Saturday, January 22, 2011

ગીત તમારા હોઠો પર...સ્મિત અમારા હોઠો પર

મથરાવટીનો સવાલ છે.
ઓલ ઇન્ડિયા રેડિયો કે દૂરદર્શન પર સારાં કામ થઇ શકે એવું જલ્દી કોઇ માને નહીં. આવડત કરતાં વૃત્તિ અને દાનતનો સવાલ વધારે હોય છે.

એટલે જ, એકાદ વર્ષ પહેલાં ભાઇ બીરેને વડોદરા વિવિધભારતી માટે ગીતકારોની સિરીઝની વાત કરી ત્યારે મને ખાસ હોંશ થઇ ન હતી. ઉત્સાહ નહીં થવાનું બીજું કારણ એ પણ ખરું કે મારા અભ્યાસનો મૂળ વિષય જૂના સંગીતકારો-ગાયકો. ગીતકારો તો એમની સાથે આવે એટલા પૂરતા જ.

આખરે 31 ઓગસ્ટ, 2009ના બુધવારથી શ્રેણી શરૂ થઇ. વડીલ મિત્ર અને વરિષ્ઠ લેખક બકુલ ટેલર તેના સ્ક્રીપ્ટલેખન સાથે સંકળાયેલા હતા. શ્રેણીનું નામ પણ તેમણે જ આપેલું હતું. બીરેન થોડા કચવાટ સાથે જોડાયો. એકાદ ગીતકાર પૂરતા રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) સંકળાયા. કાર્યક્રમ વડોદરા વિવિધભારતી પર આવે, એટલે મહેમદાવાદમાં સંભળાય નહીં. પણ ધીમી શરૂઆત પછી ઉંચકાતી ફિલ્મની જેમ, ધીમે ધીમે કાર્યક્રમ વિશે બીરેન પાસેથી સાંભળવા મળવા લાગ્યું. તેને મઝા આવી રહી હતી. બલ્કે, એનો 'હાથ બેસી ગયો હતો.'

વાતવાતમાંથી બીરેન પાસેથી એમ પણ જાણવા મળ્યું કે આ કાર્યક્રમ કરનાર ઉદઘોષક અભિષેક અને તેની પત્ની તેજલ સરસ કંપની છે. તેમની સાથે આપણું જામે તેમ છે. છતાં, અભિષેકે પહેલી વાર મને શૈલેન્દ્રની સ્ક્રીપ્ટ લખવા કહ્યું ત્યારે હું બહુ ખચકાયો. બીરેને મારો ખચકાટ દૂર કરવા એની લખેલી બે-ત્રણ સ્ક્રીપ્ટ મોકલી આપી. લખાણનો ભાગ બહુ ઓછો અને ગીતો બને એટલાં વધારે હોય એવો એનો ઉપક્રમ હતો. મને પણ એ યોગ્ય લાગ્યો. એટલે મેં એ ફોર્મેટ અપનાવીને થોડા અંગત શૈલીના ફેરફારો સાથે શૈલેન્દ્રના ચાર હપ્તા લખ્યા અને અભિષેકને પ્રેમથી કહ્યું કે હવે બીજું લખવાનું ન કહેશો.

અભિષેકે સાંભળી લીધું. માની પણ લીધું. એ બીરેનને ઓળખતા ન હોત તો ચોક્કસ એવું માનત કે હું ભાવ ખાઉં છું. છતાં, મને પલાળવાના હેતુથી એમણે બાકી રહેલા ગીતકારોની યાદી સંભળાવી અને કહ્યું કે આમાંથી કોઇ પણ વિશે લખવાનું મન થાય તો કહેજો.

ત્યાર પછી શું થયું તેની 'સિલસિલાબંધ વિગતો' અહીં નીચે મુકેલી યાદી એન્લાર્જ કરીને જોવાથી મળી જશે, પણ છેલ્લે કેદાર શર્મા અને ડી.એન. મધોક જેવા ગીતકારોના હપ્તાથી માંડીને ન સમાવાઇ શકાયેલાં મહત્વનાંનામોના દાયકાવાર હપ્તા કરવા જોઇએ, એવું સૂચવવા સુધીની હદની મારી સામેલગીરી થઇ.

વડોદરા આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર અને ખુદ અચ્છા કવિ યજ્ઞેશભાઇ દવે આખી શ્રેણી પર નજર રાખતા હતા, પણ તેમણે અભિષેકને અને સ્ક્રીપ્ટ લેખકોને એવો છૂટો દોર આપ્યો કે કોઇ સરકારી તંત્રમાં આટલી મોકળાશ ભાગ્યે જ મળે. તેમના સતત પીઠબળ અને પ્રોત્સાહનને લીધે આટલું લાંબું કામ સળંગ, એક પણ અઠવાડિયું પાડ્યા વિના થઇ શક્યું. અભિષેક અમે લખેલી સ્ક્રીપ્ટના શબ્દેશબ્દને વફાદાર રહ્યો અને કાર્યક્રમના ઉઘાડમાં 'ગીત તમારા હોઠો પર' એવી 'આકાશવાણી' તેજલના અવાજમાં સંભળાતી રહી.

સ્ક્રીપ્ટ રાઇટરો વિશે તો શું લખું? દરેકે દિલથી કામ કર્યું. કારણ કે એ સૌ માટે આ ફક્ત 'કામ' ન હતું. અભિષેકના કહેવાથી જાણવા મળ્યું કે સ્ક્રીપ્ટનું મેટર પણ ઇ-મેઇલ અને ફેક્સ થકી આવતું હતું. ત્રણે સ્ક્રીપ્ટ લેખકો આખી સિરીઝ દરમિયાન કદી એક સ્થળે ઉદઘોષક સાથે ભેગા ન થયા. છતાં (કે એટલે જ?:-) બધું નિર્વિધ્ને પાર પડ્યું.

સુરતના સદા મદદગાર સ્નેહી મિત્ર હરીશ રઘુવંશીના દસ્તાવેજી સહયોગ વિના આ શ્રેણી થઇ શકી ન હોત અને કાનપુરના હરમંદિરસિંઘ હમરાઝ સંકલિત 'ગીતકોશ'ના ખંડો વિના તો ફિલ્મ વિશેનું કોઇ પણ કામ શી રીતે શક્ય બને? હરીશભાઇનો હક એવો કે એક વાર બકુલભાઇ કોઇ ગીતકારની ફિલ્મોની સૂચિ બનાવવા બેઠા અને હરીશભાઇને જાણ થઇ ત્યારે એ પ્રેમવશ નારાજ થઇ ગયા. એમની નારાજગીનો મુદ્દો હતો, 'તમારે યાદી બનાવવાની શી જરૂર. હું નથી બેઠો? મને કહી દેવું જોઇએ ને? તો તમારો ટાઇમ બચી જાય.'

શ્રેણીનું કામ કરવાની તો બહુ મઝા આવી અને હવે એ જ પ્રકારે બીજા એક વિષય પર શ્રેણી બનાવવાની જાહેરાત યજ્ઞેશભાઇએ કરી દીધી છે. એ જ ટીમ સાથે.

28 ગીતકારોને આવરી લેતી 72 હપ્તાની આ શ્રેણીની મોટી અંગત ઉપલબ્ધિ એ રહી કે અભિષેક-તેજલ મળ્યાં.

click to enlarge complete list of progs. with names of lyricists, broadcasting date & script writers.

12 comments:

  1. Thanks Urvishbhai for this writeup. Heard a lot about you and your writing from Abhishek and Tejal. On a side note, we always miss such wonderful radio programs.

    Thanks and regards,
    Aakruti and Hiren

    ReplyDelete
  2. "28 ગીતકારોને આવરી લેતી 72 હપ્તાની આ શ્રેણીની મોટી અંગત ઉપલબ્ધિ એ રહી કે અભિષેક-તેજલ મળ્યાં."
    આ લાઇન વાંચ્યા પછી મેં પણ મારી ઉપલબ્ધિ વિશે વિચાર્યું તો લાગ્યું કે અમે (હું અને તેજલ) તમારા કરતા વધુ મેળવ્યું છે.
    અમે ઉર્વિશભાઇ, બિરેનભાઇ, કામિનીભાભી, સોનલભાભી, શચિ, ઇશાન, આસ્થા અને (પત્તાવાળા બાહોશ)બા મેળવ્યા.
    અને હાં......બિનિત મોદી, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ અને હરિશ રઘુવંશી પણ ખરા.
    વડોદરામાં ગમે ત્યારે તથા વારે-વારે જઇ શકાય એવું એક ઘર અને હવા ફેર માટે, મજા માટે, વાતોથી ભર્યા રાતોના ઉજાગરા માટે મહેમદાબાદમાં એક ઘર (જ્યાં ઓચીંતાના "સમાંતર સેમીનાર" ગોઠવાઇ જાય છે તે)....તો કેવી રીતે ભુલાય ??

    ReplyDelete
  3. urvish bhai abhishekbhai ane tejalbhabhi hoy etle jovanu j na hoy.

    ReplyDelete
  4. અભિનંદન...એક જમાને સ્વ. રજની શાસ્ત્રીએ "ગીત અને ગાથા " જેવો કથાત્ન્તું સાથે બંધ બેસતા ગીતો વગાડવાનો કાર્યક્રમ આપેલો અને આ ઘણા વર્ષો અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત થતો..પુન; કામ ઉપાડશો તેની શુભેચ્છા...ધીરેન

    ReplyDelete
  5. Binit Modi (Ahmedabad)3:13:00 PM

    પ્રિય મિત્રો,
    બોંતેર હપ્તાની આ સિરિઝને સાંભળવાનો લાભ વિવિધભારતીના અમદાવાદ સહિત ગુજરાતના અન્ય કેન્દ્રોને મળે એવી કોઇક વ્યવસ્થા પણ વિચારજો. એવું હોય તો આઈબીમાં કોઇને કહીએ. આઈ મીન ઇન્ફરર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગમાં.
    બિનીત મોદી (અમદાવાદ)
    Mobile: 9824 656 979
    E-mail: binitmodi@gmail.com

    ReplyDelete
  6. vaah... maja padi... sankalayela badhaa ne khub khub abhinandan....

    ReplyDelete
  7. બીરેન કોઠારી9:12:00 PM

    ગીતોને મોટે ભાગે લોકો અભિનેતાના નામથી ઓળખે છે, જેમ કે: શમ્મી કપૂર હીટ્સ, જોની વૉકર સ્પેશ્યલ્સ, પેટ્રીઅટ્રીક સોંગ્સ ઑફ મનોજકુમાર વગેરે.. અને ગઝલોને મોટે ભાગે લોકો ગાયકોથી ઓળખે છે, જેમ કે: જગજિતની ગઝલો, મેંહદી હસનની ગઝલો વગેરે.. આ રીતેય ગીત/ગઝલ લોકો યાદ રાખે એમાં ખોટું નથી, પણ પછી એય સાવ ભૂલાઇ જાય કે ગીત/ગઝલ મૂળભૂત રીતે શબ્દની ગોઠવણીનું સ્વરૂપ છે,અને અભિનયનું કે ગાયકીનું પછી(દુર્ગમ સંગીતની વાત નથી.), ત્યારે આવી શ્રેણી ફરીથી એ યાદ કરાવવાના પ્રયાસરૂપે હતી કે ગીતકારોના પ્રદાનને ઓછું આંકવા જેવું નથી. ચાહે એ ધૂન પરથી ગીત લખે.
    લોર્ડ બિનીત મોદીની વાત બરાબર છે. આ શ્રેણી અન્ય સ્ટેશનો પરથી પ્રસારિત થાય એ શક્યતા નકારાય નહીં!

    ReplyDelete
  8. khubaj sundar lagi atale mara woll par klik karel chhe goooooooooooooooooooooooooooooooood,,,,,,,,,,bhati n "aziz"

    ReplyDelete
  9. good wishes to all the team.

    અને ખાસ શુભેચ્છાઓ અભિષેક ભાઈ અને તેજલ ભાભી ને.

    ReplyDelete
  10. Anonymous2:28:00 PM

    ખૂબ જ મજાનું અને યોગ્ય કામ થયું છે. અભિષેક ખૂબ જ સારો અને સુસજ્જ વ્યક્તિ છે, એટલે કામ આમ પણ ચોકસાઈવાળું થયું હશે. ઉર્વીશભાઈની કલમ રેડિયોના ધ્વનિ સુધી પહોચી એ પણ આનંદની ઘડી છે.
    suresh gavaniya

    ReplyDelete
  11. યાર, આ તો બરોબર નથી, અમે પરદેશ માં રહીને આવા ઉત્તમ પ્રોગ્રામને કેવી રીતે સાંભળી શકીએ ?
    કોઈ રેકોર્ડીંગ મળે ખરું કે ?

    ReplyDelete