Showing posts with label dalit. Show all posts
Showing posts with label dalit. Show all posts
Friday, November 30, 2018
જોતિરાવ ફુલે : ગાંધીજી પહેલાંના 'મહાત્મા'
વાજબી કારણોસર રોષનો સ્થાયી ભાવ ધરાવતા ડૉ. આંબેડકરે ભલે કહ્યું હોય કે મહાત્માઓ ધૂળ ઉડાડતા આવે ને જાય, તેનાથી સમાજને કશો ફરક નથી પડતો. વાસ્તવમાં, ફરક તો પડે છે. શરત એટલી કે 'મહાત્મા'તરીકે ઓળખાયેલા માણસો બધી માનવીય મર્યાદાઓ સાથે સન્નિષ્ઠ-સત્યનિષ્ઠ-લોકનિંદાથી અલિપ્ત અને જીવ હોડમાં મૂકીને લોકકલ્યાણનું કામ કરનારા હોવા જોઈએ. એવા નામમાં ગાંધીજીની સાથે અને કાળક્રમની દૃષ્ટિએ તેમની પહેલાં જોતિરાવ ફુલેનું નામ લેવું પડે.
ગાંધીજી કરતાં બે પેઢી (૪૨ વર્ષ મોટા) અને ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ન આવતા ફુલેએ જે જુસ્સાથી સમાજસુધારાનું કામ કર્યું, તે પાઠ્યપુસ્તકોમાં આવતા બંગાળના-મહારાષ્ટ્રના બધા સુધારકો ઝાંખા પાડી દે એવું હતું. ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીને ૨૦૧૮માં ત્રણ શબ્દોનું એક પોસ્ટર હાથમાં પકડવાનું કાઠું પડી ગયું ને સોશ્યલ મિડીયામાં રાજ કરતી ટ્વિટર જેવી કંપનીએ નાકલીટી તાણવી પડી. તેનાથી અનેક ગણાં આકરાં નિવેદનો જ નહીં, સુધારાનાં નક્કર કામ જોતિરાવ ફુલેએ પોણા બે સદી પહેલાં કર્યાં હતાં--અને એ પણ રૂઢિચુસ્તોના ગઢ ગણાતા પૂનામાં.
ઘડીયાળના કાંટા ઊંધા ફેરવી રહેલા વર્તમાન સમયમાં જોતિબાની કઠણાઈ વિશિષ્ટ છેઃ જન્મે માળી સમાજના જોતિબા દલિતોને સમાનતા અપાવવા ઝઝૂમ્યા, એટલે સ્ત્રીશિક્ષણની પહેલથી માંડીને ધર્મના નામે ચાલતા પાખંડના વિરોધ જેવાં તેમનાં અનેક કામ વિસારે પાડી દેવાયાં. તેમની ઓળખ 'દલિતોના નેતા'તરીકે સીમિત કરી દેવામાં આવી. બાકી, ભારતમાં જેમ ગાંધીજીની સરખામણી ભાગ્યે જ બીજા કોઈની સાથે થઈ શકે, તેવું જોતિબા માટે પણ કહી શકાય. એ બંને પ્રત્યેના પ્રેમાદરને કારણે, તેમની વચ્ચેનાં મારીમચડીને નહીં, પણ સહજતાથી તરી આવતાં સામ્ય પણ નોંધવાનું મન થાય.
ગાંધીજી જેના માટે જીવનભર મથતા રહ્યા એ, તેમના જીવનનું કેન્દ્રબિંદુ એટલે સત્ય. ગાંધીજીના એક અભ્યાસી ટી. કે. મહાદેવને એટલે સુધી લખ્યું હતું કે અનેક વિષયો પરના ગાંધીવિચારને એકસૂત્રે પરોવનાર સત્ય છે. એ ન હોય તો ગાંધીજીના અનેકવિધ વિચાર માળામાંથી છૂટા પડીને વેરવિખેર થઈ ગયેલા મણકા જેવા લાગી શકે. જાહેર જીવનમાં અને પોતાના વર્તનમાં સત્યની પ્રતિષ્ઠા કરવામાં જોતિબા(૧૧ એપ્રિલ, ૧૮૨૭-૨૮ નવેમ્બર,૧૮૯૦) ગાંધીજીના સિનિયર હતા. ગાંધીજી મોહન તરીકે ભાંખોડિયાં ભરતા હશે, ત્યારે જોતિબાએ આચરણમાં તો ખરું જ, પણ પોતાના લેટરહેડના મથાળે 'સત્યમેવ જયતે’નું સૂત્ર મૂક્યું હતું.
ભારતીય પ્રજાજનોની સાચી સ્થિતિ દર્શાવવા માટે ગાંધીજી બ્રિટનના શહેનશાહને મળવા પોતાના રાબેતા મુજબના પોશાકમાં ગયા, તેના ચારેક દાયકા પહેલાં જોતિબા ફુલે શાહી પરિવાર સમક્ષ ગામઠી પોશાકમાં રજૂ થયા હતા. માર્ચ, ૧૮૮૮માં ડ્યુક અને ડચેસ ઑફ કૉનોટ ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પૂનામાં તેમના માનમાં ભવ્ય મેળાવડો યોજાયો. તેમાં ભપકાદાર માહોલની વચ્ચે જોતિબા ગામઠી પોશાકમાં પહોંચ્યા, ત્યારે તેમને દરવાજે રોકવામાં આવ્યા. દરવાન સાથે રકઝક થઈ. પછી કોઈનું ધ્યાન પડતાં તેમને માનપૂર્વક અંદર લાવવામાં આવ્યા.
બીજા આમંત્રિતો અંગ્રેજભક્તિમાં મશગુલ હતા, ત્યારે જોતિબાએ ડ્યુકને સંબોધીને કહ્યું હતું, ‘અહીં બેઠેલાં લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના નાગરિકોના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા પૂરતાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી ને ગજવામાં ફૂટી કોડી નથી...આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેને શિક્ષણની બેહદ જરૂર છે.’ ‘ખરું ભારત ગામડાંમાં વસે છે’ એવું જોતિબાએ અંગ્રેજ શાસકોને કહ્યું હતું. ગાંધીજીના ભાગે એ જ વાત પોતાના દેશવાસીઓને સમજાવવાનું આવ્યું.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મીર આલમ નામના એક પઠાણે અધકચરી સમજણ અને ઉશ્કેરાટમાં તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાચી સ્થિતિ સમજાતાં એ જ માણસ ગાંધીજીનો સાથી બન્યો. એક સભામાં ગાંધીજી પર હુમલો થવાની સંભાવના હતી, ત્યારે મીર આલમ ખુલ્લી સભામાં 'ગાંધીભાઈ'ના બચાવમાં ઊભો રહી ગયો. તેના થોડા દાયકા પહેલાં જોતિબાએ સત્યનારાયણની કથાના નામે ચાલતી પાખંડી પ્રવૃત્તિની ટીકા કરતું એક નાટક લખ્યું હતું. તેનાથી પૂનાના કેટલાક બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે ગરીબ અને નીચલી ગણાતી જ્ઞાતિના બે જણને રૂપિયાની લાલચ આપીને જોતિબાની હત્યાનું કામ સોંપ્યું.
હત્યારાઓ મધરાતે જોતિબાના ઘરમાં દાખલ થયા, પણ ખખડાટ થતાં જોતિબાની આંખ ખુલી ગઈ. તેમણે નિર્ભયતાથી પૂછ્યું, એટલે હત્યારાઓએ કહ્યું કે એ લોકો તેમને મારવા આવ્યા છે ને બદલામાં તેમને રૂપિયા મળવાના છે. મારવા આવનારા નીચલી ગણાતી જ્ઞાતિના છે, એ જાણ્યા પછી જોતિબાએ સામેથી પોતાની ગરદન ઝુકાવી અને કહ્યું, ‘મારા મૃત્યુથી તમને ફાયદો થતો હોય તો મારું માથું હાજર છે.’ એ સાંભળીને બંને મારાઓ ખોડાઈ ગયા. પછી જોતિબાના પગમાં પડ્યા અને કહ્યું કે 'તમે હુકમ આપો. અમે કામ સોંપનારાને જ ખતમ કરી નાખીએ.’ ત્યારે જોતિબાએ આપેલો જવાબ પછીના દાયકાઓના ગાંધીજીની યાદ તાજી કરાવે એવો છે. તેમણે કહ્યું, ‘એ લોકો શું કરી રહ્યા છે એની તેમને ખબર નથી. ભગવાન તેમને લાંબું આયુષ્ય આપે. અત્યારની ઘટના વિશે એ લોકોને તમે કંઈ કહેશો નહીં.’
પત્નીને સાથે રાખવાની બાબતમાં જોતિબા ગાંધીજી કરતાં પણ બે ડગલાં આગળ રહ્યા. તેમણે પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં, સમાજનો વિરોધ વેઠીને સ્ત્રીઓ તથા દલિતો માટેની નિશાળના કામમાં સાથે રાખ્યાં, એ માટે પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો એ પણ વિના ખચકાટે છોડ્યું. કસ્તુરબાની જેમ (અને તેમના કરતાં વધારે સક્રિયતાથી) સાવિત્રીબાઈ આજીવન પતિનાં સહચરી બની રહ્યાં.
ગાંધીજી ધીમી ધારે અને રૂઢિચુસ્તો પર ઉગ્રતાપૂર્વક પ્રહાર કરવાને બદલે સમજાવટથી સુધારામાં માનતા હતા, જ્યારે જોતિબા લેખન અને વર્તન દ્વારા બ્રાહ્મણવાદી માનસિકતા પર સીધા અને આકરા પ્રહારો કરતા હતા. ડૉ. આંબેડકરની જેમ જોતિબાના મિત્રો-શુભેચ્છકોમાં રૂઢિચુસ્ત-ભેદભાવગ્રસ્ત માનસિકતાથી મુક્ત એવા બ્રાહ્મણો પણ હતા. ફુલે-આંબેડકરનો વિરોધ બધા બ્રાહ્મણો સામે નહીં, બ્રાહ્મણોની સર્વોપરિતામાં રાચતી ને બીજા લોકોને નીચા ગણતી માનસિકતા ધરાવનારા સામે હતો. એમ તો ગાંધીજીએ પોતાની પૂરેપૂરી ધાર્મિકતા જાહેર કર્યા પછી એકેય જાહેર કામમાં મુહુર્ત-ચોઘડિયાં જોવડાવ્યાં હોય કે વિધિવિધાન-કથાઆખ્યાન કરાવ્યાં હોય કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પોષી હોય એવું જાણમાં નથી.
જોતિબાને કે આંબેડકરને ગાંધીજીની સામે મૂકીને છેદ ઉડાડવાને બદલે, તેમને સાથે મૂકીને ભેદભાવના વિરોધનો સરવાળો કે ગુણાકાર ન થઈ શકે?
Labels:
dalit,
Gandhi/ગાંધી
Saturday, March 24, 2018
The Colour of Darkness – film by Girish Makwana
By Urvish Kothari
(Translated by Neesha Parikh Sanghvi)
While editing a film-special issue of ‘Dalitshakti’ magazine—a Gujarati monthly dedicated to Dalit issues, I found a glaring absence of heartfelt movies based on caste discrimination. Of course there are movies right from ‘Acchut Kanya’(1935), ‘Acchut’(1940) to ‘Aarakshan’ (2011), but they are more focused on sympathy than talking about rights or equality. How would a film portraying the bitter reality and wide sweep of caste discrimination look? I could not find the answer.
Nick Clooney (Hollywood actor George Clooney’s Dad, a noted journalist) must have faced a similar predicament while writing ‘The Movies That Changed Us’. He could not find a single film doing complete justice to the discrimination faced by the Blacks in the US. Clooney included many films and discussed its social impact in the book. Then he wrote a chapter called “The Film That Was Never Made”, to stress absence of a genuine movie depicting evil of racism.
I am not sure about Clooney, but for me, I found answer in Girish Makwana`s ‘The Colour of Darkness’. This film brings two issues – racism and casteism in one fold, in one story. This is probably the first film to link both kinds of discrimination, and portray a nuanced reality. For this very reason, it can be called The Film That Was Never Made.
![]() |
| Color of Darkness : A film by Girish Makwana |
Girish Makwana (Music,Writer, Director) himself was a fighter from young age. He not only fought casteism but also polio, to be where he is today. He possesses a distinct personality which sticks in your mind after just one meeting. He is classically trained to play tabla and his hair falls like that of Ustad Zakir Hussain. He always has a scarf-like gamchha around his neck and a distinct way of talking. His first impression might be filmy but that is far from reality. As soon as you get to know him, you realise how grounded and talented he is. Warmth and happiness reflect in personal interaction with him. He can swiftly and easily switch between Australian English and Charotari Gujarati.
In 2009, when attacks on Indian students happened in Melbourne, Girish was there. The Indian media was calling Australia a racist country but Girish himself wasn’t quite sure. While he condemned the attacks, he himself had rarely faced racism in all the years he had stayed in Australia. Besides, Girish thought who were Indians really to call anyone racist? A system as old and as atrocious as the caste system doesn’t exist anywhere else in the world. With due apologies to Gujarati poet Khabardar who wrote “Wherever a Gujarati lives, there is one Gujarat there”, and only a little exaggeration, I can say that – anywhere an Indian lives, the caste system also lives there. Indians practice the idea of casteism wherever they live. Even when they migrate overseas, they carry it with them. And then, they complain about racism. Doesn’t anyone else see the irony in this?
This is the central idea of the movie. Girish developed the story with this as its core theme. He has studied in Australia taking his Masters degree in Film and Television, so directing was not an issue but production was! Budget requirements were in dollars which was a problem because there were so few and his resources were so limited. But how can something like money stop Girish! He was determined to make this movie, and on his own terms. He started the journey to make this film and met people of different kinds from all across the globe who believed in his story, his vision.
![]() |
| Girish Makwana |
The Indian part of movie is shot in Gujarati and the rest in English. (A Hindi edition of the film was also made). The music of the film draws your attention almost immediately and then holds it throughout the film. It is imbedded in the story and becomes part of storytelling process. The songs, which are composed by Girish, stay in your mind even after the movie is over. When this film was released in India, Ravish Kumar (NDTV’s top Hindi news anchor) did an interview with Girish and made a special mention of its music. :Prime time Link
Biren Kothari (well regarded Gujarati journalist/satirist/blogger) has written a piece on the process of creating songs in this film, in Gujarati. (:Link)
While watching the film, it is impossible to know that it was made on such a limited budget, or the know efforts made to make all the ends meet. (According to imdb, the movie is made on budget of approx. 30 Lakh AUD). The movie feels like it has been produced by an experienced production house (in terms of production value). The English part of the film holds attention through vividness, performance and scenes. There are some issues with dialogue and acting in Gujarati part but they are somewhat necessary for the story to be told as they reflect a time of past and village life.
For novelists it is said, the first few novels written are a reflection of their personal life and life history. This film as well, is a reflection of Girish’s life. The Gujarat part of film is inspired by the life experience of Girish’s father, Kantibhai Makwana. We can also see Girish himself twice in this film (one is a long shot of him play tabla in a concert performance and the other as the hero’s roommate) but his subtle presence can be felt in many places – from the hero’s dressing style, which is similar to Girish in real life, to the real name of the village in Gujarat, Tundel. The hero of the film is also called Giriraj and called Giri in the film. Sahil Saluja, who plays Giri displays good acting skills while Vidya Makan looks very comfortable and impressive in her performance.
This film aims to make its audience think consider issues of racism and casteism and its success lies in the fact that it does achieve that.
I congratulate Girish Makwana, Lorriane Grigg and all others associated with this film for a well-made, balanced and visually spectacular film on such distinct topic. The movie has been released and we now have to wait for its DVD to come out. I recommend everyone to watch this film on DVD whenever it comes out.
(Original blogpost in Gujarati)
(Song & Trailer of the film)
Labels:
dalit,
film/ફિલ્મ,
society- trends/સમાજ-પ્રવાહો
Friday, March 02, 2018
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ'
(સામાજિક ચેતવણીઃ આ ફિલ્મ રીવ્યુ નથી.)
વર્ષો પહેલાં 'દલિતશક્તિ' સામયિકનો ફિલ્મ વિશેષાંક કાઢ્યો ત્યારે તેમાં જ્ઞાતિના ભેદભાવનું કથાવસ્તુ ધરાવતી ફિલ્મો વિશેના થોડા લેખ હતા. (મુખ્યત્વે હિંદી સામયિક 'કથાચિત્ર'માંથી) તેનો સૂર એ જ હતો કે 'અછૂત કન્યા' (1935) અને 'અછૂત' (1940)થી માંડીને અસ્પૃશ્યતાના ભેદભાવ વિશે ઠીક ઠીક ફિલ્મો બની છે. છતાં, તેમાં સમાનતા અને અધિકારને બદલે સહાનુભૂતિવાળું દૃષ્ટિબિંદુ વધારે જોવા મળે છે. આ સમસ્યાની કઠોર વાસ્તવિકતા અને ખાસ તો, વ્યાપકતા આલેખતી ફિલ્મ કેવી હોઈ શકે? તેનો જવાબ સૂઝતો ન હતો.
વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.
જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના બનાવોના કિસ્સા બહુ ચગ્યા ત્યારે ઑસ્ટ્રેલિયામાં રહેતા ગિરીશના મનમાં ચક્કર ચાલુ થયુંઃ આ રીતે થતા હુમલા તો ખોટા જ કહેવાય, પણ ભારતીયો કયા મોઢે આખા ઑસ્ટ્રેલિયાને 'રેસિસ્ટ કન્ટ્રી' કહી શકે? ભેદભાવના મામલે ભારતના જ્ઞાતિવાદ જેવી ટકાઉ અને અનિષ્ટ વ્યવસ્થા જગતમાં ભાગ્યે જ બીજે ક્યાંય હશે. 'જ્યાં જ્યાં વસે એક ભારતીય, ત્યાં ત્યાં સદાકાળ જ્ઞાતિવાદ'—એવી પંક્તિ થોડી (પણ બહુ નહીં, થોડીક જ) અતિશયોક્તિ સાથે અને કવિ ખબરદારની માફી સાથે લખી શકાય. પોતે આખેઆખા જ્ઞાતિવાદી ભેદભાવના કીચડમાં આળોટતા હોય, બહાર ગયા પછી પણ જ્ઞાતિના ભેદભાવરૂપી કીચડનો સ્વિમિંગ પુલ મનમાં સાથે લઈને ગયા હોય, અને પછી તે ઉઠીને રંગભેદની ફરિયાદ કરે? અને તેમને કશો વિરોધાભાસ પણ ન લાગે?
આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.
ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.
આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs
આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html
ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં, કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.
નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.
આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.
આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html
વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.
જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
![]() |
| Girish Makwana / ગિરીશ મકવાણા |
આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.
ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.
આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs
આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html
ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં, કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.
નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.
આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.
આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html
Labels:
caste,
dalit,
film/ફિલ્મ
Sunday, January 07, 2018
કોરેગાંવની લડાઈઃ ઇતિહાસ-માન્યતાની ભેળસેળ
જાન્યુઆરી 1, 1818. સ્થળઃ ભીમા નદીના કાંઠે આવેલું કોરેગાંવ./ Bhima-Koregaon ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ટુકડીઓ પર પેશ્વા બાજીરાવના લશ્કરે હુમલો કર્યો. કંપનીની ફોજમાં બીજા સિપાહીઓ ઉપરાંત અસ્પૃશ્ય ગણાતા મહારો પણ હતા. એક દિવસની લડાઈમાં ભૂખ-તરસ-થાક વેઠીને કંપનીના સૈનિકોએ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાની ફોજને જીતવા ન દીધી. આ લડાઈ 'બેટલ ઑફ કોરેગાંવ'તરીકે ઓળખાઈ. આ લડાઈમાં ભાગ લેનાર અને મૃત્યુ પામનાર સૈનિકોના માનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોરેગાંવમાં એક સ્મારક ઉભું કર્યું. તેમાં મહાર સૈનિકોનાં પણ નામ છે.
આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર, કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.
સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.
500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.
જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો. ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.
ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.
પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.
આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.
યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.
ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી. અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.
કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)
એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ. તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
એક એવું યુદ્ધ, જેમાં દેશના દુશ્મન અંગ્રેજોના પક્ષે, બ્રાહ્મણવાદી માનસિકતાનો શિકાર બનેલા થોડા મહાર સૈનિકો, પસંદગીપૂર્વક નહીં પણ નોકરીના ભાગરૂપે, બહાદુરીથી લડ્યા, અંગ્રેજોને અનુકૂળ થવા ને લડાઈ ટાળવા મથતા પેશ્વાનું સૈન્ય પણ સામે લડ્યું, લડાઈની એકાદ સદી પછી તેનું નવેસરથી અર્થઘટન થયું અને છેલ્લાં વર્ષોમાં દલિત અસ્મિતા સાથે તે એવું સંકળાયું કે આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દિને 'વિજય દિવસ'તરીકે ઉજવવાનું જાહેર કર્યું. એ દિવસે દલિતો પર હુમલાના આરોપના પગલે અશાંતિ પણ ફેલાઈ.
હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.
![]() |
| Victory Pillar, Bhima Koregaon / ભીમા કોરેગાંવનો વિજયસ્તંભ |
આટલી હકીકત નિર્વિવાદ છે. તેના આધારે ડો.આંબેડકરે 1927માં, સંભવતઃ પહેલી વાર, કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી અને (તેમના ચરિત્રકાર ધનંજય કીરની નોંધ પ્રમાણે) સ્મારકની સામે સભા યોજી. અહીંથી ઇતિહાસના આટાપાટા શરૂ થાય છે, જે 1 જાન્યુઆરી 2018ના રોજ, કોરેગાંવની લડાઈનાં બસો વર્ષની ઉજવણી અને એ નિમિત્તે ફેલાયેલી અશાંતિ સુધી પહોંચ્યા છે.
સૌથી પહેલાં વાત અસલી લડાઈની. મોટા ભાગનાં લખાણોમાં એવો દાવો જોવા મળે છે કે પેશ્વાના 28,000ના સૈન્યને 500 મહાર સૈનિકોએ એક જ દિવસમાં હરાવી દીધા. આ વિષયવસ્તુ પરથી તૈયાર થઇ રહેલી હિંદી ફિલ્મ '500: અ બૅટલ ઑફ કોરેગાંવ'નું 2012માં મુકાયેલું ટ્રેલર પણ યુટ્યુબ પર જોવા મળે છે.
500ની ટુકડી 28,000ના સૈન્યને હરાવે એ વાત, ગમે તેવી બહાદુરી સ્વીકાર્યા પછી પણ ગળે ઉતરે એવી નથી. છતાં મોટા ભાગનાં લખાણોમાં તેનું જ રટણ જોવા મળે છે. બીજી તરફ, ચોક્સાઈના અભાવ માટે બદનામ વિકીપીડીયા આ બાબતમાં સૌથી તાર્કિક અને આધાર સહિતની માહિતી પૂરી પાડે છે.
જેમ કે, ‘વેલિંગ્ટન્સ કેમ્પેઇન્સ ઇન ઇન્ડિયા’ પુસ્તકને ટાંકીને તેમાં જણાવાયું છે કે પેશ્વાનું સૈન્ય કુલ 28,000 હજારનું હતું. તેમાંથી કોરેગાંવની લડાઈમાં આશરે 2,000 સૈનિકો ઉતર્યા હતા અને યુદ્ધમાં ઉતરેલા સૈનિકોને સતત કુમક પૂરી પાડવામાં આવતી હતી. બૉમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયરને ટાંકીને તેમાં નોંધાયું છે કે કંપનીની ટુકડી પર આક્રમણ કરનાર સૈન્યમાં પાયદળના 600 સૈનિકોની એક એવી ત્રણ ટુકડીઓ હતી. મતલબ, 1,800 સૈનિકો. ઉપરાંત, પેશ્વાના સૈન્ય પાસે પણ ઘોડેસવારો અને બે તોપ હતી. આમ, પેશ્વાના પક્ષે 1800-2000 જેટલા સૈનિકો લડાઈમાં સામેલ હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નજીકના સ્થળ શિરુરથી 834 સૈનિકો મોકલ્યા હતા. તેમાં બોમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીની પહેલી રેજિમેન્ટના 500 સૈનિકો ઉપરાંત300 ઘોડેસવાર અને દેશીવિદેશી તોપચીઓ પણ હતા. આ આંકડો ગેઝેટિયર અને જેમ્સ ગ્રાન્ટ ડફના 1826માં લખાયેલા પુસ્તક 'A History of the Mahrattas’ને ટાંકીને આપવામાં આવ્યો છે.
ટૂંકમાં, મામલો 28,000 વિરુદ્ધ 500નો નહીં, (આશરે) 2000 વિરુદ્ધ 834નો હતો. આ સંખ્યા ગળે ઉતરે એવી છે. સાથોસાથ, તેમાં કંપનીના સૈનિકોની બહાદુરીનો પણ પૂરો ખ્યાલ આવે છે.
પરંતુ કંપનીના સૈન્યમાંથી બધેબધા સૈનિકો મહાર હતા? ઘણાં લખાણોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે તેમાંથી બધા અથવા મોટા ભાગના સૈનિકો મહાર હતા. તે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા પેશ્વાના સૈન્ય સામે (સામાજિક અન્યાયનો બદલો લેવાના) ઝનૂનથી લડ્યા. માટે, આ યુદ્ધ અને તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય વાસ્તવમાં મહારોની બ્રાહ્મણવાદ-જ્ઞાતિવાદ સામેની જીત ગણાવી જોઈએ.
આ અર્થઘટન માનવું ગમે તેવું હોવા છતાં, એ વાસ્તવથી ઘણું દૂર અને સમય સમયના રાજકીય પ્રવાહોથી રંગાયેલું જણાય છે. સૌથી પહેલાં વાત મહારોની સંખ્યાની. એમાં બેમત નથી કે અંગ્રેજોએ અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને સૈન્યમાં સ્થાન આપ્યું અને મહારોની બહાદુરી-વફાદારીને પ્રમાણી. પરંતુ કોરેગાંવના યુદ્ધમાં કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત રજપુતો, મુસ્લિમો, મરાઠા અને યહુદીઓ પણ હતા. એવી જ રીતે, પેશ્વાના પક્ષમાં મરાઠા ઉપરાંત આરબો અને ગોસાંઈઓની ટુકડીઓ પણ હતી.
યુદ્ધમાં કંપનીનું સૈન્ય પેશ્વાના સૈન્ય કરતાં અડધાથી પણ ઓછું હતું. પરંતુ તે સૈન્યે ભારે બહાદુરી બતાવી અને પાણી સુદ્ધાં મળે નહીં તો પણ આખો દિવસ મોરચો ટકાવી રાખ્યો અને પેશ્વાના સૈન્યને ખાળ્યું. એક દિવસના અંતે કંપનીના સૈન્યમાંથી મૃતક-ગુમ થયેલા-ઘાયલની કુલ સંખ્યા 275 હતી. તેમાંથી મૃત્યુ પામેલા 49ના માનમાં કંપનીએ કોરેગાંવમાં સ્મારક બનાવ્યું. એ નામોમાંથી 22 નામ (તેમની અટક પરથી) મહારોનાં જણાય છે. એટલે જતે દિવસે એ સ્મારક મહારોનું અને પછી દલિતોનું વિજય સ્મારક બન્યું. અલબત્ત, આ લડાઈથી પેશ્વાઈનો અંત આવ્યો તેમ કહેવું ભારોભાર અતિશયોક્તિ છે. કેમ કે, ઇતિહાસની રીતે એક દિવસની આ લડાઈ અંગ્રેજોની મરાઠા સત્તાને ખતમ કરવાની લાંબી ઝુંબેશના અંતિમ તબક્કાનો (ત્રીજા એન્ગ્લો-મરાઠા યુદ્ધનો) એક ભાગ હતી.
ડો.આંબેડકરે કોરેગાંવની મુલાકાત લીધી ત્યારે તેમનો આશય મહારોની બહાદુરીને બિરદાવવાની સાથોસાથ અંગ્રેજ સરકારને ઠપકારવાનો પણ હતો. કારણ કે, અંગ્રેજોએ (અસ્પૃશ્યતા પાળતા કથિત ઉપલી જ્ઞાતિના સૈનિકોને સંતોષવા માટે) 1892થી સૈન્યમાં મહારોની ભરતી બંધ કરી દીધી. ઘણી રજૂઆતો છતાં કશું ન વળ્યું. પણ 1917માં પહેલા વિશ્વયુદ્ધ વખતે ગરજ પડી, એટલે અંગ્રેજોએ ફરી મહારોને સૈન્યમાં લેવાનું શરૂ કર્યું. જેવી ગરજ પૂરી થઈ કે 1921માં ફરી મહારોની ભરતી અટકાવી. અંગ્રેજોની આવી નીતિ વિશે ડો.આંબેડકરનું યાદગાર વિધાન હતુંઃ અંગ્રેજો માટે કોઈ કાયમી મિત્ર નથી ને કાયમી શત્રુ પણ નહીં. તેમના માટે જો કંઈ કાયમી હોય તો એ છે તેમનો સ્વાર્થ.
કોરેગાંવ સ્મારકની 1927ની મુલાકાત વખતે તેમણે એમ પણ કહ્યું કે મહાર સૈનિકો બ્રિટનના પક્ષે લડે એ કંઈ અભિમાન લેવા જેવી બાબત નથી એ સાચું છે. પણ એ લોકો અંગ્રેજો પાસે શા માટે ગયા? ઉજળિયાત ગણાતા હિંદુઓએ તેમની સાથે પશુતુલ્ય વ્યવહાર કર્યો તે માટે? પેટ ભરવા માટે તેમની પાસે કંઈ પણ સાધન ન હોવાથી નાઇલાજે તેઓ બ્રિટિશ સેનામાં ભરતી થયા, એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, એવું પણ આંબેડકરે કહ્યું. ભાષણના અંતે, સેનામાં મહારોની ભરતી ફરી શરૂ ન થાય તો સરકાર વિરુદ્ધ ચળવળની ચેતવણી પણ તેમણે આપી. (ડો.આંબેડકરઃ જીવન અને કાર્ય, ધનંજય કીરનો ગુજરાતી અનુવાદ, પૃ.74-75)
એક વાર કોરેગાંવ સ્મારક સાથે દલિત ઓળખ અને અસ્મિતા જોડાયાં, એટલે તેના ઇતિહાસમાં દંતકથાનો રંગ ભળતો ગયો. વાસ્તવમાં કોરેગાંવની લડાઈ દલિત સૈનિકોની બહાદુરી અને શૌર્ય દર્શાવતો અપવાદરૂપ કિસ્સો નથી. છેક શિવાજીના સમયથી મહારોની બહાદુરી-વફાદારીના ગુણ નોંધાયેલા છે. અંગ્રેજોએ તેમને ત્રણ વાર (છેલ્લે બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં, વાઇસરોયની સંરક્ષણ સલાહકાર સમિતિના સભ્ય ડો.આંબેડકરની ભલામણથી) ફક્ત મહારોની જ નહીં, અસ્પૃશ્ય ગણાતી તમામ જ્ઞાતિઓમાંથી સૈન્યભરતી કરી અને 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના થઈ. તેના પ્રતિકમાં વચ્ચે કોરેગાંવના સ્મારકને પણ મૂકવામાં આવ્યું હતું. આગળ જતાં એ રેજિમેન્ટને તમામ જ્ઞાતિઓ માટે ખુલ્લી કરી દેવાઈ અને પ્રતિકમાં કોરેગાંવના સ્મારકની જગ્યા એવો જ આકાર ધરાવતા ઉભી કટારીએ લીધી.
![]() |
| Dr Ambedkar with soldiers of Mahar Regiment/ મહાર રેજિમેન્ટના સૈનિકો સાથે ડો.આંબેડકર |
હવે, કોરેગાંવની લડાઈનો ઇતિહાસ ગૌણ છે અને તેનું પ્રતિકાત્મક મહત્ત્વ મુખ્ય.
Labels:
dalit,
dr.ambedkar,
history/ઇતિહાસ
Tuesday, November 21, 2017
જ્ઞાતિવાદનું રાજકારણ અને આપણે
ચૂંટણી નજીક આવે એટલે જ્ઞાતિવાદી ઓળખોને નવેસરથી ધાર નીકળે છે. આ વખતની ચૂંટણીમાં સત્તાધારી ભાજપની સામે ઉભા થયેલા ત્રણેય પડકારોની પ્રાથમિક ઓળખ જ્ઞાતિઆધારિત છે. તેના લીધે સોશિયલ મીડિયા પર અને તેની બહાર વારંવાર એવું શાણપણ સાંભળવા મળે છે કે ‘જ્ઞાતિવાદ ને એવું બધું ખોટું કહેવાય. જ્ઞાતિવાદી રાજકારણનો વિરોધ કરવો જોઈએ.’
આવું કહેનારાના મુખ્ય બે પ્રકાર પાડી શકાયઃ એક એવા, જેમને ભાજપ સામેના કોઈ પણ પડકાર સામે વાંધો પડે છે. તેમની વફાદારી કે તેમનો ઝુકાવ સત્તાધારી પક્ષ તરફ છે. આ લાગણીને સૈદ્ધાંતિક સ્વરૂપ આપીને, તેને વધુ સ્વીકૃત બનાવવા માટે તે જ્ઞાતિવાદના વિરોધનું ઓઠું રચે છે. બીજા લોકો એવા છે, જે રેતીમાં માથું ખોસીને, આસપાસની વાસ્તવિકતા નજરઅંદાજ કરીને, હવામાં આદર્શવાદના ઉપદેશ આપે છે. આ લોકો માને છે કે તેમના ઇન્કારથી વાસ્તવિકતા બદલાઈ જશે--ચાહે તે વાસ્તવિકતા જ્ઞાતિ આધારિત ભેદભાવો વિશેની હોય કે રાજકીય પક્ષોની દાનત વિશેની.
એમ તો ત્રીજો પણ એક પ્રકાર છે. તે જ્ઞાતિ આધારિત ભેદભાવને રાજકીયને બદલે સામાજિક સમસ્યા ગણાવે છે અને ચૂંટણી સિવાય પણ જ્ઞાતિ આધારિત ભેદભાવ વિશે ધ્યાન દોરતો રહે છે. પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે અથવા ‘ચોર કોટવાળને દંડે’ પ્રમાણે, તેમની પર એવો આરોપ થાય છે કે ‘તમે આવી વાતો કરો છે, એટલે જ જ્ઞાતિવાદ વધે છે. બાકી, લોકો તો આ બધું ક્યારના ભૂલી ચૂક્યા છે.’
અલ્પેશ, હાર્દિક અને જિજ્ઞેશ--આ ત્રણે ભાજપવિરોધના મુદ્દે એકમત છે. એ સિવાય તેમની માગણીઓ અને આકાંક્ષા જુદાં છે. તેમાં જ્ઞાતિવાદનું તત્ત્વ કેટલું અને સમાજની ચિંતાનું તત્ત્વ કેટલું, એ વિવાદનો વિષય છે. પરંતુ આ ત્રણે પર અથવા તો ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જ્ઞાતિવાદી રાજકારણનો આરોપ મુકનારા લોકો પોતે જ્ઞાતિના મુદ્દે કેવું વલણ ધરાવે છે?
એ તપાસતાં પહેલાં વધુ એક સચ્ચાઈઃ રાજકીય પક્ષો ગમે તેવા દાવા કરે કે ગમે તેટલી સુફિયાણી વાતો કરે, તેમને માત્ર ને માત્ર જીત વહાલી હોય છે. એ માટે જે કરવું પડે એ કરવા માટે બધા રાજકીય પક્ષો તૈયાર હોય છે. તેમાં જ્ઞાતિનું સમીકરણ મુખ્ય હોય છે. સેક્યુલરિઝમની કે હિંદુત્વની, વિકાસની કે ગાંડા વિકાસની--આ બધી વાત કરનારાને ઉમેદવાર પસંદ કરવાના આવે ત્યારે મંડાતા હિસાબ મુખ્યત્વે જ્ઞાતિગણિતના હોય છે. તેમાં પાવરધા હોય એવા વ્યૂહબાજોને ‘ચાણક્ય’નાં બિરુદ પણ અપાય છે. (બિચારા ચાણક્ય) આવા વ્યૂહખોરોની ઘણી મહાનતા એ ગણતરીમાં સમાયેલી હોય છે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિઓ સંખ્યાની (મતની) રીતે પ્રભાવી છે અને એવાં પ્રભાવી જ્ઞાતિજૂથોના મતોના સરવાળા કેવી રીતે પાર પાડવા?
ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઉભા કરે છે, ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિઆધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઉભો કરવામાં આવે છે, તો ક્યારેક ચૂંટણી પહેલાં આવી પ્રભાવી જ્ઞાતિસમુહના આગેવાનોને પલાળીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે--અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે ‘તુષ્ટિકરણ’ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને ‘વોટબેન્કનું રાજકારણ? એ તો સામેવાળાનું કામ.’
હકીકતમાં, બંને પક્ષો વિવિધ સમુદાયોની વોટબેન્ક પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. એવું કરવામાં સફળતા મળે, તો તેને ‘સોશિયલ એન્જિનિયરિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાવવામાં આવે છે. ગુજરાતના રાજકારણમાં ભૂતકાળમાં ‘પક્ષ’ (પટેલ-ક્ષત્રિય), KHAM(ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) જેવાં ‘સોશિયલ એન્જિનિયરિંગ’નાં ઉદાહરણ નોંધાયેલાં છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ખ્યાત ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવા માટે પંકાયેલો છે.
જાગ્રત નાગરિકો નહીં, પણ રાજકીય પક્ષ વોટબેન્કના રાજકારણનો વિરોધ કરે, ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટબેન્કના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવી ગયો, એવું ઘણા માને છે. તેમને કાં ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઇચ્છા નથી કે ભૂતકાળમાં અનેક વાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ‘ઓબીસી નેતા’ તરીકે થઈ ચૂકી છે.
પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ-કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી? એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે. કારણ કે, એમ કરવાથી તેમને સફળતા મળે છે.
શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે.
આ રાજકારણ ક્યાં ચાલે છે? અને તેને કોણ ચલાવે છે?
જવાબઃ એ રાજકારણ સમાજમાં ચાલે છે. તેને ચલાવનારા આપણે છીએ.
આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે. એટલે રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણે વિચારપુખ્ત અને સમજુ હોત, તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં ‘કીક’ આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી. દાખલા તરીકે, રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવનધોરણ સુધરી ગયું ન હતું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય, તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાં જરાય પૂરતું નથી--અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે, એવું માની લેવાની જરૂર નથી.
એવી જ રીતે, ભારતનું બહોળું જ્ઞાતિવૈવિધ્ય વિધાનગૃહોમાં જોવા મળે, તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે, એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે, નાગરિકોએ, સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં ને મિથ્યાભિમાનમાં રાચીશું, તેમાં જ આપણી ઇતિશ્રી માનતા રહીશું, ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે
--અને એ દોષનો બધો ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય. કેમ કે, તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદ્ અંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ-કમ-પરિણામ હશે.

Gujarat election 2017
Monday, January 09, 2017
સાવિત્રીબાઇ ફુલે અને ગુગલ-સ્મૃતિ
આર,કે,લક્ષ્મણનું એક કાતિલ કાર્ટૂન હતુઃ
તસવીરપ્રદર્શનમાં ગાંધીજીની એક મોટી તસવીર છે અને હૃષ્ટપુષ્ટ નેતાજી વાંકા વળીને
નામ વાંચે છે કે આ કોની તસવીર છે. વાતમાં બેશક કાર્ટૂનસહજ અતિશયોક્તિ છે, સાથોસાથ
તેનો વ્યંગ ચિરંતન છે. ભારતમાં નાયકનાયિકાઓની વિસ્મૃતિનો રોગ એટલો વકરેલો છે કે
ભલભલા ભૂલાઇ જાય છે. બીજી તરફ, વર્તમાન રાજકારણમાં ઓળખની અણીની ધાર એટલી નીકળેલી
છે કે નાયકનાયિકાઓને કેવળ એક પ્રતિક અથવા ગ્રાફિક તરીકે જીવંત કરવાનું ચલણ વધી
પડ્યું છે. એવા વખતમાં પોતાના લોગો સાથે પ્રસંગોચિત ચિત્રો (ડૂડલ) મૂકવા માટે
જાણીતી વેબસાઇટ ગૂગલે કમાલ કરી. જાન્યુઆરી 3ના રોજ તેના લોગોની સાથે સાવિત્રીબાઇ
ફુલેનું ચિત્ર મુકવામાં આવ્યું—અને સ્વાભાવિક રીતે, શબ્દાર્થમાં નહીં તો
ધ્વન્યાર્થમાં ઘણાને વાંકા વળીને જોવું પડ્યું કે આ કોનું ચિત્ર છે.
અલબત્ત, ન ખબર હોવી એ વાંક નથી. ભારતમાં સ્મૃતિ
જીવંત રાખવાના રસ્તા એટલા ખરાબ-એટલા ભદ્દા છે કે કમકમાટી ઉપજે. પૂતળાં ને રસ્તાનાં
નામ. બસ. તેની સરખામણીમાં ગુગલનું ડુડલ ઔપચારિક હોવા છતાં, તેમાં એટલું સુખ છે કે ચિત્ર
પર ક્લિક કરવાથી સાવિત્રીબાઇ વિશેની માહિતીનો ભંડાર ખુલી શકે છે. પૂતળાં કે
રસ્તાનાં નામનાં પાટિયામાં આવી કોઇ વ્યવસ્થા હોઇ શકે, પણ હોતી નથી. નડિયાદમાં
થોડાં વર્ષો પહેલાં હસિત મહેતા/ Hasit Mahetaએ લીટરરી હેરિટેજ વોક જેવો મૌલિક પ્રોજેક્ટ હાથ
ધર્યો, ત્યારે તેમણે સાક્ષરભૂમિ નડિયાદના દોઢ-બે કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં જીવી
ગયેલા દરેક સાહિત્યકારના ઘરની બહાર તેમના જીવન- કાર્ય વિશે ટૂંકમાં પણ તેમનું
મહત્ત્વ સિદ્ધ થાય એવી માહિતી જહેમતપૂર્વક મૂકી હતી. સાથે તેમની એક તસવીર પણ ખરી. એવી
દૃષ્ટિ ને વૃત્તિ ન હોય, તો શું થાય તેનાં અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે. મુંબઇમાં
મહંમદ રફી, શંકર-જયકિશન કે કલ્યાણજીના નામના ચોક હોય તો તેમાં વિગતો ન મુકાય તે
હજુ સમજ્યા, પણ અમદાવાદમાં ઉમાશંકર જોશી માર્ગ ને રાજકોટમાં ક્રિકેટર અમરસિંહ
માર્ગનું શું કરવાનું? એ માર્ગનું નામ વાંચનારને આ મહાનુભાવો વિશે
તત્કાળ—અને ગુગલની મદદ વિના--બીજું કશું જાણવું હોય તો એ શક્ય ન બને. ત્યારે સવાલ
થાયઃ એ માર્ગ શરૂ થતો હોય ને પૂરો થતો હોય ત્યાં બાજુ પર એક તકતીમાં તેમના
પ્રદાનની (અધ્યાપકીય નહીં પણ આમજનતાને સમજાય એવી રીતે લખેલી) વિગતો ન મૂકી શકાય?
માર્ગનું કે ચોકનું નામકરણ બેશક ઔપચારિકતા છે,
પરંતુ ઘણી વાર પ્રતાપી વ્યક્તિત્વોને આ રીતે માર્ગના નામ સાથે જોડવામાં આવે,
ત્યારે તેમના નક્કર પ્રદાનની વિગતો મૂકવી જરૂરી ન હોવી જોઇએ? અમદાવાદમાં સી.વી.રામન માર્ગ કે જોતિબા ફુલે ચોક
હોય ત્યારે, એ ચોક્કસ રસ્તાને તેમનું નામ શા માટે અપાયું તેનું કારણ ભલે જાણવા ન
મળે, પણ રામન અને ફુલે કોણ હતા ને આપણા શહેરમાં તેમના નામે રસ્તો હોવો એ કેમ
ગૌરવની બાબત છે, એટલું જાણવાનો નાગરિકોને અધિકાર નથી? અને
એટલું જણાવવાની એ વિસ્તારના કોર્પોરેટરની કે શહેરના કોર્પોરેશનની ફરજ નથી? આટલું કરવા માટે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની
મંજૂરી લેવાની જરૂર નથી. મ્યુનિસિપાલિટીના કમિશનર કે મેયરને સમજાવી શકે એવા એકાદ
સમજુ અને ઉત્સાહી કોર્પોરેટર પણ બસ થઇ પડે. (હા, તકતીઓનો ખર્ચ કેટલો થાય ને એમાં
કોન્ટ્રાક્ટ આપણા માણસને મળે કે કેમ, એવી વૃત્તિઓથી આટલા કામ પૂરતા દૂર રહેવું પડે.)
શહેરોમાં ઘણી વાર સ્થાનિક અગ્રણીઓના નામ પણ રસ્તા કે ચોક સાથે જોડવામાં આવે છે.
તેમનું પ્રદાન ભલે ગાંધી-સરદાર-આંબેડકર જેટલું ન હોય, પણ પોળ કે વિસ્તારના સ્તરે
તેમણે કશુંક રચનાત્મક કામ કર્યું હોય, તો તે પણ પછીની પેઢી સુધી પહોંચવું જોઇએ—અને
તેમનું કામ એટલું મહત્ત્વનું ન હોય, તો એવા કિસ્સામાં રસ્તાનાં નામકરણની એક્સપાયરી
ડેટ નક્કી થવી જોઇએ. જેથી દરેક પેઢીમાં કંઇક સારું કામ કરનારા લોકોનો લાભ એ
રસ્તા-ચોકને મળી શકે.
એનો મતલબ એ નથી કે રસ્તાને અપાયેલાં નામ સ્મૃતિ
જાળવવાની ઉત્તમ રીત છે. મુંબઇનો એસ.વી. રોડ સરદાર વલ્લભભાઇ છે કે સ્વામી વિવેકાનંદ
એ વિશે ઘણા મુંબઇગરાઓને અવઢવ થઇ શકે. અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યુટના
એમ.જી. તે મહાત્મા ગાંધી નથી, પણ મફતભાઇ ગગલદાસ છે તે બીજાને તો ઠીક, ઘણા
વિદ્યાર્થીઓને પણ જણાવવું પડતું હશે કદાચ. એવી જ રીતે, અમદાવાદના પ્રખ્યાત
સી.જી.રોડવાળા સી.જી. તે ચમનલાલ ગિરધરદાસ અને તે ટાઉનહોલવાળા મંગળદાસ ગિરધરદાસના
નાના ભાઇ—એ પણ લોકોને સહજતાથી, થોથાં ઉથલાવ્યા વિના, શા માટે જાણવા મળવું ન જોઇએ? અને મંગળદાસ તથા અમદાવાદના બીજા શેઠિયાઓની
આફ્રિકાથી નવા આવેલા ગાંધીજી સાથેની સમુહ તસવીર મંગળદાસ ગિરધરદાસ ટાઉનહોલની બહાર
શા માટે ન હોવી જોઇએ? આ બધો
પુસ્તકિયો ઇતિહાસ નથી. ઉલટું, આવી નાની ચેષ્ટાઓ ઇતિહાસને પાઠ્યપુસ્તકની કે
સંગ્રહસ્થાનોની કેદમાંથી કે બહાર કાઢીને રોજિંદા જીવન સાથે તેનો સંબંધ જોડવામાં
સારો ભાગ ભજવી શકે.
વાત સાવિત્રીબાઇ ફુલેથી શરૂ કરી હતી.
સમાજસુધારાના ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળે એવી જોતિરાવ અને સાવિત્રીબાઇ ફુલેની
જોડીએ મોટે ભાગે નીચલી ગણાતી જ્ઞાતિઓ માટે પ્રચંડ કામ કર્યું. પરિણામે, અત્યારે
તેમની સ્મૃતિ મોટે ભાગે દલિત (બહુજન) આંદોલન પૂરતી સીમિત બની ચૂકી છે. (એ ફુલે
દંપતિનું નહીં, લોકોનું નુકસાન છે) અભ્યાસી અને સંવેદનશીલ અધ્યાપક સંજય ભાવે / Sanjay Bhaveએ
સાવિત્રીબાઇ ફુલેની અંજલિઓમાં મોટે ભાગે ચુકાઇ જતી એક વિગત ભણી ધ્યાન દોર્યુઃ
યુનિવર્સિટી ઓફ પૂનાનું નામ છેલ્લા થોડા વખતથી સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવિર્સિટી
કરવામાં આવ્યું છે—અને તેની સામે કોઇ પણ તબક્કે વાંધાવિરોધ ઊભા થયા ન હતા. પ્રગતિશીલ
પરિબળોની સાથોસાથ બ્રાહ્મણવાદી માનસિકતાનો ગઢ ગણાતા પૂણેમાં આ શક્ય બને એ બહુ
નોંધપાત્ર કહેવાય. ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટી સાથે ડો.આંબેડકરનું નામ
જોડવામાં થયેલા કડવા અને હિંસક વિવાદો ધ્યાનમાં રાખતાં તો ખાસ.
પરંતુ એ પણ હકીકત છે કે સાવિત્રીબાઇ ફુલે
યુનિવર્સિટીની વેબસાઇટના હોમપેજ http://www.unipune.ac.in/ પર સાવિત્રીબાઇ ફુલેની સમ ખાવા પૂરતી તસવીર જોવા
મળતી નથી ને આખી વેબસાઇટમાં ક્યાંય સાવિત્રીબાઇ વિશે ચાર લીટી પણ વાંચવા મળતી નથી.
હોમ પેજ પર ‘એબાઉટ પૂણે’નો
વિભાગ છે, પણ ‘એબાઉટ સાવિત્રીબાઇ ફૂલે’ મુકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું નથી.
Labels:
dalit,
history/ઇતિહાસ
Monday, December 05, 2016
ઓલ-ઇન-વન લડવૈયાઃ જોતિબા ફુલે
સમાનતાનો માનવ અધિકાર હક તરીકે નહીં, પણ
શબ્દ તરીકે હવે સામાન્ય બની ચૂક્યો છે. દોઢસો-બસો વર્ષ પહેલાં—જોતિબા ફુલેના
જમાનામાં— આ શબ્દ કે આ અધિકાર બન્નેમાંથી કોઇનું સૈદ્ધાંતિક અસ્તિત્ત્વ પણ ન હતું.
1857ના સંગ્રામ પહેલાંના સમયમાં કેળવણીનો વ્યાપ મર્યાદિત અને મુખ્યત્વે બ્રાહ્મણો
પૂરતો હતો. ત્યારે 1827માં માળી પરિવારમાં જન્મેલા જોતિરાવ મિશનરી શાળામાં ભણ્યા
અને શિક્ષણની એ જ્યોતનું અજવાળું સમાજના તળિયા સુધી લઇ જનાર યોદ્ધા બન્યા.
એ સમય એવો હતો જ્યારે કન્યાઓને કે
શુદ્રાતિશુદ્રને (આજની પરિભાષામાં દલિતોને) શિક્ષણ આપનારે આખા સમાજનો વિરોધ સહેવો
પડે. એ વિરોધ શાબ્દિક અને સામાજિક ઉપરાંત શારીરિક પણ હોય. પરંતુ શિક્ષણની સાથે
વ્યાયામની તાલીમ મેળવનાર જોતિબામાં પોતાની માન્યતા માટે મરી ફીટવાનું જીગર પહેલેથી
હતું. બહારના પડકારોની હિંમતથી ઝીંક ઝીલતા ઘણા સમાજસુધારકો અંગત વ્યવહારમાં મોળા
પડી જાય છે. જોતિબાનાં સુધારાનાં ધોરણ બેવડાં ન હતાં. તેમણે સૌથી પહેલાં પોતાનાં
અભણ પત્ની સાવિત્રીબાઇને ભણાવ્યાં અને સાવિત્રીબાઇએ સમાજના છેવાડાના વર્ગની
કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શાળાએ જતાં સાવિત્રીબાઇ પર રૂઢિચુસ્ત
બ્રાહ્મણો ફિટકાર વરસાવતા, કૂડોકચરો ફેંકતા, પણ સાવિત્રીબાઇ કે જોતિરાવે વિચલિત
થયા વિના કામ ચાલુ રાખ્યું.
જાણીતા ચરિત્રકાર
ધનંજય કીરે લખેલા પૂરા કદના ચરિત્ર ઉપરાંત જોતિબા અને તેમનાં લખાણ-કામગીરી વિશે
પુસ્તકો લખાયાં છે. તેમનાં મરાઠી લખાણનાં સંકલનો અને તેમાંથી કેટલાકના અંગ્રેજી
અનુવાદ થયા છે. પરંતુ તેમાંની ઘણી સામગ્રી સામાન્ય વાચકો સુધી પહોંચી શકી નથી.
તેના કારણે જોતિબાનું પ્રદાન અને તેનું મહત્ત્વ વિસરાઇ ગયાં છે. તેમની કામગીરીનો પૂરો પરિચય એક લેખમાં આપવાનું
અશક્ય છે. પરંતુ તેમની મહત્તાનો અંદાજ કેટલાંક કામ અને કેટલાક પ્રસંગો પરથી બાંધી
શકાય.
શૂદ્રાતિશુદ્ર
વર્ગનાં બાળકો અને ખાસ તો કન્યાઓ માટે શાળાઓ અને પુસ્તકાલય ખોલવાની કામગીરી વડોદરા
જેવા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડ જેવા સુધારાવાદી રાજવીને પણ અઘરી પડી હતી. તે
જોતિરાવે અંગત ધગશ અને પૂરી પ્રતિબદ્ધતાના જોરે તથા મિત્રોના સાથથી કરી બતાવી.
તેમનો વિરોધ બ્રાહ્મણો સામે નહીં, બ્રાહ્મણવાદ
સામે હતો. (તેમના અનુગામી ડૉ.આંબેડકરની જેમ) જોતિબાના ઘણા સાથીદારો બ્રાહ્મણ હતા. જોતિબાના
શિક્ષણના પ્રયાસોની કદર કેટલાક અંગ્રેજ અફસરો પણ કરતા હતા. તેના કારણે પેશ્વાઇની
કટ્ટર બ્રાહ્મણવાદી વ્યવસ્થાને બદલે અંગ્રેજ રાજની કેટલીક નીતિઓ તેમને સમાજ માટે
વધારે અનુકૂળ લાગતી હતી. એ જ કારણવશ, તેમના સમકાલીન એવા નર્મદ અને દલપતરામની જેમ જોતિરાવે ૧૮૫૭નો સંગ્રામ
નિષ્ફળ ગયો, તેનો આનંદ વ્યક્ત
કર્યો હતો. એ પેઢીના સુધારકો માટે અંગ્રેજી રાજ જૂની અરાજકતાને બદલે વ્યવસ્થાની
અને બ્રાહ્મણેતર વર્ગ માટે શિક્ષણની-સમાજસુધારાની મોકળાશ લઇને આવ્યું હતું.
સુધારક જોતિબાની
પ્રવૃત્તિ કોઇ એક દિશામાં મર્યાદિત થઇ જવાને બદલે, તેમની નજરે પડે એ તમામ અનિષ્ટો સામે ચાલતી હતી અને
તેમાં જ્ઞાતિનો બાધ ન હતો. એ વખતે સત્યનારાયણની કથા નવી નીકળી હતી અને કેટલાક
બ્રાહ્મણો માટે તે કમાણીનું વઘુ એક નિમિત્ત પૂરું પાડનાર બની હતી. તેની સામે
જોતિરાવે ‘તૃતિય રત્ન’ નાટકમાં ધારદાર કટાક્ષ કર્યા. તેનાથી કેટલાક
બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે બે ગરીબ અને નીચલી જ્ઞાતિના ગણાતા લોકોને
સોપારી આપીને જોતિબાની હત્યા કરવા માટે મોકલ્યા. રાત્રે આ બન્ને પહોંચ્યા, પણ જોતિબા જાગી ગયા. તેમણે હત્યારાઓ સાથે
વાતચીત કરી અને કહ્યું કે મારા મૃત્યુથી તમને ફાયદો થતો હોય, તો મારું માથું હાજર છે. બન્ને હત્યારા
શરમાયા. તેમણે કહ્યું, ‘તાત્યાસાહેબ,
હુકમ કરો તો અમને આ કામ સોંપનારા લોકોનો
ફેંસલો આણી દઇએ.’ પરંતુ પ્રગટ
ઉપદેશમાં અહિંસાની વાત ન કરનાર જોતિરાવે બન્નેને આવું કંઇ કરવાની ના પાડી અને
કહ્યું કે આ ઘટના વિશે તમે કોઇને કંઇ કહેશો નહીં. આ બન્નેમાંથી એક જોતિબાના
અંગરક્ષક બની ગયા.
અસાધારણ અને ‘મહાત્મા’ના બિરુદને યોગ્ય એવી ક્ષમાશીલતાનો બીજો જાણીતો પ્રસંગ
ચિપળુણકરના મૃત્યુનો છે. પોતાની જાતને ‘મરાઠી ભાષાના શિવાજી’ ગણતા
કટ્ટર બ્રાહ્મણવાદી ચિપળુણકરે તેમના જીવનકાળ દરમિયાન જોતિબાની ટીકા કરવામાં કશું
બાકી રાખ્યું ન હતું. અકાળે મરણપથારીએ પડેલા ચિપળુણકરની સારવાર માટે તેમના કાકાએ
નીચલી ગણાતી ગવળી જ્ઞાતિના ડૉક્ટર અને જોતિબાના સાથીદાર વિશ્રામ ઘોળેને બોલાવ્યા.
પણ ચિપળુણકરે તેમનું અપમાન કરીને, તેમની
સારવાર લેવાની ના પાડી દીધી. બીજા ડૉક્ટર આવે તે પહેલાં ચિપળુણકરનું મૃત્યુ થયું.
તે થોડા વખત પહેલાં એક કેસમાં હાર્યા હતા. એટલે તેમના મૃત્યુને એ બનાવ સાથે
સાંકળવામાં આવ્યું અને તેમનું મૃત્યુ કુદરતી છે એ પુરવાર ન થાય, ત્યાં સુધી તેમના અંતિમ સંસ્કાર ન કરવાનો
પોલીસે હુકમ કર્યો. એ વખતે અપમાનથી ઘવાયેલા ડૉ.ઘોળેએ જોતિબાના આગ્રહને માન આપીને
ચિપળુણકરનું ડેથ સર્ટિફિકેટ લખી આપ્યું.
આવી ઉદારતાની
સમાંતરે એક યોદ્ધાને છાજે એવી આક્રમકતા પણ જોતિબાની ઓળખ બની હતી. ન્યાયમૂર્તિ
રાનડેના નિમંત્રણથી ‘આર્યસમાજ’ના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પૂનાની
મુલાકાતે ગયા, ત્યારે રૂઢિચુસ્ત
બ્રાહ્મણોએ તેમની શોભાયાત્રામાં ભંગાણ પાડવાનું નક્કી કર્યું. ત્યારે રાનડેએ પણ જોતિબાની
મદદ લીધી હતી. એ સમયે વિધવાઓની--ખાસ કરીને બ્રાહ્મણ વિધવાઓની સ્થિતિ અત્યંત ખરાબ
હતી. બાળલગ્ન પછી કાચી વયે વિધવા થતી ઘણી સ્ત્રીઓને જુવાનીમાં વયસહજ આવેગનો કે
શોષણનો ભોગ બન્યા પછી સગર્ભા થતાં કૂવો પુરવાનો વખત આવતો. વિધવાવિવાહનો વિચાર
સુદ્ધાં પાપ ગણાતો. એ વખતે જોતિરાવે વિશિષ્ટ પ્રકારનો અનાથાશ્રમ ખોલ્યો અને તેનાં
ચોપાનિયાં પૂનામાં ઠેર ઠેર લગાડ્યાં, ‘હે વિધવાઓ, અહીં આવીને
સલામત છતાં ખાનગી રીતે તમારી પ્રસુતિ પાર પાડો. ત્યાર પછી તમારી ઇચ્છા પ્રમાણએ
બાળકને સાથે લઇ જાવ અથવા અહીં મૂકી દો. અમારો અનાથાશ્રમ તેમની સંભાળ રાખશે.’
નિઃસંતાન ફુલે દંપતિએ તેમનું સઘળું
વાત્સલ્ય અનાથાશ્રમનાં બાળકો પર ઢોળ્યું.
છેક ઇ.સ.૧૮૭૯ની
આસપાસ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાના પ્રયાસ શરૂ કરનાર જોતિરાવે દારુબંધીથી
માંડીને ખેડૂતોની સમસ્યા, નવી
શરૂ થયેલી મિલોના મજૂરોના પ્રશ્નો, બાળમજૂરી
જેવી અનેકવિધ સમસ્યાઓ ભણી લોકોનું ઘ્યાન દોર્યું અને સાથીદારોની મદદથી તેમની સામે
લડત આપી. જોતિબાને યુગપુરૂષ તરીકે સ્થાપે એવી તેમની સૌથી મોટી ખૂબી એ હતી કે
પરંપરાગત દયાભાવ કે અનુકંપાને બદલે માણસ તરીકેના ગૌરવ અને અધિકાર માટેની લડાઇ
તેમણે વર્ગભેદ જોયા વિના ઉપાડી અને તેનાં બધાં ક્ષેત્રોમાં તે પૂરી નિષ્ઠાથી
લડ્યા. તેમાંની કેટલીક લડાઇ ૨૭ નવેમ્બર, ૧૮૯૦ના રોજ થયેલા તેમના અવસાનનાં સવાસો વર્ષ પછી પણ ઊભી છે. ખોટ હોય તો તે
જોતિબા જેવા ઓલ-ઇન-વન લડવૈયાની.
Labels:
dalit,
history/ઇતિહાસ,
society- trends/સમાજ-પ્રવાહો
Monday, November 28, 2016
ફુલે : રચના અને સંઘર્ષના સત્યનિષ્ઠ કર્મવીર
![]() |
| જોતિરાવ ફુલે/ Jotirao Phule |
મુંબઇ પ્રાંતના કે ભારતના સમાજસુધારકોની
વાત નીકળે ત્યારે રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ કર્વે, ન્યાયમૂર્તિ
રાનડે, દયાનંદ સરસ્વતી જેવાં નામ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે. તેમાં
ભાગ્યે જ દેખાતું અને ઘણે ભાગે અદૃશ્ય રહેલું એક નામ છે : જોતિરાવ ફુલે (1827-1890). દયાનંદ સરસ્વતી-રાનડે-લોકમાન્ય
ટિળક જેવા ઇતિહાસપુરૂષોના સમકાલીન હોવા છતાં, ફુલેનું નામ જાણે આ બધા કરતાં
અલગ પડી જાય છે : ઉપેક્ષાની રીતે પણ અને પ્રતાપની રીતે પણ. ફુલે કોઇ એક પ્રાંતના
કે એક સદીના સુધારક નથી. ભારતનાં સર્વકાલીન મહાન વ્યક્તિત્વોમાં તેમની ગણતરી કરવી
પડે એવું તેમનું કામ છે.
તો પછી તેમનું નામ કેમ સમાજના અમુક જ
વર્ગમાં વધારે જાણીતું છે?
અને સમાજનો બોલકો વર્ગ મહદ્ અશે ફુલેથી કેમ અજાણ રહે છે? પહેલું
અને મુખ્ય કારણ છે : જ્ઞાતિના ભેદભાવ. મહારાષ્ટ્રની પરંપરા પ્રમાણે ‘જોતિબા’ તરીકે
ઓળખાતા જોતિરાવ ફુલે જન્મે માળી જ્ઞાતિના હતા. નીચલી ગણાતી (છતાં અસ્પૃશ્ય નહીં)
એવી જ્ઞાતિના બાળક તરીકે એક પ્રસંગે વેઠવા પડેલા અપમાને તેમને સામાજિક અસમાનતાથી
પરિચિત કરાવ્યા. કટ્ટર બ્રાહ્મણવાદના ગઢ જેવા ઓગણીસમી સદીના પૂનામાં અસ્પૃશ્યોને
તો માણસ જ ગણવામાં આવતા ન હતા. પણ આજની પરિભાષામાં જેમને ઓબીસી ગણી શકાય એવી ઘણી
જ્ઞાતિઓને પણ હડઘૂત કરવામાં આવતી હતી. છેલ્લા થોડા દાયકામાં દલિત ચળવળ અને દલિત સાહિત્યની ઝુંબેશ શરૂ થઇ છે, પરંતુ
એક-દોઢ સદી પહેલાંના પૂનામાં એવી કોઇ કલ્પના સુદ્ધાં થાય તેમ ન હતી. એ વખતે
જોતિરાવ ફુલેએ આજીવન સમાજસુધારાની કામગીરી એવા અભૂતપૂર્વ જુસ્સાથી ચલાવી કે આ
બાબતમાં તેમની જોડનો કોઇ આગેવાન ભાગ્યે જ થયો હશે. તેમના સમકાલીનોમાં તો નહીં જ.
જોતિરાવની કેટલીક વિશિષ્ટતાઓ તેમના પછી
ઉભરેલા ગાંધીજીમાં જોવા મળે છે. પરંતુ ‘ઉજળિયાત’ કુટુંબમાં જન્મેલા, અસ્પૃશ્યતા પ્રત્યે ભરપૂર રોષ
ધરાવતા છતાં ‘વર્ણાશ્રમધર્મ’ની તેમની સમજને વળગી રહેલા ગાંધીજીને દેશની રાજકીય આઝાદી માટેની લડાઇની
આગેવાની લેવાની આવી. પરિણામે, તેમનો સમાજસુધારાનો કાર્યક્રમ એટલી અગ્રતા અને એટલી
વ્યાપક સ્વીકૃતિ મેળવી શક્યો નહીં. ભારતના વ્યાપક જનસમુદાયને ગાંધીજીની મુખ્ય અપીલ
આઝાદી અપાવનાર કર્મવીર તરીકેની હતી. એ આભા સાથે ગાંધીજી સમાજસુધારાની વાત કરતા હતા, તો પણ
તેમની એ વાતોના લેવાલ ઓછા રહેતા. જ્યારે જોતિરાવનું મુખ્ય કામ જ સમાજસુધારા માટે
લડત ચલાવવાનું હતું. આ પ્રકારની લડતમાં અનિષ્ટોનો મુકાબલો કરતી વખતે લાંબા ગાળે
આખી લડત ખંડનાત્મક થઇ જવાની પૂરી સંભાવના રહે છે. પરંતુ જોતિરાવે સંઘર્ષની સાથે
રચનાત્મક પ્રવૃત્તિનું સંતુલન બરાબર જાળવી રાખ્યું. આ બાબતમાં ગાંધીજીની સરખામણી
જોતિરાવ સાથે થઇ શકે.
ગાંધીજી પર થતો એક કાયમી આરોપ છે કે
દક્ષિણ આફ્રિકામાં તેમણે સ્થાનિક કાળા લોકોની સમસ્યાને અવગણી અથવા તેને પ્રાથમિકતા
ન આપી. આરોપની તરફેણમાં અને વિરોધમાં
દલીલો-રજૂઆતો થઇ શકે. પરંતુ ગાંધીજીની પ્રાથમિકતા દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓના
હકની હતી. તેમનાથી ૪૨ વર્ષ પહેલાં જન્મેલા જોતિરાવને કદી વિદેશ જવાનું બન્યું
નહીં. પરંતુ અમેરિકામાં કાળા લોકોને ગુલામ તરીકે રાખવાની અમાનુષી પ્રથા સામે લડત
ચાલી અને ગુલામીપ્રથા નાબૂદ થઇ, તેનાં સ્પંદનો પૂનામાં રહ્યે રહ્યે જોતિરાવે ઝીલ્યાં
હતાં--વૈશ્વિકીકરણની એક સદી પહેલાં.
ભારતના જાહેર જીવનમાં ‘સત્ય’ની
પ્રાણપ્રતિષ્ઠાનો પ્રયાસ ગાંધીજીએ કર્યો અને લોકમાન્ય ટિળક સાથેની એક ચર્ચામાં
તેમણે ‘શઠમ્ પ્રત શાઠ્યમ્’
(જેવા સાથે તેવા)ને બદલે ‘શઠમ્ પ્રતિ સત્યમ્’ની
વાત કરી. તેનાં વર્ષો પહેલાં જોતિરાવ ફુલેએ ‘સત્યમેવ જયતે’ના
મંત્રને પોતાનો મુદ્રાલેખ બનાવ્યો હતો અને તેને લેટરહેડ પર સ્થાન આપ્યું હતું.
બીજી ગોળમેજી પરિષદ વખતે બ્રિટન ગયેલા ગાંધીજી તેમના રાબેતા મુજબના પોશાકમાં
શહેનશાહને મળ્યા હતા અને છેવાડાના ભારતીયો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા શહેનશાહ આગળ
રજૂ કરવાની નૈતિક હિંમત દર્શાવી હતી. એ બનાવના ચાર દાયકા પહેલાં, ઇ.સ.
૧૮૮૮માં બ્રિટનના રાજકુમાર સજોડે ભારતની મુલાકાતે આવ્યાં, ત્યારે પૂનામાં તેમના માનમાં
ભોજન સમારંભ યોજાયો. ત્યાં પૂના શહેરના તમામ અગ્રણીઓ બનીઠનીને આવ્યા હતા, પણ
જોતિબા તેમના રાબેતા મુજબના ભારતીય ગામઠી પહેરવેશમાં પહોંચ્યા. તેમની પાસે
આમંત્રણપત્ર હોવા છતાં દરવાનો તેમને અંદર જવા દેતા ન હતા. દરમિયાન યજમાનનું ધ્યાન
જતાં તેમને આદરપૂર્વક અંદર લઇ જવાયા અને મહત્ત્વના સ્થાને બેસાડવામાં આવ્યા.
બોલવાનો વારો આવ્યો ત્યારે જોતિબાએ
રાજકુમાર (ડ્યુક ઑફ કૉનોટ)ને સંબોધીને કહ્યું,‘અહીં બેઠેલા લોકોનાં ભપકાદાર
કપડાં અને ઘરેણાં પરથી તમને લાગશે કે ભારત કેટલું સુખી અને સમૃદ્ધ છે. વાસ્તવમાં આ
છાપ ગેરરસ્તે દોરનારી છે.અહીં બેઠેલા લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના ખરા
પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ
ઢાંકવા જેટલાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી અને
મિલકતમાં ફૂટી કોડી નથી.’
ભારતની વાસ્તવિકતાનો ચિતાર આપીને તેમણે ડ્યુકને કહ્યું,‘આપનાં
માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને
તેમને શિક્ષણની બેહદ જરૂર છે.’
યાદ રહે કે ગાંધીજીની જેમ જોતિબા પણ
પોતે જન્મજાત ‘અસ્પૃશ્ય’ ન હતા. પરંતુ બાળપણમાં થયેલા જ્ઞાતિ આધારિત ભેદભાવના અનુભવે તેમને સમાનતાના
યોદ્ધા બનાવ્યા--જેમ બેરિસ્ટર ગાંધીને દક્ષિણ આફ્રિકામાં થયેલા રંગભેદના અનુભવે
ભેદભાવની સામે શીંગડાં માંડતા કર્યા. ઘણી બાબતોમાં ગાંધીજીના પૂર્વસૂરિ લાગે એવા
જોતિરાવ ફક્ત સુફિયાણી વાતો કરવામાં માનતા ન હતા. તેમના જમાનાના ઘણા સુધારકો
સુધારાવાદી ભાષણો કર્યા પછી અમલની વાત આવે ત્યારે સમાજની બીકે પાણીમાં બેસી જતા
હતા, ત્યારે જોતિરાવના ઉપદેશ અને આચરણ વચ્ચે ફરક ન હતો. સાવિત્રીબાઇ સાથે લગ્ન પછી
સંતાન ન હોવાથી, પિતાએ જોતિરાવને બીજું લગ્ન કરવાની સલાહ આપી, ત્યારે જોતિરાવે પૂછ્યું હતું,‘સંતાન
ન હોવા માટે હું કારણભૂત હોઉં, તો તમે સાવિત્રીને બીજું લગ્ન કરવા દેશો?’
Saturday, September 10, 2016
સફાઇ કામદારો માટે ‘આવશ્યક સેવા ધારો’ : ૨૦૧૬ અને ૧૯૪૭
સફાઇ આધ્યાત્મિક કામ છે કે નહીં, એ તો વડાપ્રધાન જાણે (કારણ કે થોડાં વર્ષ
પહેલાં તેમણે એ મતલબનું કહ્યું હતું),
પણ
ભારતમાં-ગુજરાતમાં સફાઇ બહુ નકામું- થેન્કલેસ કામ છે. અમદાવાદમાં ચાલેલી સફાઇ કામદારોની
હડતાળથી એ મુદ્દો ચર્ચામાં આવ્યો એટલું જ. બાકી, સફાઇ કામદારોની સમસ્યા નવી નથી ને અમદાવાદ પૂરતી મર્યાદિત પણ નથી.
કામને નકામું કહેવાનાં ઘણાં કારણ છે : સફાઇ કામદારો વિના બિલકુલ
ચાલે નહીં, ને સફાઇ કામદારોની જરાય
કદર નહીં. સામાજિક દરજ્જો તો નહીં જ. કેમ કે, એ કામ દલિતોના માથે લખાયેલું છે. આર્થિક વળતરના પણ વાંધા. જે સફાઇ કામદારો
પહેલાં કાયમી થઇ ગયા, તે થઇ ગયા. બાકી, વૈશ્વિકીકરણ પછીના કોન્ટ્રાક્ટ-યુગમાં મોટી
સંખ્યામાં સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે. એનું ‘ગુજરાતી’ એવું થાય કે એ સફાઇ કામદારોના મામલે વહીવટી તંત્રની
(પંચાયત-પાલિકા-કોર્પોરેશનની) કશી જવાબદારી નહીં. સફાઇ કામદારને કામ કરતા જોઇને
દેશ કઇ સદીમાં ચાલે છે એ નક્કી કરવાનું હોય તો ૧૯મી સદીના અંત કે ૨૦મી સદીની શરૂઆત
જેવો કોઇ સમયગાળો મનમાં આવે.
પાલિકા-કોર્પોરેશનોમાં હવે એકંદરે રૂપિયાની અછત રહી નથી.
પરંતુ જ્યારે પણ કડકી જેવું લાગે,
ત્યારે સૌથી
પહેલો પગાર સફાઇ કર્મચારીનો અટકે. ત્રણ-ત્રણ ને છ-છ મહિના સુધી તેમના પગાર ન થાય
એવું એકવીસમી સદીમાં ગુજરાતમાં અનેક વાર બન્યું છે. તેમનું કામ અનિવાર્ય. એટલું
અગત્યનું કે એ હડતાળ પાડે તો તેમની પર ‘આવશ્યક સેવા ધારો’ લાગુ પાડીને
પરાણે કામ કરવાની ફરજ પાડી શકાય. પણ આવું આવશ્યક કામ કરનારના હક જાળવવાનું કોઇને
આવશ્યક ન લાગે. એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કરોડો રૂપિયાના
ધુમાડા ફક્ત જાહેરખબરો પાછળ કરતી હોય,
ને બીજી તરફ
સ્વચ્છતાનું મૂળભૂત કામ કરતા સફાઇ કામદારોને એ કામનું હોવું જોઇએ એવું વળતર પણ
નહીં. સ્માર્ટ સિટીનાં આંબાઆંબલીમાં સફાઇ અને સફાઇ કામદારોનું સ્થાન ક્યાં છે અને
અત્યારનાં બિન-સ્માર્ટ સિટી કરતાં એ કેવી રીતે જુદું હશે, એની કોઇ ચોખવટ નહીં.
સફાઇકામ કરનારાની ધરાર ઉપેક્ષા અને રેલો આવે ત્યારે બૂમરાણ મચાવવું-કાયદા
ઉગામવા, આવાં બેવડાં અમદાવાદના
સફાઇ કામદારોની હડતાળ નિમિત્તે જોવા મળ્યાં. સાથે એ પણ સમજાયું કે આઝાદી મળી
ત્યારથી અત્યાર સુધીમાં આ અભિગમમાં નહીંવત્ સુધારો થયો છે અને બગાડો ચાલુ છે.
આઝાદી અને ભાગલા વખતે, ભારતમાં તો ઠીક, ‘ઇસ્લામ’ના નામે સ્થપાયેલા પાકિસ્તાનમાં પણ સફાઇ કામદારોની હાલત કફોડી થઇ હતી. ધર્મના નામે દેશના ભાગલા પડ્યા ત્યારે મહંમદઅલી
ઝીણાના મનમાં એવો ખ્યાલ હશે કે પાકિસ્તાનમાં દલિતો સાથે (પ્રમાણમાં) ન્યાયી
વ્યવહાર કરીને ભારતને શરમાવવું અથવા અસ્પૃશ્યોના મુદ્દે પોતાની રીતે કામ કરતા
ગાંધીજીની સામે આ મુદ્દે ઊભા રહેવું. પાકિસ્તાનના પહેલા પ્રધાનમંડળમાં બંગાળના
દલિત નેતા જોગેન્દ્રનાથ મંડલનો સમાવેશ થતો હતો. મંડલ પણ મુખ્યત્વે એ આશાએ અલગ
પાકિસ્તાનના ટેકેદાર હતા કે મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતમાં હિંદુ ધર્મના દૂષણ જેવી
અસ્પૃશ્યતાથી મુક્તિ મળે. પરંતુ બન્નેનો આશાવાદ ઝડપથી ઓસરવા લાગ્યો.
અખંડ ભારતમાં ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલા સિંધ પ્રાંતમાં
દલિતોની નોંધપાત્ર વસ્તી હતી. ભાગલા પછી કેટલાક દલિતો (આગળ જણાવેલા કારણસર)
પાકિસ્તાનમાં જ રહેવા ઇચ્છતા હતા. કારણ કે ભારતમાં તેમનું શું સ્થાન હશે, એ તે બરાબર જાણતા હતા. પરંતુ ઘણા દલિતોએ સરહદ
ઓળંગીને ભારત આવવાનું શરૂ કર્યું. નંદિતા ભાવનાનીએ તેમના પુસ્તક ‘ધ મેકિંગ ઓફ એક્ઝાઇલ : સિંધી હિંદુઝ એન્ડ ધ
પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ માં, એકથી વધુ ઠેકાણે સુચિત્રા બાલાસુબ્રમણ્યનને
ટાંકીને, લખ્યું છે કે દલિતો જવા
લાગતાં શહેરોની હાલત કફોડી બનવા લાગી. સિંધ પ્રાંતના શહેર સક્કરમાં રાષ્ટ્ર સેવા
દળ અને મુસ્લિમ નેશનલ ગાર્ડના સભ્યોએ સફાઇકામ હાથ ધરવું પડ્યું. ચોતરફ ખૂનામરકી અને લાશોના ઢગ ખડકાતા હોય, ત્યાં સફાઇ કામદારો દેશ છોડીને જતા રહે તે
મુસ્લિમ લીગની સરકારને પરવડ્યું નહીં.
રેલવે, જાહેર સેવાઓ, બંદરો જેવી આવશ્યક સેવાઓ ખોરવાઇ ન જાય એ માટે
સિંધની સરકારે ‘સિંધ પબ્લિક સેફ્ટી
ઓર્ડિનન્સ’ જારી કર્યો હતો. એ
સેવાઓમાં કામ કરતા લોકો ચસકી શકે એમ ન હતા. એ વટહુકમમાં સફાઇ કામદારોનો સમાવેશ થતો
ન હતો. પરંતુ કચરાના ખડકલા, ગંદકી અને
મૃતદેહોમાં સતત વધારો થતો હતો અને દલિત સફાઇ કામદારો ન હોય, તો આ કામ કોણ કરે? (કેમ જાણે, આ કામ અણુબોમ્બ બનાવવા જેવું ખાસ હોય) એટલે સિંધની સરકારે તત્કાળ વટહુકમમાં
ફેરફાર કર્યો અને (દલિત) સફાઇ કામદારોને ભારત જવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દીધો.
એ સાથે ઇસ્લામના ભાઇચારાની વાર્તાઓ હવા થઇ ગઇ અને જ્ઞાતિવાદનો ચેપ રૂંવે રૂંવે
ફૂટી નીકળ્યો. ‘દલિત એટલે સફાઇ
કામદાર’ એવું સમીકરણ બની ગયું.
કોઇ પણ દલિતને સિંધ છોડવું હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી જોઇએ. દલિત
મહોલ્લામાં પોલીસ તહેનાત કરી દેવાઇ,
જેથી તે ભાગી ન
જાય. દલિતોને ઓળખ સૂચવતા બિલ્લા પહેરવાની ફરજ પડાઇ અને અગાઉ સફાઇકામ ન કરતા હોય, એવા દલિતોને પણ સફાઇકામમાં જોતરી દેવાયા.
ગાંધીજીએ સિંધના દલિતોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી.
સિંધની કોંગ્રેસ સમિતિએ પ્રતિબંધને બાજુએ રાખીને, સિંધમાંથી દલિતોને ગુજરાત લાવવાના પ્રયાસ આદર્યા. તેમાં ૨૮ વર્ષના સિંધી નેતા
જીવણલાલ જયરામદાસ કેવલરામાણીની ભૂમિકા મહત્ત્વની હતી. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, હરિજન સેવક સંઘના કાર્યકરોએ દલિતોને મોટી પાઘડી
પહેરાવીને રાજસ્થાની જેવા દેખાડવાનો અને એ રીતે સરહદ પાર કરાવવાનો પ્રયાસ કર્યો.
સિંધની સરકારને એ વિશે જાણ થતાં, કોંગ્રેસના
કાર્યકરો પર તવાઇ આવી. જીવણલાલ જયરામદાસ સામે વોરન્ટ નીકળતાં, વેશપલટો કરીને તે કરાચીથી ઓખા થઇને અમદાવાદ
આવ્યા. પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઇકમિશનરે દલિતોને અટકાવવાની આ નીતિ સામે વિરોધ
નોંધાવ્યો, ત્યારે પાકિસ્તાને આવો
કોઇ પ્રતિબંધ હોવાનો જ ઇન્કાર કરી દીધો.
ગાંધીજીએ જહાજની કંપનીના માલિકો એવા શાંતિકુમાર મોરારજી અને
શૂરજી વલ્લભદાસને તેમની સ્ટીમરો કરાચી મોકલવા કહ્યું, જેથી ત્યાંના દલિતોને લાવી શકાય. સુચિત્રા
બાલાસુબ્રમણ્યનની નોંધ પ્રમાણે, હરિજન સેવક સંઘે
દલિતો માટે બોમ્બે સ્ટીમ નેવિગેશનનાં ચાર જહાજ
કરાચી મોકલ્યાં હતાં. ૧૯૪૮માં ભારત સરકારે ‘ડીસ્પ્લેસ્ડ હરિજન રીહેબિલિટેશન બોર્ડ’ની સ્થાપના કરી, જેનો આશય
પાકિસ્તાનથી આવેલા દલિતોનું ભારતમાં પુનઃસ્થાપન કરવાનો હતો. તેનું મુખ્ય મથક
અમદાવાદના હરિજન આશ્રમ (સાબરમતી આશ્રમ)માં રખાયું હતું. કરાચીથી આવેલા જીવણલાલ
જયરામદાસ અને ઠક્કરબાપાએ બોર્ડના કામમાં રસ લીધો. તેના જ એક ભાગરૂપે ઠક્કરબાપા
કોલોની ઊભી થઇ, જેમાં
પાકિસ્તાનથી આવેલાં દલિત પરિવારોને વસાવવામાં આવ્યાં.
પાકિસ્તાન હોય કે ભારત, સિંધ હોય કે ગુજરાત, ૧૯૪૭ હોય કે ૨૦૧૬, સફાઇ કામદારો પ્રત્યે વહીવટી તંત્રના અભિગમમાં
કેટલો ફરક પડ્યો છે?
Saturday, September 03, 2016
વડાપ્રધાનની વાતો અને જમીની વાસ્તવિકતા
(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 3-9-16)
વડાપ્રધાને ગઇ કાલે વધુ એક વાર આ શૈલીનો પરિચય આપતાં કહ્યું કે મોદી દલિતો સાથે છે...મોદી આદિવાસીઓ પ્રત્યે સમર્પિત છે... એ પોતાની જાતે બની બેઠેલા રક્ષકોથી સહન થતું નથી. તેમણે કહ્યું કે (મારા આ વલણને કારણે) જેમના રાજકારણને નુકસાન પહોંચે છે એવા લોકો બધી ધાંધલ કરી રહ્યા છે. શાણપણની સિરીઝમાં લગે હાથ તેમણે એમ પણ કહ્યું કે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે અને જે લોકોએ આ દેશને જ્ઞાતિવાદી ભેદભાવનું ઝેર પાયું તેમણે આ દેશનું સત્યાનાશ કર્યું છે. તેમણે સામાજિક સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવાનું બંધ કરવું જોઇએ.
વડાપ્રધાનની વાતો વિશે ઇતિહાસનિરપેક્ષ રીતે એટલે કે ભૂતકાળ ભૂલીને વિચારવામાં આવે, તો તેમની પર વારી જવાનું મન થાય. લાગે કે વાહ, કેવા પ્રગતિશીલ નેતા ભારત દેશને મળ્યા છે. ફિલ્મ ‘ગોલમાલ’માં ‘જૈસે પવિત્ર વિચાર, વૈસા હી પવિત્ર વાતાવરણ’ એવો સંવાદ અભિભૂત થઇને બોલતા ઉત્પલ દત્તની જેમ થઇ જાય કે વાહ, નેતા હોય તો આવા., જે સરેઆમ કહેતા હોય કે હું દલિતોની સાથે છું. પરંતુ અંગ્રેજીમાં એક પ્રયોગ છે, ‘વોક ધ ટોક’. એનું સાદું ગુજરાતી થાય, કહેણી એવી કરણી. લાખો રૂપિયાનો સવાલ આ જ છેઃ વડાપ્રધાન જેટલી નાટ્યાત્મક રીતે, પોતાના વિશે ત્રીજા પુરુષ એકવચનમાં વાતો કરીને દલિતોની સાથે હોવાનો દાવો કરે છે, એને અનુરૂપ તેમનું વર્તન રહ્યું છે? સત્તાધીશ તરીકે પહેલાં મુખ્ય મંત્રીના હોદ્દે ને પછી વડાપ્રધાન તરીકેની તેમની કારકિર્દીમાં હજુ સુધી દલિતો કે આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણીના નક્કર પુરાવા મળ્યા નથી. (સરકારી રાહે જાહેર થતી અને જેના અમલીકરણ વિશે કંઇ ન કહેવામાં જ સાર હોય, એવી યોજનાઓની વાત નથી.)
મૂળ વાત એટલી છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવે છે. ત્યાં દલિતો મતદારોનું પ્રમાણ મોટું છે અને વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં દલિતો પ્રત્યેના વ્યવહારના મુદ્દે જુદાં જુદાં દલિત સંગઠનો વ્યાપક અસંતોષ વ્યક્ત કરીને દેખાવો કરી રહ્યા છે. પરંતુ પોતાના વિરોધીઓને રાજ્યના કે દેશના વિરોધીઓ તરીકે ઓળખાવવાની જૂની અને નીવડેલી શૈલી પ્રમાણે, વડાપ્રધાન એ સૌને એક જ પીંછીએ ચીતરી રહ્યા છે અને તેમની પર રાજકારણ ખેલવાનો આરોપ મૂકી રહ્યા છે. દુષ્યન્ત કુમારના અત્યંત જાણીતા શેર ‘વો સલીબોંકે કરીબ આયે તો/ કાયદેકાનૂન સમઝાને લગે હૈ’ની જેમ, અથવા તો જાણીતી કહેણી પ્રમાણે સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લીની જેમ, અત્યાર લગી આ મુદ્દે સંવેદનશીલતા દર્શાવવામાં (દેખાડવામાં નહીં, આચરવામાં) નિષ્ફળ ગયેલા વડાપ્રધાન પર હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી જેવું રાજકીય દબાણ આવ્યું ત્યારે તેમને શાણપણ સાંભર્યું છે. હિંસા સહિત કોઇ પણ મુદ્દાનો રાજકીય લાભ ખાટવા રાજનેતાઓમાં વડાપ્રધાન અપવાદ નથી. કમ સે કમ, અત્યાર સુધી તો એવું લાગ્યું નથી. હવે એ જ વડાપ્રધાન રાતોરાત ડહાપણની દાઢની અણી વડે વિરોધીઓને ઘાયલ કરવા જાય, ત્યારે તેમની વાતને ગંભીરતાથી લેવાનું અઘરું થઇ પડે છે.
નાટ્યાત્મક દાવાબાજીમાં પ્રમાણભાન ભાગ્યે જ જળવાતું હોય છે. વડાપ્રધાને જાહેર કર્યું છે કે તેમણે ડો.આંબેડકરની સવાસોમી જયંતિ ઉજવી ને સંયુક્ત રાષ્ટ્રસંઘે અને 102 દેશોએ પણ તેની ઉજવણી કરી, સંસદે તેમના જીવન-કાર્ય વિશે બે દિવસ સુધી ચર્ચા કરી, ત્યારથી ઘણા લોકોને સમસ્યા થઇ પડી છે.’ પહેલાં સરદાર, સત્તામાં આવ્યા પછી ગાંધી અને હવે આંબેડકરને પણ ઓળવી લેવાના આ પ્રયાસો રાબેતા મુજબના રાજકારણનો જ એક ભાગ છે, જેમાં મહાનુભાવોના જીવનકાર્ય વિશેની અર્કરૂપ-સાચી માહિતીને બદલે, તેમાંથી પોતાના રાજકારણે અનુકૂળ-અનુરૂપ એક ટુકડો ઉપાડી લેવાનો અને તેના આધારે આખેઆખા મહાનુભાવ પર પોતાનો દાવો ફટકારી દેવાનો. ડો.આંબેડકરે આ સાંભળ્યું હોત તો તેમની કેવી પ્રતિક્રિયા હોત, એ ચિંતા કરતાં પણ વધારે રમુજનો વિષય હોઇ શકે છે.

Narendra Modi/નરેન્દ્ર મોદી
Subscribe to:
Posts (Atom)