ચોમાસાની સીઝનમાં ન બનવા જેવું ઘણું બનતું હોય છે :
ગયા ચોમાસે ધોવાઇ ગયેલા ને લાખો રૂપિયાના ખર્ચે રીસરફેસ થયેલા રોડ ફરી એક વાર ધોવાઇ જાય છે, થોડા વરસાદમાં આપણાં ગૌરવવંતાં, વિકસિત શહેરો ‘જળબંબાકાર’ થઇ જાય છે, મોંઘાદાટ ફ્લેટ કે બંગલામાં રહેતા માલેતુજારોને બહાર પાર્ક કરેલી કાર સુધી પહોંચવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે,..
વરસાદ આવવાનો થાય ત્યારે જ શરૂ થયેલાં ખોદકામ વરસાદને કારણે અઘૂરાં રહી જાય છે અને સામાન્ય રાહદારીઓને-વાહનચાલકોને વિના મૂલ્યે એડવેન્ચર સ્પોર્ટ્સની તકો મળે છે, લોકશાહીના બાદશાહોએ બંધાવેલાં તળાવ ખાલી રહે છે ને આ જ બાદશાહો પ્રેરિત વિકાસને કારણે તળાવ ન હોય ત્યાં ઠેર ઠેર તળાવડાં ભરાઇ જાય છે,..
વિશ્વભરમાં દુર્લભ એવી ‘ટુ-ઇન-વન ટેકનોલોજી’થી ગુજરાતી ઇજનેરોએ બાંધેલા અન્ડરપાસ ચોમાસામાં છલોછલ ભરાઇને સ્વિમિંગ પુલનું કામ આપે છે, માણસોની છત્રીઓ જ નહીં, મ્યુનિસિપાલિટીના આખેઆખા મોનસુન પ્લાન કાગડો થઇ જાય છે, સરકારની સૂચિત ‘પંડિત દીનદયાળ ચતુષ્ચક્રી-જલોદ્ધાર અનૌપચારિક ચોમાસુ રોજગાર યોજના’ અંતર્ગત,પાણીમાં અટકેલી મોટરગાડીઓને રસ્તા પરથી બહાર કાઢવાની પ્રવૃત્તિ ફૂલેફાલે છે,..
અમદાવાદ જેવા મેગાસીટીમાં જોવાલાયક સ્થળો કરતાં રસ્તા પર પડેલા ભૂવા વધારે પ્રખ્યાત બને છે અને તેમને કહેવતોમાં સ્થાન આપી શકાય છે. જેમ કે, ‘રાણીકી વાવ ને યુનિવર્સિટીનો ભૂવો, ન જોયો એ જીવતો મૂઓ’...
ન બનવા જેવી પણ દર ચોમાસે બનતી ઘટનાઓની આ લાંબી યાદીમાં બાથરૂમમાં ઘૂસી ગયેલા મગરની વાતનો શો હિસાબ? એ સમાચાર ઓછામાં ઓછા નુકસાનકારક લાગી શકે છે. બાથરૂમમાં મગર ઘૂસી જાય તેમાં ‘સત્તાવાળા’નો દેખીતો કશો વાંક નથી, ‘મગરોમાં કુટુંબનિયોજનનો યોગ્ય પ્રસાર ન કરવાને કારણે તેમની વસ્તી વધી અને રહેણાક વિસ્તાર ઘટ્યા. પરિણામે તેમને છેક માણસોના બાથરૂમ સુધી નજર દોડાવવા પડી’ - એવી થિયરી આપી શકાતી નથી. મગરને રહેણાંક વિસ્તારના બાથરૂમમાં છોડવામાં આઇ.એસ.આઇ., જમાત-ઉદ્-દાવા કે પછી સી.આઇ.એ.ને રસ હોય એવું પણ હજુ સુધી જણાયું નથી. મતલબ કે, બાથરૂમમાંથી પકડાયેલો મગર પૂરા સાનાભાન સાથે, બિનકેફી અવસ્થામાં, ધાકધમકી વિના બાથરૂમમાં આવ્યો હશે એવું માનવું રહ્યું.
એક મગર બાથરૂમમાં ધૂસી ગયો, એવા સમાચારની સાથે બાથરૂમ-નશીન મગરની તસવીર પણ છપાઇ હતી. એ જોઇને પહેલો સવાલ એ થાય કે મગરે બાથરૂમમાં ઘૂસ કેમ મારી હશે? નવી સરકારના રાજમાં મોંઘવારીથી માંડીને અમિત શાહની પક્ષપ્રમુખપદે વરણી સુધીનું બઘું રાષ્ટ્રહિતમાં હોય, કોને ખબર? મગરે પણ કદાચ રાષ્ટ્રહિતમાં જ બાથરૂમનું શરણું લીઘું હોય. કહેવાય નહીં.
ગુજરાતમાં ઘણા લોકોને ‘દિવાનખાનામાં રહેલો હાથી’ ન જોવાની લાંબી પ્રેક્ટિસ છે. એ જ પ્રમાણે ‘બાથરૂમમાં રહેલા મગર’ને પણ એ લોકો અવગણશે એમ ધારીને મગર બાથરૂમમાં ધૂસી ગયો હોય એવું બને. અલબત્ત, આરોપી નેતાઓની જેમ બાથરૂમમાં ઝડપાઇ ગયેલા મગરના ચહેરા પર ક્ષોભ, સંકોચ, અફસોસ કે મૂંઝવણ જેવા કોઇ ભાવ જોવા મળ્યા ન હતા. તે હસતો હોવાનો ભાસ કેટલાક લોકોને થયો હતો. પછી સમજાયું કે એના દાંતની વિશિષ્ટ ગોઠવણને કારણે એવું લાગે છે.
સાપના કિસ્સામાં ‘મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. માટે એકદમ ગભરાઇ જવું નહીં’ એવું આશ્વાસન શક્ય છે, પરંતુ મગરના મામલે એ વ્યવસ્થા હોતી નથી- સિવાય કે મગર દાંત વગરનો હોય. પણ પ્રાણીશાસ્ત્રમાં દાંત વગરના- અને શરીરરચનામાં થોડા ફેરફાર સાથેના- મગરને અજગર કહેવામાં આવે છે.
દાંતવાળો મગર સીધી અવસ્થામાં હોય ત્યારે એલિસબ્રિજમાંથી ચૂંટણી લડતા ભાજપી ઉમેદવાર જેવો- અજેય- લાગે છે, પરંતુ તે ઉંધો થઇ જાય તો તેની દશા એલિસબ્રીજથી ચૂંટણી લડતા કોંગ્રેસી ઉમેદવાર જેવી થાય છે. કાળા માથાના માણસ માટે સૌથી મોટો સવાલ તેને ઉંધો કેમ કરવો, એ હોય છે. થોડી જાણકારી ધરાવતા લોકો કહે છે, ‘મગરના પેટનો ભાગ એટલો નરમ હોય છે કે તે ઉંધો પડી જાય પછી તો તેને ટાંકણીથી પણ મારી શકાય.’ આવા લોકો જોકે મગરને ઉંધો કેમ પાડવો, એ વાત આવતાં આઘાપાછા થઇ જાય છે.
મગર ઉભયજીવી પ્રાણી છે, પણ એ બાથરૂમજીવી છે કે નહીં એ હજુ નક્કી થયું નથી- અને એ પાલતુ તો નથી જ. એટલે બાથરૂમમાં મગરને જોઇને માણસને ફાળ પડે છે. નહાઇને બાથરૂમની બહાર આવતા ઘણા લોકોની દેહયષ્ટિ જોયા પછી, બાથરૂમમાં રીંછ જોવાની માણસોને નવાઇ હોતી નથી, પણ મગર? એની પર નજર પડતાં, જોનારને પોતાની સગી આંખ પર વિશ્વાસ નહીં પડ્યો હોય. ‘બાથરૂમમાં મગર ક્યાંથી આવ્યો?’ એવા સવાલથી પણ પહેલાં ‘મેં છેલ્લે ચશ્માના નંબર ક્યારે ચેક કરાવ્યા હતા?’ એવો વિચાર આવી શકે છે.
એમાં પણ, બાથરૂમમાં મગરનું દૃશ્ય સવારના પહોરમાં જોવા મળ્યું હોય તો એવું જ લાગે કે હજુ સપનું ચાલે છે, બાથરૂમમાં મગર આવ્યો છે, એ મારો પગ મોઢામાં લે છે, હું આર્દ્ર સ્વરે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરું છું, બાથરૂમની છત તોડીને ભગવાન આવે છે અને ગજેન્દ્રમોક્ષની જેમ મારો પણ મોક્ષ કરાવે છે, પછી હું બાથરૂમની તૂટેલી છત રીપેર કરાવવા માટે કડિયો શોધવા નીકળું છું...ને મને મગરના મોંમાં પગ હતો એ સ્થિતિ સારી લાગવા માંડે છે...
- પરંતુ આંખો ચોળ્યા પછી યાદ આવે છે કે આ સ્વપ્ન નહીં, હકીકત છે. એટલે કાલીય નાગની રાણીની જેમ માણસને વિચાર આવે છે કે નક્કી આ મગર મારગ ભૂલ્યો હશે અથવા તેના વેરીએ તેને અહીં મોકલ્યો હશે. એ મગર નર હોય તો એવું પણ ધારી શકાય કે કોઇ વેરીએ નહીં, તેની મગરીએ જ તેને મોકલ્યો હોય કે ‘એક વાર માણસ જાતની બાથરૂમ તો જોઇ આવ. એમાં સ્ત્રીઓ કેવાં જાતજાતનાં પ્રસાધનો વાપરે છે? અને તું કુદરતી-કુદરતીની માળા જપ્યા કરે છે.’ એટલે ચૂંટાયેલા સભ્યો જેમ ‘અભ્યાસ માટે’ વિદેશપ્રવાસો કરે છે, એમ નર મગર અભ્યાસાર્થે બાથરૂમમાં ધૂસ્યો હોય. ‘શરમ’ની જેમ ‘મગર’ને પણ કાનો-માત્ર હોતા નથી. એટલે એ કોઇની બાથરૂમમાં બેધડક ધૂસી ગયો- એવું નિદાન પણ કેટલાક જાણકારોએ કર્યું છે.
આ મગર વેળાસર ઘરે પાછો નહીં ફરે તો તેનાં કુટુંબીજનો જાહેરખબર આપશે? ‘તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તને કોઇ વઢશે નહીં, તારી મમ્મી બે દિવસથી હાલ્યા-ચાલ્યા વિના કાંઠે પડી રહી છે ને તારી પત્ની (ઑફ કોર્સ, મગરનાં) આંસુ સારે છે...’
દરમિયાન, ‘પોઝિટીવ થિંકિંગ’ના ક્લાસ ભરતા ને તેનાં થોથાં વાંચતા લોકો બાથરૂમમાં ધૂસેલો મગર જોઇને એ વાતે રાજી થઇ શકે છે કે એ દીપડો નહીં, મગર હતો.