ના, મૃત્યુ પછીના જીવન જેવા ગહન વિષય અંગે કે બારમા-તેરમા જેવા સામાજિક રિવાજો અંગે ચર્ચા કરવાનો કોઇ ઇરાદો નથી. અહીં વાત છે બારમા ધોરણનું પરિણામ આવી ગયા પછી પ્રવેશજ્વરથી પીડાતા વિદ્યાર્થીઓ અને ખાસ તો તેમના વાલીઓની. બારમું પાસ ન થયું હોય ત્યાં સુધી સૌથી મહત્ત્વની સમસ્યા અને જીવનનું કેન્દ્રબિંદુ બારમાની પરીક્ષા હોય છે. પરંતુ એ અપાઇ જાય અને પરિણામો આવી જાય એટલે સમજાય છે કે કોઇ એક બિંદુને જીવનનું કેન્દ્ર ધારી લેવું નહીં. પરિણામ પછી પ્રવેશ મેળવવા પર સઘળું લક્ષ્ય કેન્દ્રિત થાય છે.
કોલેજ શરૂ કરવા માટે મકાન ઉપરાંત મેદાન શા માટે જરૂરી મનાય છે, તેનો ખ્યાલ પ્રવેશપ્રક્રિયા સમયે આવે છે. પ્રવેશ વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સહિત કોલેજના મેદાન કે લોબીમાં લાઇનો લગાડવી પડે છે. આશાવાદીઓ તેને ‘કોલેજમાં કરવી પડનારી પહેલી અને છેલ્લી મહેનત’ ગણીને મન મનાવે છે, તો ભાવિ નેતાઓ તેમના પરચા દેખાડવાની શરૂઆત પ્રવેશની લાઇનથી કરે છે. પુત્રનાં લક્ષણ પારણામાં ને વિદ્યાર્થીનેતાનાં લક્ષણ લાઇનમાં. ‘હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહાં સે શુરૂ હોતી હૈ’ના ફિલ્મી નિયમનું ડેમોન્સ્ટ્રેશન આપવાનો એ નેતાઓ પૂરતો પ્રયાસ કરે છે, પણ એ વખતે કોલેજના કારકુનો ‘બચ્ચન’ હોય છે. એ કહી શકે છે,‘હમ જહાં બૈઠતે હૈં, લાઇન વહાં સે શુરૂ હોતી હૈ.’
‘એક પ્રસન્ન ક્લાર્ક પાંચમા ભાગના ખર્ચમાં પાંચ પ્રસન્ન પ્રોફેસરો જેટલો મદદરૂપ થઇ શકે છે’ એ બ્રહ્મજ્ઞાન ભાવિ નેતાઓને પ્રવેશની માથાકુટ વખતે મળી જાય છે. લાઇનમાં ઉભેલા આશાવાદીઓ વિચારે છે, ‘આ કોલેજમાં- આ કોર્સમાં પ્રવેશ માટે કેટલા બધા વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. નક્કી એ સરસ હોવો જોઇએ.’ નિરાશાવાદીઓ વિચારે છે, ‘ધાડાંનાં ધાડાં એડમિશન માટે ઉમટ્યાં છે, તેમાં આપણો નંબર ક્યાં લાગવાનો?’ વાસ્તવવાદીઓ કહે છે,‘લાંબી લાઇનથી કાયર થયે કેમ ચાલશે? કોલેજમાંથી બહાર પડ્યા પછી નોકરી માટે આવી જ લાઇનો હશે.’
ભારતવર્ષમાં સ્ત્રી અને પુરુષની સમાનતા બાબતે લેવાયેલા સૌથી દૃશ્યમાન પગલા મુજબ, સ્ત્રીઓની અને પુરુષોની લાઇન અલગ હોતી નથી. મોટા ભાગના યુવકયુવતીઓ તેને કોલેજજીવનની શરૂઆત તરીકે ગણીને એ પરિસ્થિતિમાંથી આનંદ લેવાનો પ્રયાસ કરે છે. લાંબા ગાળાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ગણતરીથી લાઇનમાં ઉભા રહેનારા વિદ્યાર્થીઓ ટૂંકા ગાળાના (એટલે કે એકાદ-બે કલાક પછીના) ભવિષ્યને પણ છેક નજરઅંદાજ કરતા નથી. ‘આ કોલેજમાં એડમિશન મળી જાય તો કોની સાથે દોસ્તી કરી શકાય?’ એ વિચારે ઘણા વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભેલાં સુયોગ્ય પાત્રો ભણી નજર દોડાવે છે. ‘એક્સક્યુઝ મી, તમારી પેન આપશો, પ્લીઝ?’ જેવાં વાક્યોથી લાઇનમાં ઉભેલા લોકો વચ્ચે સંવાદની શરૂઆત થાય છે, જેનો અંત ‘મારી પાસે પેન નથી’ના ટૂંકા-મોળા પ્રતિસાદથી માંડીને ઘરના સરનામા-ફોન નંબરની આપ-લે તથા ‘કાલે સાંજે છ વાગ્યે 'ઝેન કાફે' પર મળીએ’ જેવા ડાયલોગથી પણ થઇ શકે છે.
પ્રવેશ મેળવવો એ લક્ષ્યવેધ જેવું કામ નથી. એટલે તેના માટે લાઇનમાં ઉભેલા વિદ્યાર્થીઓને બીજું ઘણું દેખાય છે. ‘લાઇનમાં દેખાતાં કન્યારત્નોને આ કોલેજમાં એડમિશન મળશે કે કેમ?’ એની ચિંતાથી માંડીને ‘મને આ કોલેજમાં એડમિશન મળશે?’ જેવા વિચારો તેમને આવે છે. ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને, એક કોલેજની લાઇનમાં ઉભા રહેતી વખતે, પોતે બીજી કોલેજની લાઇનમાં ઉભા રહ્યા હોવાનું ‘વિઝન’ પણ આવે છે. ગંભીર પ્રકૃતિના વિદ્યાર્થીઓના દરેક વિચારોનો અંત એડમિશનના વિચાર પર આવીને ઊભો રહી જાય છે. અડધા-અડધા કલાકે તેને ભાસ થાય છે કે સામેથી આવતો પટાવાળો પ્રિન્સિપાલની ખાસ સૂચનાથી પોતાના માટે પ્રવેશની પહોંચ લઇને આવે છેે.
લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાની ઘણી આડઅસરો થાય છે. એ વખતે ભગવાન પ્રસન્ન થઇને વરદાન માગવાનું કહે તો, ચાર કલાકથી લાઇનમાં ઉભેલો માણસ એડમિશન માગવાને બદલે ‘મને લાઇનમાં છેક આગળ પહોંચાડી દો’ એવું કહી શકે. લાઇનમાં ઉભા રહેનારા દરેકની માનસિકતા જુદી જુદી હોય છે. કેટલાક લોકો સિનેમાની ટિકીટ માટે ઉભા હોય એવી હળવાશથી એડમિશન માટે લાઇનમાં ઉભા રહે છે. (ઘણા સિનેમાપ્રેમીઓ સૂચવે છે કે થિયેટરોમાં ધૂળ ખાતાં ‘હાઉસફૂલ’નાં પાટિયાં થિયેટરમાલિકોએ કોલેજોને વેચી મારવાં જોઇએ.) ‘હર એક પલ મેરી હસ્તી હૈ’ ની ફિલસૂફીમાં માનનારા એ લોકો કેવળ ઘ્યેયલક્ષી બનીને છેલ્લા સ્ટેશનની રાહ જોવાને બદલે મુસાફરીનો ભરપૂર આનંદ માણે છે. તેમને હસીમજાક અને ખિખિયાટા સૂઝે છે. આવા નમૂનાઓનું બિનધાસ્તપણું જોઇને એવું લાગે કે એ એડમિશન લેવા માટે લાઇનમાં ઉભા નથી, પણ લાઇનમાં ઉભા રહેવા માટે એડમિશન લેવા આવ્યા છે. અમુક લોકો રેશનની લાઇનમાં ઉભા હોય એવું મોં કરીને, ‘પ્રવેશ નહીં મળે તો શું થશે?’ની સતત લટકતી તલવારના ઓથાર હેઠળ સમય ગુજારે છે.
કેટલાક લોકોને સતત એવો ભાસ થાય છે કે લાઇનમાં આગળથી લાગવગીયા લોકો ઘૂસી જાય છે. એ લોકો ‘જાગતે રહો’ની બૂમો પાડતા ચોકીદારની જેમ સતત બૂમબરાડા પાડીને આગળપાછળ ઉભેલા લોકોને આ અન્યાય સામે જાગ્રત કરે છે. ‘આપણે ક્યારના ઉભા છીએ, ને પેલા ચેક્સવાળા ચશ્મીસને હમણાં તો મેં અંદર જતો જોયો ને પાંચ મિનિટમાં એ એડમિશન લઇને બહાર નીકળી ગયો. આવું કેવી રીતે ચાલે? આપણે ગધેડા છીએ કે અહીં ક્યારના તાપમાં તપીએ છીએ?’ એવા ઉકળાટ ઠાલવીને એ વાતાવરણને નિષ્ક્રિય બનતું અટકાવે છે. થોડા વખત પછી તેમની તોપનું નાળચું ફરે છે. પોતાની આટલી ઉમદા ઝુંબેશના મૂક પ્રેક્ષક બની રહેનારા લોકોની નિષ્ક્રિયતાની તે ઝાટકણી કાઢે છે અને ‘ભારત એટલે જ ઊંચું નથી આવતું’નો નિઃસાસો નાખીને બીજા કોઇ ચેક્સવાળા ચશ્મીસની તલાશ ચાલુ કરે છે. મોબાઇલયુગમાં દરેક જણ ટાઇમ પાસ કરવા માટે લાઇનની પ્રગતિથી માંડીને અન્ય પ્રગતિની બાબતે મિત્રો સાથે સતત સંપર્કમાં રહે છે.
કોલેજો અને શિક્ષણ મૂડીવાદી થઇ ગયાં હોવાનો આરોપ બહુ સામાન્ય (અને સાચો) હોવા છતાં, એડમિશનની લાઇનો દરમ્યાન કોલેજોનાં પટાંગણોમાં સમાજવાદ મ્હોરે છે. પચાસ-પંચાવન ટકાથી માંડીને એંસી-પંચ્યાસી ટકા લાવનારા તમામ વિદ્યાર્થીઓ એક જ લાઇનમાં ઊભા રહે છે. આ દિવસોમાં કોલેજોના ક્લાર્કનો ભાવ આવે છે. તેમના નામે ‘સ્હેજ જોઇ લેજો. પછી સમજી લઇશું’ની ભલામણ ચિઠ્ઠીઓ લખાય છે. અનંત લાઇનમાં ઉભા રહેનારા લોકો માટે ચોથા વર્ગના કર્મચારીઓની કૃપાદૃષ્ટિ પણ ભરઉનાળે ખસની ચટ્ટાઇ જેવી ઠંડક પહોંચાડનારી બની રહે છે.
પરગજુઓ માટે પતઝડ-સાવન-બસંત-બહારથી પણ મહત્ત્વની પાંચમી ૠતુ એડમિશનની છે. તેમાં ભલામણો અને ભલામણચિઠ્ઠીઓ જેવા કર્મ વડે સંચિત પુણ્યનાં ફળ આખું વર્ષ અને ક્યારેક વર્ષો સુધી ચાલ્યા કરે છે. ‘ફલાણા ભાઇ- ના ઓળખ્યા? સુપરસ્ટાર ઓઇલ મિલવાળા? એકદમ પાર્ટી છે. એમના બાબાના એડમિશનનું ક્યાંય થતું ન હતું. પછી એમને કોઇકે કહ્યું કે તમારા બાબાનું એડમિશન કરાવી આપે એવો આખ્ખા અમદાવાદમાં એક જ માણસ છે- અને એણે આપણું નામ દીધેલું. આપણે એક ફોન ઠોક્યો ને પેલાને એડમિશન અપાઇ દીધેલું.’ આ જાતની મોટા ભાગની કથાઓનો અંત માતાજીના પરચા જેવો કે સત્યનારાયણની કથા જેવો હોય છે :‘આપણને કહ્યું તેનું થઇ ગયું,ને આપણને ના કહ્યું એનું રહી ગયું.’

કોલેજ શરૂ કરવા માટે મકાન ઉપરાંત મેદાન શા માટે જરૂરી મનાય છે, તેનો ખ્યાલ પ્રવેશપ્રક્રિયા સમયે આવે છે. :) :)
ReplyDelete