‘વૈશ્વિકીકરણની અસરો’ વિશેના હજારો પરિસંવાદ અને અભ્યાસ-સંશોધન થયાં છે, પરંતુ તેમાં એક હકીકત કદાચ સૌના ઘ્યાનબહાર રહી લાગે છે ઃ દેશી મકાઇ પર અમેરિકન મકાઇનું આક્રમણ. કોકા કોલા મળે પણ પાણી ન મળે, એવો વિરોધાભાસ બહુ જાણીતો છે, પણ દેશી મકાઇ માગતાં (મોટે ભાગે) અમેરિકન મકાઇ જ મળે છે, એની બહુ ચર્ચા થતી નથી.
મકાઇ વિશે વાત માંડીએ તો સૌથી પહેલો સવાલ થાય : મકાઇ કેવી? કે મકાઇ કેવો? સ્ત્રીજાગૃતિના આ યુગમાં પુરૂષપ્રધાન માનસિકતાથી આખરી ફેંસલા પર કુદી પડતાં પહેલાં વિચારવું પડે. મકાઇનો બાહ્ય દેખાવ-ખાસ કરીને તેનાં લીલાં વસ્ત્રો અને સોનેરી જુલ્ફાં જોઇને રસિકજનોને નારીસ્વરૂપની કલ્પના આવી શકે. મકાઇની ઉપર એકધારા ગોઠવાયેલા દાણા જોયા પછી નવાઇ લાગે કે સંસ્કૃત સાહિત્યનાં નાયિકાવર્ણનોમાં તેમના દાંતની ગોઠવણીની સરખામણી મકાઇના દાણા સાથે કેમ નહીં કરી હોય? તેની સામે, મકાઇને નર ગણી શકાય એ માટે તેના કદ કે દેખીતી રીતે લાગતા નજાકતના અભાવ સિવાયનાં બીજાં ખાસ કારણ જણાતાં નથી. તેમ છતાં, મકાઇના (પણ) જાતિપરીક્ષણનો દુરાગ્રહ સેવવામાં સાર નથી.
મકાઇને વરસાદ સાથે દેખીતો કશો સંબંધ નથી, પણ વરસાદને મકાઇ સાથે સંબંધ છે. પહેલા વરસાદની સાથે વાતાવરણમાં વિશિષ્ટ મહેક પ્રસરે છે, એવી જ રીતે પહેલા કે પાંચમા કે પચીસમા- કોઇ પણ વરસાદ ટાણે રસિકજનોના મનમાં શેકાતા મકાઇની યાદ તાજી થાય છે, તેની સુગંધ મનમાં ઉભરી આવે છે અને એવો મકાઇ હસ્તગત કરવાની તાલાવેલી જાગે છે. તેમના મનમાં વરસાદ અને મકાઇનું જોડાણ એટલું અભિન્ન હોય છે કે ‘મેઘદૂત’ના યક્ષે પ્રિયતમાને વરસાદી વાદળ દ્વારા સંદેશો મોકલ્યો ત્યારે તેના એક હાથમાં શેકેલો મકાઇ હતો, એવું તે માને છે. કેટલાક મકાઇપ્રેમીઓ એથી આગળ વધીને વિચારે છે કે વર્ષાૠતુમાં શેકેલો ગરમાગરમ મકાઇ યક્ષના નહીં, ખુદ કાલીદાસના હાથમાં હોવો જોઇએ. એ સિવાય આવું ઉત્તમ વર્ષાકાવ્ય રચાય નહીં.
બધા માણસોને કવિતા લખવાના અભરખા હોતા નથી. ઘણા લોકો સ્વસ્થ-નોર્મલ પણ હોય છે. એ લોકો વિચારે છે કે ઝરમર વરસાદ પડતો હોય, રસ્તામાં ભૂવો ન હોય, ક્યાંય પાણી ભરાયાં ન હોય, હાથમાં શેકેલો ગરમાગરમ મકાઇ હોય, તેની પર લીંબુ-મસાલાથી માંડીને અમદાવાદી સ્ટાઇલ પ્રમાણે ચીઝ લગાડેલી હોય, તો એ વિશે કંઇ કવિતા લખવાની હોય? આ પરિસ્થિતિ ખુદ એક કવિતા છે.
આટલું વાંચીને ઘણાના મનમાં તુચ્છકારની ભાવના જાગશે, ‘એંહ, શેકેલા મકાઇમાં એવું તે શું બળ્યું છે કે એને કવિતા સમકક્ષ ગણવાનો?’ આ સરખામણીમાં (મોટા ભાગની) કવિતા કરતાં (મોટા ભાગના) મકાઇને અન્યાય થાય એવી સંભાવના વધારે છે. તેમ છતાં, શંકાશીલોની શંકા દૂર કરવા કહેવું જોઇએ કે શેકેલા મકાઇમાં કશું બળવાનું નહીં, પણ એ બળી ન જાય એનું ઘ્યાન રાખવાનું હોય છે. લારીમાં દેવતા પર બે-ચાર મકાઇની શેકાતા હોય ત્યારે રાજપુતાણીઓ જૌહર કરવા માટે સામટી ચિતા પર ચડી હોય એવું મઘ્ય યુગનું કાલ્પનિક દૃશ્ય માનસપટ પર તાજું થાય છે. પરંતુ તરત યાદ આવે છે કે અત્યારે મઘ્ય યુગ ચાલતો નથી, સામે ચિતા નથી અને તેની પર નિર્જીવ મકાઇ છે.
એક સાથે ત્રણ-ચાર મકાઇ શેકાતા જોઇને પાસે ઉભેલા લોકોને થાય છે કે મકાઇ શેકવામાં શી ધાડ મારવાની? પરંતુ સચિન તેંડુલકરને બેટિંગ કરતા જોઇને પણ એવું જ નથી લાગતું? એક વાર મકાઇ શેકવાનું કામ હાથમાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલાં કૌશલ્યો વિશે અઘરા રસ્તે જાણ થાય છે. સૌથી પહેલો પ્રશ્ન મકાઇનાં આવરણ હટાવીને તેની અસલિયત સુધી પહોંચવાનો હોય છે. કબૂલ કે મકાઇની આસપાસ ઝેડ પ્લસ સુરક્ષાકવચ હોતું નથી, પણ જે છે તેને ભેદવું એટલું સહેલું નથી.
મકાઇનાં લીલાં છોંતરાં પહેલાં ઉખાડવાં કે છેડે દેખાતી સોનેરી ગુચ્છી? સોનેરી રેસા દેખાય છે નાજુક, પણ એક ઝાટકે તેમને દૂર કરી શકાતા નથી. આ ‘તાંતણા દૂર કરતાં આટલી વાર લાગે છે, તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરતાં કેટલી વાર લાગે?’ એવી ત્રિરાશી પણ મનમાં ઝબકી જાય છે. તાંતણાનો સ્વભાવ હાથે ચોંટવાનો છે. પહેલા દિવસે શાળાના દરવાજેથી માતાપિતાની આંગળી ન છોડતા બાળકની જેમ, એ રેસા હાથે કે કપડાં પર ચોંટી જાય છે. ત્યાર પછી એક પછી એક છોંતરાં ઉખાડતી વખતે મહાભારતના પ્રેમીઓને પોતે દુઃશાસનકાર્ય કરતા હોય એવું લાગી શકે છે.
પહેલો કોઠો ભેદવામાં જ શીખાઉ માણસ થાકી જાય છે અને શોર્ટકટ શોધવા માંડે છે. અનુભવીઓ તેને શીખવે છે કે બધાં છોંતરા ખેંચીને મકાઇના દાંડા સુધી લાવી દીધા પછી, દાંડો તોડી નાખવામાં આવે તો આપોઆપ બધાં છોંતરાં મકાઇથી અલગ પડી જશે. આમ કરવા જતાં દાંડો ગુમાવવો પડે છે, પણ કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે એવું મકાઇના દાંડાથી એન્કાઉન્ટર અને સરકારી જાસુસી સુધીની તમામ બાબતોમાં નાગરિકોને સમજાવી દેવામાં આવે છે.
દાંડાની ગેરહાજરીનો અહેસાસ થાય એ તબક્કો મકાઇ શેકવા મુકતી વખતે આવે છે, પરંતુ ત્યારે મોડું થઇ ચૂક્યું હોય છે. દાંડા વગરનો મકાઇ ગેસ પર શેકવા તો મૂકી દેવાય, પણ તેને ફેરવવો કેવી રીતે? મકાઇનો દાંડો કંઇ ક્રિકેટરની આબરૂ નથી કે એક વાર બટકી ગયા પછી ફરી તેને મૂળ સ્થાને, જાણે એ કદી બટક્યો જ ન હતો એવી રીતે, ગોઠવી શકાય. મકાઇ શેકાતો હોય ત્યારે તેમાં રંગપરિવર્તન થવા માંડે છે. શરૂઆતમાં ‘આ તો ખરેખર શેકાઇ રહ્યો છે’ એ વિચારે મકાઇનો રંગપલટો આવકાર્ય લાગે છે, પણ ધીમે ધીમે દાણા કાળા થવા લાગતાં ખતરાની ઘંટડી વાગે છે. કારણ કે દાણા અમુક હદથી કાળા થઇ જાય તો ખાતી વખતે એ મકાઇ છે કે કોઇ મહાત્માએ હવામાંથી કે ખિસ્સામાંથી કાઢીને આપેલી રાખ, એ નક્કી કરવું અઘરું થઇ પડે છે.
વર્તમાન ભારતીય નેતાની જેમ શેકેલો મકાઇ કદી આદર્શ હોતો નથી. ખાનારને ઘણું કરીને સરસ શેકાયેલો નહીં, પણ ઉપલબ્ધમાંથી ઓછો બળેલો મકાઇ પસંદ કરવાનો વારો આવે છે. બળેલો સ્વાદ સરભર કરવા માટે મીઠામરચાનું મિશ્રણ ધરાવતી લીંબુની ફાડનો એક ‘હાથ’ મકાઇ પર ફેરવી દેવાથી, મકાઇના દાણાનો સ્વાદ ગૌણ બની જાય છે અને મકાઇની આબરૂ રહી જાય છે. ઘણા મકાઇ શેકાયા પછી પણ ટુથપેસ્ટની જાહેરાતમાં પ્રોપર્ટી તરીકે વાપરી શકાય એવા ‘મજબૂત’ હોય છે. તેમના દાણા ચાવતી વખતે દાંતને ‘લેફ્ટ રાઇટ’ની કસરત મળતી હોય એવું લાગે છે. છતાં, મહેનતનો રોટલો મીઠો લાગે તેમ, મહેનતથી ચાવેલો મકાઇ (લીંબુ-મસાલાનો સ્વાદ ઓસરી ગયા પછી) મીઠો લાગે છે.
શેકેલા મકાઇની કાળાશ પ્રત્યે મોં મચકોડતા કેટલાક લોકો મકાઇ બાફીને ખાય છે. પરંતુ બાફેલા અને શેકેલા મકાઇ વચ્ચે સરખામણી શક્ય જ નથી. બાફેલા મકાઇ ડાઘાડુઘી વગરનો, ચોખ્ખોચોખ્ખો, જાણે મેક-અપ કરીને આવ્યો હોય એવો લાગે છે. પરંતુ શેકેલા મકાઇમાં બળવાના ડાઘ સહિત સ્વાભાવિકતાનો ભાવ લાગે છે- જાણે કહેતો હોય કે ‘મારે ઉજળા દેખાવાની જરૂર નથી. મારો સ્વાદ જ મારી તાકાત છે.’
થોડાં વર્ષ પહેલાં સુધી શેકેલો મકાઇ ‘ડાઉનમાર્કેટ આઇટેમ’ ગણાતો હતો. પરંતુ અમદાવાદ પાસે વાનગીઓના ગરીબોદ્ધારની જબરી ફાવટ છે. કોઇ પણ વાનગીમાં ચીઝ, કેચપ અને બટર ઠપકારવાથી એ વાનગી આપોઆપ ‘અપમાર્કેટ’ થઇ જાય એવું અમદાવાદીઓ માને છે. શેકેલો મકાઇ પણ આ ‘ઉદ્ધારકાર્યક્રમ’માંથી બાકાત રહ્યો નથી.

Veri Nice! :)
ReplyDeleteમકાઈ ખુદ એક કવિતા છે. આ અમુલ્ય મકાઈ સસ્તી અને સુલભ પણ છે. વાહ વાહ ઉર્વીશ ભાઈ, મકાઈના તાંતણા દૂર કરતાં વાર લાગે છે, તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરતાં કેટલી વાર લાગે?’
ReplyDeleteમકાઈ બીચારી 'ઈ'કારાન્તને કારણે નારીજાતિમાં આવી જાય છે, પણ એને નરજાતિમાં માનવામાં કઈ ખોટું ન હોવું જોઈએ. જો અંત્ય 'ઈ' જડતાથી બધાંને નારી બનાવી દેતો હોય તો આપણે એમ કહેવું પડશે કે "ઊર્વીશ કોઠારી હંમેશાં, માત્ર રાજકીય નહીં, હળવા લેખો પણ સારા લખતી હોય છે!"
ReplyDeleteએટલે - મકાઈભાઈ, તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથે હૈં!
Ha Ha Ha!
ReplyDeleteગ્રીકમાં મકાઈને જેઓરી, ફીલીપીન્સમાં મેઇઝ, બંગાળમાં ભુત્તા, કન્નડમાં મુસુકુજોલા, હિંદીમાં મક્કા, કોંકણમાં તે મેઓના નામથી ઓળખાય છે. ઈરાનીઓ તેને બાજરીથી ઓળખે છે. તામિલનાડુની પ્રજા આને મક્કટશોલમ કહે છે. સંસ્કૃતમાં મહાકાયા કહેવાય છે. (source: www.bhagvadgomandal.com)
ReplyDelete