
પહેલી બે તસવીરોમાં કોંગ્રેસની જે બેઠકમાં દેશના ભાગલા પાડવાનો ઠરાવ મંજૂર થયો, તેનું ચિત્રણ છે. સભ્યો હાથ ઊંચો કરીને ભાગલાના ઠરાવને મંજૂરી આ

અત્યારે વડોદરામાં વસતાં 95 વર્ષનાં હોમાયબહેનના જણાવ્યા પ્રમાણે, એ બેઠકમાં પત્રકારો-તસવીરકારોને દૂર રાખવામાં આવ્યા હતા. હોમાયબહેન અને બીજા એક ફોટોગ્રાફર ત્યાં ગમે તેમ કરીને પ્રવેશી ગયા. તેમના પ્રતાપે આ દુર્લભ ક્ષણોની તસવીર આપણને જોવા મળી રહી છે.
સરદાર પર પુસ્તક લખ્યું હોવાના નાતે સરદારના સ્મારકમાં રહેલી અને બીજી લગભગ 1200થી પણ વધારે તસવીરો મેં ઉથલાવી છે. છતાં સરદાર-નેહરુની હોમાયબહેને ખેંચેલી આ તસવીર અગાઉ જોવા મળી નથી. 14 ઓગસ્ટ, 1947ની સાંજે બહેનો નેહરુ-સરદારના કપાળે તિલક કરીને તેમનું અભિવાદન કરી રહી છે.

તસવીરકાર તરીકે ઐતિહાસિક ઘટનાઓનું કવરેજ કરનાર હોમાયબહેનનો ‘પ્રેસ’ પાસ જોઇને પણ રોમાંચ થાય છે. અત્યારે પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને પ્રેસમાં નોકરી કરતા કારકુનો ‘પ્રેસ’નાં સ્ટીકર લગાડીને ફરે છે, ત્યારે ‘પ્રેસ’ પાસનું મૂલ્ય જરા નવેસરથી યાદ કરાવવામાં પણ આ બે પાસ ઉપયોગી નીવડે એવા છે. દેશની આઝાદની ક્ષણોના સાક્ષી તો એ છે જ.

(તસવીરસૌજન્યઃ હોમાય વ્યારાવાલા અને તેમના વિશેનું અદભૂત પુસ્તક ‘ઇન્ડિયા ઇન ફોકસઃ કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા)
Thats excellent !! Superb Thanks Urvish.
ReplyDelete