મૂલતઃ એક ઘ્યેય હોવા છતાં, જુદા રસ્તાને કારણે ગાંધી-આંબેડકરને સામસામે મુકાવું પડે, એવા સંજોગો અનેક વાર ઊભા થયા.
દક્ષિણ આફ્રિકામાં મેન્ડેલા બહુમતી કાળા લોકોના સ્વીકૃતનેતા હતા. તેમ છતાં, મેન્ડેલા અને કોંગ્રેસથી જુદો ચોકો રચનારાં, કાળા લોકોનાં બીજાં કેટલાંક જૂથ પણ હતાં. તે વધારે આત્યંતિક કે ઝનૂની હતાં. ૨૭ વર્ષનો જેલવાસ વેઠનાર મેન્ડેલા અને ધોળા પ્રમુખ ક્લાર્ક વચ્ચે સમાધાન થયા પછી દેશના ઇતિહાસમાં પહેલી વાર ચૂંટણી જાહેર થઇ, કાળા લોકોને મતાધિકાર અપાયો, ત્યારે પણ એક કાળા જૂથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી આત્યંતિકતા સમજાતાં તે લાઇન પર આવી જઇને ચૂંટણીમાં સામેલ થયું અને રાતોરાત બેલેટ પેપરમાં નવી ચબરખીઓ લગાડવાની થઇ.
ચૂંટણી અને દલિતાના સાચા પ્રતિનિધિત્વના મુદ્દે આંબેડકર-ગાંધી વચ્ચે ત્રીસીના દાયકામાં મોટો મતભેદ થયો, જેની કડવાશ હજુ પણ દલિત સામાજિક નેતાગીરી જોવા મળી જાય છે. અંગ્રેજોએ મુસ્લિમો ઉપરાંત દલિતો માટે પણ અલગ મતદાર મંડળની જોગવાઇ કરી. દેશમાં હિંદુ-મુસ્લિમ કોમવાદનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું અને તિરાડ પહોળી થઇ રહી હતી. એ વખતે હિંદુ સમાજમાં કાયમી આંતરિક તડાં ન સર્જાય, એ ચિંતાથી ગાંધીજીએ દલિતોને મળેલા અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો. પૂનાની આગાખાન જેલમાં તેમણે આમરણ ઉપવાસ કર્યા. ગાંધીજીનો જીવ બચાવવા માટે આંબેડકરે અલગ મતદાર મંડળ જતું કરીને પૂના કરાર પર મત્તું મારવું પડ્યું. રાજકીય સત્તામાં બિનકોંગ્રેસી દલિત પ્રતિનિધિત્વની આ તક જતી કરવી પડી, તે આંબેડકરને બહુ વસમું લાગ્યું.
ભારતમાં મુસ્લિમો વતી ઝીણાએ અને દલિતો વતી આંબેડકરે ગાંધીજીની આખા હિંદની નેતાગીરીનો દાવો માન્ય રાખ્યો નહીં. મેન્ડેલાને એવો પ્રશ્ન ન હતો. તેમની નેતાગીરી ન સ્વીકારાં જૂથ મુખ્યત્વે હિંસાનો આશરો લેનાર કાળાં અને ધોળાં લોકો હતાં. આંબેડકરની સ્થિતિ વધારે ખરાબ હતી. કોંગ્રેસની બહાર રહીને દલિતોના નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે તેમને ગાંધીજી-કોંગ્રેસની સામે ઊભા રહેવાનું હતું. પોતાની પ્રતિભાના જોરે, કટુ લડાઇઓ લડીને, તે અસ્પૃશ્યોના નેતા બની શક્યા.
કડવાશ ફક્ત આંબેડકરના જ મનમાં હતી, એવું માનનાર લોકોએ આંબેડકર વિશે કંઠીધારી ગાંધીવાદીઓનો મત પણ જાણવા જેવો ખરો. આંબેડકરની કડવાશ માટે મજબૂત કારણો હતાં- જે ગાંધીજી કબૂલતા હતા- પરંતુ ઘણા ગાંધીવાદીઓને ગાંધીજી સાથે અવિવેકની હદની આક્રમકતાથી વાત કરનાર આંબેડકર ભયંકર માણસ લાગતા હતા. આઝાદી પછીનાં વર્ષોમાં પણ તેમનો એ અભિપ્રાય ચાલુ રહ્યો. આંબેડકરને દલિતોના નેતા તરીકેનો દરજ્જો કેવળ અંગ્રેજોની કૃપાથી મળ્યો હતો, એવું માનનારો એક વર્ગ હતો અને છે. આવો આરોપ આંબેડકરનાં હતાશા, સંઘર્ષ અને સિદ્ધિને ભારે અન્યાય કરનારો છે. મેન્ડેલાને મળેલું રાષ્ટ્રિય નાયક તરીકેનું પદ આંબેડકરથી હંમેશાં દૂર રહ્યું. આંબેડકરનું નામ પહેલી હરોળની નેતાગીરીમાં ન મૂકવા માટે એવી દલીલ કરાય છે કે, ‘આંબેડકર (કેવળ) દલિતોના હિત માટે લડ્યા હતા. આઝાદીની લડાઇમાં તેમનું શું પ્રદાન?’ તેના વિગતમાં જવાને બદલે પહેલાં એક સાદો સવાલ થવો જોઇએ : શું દલિતોનું હિત દેશહિતના વિરોધમાં હતું?
બીજો યાદ રાખવા જેવો મુદ્દો : દલિતોના હિતમાં દેશનું હિત આપોઆપ સમાયેલું છે, પરંતુ કહેવાતા ઉજળિયાત લોકોની ‘દેશહિત’ની વ્યાખ્યામાં દલિતોના હિતનો સમાવેશ થતો નથી.
શું દલિતોનું હિત દેશહિતનો અંતરગ હિસ્સો ન હોવું જોઇએ? દેશની આશરે છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતા દલિતોને સદીઓ જૂના અમાનવીય ભેદભાવોમાંથી મુક્તિ આપવા માટે મથવું, એ જુદા પ્રકારની- કદાચ વધારે અગત્યની- આઝાદીની જ લડાઇ ન ગણાય? આટલી મોટી સંખ્યામાં દેશના દલિતો અર્ધમાનવ અવસ્થામાં જીવતા હોય એ દેશ શી રીતે આગળ વધી શકે? રાજકીય આઝાદીની સાથોસાથ ‘સ્વ-રાજ’ સ્થાપવા માટે એ અનિવાર્ય ન ગણાય? અને એ હેતુ માટે આજીવન મથનાર આંબેડકરને મહાન રાષ્ટ્રિય નેતા ગણવાને બદલે ‘દલિતોના નેતા’ તરીકે ખતવી નાખવા એ શું કહેવાય? અન્યાય કે ભેદભાવ?
ઘણી વાર સવાલ થાય કે ડૉ.આંબેડકરને, સંભવતઃ ગાંધીજીના સૂચનથી, બંધારણસભામાં સામેલ ન કરાયા હોત અને તે બંધારણની ખરડાસમિતિના અઘ્યક્ષ ન હોત, તો સ્વતંત્ર ભારતના મુખ્ય ધારાના ઇતિહાસમાં તેમનું શું સ્થાન હોત? અથવા એક ફુદડી-ફૂટનોટથી વિશેષ તેમનું કોઇ સ્થાન હોત ખરું? આ એવો સવાલ છે કે સરદાર પટેલ દેશી રાજ્યોના વિલીનીકરણ સાથે ન સંકળાયા હોય તો કોંગ્રેસી અને ડાબેરી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસમાં સરદારને સ્થાન આપ્યું હોત? બન્નેના જવાબ ધારી શકાય એવા છે.
સચ્ચાઇ અને સુમેળ : એક કલ્પના
આઝાદી અને રંગભેદની નાબૂદી પછી મેન્ડેલાએ ‘ટ્રુથ એન્ડ રીકન્લીસીલિએશન’ (સચ્ચાઇ અને સુમેળ) નીતિ દ્વારા ભૂતકાળના ત્રાસજનક ઘટનાક્રમને તાજો કર્યો, પરંતુ બદલો લેવા માટે નહીં, તેની ગંભીરતા અંકે કર્યા પછી કાયમ માટે તેને દફનાવી દેવા. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનની વિવિધ બેઠકોમાં સેંકડો લોકોએ પોતાની પર જે વીત્યું હતું તેનાં હૃદયદ્રાવક વર્ણનો કર્યાં. તેનું રેડિયો-ટીવી પર પ્રસારણ થયું. ગુનો કરનારા જોગ પણ કહેવાયું હતું કે તમે જે ન કરવા જેવું કર્યું હોય તે અહીં આવીને કહી દો. માફીને યોગ્ય ગુનો હશે તો માફી થશે. અદાલતી કાર્યવાહીનો બહુ પ્રશ્ન ન હતો. કારણ કે સમય વીતી જતાં ઘણા ગુનામાં અદાલતમાં કામ ચલાવી શકાય એવા આધારપુરાવા મોજૂદ ન હતા.
‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની ઝુંબેશને મિશ્ર સફળતા મળી, પણ તેનો આશય ભૂતકાળમાં અત્યાચારી લધુમતી તરીકે ગણાયેલા ધોળા લોકો અને તેમના અત્યાચારોનો ભોગ બનેલા કાળા લોકો વચ્ચે સુમેળ-સંવાદનો પુલ બાંધવાનો હતો. રંગભેદી શાસન સમાપ્ત થયા પછી પણ ઘણા ધોળા લોકો દક્ષિણ આફ્રિકામાં રહ્યા. તેમની અને કાળા લોકોની વચ્ચેની દુશ્મનાવટ દૂર થાય અને સૌ એક જ દેશના, એક સરખા અધિકાર ધરાવતા નાગરિક બની રહે, તે ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનનો મુખ્ય આશય હતો.
એવું માનવાનું મન થાય છે કે ગાંધી-આંબેડકર થોડાં વર્ષ વધારે જીવ્યા હોત અથવા આઝાદી થોડી વહેલી મળી હોત, તો આ બન્ને નેતાઓએ દલિતો પર હિંદુઓએ સદીઓથી કરેલા અત્યાચારોના સંબંધે ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ જેવી કોઇ યોજના ઘડી કાઢી હોત. હિંદુઓએ પ્રાયશ્ચિત કરવું જોઇએ એવું ગાંધીજી કહેતા હતા, પરંતુ ગુનાના જાહેર એકરાર વગરનાં ખાનગી પ્રાયશ્ચિત ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન’ની વ્યાપક અસર પેદા કરી શકતાં નથી. એવી જ રીતે, ડૉ.આંબેડકરની અપેક્ષા પ્રમાણેના નકરા કાયદા, અમલ કરનારના હૃદયપરિવર્તન વિના પૂરેપૂરા અસરકારક નીવડી શકતા નથી. આ બન્ને નેતાઓ લાંબુ જીવ્યા હોત અને કોમી હિંસાની કારુણીમાંથી પાર ઉતર્યા પછી, દલિતહિત અંગે પોતપોતાના અંતિમોની મર્યાદા સમજીને ‘ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશન’ની ભેટ આપી શક્યા હોત તો?
મેન્ડેલાને વિદાયઅંજલિ આપતી વેળા એક ભારતીય તરીકે આ કલ્પના ખાળી શકાતી નથી.

Gandhi/ગાંધી,
nelson mandela
Tuesday, August 27, 2013
રૂપિયાનું અવમૂલ્યનઃ હોબાળો અને હકીકત
છેલ્લાં એકાદ-બે અઠવાડિયાંમાં સૌથી વધારે રમૂજો કદાચ રૂપિયાના અવમૂલ્યન વિશે થઇ છે. દા.ત. ‘ડીઝનીલેન્ડમાં છેક ઉપરથી છેક નીચે પડવાની નવી રાઇડ શરૂ થવાની છે, જેનું નામ છે : ‘ધ ઇન્ડિયન રૂપી’. ‘ભારતે શૂન્યની શોધ ન કરી હોત તો એક પાઉન્ડ બરાબર એક રૂપિયાનો ભાવ હોત.’
એક પાઉન્ડનો અને એક ડોલરનો વિનિમય દર અનુક્રમે રૂ.૧૦૦ અને રૂ.૬૫ની સપાટી આંબી ગયો. રાજકીય ગરમાગરમીના માહોલમાં રૂપિયાના સતત અવમૂલ્યનને સીઘું સરકારની નિષ્ફળતા અને તેના ગેરવહીવટ સાથે જોડી દેવામાં આવ્યું. ગનીમત છે કે હજુ સુધી વિપક્ષોએ રૂપિયાના અવમૂલ્યન બદલ મનમોહન સિંઘનું રાજીનામું માગ્યું નથી કે સંસદ ખોરવી નથી.
રૂપિયાના અવમૂલ્યનની વાસ્તવિકતા શી છે? એ જાણવાનો બિનરાજકીય (એટલે કે પ્રામાણિક) પ્રયાસ.
યે ક્યા હો રહા હૈ?
રૂપિયાના અવમૂલ્યનનાં ભડકામણાં મથાળાં જોઇને આપણામાંથી ઘણાને આ સવાલ થતો હશે. અર્થશાસ્ત્રમાં ટપ્પી પડતી ન હોય, દેશના અર્થતંત્રની હાલત કથળી હોય અને દેશના વડાપ્રધાન એક અર્થશાસ્ત્રી હોય- આ ત્રણે હકીકતોને એકસાથે ઘ્યાનમાં લેતાં ગુંચવાડો ઘટવાને બદલે વધે.પરંતુ અર્થશાસ્ત્ર માટેનું નોબેલ મેમોરિયલ સન્માન મેળવી ચૂકેલા અઘ્યાપક પોલ ક્રગમેન/ Paul Krugmanને પણ રૂપિયાના અવમૂલ્યનની રડારોળથી આશ્ચર્ય થાય ત્યારે શું સમજવું?
ક્રગમેને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૩ના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં ‘રૂપી પેનિક’ એવા મથાળા હેઠળ ટૂંકી નોંધ લખી છે. તેમના મુખ્ય બે મુદ્દા છે : ભારતીય રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થયું છે, પણ બ્રાઝિલના ચલણના અવમૂલ્યનની સરખામણીમાં એ ઘણું ઓછું છે. (બ્રાઝિલ સાથે ભારતની સરખામણીનું કારણ : ઝડપથી વિકસી રહેલાં અર્થતંત્રો ધરાવતા ચાર દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીનને આંતરરાષ્ટ્રિય અર્થકારણમાં ‘બ્રિક/BRIC કન્ટ્રીઝ’ના એક જૂથ તરીકે ઓળખવામાં આવે છે.)
ક્રગમેનનો બીજો મુદ્દો : (અમેરિકા જેવા) વિકસિત દેશોના અર્થતંત્રમાં લાંબા સમય સુધી મંદી ચાલી. ત્યાં વ્યાજદર ઓછા હતા, એટલે વઘુ વળતર મેળવવા રોકાણકારો નવાં ઉભરી રહેલાં (ભારત જેવાં) અર્થતંત્રો તરફ વળ્યા. પરિણામે એ અર્થતંત્રોનાં ચલણનું મૂલ્ય વઘ્યું. પરંતુ થોડા સમય પછી, એ (ભારત જેવાં) અર્થતંત્રોનાં બજાર વઘુ પડતાં ઉંચકાઇ ગયાનો અહેસાસ જાગ્યો. સાથોસાથ, વિકસિત દેશોમાં મંદી દૂર થવાની શક્યતા દેખાઇ. વ્યાજદરમાં વધારો થયો અથવા એવી શક્યતા ઊભી થઇ. એટલે રોકાણકારો નવાં ઉભરી રહેલાં અર્થતંત્રોમાંથી પાછા હઠવા લાગ્યા. તેના કારણે ફરી બજારો ગગડ્યાં અને ઉભરી રહેલા દેશોના ચલણનું અવમૂલ્યન થયું.
ક્રગમેનને લાગે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ‘પેનિક’ (હાંફળાફાંફળા) થઇ જવાની જરૂર નથી. ૧૯૯૭-૯૮માં એશિયાના દેશોની આર્થિક કટોકટી વખતે આવું જ બન્યું હતું. પરંતુ એ વખતે ઘણાખરા દેશોનાં દેવાં વિદેશી ચલણમાં હતાં. તેનું પરિણામ શું આવે? ધારો કે દેવું થયું હોય ત્યારે ૧ ડોલરનો ૨૫ રૂપિયા ભાવ ચાલતો હોય, પણ અવમૂલ્યન પછી એ રૂ.૩૫ થઇ જાય. એ ભાવે રૂપિયામાંથી ડોલર ખરીદીને દેવું ચૂકવવાનું થાય એટલે દેવું સીઘું ૪૦ ટકા વધી જાય. દેવું હદ બહાર વધી જવાને કારણે એશિયન દેશોને પોતાના ચલણનું અવમૂલ્યન બહુ વસમું પડી ગયું હતું.
અત્યારે ભારત સરકાર એવી સ્થિતિમાં નથી કે તેને મોંઘા ભાવના ડોલરમાં દેવાં ચૂકવવાના થાય અને અર્થતંત્રની કમર તૂટી જાય. (ડોલરમાં દેવું ધરાવતી કેટલીક ભારતીય કંપનીઓને આ ચિંતા થઇ શકે છે.) ક્રગમેને લખ્યું છે કે ‘સમાચારોનાં મથાળાં ગમે તે કહે, પણ પહેલી નજરે જોતાં રૂપિયાના અવમૂલ્યનમાં કંઇ બહુ મોટી વાત હોય એવું લાગતું નથી.’ અને છેલ્લે તેમણે ઉમેર્યું છે, ‘હું કયો મુદ્દો ચૂકી ગયો?’ (કે જેથી મને રૂપિયાનું અવમૂલ્યન ગંભીર લાગતું નથી.)
અમેરિકાનો ‘હાથ’
રૂપિયાનું અવમૂલ્યન આર્થિક કરતાં અનેક ગણી વધારે રાજકીય સમસ્યા છે, એવો મત પણ અભ્યાસીઓ પાસેથી મળે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર ભણેલા કટારલેખક મિહિર શર્માના મતે, ભારતની રીઝર્વ બેન્કે આ દેશમાંથી નાણાં બહાર લઇ જવાનું અઘરૂં બને એવાં પગલાં લીધાં. તેના કારણે રોકાણકારોમાં ગભરાટ પેદા થયો. તેમને થયું હશે કે રૂપિયા બહાર લઇ જવા પર રીઝર્વ બેન્કનો સંપૂર્ણ અંકુશ આવી જાય તે પહેલાં રોકાણ બીજે ખસેડી લેવું -એટલે કે થોડો બંધ થયેલો દરવાજો સાવ ભીડાઇ જાય તે પહેલાં બહાર નીકળી જવું. આવું ફક્ત વિદેશી જ નહીં, દેશી રોકાણકારોને પણ લાગ્યું હશે. તેના કારણે રોકાણની ધડાધડ રોકડી થવા લાગી. શેરબજારમાં વેચાણ વધે એટલે ભાવ ઘટે. એટલે સેન્સેક્સ અને રૂપિયાના ભાવ ઘટ્યા.
ડોલર-પાઉન્ડની સામે રૂપિયાનું મૂલ્ય વધવા માટે ઘણાં કારણ જવાબદાર છે- અને તેમાં સરકારી નીતિ કે સરકારી ગેરવહીવટનું કારણ બહુ પાછળના ક્રમે આવે છે. ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇન્ડોનેશિયા જેવાં ઉભરતા બજારમાં સ્થાનિક ચલણનું મૂલ્ય ઘટ્યું, એ માટે અમેરિકાની રીઝર્વ બેન્ક (ફેડરલ રીઝર્વ)ને જવાબદાર ગણવામાં આવે છે. અત્યાર લગી ફેડરલ રીઝર્વે અમેરિકાના મંદ અર્થતંત્રને ખોટકાઇ જતું અટકાવવા માટે અબજો ડોલરના સરકારી બોન્ડ ખરીદવાની નીતિ અપનાવી હતી. ખુદ રીઝર્વ બેન્ક સરકારી રાહે નહીં, પણ ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડ જથ્થાબંધના હિસાબે ખરીદે, એટલે તેના ભાવ ઊંચકાય અને તેમાં રોકાણ કરવાથી મળતું વળતર ઘટે. એટલે રોકાણકારો ખાનગી બોન્ડ સહિત બીજે રોકાણ કરે અને મૂડીબજારમાં જરા હરકત આવે. મંદીના લાભાર્થે ચાલતો આ ખરીદીકાર્યક્રમ બંધ કરવાના સંકેત અમેરિકાના ફેડરલ રીઝર્વ તરફથી મળ્યા છે. તેની અસર વૈશ્વિક બજારો પર અને ઉભરતાં અર્થતંત્રો પર સવિશેષ થઇ છે. ત્યાંથી રોકાણ પાછાં ખેંચાવા લાગ્યાં છે.
રૂપિયાનો પ્રશ્ન અને ડૉ.આંબેડકર
બંધારણના ઘડવૈયા અને સમાનતાના લડવૈયા ડૉ.આંબેડકર કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સની પ્રતિષ્ઠિત ડિગ્રી ધરાવતા અર્થશાસ્ત્રી હતા, એ જાણીતી છતાં વિસારે પડી જતી વાત છે. ૧૯૨૩માં પ્રગટ થયેલા તેમના પીએચ.ડી.થીસીસ ‘ધ પ્રોબ્લેમ ઑફ રૂપી : ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન’માં ડૉ.આંબેડકરે ચલણના મૂલ્ય અને અવમૂલ્યન વિશે પણ ચર્ચા કરી હતી.
પ્રશ્ન એ હતો કે રૂપિયાના અવમૂલ્યનની કેવી અસર થાય? સરકારે (રીઝર્વ બેન્કે) ચલણનું અવમૂલ્યન અટકાવવા માટે પ્રયાસ કરવા? કે એ બાબતમાં માથું મારવાને બદલે, રૂપિયાને બજારનાં પરિબળોના હવાલે કરી દેવો? બ્રિટિશ રાજમાં શાસકો ભારતીય રૂપિયાનો વિનિમય દર ઊંચો રાખવા ઇચ્છતા હતા. કારણ કે એમ કરવાથી બ્રિટનમાંથી ભારતમાં માલની આયાત કરવામાં ફાયદો રહેતો હતો. ભારતીય ઉદ્યોગપતિઓ વતી કોંગ્રેસ રૂપિયાનું અવમૂલ્યન થાય એમ ઇચ્છતી હતી. કારણ કે એ સ્થિતિમાં માલની નિકાસ કરનારા ભારતીય ઉદ્યોગોને વિદેશી ચલણના પ્રમાણમાં ઓછા રૂપિયા ચૂકવવાના થાય.
એ વખતે તેમ જ અત્યારે લાગુ પડતી વાસ્તવિકતા એ છે કે રૂપિયો વધારે ‘મજબૂત’ હોય એટલે કે ૧ ડોલર બરાબર જેટલા ઓછા રૂપિયા હોય, એટલો નિકાસમાં-ઉદ્યોગધંધાવાળાને- ઓછો ફાયદો થાય, પણ રૂપિયાની ખરીદશક્તિ વધારે હોય, રૂપિયાનું મૂલ્ય ‘ગબડે’, એટલે ઉદ્યોગપતિઓને-નિકાસકારોને ફાયદો થાય. અલબત્ત, સામાન્ય લોકોને મુશ્કેલી પડે. કારણ કે રૂપિયાની ખરીદશક્તિ ઘટે, કિંમતો વધે, ફુગાવો થાય અને એ પ્રમાણે લોકોની આવકમાં વધારો ન થયો હોય. ડૉ.આંબેડકર માનતા હતા કે રૂપિયાનું ‘લિમિટેડ ડીવેલ્યુએશન’- માપસરનું અવમૂલ્યન થવું જોઇએ, જેથી કોઇ એક વર્ગને ફાયદો અને બીજાને નુકસાન થવાને બદલે સૌને ફાયદો (અથવા ઓછું નુકસાન થાય). ડૉ.આંબેડકરે એવી દલીલ મુકી હતી કે રૂપિયાના અવમૂલ્યનને કારણે જે વર્ગને ફાયદો થાય છે તે બિનશરતી નથી. તેમને થતો ફાયદો બીજા (સામાન્ય) વર્ગના ભોગે થાય છે.
રૂપિયાનું સડસડાટ અવમૂલ્યન થાય એટલે સૌથી પહેલો બોજ આયાતી ચીજોના ભાવ પર પડે. આયાતી ક્રુડ ઓઇલ અને બીજી પેટ્રોલિયમ પેદાશો મોંઘી બને. ભારતનું આયાતનું બિલ વધે. એટલે વધેલું બિલ ચૂકવવા માટેનાં બજેટમાં નાણાંની જોગવાઇ કરવાની થાય. એ માટે બીજે ક્યાંક કાપ મૂકવો પડે. ફુગાવો, મોંઘવારી અને રૂપિયાનું અવમૂલ્યન સ્વતંત્ર પરિબળો હોવા છતાં અને સંપૂર્ણપણે એકબીજા પર આધારિત નહીં હોવા છતાં, તે પરસ્પર અસર કરે છે. રૂપિયાનું અવમૂલ્યન થતાં વિદેશમાં અભ્યાસથી માંડીને વિદેશપ્રવાસો મોંઘા બને છે, તો વિદેશમાંથી ભારત આવતા પ્રવાસીઓ કે મેડિકલ ટુરિઝમ માટે આવતા લોકોનું પ્રમાણ વધી શકે છે. નિકાસમાં વધારાની ઉજળી તકો રહે છે. પરંતુ આ હદે રૂપિયાનું અવમૂલ્યન થાય ત્યારે ફાયદા કરતાં ખોટ થાય એવા મોરચા વધી જાય છે.
તો સરકારે શું કરવું જોઇએ? રીઝર્વ બેન્કે કોઇ પણ રીતે રૂપિયાનું અવમૂલ્યન અટકાવવું જોઇએ? આ સવાલનો બહુમતી અભ્યાસીઓ પાસેથી મળતો જવાબ છે ઃ ના. રૂપિયાનું અવમૂલ્યન સરકારી પ્રયાસોથી અટકાવવામાં આવે તો એ અર્થતંત્ર માટે નુકસાનકારક નીવડે. કારણ કે એ ‘મજબૂતી’ કૃત્રિમ હોય. એને બદલે રૂપિયો આંતરરાષ્ટ્રિય પરિબળોના પ્રવાહમાં તણાતો-અથડાતો-કૂટાતો પોતાનું સાચું સ્થાન પ્રાપ્ત કરે, એ વધારે ઇચ્છનીય અને તંદુરસ્ત વિકલ્પ છે.
બાકી, અર્થશાસ્ત્ર સિવાય આડેધડ આક્ષેપબાજીની અને ખુલ્લા આકાશમાં પતંગો ઉડાડવાની જ વાત કરવી હોય તો, એક ‘થીયરી’ એવી છે કે રૂપિયાનું નવું પ્રતીક વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય અને ખોટા દિવસથી અમલમાં આવ્યું, એટલે રૂપિયાની દશા બેઠી છે. બીજી અને અર્થશાસ્ત્રના આલેખો સાથે રજૂ થયેલી ખુફિયા બાતમી એવી કે ચૂંટણી નજીક આવે ત્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય છે, જેથી નેતાઓ તેમનાં વિદેશમાં ખડકાયેલાં નાણાં ભારતમાં વાપરવા માટે લાવે તો તેમને પ્રતિ ડોલર વઘુ રૂપિયા મળી શકે.
નાગરિક તરીકે આપણે ગાંઠે બાંધી રાખવા જેવી હકીકત એ છે કે અર્થશાસ્ત્રીય નીતિની બાબતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ પંગતમાં બેઠેલાં છે અને રૂપિયાનું અવમૂલ્યન એ રાષ્ટ્રિય ગૌરવનો મુદ્દો નથી- ન હોવો જોઇએ.

economy
Sunday, July 28, 2013
કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવ આંબેડકર : જ્ઞાનપિપાસા અને તેજસ્વીતાની સાથે કઠણાઇનો સંગમ
![]() |
| અર્ધાંગિની ડૉ.સવિતાની હાજરીમાં કોલંબિયા યુનિવર્સિટીની લેમન/ Lehman લાયબ્રેરીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાની સ્થાપના, ૧૯૯૫ |
એક વર્ષ સુધી કોલંબિયામાં પીએચ.ડી. માટે અભ્યાસ કર્યા પછી પણ આંબેડકરની જ્ઞાન મેળવવાની તાલાવેલી શમી ન હતી. જુલાઇ, ૧૯૧૬માં (ચરિત્રકારોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો અભ્યાસ પૂરો થતાં) તે લંડન ઉપડ્યા. ત્યાં ‘ગ્રેઝ ઇન’માં તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ’માં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટનો પ્રારંભ કર્યો. પરંતુ ગાયકવાડ રાજમાં નવા નીમાયેલા દીવાન મનુભાઇ મહેતાને આંબેડકરની તેજસ્વીતા સાથે કશી લેવાદેવા ન હતી. તેમણે સ્કોલરશિપની મુદત પૂરી થયાનું જણાવીને, આંબેડકરને ચાલુ અભ્યાસે પાછા આવી જવા જણાવી દીઘું.
જૂન, ૧૯૧૭માં ન છૂટકે પાછા ફરતાં પહેલાં આંબેડકરે લંડન સ્કૂલમાંથી ચાર વર્ષની અંદર ફરી અભ્યાસ શરૂ કરી શકાય એવી પરવાનગી મેળવી લીધી હતી. એ પ્રમાણે, ૧૯૨૦માં તે (પહેલી વાર કોલંબિયામાં મળેલા નવલ ભાથેના જેવા મિત્રની મદદથી) રૂપિયાની માંડ વ્યવસ્થા કરીને લંડન પહોંચ્યા. તે પહેલાં વડોદરા સરકારના કેટલાક અધિકારીઓએ આંબેડકરને આપેલી સ્કોલરશિપ લોન પેટે ગણીને એ રકમ પાછી મેળવવાની ઉઘરાણી ચાલુ કરી હતી. સ્કોલરશિપ મંજૂર કરનાર સયાજીરાવ ગાયકવાડને આખા પ્રકરણ વિશે મોડે મોડે જાણ થઇ ત્યારે તેમણે ‘શિક્ષણ માટે ખર્ચાઇ ચૂકેલી રકમ વસૂલ કરવાનો સવાલ ઊભો થતો નથી’ એ મતલબના ફેંસલા સાથે પ્રકરણ પર પડદો પાડી દીધો. (કીરલિખિત ચરિત્ર)
![]() |
| Handwritten bio data in German by Ambedkar જર્મન ભાષામાં આંબેડકરે લખેલો પોતાનો બાયો ડેટા |
આંબેડકરનાં ચરિત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કોલંબિયા યુનિવર્સિટીએ ૧૯૧૬માં (કે ૧૯૧૭માં) આંબેડકરના પીએચ.ડી. માટેના મહાનિબંધનો સ્વીકાર કર્યો અને તેમને ડોક્ટરેટની ડિગ્રી વાપરવાની છૂટ આપી. (આંબેડકરે જર્મન બાયો-ડેટામાં પીએચ.ડી.નું વર્ષ ૧૯૧૬ લખ્યું છે.) ઔપચારિક રીતે ડિગ્રી મેળવવા માટે થીસીસ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનો નિયમ હતો. ૧૯૨૫માં પી.એસ.કિંગ્સ એન્ડ કંપનીએ તેમનો કોલંબિયા યુનિવર્સિટીનો થીસીસ પ્રગટ કર્યો. એ પુસ્તકનું શીર્ષક હતું : ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા.’ ત્યાર પછી ૧૯૨૭માં તેમને સત્તાવાર ઢબે પીએચ.ડી.ની ડિગ્રી મળી. એક ચરિત્રકારના મતે, આર્થિક અભાવને કારણે આંબેડકર થીસીસને તરત ગ્રંથસ્વરૂપે છપાવી શક્યા ન હતા.
વાસ્તવમાં, આંબેડકર કોલંબિયામાંથી પીએચ.ડી. થયા તે સ્પષ્ટ છે, પણ કયા સંજોગોમાં તેમણે એ ડીગ્રી તમામ ઔપચારિકતાઓ સાથે હાંસલ કરી, તે સંતોષકારક રીતે જાણવા મળતું નથી. આંબેડકર પહેલી વાર (૧૯૧૭માં) લંડનથી ભારત પાછા ફર્યા ત્યારે તેમનાં પુસ્તકો અલગ સ્ટીમરમાં હતાં. પહેલા વિશ્વયુદ્ધના એ સમયમાં સ્ટીમર પર હુમલો થતાં તે ડૂબી ગઇ. તેમાં આંબેડકરનો મૂલ્યવાન પુસ્તકસંગ્રહ ડૂબી ગયો, એ વાત જાણીતી છે (નુકસાની પેટે થોમસ કૂક કંપનીએ તેમને થોડી રકમ ચૂકવી હતી). પરંતુ પુસ્તકોની સાથે બીજી એક મહામૂલ્યવાન ચીજ પણ નષ્ટ થયાનો ઉલ્લેખ ડો.આંબેડકરના એક પત્રમાંથી મળે છે. આ પત્ર તેમણે પોતાના કોલંબિયાના અઘ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક પ્રો.સેલિંગ્મેનને લખ્યો હતો.
કોલંબિયા યુનિવર્સિટીના ઇન્ટરનેટ આર્કાઇવ્ઝમાંથી મળેલા આ પત્રમાં આંબેડકરે પ્રો.સેલિંગ્મેનને લખ્યું હતું,‘૧૯૧૭માં ટોરપીડોનો પ્રહાર થતાં સ્ટીમર ડૂબી ગઇ, એટલે મારી થીસીસની હસ્તપ્રત પણ મેં ગુમાવી દીધી. ત્યાર પછી મેં ‘ધ સ્ટેબિલાઇઝેશન ઓફ ઇન્ડિયન એક્સચેન્જ’ એ વિષય પર નવેસરથી થીસીસ લખી છે, જે હું તમારી મંજૂરી સાથે કોલંબિયામાં પીએચ.ડી. માટે રજૂ કરવા ધારું છું. આવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં પરીક્ષા માટે હું કોલંબિયા આવવા ધારું છું. દરમિયાન, મારી થીસીસ પ્રકાશિત થાય એ પહેલાં કોલંબિયાના અર્થશાસ્ત્ર વિભાગમાંથી કોઇ મારી હસ્તપ્રત વાંચી જાય એવું તમે ગોઠવી શકો? તેને હું ‘કોલંબિયા યુનિવર્સિટી સ્ટડીઝ’માં પ્રકાશિત કરાવવા માટે પણ ઉત્સુક છું. હું તમને ખાતરી આપું છું કે એ પુસ્તક ઘણું વેચાય એમ છે. કારણ કે એ વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન છે અને મને લાગે છે કે મેં એની આરપાર છણાવટ કરી છે. મને ખાતરી છે કે તમે કૃપા કરીને ઘટતું કરશો.’(૧૬-૨-૨૨, લંડન)
![]() |
| Dr.Ambedkar's letter to Prof.Salingman / ડો.આંબેડકરે પ્રો. સેલિંગ્મેનને લખેલો પત્ર (courtesy : Salingman Papers, Columbia University Archives ) |
જવાબમાં પ્રો.સેલિંગ્મેને લખ્યું હતું, ‘તમારા ખબરઅંતર સાંભળીને આનંદ થયો. તમે નવેસરથી (થીસીસનું કામ) શરૂ કર્યું છે એ ખુશીની વાત છે. તમે પસંદ કરેલો વિષય ખરેખર રસપ્રદ છે. તમે તમારી મેન્યુસ્ક્રીપ્ટ મોકલી આપશો તો હું ખુશીથી મારા એક સાથી અઘ્યાપક પાસે એ વંચાવી રાખીશ. તેને ‘સ્ટડીઝ’માં પ્રકાશિત કરવાની શક્યતા અંગે આપણે ત્યાર પછી વાત કરીશું.’ (૨૮-૩-૨૨)
આ પત્રથી કેટલાક નવા મુદ્દા ઊભા થાય છે : ડો.આંબેડકરની જૂની થીસીસ (‘ધ નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા - એ હિસ્ટોરીકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી’) ડૂબી ગઇ, તો આ પત્રમાં તેમણે ઉલ્લેખેલી નવી થીસીસનું શું થયું? કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કઇ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી આપી? (કોલંબિયામાંથી તે અર્થશાસ્ત્રમાં નહીં, પણ રાજ્યશાસ્ત્ર-પોલિટિકલ સાયન્સમાં પીએચ.ડી. થયા હતા.)
કોલંબિયા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે, તેમને ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ એ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી મળી. પરંતુ એ જ વેબસાઇટ પર કે.એન.કદમના પુસ્તકને ટાંકીને એવું નોંધાયું છે કે ૧૯૨૫માં પ્રગટ થયેલી તેમની આ થીસીસ કોલંબિયાની પીએચ.ડી. માટેની નહીં, પણ લંડન સ્કૂલની એમ.એ.ની થીસીસ હતી. પ્રો.સેલિંગ્મેનને લખાયેલા પત્ર સાથે પણ આ વાત વધારે બંધ બેસે છે. (આ પુસ્તકનો પ્રવેશક પ્રો.સેલિંગ્મેને લખ્યો હોવાથી, તે કોલંબિયાની પીએચ.ડી. થીસીસ હોવાની ગેરસમજણ પેદા થઇ હોય, એ બનવાજોગ છે.) જો આ સાચું હોય તો પછી ૧૯૨૫ સુધી થીસીસ ન છપાવી શકવાને લીધે તેમને કોલંબિયા યુનિવર્સિટી તરફથી છેક ૧૯૨૭માં પીએચ.ડી. મળવાની વાતનો છેદ ઉડી જાય છે.
સવાલ એ થાય કે પ્રો.સેલિંગ્મેનને ૧૯૨૨માં લખેલા પત્રમાં આંબેડકરે પરીક્ષા આપવા માટે કોલંબિયા જવાની વાત લખી છે. પરંતુ એ પછી છેક ૧૯૫૨ સુધી ફરી કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા નથી. તો તેમણે તૈયાર કરેલી નવી થીસીસ અને તેની પરીક્ષાનું શું થયું હશે? આ ગૂંચવાડા બાબતે કોલંબિયા યુનિવર્સિટીના આર્કાઇવ્ઝ વિભાગ સાથે ઇ-મેઇલ પર પૂછપરછ કરતાં આટલી વિગત જાણવા મળીઃ
‘૧૯૧૭માં રિવાજ એવો હતો કે પીએચ.ડી. કરનારે ડેઝર્ટેશન મંજૂર થઇ જાય પછી તેને છપાવીને તેની ૧૦૦ નકલ ડિગ્રી એનાયત થતાં પહેલાં રજિસ્ટ્રારને પહોંચાડવી...ડેઝર્ટેશન કોઇ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલે સ્વીકાર્યું હોય અને તેને બે વર્ષની અંદર છાપવાની ખાતરી આપી હોય તો, (૧૦૦ નકલના) વજનના કારણસર કે સંબંધિત વિભાગની ભલામણના આધારે ડીન સો નકલની શરત માંડવાળ કરી શકે. ડૉ.આંબેડકરનું અસલ ડેઝર્ટેશન નષ્ટ થઇ જતાં, તેમને નવું ડેઝર્ટેશન તૈયાર કરતાં અને શરત મુજબ છપાવતાં દસ વર્ષ લાગ્યાં હશે.’
કોલંબિયા યુનિવર્સિટીના ‘એલમનાઇ રજિસ્ટર’માં ડૉ.આંબેડકર ૧૯૨૮માં પીએચ.ડી. થયા એવી નોંધ છે, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ઓફિસના રેકોર્ડ પ્રમાણે તેમને ૮ જૂન, ૧૯૨૭ના રોજ પીએચ.ડી.ની ડિગ્રી મળી હતી. અલબત્ત, એ ડિગ્રી તો પરીક્ષા પાસ કર્યા પછી જ મળે, એવું કોલંબિયા યુનિવર્સિટીનાં આર્કાઇવિસ્ટે ઇ-મેઇલમાં સ્પષ્ટ લખ્યું છે. ખુદ આંબેડકરે પણ પ્રો.સેલિંગ્મેનને પત્રમાં પરીક્ષા આપવા આવવાની વાત લખી છે. પરંતુ ત્યાર પછી એ છેક ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીની માનદ્ ડોક્ટરેટ પદવી સ્વીકારવા માટે જ અમેરિકા ગયા હતા. એટલે કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કયા સંજોગોમાં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી, એ વઘુ સંશોધનનો વિષય બને છે.
![]() |
| ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીએ ડો.આંબેડકરને આપેલી ડોક્ટર ઓફ લોઝની માનદ્ પદવી |
Labels:
dr.ambedkar,
us
Subscribe to:
Posts (Atom)