વર્ષોથી પતંગ ચગાવતા કે પકડતા લોકોમાં કેટલાક શબ્દો- તેના મૂળ કે અર્થની મગજમારીમાં પડ્યા વિના વર્ષોથી વપરાતા હોય છે. એવો એક શબ્દ છેઃ પતંગને બાંધવાની કન્ના. અમે એને ‘કિન્યા’ કહેતા હતા. કેટલાક ‘કિન્ના’ખોરોઃ-) એને કિન્ના કહેતા હતા. પણ આજકાલ ‘સુધરેલા’ લોકોના મોઢેથી ‘કિન્નાર’ કે ‘કન્નાર’ જેવો શબ્દ સાંભળીને કૂતુહલ થયું. એમાંથી ખબર પડી કે મૂળ સંસ્કૃત શબ્દ છેઃ કર્ણ. પેલો દાનેશ્વરી નહીં, પણ ભૂમિતિમાં આવતો હતો એ. (‘કાટકોણ ત્રિકોણના કાટકોણ સિવાયના બે ખૂણાને જોડતો રેખાખંડ’) ‘કર્ણ’ પરથી ‘કન્ન’ થયું અને એમાંથી કિન્ના, કન્યા અને હવે કિન્યાર. અ..ર..ર..ર..ર
ઉત્તરાયણનો બીજો ટ્રેન્ડ દોરાની બ્રાન્ડને લગતો છે. પહેલાં ‘સાંકરાંઠ’ (સાંકળ આઠ) અને ‘મોદી’ દોરા આવતા. ‘મોદી’ની બ્રાન્ડ ‘એમટીએમ’ (મોદી થ્રેડ મિલ)ના નામે જાણીતી હતી. તેના ટ્રેલર પર પેન્ટ પહેરેલા મરઘાનું ચિત્ર આવતું હતું. અત્યારના સંજોગોમાં એને વાઇબ્રન્ટ મરઘો કહી શ

એને બદલે હવે ‘ચેઇન એટ’ અને ‘ગેંડા’ જેવી બ્રાન્ડનાં મોટાં હોર્ડિંગ શહેરોમાં ઉત્તરાયણના

Fantastic-Mind Blowing-History
ReplyDelete(Dont ask me what is History here.)
I enjoyed-Thanks.