Showing posts with label China. Show all posts
Showing posts with label China. Show all posts
Wednesday, May 17, 2017
ભારતને ભીંસમાં લેતો ચીનનો મહાપ્રૉજેક્ટ
કમ્પ્યુટર-ઇન્ટરનેટના ચલણ પછી એવું લાગતું હતું કે દેશોના ભૌગોલિક સીમાડા ગૌણ બની ગયા અને હવે કોઈ દેશે બીજા દેશો પર પ્રભુત્વ જમાવવા માટે સૈન્ય લઈને આક્રમણ નહીં કરવું પડે. એ દેશનું બજાર કબજે કરવાથી કામ થઈ જશે. પરંતુ જેમ ઇન્ટરનેટના ખુલ્લાપણા વિશેનો અને તેની પર પાબંદી શક્ય નથી-- એવો ખ્યાલ ચીને ખોટો પાડ્યો, તેમ એકવીસમી સદીમાં ફક્ત બજાર સર કરવાનું મહત્ત્વનું છે અને ભૌગોલિક વર્ચસ્વ ગૌણ—એવી સમજ પણ ચીન ખોટી પાડી રહ્યું છે. તિબેટને દાયકાઓ પહેલાં ગળી ચૂકેલું ચીન અરૂણાચલ પ્રદેશના અમુક વિસ્તારો પર માલિકીહક કરતું રહ્યું છે. દક્ષિણી ચીની સમુદ્રમાં આધિપત્ય માટે પણ ચીનની દાંડાઈ ચાલુ છે.
--અને ચીનની વિસ્તારભૂખ આ બે વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. તેનો પ્રૉજેક્ટ 'વન બેલ્ટ, વન રોડ' (OBOR) – હવે 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ' (BRI)-- ભારે મહત્ત્વાકાંક્ષી છે. એ અંગે સૌથી વધુ ચિંતા હોય તો એ વાતની કે ચીનની મહત્ત્વાકાંક્ષા શેખચલ્લીનાં ખ્વાબ જેવી નહીં, અમાપ લશ્કરી બળ અને અઢળક નાણાંના પાયા પર ઊભેલી છે. ચીન એશિયા, આફ્રિકા અને યુરોપના આશરે 60થી પણ વધુ દેશોને જમીનમાર્ગે અથવા દરિયાઈ માર્ગે સાંકળવા ઇચ્છે છે, જેથી તેમની સાથે વ્યાપાર કરવાનું (ચીનમાં ઢગલામોઢે બનતો માલ ખડકવાનું) ચીન માટે આસાન બની જાય. હાલમાં યુરોપ-આફ્રિકા-અખાતી દેશોમાંથી ચીન જતાં-આવતાં જહાજોને મલકની સામુદ્રધુની/ Strait of Malaccaમાંથી પસાર થવું પડે છે. કાલે ઉઠીને તણખો થાય અને અમેરિકી નૌકાદળ ત્યાં ચીની જહાજો માટે 'નો એન્ટ્રી' જાહેર કરી દે તો? 'વન બેલ્ટ, વન રોડ' પ્રોજેક્ટ અંતર્ગત ચીનને પાકિસ્તાનના ગ્વાદર બંદર થકી હિંદ મહાસાગરનું થાણું મળી જાય છે. ત્યાંથી તે અમેરિકાની દખલગીરીની સંભાવના વિના દરિયાઈ માર્ગે બેરોકટોક વેપાર કરી શકે છે.
આટલે સુધીના વર્ણનમાં ભારતને કશો વાંધો પડે એવું નથી. પોતાના રૂપિયાથી કોઈ દેશ પોતાનો વેપાર વધારવા ઇચ્છતો હોય અને તેના માટે માળખાકીય સુવિધા ઊભી કરતો હોય, તો બીજાને (આ કિસ્સામાં ભારતને) શું? પરંતુ ધૂર્તતા અને વિસ્તારની ભૂખ માટે જાણીતા ચીનની વાત પર એમ વિશ્વાસ મૂકાય નહીં. ચીની પ્રવક્તાઓ અને લેખકો ગાઈવગાડીને કહે છે કે ચીનનો હેતુ વિશુદ્ધપણે આર્થિક છે અને જે દેશોમાંથી OBORનું માળખું પસાર થાય છે, એ દેશોના સાર્વભૌમત્વને કોઈ ખતરો નથી. આવું એક સ્થળ છે પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર. તેના ગિલગિટ અને બાલ્ટીસ્તાનના પ્રદેશો ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (CPEC) નો હિસ્સો બન્યા છે અને આ કૉરિડોર પોતે OBORનો મહત્ત્વનો હિસ્સો છે.
ભારતના મતે, કૉરિડોર (CPEC) સામે વાંધો ન ઉઠાવવો એટલે કાશ્મીરના પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશ પર તેનો કબજો આડકતરી રીતે કબૂલ રાખવો. ચીન આવા અર્થઘટનનો ઇન્કાર કરીને ભારતને OBOR પ્રૉજેક્ટમાં સાંકળવા પ્રયત્નશીલ છે. તેની દલીલ છે કે કૉરિડોર માત્ર ને માત્ર આર્થિક હેતુથી વિચારાયેલો પ્રૉજેક્ટ છે અને તેમાં સાથ આપવાથી કાશ્મીર અંગે ભારતની વર્તમાન સ્થિતિમાં કશો ફરક પડવાનો નથી.
OBOR અંગે 14-15મેના રોજ યોજાયેલા સંમેલનને ચીને વૈશ્વિક સહકાર-કમ-શક્તિપ્રદર્શનનું પ્રતીક બનાવી દીધો. તેમાં બીજા દેશો ઉપરાંત સૌથી નોંધપાત્ર હાજરી જાપાન અને અમેરિકાની હતી. ચૂંટણીપ્રચાર વખતે ચીની માલના બહિષ્કારની શેખી મારનાર ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે આર્થિક સમજૂતી કરવી પડી. અમેરિકા ચીનમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ અને ગોમાંસ સહિતની કેટલીક ચીજવસ્તુઓની નિકાસ કરે. સામે ચીની બૅન્કોને અમેરિકામાં ધંધો કરવા મળે, એવો કડદો થયો. તેના પગલે અમેરિકાના પ્રતિનિધિઓએ OBORના સંમેલનમાં હાજર રહીને ચીનનું માન જાળવી લીધું. એવી જ રીતે, જાપાનને ચીન સાથે સીધી હરીફાઈ હોવા છતાં અને જાપાન પોતે પોતાની રીતે આવો પ્રૉજેક્ટ હાથ ધરી રહ્યું હોવા છતાં, તેનું સત્તાવાર પ્રતિનિધિ મંડળ બેજિંગના સંમેલનમાં હાજર રહ્યું. જાપાનના બેલ્ટ એન્ડ રોડ પ્રૉજેક્ટનું નામ 'પાર્ટનરશીપ ફોર ક્વૉલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ છે, જેમાં તે બીજા દેશોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેમની સાથે વેપાર વધારવા માગે છે. (જાપાને ભારતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે આપેલી લોન આ પ્રૉજેક્ટ અંતર્ગત હતી.)
પરંતુ મહત્ત્વનો ફરક દાનતનો છે. આજનું જાપાન ભૂતકાળનું સામ્રાજ્યવાદી જાપાન રહ્યું નથી, જ્યારે ચીનના મનમાં પોતાની પ્રાચીન ભવ્યતાનો અને તેને ફરી સાકાર કરવાનો ખ્યાલ છે. તે માટે ખર્ચવાં પડે એટલાં નાણાં તેની પાસે છે. (ઉપરાંત એશિયાઈ અને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની લોન પણ ખરી.) ચીનનો મુકાબલો કરવાનું આજે ભારતને જ નહીં, અમેરિકા જેવા અમેરિકાને કાઠું પડે તેમ છે. ઘણા સમયથી ચીને ભારતના પાડોશી દેશોમાં યેનકેનપ્રકારે પોતાનાં થાણાં જમાવવાનો વ્યૂહ અપનાવ્યો છે અને તેમાં ભારે સફળતા પણ મેળવી છે. આજે ભારતના તમામ સાખપાડોશી દેશોના મોટા માળખાકીય પ્રૉજેક્ટ ચીનની લોનથી ચાલે છે કે પછી લોન ભરપાઈ નહી કરી શકવાને કારણે ચીનને તેમાં ભાગીદાર બનાવી દેવાયું છે. નેપાળ છેલ્લો પાડોશી દેશ હતો, જે ચીન કરતાં ભારત સાથે વધારે સંબંધ ધરાવતો હતો. આ સંબંધો કથળી રહ્યા હતા, પણ વર્તમાન વડાપ્રધાનના રાજમાં ચીન નેપાળ સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરતું અને પોતાના અગત્યના પ્રૉજેક્ટ ચીનને સોંપતું થઈ ગયું.
નેપાળ ચીનના ખોળે ગયું, તેમાં બધો દોષ વર્તમાન વડાપ્રધાનનો નથી. પરંતુ ભૂકંપગ્રસ્ત નેપાળને કરેલી મદદ બાબતે વડાપ્રધાન મોદી તેમની કુખ્યાત પ્રચારપટુતા બતાવવા ગયા. તેનાથી સંબંધોને વણસવાનું વધુ એક મજબૂત કારણ મળ્યું. નેપાળના અપવાદને બાદ કરતાં, ચીનના ભરડા બાબતે વડાપ્રધાનની વિદેશનીતિ યથાયોગ્ય રહી છે. તેમણે બાંગલાદેશ, શ્રીલંકા, મોંગોલિયા અને જાપાન જેવા દેશો સાથે સંબંધ વધારીને, જરૂરતમંદ દેશો માટે શક્ય હોય ત્યાં આર્થિક મદદ કરીને ચીનનો ઘેરો હળવો કરવાનો પ્રયાસ કર્યો છે. હમણાં તે શ્રીલંકાની મુલાકાતે જઈ આવ્યા. કારણ કે ચીન ત્યાં પણ પેસી ચૂક્યું છે અને કેટલાંક મહત્ત્વનાં સ્થાનો-માળખાકીય સુવિધામાં હાજરી ધરાવે છે.
આમ, વર્તમાન સરકારની ચીનવિષયક નીતિ અને તે અંગેની જાગ્રતતા સારાં છે, પરંતુ ચીનના ખેલનો પથારો એટલો મોટો છે કે તેમાં એક સપને સવાર પડે એમ નથી. વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ચીન ગયા ત્યારે જે રીતે ઘરઆંગણે 'છાકો પાડી દીધો'નું વૃદગાન ચાલ્યું હતું, તેની બાલિશતા પછીના દિવસોમાં સમજાઈ જવી જોઈએ. સાથોસાથ, એ પણ સમજવું પડે કે OBOR પ્રૉજેક્ટ અને એકંદરે ચીન દુશ્મન હોવા છતાં તેની સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ રાખવાનું શક્ય નથી. માટે, ચીનની કુટિલ નીતિઓ સાથે પનારો પાડવા માટે પક્ષીય નહીં, રાષ્ટ્રિય નીતિ નક્કી કરવાનું જરૂરી છે. તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે.

Labels:
China,
international affairs
Wednesday, May 03, 2017
માઓવાદીઓ, કાશ્મીરીઓ અને ભારતીયો
કાશ્મીરને કોણ સળગતું રાખે છે? આ સવાલનો જવાબ ઘણાના માટે બહુ સાદો છેઃ ‘પાકિસ્તાન’. જવાબ ખોટો નથી, તો સંપૂર્ણ સાચો પણ નથી. છેલ્લા બે વર્ષથી વચ્ચે થોડા વિરામ સાથે કાશ્મીરમાં અશાંતિનો નવો તબક્કો શરૂ થયો છે--અને કાશ્મીરના અભ્યાસીઓને લાગે છે કે આ તબક્કો ખતરનાક છે. કારણ કે તેમાં કાશ્મીરના ખીણપ્રદેશના લોકો, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં અને સીધી રીતે સંકળાયેલા છે. વધારે ખરાબ સમાચાર એ છે કે તેમને પોલીસની-લશ્કરની, ઍન્કાઉન્ટરની કે ત્રાસવાદી લેખાવાની કશી બીક રહી હોય તેમ લાગતું નથી. તે બુરહાન વાની જેવા ત્રાસવાદી પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ પ્રગટ કરે છે, તેને શહીદ ગણે છે અને અંતિમવાદી રસ્તે, ભારતના શાસનની સામે પડી ગયા છે.
બીજી રીતે એમ પણ કહેવાય કે ભારત સરકાર કરતાં ત્રાસવાદીઓ તેમને વધારે પોતીકા લાગે છે. તેનો અર્થ એવો ખરો ભારત સરકાર તેમને પોતીકી નથી લાગતી, એટલે ત્રાસવાદીઓ પોતીકા લાગે છે? ના, સમીકરણ આટલું સાદું પણ લાગતું નથી. ખીણપ્રદેશમાં પ્રચંડ બહુમતી મુસ્લિમોની છે. આઝાદી પછી તરત શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંઘ સામે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ લીધું હતું અને તેને કોમવાદથી મુક્ત રાખી હતી. તેમના પક્ષમાં હિંદુઓ પણ હતા. હવે આટલાં વર્ષે અને પલટાઈ ચૂકેલા પ્રવાહ પછી, કાશ્મીરની ‘આઝાદી’ની માગણીમાં સ્વાયત્તતા અને અલગતાની સાથે ધર્મનો રંગ પણ ભળ્યો છે. કાશ્મીરમાં ભારતીય સૈન્યનો વિરોધ કરવો એ ઘણાને ધર્મયુદ્ધ નહીં તો ‘ધર્મ્ય’ યુદ્ધ તો લાગે જ છે.
પહેલાં ‘આઝાદી’ની કે (ભારતમાં રહીને પણ સંતોષી શકાય એવી) સ્વાયત્તતાની માગણીમાં મહદ્ અંશે એવી ભાવના કેન્દ્રસ્થાને હતી કે ‘અમે કાશ્મીરી છીએ. અમારી અલગ ઓળખ છે. અમારે અલગ રહેવું છે. અમને એ નિર્ણય લેવાની તક (જનમત થકી) મળવી જોઇએ.’ બદલાયેલી સ્થિતિમાં એ લાગણી ને માગણી કંઇક આવી હોય તેમ લાગે છેઃ ‘અમે કાશ્મીરી છીએ, ભારત અમને ભારતીય ગણતું નથી, અમને દેશની મુખ્ય ધારામાં સમાવતું નથી. અમારે ભારતીય ગણાવું પણ નથી, અમારી સ્વતંત્રતાની માગણીને ભારત કચડી રહ્યું છે, ભારતીય સૈન્ય અમારી સાથે ક્રૂર વર્તન કરે છે, તેમનો અત્યાચાર સહન કરવાને બદલે શક્ય હોય એ રીતે મુકાબલો કરવો એ ધર્મ છે, અમારા શત્રુ એવા ભારતીય સૈન્ય સામે જે કોઈ પણ હથિયાર ઉઠાવે તે અમારા હીરો છે અને તે ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે તેને અમારો ટેકો છે.’ આટલું ઓછું હોય તેમ, કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કે રાજ્યોની ભાજપ સરકાર દ્વારા લેવાતા ધાર્મિકતાની છાંટ ધરાવતા નિર્ણયો અવિશ્વાસની આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે.
અત્યાર લગી ભારતની સૌથી મોટી તાકાત કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓ હતી. તેમાં લોકોની નોંધપાત્ર હિસ્સેદારીથી ભારત વિશ્વ સમક્ષ એવો દાવો કરી શકતું હતું કે ‘જુઓ, કાશ્મીરના લોકો કાશ્મીરને ભારતનું અંગ ગણે છે. એટલે જ ભારતીય બંધારણ અને લોકશાહીના અભિન્ન-અનિવાર્ય હિસ્સા જેવી ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લે છે.’ પરંતુ છેલ્લી પેટાચૂંટણીમાં શ્રીનગરમાં થયેલા કંગાળ (7.13 ટકા) મતદાન પછી બીજી પેટાચૂંટણી મોકુફ રાખવી પડી તેનાથી વાત વણસી છે. અલબત્ત, રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પરંતુ ત્યારના સંજોગો જુદા હતા અને હવે કેન્દ્રમાં એનડીએ સરકાર-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિ સરકારને ઠીક ઠીક સમય વીતી ચૂક્યો છે. પરંતુ અગાઉની ચૂંટણી વખતે વ્યાપ્ત આશાનું સ્થાન નિરાશાએ લીધું છે.
મોટા પ્રમાણમાં જનસમુદાયની આ સ્થિતિ છે, ત્યારે કાશ્મીરમાં સૈન્યની છાવણીઓ પર ત્રાસવાદી હુમલા ચાલુ છે--અને દરેક વખતે ભારતના પક્ષે થતી ખુવારી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વ્યક્ત થયેલી ભાવનાને શરમાવતી રહે છે. પાકિસ્તાનના ‘નૉનસ્ટેટ એક્ટર્સ’ (પાકિસ્તાની શાસકો-સૈન્યનો બિનસત્તાવાર ટેકો ધરાવતાં જૂથ) કાશ્મીરમાં ખુવારી કરતાં રહે છે અને વખતોવખત પાકિસ્તાની સત્તાધીશો કે સૈન્યવડા પણ કાશ્મીર વિશે તેમની ખોરી દાનત વ્યક્ત કરતા રહે છે.
કાશ્મીરની હિંસાની સાથે માઓવાદી હિંસા પણ સંભારવા જેવી છે. કાશ્મીરીઓ અને માઓવાદીઓ વચ્ચેનું એક સામ્ય એ છે કે તે પોતાનો પ્રદેશ ભારતથી અલગ કરવા ઇચ્છે છે. માઓવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે તે અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલા કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. તેમની છાપામાર પદ્ધતિની સરખામણીમાં કાશ્મીરના દેખાવકારો ઉઘાડેછોગ પથ્થરબાજી કરે છે. ત્યાં ઘાતક શસ્ત્રો અને ઘાતકી હુમલાનો હવાલો પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી જૂથોએ સંભાળ્યો છે. ભૂગોળની વિષમતાને લીધે સરહદને અભેદ્ય બનાવી શકાતી નથી. એટલે ત્રાસવાદીઓ સહેલાઈથી સરહદ પાર કરીને ભારતમાં આવી જાય છે. એમ તો, માઓવાદીઓને ચીન તરફથી મદદ મળતી હોવાના ઇશારા ભૂતકાળમાં થયા છે. પરંતુ પાકિસ્તાનની જેમ ચીન સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવતું નથી.
માઓવાદગ્રસ્ત છત્તીસગઢ જેવા પ્રદેશો કરતાં કાશ્મીરની સ્થિતિ અનેક રીતે જુદી છે. માઓવાદીઓની જેમ કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો સ્થાનિક સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ કાશ્મીરમાં માઓવાદ કરતાં વધારાની બાબત ધર્મ છે. તેના કારણે અસંતુષ્ટ એવા સ્થાનિક લોકો વધારે સહેલાઈથી ત્રાસવાદીઓ સાથે એકરૂપતા અનુભવી શકે છે. માઓવાદી હિંસાના મામલે માઓવાદીઓ, સ્થાનિક લોકો અને સરકાર એમ ત્રણ મુખ્ય પક્ષો છે. તેમાં વાટાઘાટો માઓવાદીઓ સાથે કરવાની રહે છે, જ્યારે કાશ્મીરસમસ્યાના ભાગીયા (અંગ્રેજીમાં ‘સ્ટેકહોલ્ડર્સ’ અને દેશી ગુજરાતીમાં ‘અભાગિયા’ પણ કહી શકાય) એવા ઘણા પક્ષ છેઃ કાશ્મીરના લોકો, ભારત સરકાર, ભારતીય સૈન્ય, કાશ્મીરના સત્તાવાર રાજકીય પક્ષો, તેમાં વળી થોડોઘણો અલગતાનો સૂર ધરાવતો પીડીપી જેવો પક્ષ, સંપૂર્ણ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સ, પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદને કારણે જેમને વતનવિહોણા થવું પડ્યું એવા કાશ્મીરી પંડિતો, પાકિસ્તાનમાં રહીને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતાં જૂથો અને પાકિસ્તાન પોતે. માટે, કાશ્મીરની લડાઈ વ્યવહારિક પ્રશ્નો અને તેના વ્યવહારિક ઉકેલોથી બહુ દૂર- બહુ આગળ નીકળીને, લગભગ ‘લડાઈ ખાતર લડાઈ’ના તબક્કે પહોંચી ગઈ છે. ખુવારી તો બન્ને પક્ષે થાય છે, પણ સામા પક્ષની ખુવારી ગણતરીપૂર્વકની અને ઘણા કિસ્સામાં ધર્મઝનૂનનો નશો ચડાવનારી હોય છે, જ્યારે ભારતના પક્ષે એક પણ સૈનિક કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં માર્યો જાય, તો તેની ભારતના નૈતિક બળ ઉપર અસર પડી શકે છે. તેના સરવાળારૂપે ક્યારેક લોકલાગણી જાગે, તો તેને બીજા રસ્તે વળેલી રાખવાના રાજનેતાઓએ નીતનવા નુસખા શોઢી કાઢવા પડે છે.
કાશ્મીરની કે માઓવાદની સમસ્યા ચપટીમાં ઉકેલાવાની અપેક્ષા કોઈ ન રાખે, પણ એ દિશામાં વાતચીત માટે બન્ને પક્ષો વચ્ચે જરૂરી સામાન્ય ભૂમિકા પણ અત્યારે તો વર્તાતી નથી.

Tuesday, May 26, 2015
ભૂતકાળ બની ચૂકેલા ભારત-ચીન સદ્ભાવનું કાયમી પ્રતીક : ડૉ.દ્વારકાનાથ કોટનિસ
યુદ્ધકથા અને પ્રેમકથા--એમ બબ્બે રમ્ય કથાઓના નાયક, વી.શાંતારામ કૃત ‘ડૉ.કોટનિસકી અમર કહાની’ જેવી ફિલ્મના ચરિત્રનાયક ડૉ.દ્વારકાનાથ કોટનિસને, આગળ જતાં ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી બનેલા ડૉ.જીવરાજ મહેતા સાથે શો સંબંધ હતો?
ડૉ.કોટનિસની કથા ટૂંકમાં આટલી જ : તબીબી કારકિર્દીના આરંભે સેવાભાવથી પ્રેરાઇને તે યુદ્ધગ્રસ્ત ચીનમાં ગયા, ચીની યુવતી સાથે પ્રેમમાં પડ્યા-પરણ્યા અને અકાળે અવસાન પામ્યા. પરંતુ બે લીટીની આ કથાની વિગતમાં એટલો મસાલો ઠાંસીને ભરેલો છે કે વી.શાંતારામ જેવા પ્રયોગશીલ ફિલ્મસર્જકને આખેઆખી ફિલ્મ બનાવવાનું --અને તેમાં પોતે ડૉ.કોટનિસની ભૂમિકા ભજવવાનું--મન થાય, માતબર પ્રદાન કરનારા વિદેશીઓ તરીકે ડૉ.કોટનિસનું નામ ચીનમાં હજુ પણ માનપૂર્વક ગણાતું હોય, ચીની પાઠ્યપુસ્તકોમાં તેમની કથા હોય, એકવીસમી સદીમાં પણ ભારતની મુલાકાતે આવનારા ચીનના વડાઓ અચૂક ડૉ.કોટનિસનાં વૃદ્ધ બહેનની- તેમના પરિવારની મુલાકાત લેવાનું અને ડૉ.કોટનિસ પ્રત્યે ચીનની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ન ચૂકે.
અલબત્ત, ચીનના સત્તાધીશોને ડો.કોટનિસ માટે છે એવો ભાવ ભારત માટે નથી. ભારત-ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુદ્ધ પછી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં ઊંડી ખાઇ સર્જાઇ. ચીનની ખોરી દાનત ત્યાર પછી કદી સુધરી હોય એવું લાગ્યું નથી. ચીનના વર્તમાન પ્રમુખના ભારતપ્રવાસ અને ભારતના વર્તમાન વડાપ્રધાનના ચીનપ્રવાસ પછી પણ બન્ને વચ્ચે રહેલી અવિશ્વાસની ખાઇ એમ પુરાય એવી નથી. (વર્તમાન વડાપ્રધાને ચીનમાં જે કંઇ કર્યું, તે કોઇ કૉંગ્રેસી વડાપ્રધાને કર્યું હોત, તો આ જ ભાજપી નેતાઓ કેવી કાગારોળ મચાવતા હોત એ કલ્પી શકાય એવું છે.)
ચીનના મુદ્દે પંડિત નેહરુએ મોટું ગોથું ખાઘું, એ ઐતિહાસિક હકીકત છે, પરંતુ ચીન પ્રત્યેના તેમના ભાવની શરૂઆત આઝાદ ભારતનું વડાપ્રધાનપદું સંભાળ્યાના એકાદ દાયકા પહેલાંથી થઇ ચૂકી હતી. એ વખતે ભારત સામ્રાજ્યવાદી બ્રિટનના સકંજામાં હતું, જ્યારે ચીનમાં સામ્રાજ્યવાદી જાપાનનો આતંક હતો. સહસ્ત્રાબ્દિઓ જૂની સંસ્કૃતિઓ ધરાવતા આ બન્ને દેશો વચ્ચે પ્રાચીન ગૌરવ અને વર્તમાનકાળની વેદનાનો સંબંધ હતો. બન્ને અમુક રીતે સમદુઃખિયાં હતાં. એટલે બન્ને દેશોના ટોચના લોકનેતાઓને એકબીજાના દેશની અવદશા અંગે સહાનુભૂતિ હોય, એ સમજી શકાય એવું હતું.
ચીનના કેટલાક પ્રાંતોમાં જાપાનના લશ્કરી કબજા સામે ચીની સૈન્યે લડાઇ આદરી હતી, પણ તેમની દશા કેવી હતી તેનું બયાન ચીનના મોરચે કાર્યરત અમેરિકન મહિલા પત્રકાર એગ્નેસ સ્મેડ્લીના ૨૩ નવેમ્બર, ૧૯૩૭ના પત્રમાંથી અને ચીની સેનાપતિ-નેતા ચુ તેહના ૨૬ નવેમ્બર, ૧૯૨૭ના પત્રમાંથી મળે છે. ચુ તેહે લખ્યું હતું, ‘..હજારોની સંખ્યામાં કામદારો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ... સામ્રાજ્યવાદી સૈન્ય સામે સ્વયંસેવક ટુકડીઓમાં લડી રહ્યા છે. આ સ્વયંસેવકો પસે શસ્ત્રો તો છે, પરંતુ તેમની પાસે શિયાળાનાં કપડાં નથી, કામળા નથી, જોડા નથી...તેમને માટે અમે અહીં ચીનમાં તેમ જ પરદેશમાં નાણાં એકઠાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ...અમે જાણીએ છીએ કે અમે કેવળ ચીની રાષ્ટ્ર અને ચીની પ્રજાની જ નહીં, સમગ્ર એશિયાની લડત લડી રહ્યા છીએ તથા પીડિત રાષ્ટ્રો અને પીડિત વર્ગોની મુક્તિ માટેના વિશ્વસૈન્યનો એક ભાગ છીએ. મહાન હિંદી પ્રજાના તમારા જેવા એક મહાન નેતા પાસેથી અમારી લડતમાં હરેક રીતે મદદ માગવાનું આ ભાનથી અમને ઉચિત લાગે છે...અમે નાણાંકીય મદદ આવકારીશું, દાક્તરી સામગ્રી અને શસ્ત્રક્રિયા માટેનાં સાધનો આવકારીશું, અમે યુદ્ધકાર્યની તાલીમ પામેલાં સર્જનો અને નર્સોને આવકારીશું...જાપાનીઓ ચીનને ગુલામ બનાવવામાં સફળ થશે તો એશિયાની કોઇ પણ પ્રજા ઘણાં વરસો સુધી--કદાચ દસકાઓ સુધી--પોતાની મુક્તિ મેળવી શકશે નહીં. અમારી લડત એ તમારી લડત છે...’ (‘કેટલાક જૂના પત્રો’, પૃ.૨૯૦-૨૯૩, નવજીવન પ્રકાશન)
આ પત્રોના પ્રતિભાવમાં પંડિત નેહરુએ ૯ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ‘ચાયના સૉલિડારિટી ડે’ મનાવવાની અપીલ કરી અને ભારત તરફથી સદ્ભાવના પ્રતીક રૂપે ચીનમાં એક તબીબી ટુકડી મોકલવાની જાહેરાત કરી. કેમ કે, એ લડાઇ સામ્રાજ્યવાદ સામેની હતી અને ભારત પણ જુદી રીતે સામ્રાજ્યવાદ સામેની લડાઇ લડી રહ્યું હતું. તબીબી ટુકડીની પસંદગી માટે મુંબઇની જી.એસ.મેડિકલ કૉલેજના ડીન ડૉ.જીવરાજ મહેતાની આગેવાની હેઠળ એક સમિતિ બનાવવામાં આવી. મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૦ ઑક્ટોબર, ૧૯૧૦ના રોજ જન્મેલા દ્વારકાનાથ કોટનિસ ત્યારે પોતાનો તબીબી અભ્યાસ પૂરો કરીને વઘુ અભ્યાસ અંગે વિચારી રહ્યા હતા.
ડૉ.જીવરાજ મહેતા જે કૉલેજના ડીન હતા, એ જી.એસ.મેડિકલ કૉલેજમાં જ કોટનિસ ભણ્યા હતા. પણ કોટનિસે પ્રવેશ લીધો એ અરસામાં ડૉ.જીવરાજ મહેતાને સત્યાગ્રહના આંદોલનમાં ભાગ લેવા બદલ જેલમાં જવાનું થયું. ‘ધ બ્રિજ ફૉર એવર’ નામે ડૉ.કોટનિસનું જીવનચરિત્ર લખનાર તેમના ભાઇ એમ.એસ.કોટનિસે પુસ્તકમાં નોંઘ્યું છે કે ડૉ.મહેતાની જગ્યાએ આવેલા બીજા ડીન (ડૉ.ખાનોલકર) સામે વિદ્યાર્થીઓએ પોતાની માગણી રજૂ કરતું ઉગ્ર આંદોલન ચલાવ્યું અને કોટનિસ જાહેરમાં ડીન વિશે આકરા શબ્દો બોલ્યા. એટલે આંદોલન પૂરું થઇ ગયા પછી ડીને કોટનિસ એક જ શરતે ‘સારી ચાલચલગત’ના પ્રમાણપત્ર પર સહી કરી આપવા કહ્યું : તમારે કૉલેજ બદલી નાખવી પડશે. એટલે એમ.બી.બી.એસ.ના બીજા વર્ષથી તેમણે મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો. ૧૯૩૬માં અભ્યાસ પૂરો થયા પછી એક તરફ આગળ અભ્યાસની તાલાવેલી હતી અને બીજી તરફ થાળે પડવાની વાત હતી. કુટુંબીજનોને તો તેમને પરણાવવાની ઉતાવળ પણ હોય.
એવામાં પંડિત નેહરુની ચીન જવાની અપીલ આવી. ૨૯ જૂન, ૧૯૩૮ના રોજ મુંબઇમાં ‘ચીન દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો. એ દિવસે ડૉ.કોટનિસે તબીબી ટુકડી પસંદ કરનાર સમિતિના અઘ્યક્ષ ડૉ.જીવરાજ મહેતાને પત્ર લખ્યો અને તેમને મળવા ગયા. ડૉ.મહેતાએ ચીન જવામાં રહેલી તકો અને ખાસ તો જોખમો વિશે ડૉ.કોટનિસને વિગતે વાત કરી. પરંતુ ડૉ.કોટનિસ નિર્ણય લઇ ચૂક્યા હતા. પિતાને પત્રમાં તેમણે લખ્યું, ‘ડૉ.જીવરાજ મહેતાએ મારા નિર્ણયની વિપરીત બાજુ ચીંધી બતાવી છે. જીવનું જોખમ, ઉચ્ચ અભ્યાસમાં વિઘ્ન, સારી નોકરીની તક ગુમાવવી--આ બધાને હું વિપરીતતા ગણતો જ નથી.’
ડૉ.કોટનિસના પિતા અને પરિવારજનોને આ નિર્ણય ન ગમ્યો. તેનું એક કારણ એ પણ હતું કે આ ટુકડી ‘સરકારી’ ન હતી. બ્રિટિશ સરકારના ટેકો કે માન્યતા વિના, ફક્ત કૉંગ્રેસ તરફથી સદ્ભાવપૂર્વક મોકલાયેલી ટુકડીના સભ્ય તરીકે તેમણે જવાનું હતું. એટલે કશા સરકારી લાભ મળે એમ ન હતા. જીવ ગુમાવવાનો આવે તો પણ ‘સત્તાવાર શહીદ’નું માન મળે એમ ન હતું. તેમ છતાં, ડૉ.કોટનિસની સમજાવટથી તેમના પિતા માન્યા. મુંબઇ આવીને એ ડૉ.જીવરાજ મહેતાને પણ મળ્યા અને તેમની સાથે વાતચીત કરીને સંતુષ્ટ થયા. આખા પ્રોજેક્ટને કૉંગ્રેસનો પૂરો ટેકો હતો અને તેનો ખર્ચ પણ કૉંગ્રેસ ઉપાડવાની હતી. સોલાપુરમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે લોકોને પહેલાં આશ્ચર્ય થયું. કારણ કે ડૉ.કોટનિસના પિતા સ્થાનિક રાજકારણમાં કૉંગ્રેસથી દૂર રહેતા હતા અને તેમનો દીકરો પંડિત નેહરુ પ્રેરિત ટુકડીનો સભ્ય બનીને, જીવ જોખમમાં મૂકીને ચીન જઇ રહ્યો હતો.
શરૂઆતનું આશ્ચર્ય ઓસર્યા પછી તેમનાં સન્માનો શરૂ થયાં. ચીનના કૉન્સેલ જનરલે મુંબઇની તાજમહાલ હૉટેલમાં આખી તબીબી ટુકડીને પાર્ટી આપી. તેમાં ડૉ.કોટનિસ ઉપરાંત સ્પેનના ગૃહયુદ્ધ દરમિયાન ત્યાં સેવા આપી ચૂકેલા ડૉ.મોહનલાલ અટલ, ડૉ. એમ.આર.ચોલકર, ડૉ.બિજોયકુમાર બાસુ અને ડૉ. દેબેન મુખરજી- એમ પાંચ જણ હતા. મુંબઇમાં તેમના માનમાં જાહેર કાર્યક્રમ થયો. તેમાં સરોજિની નાયડુએ પાંચે ડૉક્ટરને બિરદાવ્યા અને ‘આ લોકો સેવા કરવામાં જરાય પાછી પાની નહીં કરે અને જે કંઇ બલિદાન આપવું પડે તે આપશે’--એવી આશા વ્યક્ત કરી. તેેમની અપેક્ષા ડૉ.કોટનિસનાં પરિવારજનો માટે ‘ચિંતા’ હતી. તેમ છતાં, પોતાના પરિવાર સાથે પડાવેલી સમુહ તસવીર અને માએ આપેલી ચાંદીની લોટી સાથે ડૉ.કોટનિસ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ એસ.એસ.રાજપુતાના સ્ટીમરમાં ચીન જવા ઉપડ્યા.
(વધુ આવતા સપ્તાહે)
![]() |
| Dr.Dwarkanath Kotnis / ડો.દ્વારકાનાથ કોટનિસ |
![]() |
| Poster of V.Shantaam's film Dr.Kotnis ki Amar Kahani |

| Pandit Nehru- Dr.Jivraj Mehta / પંડિત નેહરુ- ડો.જીવરાજ મહેતા |

film/ફિલ્મ,
Nehru
Friday, September 26, 2014
એકે ‘લાલ’ દરવાજે તંબુ તૉણીયા રે...‘લોલ’
જેમનું સાચું નામ ન બોલી શકવાથી દિલ્હી દૂરદર્શનના એક ઉદ્ઘોષકની નોકરી ગઇ અને જેમના નામમાં ‘જિન’ને બદલે ‘જિંગ’ લખવા છતાં ગુજરાત સરકારમાં કોઇને કંઇ ન થયું, એવા ચીની પ્રમુખ ગયા અઠવાડિયે અમદાવાદમાં હતા.
સાંભળ્યું છે કે રાજાશાહીના જમાનામાં અમદાવાદ ‘ગર્દાબાદ’ હતું ત્યારે જહાંગીર કાંકરિયાના તળાવે તંબુ તાણીને મોજમજા કરતો હતો. ત્યાર પછી સદીઓ વીતી. લોકશાહી આવી. અમદાવાદ ફ્લાયઑવરાબાદ અને રીવરફ્રન્ટાબાદ બન્યું. ત્યાર પછી લોકશાહી શાસક એવા ભારતના વડાપ્રધાને ફાઇવસ્ટાર હૉટેલને બદલે નદીકિનારે રાજાશાહી જલસો યોજ્યો. એ દિવસે તેમની વર્ષગાંઠ હતી એ તો દુષ્ટ સેક્યુલરોનું કાવતરું હતું. બાકી, વડાપ્રધાન પોતે એટલા સાદગીપ્રિય છે કે તેમણે બિચારાએ જાહેર અપીલ કરી હતી કે ‘મારી વર્ષગાંઠે ધામઘૂમ કરવાને બદલે એ રકમ કાશ્મીર રાહતફાળામાં મોકલી આપવી.’
અમદાવાદમાં જે ધામઘૂમ થઇ, નદી કાંઠે ફાઇવસ્ટાર તંબુ તણાયા ને સેંકડો લોકોનો જમણવાર થયો, એ બધું તો ચીની પ્રમુખના માનમાં હતું. આપણી સંસ્કૃતિનાં બે તત્ત્વો- ‘અતિથી દેવો ભવઃ’ અને ‘દેવું કરીને ઘી પીઓ’નો સુભગ સમન્વય સાધતાં વડાપ્રધાને ભારતીય પરંપરા મુજબ વ્યવસ્થા કરાવી હતી. આખો જલસો અમદાવાદમાં થયો એટલે વડાપ્રધાનને ‘મોસાળમાં જમણવાર ને મા પીરસે’ એ કહેણીનો સુખદ અહેસાસ પણ થઇ ગયો.
અહેવાલ છે કે ફક્ત અમદાવાદમાં અમુક વિસ્તારોના રસ્તાને નવા બનાવવામાં સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા. એ સાંભળીને પહેલો વિચાર એવો આવે કે આ રૂટના રસ્તા એવા તો કેવા હશે કે તેને સુધારવા સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચવા પડે? પ્રમુખનું વિમાન તો આશ્રમ રોડ પર નહીં, એરપોર્ટ પર જ ઉતરવાનું હતું. જોકે, આપણા વડાપ્રધાન તો સ્વપ્નદૃષ્ટા છે. એમને કોઇએ વેળાસર આઇડીયા આપ્યો હોત તો તેમણે પ્રમુખનું વિમાન સીઘું રીવરફ્રન્ટ ઉપર જ ઉતરે એવી વ્યવસ્થા કરાવી હોત. કેવો વટ પડી જાય?
એનાથી પણ વધારે છાકો પડે એવો આઇડીયા તો એ છે કે આશ્રમરોડ પર વચ્ચેની રેલિંગ કાઢી નખાવાની. એટલે આખો રોડ છ લૅનનો થઇ જાય. પછી વિમાન શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં ઉતારીને ત્યાંથી ચલાવતાં ચલાવતાં આશ્રમરોડ લઇ આવવાનું અને ત્યાંથી ટર્ન મારીને રીવરફ્રન્ટ પર લઇ જવાનું. આવી ગોઠવણ કરી હોય તો આપણા વડાપ્રધાનની શો મેન તરીકેની પ્રતિષ્ઠા કેટલી વધે. અને રાજ કપૂરને ટક્કર માને એવો શો મેન વડાપ્રધાન તરીકે મેળવવા બદલ દેશના નાગરિકોની છાતી કેવી ગજ ગજ ફુલે.
આ બઘું કરવામાં ખર્ચ થાય અને ખર્ચાયેલા રૂપિયા ભલે પ્રજાના હોય, પણ સ્વપ્ન તો સાહેબનું ખરું કે નહીં? આઘુનિક પરિભાષામાં એને ‘પીપીપી’ (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) કહેવાય.
વાંકદેખાઓને એવો પણ વિચાર આવે કે ગુજરાતના-અમદાવાદના રસ્તા બહુ વખણાતા હોય, તો ચીની પ્રમુખના કાફલા માટે રસ્તા સુધારવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કેમ ખર્ચવા પડ્યા? પણ આવા તાર્કિક સવાલો વડાપ્રધાનની વાત આવે ત્યારે અપ્રસ્તુત બની જાય છે. ‘ડીઝનીલેન્ડ સ્કૂલ ઑફ ગવર્નન્સ’ના માનદ્ ડીન બની શકે એવી ક્ષમતા ધરાવતા આપણા વડાપ્રધાને રીવરફ્રન્ટમાં સંખેડાના હિંચકા મૂકાવ્યા ને ગીરનો સેટ પણ તૈયાર કરાવ્યો હતો. ‘ઉદ્યોગોના વિકાસમાં પર્યાવરણનો ભોગ લેવાય છે’, એવી બૂમો પાડનારા વિઘ્નસંતોષીઓએ આ સેટમાંથી ધડો લેવો જોઇએ. સાચા પર્યાવરણનો નાશ થાય તો પણ જરૂર પડ્યે તેનો સેટ ક્યાં ઊભો કરાવી શકાતો નથી? એટલા માટે થઇને દેશનો વિકાસ થોડો અટકાવી દેવાય?
પરંતુ આ બધી તો આડવાત થઇ. આપણને મુખ્ય રસ ભારતના વડાપ્રધાન અને ચીનના પ્રમુખ વચ્ચે શું વાતો થઇ, એ જાણવામાં પડે. એની સત્તાવાર વિગતો ઉપલબ્ધ ન બને ત્યાં સુધી કાલ્પનિક વિગતોથી કામ ચલાવી લેવું રહ્યું. તો આ છે મોદી-પિંગ સંવાદની વાસ્તવિક લાગી શકે એવી કાલ્પનિક ઝલક.
જિનપિંગ : મિત્રોંઓંઓંઓં...
મોદી : (હસીને) નાઇસ સેન્સ ઑફ હ્યુમર...આ છેક તમારા સુધી પહોંચી ગયું? પણ કેમ ન પહોંચે. આફ્ટરઑલ, આઇ એમ અ સેલિબ્રિટી...
જિનપિંગ : યસ..યસ..રાઇટ...લેટ્સ ગો.
***
(હૉટેલ પર પહોંચ્યા પછી)
મોદી : કેવી રહી રાઇડ? રસ્તામાં ક્યાંય ઝુંપડાં કે ગરીબ માણસ જોયાં? ક્યાંથી જુઓ? કારણ કે આ સ્ટેટમાં મારું રાજ હતું. ગરીબીને તો મેં આમ (ચપટી વગાડીને) ચપટીમાં...
જિનપિંગ : સમજું છું...બરાબર સમજું છું... અમે બેજિંગમાં ઑલિમ્પિક યોજી ત્યારે આવું જ કર્યું હતું... ગરીબો, ઝૂંપડાંવાળા, માનવ અધિકારવાળા- એ બધાને (ચપટી વગાડે છે)... વેરી ગુડ ગવર્નન્સ.
મોદી : (વિજયી સ્મિત સાથે) મિનિમમ ગવર્ન્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ
જિનપિંગ : યસ..વેરી ચાઇનીઝ મૉડેલ. વેરી ઇફેક્ટિવ. મિનિમમ ગવર્ન્મેન્ટ મીન્સ વન મેન ગવર્ન્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. (બહુ અસરકારક મૉડેલ છે. મિનિમમ કહેતાં એક જ માણસમાં આખી સરકાર કેન્દ્રીત હોય અને એ જ મેક્સિમમ- મોટા ભાગનો- વહીવટ કરે)
મોદી : ના. અમે તો લોકશાહી છીએ.
જિનપિંગ : સારું થયું, યાદ કરાવ્યું. બાકી, તમે એટલી સરસ રીતે ચલાવો છો કે ખબર જ ન પડે.
***
(ગાંધી આશ્રમમાં)
જિનપિંગ : બહુ સાંભળ્યું છે ગાંધી વિશે
મોદી : મારી જેમ એ પણ ‘ટાઇમ’ના કવર પર હતા. બહુ સાદગીવાળા...મારી જેમ. હું કેવો ઓટલે બેસીને ફોટા પડાવું છું...એવી જ રીતે એ ભોંય પર બેસીને ચરખો કાંતતા હતા. બહુ મહાન માણસ...એમના નામે અમે આખું બિઝનેસ સેન્ટર બનાવ્યું છે.
જિનપિંગ : તો અહીં ખોટા આવ્યા. આપણે ત્યાં જ જવા જેવું હતું. ‘ટાઇમ’માં લખ્યું હતું, મોદી મીન્સ બિઝનેસ...
મોદી : થેન્ક યુ... હું બહુ ફેમસ છું એ વિશે મારા મનમાં રહેલો થોડોઘણો ડાઉટ પણ તમે દૂર કરી દીધો.
***
(રીવરફ્રન્ટ પર)
જિનપિંગ : વાઉ, નદીનું કમર્શિયલાઇઝેશન કરવાનો આવો આઇડીયા તો અમને પણ નથી આવ્યો...યુ આર
એ વિઝનરી.
મોદી : ઓહ, થેન્ક્સ. હવે આ સરહદનું શું કરીશું?
જિનપિંગ : ઇન્ટેલિજન્સ રીપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં જે જાતનું ચાઇનીઝ ખાવાનું મળે છે એ બાબતે અમારે ત્યાં બહુ રોષ છે અને એવી વાત પણ છે કે કમ સે કમ, આ જાતનું ચાઇનીઝ બંધ કરાવવા માટે પણ ગુજરાત પર હુમલો કરવો જોઇએ. પણ ડોન્ટ વરી. ગુજરાત સુધી આવવાનો અમારો કોઇ ઇરાદો નથી. તમે તમારા દેશવાસીઓને એ બાબતે નિશ્ચિંત કરી દેજો.
મોદી : પણ એટલું પૂરતું નથી. લદ્દાખ...
જિનપિંગ : ઓ.કે. લદ્દાખ અમારું છે એ અમે સ્વીકારી લઇએ છીએ, બસ? હવે તો રાજી?
મોદી : લદ્દાખ તમારું ક્યારથી થઇ ગયું?
જિનપિંગ : જ્યારથી તિબેટ અમારું થયું..
મોદી : અમે એ સ્વીકારતા નથી.
જિનપિંગ : તો આ મૈત્રીપૂર્ણ વાતાવરણ બગડી જશે. રીવરફ્રન્ટ, સુહાની શામ, સંખેડાના હિંચકા, ઠરેલો દૂધપાક ને ખમણ-ઢોકળાં...આ બધામાં લદ્દાખ ક્યાં આવ્યું? એના વિશે દિલ્હી જઇને વાત કરીશુ.
મોદી : ઠીક છે, પણ ભારતમાં રોકાણનું તો કહેતા જાવ. અમારે ત્યાં એવી સ્ટોરીઓ ચલાવાઇ હતી કે તમે ૧૦૦ અબજ ડૉલર રોકશો.
જિનપિંગ : (હસે છે) તમારી સેન્સ ઑફ હ્યુમર બહુ સારી છે...એરપોર્ટથી અહીં સુધી ક્યાંય એકેય ગરીબ માણસ નજરે નથી પડ્યો. ઝુંપડાં નજરે નથી પડ્યા. આલીશાન રીવરફ્રન્ટના વૈભવી તંબુમાં, સ્પેશ્યલ બોટમાં ને સંખેડાના હિંચકા પર તમે અમારું સ્વાગત કર્યું. એક દેશના વડાની પાંચ કલાકની સરભરામાં પચીસ-પચાસ લાખ ડોલર ખર્ચી શકનારા દેશમાં અમારા રોકાણની શી જરૂર? રોકાણ માગીને તમે અમારી મજાક કરો છો...
મોદી : ના, સાવ એવું ન હોય. તમારું રોકાણ આવશે એમ ધારીને તો આટલો ખર્ચ કર્યો હતો...
જિનપિંગ : એને બદલે આ રૂપિયા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોક્યા હોત તો? મેટ્રોનાં બે-પાંચ-દસ સ્ટેશન બની ગયાં હોત અને ચીન તરફથી કદાચ વધારે લોન મળત. હવે મને થાય છે કે અમારા ડૉલર તમે રીવરફ્રન્ટ પર તંબુઓ બાંધવામાં વાપરી નાખો તો?
મોદી : એ વિશે આપણે વધારે વાત દિલ્હી જઇને કરીશું. અત્યારે આપણે સંખેડાના હિંચકા જોવા જઇએ...રૂપિયા ખર્ચ્યા જ છે તો પછી....
***
આ કાલ્પનિક સંવાદ હોવાથી તે અધૂરો કેમ છે કે આવો કેમ છે, એવી તકરાર કરવી નહીં અને સચ્ચાઇ કેટલીક વાર કલ્પના કરતાં પણ વધારે ખતરનાક હોય છે એ ભૂલવું નહીં.

(એરપોર્ટ પર, ભારતના વડાપ્રધાનને જોઇને)જિનપિંગ : મિત્રોંઓંઓંઓં...

Monday, September 22, 2014
છ દાયકા પહેલાં રવિશંકર મહારાજની ચીન-યાત્રા
પેકિંગ (હાલના બેજિંગ)માં ૧૯૫૨માં યોજાયેલી શાંતિ પરિષદમાં ભાગ લેવા અને એ બહાને ચીનની સાંસ્કૃતિક મુલાકાત લેવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળ ચીન ગયું હતું. તેમાં ઉમાશંકર જોશી અને યશવંત શુક્લ જેવા ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત સાદગી-સેવાના અવતાર સમા રવિશંકર મહારાજ પણ જોડાયા હતા. કેવો હતો તેમનો સામ્યવાદી ચીનનો અનુભવ?
![]() |
| ravishankar maharaj / રવિશંકર મહારાજ |
સૌથી પહેલાં એક સ્પષ્ટતા : અહીં જે રવિશંકર મહારાજની વાત છે તે ‘આર્ટ ઑફ લિવિંગ’વાળા (શ્રીશ્રી રવિશંકર) કે સિતારવાદક (પંડિત રવિશંકર) કે અમદાવાદમાં જેમના નામે આર્ટ ગેલેરી છે તે (કળાગુરુ રવિશંકર રાવળ) નહીં, પણ પ્રખર ગાંધીવાદી લોકસેવક. ગુજરાતમાં આવું લખતાં ખટકો તો લાગે, પણ વાસ્તવિકતા અને ગુજરાતીઓની વિસ્મરણશક્તિ ઘ્યાનમાં રાખતાં આટલી ચોખવટ જરૂરી હતી. થોડીઘણી સારી યાદદાસ્ત ધરાવતા ગુજરાતીઓ રવિશંકર મહારાજને ૧૯૬૦માં ગુજરાત રાજ્યના આરંભે આશીર્વાદ પ્રવચન કરનાર તરીકે ઓળખે છે. ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઇના દીવા’માં ‘ગાંધીટોળીના બહારવટિયા’ રવિશંકર મહારાજનું એક મહત્ત્વનું જીવનકાર્ય (બહારવટિયાઓની સુધારણા) આલેખ્યું છે. દરેક ગુજરાતી માટે વાંચવું ફરજિયાત ગણાય એવું એ પુસ્તક છે. છતાં એના નાયક રવિશંકર મહારાજ ગુજરાતમાં જ ભૂલાઇ જાય એ (ગુજરાત માટે નવી નહીં એવી) કરુણતા છે.
નિર્ભાર સાદગી અને સેવાની ગાંધીપરંપરાનાં જૂજ નામોમાં સ્થાન ધરાવતા રવિશંકર મહારાજ ચીન જઇને શું કરવાના? એવો પ્રશ્ન એ વખતે -૧૯૫૨માં પણ- ઘણા લોકોને થયો હતો. ‘સમૂળી ક્રાંતિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળાએ મહારાજને એક પત્રમાં લખ્યું હતું, ‘...આપના ચીન જવાની બાબત છાપામાં વાંચી હતી ખરી. પણ સાચે જ મેં એને વજન નહોતું આપ્યું. પણ એ તો સાચી નીકળી...બાપડા ચીનાઓ તમારે માટે વિવિધ જીવજંતુઓના અને પ્રાણીઓનાં સરસ શાકભાજી, ચટણી, મુરબ્બા તૈયાર કરશે, ખેતરમાંથી ચાના લીલા પાંદડા તોડીને ચાનું પાણી ઉકાળી આપે, અને તમે મહેમાનો ઊલટી કરવા મંડશો ત્યારે તમને શું ખવડાવવું તેના જ વિચારમાં મૂંઝાઇ જશે. ચીનમાં દરિદ્રતાનું પૂરું દર્શન થઇ શકે એવા ભાગોમાં ખરું પૂછતાં પહોંચવાની જરૂર છે. પણ ત્યાં પહોંચી શકશો કે કેમ એ શંકા છે. ..ભાઇ માવળંકરે જેક બેલ્ડનનું ચીન વિષેનું પુસ્તક (ચાઇના શેક્સ ધ વર્લ્ડ) વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો એ વાંચી જાય અને ત્યાંની દરિદ્રતાથી અને સમાજસ્થિતિનાં એમાં જે વર્ણનો છે તેથી થોડા પહેલેથી આપને પરિચિત કરી દે તો સારું થશે. એ વર્ણનોમાં અતિશયોક્તિ કેટલી અને સચ્ચાઇ કેટલી છે તે જાણવાની જરૂર છે.’ (૫-૯-૧૯૫૨)
‘જન્મભૂમિ’ દૈનિકના પ્રતિનિધિએ મુંબઇમાં મહારાજની મુલાકાત લીધી ત્યારે મહારાજે તેમને કહ્યું હતું, ‘હું ત્યાં જઇ શું મેળવી શકીશ, શું કરીશ તે કંઇ જાણતો નથી. અંદરથી ધક્કો લાગ્યો છે તેથી જાઉં છું. જો મને શીખવાનું-જાણવાનું મળતું હોય તો સામ્યવાદીઓ શું, ગમે તેની વચ્ચે જવા તૈયાર છું. મારી આંખે જે જોઇશ ને સમજશક્તિથી જે સમજીશ તે લઇ આવીશ. ચીન સામ્યવાદી છે એટલા જ ખાતર ન જવું એ યોગ્ય નથી...મારે ખાસ કરીને ગામડાં જોવાં છે. જ્યાં નહેરો થઇ છે તે વિસ્તારમાં સ્વતંત્ર રીતે ફરવું છે. અત્યંત પછાત ગણાતા પ્રદેશમાં જવું છે અને એક સામાન્ય વિભાગ પસંદ કરવો છે. મારે જોવું છે કે ચીન ખરેખર સમૃદ્ધ છે કે નહિ. જો છે તો તે સમૃદ્ધિ એમણે કેવી રીતે પેદા કરી તે જાણવું છે. લાખો માણસો સ્વેચ્છાએ અંતરની ઊર્મિથી જ કામ કરે છે, પરિશ્રમ કરવાનો તેમનો સ્વભાવ છે કે નવું જોમ પેદા થયું છે, બદલારૂપે એમને શું મળે છે વગેરે જાણવું છે...’
‘ભાષાનું શું કરશો એવી પૃચ્છાના જવાબમાં મહારાજે કહ્યું હતું, ‘ભાઇ ઉમાશંકર (જોશી) અને યશવંત (શુક્લ) મારી સાથે છે. બઘું ગોઠવી આપશે.’ (મુલાકાત તા. ૧૭-૯-૧૯૫૨)
જીવનના પહેલા વિદેશપ્રવાસમાં મહારાજે સામાન શો લીધો હતો? રેંટિયો, પૂણીઓ, એક ગરમ ધાબળો, બે અંગરખા, એક ટુવાલ, જે નાહીને શરીર લૂછવામાં અને રાત્રે પાથરવામાં પણ કામ લાગે, બે થેલી, એક લોટો અને એ બીસ્તર ઝોળી દોરીથી બાંધવાની. આ ઝોળીમાં બધો સામાન આવી જાય. ચીનની ઠંડીમાં તેમણે ગરમ બંડી અને કામળીથી જ ચલાવ્યું. દેશમાં પણ ઉઘાડા પગે ફરવાની રીત ચીનમાં પણ તેમણે ચાલુ રાખી. ક્યાંક જરૂર પડે ત્યારે લાકડાની પાવડી પહેરતા. નિયમિત રેંટિયો કાંતતા, જે તેમણે પેકિંગની પરિષદ પછી શાંતિના પ્રતીક તરીકે ભેટમાં આપ્યો. ચીનમાં તેમણે કશી ખરીદી કરી નહીં. રોકડ ભેટો જે મળી, તે ત્યાં જ આપી દીધી.
![]() |
| Ravishankar Maharaj in Peking Peace Conference, 1952 / રવિશંકર મહારાજ પેકિંગની શાંતિપરિષદમાં |
એશિયા-પેસિફિકના દેશોની શાંતિ પરિષદમાં મહારાજે તેમના પ્રવચનમાં ગાંધીજીને યાદ કરીને કહ્યું, ‘ગાંધીજીના વિચાર અને આચારના કેન્દ્રમાં શાંતિ જ હતી. ખોટા દેશાભિમાન કે સંકુચિત રાષ્ટ્રવાદથી એમણે ક્યારે પણ પોતાના ઘ્યેયને દૂષિત થવા દીઘું નથી. એ કહેતા કે દુનિયાની બધીયે વસ્તુઓ સમાજની સહિયારી છે, અને માણસજાતે એની ન્યાયી વહેંચણી કરીને એ ભોગવવાની છે. મૂઠીભર માણસોનો કે એકાદ રાષ્ટ્રનો એના પર ઇજારો ન હોવો જોઇએ.’ તેમની સાથે રહેલા ઉમાશંકર જોશીએ પોતાના પુસ્તક ‘ચીનમાં ૫૪ દિવસ’માં નોંઘ્યું છે કે ‘(મહારાજનું) ભાષણ બહુ માનપૂર્વક સંભળાયું હતું અને એ દિવસોમાં ભાષણ પૂરું થતાં ઊભા ન થવાની સૂચના હતી. છતાં આખું સભાગૃહ ઊભું થઇ ગયું હતું.’ (સ્ટેન્ડિંગ ઓવેશન)
![]() |
| Ravishankar Maharaj in a school in Shanghai / શાંઘાઇના બાલમંદિરમાં રવિશંકર મહારાજ અને પ્રતિનિધિઓ |
ચીનથી પાછા ફર્યા પછી ‘મારો ચીનનો પ્રવાસ’ પુસ્તકમાં મહારાજે ચીનનાં અઢળક વખાણ કર્યાં. ‘યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અને પ્રોફેસરોને મળ્યો. ત્યાં તેમની સાદાઇ અને દેશની ભાષા પ્રત્યેના પ્રેમનો મને અનુભવ થયો...ત્યાં મેં કોર્ટો જોઇ, પણ ધંધાદારી વકીલ ન જોયા. અને કેસનો નિકાલ વગર ખર્ચે તથા ઝડપથી થતો જોયો...ત્યાંની સભાઓ જોઇ અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યદિનનું છ લાખ માણસોનું સરઘસ પણ જોયું. એની શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જોઇને મને ખૂબ આનંદ થયો...હું ચીનનાં ગામડાંઓમાં ફર્યો, ખેડૂતોનાં ઘરોમાં રહ્યો, ત્યાંનાં ખેતરોમાં ધૂમ્યો... મેં ન જોયાં કોઇ કામધંધા વગરના નવરા માણસો, નાગાં-ભૂખ્યાં માણસો કે ભિખારીઓ. મેં ગરીબાઇ જોઇ, પણ ભૂખમરો ન દીઠો. સૌ ખાધેપીધે સુખી માલૂમ પડ્યાં. ત્યાં ઘણી વસ્તુઓની તંગી જોઇ, પણ નિરાશા ન ભાળી...જેને ભાગે જે કામ આવ્યું તે સૌ કોઇ ઉત્સાહ અને આનંદથી કરતાં હતાં. કોઇના ઉપર કામ કે મજૂરી લદાઇ છે એમ ન જણાયું... છ મણ (કાચા) વજન કાવડમાં ઊંચકીને સહેલાઇથી ચાલતા ખેડૂતો અને મજૂરોનાં કાંડા-બાવડાની તાકાત જોઇ. મોટાં તોતિંગ યંત્રો સિવાય, જાતમહેનતથી, ૧૨૫ માઇલની નહેર એક વર્ષમાં દસ લાખ માણસોએ તૈયાર કરેલી મેં જોઇ. મેં ૫૦ હજાર માણસોને એકી સાથે નહેર પર કામ કરતાં જોયાં અને સંઘશક્તિ અને સંઘવ્યવસ્થાનાં મને દર્શન થયાં...ત્યાં મેં રેલગાડીમાં મુસાફરી કરી, પણ ન જોયાં ગીરદી કે ચઢતાં-ઊતરતાં થતો ધસારો કે ધક્કામુક્કી. ન જોયાં મેં વિના ટિકિટે મુસાફરી કરી ભીડ કરતાં માણસો.’
આ પ્રકારનું વર્ણન દેખીતી રીતે જ અહોભાવથી તરબોળ અને અવાસ્તવિક લાગે. પરંતુ ચીન વિશેની પોતાની દૃષ્ટિ સ્પષ્ટ કરતાં મહારાજે લખ્યું હતું,‘હું ચીનમાં ઉઘાડી આંખ અને ખુલ્લા કાન રાખીને ફર્યો. ત્યાં ઘણું ઘણું જોયું, પણ મેં નિર્ણય કર્યો હતો કે દોષ જોવા માટે ડોકિયું કરીને ન જોવું. તેથી મારા દેશને લાભ પણ શો? મારે તો જાણવું હતું કે કઇ રીતે તેઓએ તેમના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નોનો નિકાલ કર્યો હતો અને નિરાશાના વાતાવરણમાંથી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આથી વિના સંકોચે હું રોજિંદા જીવનના અનેક પ્રશ્નો પૂછતો- રાજકીય, સામાજિક અને આર્થિક. છતાં આટલા મોટા દેશમાં બે માસમાં જોવાય પણ કેટલું? વળી મેં જે જોયું અને મને જે સારું લાગ્યું તે બધાને કસોટીએ ચડાવી ખાતરી કરી નથી.’
ચીનયાત્રાનો તેમણે કાઢેલો અને તેમના ખપનો સાર આટલો હતો : ‘આ બઘું શી રીતે થયું? ત્યાં સરકાર, તંત્ર, પ્રજા અને આગેવાનો, બધા વચ્ચે સુમેળ છે અને બધા ભેગા મળીને પોતાના દેશને બેઠો કરવા પ્રયત્ન કરે છે...દેશની દૃષ્ટિએ જીવવાની ભાવના જોઇ. મને બહુ આનંદ થયો. એ આનંદ અને ઉત્સાહ સાથે મારા દેશમાં આવી ભાવના કેમ જાગે એના વિચારો કરતો હું ત્યાંથી પાછો ફર્યો.’
ચીની પ્રમુખની પાંચ કલાકની અમદાવાદ-મુલાકાત નિમિત્તે થયેલા કરોડોના છેતરામણા ભપકા વાતાવરણમાં છવાયેલા હોય, ત્યારે મહારાજ સરખા સાચકલા ગાંધીજનનું સ્મરણ કદાચ થોડાં પવિત્ર સ્પંદન જગાડે.
Labels:
China,
history/ઇતિહાસ,
ravishankar maharaj
Monday, February 03, 2014
ઓનલાઇન અફવાબાજી : ફુગ્ગાના જંગલમાં ટાંકણીઓની ઝરમર
‘કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના’ - એવી જૂની કહેણીમાં થોડો ફેરફાર કરીને ઇન્ટરનેટના જમાનામાં કહેવું પડે, ‘પોસ્ટ કરતા ભી દીવાના, શેર કરતા ભી દીવાના’.
થોડા વખત પહેલાં ચીનના પાટનગર બેજિંગનો એક ફોટો ફરતો થયો. તેમાં ઘુમ્મસછાયા શહેરની વચ્ચે મુકાયેલા એક વિરાટ એલઇડી સ્ક્રીન પર સૂર્યોદય દેખાતો હતો. કૃત્રિમ સૂર્યોદયની આ તસવીર સાથેનું લખાણ એ મતલબનું હતું કે ‘બેજિંગમાં પ્રદૂષણ બહુ વધી ગયું છે. દિવસો સુધી સૂર્ય જોઇ શકાતો નથી. એટલે ચીનની સરકારે જાહેરમાં સ્ક્રીન મૂકીને લોકોને સૂર્યોદય બતાવવાની વ્યવસ્થા કરી છે. એ જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી રહ્યાં છે.’
વાત સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવી નથી, પણ ‘ચીનમાં કંઇ પણ શક્ય છે.’ એવું ધારીને ઇન્ટરનેટ પર આ તસવીર ‘ચીનની વાસ્તવિકતા’ તરીકે ફરતી થઇ ગઇ. ‘ફેસબુક’ કે ઓછી જાણીતી વેબસાઇટો તો ઠીક, ‘ટાઇમ’ અને ‘હફિંગ્ટન પોસ્ટ’ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતી સાઇટોએ પણ સ્ક્રીન પર સૂર્યોદયના ‘સમાચાર’ ચમકાવ્યા.
વઘુ તપાસ પછી ઇન્ટરનેટના માઘ્યમ થકી જ જાહેર થયું કે એ સમાચાર ટાઢા પહોરનું ગપ્પું હતા અને મસાલેદાર સમાચારો માટે કુખ્યાત બ્રિટિશ ટેબ્લોઇડ ‘ધ ડેઇલી મેઇલે’ તે ચગાવ્યા હતા. ફોટો સાચો હતો, પણ હકીકત એ હતી કે ચીનમાં પ્રવાસનની જાહેરખબરો માટે જાહેર સ્થળોએ આવા સ્ક્રીન મુકાયા હતા. તેમાં ચાલતી જાહેરખબરમાં સૂર્યોદયનું દૃશ્ય ચાલતું હશે ત્યારનો આ ફોટો ફરતો થઇ ગયો.
આ બફાટથી એ પણ જણાયું કે પાશ્ચાત્ય પ્રસાર માઘ્યમો ચીન વિશે કંઇ પણ પ્રસિદ્ધ કરી શકે છે અને લોકો એ સાચું માની લેવા તૈયાર હોય છે. એમાં પણ હવામાનના પ્રદૂષણનો વિષય સૌથી લોકપ્રિય છે. ચીનમાં એ સમસ્યા ગંભીર છે એ સાચું, પણ તેને લગતું જે આવે તે ખરાઇ કર્યા વિના ચઢાવી દેવું - અને પછી પ્રામાણિકતાપૂર્વક કબૂલાત ન કરવી, માફી ન માગવી- એ સમસ્યા પણ ગંભીર ન કહેવાય? (તેને ઉતાવળીયા પત્રકારત્વનું પ્રદૂષણ કહી શકાય)
ફક્ત સ્ક્રીન-સૂર્યોદય જેવી હળવી બાબતોમાં આવી ‘ભૂલ’ થાય છે, એવું માની લેવું નહીં. આ જ અરસામાં, ઉત્તર કોરિયાના એક સમાચાર પણ ઇન્ટરનેટ પર અને અખબારોમાં ફરી વળ્યા હતા. તેમાં જણાવાયું હતું કે દેશના વડા કિમ જોંગે તેના કાકાને એવી રીતે મોતની સજા કરી કે તેમને નિર્વસ્ત્ર કરીને ૧૨૦ ભૂખ્યા શિકારી કુતરા છોડી મૂકવામાં આવ્યા. આ સમાચારમાં કેટલીક ક્રૂરતાપૂર્ણ વિગતો પણ હતી. જેમ કે, ‘સજા’નો અમલ કિમ જોંગની હાજરીમાં થયો અને તેમણે આ દૃશ્યનો આનંદ લીધો.
થોડા સમય પછી આ સમાચાર પણ પાયા વગરના સાબીત થયા. હોંગકોંગના કોઇ અખબારે એ વહેતા કર્યા હતા. દક્ષિણ કોરિયા કે ચીનનાં પ્રસાર માઘ્યમો તો એને અડ્યાં નહીં, પણ બાકીના જગતમાં કૂતરાંએ કરેલા કાકાના કરુણ અંજામની કથા છવાઇ ગઇ. ચીનની જેમ ઉત્તર કોરિયા વિશે પણ સાચા સમાચાર મળવા અઘરા હોય છે અને ત્યાંના સરમુખત્યારો કંઇ પણ કરી શકે, એવી (અમુક અંશે સાચી) માન્યતા લોકો ધરાવે છે. પરંતુ સામાન્ય જનતા અને સમાચારની જવાબદારી ધરાવતા લોકો વચ્ચે ફરક ન હોવો જોઇએ?
‘બીજા લઇ લેશે અને આપણે રહી જઇશું તો?’ એવી સ્પર્ધાપ્રેરિત અસલામતી અને કશુંક જબરદસ્ત નવું શોધવાનો ઉત્સાહ ઘણી વાર ગોટાળાના રસ્તે દોરી જાય છે. વેબસાઇટ પર આ ભયસ્થાન મોટા પ્રમાણમાં રહે છે. કારણ કે મસાલેદાર સમાચાર પહેલા રજૂ કરવાનો ફાયદો મોટો હોય છે અને એ ચૂકી જવાથી બીજી કોઇ સાઇટ એ તક લઇ જાય છે. એને બદલે, ખરાઇની ઝંઝટમાં પડ્યા વિના એક વાર ન્યૂઝ ચડાવી દેવા અને સચ્ચાઇ સામેથી દરવાજો ઠોકતી આવે, ત્યારે તેને પણ રજૂ કરવી, એવી નીતિ વેબસાઇટના સંચાલકો અપનાવી રહ્યા છે.
આ વર્ષના આરંભે અને ગયા વર્ષના અંતમાં ઇન્ટરનેટ પર અનેક ‘ધુપ્પલ’ મોટા પાયે ચાલી ગયાં. જેમ કે, એક બહેને પોતાની કાલ્પનિક ગરીબીની કથા હૃદયદ્રાવક રીતે લખી અને મદદની અપીલ કરી. તો તેમને ૬૦ હજાર ડોલર જેટલી મદદ ઇન્ટરનેટ થકી મળી. એક ટીવી પ્રોડ્યુસરે ફક્ત ગમ્મત માટે એવી વાર્તા ઉપજાવી કાઢી કે વિમાની મુસાફરી વખતે તેમને એક સહયાત્રી સાથે તકરાર થઇ. આ તકરારમાં કરેલા ‘ટ્વીટ’ (ટિ્વટર પરનાં લખાણ) તેમણે ઇન્ટરનેટ પર મૂક્યાં, એટલે તે તત્કાળ હિટ થઇ ગયાં. આશરે ૫૬ લાખ લોકોએ ટિ્વટર પર ભજવાયેલું એ યુદ્ધ જોયું. જાણીતી વેબસાઇટ buzzfeed.com પર આ ટ્વીટ-યુદ્ધ મૂકાયું, તો તેને પણ ૧૫ લાખ લોકોએ જોયું. પછી પ્રોડ્યુસર મહાશયે જાહેર કર્યું કે ‘લડાઇ કેવી ને વાત કેવી? આ બધી તો મેં ઉપજાવી કાઢેલી કથા હતી. હું મારા ટ્વીટરના ફોલોઅર્સને કહેતો હતો ને એમાં સમાચારમાઘ્યમો ટપકી પડ્યાં.’
એકાદ ચટાકેદાર સ્ટોરીથી વેબસાઇટોના મુલાકાતીઓની સંખ્યામાં એકદમ ઉછાળો આવે. એટલે જાહેરખબરની આવક વધવાની ઉજળી શક્યતા રહે. સામે પક્ષે જોનારને સમય સિવાયનું કશું દેખીતું નુકસાન નથી. અણદેખીતું નુકસાન એ છે કે ગમે તેવી વસ્તુઓ વિના વિરોધે કે વગર વિચાર્યે માની લેવાની ટેવ દૃઢ બને છે. અંગ્રેજીમાં hoax તરીકે ઓળખાતી ફેંકાફેંક ઓળખી પાડવા માટે hoax-slayer.com જેવી સાઇટો ઘણા વખતથી ચાલે છે. પરંતુ સોશ્યલ નેટવર્કિંગની બોલબાલાના યુગમાં જૂઠાણાંનું પ્રમાણ વધી ગયું છે. ક્લિકભૂખી સમાચાર-સાઇટો કોઇની મસ્તીને પણ ગંભીરતાથી સાઇટ પર રજૂ કરીને ક્લિક ઉઘરાવી જાય છે. સાચા અને ચેડાંગ્રસ્ત સમાચાર વચ્ચેનો ભેદ ઝડપથી ઉકેલવા માટે નવી સાઇટો અથવા ચાલુ સાઇટમાં નવા વિભાગ ઊભા કરવાનો રિવાજ વ્યાપક બની રહ્યો છે.theatlantic.com જેવી સાઇટ પરના સમાચાર અને gawker.com પર શરૂ થયેલો વિભાગ AntiViral એનાં ઉદાહરણ છે.
‘ઝેરનું મારણ ઝેર’ એ ન્યાયે ઇન્ટરનેટ થકી ફેલાયેલી અફવાને ઇન્ટરનેટ થકી રદીયો આપી શકાય છે. પરંતુ ખુલાસો થતાં સુધીમાં સાઇટ પર ટ્રાફિકની બરાબર ધડબડાટી બોલી ચૂકી હોય છે- અને સાઇટોને તેનો કશો અફસોસ પણ નથી હોતો. ‘અમારું કામ ઇન્ટરનેટ પર જે આવે છે તે રજૂ કરવાનું છે. અસલી દુનિયામાં એવું થયું હતું કે નહીં, એની ખરાઇ કરનારા જુદા હોય છે. તે અમારી જવાબદારી નથી.’ આવી માન્યતા ધરાવતો વર્ગ પણ પ્રસાર માઘ્યમોમાં છે.
કેટલાંક જૂઠાણાં કામચલાઉ હોય છે, તો કેટલાંક કાયમી. જેમ કે, ‘ગાંધીહત્યાની અંતિમ ક્ષણ’ અથવા ‘રાષ્ટ્રપિત્યાચા અંતિમ ક્ષણ’ એવું મથાળું ધરાવતું એક અખબારી કટિંગ પણ ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરે છે. તેમાં બંદૂકધારી ગોડસે અને ગાંધીજીની તસવીર નીચે લખવામાં આવ્યું છે કે મુંબઇની ગિરગામ ચોપાટીના એક દરજીની દુકાને આ દુર્લભ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે આ અખબારે મહાપરાણે હાંસલ કરે છે. ગાંધીજીની હત્યા થઇ ત્યારે આ તસવીર કોઇ અંગ્રેજી અખબારમાં છપાઇ હોવાનું પણ તેમાં જણાવાયું છે.
નથુરામ ગોડસેનો ચહેરો અત્યંત જાણીતો હોવા છતાં, આ તસવીરમાં રહેલા સાવ જુદો ચહેરો ધરાવતા જણને લોકો નથુરામ ગોડસે માની બેસે છે. ગોડસે ગાંધી પર ગોળી ચલાવતા હોય ત્યારે આજુબાજુ ઉભેલા લોકો ટોળે વળીને જોઇ ન રહે, એટલો સાદો વિચાર પણ ‘કંઇક નવીન અને મસાલેદાર’ના ઉત્સાહમાં આવતો નથી. હકીકતમાં આ તસવીર સ્ટેન્લી વોલ્પર્ટના પુસ્તક ‘નાઇન અવર્સ ટુ રામ’ પરથી બનેલી ફિલ્મની છે, જેમાં ગાંધીહત્યા પહેલાંના નવ કલાકનો ઘટનાક્રમ આલેખવામાં આવ્યો હતો. ઇન્ટરનેટના જમાનામાં આ તસવીરને નવું જીવન મળ્યું છે. એ દર થોડા મહિને કે વર્ષે ચલણમાં આવતી અને નવા લોકોને ચકરાવે ચડાવતી રહે છે. (વધુ વિગતો માટે આ પોસ્ટ જુઓઃ http://urvishkothari-gujarati.blogspot.in/2011/06/blog-post_206.html )
ઇન્ટરનેટ-પ્રવાહોના અભ્યાસીઓને લાગે છે કે ૨૦૧૪નું વર્ષ, કમ સે કમ વેબસાઇટો માટે, ‘આ સમાચાર સાચા નથી’ એવાં મથાળાં ધરાવતા સમાચારનું વર્ષ બની રહેવાનું છે.

Gandhi/ગાંધી,
hoax,
it
Tuesday, October 30, 2012
ભ્રષ્ટાચાર સામે જંગ: અમેરિકા, ચીન, ભારત
પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની સાથે જ ભ્રષ્ટાચાર ભળેલો છે. વ્યાપક અર્થમાં ભ્રષ્ટાચારનો સીધો સંબંધ લાલચ સાથે છે અને ‘સુધરેલી’ માનવજાતના સંદર્ભે તેનો સંબંધ નાગરિકમૂલ્યો, સામાજિક મૂલ્યો તથા કાયદાપાલન સાથે છે. એટલે જ, કોઇ પ્રદેશ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત હોવાનો દાવો કરી શકે નહીં. છતાં, દેશ-પ્રદેશ પ્રમાણે ભ્રષ્ટાચારની માત્રા બદલાતી રહે છે.
ભારતમાં ભ્રષ્ટાચારનો ઉપાડો છેલ્લા થોડા સમયથી સતત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અન્ના હજારેએ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કે ઘટાડવા જનલોકપાલ ખરડાની માગણીકરી એ હવે ભૂલાયેલો ભૂતકાળ છે. પરંતુ એ નિમિત્તે બીજા દેશ ભ્રષ્ટાચાર સાથે કેવી રીતે કામ પાડે છે અને તેમાં કેટલી સફળતા મેળવે છે, તે જોવા જેવું છે. એ વિગતો જાણ્યા પછી, ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક મુગ્ધ માન્યતાઓ દૂર થાય તો પણ ઘણું.
ચીની ઇલાજઃ સજા-એ-મૌત
ચીન અને અમેરિકા ગુજરાત-ભારત માટે બે કાયમી સંદર્ભબિંદુઓ હોય છે- ચાહે તે લશ્કરી તાકાતની વાત હોય કે આર્થિક મહાસત્તા બનવાનો મુદ્દો. ભ્રષ્ટાચારના મુકાબલાના મુદ્દે પણ આ દેશો વિશેની થોડી જાણકારી ઉપયોગી નીવડે એવી છે. કારણ કે બન્નેની દિશા સાવ અલગ અને એટલે જ પરિણામ પણ સાવ જુદાં છે. વળી, બન્ને દેશો ભ્રષ્ટાચારના મુદ્દે તાજેતાજા સમાચારમાં છે.
ચીનમાં એકહથ્થુ સત્તા ભોગવતો સામ્યવાદી પક્ષ ભ્રષ્ટાચારના મામલે કડક કાર્યવાહીની વાતો - અને ઘણી વાર અમલ- કરવા માટે જાણીતો છે. બહુ જૂની વાત નથી. હજુ ગયા વર્ષના જુલાઇ મહિનામાં બે ઉપનગરપતિ- વાઇસ મેયરને કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર બદલ ગુનેગાર ઠેરવીને મોતની સજા આપવામાં આવી. ત્યાર પહેલાં ૨૦૧૦માં ચોંગકિંગ શહેરના પોલીસ વડાને અને ૨૦૦૭માં ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ વડાને પણ ભ્રષ્ટાચારના ગુના બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો. એ જ વર્ષે શાંઘાઇમાં પક્ષના વડા અને પોલીટ બ્યુરોના સભ્ય જેવો મોભાદાર હોદ્દો ધરાવતા ચેન લિઆંગ્યુને પેન્શન ભંડોળમાં ગોટાળા કરવા બદલ ૧૮ વર્ષની જેલની સજા થઇ. ચીનના પ્રમુખ હુ જિન્તાઓએ તેમના પક્ષના સભ્યોને કહ્યું કે ‘ભ્રષ્ટાચાર સામેની લડત સામ્યવાદી પક્ષના અસ્તિત્ત્વ માટે ચાવીરૂપ છે.’
આટલું વાંચીને કોઇ પણ ભારતીયને વિચાર આવે કે ‘કેટલું સારું કહેવાય! ભ્રષ્ટાચારના ગુનામાં ભારતે ચીનનું અનુકરણ કરવું જોઇએ. ગમે તેવા મોટા ગુનેગારની શેહશરમ નહીં અને ગુનો સાબીત થાય એટલે ભ્રષ્ટાચારીને મોતની સજા જ આપી દેવાની. ભલે એ થોડી ઘાતકી લાગે, પણ એનાથી કેવો સજ્જડ દાખલો બેસી જાય. આવું બે-ચાર વાર થાય, પછી કોઇની મજાલ છે કે ભ્રષ્ટાચાર આચરવાની હિંમત કરે?’
પાનના ગલ્લે-ચાની કીટલી પર અને ઘણી વાર તેની ગરજ સારતી ‘ફેસબુક’ પર કે કેટલીક કટારોમાં આવું કહીને તાળીઓ ઉઘરાવી શકાય, પરંતુ મૃત્યુદંડ જેવી કડક સજાઓનો કેટલો દાખલો બેસે છે, એ જાણવા માટે ચીનનું સમગ્ર ચિત્ર જાણવું જરૂરી છે. આકરામાં આકરી સજા થવા છતાં, ચીનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઉપરથી નીચે સુધી ભયંકર હદે વધી ગયું છે. બી.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે, ફક્ત વર્ષ ૨૦૦૯માં ૧ લાખથી પણ વઘુ અફસરો ભ્રષ્ટાચારના આરોપમાં ગુનેગાર પુરવાર થયા હતા. દસ લાખ યુઆન (આશરે દોઢ લાખ અમેરિકન ડોલર) કરતાં વઘુ રકમનો ભ્રષ્ટાચાર કરનારા અફસરોનું પ્રમાણ પણ વઘ્યું હતું. વિકાસના નામે થઇ રહેલી જમીન અને સંસાધનોની સોદાબાજીઓમાં ખાટી ગયેલા અફસરો અને આગેવાનોની સંખ્યા પણ મોટી હતી.
વિશિષ્ટ વિરોધાભાસનાં કારણ
એક તરફ કડકમાં કડક સજા અને બીજી તરફ ભ્રષ્ટાચારના વધતા કિસ્સા- આવો વિરોધાભાસ કેમ? તેનું એક કારણ લેખના આરંભે જ જણાવ્યું છે. બીજું મોટું કારણ એ કે ચીનમાં સજા ગુનો જોઇને નહીં, પણ ગુનેગારને જોઇને કરવામાં આવે છે. કારણ કે ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી કરતું તંત્ર જાસુસી ખાતાની જેમ વિગતો જાહેર કરવા બંધાયેલું નથી. કેટલા લોકોને સજા થઇ, એના આંકડા જેવી પ્રાથમિક માહિતી પણ ચીન આપતું નથી. એટલે, સત્તાધીશોની કૃપાદૃષ્ટિ હોય ત્યાં સુધી ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલુ રહે છે. પરંતુ શાંઘાઇના નેતા ચેન લિઆંગ્યુ પ્રમુખ હુ જિન્તાઓના હરીફ તરીકે મજબૂત બનતા લાગે, ત્યારે તેમને ભ્રષ્ટાચારના (સંભવતઃ સાચા) આરોપો બદલ ૧૮ વર્ષની સજા થઇ જાય છે.
બો સિલાય જેવા ચીનના ‘વિકાસપુરૂષ’ વિદેશી મૂડીરોકાણ અને ઝાકઝમાળથી રાષ્ટ્રિય નેતાગીરીને આંજી શકે છે અને તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આરોપ નજરઅંદાજ થઇ જાય છે. તેમના જ એક મળતીયા પોલીસવડા અમેરિકાની એલચીકચેરીમાં જઇને વટાણા વેરી નાખે- અને તેમાં એવું પણ જાણવા મળે કે રાષ્ટ્રિય નેતા થવા ઉત્સુક બો દેશના ટોચના નેતાઓના ફોન ટેપ કરાવતા હતા, ત્યારે પણ બો વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી થતી નથી. છેક ગયા સપ્તાહે આખરે બોને પક્ષના સભ્યપદેથી દૂર કરાતાં, તેમની સામેની કાયદેસર કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે. પરંતુ દેખીતું છે કે બે શહેરોના ઉપનગરપતિઓને ભ્રષ્ટાચારની સજા કરવા માટે જેવો ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો કે બોના મળતીયા પોલીસવડાને જે રીતે મોતની સજા આપી દેવામાં આવી, એવું બોના કિસ્સામાં બન્યું નહીં. કારણ કે તે પક્ષના એકદમ ટોચના સંગઠનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.
હદ તો ત્યારે આવી કે ‘ભ્રષ્ટાચાર શાસક પક્ષ સામેનો સૌથી મોટો પડકાર છે’ એવું કહેનારા ચીનના વર્તમાન પ્રીમિયર વન જિઆબાઉના શાસન દરમિયાન તેમના પરિવારજનોએ અઢળક સંપત્તિ એકઠી કરી હોવાના આરોપ ગયા અઠવાડિયે થયા. એટલું જ નહીં, આવતા મહિને ચીનમાં થનારા દસવર્ષીય સત્તા પરિવર્તનમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જેમનું નામ બોલાય છે, તે શી જિનપંિગ ઉપર પણ અઢળક (અપ્રમાણસરની) સંપત્તિના આરોપ વિદેશી પ્રસાર માઘ્યમોમાં ચમક્યા છે. દેખીતી રીતે જ ચીની વેબસાઇટો અને પ્રસાર માઘ્યમો આ સમાચારો પર ઢાંકપિછોડો કરવાની પૂરતી કોશિશ કરી રહ્યાં છે.
ભ્રષ્ટાચાર જેવા ગુનામાં મૃત્યુદંડ જેવી સજા આપવા માટે એકહથ્થુ શાસનવ્યવસ્થા જરૂરી છે- અને એક વાર એવી ‘વ્યવસ્થા’ આવે તો પછી ભ્રષ્ટાચારી કોણ, તે પણ એ વ્યવસ્થા જ નક્કી કરે છે. એટલે ભ્રષ્ટાચારનિવારણનો અને ન્યાયનો મૂળભૂત આશય માર્યો જાય છે.
અમેરિકાઃ કાયદાનો અમલ
યોગાનુયોગે અમેરિકાનું ન્યાયતંત્ર પણ ગત સપ્તાહે રજત ગુપ્તાના ચુકાદા બદલ ચર્ચામાં રહ્યું. વોલ સ્ટ્રીટના માંધાતા, મેકિન્ઝી કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ અને ‘ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ’, ‘અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન’ જેવી સંસ્થાઓના સ્થાપક તરીકે રજત ગુપ્તા અમેરિકાના જાહેર જીવનમાં મોટી હસ્તી ગણાતા હતા. મેકિન્ઝી જેવી મસમોટી કંપનીના વડા તરીકે નિમણૂંક પામનારા તે પહેલા ભારતીય હતા. શિક્ષણ-આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે ચાલતી સેવાપ્રવૃત્તિમાં સામેલગીરીને કારણે તેમને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા મળી હતી. એટલે તેમની પર ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ના- બીજા (મિત્ર)ને ફાયદો કરાવવા માટે ગુપ્ત માહિતી આપવાના- અને છેતરપીંડીના આરોપો થયા, ત્યારે અમેરિકા ઉપરાંત ભારતમાં પણ સૌને આઘાત લાગ્યો. એક વાર તેમની ધરપકડ અને જામીન પર છૂટકારો થયા પછી, ગુપ્તાના વકીલે નિર્દોષતાનું ગાણું ચાલુ રાખ્યું. પણ તેમની ગરબડોના પુરાવા મળી આવ્યા પછી ગુપ્તા પરનો આરોપ સંગીન જણાવા લાગ્યો. તેમને સજા પડે એ પણ નક્કી થઇ ગયું.
પરંતુ રજત ગુપ્તા એવી હસ્તી હતા કે જેમના બચાવમાં બિલ ગેટ્સ અને સંયુક્ત રાષ્ટ્સંઘના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાનથી માંડીને દીપક ચોપડા અને મુકેશ અંબાણી જેવા પોતપોતાના ક્ષેત્રના ૪૦૦ મહારથીઓએ ગુપ્તા સાથે નરમાશથી કામ લેવા ન્યાયતંત્રને વિનંતી કરી. એવું પણ સૂચવવામાં આવ્યું કે સજારૂપે ગુપ્તાને રવાન્ડા જેવા કોઇ દેશમાં સમાજસેવા માટે મોકલી આપવા. એ દેશમાં પડનારી અગવડો તેમના માટે સજારૂપ બનશે અને ગુપ્તાની પ્રતિભાને કારણે તેમની કામગીરીથી એ દેશને લાભ થશે.
અમેરિકન જજ રાયકાફે ભ્રષ્ટાચારવિરોધના ઉભરા કે પાઠ ભણાવી દેવાના ઉત્સાહ વિના, પણ ન્યાયની પ્રક્રિયા અને તેના હાર્દને ઘ્યાનમાં રાખીને ગુપ્તાને બે વર્ષની જેલ અને ૫૦ લાખ ડોલરના દંડનો ચુકાદો આપ્યો. તેમણે ગુપ્તાની વિશિષ્ટ સેવાઓની નોંધ લીધી અને કહ્યું કે તેમનો ગુનો તેમની ભૂતકાળની પ્રતિષ્ઠા કરતાં સાવ વિપરીત છે. છતાં ગુનો એ ગુનો. ન્યાયપ્રક્રિયાનું હાર્દ સમજાવતાં તેમણે કહ્યું કે ગુનાની ગંભીરતા સ્થાપિત કરવા, કાયદા પ્રત્યે લોકોના મનમાં આદર જગાડવા, ગુનેગારને ભવિષ્યમાં બીજો ગુનો કરતાં અટકાવવા- તેનાથી સમાજને બચાવવા ગુનેગારને સજા આપવી જરૂરી છે. આ કારણોમાંથી ગુનાના પુનરાવર્તન માટે ગુપ્તાને સજા કરવાની જરૂર નથી. કારણ કે તેમના જેવા માણસ માટે બદનામી જ પૂરતી છે. પરંતુ ‘ઇનસાઇડર ટ્રેડંિગ’ જેવા ગુનામાં લોકો પકડાતા ન હોય અને તેનો છોછ પણ લોકોના મનમાંથી નીકળી ગયો હોય, ત્યારે દાખલો બેસાડવા માટે પણ અર્થપૂર્ણ સજા થવી જોઇએ.
અમેરિકામાં ભ્રષ્ટાચારના કિસ્સા સામે લડવા માટે કોઇ અલાયદું માળખું નથી. સરકારી ભ્રષ્ટાચાર નિવારવા માટે સ્થપાયેલી ‘ઓફિસ ઓફ ગવર્ન્મેન્ટ એથિક્સ’ જુદા જુદા સરકારી વિભાગોની મદદથી અને તેમની કામગીરીના સંકલનથી જ ચાલે છે. આ ઓફિસનું કામ વિવિધ આચારસંહિતાઓ અને તેના ભંગ માટેના દંડ નક્કી કરવાનું છે. જાહેર સેવકથી શું થાય અને શું ન થાય, તે આ કચેરી નક્કી કરે છે. એટલે કે, તેનું કામ ભ્રષ્ટાચારને અટકાવવાનું છે. પરંતુ એક વાર ભ્રષ્ટાચારનો કિસ્સો બની જાય, તો એ વિશેનો પોતાનો અહેવાલ કે પુરાવા આ કચેરી ન્યાયતંત્રને અને સંસદને આપી દે છે. ત્યાંથી એનું કામ પૂરું. પછીની કાર્યવાહી માટે અમેરિકામાં પૂરતા કાયદા છે, જેનો અમલ કરનારા જસ્ટિસ રાયકોફ જેવા ન્યાયાધીશો પણ છે.
ભ્રષ્ટાચારવિરોધી કાયદા ફક્ત અમેરિકામાં જ નહીં, ભારત સહિતના દેશોમાં અસ્તિત્ત્વ ધરાવે છે. ખરી મુશ્કેલી તેના અમલની છે. સાથોસાથ, રજત ગુપ્તાના કેસમાં જોવા મળ્યું તેમ, ભ્રષ્ટાચારને સામાજિક સ્વીકૃતિ ન મળે એ પણ સ્વસ્થ નાગરિક સમાજનું લક્ષણ છે. ભ્રષ્ટાચારવિરોધી કાયદાના અમલની સાથોસાથ ભ્રષ્ટાચારને સામાજિક રાહે જાકારો આપવામાં પણ ‘વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા’એ ઘણું કામ કરવાનું રહે છે. એ ન થાય ત્યાં લગી વઘુ જોગવાઇઓ કે નવાં માળખાં ઊભાં કરવાથી શું વળશે? એ વિચારવા જેવું છે.
Labels:
China,
corruption,
us
Tuesday, May 29, 2012
મહત્ત્વાકાંક્ષાના ઉધામા અને અંજામ
એક નેતા એવા, જે એક પ્રાંતના સ્તરે રહીને રાષ્ટ્રિય નેતાગીરીનાં સપનાં જુએ. પોતાની ફૂંફાડા મારતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઇ પણ હદે જવાનો તેમને છોછ નહીં. પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓને ગણકારે નહીં. પ્રજાના પૈસે પોતાનો જયજયકાર કરાવવામાં એ પાવરધા. પોતે રહ્યા એક પ્રાંતના મુખિયા, પણ ‘એપ્કો વર્લ્ડવાઇડ’ જેવી આંતરરાષ્ટ્રિય પી.આર.કંપનીની સેવા લઇને દેશવિદેશમાં પોતાની એવી વાહવાહ કરાવે કે સૌને લાગેઃ આખા દેશમાં નેતા તો આ એક જ છે.
જાહેરમાં તે ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવે, પણ એમના પોતાના ભ્રષ્ટાચારનો પાર નહીં. લોકોને તે સંસ્કૃતિ-અસ્મિતાનાં અફીણ પાય અને પોતે વૈભવી જીવન જીવે. રાજ્યના લોકો પર પ્રભાવ જમાવવા માટે તે ભય અને અહોભાવ- બન્નેનો સરખો ઉપયોગ કરી જાણે. તેમના વિકાસના મોડેલની આખા દેશમાં ચર્ચા થાય. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ લાવીને પોતાનો વિકાસપુરૂષ તરીકે જયજયકાર કરાવે, પણ એવાં મૂડીરોકાણથી પોતાને થતો ફાયદો અને રાજ્યને થનાર નુકસાન જાહેર ન કરે. પ્રજાને મૂળભૂત સુવિધાનાં ફાંફાં હોય ત્યારે જાહેર ઉત્સવોના નામે અઢળક નાણાંનો બગાડ કરવામાં તે નંબર વન. ઉદ્યોગપતિઓ સાથેની તેમની ઘનિષ્ઠ સાંઠગાંઠ. ‘સેલિબ્રીટી’ લેખકો તેમની ભાટાઇ કરે, આગામી સત્તાપરિવર્તન વખતે ટોચના સત્તાવર્તુળમાં પહોંચી જવા માટેનો તેમનો થનગનાટ સૌ જાણે.
આ નેતા એટલે...
...ચીનના બો સિલાય/BoXilai (સાચું કહેજો, તમારા મનમાં કોનું નામ હતું?)
પહેલાં કદી જેમનું નામ ન સાંભળ્યું હોય એવા ચીનના કોઇ નેતા વિશે આપણે શા માટે વાંચવું જોઇએ- એ સવાલના જવાબમાં આગળ આપેલી લક્ષણોની યાદી પૂરતી છે. તેમાં એટલું ઉમેરવું જોઇએ કે ગુજરાતમાં સરકારી રાહે ચીનની સાથે હરીફાઇની ઘણી વાતો થાય છે. ચીની નેતા બો સિલાયની લાક્ષણિકતાઓ જાણ્યા પછી નથી લાગતું કે ગુજરાતની હરીફાઇ ચીન સાથે હોવાના ગુજરાતી મુખ્ય મંત્રીના દાવામાં ઘણો દમ છે?
આપખુદશાહીનો અંજામ
ચીનના રાજકારણને ઉપરતળે કરનારી અને તેની સરકારને ભારે શરમમાં નાખનારી પરિસ્થિતિ છેલ્લે ૧૯૮૯માં વિદ્યાર્થીઓએ કરેલા બળવા વખતે ઊભી થઇ હતી. બેજિગના ત્યાનઆનમેન ચોકમાં વિદ્યાર્થી સામે છોડી મૂકાયેલી ટેન્કોની હરોળનું દૃશ્ય ચીનના નિષ્ઠુર-ઘાતકી વલણના પ્રતીક તરીકે જગવિખ્યાત બન્યું. તેની આપખુદશાહી ટકી રહી, પણ આઘાતનાં મોજાં સત્તાનાં મૂળીયાં સુધી પ્રસર્યાં હતાં. ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે બહારથી નહીં પણ અંદરથી, એવી જ સ્થિતિ બો સિલાય પ્રકરણમાં સર્જાઇ છે.
૬૨ વર્ષના બો સિલાયનો સત્તાવાર હોદ્દો ચીનના ૩.૧ કરોડની વસ્તી ધરાવતા ચોંગકિગમાં સામ્યવાદી પક્ષના બોસ તરીકેનો. (ચીનમાં તેના માટે વપરાતો શબ્દ છેઃ સેક્રેટરી) સ્થાનિક પોલીસ વડા વાંગ સાથે મળીને તેમણે કડક હાથે ચલાવેલી ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીથી લોકોમાં સોપો અને બો સિલાયનો છાકો પડી ગયો હતો. સામ્યવાદી પક્ષની રાષ્ટ્રિય સમિતી (પોલિટબ્યુરો)ના તે સભ્ય હતા. છેલ્લા થોડા સમયમાં બો સિલાયનું રાજકીય કદ એટલું વઘ્યું હતું કે આ વર્ષે ચીનના સામ્યવાદી પક્ષમાં થનારા નેતાગીરીના પરિવર્તનમાં તે ટોચ પર પહોંચે, એ નક્કી મનાતું હતું. દેશનું રાજ ચલાવતી નવ સભ્યોની નિર્ણાયક સમિતિમાં બો સિલાયને સ્થાન મળ્યા પછી દેશના બીજા અને પહેલા નંબરનું સ્થાન પણ તેમના માટે હાથવેંતમાં આવી જાય. પણ એક નાટકીય ઘટનાએ આખો તખ્તો પલટી નાખ્યો અને બોને હીરોમાંથી ઝીરો બનાવી દીધા. આંતરરાષ્ટ્રિય સ્તરે ચીનનો ફજેતો થયો તે વધારાનો.
તા.૬ ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ ચોંગકિગના પોલીસવડા વાંગ અમેરિકાની એલચી કચેરીમાં પહોંચી ગયા અને ત્યાં એમણે રાજદ્વારી આશ્રય માગ્યો. એ માટે હમણાં સુધી બોના ખાસ ગણાતા વાંગે આપેલું કારણઃ ‘બો સિલાય તરફથી મને જીવનું જોખમ છે.’ પોતાના દાવાના સમર્થનમાં વાંગે અમેરિકાની એલચી કચેરી સમક્ષ બોનાં કરતૂતો અને તેમની અસલિયતના વટાણા વેરી નાખ્યા.
બો સિલાયની દુષ્ટતાને આંતરરાષ્ટ્રિય અપીલ બક્ષતો મુદ્દો હતોઃ બ્રિટીશ બિઝનેસમેન નીલ હેવૂડની હત્યા. વાંગના આરોપ પ્રમાણે, બો સિલાયની વકીલ પત્નીએ શરાબમાં ઝેર આપીને હેવૂડને ખતમ કર્યો. હેવૂડ બોના ગોરખધંધાનો સાથી હતો. પણ આરોપ પ્રમાણે, બો પરિવારે ભેગી કરેલી અઢળક સંપત્તિ વિદેશ લઇ જવામાં હેવૂડે વધારે પડતું કમિશન માગ્યું. ખિજાયેલા બોએ હેવૂડને એક રીસોર્ટમાં બોલાવીને તેનો ફેંસલો આણી દીધો. હેવૂડના મૃતદેહનું પોસ્ટમોર્ટેમ કર્યા વિના તેને સીધો દફનાવી દેવાયો અને ‘પીણામાં ઝેર’ના કારણની કશી તપાસ કરવામાં આવી નહીં. ચોંગકિગના રાજા જેવો દબદબો ધરાવતા બો સિલાયનો હુકમ હોય પછી દોઢડાહ્યા થવાની કોની મજાલ છે?
![]() |
| Bo Xilai with his wife & son |
આ બનાવના બે મહિના પછી પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદી ગ્વાંગચેંગને આશ્રય આપનાર અમેરિકાની એલચી કચેરીએ, પોલીસ વડા વાંગને રાજદ્વારી આશ્રય આપવાનો ઇન્કાર કર્યો. બહાર નીકળેલા વાંગની ચીની સરકારે ધરપકડ કરી, પણ ત્યાં સુધીમાં ટોચની નેતાગીરીના પ્રતીક જેવા બો સિલાયના ગોરખધંધા ખુલ્લા પડી ચૂક્યા હતા. સેન્સરશીપ પર મુસ્તાક ચીન પણ તેની પર ઢાંકપિછોડો કરવાની સ્થિતિમાં ન રહ્યું. બો સિલાયને પક્ષના (પોલિટબ્યુરોના) હોદ્દેથી બરતરફ કરીને, અસલ ચીની સ્ટાઇલમાં અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા, જ્યાંથી તેમના ભવિષ્ય અંગે ફેંસલો થશે. બો સિલાયનો અત્યાર સુધીનો દરજ્જો અને તેની સાથે સંકળાયેલી પક્ષની આબરૂનો વિચાર કરીને, અત્યારે તો તેમની પર ફક્ત ‘પક્ષના નિયમોના ગંભીર ઉલ્લંઘન’નો આરોપ મુકાયો છે.
![]() |
| Dragon: Tied & (being) tested |
ટોચેથી સીધા ખાઇમાં
ચીનના એકપક્ષીય, સામ્યવાદી રાજકારણમાં પણ વંશપરાપરાની જબરી બોલબાલા છે. પક્ષમાં ઊચો હોદ્દો ધરાવતા પિતાના પુત્રોનું ચીનના રાજકારણમાં ઘણું વર્ચસ્વ છે. બો સિલાયના પિતા એક સમયે મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. માઓની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ વખતે ગદ્દારમાં ગણાઇ ગયેલા સિનિયર બો માઓના મૃત્યુ પછી ફરી ઊંચકાયા અને ૧૯૭૯માં વાઇસ પ્રીમિયર બન્યા. સામ્યવાદી પક્ષના વડા જિઆંગ ઝેમીનના ખાસ બનેલા સિનિયર બોને કારણે બો સિલાયની રાજકીય કારકિર્દી સડસડાટ આગળ ચાલી.
સામ્યવાદી પક્ષના કાર્યકર બન્યા પછી એકાદ દાયકામાં બો સિલાયને ૬૦ લાખની વસ્તી ધરાવતા દાલિઅન શહેરનું મેયરપદું મળી ગયું. તેમનાં પત્ની જાણીતાં વકીલ અને સસરા ભારે વગદાર. એટલે બો સિલાયની આકાંક્ષાઓ અને આપખુદશાહી પોસાતાં ગયાં. કેન્દ્ર સરકારનાં અઢળક નાણાંની મદદથી બો સિલાયે દાલિઅન શહેરને હોંગકોંગના મોડેલ પર વિકસાવ્યું. જાપાની કંપનીઓએ ત્યાં મૂડીરોકાણ કર્યું. પ્રજાને કોઇ પણ રીતે આંજવા ઉત્સુક બોએ અવનવા ઉત્સવો અને ઝાકઝમાળ પાછળ ઘૂમ ખર્ચ કર્યો. સ્થાનિક ફૂટબોલ ટીમને અસ્મિતાનું કેન્દ્ર બનાવી દીધી. બો સિલાયની ભાટાઇ કરતા લેખો અખબારોમાં છપાવા લાગ્યા અને આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમો સુધી એ પ્રવૃત્તિ પહોંચી. તેના જોરે બોને લાયોનિગ પ્રાંતનું ગવર્નરપદું અને ૩૭૦ સભ્યોની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મળ્યું.
બો સિલાયની મહત્ત્વાકાંક્ષાનો પાર ન હતો. ઘૂમ ખર્ચ અને સઘન પ્રયત્નોથી ઊભી કરેલી તેમની જાહેર છબીની લોકો ઉપરાંત પક્ષ ઉપર પણ અસર પડી રહી હતી. પરંતુ તેમની ઉદ્દંડતાએ હદ વટાવી ત્યારે સજારૂપે તેમને દાલિયનમાંથી દૂરના ચોંગકિગ પ્રાંતમાં ખસેડવામાં આવ્યા. ત્યાં પણ સરકારી આતંકવાદ, સત્તાવાર ખંડણી અને અઢળક ભ્રષ્ટાચારને ઝાકઝમાળ અને વિકાસના આવરણ તળે સંતાડીને, બોએ આપત્તિને અવસરમાં પલટી નાખી. પોલીસવડા વાંગને હાથમાં રાખીને તેમણે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશના નામે વિરોધીઓને ઠેકાણે પાડી દીધા અથવા ખૂણે ધકેલી મૂક્યા. તેમની આ ઝુંબેશનાં ગુણગાન ગાતાં પુસ્તકો લખાયાં, તેની પરથી ટીવી સિરીયલ અને ફિલ્મ પણ તૈયાર કરાવાઇ. ભ્રષ્ટાચારવિરોધની ઝુંબેશો કરતા બો સિલાયે દરમિયાન અઢળક નાણાં બનાવ્યાં હતાં. સમાજવાદની વાતો કરતા બોની સત્તાવાર આવક મઘ્યમ હતી, પણ વિદેશમાં અભ્યાસ કરતા તેમના પુત્રની વૈભવી જીવનશૈલી ઘણી વાર સમાચારોમાં ઉછળતી હતી.
રસ્તે આવતા તમામ અવરોધોને કચડી નાખીને ટોચે પહોંચી જવાના ઝનૂનમાં બોને કોઇની શરમ નડતી નહીં. આત્મવિશ્વાસના અતિરેકમાં તેમણે પોલીસ વડા વાંગની મદદથી પોતાના પક્ષના રાષ્ટ્રિય સ્તરના, ટોચના નેતાઓના ફોનનું ટેપિગ શરૂ કરાવ્યું. ફોન ટેપિગની શરૂઆત સરકારી રાહે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે લડવાના આશયથી થઇ, પણ બો અને વાંગની મંડળીએ તેનો છેડો છેક ચીનના વડા હુ જિન્તાઓ સુધી પહોંચાડ્યો. એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટ ૨૦૧૧માં પહેલી વાર ટોચની નેતાગીરીને બો સિલાયના ફોન ટેપિગ પરાક્રમ વિશે જાણ થઇ. ત્યાર પછી ખાનગી રાહે બો સામે થયેલી તપાસમાં સામ્યવાદી નેતાગીરીને ખાતરી થઇ કે બો સિલાય ધગધગતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા કોઇ પણ હદે જઇ શકે એમ છે.
વાંગે અમેરિકાની એલચી કચેરીમાં જઇને રહસ્યો ઉઘાડાં પાડ્યા ત્યારે ચીની નેતાગીરીએ હત્યાનાં આરોપી બો સિલાયનાં પત્ની કરતાં પણ પહેલાં બો ઉપર તવાઇ ઉતારી. બો સિલાય કેસમાં ફોનટેપિગના આરોપ ચીનનાં સરકારી પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતા નથી. કારણ કે તેમાં છેવટે સામ્યવાદી પક્ષનું નાક કપાય એમ છે. બો સામે થનારી કાનૂની કાર્યવાહીમાં પણ એ આરોપ સામેલ ન કરાય એવી સંભાવના છે. પરંતુ ૬૨ વર્ષના બો સિલાયની ઝળહળતી કારકિર્દી પર અત્યારે તો કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું હોય એવું લાગે છે. ચીનની નેતાગીરીનાં બેવડાં ધોરણો, વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસના મોડેલનું એક વરવું પાસું ફરી એક વાર ઉઘાડાં પડી ગયાં છે.
Labels:
China,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Sunday, May 27, 2012
ચીનના પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદીઃ ચેન ગ્વાંગચેંગ
હોલિવુડની મસાલા ફિલ્મોને ટક્કર મારે એવા ઘટનાક્રમમાં, ૪૦ વર્ષના અંધ કર્મશીલ ચેન ગ્વાંગચેંગ ચીની સરકારના લોખંડી ચોકીપહેરાને અંધારામાં રાખીને નાસી છૂટવામાં સફળ થયા. તેમના સાહસથી ચીનનું નાક કપાઇ ગયું ને દુનિયાની આંખો ઉઘડી ગઇ
![]() |
| ચેન ગ્વાંગચેંગ /chen guangcheng with his wife |
ઇશ્વરની કૃપા થાય તો પંગુ પર્વત ઓળંગી શકે ને મૂંગા બોલતા થઇ જાય, એવો જાણીતો શ્વ્લોક છે. પરંતુ બધાને ઇશ્વરની કૃપા માટે રાહ જોઇને બેસી રહેવાનું મંજૂર હોતું નથી. પોતાના મરણીયા પ્રયાસ અને ઇશ્વરની કૃપા વચ્ચે તેમને મન કશો ફરક હોતો નથી. ચીનના, હવે વિશ્વવિખ્યાત કર્મશીલ, ચેન ગ્વાંગચેંગ/Chen Guangcheng એનું તાજું ઉદાહરણ છે.
‘માનવ અધિકારવાદી’ અને ‘કર્મશીલ’ જેવા શબ્દોની- તેની સાથે સંકળાયેલી કામગીરીની તમામ આપખુદ શાસકોને અને તેમનાં વાજિંત્રોને એકસરખી એલર્જી હોય છે- એ વાત ચાહે ગુજરાતની હોય કે ચીનની. ગુજરાત ભારતમાં હોવાને કારણે, રાજ્યની ઘણી લોકશાહી સંસ્થાઓને સરકારે પંગુ બનાવી દીધા પછી પણ, મૂળભૂત લોકશાહી તેનાં મૂળીયાં સહિત અડીખમ છે. એ બાબતમાં ચીનનો ઇતિહાસ અને વર્તમાન ભયંકર છે. સામ્યવાદી પક્ષના એકહથ્થુ, એકપક્ષીય શાસનમાં સરકારની સેન્સરશીપ અને તેની ધાક એવાં મજબૂત છે કે તેમની ઇચ્છા વિના પાંદડું પણ હાલી ન શકે. વાસ્તવિક દુનિયાની વાત તો છોડો, ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ ચીનની સરકારનું મોટું ગળણું ઇચ્છે એટલી જ માહિતી લોકો સુધી પહોંચે. પરંતુ આ વર્ષે ચીનની સરકારની હાલત, ‘શોલે’માં ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ અસરાની જેવી થઇઃ ‘અમારી ઇચ્છા વિના પારેવું પણ ફરકી શકતું નથી’ એવો સરકારનો ફાંકો એક પ્રજ્ઞાચક્ષુ વિદ્રોહી ચેને ઘૂળચાટતો કરી દીધો.
ચેન ગ્વાંગચેંગને ખરેખર તો વિદ્રોહી પણ ન કહેવાય. નાનપણથી દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ચેને મોટી ઉંમરે, બાકાયદા નહીં પણ અનૌપચારિક રીતે, કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે ‘શારીરિક મર્યાદા ઓળંગીને નમૂનેદાર જીવન જીવનાર યુવાન’ તરીકે સ્થાનિક પ્રસાર માઘ્યમોમાં તેમની પ્રશંસા થતી હતી. પરંતુ કાયદો શીખવા પાછળનો ચેનનો હેતુ ડિગ્રી મેળવીને બેસી રહેવાનો ન હતો. તેમણે સરકારી તંત્રની આપખુદશાહી વિરુદ્ધ સ્થાનિક પ્રજાની ફરિયાદો પર કામ શરૂ કર્યું. તેમણે પોતાના વતન શેન્દોંગ પ્રાંતમાં કુટુંબ નિયોજનના બહાને થતા અત્યાચારો સામે ઝુંબેશ ઉપાડી.
એક સમયે ચીની સરકારે પરિવારદીઠ એક સંતાનની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી હતી. પરંતુ ચેને કામ શરૂ કર્યું ત્યારે કાયદામાં એવી જોગવાઇ હતી કે કોઇ પરિવાર ઇચ્છે તો ઠરાવેલો દંડ ભરીને તે બીજું સંતાન મેળવી શકે. ચેનની લડત બીજી કોઇ ક્રાંતિકારી માગણી માટે નહીં, પણ આ કાયદાનું યથાયોગ્ય પાલન થાય એટલા પૂરતી જ હતી. પરંતુ ચીનમાં ગમે તેવા કાયદેસર હેતુ માટે, સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એટલે આફતને નોતરું આપવા બરાબર ગણાય. ચેને પોતાના માટે એવાં આમંત્રણોની હારમાળા સર્જી દીધી.
શેન્દોંગ પ્રાંતના અધિકારીઓ સ્થાનિક મહિલાઓનો પરાણે ગર્ભપાત કરી નાખતા કે તેમની પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખતા. દંડ ભરીને બીજું સંતાન મેળવી શકવાનો કાયદો હોવા છતાં, આ જબરદસ્તીનું કારણ એટલું જ કે જે પ્રાંતમાં પરિવારદીઠ એકથી વઘુ સંતાનોનું પ્રમાણ વધારે દેખાય, ત્યાંના અધિકારીઓ તેમના ઉપરીઓની નજરમાંથી ઉતરી જતા હતા. તેમની બઢતીની તકો રોળાઇ જતી હતી. એટલે પોતાનો ચોપડો ઉજળો બતાવવા માટે તે બળજબરીથી મહિલાઓને ઓપરેશન કે ગર્ભપાત માટે ધકેલી દેતા. ચેને આ જોરજુલમી સામે કાનૂની લડત આદરી.
વિરોધથી ન ટેવાયેલા સરકારી તંત્રે ૨૦૦૫માં પહેલી વાર ચેનની ધરપકડ કરી. તેમની સામે અદાલતી કાર્યવાહી થઇ અને ‘ટ્રાફિકને ખલેલ પહોંચાડવા બદલ’ તથા ‘સંપત્તિના નુકસાન’ જેવા બનાવટી આરોપો માટે ચેનને ચાર વર્ષની સજા થઇ. ૨૦૧૦માં સજા કાપીને બહાર આવ્યા પછી પણ ચેનને નજરકેદમાં રાખવામાં આવ્યા. દરમિયાન, માનવ અધિકાર ક્ષેત્રે કામ કરનાર પ્રજ્ઞાચક્ષુ બહાદુર તરીકે ચેન ગ્વાંગચેંગનું નામ પશ્ચિમી દેશોમાં જાણીતું બની ચૂક્યું હતું.
આખરે એપ્રિલ ૨૨, ૨૦૧૨ના રોજ ચેને એવું પરાક્રમ કરી દેખાડ્યું, જેના વિસ્તૃત ઘટનાક્રમનો તાળો પૂરેપૂરો તો હજુ સુધી મળ્યો નથી, પણ જે બન્યું તેની ‘આઇસન અફેર્સ’ના પત્રકારે મેળવેલી વિગતો ટૂંકમાં આ પ્રમાણે ઃ પત્નીની મદદથી દીવાલ કૂદીને ચેન બાજુના ઘરના વાડામાં પહોંચી ગયા. કેટલાક અહેવાલ પ્રમાણે આ કામ ચેને ૨૦ એપ્રિલના દિવસે જ પાર પાડી દીઘું હતું. રાત પડ્યા પછી તે અથડાતા કૂટાતા પોતાના ગામમાં થઇને નદી સુધી પહોંચ્યા. આંખોમાં કાયમ અંધારું ઉતરેલું હોય એવા ચેનને બહારના અંધારાથી કશો ફરક પડતો ન હતો. ઉલટું, એ તેમના માટે ફાયદાકારક નીવડ્યું. કારણ કે અંધારામાં પહેરેદારોની દૃષ્ટિ મર્યાદિત બની. એ થોડા ગાફેલ પણ હશે.
ચેને પહેલાં નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ નદી ઘણી મોટી હતી. એટલે તેમણે પુલ પરથી ચાલીને નદી પાર કરી. પુલ પર પહેરેદારો હોવા જોઇએ, પણ એ ત્યાં ન હતા અથવા ઉંઘી ગયા હતા. પરિણામે, સેંકડો વાર ઠેસઠોકર ખાતા, અથડાતાકૂટાતા ઘાયલ ચેન પુલ ઓળંગીને બીજા ગામ પહોંચી ગયા. ઘરની દીવાલ કૂદતી વખતે ચેનનો પગ ભાંગ્યો હતો. ત્યાર પછી આ સફર ખેડવામાં ચેને કેવા મક્કમ મનોબળથી કામ લીઘું હશે તેની કલ્પના જ કરવી રહી.
બીજા ગામમાં એક મિત્રને મળ્યા પછી, ત્યાંથી ચેનના ભાઇ-ભાભીનો સંપર્ક કરવામાં આવ્યો. એ સૌએ મળીને પાટનગર બેજિંગમાં કેટલાક શુભેચ્છકો-મદદગાર મિત્રો સાથે વાત કરી અને ચેનને આશરે ૫૦૦ કિલોમીટર દૂર બેજિંગમાં આવેલા અમેરિકી દૂતાવાસમાં સહીસલામત પહોંચાડ્યા. બે મહિના પહેલાં જ, ચીનના એક મોટા નેતા સાથે સાંઠગાંઠ ધરાવતા અને પછીથી અલગ પડેલા પોલીસ અફસર અમેરિકી દૂતાવાસમાં આશ્રય માટે પહોંચ્યા હતા. તેમને અમેરિકાએ સંઘર્યા ન હતા. પણ ચેનનો કિસ્સો અલગ હતો. ૨૮ એપ્રિલના રોજ ત્યાં પહોંચેલા ચેનને, ચીનની જુલમી સરકારથી સલામત એવા અમેરિકાના કિલ્લેબંધ દૂતાવાસમાં સમાવી લેવાયા.
શરૂઆતમાં ચેનનું વલણ એવું હતું કે ચીની સરકાર પાસેથી અમુક પ્રકારની ખાતરી મેળવ્યા પછી ચીનમાં જ રહેવું અને લડત આગળ ચલાવવી. પરંતુ બીજી મેના રોજ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એ દરમયાન અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ચીન જવાનાં હતાં. તેમના પ્રવાસના હેતુ આર્થિક સહિત બીજી બાબતોને લગતી વાટાઘાટોના હતા. પરંતુ તેમની મુલાકાત વખતે ચેનનો મુદ્દો છવાયેલો રહ્યો.
શરૂઆતમાં ‘આંતરિક બાબતોમાં દખલ’ના મુદ્દે ચીન અમેરિકાથી ખૂબ નારાજ હતું. તેના વિદેશમંત્રીએ એક તબક્કે અમેરિકા પાસેથી માફીની માગણી કરી હતી. પરંતુ હિલેરી ક્લિન્ટનની મુલાકાત પછી એવો વચલો રસ્તો નીકળ્યો કે અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી ચેનને કાયદાના અભ્યાસ માટે ફેલોશીપ આપે અને એ હેતુ આગળ કરીને ચેન, દેશ છોડી જતા વિદ્રોહી તરીકે નહીં, પણ ચીની સરકારની પરવાનગીથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની હેસિયતથી, અમેરિકા જાય.
આ રાજદ્વારી સમાધાન મુજબ ચેન પત્ની-બે બાળકો સાથે અમેરિકા પહોંચી ગયા છે, પરંતુ તેમના પરિવારના બીજા સભ્યો ચીનમાં જ છે. તેમની સાથે અને ચેનને નાસી છૂટવામાં મદદ કરનાર બીજા સાથીદારો સાથે ચીની સરકાર કેવો વર્તાવ કરશે, તે જાણવું અઘરું છે. આખા ચેન પ્રકરણ અંગે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીનહ્વાએ ૧૯ મેના રોજ ફક્ત એક જ લીટીનો અહેવાલ જારી કર્યો. તેમાં જણાવ્યું છે કે ‘સંબંધિત વિભાગોમાંથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વી ચીનના શેન્દોંગ પ્રાંતના ચેન ગ્વાંગચેંગે કાનૂની રાહે અમેરિકામાં અભ્યાસ માટે અરજી કરી છે.’
અભ્યાસ પૂરો કર્યા પછી ચીન પાછા ફરવા ઇચ્છતા ચેનની ઇચ્છા પૂરી થશે કે તે દેશની બહાર રહેતા વઘુ એક વિદ્રોહી નાગરિક બનીને રહી જશે, તે અત્યારે કહેવું અઘરું છે, પણ શારીરિક મર્યાદા અવગણીને ચેને લીધેલા હિંમતભર્યા પગલાથી ચીનમાં નવી હલચલ પેદા થઇ છે અને ચીની સરકાર વઘુ એક વાર કામચલાઉ ધોરણે કફોડી સ્થિતિમાં મૂકાઇ છે.
તા.ક. ચેન વિશેનાં કેટલાંક સરસ કાર્ટૂન, સંબંધિત કાર્ટૂનિસ્ટો-પ્રકાશનોના સૌજન્યથી
![]() |
| માનવ અધિકાર વિશે ચીની સરકારની 'દૃષ્ટિ' તપાસતા પ્રજ્ઞાચક્ષુ ચેન |
![]() |
| નાજુક સંતુલન |
![]() |
| ચેનનું અમેરિકાગમનઃ ચીનની દૃષ્ટિએ |
![]() |
| ખતરો હજુ દૂર થયો નથી |
અને દૃશ્યાત્મક આલેખનની દૃષ્ટિએ મારું સૌથી પ્રિય
Wednesday, November 09, 2011
મુખ્ય મંત્રીનો ચીનપ્રવાસઃ કાલ્પનિક ડાયરી
બઘું ધાર્યા મુજબ થશે તો ગુજરાતના મુખ્ય મંત્રી ગઇ કાલથી ચાર દિવસના ચીનના પ્રવાસે ઉપડી ગયા હશે. ચીનમાં મુખ્ય મંત્રી શું કરશે? મંચુરિયન ને હક્કા નુડલ્સ ખાશે? ચીનની દીવાલ પર ઉભા રહીને, ગુજરાતને બાકીના ભારતથી અલગ પાડતી, દુનિયાની મોટામાં મોટી દીવાલ બાંધવાની જાહેરાત કરશે? ચીની સરકારે વિદ્યાર્થી ક્રાંતિને ટેંકો તળે કચડી નાખી હતી, એ બેજિંગના ચોકમાં મુખ્ય મંત્રી ચાઇનીઝ પોશાક પહેરેલી પોતાની તસવીરો ધરાવતાં બે-ચાર હોર્ડિંગ મુકાવશે? વિકાસના રેશમી ગાલીચા તળે માનવ અધિકારોના ઉલ્લંઘનનો કચરો કેવી રીતે સંતાડવો એ વિશેની તરકીબોનું ‘સાંસ્કૃતિક આદાનપ્રદાન’ કરશે? મુખ્ય મંત્રીની પ્રતિભાથી પરિચિત લોકોના મનમાં આવા અનેક સવાલ જાગી શકે છે. કેવી હશે તેમના ચીનપ્રવાસની ડાયરી? તેમનો પ્રવાસ ભલે ચાલુ હોય, પણ કલ્પનાચક્ષુથી તેમની ચીનયાત્રાની ખાનગી ડાયરી આગોતરી જોઇ-વાંચી શકાય તો?
***
ખાનગી બાબતો આમ તો હું લખતો નથી. પહેલેથી મેં ટેવ જ નથી પાડી. ‘પહેલેથી’ એટલે ૨૦૦૨થી. મારી શરૂઆત આમ જુઓ તો ત્યારથી જ થઇ ગણાય ને! મને ત્યારથી જ સમજાઇ ગયું હતું ગમે તેટલું ખાનગીમાં લખ્યું હોય, પણ કોણ ક્યારે સામે પડે, કહેવાય નહીં. ઓફિસરોને શું? બધી વખતે આપણે કહીએ તેમ ન પણ કરે. એટલે સો વાતની એક વાત. લખવું જ નહીં. સહી કરવાની તો વાત જ નથી. લખવામાં આટલી સાવચેતી રાખી તો હવે પેલા રાજુભાઇ રામચંદ્રનભાઇ લઇ પડ્યા છે કે મારા બોલવા પર કેસ કરો. પણ મિત્રો, હું ગુજરાતવિરોધી ટોળકીનું કાવતરું સફળ નહીં થવા દઉં...
એક મિનીટ. હું ભૂલી ગયો કે હું ભાષણ કરી રહ્યો નથી, પણ લખી રહ્યો છું. હા, ચીનના પ્રવાસની ડાયરી લખવાનું નક્કી કર્યું છે. પણ ડાયરી હું મારા હાથથી લખવાનો નથી. એટલે ગમે ત્યારે હું કહી શકીશ કે આ ડાયરી મારા નામે બીજા કોઇકે લખી છે. એ વખતે સંજીવ ભટ્ટ પણ એવું નહીં કહી શકે કે મુખ્ય મંત્રીએ ડાયરી લખી ત્યારે હું હાજર હતો. જોકે, સંજીવનું તો ભલું પૂછવું. એ એવું પણ કહે કે મુખ્ય મંત્રીએ ડાયરી લખવાનો આદેશ આપ્યો ત્યારે હું હાજર હતો. ગુજરાતને બદનામ કરવાનું વઘુ એક કાવતરું. પણ હું મારા છતે (બીજા) કોઇનું કાવતરું સફળ થાય એ વાતમાં શો માલ છે?
હવે મુદ્દાની વાત પર આવું. ચીન વિશે અત્યાર સુધી બહુ સાંભળ્યું હતું. ‘ગુજરાતની હરીફાઇ ચીન સાથે છે’ એવું કહીને બહુ તાળીઓ ઉઘરાવી છે. એ ચીનના શાહુકાર- એટલે કે ચીનના મહેમાન- થવાનું મળ્યું, તેનો આનંદ છે. અમેરિકા પર આપણે કંઇ છાપ મારી છે? લોકો કહે છે કે ચીન અમેરિકાને પાછળ પાડીને સુપરપાવર બની જશે. મારે ચીનના નેતાઓને એ જ કહેવું છે કે જો તમે ગુજરાતનો એટલે કે મારો સહકાર લેશો તો આપણે ભેગા થઇને અમેરિકાને પતાવી દઇશું- અને સહકાર ન લેવો હોય તો હું એકલો જ એ કામ માટે સક્ષમ છું. હું બધી અમેરિકન કંપનીઓને એવી લલચામણી શરતોએ ગુજરાતમાં બોલાવી લઇશ કે અમેરિકામાં એકેય કંપની જ નહીં રહે. ગુજરાતમાં માણસોને વાહન ચલાવવાની કે ખેતી કરવાની જગ્યા નહીં રહે એ જુદી વાત છે. પણ એવું હોય તો ગુજરાતીઓ અમેરિકા સેટલ થઇ જશે. એનો આપણને વાંધો નથી. ત્યાં રહીને એ પણ અત્યારના એનઆરઆઇઓની જેમ આપણાં ગુણગાન ગાશે.
મારે અમેરિકાને બતાવી દેવું છે કે મને વિઝા ન આપનાર દેશનું શું થાય છે. ખરેખર મારે એમ જ કહેવું જોઇતું હતું કે અમેરિકાની મંદી મારો હાયકારો લાગવાથી જ આવી છે. પણ એ કહેવામાં મોડું થઇ ગયું. જોઇએ, ચીન સાથે કેવોક ખેલ પાડી શકાય છે.
***
ચીનમાં બે દિવસ થયા. મને સૌથી મોટી નવાઇ એ વાતની લાગે છે કે અહીં નેતાઓનાં હોર્ડિંગ ખાસ જોવા મળતાં નથી. તો પછી એ લોકો રાજ શી રીતે ચલાવતા હશે? અને સુપરપાવર શી રીતે બની શકશે? ગુજરાતની પ્રગતિનો અસલી રાઝ છેઃ મારાં હોર્ડિંગ. સામાન્ય રીતે લોકો સિદ્ધિ મેળવ્યા પછી હોર્ડિંગ મૂકતા હોય, પણ મેં નવો રિવાજ પાડ્યો છેઃ પહેલાં હોર્ડિંગ મૂકી દેવાનાં. સિદ્ધિ પછી મળવી હોય તો મળે. કંઇ નહીં તો સૌથી વધારે હોર્ડિંગની સિદ્ધિ તો મળે જ મળે. મેં ચીની નેતાઓને આ વાત સમજાવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ મારી સામે જોઇને ઝીણી આંખે તાકી રહ્યા. મારી વાત સાંભળીને એમની આંખ ઝીણી થઇ કે એમની આંખો એવી જ હતી, એ મને ખ્યાલ ન આવ્યો.
ચીનના થોડા નેતા સાથે હું બંધબારણે ૫૭ મિનીટ બેઠો. અમે ઘણી વાતો કરી. એ બધી બિનસત્તાવાર હતી. પણ કોઇને કાનમાં કહેવાને બદલે ડાયરીમાં લખવાનું મને વધારે ગમશે. એ લોકોએ મારા વિશે ઘણું સાંભળ્યું હતું. એમના મનમાં અનેક સવાલો ને જિજ્ઞાસા પણ હતાં. એમને જાણવામાં રસ હતો કે લોકશાહીના માળખામાં રહીને, બંધારણ હોવા છતાં તેની ઐસીતૈસી કેવી રીતે કરી શકાય, મિડીયાની સ્વતંત્રતા હોવા છતાં અને તેમની પર કોઇ જાતની સેન્સરશીપ ન હોવા છતાં તેમને કાબૂમાં કેવી રીતે રાખી શકાય, આપણા વિરોધી પ્રચારમાંથી ફાયદો કેવી રીતે મેળવી શકાય, સરમુખત્યારીના લોખંડી સકંજા વિના લોકોને લાંબા સમય સુધી પ્રભાવમાં કેવી રીતે રાખી શકાય...
ગુજરાત વિશેના તેમના સામાન્ય જ્ઞાનથી મને બહુ આનંદ થયો અને ગીતાવચન યાદ આવ્યું કે કરેલું એળે જતું નથી. મેં એમને આખી વાત માંડીને સમજાવી. કહ્યું કે તમે ધારો છો એવું કંઇ હોતું નથી. લોકશાહી, સરમુખત્યારશાહી, બંધારણ, મિડીયા બઘું કહેવાનું છે. છેવટે પોતાની આવડત પર બધો આધાર છે. મેં એમ પણ કહ્યું કે એવું હોય તો તમે ચૂંટણી યોજો ત્યારે મને બોલાવજો- બને તો ટ્રેન વ્યવહાર હોય એવા કોઇ રાજ્યમાં- અથવા અમારે ત્યાં ચૂંટણી યોજાય ત્યારે તમે જોવા આવજો. લોકશાહી કેમ ચાલે છે, મિડીયાનો શું ભાવ છે, લોકો કેવા અંજાયેલા છે એ બઘું પ્રત્યક્ષ જોવા મળશે. ચીનાઓ માનવ અધિકારોને ખિસ્સામાં મૂકીને ઓલિમ્પિકનું સફળ આયોજન કરી શક્યા હતા. એટલે મારી વાતમાં તેમને સમજણ પડી.
***
છેલ્લા દિવસ સુધી બધી વાતો થઇ, પણ મારા મનમાં ગુજરાતના હિતનો વિચાર સતત ઘોળાયા કરતો હતો. મને થતું હતું કે આ લોકો આપણી સાથે એકેય એમઓયુ ન કરવાના હોય, તો આ બધી ડાહીડાહી વાતોનો શો અર્થ છે? આપણી પ્રજા એમઓયુની ભાષા વધારે સમજે છે. તેની વિગતોમાં ઉતરવાનો ને અમલીકરણ તથા અસરો જોવાનો કોને ટાઇમ છે? મેં અગાઉ કેટલાક ચીની ઉદ્યોગપતિઓને કાનમાં ફૂંક મારી રાખી હતી. આપણા ઉદ્યોગપતિઓને તો હવે ફૂંક મારવાની પણ જરૂર ન હોય. એટલે છેલ્લા દિવસે બઘું ગોઠવાઇ ગયું. મારા મનમાં છાપાનાં મથાળાં ને સમાચાર તરવરવા લાગ્યાં છેઃ ‘ગુજરાત સાથે ચીનના અમુક લાખ કરોડના એમઓયુ. ચીની સરકાર ગુજરાતમાં તાલુકે તાલુકે માનવ અધિકાર પ્રશિક્ષણની હાઇટેક સંસ્થાઓ શરૂ કરશે. તેનાથી માનવ અધિકારના મુદ્દે ગુજરાતને બદનામ કરતી ગુજરાતવિરોધી ટોળકીને જડબાતોડ જવાબ મળશે અને માનવ અધિકારના મુદ્દે તે ગુજરાત સામે આંગળી ચીંધી નહીં શકે.
Subscribe to:
Posts (Atom)