કળાનાં પુસ્તકો કેટલાં વેચાતાં હશે એ સવાલ છે, પણ કળા સિવાયની ‘કળાઓ’નાં પુસ્તકો ઘૂમ વેચાય છે. તેમાં મિત્રો ને સખીઓ બનાવવાની કળાથી માંડીને લોકોને પ્રભાવિત કરવાની કળાથી માંડીને રૂપિયા કમાવવાની, સુખી થવાની, તંદુરસ્ત રહેવાની- એવી અનેક કળાઓનો સમાવેશ થાય છે. અમૃત ઘાયલે ‘મૂર્ખ મન’ને કહ્યું હતું કે પીતાં આવડે તો એવી કઇ ચીજ છે જે શરાબ નથી? અત્યારે સ્થિતિ એવી છે કે વેચતાં આવડે તો એવો કયો વિષય છે જે કળા નથી?
પહેલાંના વખતમાં ‘તૈયાર’ માણસ માટે ‘ચોસઠ કળાનો જાણકાર’ એવો શબ્દપ્રયોગ વપરાતો હતો. એ ચોસઠ કળામાં સ્ત્રીનું હૃદય જીતવાથી માંડીને ચોરી કરવા જેવી ને જુગાર રમવા જેવી કળાઓને પણ સ્થાન મળ્યું હતું. નવા જમાનાની ચોસઠ કળાની યાદી બનાવવી થાય તો તેમાં ના પાડવાની કળાને અવશ્ય અને મોખરાનું સ્થાન મળે.
‘તમે ના પાડવા ઇચ્છતા હો ત્યારે કેવી રીતે ના પાડવી’ એ પ્રકારનાં પુસ્તકો બજારમાં મળે છે. હકીકત એ છે કે ના પાડવાનું શીખવા માટે જેમને પુસ્તકો ખરીદવાં પડતાં હોય, એવા લોકો ભાગ્યે જ ના પાડી શકે છે. (એમાં કોઇ ના પાડી શકે એમ નથી.) પરંતુ ચોખ્ખેચોખ્ખી, મોઢામોઢ, ઘસીને ના પાડી દેવી એ બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય અને ઉડતાં પંખી દોરવા જેવી કે વઘુમાં વઘુ, રાજા રવિવર્માનાં ચિત્રો જેવી કળા છે. પરંતુ પિકાસો-ડાલી-મોને-સેઝાંની કૃતિઓ જેવી કળા તો એ છે કે મોઢેથી ‘ના’ બોલ્યા વિના ના પાડવી. એ કેવળ કળા જ નથી, આઘુનિક કળા (મોડર્ન આર્ટ) છે. એના ડિગ્રી કોર્સ ચાલતા નથી. કારણ કે એ ભણાવી શકાતી નથી. એ જાતે શીખવી પડે છે. ભારતમાં આ કળાના ઘુરંધર વિદ્વાનો મોજૂદ છે અને તેમની કદી ખોટ વરતાતી નથી. એ લોકો કોઇ પણ અઘરા સવાલનો ‘ના’માં જવાબ આપવાને બદલે, એવો જવાબ આપે છે કે સાંભળનાર જવાબને બદલે જવાબમાં રહેલી કળાના સૌંદર્યમાં ખોવાઇ જાય.
મોડર્ન આર્ટની જેમ જ આ કળા વિશે પણ થિયરીની પિંજણમાં વધારે પડવાને બદલે ઉદાહરણથી વાત કરીએ તો, સમજૂતી વધારે સ્પષ્ટ બનશે. એક સીધોસાદો-નિર્દોષ સવાલ વિચારો. દા.ત.‘આજે કયો વાર થયો?’ તેના જવાબમાં કળાકાર ન હોય એવું જણ કહેશે, ‘બુધવાર’ અથવા ‘ખબર નથી.’ આડા જવાબની કલ્પના કરીએ તો પણ કળા વગરની કલ્પનાની દોડ કેટલી? આડો માણસ કહેશે, ‘જે વાર થયો હોય તે, તારે શી પંચાત?’ પરંતુ આ જ સવાલ કોઇ ના પાડવાના કળાકારને પૂછવામાં આવે અને કહેવામાં આવે કે તેના જવાબમાં ‘મને ખબર નથી’ એવું કહેવાને બદલે, તમારી કળાનો સ્વાદ ચખાડો. તો કેવા જવાબ મળી શકે?
જવાબ ૧
વર્ષો પહેલાં મને એક જણે આ જ સવાલ પૂછ્યો હતો. એ વખતે મેં તેમને જે જવાબ આપ્યો હતો, એ મને મારા ગુરુએ શીખવ્યો હતો. મારા ગુરુ કોઇ હિમાલયવાસી કે ગિરનારી ન હતા. માથે લાંબી ચોટલી, પ્લાસ્ટિકની કાળી ફ્રેમનાં ચશ્માં, પગમાં પ્લાસ્ટિકના બૂટ, અંગરખું, ધોતી અને ખેસ- આ તેમનો વેશ, પણ એક વાત એમણે મને શીખવાડી હતી...
પ્ર : એ બઘું ઠીક છે, પણ આજે કયો વાર થયો?
જ : એની પર જ આવું છું. હું એ જ કહેતો હતો કે એમણે મને એક વાત શીખવાડી હતી. બેટા, જીવનમાં ખોટું ન બોલીશ. એવું હોય તો બોલીશ જ નહીં, પણ ના પાડવી હોય ત્યારે ના પાડતાં શીખી જજે. એટલે જ એ પોતે કુંવારા હતા. તેમને પાણીનો વિવેક કરવો હોય તો લોકો પૂછતા હતા,‘તમે પાણી નહીં પીઓને?’ જવાબમાં ગુરુ ‘ના’ પાડે એટલે તેમના માટે પાણીનો પ્યાલો આવતો. એ ગુરુના ઘરનું પાણી મેં પીધેલું છે.
પ્ર : પણ એને વાર સાથે શી લેવાદેવા?
જ : એ જ કે એમણે કહ્યું હતું, ‘જ્ઞાની માણસો માટે સૌ વાર સરખા.’ હું હમણાં કહી દઉં કે આજે સોમવાર થયો. પછી મને વિચાર આવે કે આજે તો મંગળવાર છે. કદાચ બુધ પણ હોઇ શકે અને વારનું શું ઠેકાણું? ગુરુ કે શુક્ર પણ કેમ ન હોય? આટલા બધા હોય તો પછી શનિ અને રવિનો પણ શું ગુનો? ગુરુજી કહેતા હતા કે આપણે સૌ પ્રત્યે સમભાવ રાખવો. વારનો મામલો ન હોય તો જુદી વાત છે. તિથી વિશે, હિજરી સંવત વિશે, શક સંવત વિશે, ચંદ્રની કળા વિશે, પૃથ્વીની ગતિ વિશે...કેટલા બધા વિષયો ઉપર આપણે વાત કરી શકીએ એમ છીએ. પછી શા માટે તમે વારનું પૂંછડું પકડી રાખો છો? હું તો તમને મૈત્રીભાવે સલાહ આપું છું કે વાર-બાર છોડીને તિથી પર આવો. અસલી ચીજ તો એ છે, પણ એ તો તમને અનુભવે સમજાશે.’
જવાબ ૨
આજે કયો વાર થયો એ કહેવામાં મને જરાય વાંધો નથી. મને શું વાંધો હોય? આપણી વચ્ચે કોઇ તકરાર નથી. ઉલટાનું મને તમારા માટે, તમારા પ્રેમ માટે, તમારી જિજ્ઞાસા માટે, તમારા શર્ટ માટે, તમારા ચશ્મા માટે, તમારાં ફેસબુક અપડેટ્સ-બ્લોગ-ટ્વીટ માટે અને તમારા આ સવાલ માટે પણ માન છે.
એટલે જ કહું છું કે કયો વાર થયો છે એ કહેવામાં મને શું વાંધો હોઇ શકે? અઠવાડિયા પહેલાં જ ત્રણ જણે મને આવો સવાલ પૂછ્યો ત્યારે એ ત્રણે જોડે મેં એક કલાક ચર્ચા કરી હતી અને એ દિવસે કયો વાર છે એ કહ્યું હતું. એટલું જ નહીં, એ તિથીએ ઇસવી સન ૧૯૦૦માં, ઇસવી સન ૧૦૦૦માં અને ઇસવી સન પૂર્વે ૨૫૦૦માં કયો વાર હતો એ પણ મેં એમને કહ્યુ ંહતું, કારણ કે મારે એમને કહેવું હતું. એનો અર્થ એવો નથી કે આજે મારે તમને કહેવું નથી, પણ મારી કેટલીક મર્યાદાઓ છે. તમે સમજુ છો. સમજી શકો છો. તે દિવસે મેં પેલા લોકોને આટલા બધા વાર કહ્યા હોય અને તમને આજનો વાર કહેવામાં મને શું વાંધો, હેં?
એક કામ કરો. આપણે છ-બાર મહિના પછી તમે કહો ત્યાં મળીએ. એ વખતે હું તમને કહીશ કે આજે કયો વાર હતો. મને ખબર છે કે તમને એવું લાગશે કે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા માગતો નથી, પણ એવું નથી. મને તમારા સવાલનો જવાબ આપવામાં કોઇ વાંધો નથી. એટલા માટે તો હું તમારી સાથે આટલી વાત કરું છું. નહીંતર ક્યારની વાત પૂરી ન થઇ ગઇ હોત? પણ મારે એવું નહોતું કરવું. મર્યાદા બધી સાચી, પણ આપણાથી માણસાઇ થોડી ચૂકાય? શું કહો છો?
જવાબ ૩
તમારો સવાલ સરસ છે. બહુ મહત્ત્વનો પણ છે. હું તમારી જગ્યાએ હોત તો મેં આવો જ સવાલ પૂછ્યો હોત. એટલે તમારી પરિસ્થિતિ હું સમજી શકુું છું. અમને તાલીમ જ એવી અપાઇ છે કે અમે સામેવાળાની પરિસ્થિતિ સમજી શકીએ. એમ તો અમને જવાબ આપવાની તાલીમ પણ અપાઇ છે. એના આધારે તમારા આ સવાલનો તો શું, બીજા એક સો સવાલોનો જવાબ આપી શકું એમ છું, પણ હું તેના માટે અધિકારી નથી. અમને શીખવવામાં આવ્યું છે કે આવડતું હોય એ બધું કરવાનું ન હોય. વિચારવાનું કે જવાબો આપવાનું કંઇ અમારા જેવાનું કામ? સવાલ ભલે ને ગમે એટલો સામાન્ય હોય, પણ અમારાથી સાહેબને પૂછ્યા વિના જવાબ ન અપાય.
પ્ર : તો સાહેબને પૂછી જુઓ.
જ : મારાથી કેવી રીતે પૂછાય? સવાલ તમારો, જવાબ તમારે જોઇએ અને હું વચ્ચે કેવી રીતે આવી શકું?
પ્ર : તો પછી મારો સવાલ તમે પહોંચાડી શકો?
જ : ચોક્કસ પહોંચાડી શકું, પણ હમણાં તમને ઉપરથી શો જવાબ મળશે એ મને ખબર છે.
પ્ર : તો મારે શું કરવું જોઇએ?
જ : વાર અંગેનો સવાલ જ ન પૂછવો જોઇએ. દુનિયામાં બીજા કેટકેટલા મુદ્દા છે. ખબર નહીં, તમારી ગાડી કેમ વાર પર અટકી પડી છે. તમારે નહીં જાણવું હોય તો પણ, વખત આવ્યે એની મેળે ખબર પડશે કે આજે કયો વાર હતો. હું તો તમને કહું છું કે છ-બાર મહિના વાર વિશે વિચારવાનું જ છોડી દો. ત્યાર પછી આજે કયો વાર હતો એનો સાચો જવાબ તમને આપોઆપ મળી જશે. મારા આ જવાબને તમારે અંગત રીતે લેવાની જરૂર નથી. મને તમારા માટે બહુ ભાવ છે. એક કામ કરો. આવતા મહિને મારી દીકરીનું લગ્ન છે. હું તમને કાર્ડ આપવા આવીશ. તમે સપરિવાર આવી જજો.
પ્ર : પણ મારા વાર વિશેના સવાલનું શું?
જ : એનો જવાબ તમને મળી જશે. પ્રસંગમાં હજારેક માણસ આવવાનાં છે. એ બધા અમારા સગાંસ્નેહી જ હશે. એમાંથી તમારે જેને પૂછવું હોય એને પૂછી લેજો કે આજે કયો વાર છે.

No comments:
Post a Comment