રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ના અંત ભાગમાં આમીરખાનને લદ્દાખમાં સ્કૂલ ચલાવતા જિનિયસ એન્જિનિયર ફુંશુક વાંગ્ડુ તરીકે દર્શાવવામાં આવે છે. વાંગ્ડુનું પાત્ર અને તેમની સ્કૂલ સત્યઘટના પરથી પ્રેરિત છે, એવો ફિલ્મમાં ક્યાંય ઉલ્લેખ આવતો નથી. ફિલ્મની ભવ્ય સફળતાના જયજયકારમાં પણ ક્યાંય એવું કહેવાયું નહીં કે સોનમ વાંગ્ચુક / Sonam Wangchuk નામે એક મિકેનિકલ એન્જિનયર ખરેખર લદ્દાખની વિષયતા વચ્ચે સ્કૂલ સ્થાપીને બાળકોને અનોખું ભણતર આપે છે. http://www.secmol.org
ફિલ્મી ફુંશુકની વાસ્તવિક પ્રેરણા જેવા સોનમ વાંગ્ચુકને અહીં યાદ કરવાનું કારણ જોકે તેમની અનોખી સ્કૂલ નથી. લદ્દાખ વિસ્તારમાં પાણીની આકરી તંગી દૂર કરવા માટે વાંગ્ચુકે બરફના ‘સ્તુપ’ તૈયાર કરવાનું વિચાર્યું. આમ તો ‘સ્તૂપ’ શબ્દ બૌદ્ધ ધાર્મિક સ્થળોના ચોક્કસ પ્રકારના બાંધકામ માટે વપરાય છે. પરંતુ વાંગ્ચુકના સ્તૂપ અને તેની પાછળનો આઇડીયા જુદા હતા. વાંગ્ચુકે વિચાર્યું કે શિયાળામાં પુષ્કળ બરફ છવાયેલો હોય ત્યારે સુકાયેલી નદીઓના માર્ગમાં આવા બરફનો શંકુ આકારમાં મોટો ખડકલો કરવામાં આવે તો? ઉનાળામાં એ બરફ ઓગળે અને તેનું પાણી લોકોના ખપમાં લઇ શકાય કે નહીં?
વાંગ્ચુક તુક્કાબાજ નહીં, પણ ભેજાબાજ એન્જિનિયર છે. તેમણે શોધી કાઢ્યું કે બરફને મોટા વિસ્તારમાં પથરાયેલો રાખવાથી તે ઝડપભેર ઓગળવા માંડે, પણ જો તેનો એક જગ્યાએ ખડકલો કરવામાં આવે તો તે સૂર્યના સીધા તાપ સામે પણ લાંબો સમય ઝીંક ઝીલે અને ખેડૂતોને ખેતી માટે જરૂર પડે ત્યારે એપ્રિલ-મેમાં જ તે ઓગળે. લદ્દાખના સૌથી નીચાણવાળા કહેવાય એવા વિસ્તારમાં સફળ પ્રયોગ કરીને તેમણે પોતાની થિયરી સાબીત કરી અને સાબીત કર્યું કે તળીયેથી ૨૦ મીટરનો ઘેરાવો ધરાવતો, ૪૦ મીટર ઊંચો ‘સ્તૂપ’ તૈયાર કરવામાં આવે તો તે ૧.૬ કરોડ લીટર પાણી સંઘરી શકે. લગભગ ૧,૫૦૦ એકરના બર્ફીલા રેગીસ્તાનમાં પાણીની ‘નદીઓ’ વહેવડાવવાનું કામ ખર્ચાળ તો હોય જ. તેના ખર્ચ માટે વાંગ્ચુકે ‘ક્રાઉડ-ફંડિંગ’નો સહારો લીધો.
ક્રાઉડ-ફંડિંગ એટલે સાદી ભાષામાં ઉઘરાણું. પોતાના પ્રોજેક્ટની વિગત મૂકીને લોકો ઇન્ટરનેટ પર ટહેલ નાખે. તેમાંથી કેટલાકને પ્રતિસાદ મળે. ઘણાને ન પણ મળે. પરંતુ પ્રયત્ન કર્યાનો સંતોષ અવશ્ય મળે. વાંગ્ચુકે પોતાના પ્રોજેક્ટનો બધો હિસાબ માંડીને, ઑક્ટોબર, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૪ના બે મહિના દરમિયાન ક્રાઉડ-ફંડિંગથી ૧.૧૯ લાખ અમેરિકન ડૉલર માટે ટહેલ નાખી હતી. તેના પ્રતિસાદમાં તેમને ૧.૨૫ લાખ ડૉલર મળ્યા. શેરબજારની પરિભાષામાં કહીએ તો, તેમનું ‘ભરણું’ ૧૦૫ ટકા ભરાયું.
ક્રાઉડ-ફંડિંગની આ જ ખૂબી છે. નક્કરમાં નક્કર, લોકોપયોગી પ્રોજેક્ટથી માંડીને સાવ ચક્રમ જેવા આઇડીયા માટે પણ રૂપિયા (કે ડૉલર) આપનારા લોકો મળી રહે છે. ફિલ્મ, ડૉક્યુમેન્ટરી, મ્યુઝિક આલ્બમ, પુસ્તકો, કૉમિક્સ અને અવનવી શોધોથી માંડીને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ક્રાઉડફંડિંગથી નાણાં ઉઘરાવી શકાય છે. ભારતમાં આ વર્ષે પહેલી વાર નેશનલ ક્રાઉડફંડિંગ કોન્ફરન્સ ભરાઇ, પણ આંતરરાષ્ટ્રિય સ્તરે- ખાસ કરીને અમેરિકામાં- ક્રાઉડફંડિંગનો સૂરજ મઘ્યાહ્ન ભણી ધપી રહ્યો છે. ઇન્ટરનેટના માઘ્યમનો આ ઉપયોગ બેશક રોમાંચકારી છે અને તેની સફળતાની કેટલીક ગાથાઓ પરીકથા જેવી છે. પરંતુ એક ખ્યાલ તરીકે ક્રાઉડફંડિંગ નવીનવાઇનો નથી. ક્રાઉડફંડિંગથી બનેલી ફિલ્મનું અનોખું ઉદાહરણ એટલે શ્યામ બેનેગલની ‘મંથન’, જે ખેડા જિલ્લાના પાંચ લાખ ખેડૂતોએ બે-બે રૂપિયા કાઢીને ઊભા કરેલા ભંડોળમાંથી બની હતી. અલબત્ત, એ ફિલ્મ શ્વેતક્રાંતિ વિશેની હોવાથી અને ખેડૂતોનું સંગઠન હોવાથી આ જાતનું ક્રાઉડફંડિંગ શક્ય બન્યું હતું. એવી જ રીતે, મહેન્દ્ર મેઘાણીએ તેમનાં ઘણાં સંપાદન આગોતરા ગ્રાહક નોંધીને, તેમની પાસેથી આગોતરાં નાણાં મેળવીને, પ્રગટ કર્યાં હતાં.
ઇન્ટરનેટમાં પણ એ પ્રકારે, કોઇ નવી પ્રોડક્ટ માટે ખાસ ડિસ્કાઉન્ટથી આગોતરા ઑર્ડર નોંધીને, ક્રાઉડફંડિંગ મેળવવામાં આવે છે. તેનું એક અત્યંત સફળ, લગભગ અપવાદરૂપ કહી શકાય એવું, ઉદાહરણ કૅનેડાના એક કિશોરનું છે. ‘એપલ’ કંપનીનું સ્માર્ટ વૉચ આ મહિનેેેેે આવ્યું, પણ એ ભાઇએ બે વર્ષ પહેલાં ક્રાઉડફંડિંગની એક સાઇટ પર સ્માર્ટ વૉચનો પ્રોજેક્ટ મૂક્યો હતો. તેણે એક લાખ ડૉલરનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પણ આ જાતની પ્રોડક્ટમાં લોકોનો રસ અને એક જાણીતી ટીવી ચેનલ પર તેનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી, તેને આઠ લાખ ડૉલરથી પણ વઘુ રકમ મળી. તેનાથી એ વાત પણ પુરવાર થઇ કે ક્રાઉડફંડિંગ માટેનું મુખ્ય પ્લેટફૉર્મ ભલે ઇન્ટરનેટ હોય, પણ પરંપરાગત માધ્યમો પર થતો પ્રચાર ઇન્ટરનેટ પર ભંડોળ મેળવી આપવામાં ભારે મદદરૂપ થઇ શકે છે.
ક્રાઉડફંડિંગ હોય કે ટ્રેનમાં લીંબુ-મોસંબીનો રસ કાઢવાનાં દસ-વીસ રૂપિયાનાં ‘જ્યુસર મશીન’ વેચતા ફેરિયા, બન્નેમાં સામેના પક્ષે એકસરખી માનસિકતા કામ કરે છે. મોટા ભાગના લોકો આવા કામમાં પહેલ કરતાં ખચકાય છે, પણ એક જણ ખરીદવાની (કે ક્રાઉડફંડિંગની સાઇટ પર રકમ નોંધાવવાની) શરૂઆત કરે, એટલે બીજા લોકો તેમાં જોડાય છે. આ માનસિકતા સમજતા ઘણા ફેરિયા પોતાના જ કોઇ માણસ પાસે પહેલી ખરીદી કરાવે છે, જે મોટે ભાગે ‘ચેપી’ સાબીત થાય છે. ક્રાઉડફંડિંગના અભ્યાસીઓના મતે લક્ષ્યાંકની ૪૦ ટકા રકમ સુધી પહોંચતાં મોટા ભાગના પ્રોજેક્ટ ઠુસ થઇ જાય છે. એ ઉંબરો પાર કરી જનારા મોટા ભાગના પ્રોજેક્ટને ત્યાર પછી વાંધો આવતો નથી. એવી જ રીતે, ક્રાઉડફંડિંગની વેબસાઇટો પર દરેક પ્રોજેક્ટ માટે અઠવાડિયાંથી માંડીને બે-ત્રણ મહિના સુધીની નીયત સમયમર્યાદા હોય છે.
પ્રોજેક્ટને પ્લેટફૉર્મ પૂરું પાડતી વેબસાઇટો બે ટકાથી માંડીને દસ ટકા સુધીની ‘પ્રોસેસિંગ ફી’ વસૂલ કરે છે. એ સિવાય દરેક સાઇટની પોતપોતાની નીતિ અને ધોરણો હોય છે. જેમ કે, આ ક્ષેત્રની અવ્વલ ગણાતી વેબસાઇટ ‘કીકસ્ટાર્ટર’ ગણતરીના દેશોના પ્રોજેક્ટ જ મૂકવા દે છે. તેમાં ભારતનો સમાવેશ થતો નથી. એટલે લેખના આરંભે જેમની વાત કરી તે સોનમ વાંગ્ચુકે લદ્દાખમાં ‘આઇસ સ્તુપ’ના પ્રોજેક્ટ માટે બીજી જાણીતી સાઇટ ‘ઇન્ડીગોગો’ પર પોતાના પ્રોજેક્ટની વાત મૂકી. ક્રાઉડફંડિગની વેબસાઇટો પર પ્રોજેક્ટને લગતા ગ્રાફિક્સ-તસવીર, ટૂંકી માહિતી અને વિડીયો- આટલી પ્રાથમિક વિગતો મૂકવામાં આવે છે. વઘુ જાણવા ઇચ્છનાર ત્યાર પછી પ્રોજેક્ટની વેબસાઇટ પર કે બીજી રીતે વિગતો મેળવી શકે છે. પ્રોજેક્ટ ચાલુ હોય તો તેને અત્યાર સુધી લક્ષ્યાંકની સામે કેટલાં નાણાં મળ્યાં તેની વિગત પણ સાઇટ પર જાહેરમાં જ મુકવામાં આવે છે. કેટલીક ક્રાઉડફંડિગ સાઇટો ‘ઑલ ઑર નન’ પ્રકારની હોય છે- એટલે કે લક્ષ્યાંક સિદ્ધ થાય તો જ રકમ મળે. નહીંતર નવી ગિલ્લી, નવો દાવ. (‘કીકસ્ટાર્ટર’ એ પ્રકારની છે.) અન્ય સાઇટો ‘ટેક વૉટ યુ મેક’- એટલે કે ‘આવ્યા એટલા તમારા’ પ્રકારની હોય છે.
વિશ્વની ભૂગોળ સંકોચવાની ઇન્ટરનેટની ક્ષમતા ક્રાઉડફંડિંગની સાઇટો પર વઘુ એક વાર સાકાર થાય છે. તેમાં અન્યાયની સામે લડતા લોકોના અદાલતી ખર્ચ જેવા હેતુથી માંડીને સાવ હાસ્યાસ્પદ કે રમૂજી કહેવાય એવા પ્રોજેક્ટ માટે નાણાં આપનારા વીરલા મળી આવે છે.‘કીકસ્ટાર્ટર’ પર તો અગંભીર પ્રકારના પ્રોજેક્ટની ખાસ્સી બોલબાલા છે. સ્માર્ટફોનના વધતા દબદબા સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગયા વર્ષે એક ખોપરીએ ‘નોફોન’ નામે એક ‘પ્રોડક્ટ’ મૂકી. ‘તેમાં નથી કૅમેરા, નથી બ્લુ ટૂથ. તેનાથી ફોન પણ થતા નથી.’ તો પછી એ લંબચોરસ ચોસલાથી થાય શું? બસ, કંઇ નહીં. એ તમને સરસ ‘ફીલ’ આપશે અને તમને ખલેલ નહીં પહોંચાડે.
આવા મસ્તીભર્યા આઇડીયાને પંદર દિવસમાં અઢાર હજાર ડૉલરનું ક્રાઉડફંડિંગ મળી ગયું. ભારતમાં ક્રાઉડફંડિંગની સાઇટો શરૂ થઇ ચૂકી છે, પણ તેમને જામવા માટે બીજી બાબતો ઉપરાંત ભારતીય માનસિકતા સાથે પણ પનારો પાડવાનો રહેશે. શેરબજારના પબ્લિક ઇશ્યુઝ પણ એક પ્રકારે ક્રાઉડ ફંડિંગનું જ વધારે (પડતું) સુઆયોજિત અને વ્યાવસાયિક સ્વરૂપ છે. પરંતુ ‘સેબી’એ હજુ સુધી ક્રાઉડફંડિંગ માટે નીતિનિયમો નક્કી કર્યા નથી. એટલે ત્યાં સુધી ક્રાઉડફંડિંગ મોટી કંપનીઓને બદલે મહદ્ અંશે વ્યક્તિ અને સમાજ વચ્ચેનું અનૌપચારિક જોડાણ બની રહ્યું છે.
ફિલ્મી ફુંશુકની વાસ્તવિક પ્રેરણા જેવા સોનમ વાંગ્ચુકને અહીં યાદ કરવાનું કારણ જોકે તેમની અનોખી સ્કૂલ નથી. લદ્દાખ વિસ્તારમાં પાણીની આકરી તંગી દૂર કરવા માટે વાંગ્ચુકે બરફના ‘સ્તુપ’ તૈયાર કરવાનું વિચાર્યું. આમ તો ‘સ્તૂપ’ શબ્દ બૌદ્ધ ધાર્મિક સ્થળોના ચોક્કસ પ્રકારના બાંધકામ માટે વપરાય છે. પરંતુ વાંગ્ચુકના સ્તૂપ અને તેની પાછળનો આઇડીયા જુદા હતા. વાંગ્ચુકે વિચાર્યું કે શિયાળામાં પુષ્કળ બરફ છવાયેલો હોય ત્યારે સુકાયેલી નદીઓના માર્ગમાં આવા બરફનો શંકુ આકારમાં મોટો ખડકલો કરવામાં આવે તો? ઉનાળામાં એ બરફ ઓગળે અને તેનું પાણી લોકોના ખપમાં લઇ શકાય કે નહીં?
સોનમ વાંગ્ચુકની ટીમે તૈયાર કરેલો ‘આઇસ સ્તૂપ’ : ક્રાઉડફંડિંગની કમાલ |