સૌથી પહેલાં તો ગૂગલ ઇન્ડિયાનો આભાર કે તેમણે આજના દિવસ પૂરતો 'આલમઆરા'નો લોગો બનાવીને યાદ અપાવ્યું કે બરાબર આ જ દિવસે, 14 માર્ચ,. 1931ના રોજ ભારતીય ફિલ્મઉદ્યોગ મૂકમાંથી બોલતા યુગમાં પ્રવેશ્યો.
દિવસ દરમિયાન લોગો જોઇને પોસ્ટ મૂકવાની ઇચ્છા થઇ હતી. પણ તેની સાથે મૂકવાની લાલચ રહે એવી કેટલીક દુર્લભ સામગ્રી ઘરે હતી. તેમાંથી બે નમૂના ઉપર મૂક્યા છે. એ બન્ને 'આલમઆરા'ની ગુજરાતી બુકલેટનાં પાનાં છે. રંગીન પાનું બુકલેટનું મુખપૃષ્ઠ છે અને ટાઇટલ ક્રેડિટવાળું પાનું ત્રીજા નંબરનું છે. ફિલ્મ કંપની ઇમ્પિરિયલ મુવિટોનના માલિક અરદેશર ઇરાની પારસી હતા અને ફિ્લ્મઉદ્યોગમાં ગુજરાતીઓની જબરી બોલબાલા હતી, એટલે હિંદી ફિલ્મોની બુકલેટની સામગ્રી અંગ્રેજીની સાથે ગુજરાતીમા પણ છપાય એવો એ વખતે સ્થાપિત રિવાજ હતો. ક્યારેક ઉર્દુ સામગ્રી પણ તેમાં ઉમેરાતી.
કાનપુરના ફિલ્મસંશોધક અને ગીતકોશ ખંડ 1 થી 5 (1930 થી 1980)ના સંપાદક હમરાઝના 'ગીતકોશ-1'માંથી મળતી વિગત પ્રમાણે, આલમઆરા 14 માર્ચ, 1931ના રોજ મુબંઇના મેજેસ્ટિક સિનેમામાં રિલીઝ થઇ.
સેન્સર સર્ટિફિકેટ નં- 10043, ફિલ્મની લંબાઇ - 10500 ફીટ (આશરે)
આ ફિલ્મમાં 'મુગલ-એ-આઝમ' પૃથ્વીરાજ કપુરની પણ એક ભૂમિકા હતી.
wah...didnt know that Google India is so creative and punctual about the historical facts...impressed....
ReplyDelete