Showing posts with label corruption. Show all posts

Wednesday, July 11, 2018
કાળાં નાણાં, ગુલાબી સપનાં
દેશની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી, તેની અનેક કલ્પનાઓ હોય છે. કોઈને લાગે છે કે લોકો અમારા ગુરુનું શરણું સ્વીકારે તો બધી સમસ્યાઓ ઉકલી જાય. કોઈ માને છે કે દેશમાંથી એક યા બીજી કોમના લોકોને હાંકી કાઢવામાં આવે, તો બધું ઠીક થઈ જાય. વાત ફક્ત આર્થિક સમસ્યા પૂરતી મર્યાદિત રાખીએ તો, ઘણાને લાગે છે કે ધર્મસ્થાનોનાં નાણાં દેશની તિજોરીમાં આવે તો ઉદ્ધાર થઈ જાય. આ બધી રંગીતરંગી છતાં વારંવાર ઉછાળાતી કલ્પનાઓ હોય છે. તેમના જેવી જ છતાં તેમની સરખામણીમાં વધારે તાર્કિક રીતે, વધારે જોશભેર રજૂ કરાતી એક કલ્પના છેઃ પરદેશમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું આવી જાય તો કામ થઈ જાય.
'વિદેશમાં રહેલું કાળું નાણું' --આ શબ્દપ્રયોગ એટલો પ્રભાવક છે કે તે વાંચી-સાંભળીને લોકોના એક કાનમાં રોષની ને બીજા કાનમાં આશાની ઘંટડી વાગવા માંડે છે. ત્યાર પછી સ્વસ્થતા જાળવી રાખવી અઘરી હોય છે. કેમ કે, મન પર કાલ્પનિક રકમનું વજન સવાર થઈ જાય છે. સરેરાશ લોકો કરોડની કે બહુ તો અબજની વાત હોય ત્યાં સુધી સમજી શકે. પરંતુ મામલો તેનાથી ઉપર જાય, એટલે બધું સરખું લાગવા માંડે છે. દસ હજાર કરોડ ને એક લાખ કરોડ વચ્ચે આંકડાકીય તફાવત તો લખીને સમજાવી શકાય, પણ તેની માનસિક અસરમાં ઝાઝો તફાવત પડતો નથી. આ મનોવૈજ્ઞાનિક હકીકતનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવીને કાળાં નાણાંના સ્વાર્થી કે પરમાર્થી ઝુંબેશકારો મન ફાવે એવા આંકડા ઉછાળે છે.
વર્ષો લગી કાળાં નાણાં વિદેશમાં ખડકવાના મામલે સ્વિત્ઝર્લેન્ડનું નામ ચર્ચામાં રહ્યું. 'સ્વિસ બૅન્ક' એ શબ્દપ્રયોગનો એવો દબદબો રહ્યો કે એ જાણે સ્વિત્ઝર્લેન્ડના પાટનગરમાં આવેલી કોઈ ભવ્ય છતાં બે નંબરી બૅન્કની વાત ચાલતી હોય એવું લાગે. સ્વિસ બૅન્કમાં જમા થયેલાં નાણાંની વાત ભ્રષ્ટાચારવિરોધી લડાઈનો મુખ્ય આરોપ બની અને સ્વિસ બૅન્કમાંથી નાણાં પાછાં લાવવાનો વાયદો રસદાર લૉલિપૉપ. વિદેશમાં રહેલાં નાણાંનો મામલો કેટલો પેચીદો છે, તે સમજાવવાને બદલે, ઝડપથી છવાઈ જવા માટે આખા મુદ્દાનું અતિસરળીકરણ કરી નાખવામાં આવ્યું. લોકો સમક્ષ એવી છાપ ઊભી કરવામાં આવી કે સહેજ જોરથી હાકોટો પાડીશું એટલે સ્વિસ બૅન્ક દોડતી આવીને રૂપિયા પાછા આપી જશે. બસ, અમે આવીએ એટલી જ વાર છે.
વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આણવાના નામે ચાલતી બાળવાર્તાઓમાં છેલ્લા થોડા વખતથી ફેરફાર કરવો પડે એમ છે. ફક્ત વયથી જ નહીં, સમજથી પણ પુખ્ત બનવા ઇચ્છતા લોકો માટે ઘણી વાર સમાચાર આવે છે કે સવાલ કોઈ એક સ્વિસ બૅન્કનો ન હતો. સ્વિત્ઝર્લેન્ડની બૅન્કિંગ પ્રણાલિનો અને ખરું જોતાં તેના અર્થતંત્રનો નોંધપાત્ર હિસ્સો આવાં બેનંબરી-બેનામી નાણાં પર આધારિત હતો. તેમાં ખાનગી માહિતી જાહેર કરનાર બૅન્ક કર્મચારીને દંડ અને સજા ફટકારવાનો કાયદો હતો. હવે મુખ્યત્વે અમેરિકાના દબાણથી સ્વિત્ઝર્લેન્ડને કાયદામાં ફેરફાર કરવા પડ્યા અને તેની બૅન્કોમાં જમા થતાં નાણાંની વિગતો આપવાનું સ્વીકારવું પડ્યું.
પરંતું વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનું એક તાળું ખુલી રહે, ત્યાં લગી 'પનામા પેપર્સ' જેવા કેટલાક દસ્તાવેજો જાહેર થયા. ત્યારે સ્પષ્ટ થવું જોઈએ કે કાળાં નાણાંના નામે માત્ર સ્વિત્ઝર્લેન્ડને નિશાન બનાવવાનું કેટલું અપૂરતું છે અને તેની સાથે સંધિ થયા પછી સમસ્યા ઉકલી ગયાનો દાવો નકરું જૂઠાણું છે. સાદું કારણ એટલું જ કે ટૅક્સ હૅવન (haven/આશરો મેળવવાનું ઠેકાણું) તરીકે ઓળખાતા દુનિયાના દોઢ-બે ડઝન નાના દેશો (ઘણા ટાપુ દેશો) આ ધંધો કરે છે. તેમાં છાપે ચડેલા પનામા ઉપરાંત મોરેશિયસ, બહામા, બર્મુડા, મૉનેકો જેવા ઘણાનો સમાવેશ થાય છે. ત્યાં. કરવેરાનાં ધોરણ અત્યંત ઉદાર હોય છે. એટલે કંપનીઓ કે વ્યક્તિઓ આવા દેશોની બૅન્કમાં પોતાનાં ખાતાં રાખે છે. એ માટે ત્યાં કંપની ખોલવી પડે તો ખોલે છે અને એકાદ સ્થાનિક ડાયરેક્ટર નીમવો પડે તો નીમી કાઢે છે. એક જ વ્યક્તિ કાગળ પર અનેક કંપનીઓની ડાયરેક્ટર હોય એની આ દેશોમાં નવાઈ નથી. આ દેશો પર આંતરરાષ્ટ્રિય રાજકારણની ખટપટોથી એટલા દૂર અને ઘણી વાર એટલા અલિપ્ત હોય છે કે તેમની પર ધોંસ જમાવવાનું અને બૅન્કમાંથી માહિતી કઢાવવાનું અશક્યની હદે અઘરું બને છે.
આમ, સ્વિત્ઝર્લેન્ડે ભારત સહિતના દેશોને બૅન્કોમાં જમા થતાં નાણાં અંગે માહિતી આપવાનું શરૂ કર્યું તે આવકાર્ય છે. પણ તેનાથી એકદમ ઝિંદાબાદ-મુર્દાબાદની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. તેનાં બે કારણ છેઃ એક તો આગળ દર્શાવેલા 'ટૅક્સ હૅવન' દેશોની લાંબી યાદી અને બીજો, વધારે અગત્યનો મુદ્દોઃ સ્વિત્ઝર્લેન્ડ દ્વારા અપાતી માહિતી તેની બૅન્કોમાં જમા થતા વિદેશી નાણાંની હોય છે. એ નાણાં કાળાં જ છે એવું માની લેવાય નહીં. ધંધાર્થે પણ સ્વિત્ઝર્લેન્ડની બૅન્કમાં ખાતું હોઈ જ શકે. બીજો મહત્ત્વનો મુદ્દો છે : તેમાં ભારતની ધરતી પર સ્થપાયેલી ને નોંધાયેલી કંપનીઓ તથા વ્યક્તિઓને જ ભારતીયના ખાતે ગણાવવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે બે નંબરી નાણાંવાળા લોકો એકાદ ટૅક્સ હૅવનમાં કંપની ખોલાવીને તેના થકી જ બધો વ્યવહાર ચલાવતા હોય છે. એટલે સ્વિત્ઝર્લેન્ડે જાહેર કરેલાં નાણાંનો આંકડો કોઈ રીતે સંપૂર્ણ કહી શકાય એવો નથી.
ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, સ્વિસ બૅન્કોમાં જમા થયેલાં ભારતીયોનાં નાણાનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધ્યું છે. એ વધારો પચાસ ટકાથી પણ વધારે છે. તેના અનેક ખુલાસા આપી શકાય અને તેમાંથી ઘણા તાર્કિક પણ હોય. છતાં, વર્તમાન સત્તાધીશો વિપક્ષમાં હોત ને આ જાહેરાત થઈ હોત તો? એ વિચાર અવશ્ય આવે. આ સ્થિતિમાં નાગરિકોએ ગાંઠે બાંધવા જેવી વાત એક જ છેઃ વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં લાવી આપવાના વાયદાથી ને હાકોટાથી ભરમાવું નહીં. તેનો આશય નાણાં પાછાં લાવવા કરતાં નાગરિકોની લાગણી બહેકાવીને, તેમાંથી રાજકીય વ્યાજ ખંખેરી લેવાનો વધારે હોય છે. આટલી સાદી સમજ કોઈની પાસે ગીરવે મૂકવા જેવી નથી.

Labels:
corruption,
economy,
politics
Wednesday, August 09, 2017
ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લૂ વ્હેલ ગેમ’
બ્લૂ વ્હેલ ગેમ તરીકે ઓળખાતી એક રમત આજકાલ ચર્ચામાં છે. આ રમતના પાપે ૧૦૦થી વધુ લોકોએ આપઘાત કર્યાના સમાચારથી માંડીને ખરેખર આવી કોઈ રમત છે કે કેમ, એ વિશે અનેક શંકાઓ છે. તેની ચર્ચા આ લેખ પૂરતી બાજુ પર રાખીએ તો, રમતનો સાર એટલો જ છે કે જેની સાથે કશો સીધો સંબંધ કે પરિચય ન હોય, એવી કોઈ વ્યક્તિના ઇશારે માણસ પોતાની જાતને ઇજા પહોંચાડી શકે, તેના આદેશને અનુસરીને પોતાનો જીવ લેવાની હદે જઈ શકે--અને તેમાં પોતાના અસ્તિત્વની કે મૃત્યુની સાર્થકતા માને.
સામાન્ય સમજ પ્રમાણે આ સ્વીકારવું અઘરું લાગે. પરંતુ આપણી આજુબાજુ એવું ઘણું ચાલી રહ્યું છે, જે સામાન્ય સમજમાં ઉતરે એમ નથી. મુંબઈના એક કિશોરની આત્મહત્યાને આ રમત સાથે સાંકળવામાં આવી છે. અલબત્ત, એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ખાતરી સાથે કહેવાય એવી વાત એ છે કે દેશના રાજકારણ અને જાહેર જીવનમાં બ્લુ વ્હેલ ગેમ જેવો માહોલ ખાસ્સા વખતથી ચાલી રહ્યો છે. ઘણા લોકો હોંશે હોંશે પોતાની વિચારશક્તિ કોઈના ચરણે મૂકી શકે છે, ટૂંકા ગાળાની ‘કીક’ મેળવવા માટે કે કલ્પનાતરંગો સંતોષવા માટે લોકો પોતાના લાંબા ગાળાને હિતને નુકસાન પહોંચાડી શકે છે. જેની સાથે કશો સીધો સંબંધ ન હોય તેમના સીધા કે આડકતરા આદેશને ચાવી ભરેલા રમકડાની જેમ અનુસરી શકે છે. એટલું જ નહીં, તેમાં કશા ખચકાટનો નહીં, ગૌરવનો અનુભવ કરે છે. બ્લુ વ્હેલ ગેમની સરખામણીમાં આ રમત વધારે ખતરનાક અને વધારે વ્યાપક છે. છતાં તેના વિશે ચિંતા ઓછી ને જુદાં જુદાં છેતરામણાં લેબલ તળે તેનાં ઉજવણાં વધારે થાય છે.
આગળ જે ‘કીક’ કે ‘તરંગ’ની વાત કરી તેનું એક ઉદાહરણઃ ‘ભ્રષ્ટાચારનાબૂદીથી દેશનો ઉદ્ધાર’. યુપીએ સરકારની બીજી મુદતમાં એક પછી એક કૌભાંડ બહાર આવવા માંડ્યાં ત્યારે ભ્રષ્ટાચાર જાહેર જીવનનો કેન્દ્રીય મુદ્દો બન્યો. અન્ના હજારે-અરવિંદ કેજરીવાલના આંદોલને મહદ્ અંશે દેશના શહેરી મધ્યમ વર્ગના મોટા હિસ્સાને આંદોલિત કરી મૂક્યો. દેશનું પહેલું ભ્રષ્ટાચારવિરોધી એવું ગુજરાતનું નવનિર્માણ જનઆંદોલન હોય કે પછી અન્ના હજારેવાળું, આખરે તે સત્તાધારી પક્ષ સામેનો અસંતોષ તીવ્ર બનાવવાનું કામ કરે છે. વિપક્ષો ‘ચતુર’ હોય તો તે આવા આંદોલનમાં હવા ફૂંકે અને બળતામાં ઘી પણ ઉમેરે. એ વખતે એવું જ લાગે, જાણે દેશમાં ભ્રષ્ટાચાર આ સરકારને જ કારણે છે અને એ જશે એટલે ભ્રષ્ટાચાર પણ જશે. વિપક્ષમાં જીભછૂટા ને તથ્યકંજૂસ નેતાઓ હોય ત્યારે વિદેશમાં ઠલવાયેલું કાળું નાણું સો દિવસમાં દેશમાં લાવવાની વાતો થાય અને દરેકના ખાતામાં રૂપિયા જમા કરાવવા જેવા ‘જુમલા’ પણ ઉચ્ચારાય.
રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપની મુશ્કેલી એ છે કે તેમની ગંભીરતા કર્મ કરતાં વધારે કર્તાના આધારે નક્કી થાય છે. ઇંદિરા ગાંધીયુગમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે શિષ્ટાચાર બની ગયો, ત્યાર પછી સરકારો અને વહીવટી તંત્રોને ભ્રષ્ટાચારમુક્ત કરવાનો નારો ‘ગરીબી હટાવો’ના નારા જેવો જ પોકળ બન્યો. ભારતમાં ભ્રષ્ટાચારની મુખ્ય બે ગતિ છેઃકાબૂમાં રહેલો, લોકહિતને સીધું નુકસાન ન કરતો, સામાન્ય લોકોને સીધી અસર ન કરતો ભ્રષ્ટાચાર અને તેના કરતાં સાવ અવળાં લક્ષણ ધરાવતો ભ્રષ્ટાચાર. એ સિવાયની, ‘ભ્રષ્ટાચારમુક્ત’ જેવી અવસ્થા ફક્ત કલ્પનામાં કે વ્યક્તિપૂજાના નશાની હાલતમાં જ શક્ય બને છે.
નાગરિકોનું કામ ભ્રષ્ટાચારના ઉપર મુજબ બે ભાગ પાડવાનું છે, પણ રાજકીય પક્ષો રાજકીય વફાદારીના ચશ્મા પહેરાવીને નાગરિકોની દૃષ્ટિ ધૂંધળી કરે છે. પછી તેમને મન એક પક્ષનો ભ્રષ્ટાચાર અક્ષમ્ય બને છે અને બીજા પક્ષનો ભ્રષ્ટાચાર દેખાતો જ નથી. બ્લુ વ્હેલ ગેમના ‘શિકાર’ની જેમ જ, ઘણાની સમજ પર પડદો પડી જાય અને તેમને ફક્ત એટલું જ દેખાય, જેટલું તેમના મન પર કબજો જમાવનાર બતાવે.
એ વખતે તેમને પૂછવામાં આવે કે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકે મેદાને પડેલા નેતાઓના કે તેમની સરકારના ભ્રષ્ટ આચારોનું શું? તેમની સરકાર સામે ‘કૅગ’ના અહેવાલોમાં થતી કડક ટીકાઓનું અને તેની આડપેદાશ જેવા ગેરરીતિના આરોપોનું શું? તેમના નિકટના મંત્રીઓ પર થતા ભ્રષ્ટાચારના આરોપોનું શું? તો કોમ કે ધર્મ કે વિચારધારાના ઝનૂનથી પ્રેરિત એવી રાજકીય વફાદારી ધરાવનારાને આ સવાલો તુચ્છ લાગે છે.
ભ્રષ્ટાચારવિરોધની ‘બ્લુ વ્હેલ ગેમ’માં સામાન્ય સમજને નેવે મૂકવાનો આ પહેલો તબક્કો છે, જ્યારે ‘કેગ’ના અહેવાલને ટાંકીને કેન્દ્ર સરકારનો ઉગ્ર વિરોધ થાય છે, પણ એ જ સંસ્થાના રાજ્ય સરકાર વિશેના અહેવાલ લક્ષમાં પણ લેવાતા નથી--અને એમ કરવામાં ઘણાને કશો વિરોધાભાસ લાગતો નથી. રમતનો બીજો તબક્કો ભ્રષ્ટાચારના આરોપની ચાબુકના સટાકા બોલાવીને સત્તા હાંસલ કર્યા પછી શરૂ થાય. તેમાં ભ્રષ્ટાચારવિરોધનું ઉત્તેજક સંગીત ચાલુ રહે, પણ અગાઉ અપાયેલાં વચનોને અનુરૂપ ભ્રષ્ટાચાર સામેની નક્કર કાર્યવાહી જોવા ન મળે. સાથોસાથ, લોકોને જણાવવામાં આવે કે ‘રૂપિયા-બુપિયા કંઇ ન મળે. એ તો બધી કહેવાની વાત હતી. આટલું ન સમજ્યા?’ નવી સરકાર બન્યા પછી જે લોકો પહેલી તકે જેલમાં જશે એવું લાગતું હોય, એ લોકોને કંઈ ન થાય. ઉપરથી ‘વ્યાપમં’ જેવાં, ભ્રષ્ટાચારના સિલસિલામાં કદાચ સૌથી ખૂની અને સૌથી વધુ લોકોનો ભોગ લેનારાં કૌભાંડ ચાલ્યાં કરે ને એ જાહેર થાય તો બધું ભીનું સંકેલાઈ જાય. પણ રમતનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર કરીને ગેમમાં પ્રવેશી ચૂકેલા લોકોને તેનાથી ફરક ન પડે. કેમ કે, આ રમતમાં આગળ જ વધવાનું હોય.
ત્રીજા તબક્કે રમત વધારે ગંભીર બને. ભ્રષ્ટાચારના વિરોધમાં અપેક્ષા મુજબ કશું થઈ રહ્યું નથી, એવી લાગણી અને તેનાથી થતું નુકસાન અટકાવવા માટે નોટબંધી જેવું આત્યંતિક પગલું લેવામાં આવે. તેમાં દેશના ચલણની 86 ટકા ચલણી નોટોને રદ કરી નાખવામાં આવે અને તેની પાછળના જાહેર આશયો છાશવારે બદલાતા રહે. રમતના આ તબક્કે લોકો વિના વાંકે હેરાનપરેશાન થાય, પણ તેમને કહેવામાં આવે કે એ ભ્રષ્ટાચારવિરોધનો જ હિસ્સો છે. એટલે ફરિયાદ કર્યા વિના ચૂપચાપ લાઇનમાં ઉભા રહો.
જાતને વિના વાંકે ઉઝરડા પાડવાના આ તબક્કે પણ લોકો ચૂપચાપ રમત ચાલુ રાખે, એ રમતની અને તેના આયોજકની ભવ્ય સફળતા ગણાય. રમતના ત્યાર પછીના તબક્કામાં, જેમને ભાંડીને ભ્રષ્ટાચારવિરોધની રમત શરૂ કરી હોય એ પક્ષના શક્ય એટલા નેતાઓને યેનકેનપ્રકારે પોતાના પક્ષમાં સમાવી લેવાની ઝુંબેશ ‘સ્વચ્છતાના અવતારો’ દ્વારા શરૂ થાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી ફક્ત રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા પૂરતી સીમિત રહી જાય. છતાં ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશના દાવા એટલા જ જોરશોરથી ચાલુ રહે.
ઇન્ટરનેટની બ્લુ વ્હેલ ગેમ વિશેની ચિંતા કરતાં અનેક ગણી વધારે ભ્રષ્ટાચારવિરોધી બ્લુ વ્હેલ ગેમ અને તેનો શિકાર બનેલાની ચિંતા કરવા જેવી નથી લાગતી?

corruption
Thursday, January 05, 2017
રૂ.19,700 કરોડનાસીધા સવાલ
રાજ્ય સરકારની એક પેટ્રોલિયમ કંપની છે. તે મોટા ફાયદાનો દાવો કરીને એક ધંધો શરૂ કરે છે. દાવો ખુદ મુખ્ય મંત્રીએ કર્યો છે. એટલે તેને અનુરૂપ કંપનીમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પણ કશો ફાયદો નથી. નકરું દેવું થાય છે.
ફાયદો થવાનો પણ નથી. કારણ કે એ પાયામાંથી જ નુકસાનનો ધંધો છે એવું નિષ્ણાતો કહી ચૂક્યા છે. છતાં કંપની પ્રોજેક્ટમાં રૂપિયા નાખ્યા જ કરે છે. કારણ કે રૂપિયા કંપનીના નથી. (મોટે ભાગે જાહેર ક્ષેત્રની બેન્કોના છે.)જેમાંથી સરવાળે કશું નીપજવાનું જ
નથી એવાં કામ પેટે કંપની કોન્ટ્રાક્ટ આપે. એટલે કોન્ટ્રાક્ટના સાચાખોટા મહેનતાણા પેટે બીજી કંપનીઓને કમાણી થાય. બીજી કંપનીઓ કોની છે ને ખાસ તો તેના સાચા લાભાર્થી કોણ છે, તે જાણવા મળતું નથી. પરંતુ સત્તાવાર રીતે જેટલી માહિતી મળે છે, તે આઘાતનો જબ્બર આંચકો આપવા માટે પૂરતી છે:રાજ્ય સરકારની કંપની 11 વર્ષમાં રૂ. 19,700 કરોડનું દેવું કરીને બેઠી છે,
એ પ્રોજેક્ટમાંથી એક પૈસાની આવક થઇ નથી અને તેને આ હદે ખોટના ધંધામાં ઉતારનાર મુખ્ય મંત્રી હવે વડાપ્રધાન બનીને દેશનો ઉદ્ધાર કરવામાં વ્યસ્ત છે.
ખોટના ધંધા કરતી કંપનીને રૂ.19,700 કરોડ જેટલી રકમ ધીરી કોણે? મોટો હિસ્સો જાહેર ક્ષેત્રની બેન્કોએ. મતલબ, આ બેન્કોને ખાલી કરવામાં વિજય માલ્યા એકલા નથી. ખરેખર તો માલ્યા જેવા એકાદ જાણીતા બદનામને લીધે બીજા બધાને બહુ ફાયદો થાય છે. લોકો વિજય માલ્યાની વાર્તાઓ સાંભળીને, કકળાટ મચાવીને પોઢી જાય છે. અને માલ્યા કરતાં મોટા ખેલાડીઓ છૂટા ફરે છે. તે લોકોને દેખાતા નથી અને સચ્ચાઇને નજરઅંદાજ કરતા પોસ્ટ-ટ્રુથ જમાનામાં, ઘણા લોકોને સામે ઊભેલી હકીકત ધરાર જોવી નથી.
અહીં જે કંપનીની વાત છે તે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન-
GSPC. વાઇબ્રન્ટ ગુજરાતનાં બીજાં અનેક હાડપિંજરોની જેમ એ
મામલો ભૂલાઇ ચૂક્યો હતો, પણ ગયા સપ્તાહે GSPCનો આ સૌથી ખર્ચાળ અને તેને ખાડામાં ઉતારનાર આખેઆખો પ્રોજેક્ટ ONGC ખરીદી લીધો છે. એટલે નવેસરથી GSPCનું રૂ.19,700 કરોડનું દેવું ચર્ચામાં આવ્યું છે. એવું દેવું, જેનું વાર્ષિક વ્યાજ રૂ.1,800 કરોડ થાય છે.
GSPCના મહાખોટ કરનારા પ્રોજેક્ટને ONGCએ આશરે 1 અબજ ડોલર (રૂ.6,750 કરોડ)માં ખરીદ્યો છે. એ સિવાય GSPC દ્વારા ભવિષ્યમાં થનારી ગેસની બીજી કેટલીક શોધો પેટે આશરે રૂ.1,500 કરોડ ઠરાવાયા છે. બધું મળીને
ONGCએ GSPCને 1.2 અબજ ડોલર (આશરે રૂ. 8,160 કરોડ) ચૂકવવાનો નિર્ણય લીધો છે.
આ સાંભળીને સૌથી પહેલો વિચાર એ
આવે કે અઢળક નફો કરતી કેન્દ્ર સરકારની કંપની ONGCએ રાજ્ય સરકારની સલવાઇ ગયેલી GSPCનો મોક્ષ કરી નાખ્યો. સોદાની વિગતો જાહેર થયા પછી GSPCના દેવાનું શું થયું, તેની સ્પષ્ટ થઇ ન
હતું. એક આશંકા એવી પણ હતી કે GSPCનું દેવું પણ ઓઢીને ONGC તેને સંપૂર્ણપણે ઉગારી લેશે.
પરંતુ ગઇ કાલના એક અહેવાલ પ્રમાણે, GSPC-
ONGC સોદામાં રૂ.19,700 કરોડના દેવાનો સમાવેશ થતો નથી. ONGCનો દાવો એવો છે કે GSPC દ્વારા ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓ ખરીદીને તેમાંથી એ કમાણી કરી શકે છે. આ દાવો સાચો હોય તો પણ, ONGCએ હવે ઝાઝા વિલંબ વિના ગેસનો ધારેલો જથ્થો હસ્તગત કરીને, તેના રૂ.6,750 કરોડના રોકાણને વાજબી ઠરાવવાનું રહેશે.
GSPC-ONGC સોદામાં ધારો કે કશો ગોટાળો ન
હોય, તો પણ અત્યંત મહત્ત્વના મુદ્દા ઊભા રહે છે, જેના જવાબ તત્કાલીન મુખ્ય મંત્રી-વર્તમાન વડાપ્રધાને અને સંબંધિત અધિકારીઓએ લોકોને આપવાના રહે છે.
1. રૂ.19,700 કરોડનું દેવું થયું, તો એ
રકમ GSPCએ ક્યાં અને કેવી રીતે ખર્ચી? ONGCએ અત્યારના ભાવ પ્રમાણે માળખાકીય સુવિધાઓ સહિત બધો સરવાળો કરીને GSPCને રૂ.6,750 કરોડ ચૂકવવાનું ઠરાવ્યું છે. તો બાકીના આશરે રૂ.13,000 કરોડનો ખર્ચ GSPCએ ક્યાં કર્યો? (અને તેનો મોટો હિસ્સો આખરે કોની તિજોરીમાં પહોંચ્યો?) માળખાકીય સુવિધાઓની સ્થાપનકિંમત કરતાં વેચાણકિંમત ઓછી ગણીએ તો પણ, એ તફાવત રૂ.13,000 કરોડ જેટલો હોય?
2. GSPC તરફથી કોન્ટ્રાક્ટનાં કામ પૂરતો અનુભવ ન
હોય એવી કંપનીઓને કેમ અપાયાં? તેના અસલી લાભાર્થી કોણ હતા?
3. વર્ષ
2005માં મુખ્ય મંત્રીપદેથી નરેન્દ્ર મોદીએ 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો જથ્થો મળ્યાનો દાવો કર્યો હતો. બે વર્ષમાં ગેસનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જશે એવો તેમનો વાયદો હતો. પછી ડાયરેક્ટરેટ ઓફ હાઇડ્રોકાર્બન્સે તપાસ કરીને કહ્યું કે ગેસનો જથ્થો આશરે 2 ટ્રિલયન ક્યુબિક ફીટ (મોદીના દાવા કરતાં 90 ટકા ઓછો) છે. ONGCના ભૂતપૂર્વ વડા અશોક વર્માએ લખ્યું છે કે બે ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસમાંથી અડધો જ
કાઢી શકાય એમ છે—અને તે પણ સીધેસીધો નીકળી શકે એમ નથી. કારણ કે,તેમાં ટેકનોલોજીના પ્રશ્નો પૂરેપૂરા ઉકલ્યા નથી.
4. તત્કાલની મુખ્ય મંત્રી મોદીના રાજમાં, ગેસના ખજાનાની જાહેરાત પછી, GSPCએ કશા અનુભવ વિના વિદેશોમાં ગેસબ્લોક ખરીદ્યા. તેમાં અગિયારમાંથી દસ બ્લોક પાછા આપી દેવા પડ્યા ને રૂ.1,700 કરોડ ચટણી થઇ ગયા.
5. માર્ચ,
2012માં રજૂ થયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગ-ના અહેવાલમાં જણાવાયું કે અનેક ભૂલભરેલાં રોકાણ અને વહીવટી નિર્ણયોને લીધે GSPCને રૂ.7,000 કરોડની ખોટ ગઇ. (આ ખર્ચ ક્યાં વપરાયો ને તેનો નોંધપાત્ર હિસ્સો કોની તિજોરીમાં ગયો, એ સંતોષકારક રીતે સ્પષ્ટ થતું નથી.) અહેવાલમાં નોંધાયું હતું કે કંપનીએ ગેસ શોધવા પાછળ કરેલો વાસ્તવિક ખર્ચ મૂળ અંદાજ કરતાં લગભગ 13 ગણો વધારે હતો. 2016માં ફરી કેગે રૂ.19,700 કરોડના રોકાણ બદલ GSPCની ટીકા કરી અને કહ્યું કે માર્ચ 2011માં કંપનીનું દેવું રૂ.7,126 કરોડ હતું, જે ચાર જ
વર્ષમાં વધીને
(લોકસભાની ચૂંટણી પહેલાં) માર્ચ 2015માં રૂ.19,700
કરોડ થયું છે.
2012માં કેગનો અહેવાલ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. એ વખતે તેમણે અહેવાલની ગૃહમાં વિગતે ચર્ચા ન થાય તેવો વ્યૂહ ગોઠવ્યો હતો. હવે તે દેશના વડાપ્રધાન થઇ ગયા, એટલે મુખ્ય મંત્રી તરીકે તેમના રાજમાં થયેલા રૂ.19,700 કરોડના ગેરવહીવટની જવાબદારીથી પર થઇ ગયા ગણાય? આ ગેરરીતિનો તેમની પર ડાઘ સુદ્ધાં ન
લાગે? ઘણા ભાવિક ને ઘણા ભોળા લોકો માટે આવા પ્રશ્નો અપ્રસ્તુત છે. તેમના માટે નરેન્દ્ર મોદીનું એકલા (પરિવાર વગરના) હોવું, એ જ તેમની પ્રામાણિકતાની સૌથી મોટી અને સંપૂર્ણ સાબિતી છે.
ભડભડતી મહત્ત્વાકાંક્ષા પરિવાર જેટલું જ કે એના કરતાં પણ મોટું ભ્રષ્ટાચાર માટેનું પ્રેરક બળ હોઇ શકે છે, એટલી સાદી,
બિનવ્યક્તિગત માનસશાસ્ત્રીય સચ્ચાઇ પણ તે સ્વીકારવા માગતા નથી.
Tuesday, November 22, 2016
કાળાં નાણાંનો જંગઃ દાનત અને બરકત
વહીવટી બાબતોમાં શાસકનાં બે કામ છેઃ
નીતિનિર્ધારણ અને અમલીકરણ. કાળું નાણું અંકુશમાં લેવા માટે
વડાપ્રધાને રૂપિયા પાંચસો અને હજારની નોટો પાછી ખેંચી લીધી એની નીતિવિષયક ચર્ચા
ચાલુ છે અને આખરી ચુકાદો બાકી છે. નજીકના ભૂતકાળનો આવો કોઇ દાખલો નથી, જેના આધારે ત્રિરાશી માંડી શકાય. 1978માં મોટી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે દેશની વસ્તીના અંદાજે 0.6 ટકા લોકો પાસે એવી નોટો કેન્દ્રિત હતી. તેમ છતાં એ વખતે રીઝર્વ બેન્કના ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલને એ પગલું કામચલાઉ અસર ધરાવતું
લાગ્યું હતું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વડા રહી
ચૂકેલા આઇ.જી.ને લાગતું હતું કે કાળાં નાણાં પર લાંબા ગાળે તેની ઝાઝી અસર નહીં પડે. અત્યારે પણ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો વહેંચાયેલા છે. તેમાં સૌથી વિશ્વસનીય અને આવેશ વગરનો જણાતો અભિપ્રાય એવો છે કે આ
પગલાની ખરી અસરો જાણવા માટે રાહ જોવી પડે. ખુદ વડાપ્રધાને
પણ દેશવાસીઓ પાસે પચાસ દિવસની મુદત માગી છે.
અર્થશાસ્ત્ર જેવી બાબતમાં કોઇ પણ નીતિ
ફૂલપ્રૂફ કે સો ટકા ખાતરીદાયક નથી હોતી. તેમાં
અણધાર્યાપણાનું થોડું તત્ત્વ રહે જ છે, જે ગમે તેટલી
તૈયારી પછી પણ આશ્ચર્ય પેદા કરી શકે. આવા સંજોગોને પહોંચી વળવા માટે
વડાપ્રધાન મુદત માગે, તો એટલો સમય નાગરિકોએ તકરાર વિના આપવો
જોઇએ. આમ પણ સમય આપવો કે ન આપવો, એ તો નાગરિકોના હાથમાં નથી હોતુ. એ ખુશીથી આપવો કે કકળાટથી એ જ તેમણે નક્કી કરવાનું હોય છે.
નાગરિકો કકળાટ ન કરે એવી અપેક્ષા રાખતી વખતે સરકારે પણ પોતાના પક્ષે પાકું લેસન અને મજબૂત તૈયારી કરવાં પડે. વ્યક્તિને બદલે નીતિ(પોલિસી)ને, દાનતને બદલે આયોજનને પ્રાધાન્ય આપવું પડે. એવું ન થાય તો તેનાં પરિણામે પેદા થતો કકળાટ અને અસંતોષ સરકારની પોતાની કમાણી કહેવાય. તેના માટે નાગરિકોને દોષ ન દેવાય. નાટ્યાત્મક અને ‘બોલ્ડ’ પગલાનો જશ વડાપ્રધાનને મળતો હોય, તો તેની કાચી તૈયારી અને આડેધડ અમલીકરણનો અપજશ પણ વડાપ્રધાનને મળવો જોઇએ. દેખીતું છે કે વડાપ્રધાને માગેલા પચાસ દિવસ પછી પણ ભારતના અર્થતંત્રમાં ચમત્કાર થવાનો નથી. ભારત જેટલા મોટા અર્થતંત્રમાં કોઇ પણ પગલાની અસર માટે પચાસ દિવસ બહુ ઓછો સમય ગણાય. મૂળભૂત રીતે વડાપ્રધાન એવું કહેવા માગે છે કે તમને તમારાં નાણાં મેળવવામાં જે તકલીફ પડી રહી છે, તેના માટે પચાસ દિવસ રાહ જુઓ. ત્યાં સુધીમાં બધું ગોઠવાઇ જશે. એનું ‘ગુજરાતી’ એવું પણ થાય કે ‘અમારા અણઘડ આયોજનના લીધે તમને પચાસેક દિવસ તકલીફ પડશે. એ તમે વેઠી લેજો. જો તમે અમારા ખરાબ આયોજનની-અલેલટપ્પુ અમલીકરણની ટીકા કરશો, તો એ અમારી દાનતની ટીકા ગણાશે અને તમે કાળાં નાણાંના તરફદાર ગણાઇ જશો.’ વડાપ્રધાનની તસવીર ધરાવતી જાહેરખબરોમાં હવે એવા દાવા કરવામાં આવે છે કે ‘તમારાં નાણાં સુરક્ષિત છે.’ હકનાં નાણાં મેળવવા લોકોને લાઇનોમાં ઊભા રહેવું પડે છે. છતાં રોકડના અભાવે ઘણાને એ નાણાં મળી શકતાં નથી, એ કડવી સચ્ચાઇ જાહેરખબરોના મારા તળે છુપાવવાની કોશિશ થઇ રહી છે.
આ બાબતે થતો રાજકીય વિરોધ પણ પ્રતીતિજનક લાગતો નથી. વિપક્ષોએ સામાન્ય લોકોને પડતી હાડમારીની વાત કરી, પણ કયો મુદ્દો સૌથી મુખ્ય બનાવ્યો? કયા મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) નીમવાની માગણી કરી? તેમનો આરોપ છેઃ સરકારે આ નિર્ણયની જાણકારી પોતાના ચુનંદા મિત્રોને અગાઉથી આપી દીધી હતી (અને તેમાં અમારો સમાવેશ થતો ન હતો.) માટે આ ‘લીક’ના આરોપની તપાસ માટે જેપીસી નીમાવી જોઇએ. ભાજપ સહિતના કોઇ પણ રાજકીય પક્ષને કાળાં નાણાં વગર ચાલે એમ નથી. એટલે જ, કાળાં નાણાંના મુદ્દે શાહુકારીના દાવા કરીને બીજા ભણી આંગળી ચીંધતા વડાપ્રધાનને પોતાના પક્ષ ભણી ચીંધાતી ચાર આંગળીઓ દેખાતી નથી, એ બાબતે તેમના આત્મવિશ્વાસને દાદ આપવી પડે. તેમના ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ (ગડગડાટી અને ધણધણાટી)ને કારણે બીજા ઘણા લોકો પણ એ વિચારતા નથી કે કાળાં નાણાંના મુદ્દે (બીજા પક્ષોની માફક) ભાજપ ક્યાં ઊભો છે. લોકોના ખાતામાં રહેલા પચાસ હજાર રૂપિયાના હિસાબો માગનાર ભાજપ કેમ માહિતી અધિકાર હેઠળ પોતાના ચોપડા ખુલ્લા કરવા તૈયાર નથી?
નાગરિકો પાસેથી નાણાંકીય પારદર્શકતાની અપેક્ષા રાખનાર, કાળાં નાણાંના પ્રખર વિરોધી તરીકેની ભૂમિકા ભજવી રહેલા વડાપ્રધાનનો તેમના પક્ષ પર સંપૂર્ણ કાબૂ છે. પક્ષપ્રમુખ તેમના જૂના સાગરીત છે અને વડાપ્રધાન અત્યારે અમલના ધબડકાને બદલે પોતાની ઉચ્ચ દાનત પર ભાર મૂકી રહ્યા છે. તો દાનની જેમ દાનતની શરૂઆત પણ પોતાનાથી-પોતાના પક્ષથી ન થવી જોઇએ? પક્ષના થોડા નેતાઓને પોતાનાં કાળાં નાણાં થાળે પાડવામાં દોડધામ પડી, તેના પરથી એવું શી રીતે માની લેવાય કે છેક ઉપર સુધી આવી સ્થિતિ હશે? ભાજપ જેમનો ભૂતકાળમાં લાભાર્થી રહી ચૂક્યો છે અને ભવિષ્યમાં લાભાર્થી બની શકે છે એવા જનાર્દન રેડ્ડી દીકરીના કરોડો રૂપિયા ખર્ચી શકે છે.
દાનતની જ વાત કરીએ છીએ, ભાઇ. એ જ દાનતની, જેના આધારે નાગરિકોને બધું વેઠી લેવાના ને બધું ભૂલી જવાના ઉપદેશો
સતત અપાઇ રહ્યા છે. ચાળીસથી વધારે લોકોનાં મૃત્યુ થયાં, એ પણ નાગરિકોએ ભૂલી જવાનું છે. પચાસ દિવસ
દરમિયાન બીજાં મૃત્યુ થાય કે બેન્કમાં રોકડના અભાવે પ્રસંગો અટવાઇ પડે, મુશ્કેલીઓનો પાર ન રહે તો પણ નાગરિકોએ ચૂપ રહેવાનું છે. ઠીક છે. પણ પચાસ દિવસમાં બીજાની દાનતની કસોટીઓ
યોજતી વખતે, લગીર તમારી દાનતનો નક્કર પરિચય તો આપો. દેશમાં બીજા લોકો કાળું ધન ન રાખે તેનાં પગલાં લેતી વખતે, તમારો પક્ષ કાળું ધન નહીં રાખે અને નાણાંકીય રીતે પારદર્શક બનશે, એટલું તો બતાવી આપો.
લોકોના ખાતામાં રૂ.15 લાખ જમા કરાવવાનો વડાપ્રધાનનો વાયદો ‘જુમલા’ હતો, એ તો પક્ષપ્રમુખે ખુલાસો કરી દીધો. પરંતુ ચૂંટાયા પછી સો દિવસમાં વિદેશથી કાળું ધન આણી દેવાનો વાયદો તો જુમલો છે, એટલું કહેવાની તસ્દી સુદ્ધાં કોઇએ લીધી નથી. અને આગળ જણાવ્યું તેમ, પચાસ દિવસનો વાયદો સરકારના અણઘડ અમલીકરણને લીધે પડેલી તકલીફોના અંત માટેનો છે—કાળાં નાણાંના અંત માટેનો નહીં. ‘સૈંયા ભયે કોતવાલ’ની મુદ્રામાં ફરતા, કરોડો રૂપિયાના આસામી બાબા રામદેવે એક સમારંભમાં તેમનો સાચો હરખ વ્યક્ત કરતાં કહી દીધું કે ‘સરકારે વિપક્ષો પાસેથી વોટ પણ લઇ લીધા છે ને નોટ પણ લઇ લીધી છે.’
બાબાએ ઉત્સાહમાં આવીને ક્યાંક કાળાં નાણાંવિરોધી ઝુંબેશનો અસલી હેતુ તો છતો નથી કરી દીધો ને? અંગ્રેજીમાં એને ‘ફ્રોઇડીયન સ્લીપ’ કહેવાય—અને આયુર્વેદમાં શું કહેવાય એ તો રામ જાણે કે પછી રામદેવ જાણે.
Subscribe to:
Posts (Atom)