‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.
2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.
આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.
ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.
એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.
બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?
ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.
આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?
‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.
‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’
‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?
રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.
સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.
છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’
***
અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’
આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?
અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.
('નિરીક્ષક', એપ્રિલ, 2012)
after reading this article i felt that there is race among the so-called secularist. i dont do wid the Gunvant shah and Mr Kothari, but it seems that Mr Kothari want to be popular among the Gujartis by expressing in negative about Narendra Modi. Courts will do justice but we are not the Court. let this work be done by courts. a positive comment is always wel come. But this seems a negative thinking for publicity.
ReplyDeleteહવે તમને કેટલાક સવાલ ઉર્વિશભાઈ...૧)"ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે?"...આ તમારુ જ લખેલુ છે...એના કોઈ "કાનુની પુરાવા છે તમારી પાસે? જો હ; તો રજુ કરો;જો ના તો આમ ન કહો...
ReplyDelete૨)"કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો" આ વાત ૧૦૦% સાચી છે;મુ.શ્રી પ્રકાશભાઈથી તમારી સુધી; કંઈ પણ લખ્યુ/બોલ્યુ હોય;એવો એકાદ પુરાવો તો આપો?...
૩)"ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત?" આ બાબત 'સિટ(SIT)' આગળ પણ સાબિત થઈ ચૂકી છે;નરેન્દ્રભાઈની ૯-૯ કલાકની સખ્ખત પુછપરછ(સિટ દ્વારા;જે અગેઇન;UPA દ્વારા પસંદીદા વ્યક્તિઓએ જ કરી છે;એ લોકો પણ કંઈ 'ઉકાળી' કે સાબીત કરી શક્યા નથી મોદીની સંડોવણી...એટલુ મુ.પ્રકાશભાઈ થી ઉર્વિશભાઈ સુધીનાની જાણ સારુ...છતા આ બધ્ધા(રિપિટ બધ્ધા)એ મોદીને જ "કાયમ" જવાબદાર ઠેરવ્યા છે...શું આ તમામ લોકો સિટ(SIT)થી પણ કંઈક વધુ જાણે છે?...જો હા-તો રજુ કરો; જો ના તો હવે વધુ બદનામી(મોદીની શક્ય નથી;પણ પોતાની)ન કરો...
૪) મુ.પ્રકાશભાઈ થી ઉર્વિશભાઈ સુધીના નુ નરેન્દ્રભાઈ વિષે ૧(રિપિટ ૧) સારુ કરેલુ વિધાન(લેખની આશા જ નક્કામી છે)જો હોય તો જાહેરમાં બતાવો...
Morari bapu e ketlak gujarati lekhako ne hijack kari lidha che, biju naam Kanti bhatt nu che, chaas vare morari bapu ne lekh ma ghusadi deva ni tev padi gai che.
ReplyDeleteDear Unknown,
DeleteKanti Bhatt to su 6 e mare tamne samjavani jarur nathi j coz aap nu lakhan joy ne eevu lagyu ke aap shri 6 kanti bhatt vishe ke morari bapu vishe BHANGRO j vatiyo 6. Hu 10th std thi adarniya kanti bhatt ne vanchu 6u anee te bauj gyani aane buddhiman lekhak 6 tene mara tamara jeva na cirtificate ni koi jarau j nathi ene vancho to j khabar pade. Ek DAKHALO AAPU:- Mara gaam porbandar ma janmela mahan lekhak VIJAYGUPT MORYA( Je safari magazine na tantri Nagendra Vijay na pujya Pitashri thay) ene ek vaar akhandanand na lekh ma Hanuman ji vishe na prasna na jawab ma lakhiyu tu ke Hanuman e ek matra kalpelu patra j 6 je koi thai gayela bhagwan nahi ane bija divse eni par gado no varshad ane dhamki o mali hati ena reply ma ee lakhe 6 ke mane khabar j hati ke hu madh na puda ma patthar maru 6u but mare to sachu kevu tu ane mane tamari gado ke wakhan banne sarkha j 6 evi rite kanti bhatt ne pan koi farak nahi padto tame wakhano ke gado do. Suraj par thuk nakhwathi e thuk aapdi par j pachi aave 6 adarni ya vadil shri... Aap ne winanti ke kanti bhatt ane morari bapu ne alag pado ane samay khadhi ne eloko ne vancho to aapne khyal aavse....Jo ke aapshri murrabi marathi wadhare j buddhi man 6o 6ata hu ahi lakhta mari jaat ne na roki shakyo.
Namaskar....
Vinay bhai, savinay janavvanu ke Chaas vare Morari Bapu(bhai) nu naam ghusade che ke nahi eni vaat karo ne, Mane Kantibhatt thi koi paersonal problem nathi, ane e koi ni sath bari nathi raakta evu tame kaho chho to morari bapu agal kem puchdi patpatave che, because Asmita parva na Host bani ne loko ne chocolates aape che. Maan male etle morari bapu na be vakya lakva ma kalam ni veshiya giri pakadai jati hoy che. Tame bhakt chho evu reply par thi lage che. Kanti bhatt na tame vakhan karya j chhe to e pan kahi dau ke ena 75%(i am trying to be utmost modest) articles to tranlations j hoy che. Koi analytical analysis to bhagyej jova male). have tame Vijay gupt maurya ne vachhe lavi ne mane offtopic lai javani try karo chho. Maurya to nohki mati na hata ane enu kul pan e type nuj che, Harshal ane nagendra bhai safari magazine chalavi ne emni service socity ne puri padi rahya che (vagar Morari bapu nu nam lidhe). Ek to morari bapu kathakari kari ne loko ne retard banave che have sahityakaro ne bi retard banavana chalu karya che.
DeleteAadaraniya Shri,
DeleteAap ne janavanu ke hu kanti bhatt no chahak 6u ema bematlab nahi but aap shri ne janawa nu ke me Kanti Bhatt na ghana lekh ma teoe lakhelu ke koi kathakar je kadi saal ke kamadi odhi ne vyas pith par thi pravachan kare ema kai na thay evu ane morari baou ni vyjabi tika kareli te vnachelu 6u but e ref mara ghare 6 etale hu tamne atyare kahi shaku em nahi coz hu baar 6u ane study karu 6u even kanti bhatt ji e to potana vishe bachpan ma je vastu thayeli te pan khuli rite lakhi 6 je matra sachu 6. Aap shri e asmita parva nu kahiyu tema kanti bhatt jaay j 6 aap sacha 6o but ena pachi na lekh ma pan e morari bapu ni vyjabi tika lakhe j 6 ekoi ni sheh sharam nahi rakhta. Anee e potano wank pan khuli rite lakhe e new paper ma enu eg aapu to SHILLA BHATT sathe nu tatha eno pota no wank vigere.
Haji ek vaat adaraniya hu pote pan porbandar no watani 6u ane atyare bar study karu 6u ane nagendra vijay e to science na prakashak 6 to ema koi morari bapu ke samaj no kyay ullekh nahi aavto ane e to matra science magazine 6.
Asha sathe ke aap ne maria vaat no ghutado utarse...
NAMASKAR
@parikshit bhatt: વાહ યાર, તમે તો મને ચૂપ કરી દીધો... 'કાનૂની પુરાવા' માગીને. બાય ધ વે, આ બધાની ધરપકડ થયેલી છે અને અમિત શાહ આજકાલ હદપાર છે એ સમાચાર તમારા સુધી પહોંચ્યા છે કે નહીં? આ તો જસ્ટ જાણ ખાતર. તમારો અભિપ્રાય તો આવી વાતોથી નહીં બદલાય એની હવે તો ખાતરી જ છે. છતાં
ReplyDeleteકાશ્મીર મુદ્દેઃ ગુજરાતની વાતમાં કાશ્મીર શા માટે લાવવું પડે? એ મુદ્દો છે. ગુજરાતની વાતમાં મૂંગા રહેતા અને બીજા પણ મૂંગા રહે એવું ઇચ્છતા તમારા જેવા ગુજરાતીઓ અમારી જોડે અપેક્ષા રાખે છે કે અમે કાશ્મીરના મુદ્દે બોલીએ. જય હો તમારારાષ્ટ્રવાદનો.
- 'સિટ' કાનૂની પુરાવાની તપાસ કરે છે અને મેં, તમે કદાચ વાંચ્યું હોય તો, 'નૈતિક જવાબદારી'ની વાત કરી છે.
- છેલ્લે, અમે માહિતીખાતામાં કામ કરતા નથી. અને આમેય માહિતીખાતામાં કામ ન કરતા ઘણા લેખકોએ આ જવાબદારી સ્વૈચ્છિક રીતે ઉપાડી લીધેલી જ છે. એટલે અમારા ભાગે એન્ટીએસ્ટાબ્લિશ્મેન્ટ લખવાનું જ આવે છે. તમે પૂછ્યું એટલે યાદ આવ્યું કે 'વાંચે ગુજરાત' વિશે એક લેખ લખ્યો ત્યારે યોજનાના મૂળ આશયની પ્રશંસા કરી હતી, પણ જવા દો..આવું બધું યાદ થોડું રખાય? અને મને એવો કોઇ વસવસો પણ નથી કે આ મુખ્ય મંત્રીની મેં કદી પ્રશંસા કરી નથી. તમને એક સવાલઃ મોઢવાડિયાની કે શક્તિસિંહની કે સોનિયા ગાંધીની પ્રશંસા કરતો મારો કયો લેખ તમે વાંચ્યો?
આ સવાલ જવાબની આશા વિના જ પૂછ્યો છે...તમને નકામી તકલીફ ક્યાં આપવી?
જવાબ ની આશા વગર ના તમારા સવાલ નો જવાબ એ હોઈ શકે કે તમે કદી કોઈ ની પ્રશંશા કરી જ નથી શકતા.
ReplyDeleteકોઈ ના વિષે ખરાબ લખી ને નામ થતું હોય તો પ્રશંશા કોણ કરે?
ઉર્વીશભાઈ,
ReplyDeleteતમે ચંદ્રકાંત બક્ષી નું 'ગોધરાકાંડ: ગુજરાત વિરુદ્ધ સેક્યુલર તાલીબાન' પુસ્તક વાંચ્યું છે કદી? ચંદ્રકાંત બક્ષી એ લખ્યું છે:
ગુજરાતના મુખ્યમંત્રી માટે જેટલાં ગંદા વિશેષણો વપરાયાં છે, અને જેટલાં ગંદા નામો અપાયાં છે એટલા સ્વતંત્ર ભારતના આટલા વર્ષોમાં કોઇ રાજ્યના મુખ્ય્મંત્રી માટે વપરાયા કે અપાયાં નથી. હવે પ્રશ્ન નરેન્દ્ર મોદી નામની એક વ્યક્તિનો રહ્યો નથી, હવે પ્રશ્ન છે ગુજરાતના ગૌરવ, ગરિમા,ગર્વિતાનો, ગુજરાતની અસ્મિતાનો, ગુજરાતના અસ્તિત્વબોધનો !
જો તમે ચંદ્રકાંત બક્ષી નાં પુસ્તકો અને લેખો વાંચ્યા હોત તો તો તમે ચંદ્રકાંત બક્ષી વિરુદ્ધ એક આખું પુસ્તક લખી દીધું હોત!
નિર્મિશ વાણી
ઉર્વિશભાઇ, મજા પડી. તમે આ લેખ લખ્યો એ અગાઉ આપણે વાત થઇ હતી એમ, આખી વાતમાં મુગ્ધ ગુજરાત ભક્તો, મોદી ભક્તો અને ગુણવંત ભક્તો જોયા-જાણ્યા વગર આમા પડી જવાના. મને તો તમારા લેખ કરતાં એમના બૂઠ્ઠા અને તર્ક વગરના તમને પૂછેલા સવાલોની ઇંતેજારી વધારે હતી. અને શુભ શરૂઆત થઇ પણ ગઇ.
ReplyDeleteભાઇ પરિક્ષિત, કેટલાક સવાલો આપણે આપણી જાતને પૂછવાના હોય છે. જેમ કે :
1. જેની તપાસ સરકારી રાહે થઇ રહી હોય એવા કેસના પુરાવા ઉર્વિશ કોઠારી જેવો મહેમદાબાદ થી અમદાવાદ અપડાઉન કરતો લેખક ક્યાંથી લાવે!
2. મોદીની હવે વધારે બદનામી કેમ શક્ય નથી?
3. 'સિટ(SIT)' પણ કંઈ 'ઉકાળી' કે સાબીત નથી કરી શકી એ વાત તમે કેવી રીતે સાબિત કરશો?
મને તમારી છેલ્લી વાત બહુ જ ગમી : "મુ.પ્રકાશભાઈ થી ઉર્વિશભાઈ સુધીના પાસે નરેન્દ્ર મોદીના વખાણ વિશેના લેખની આશા જ નક્કામી છે."
ગુજરાત એટલે મોદી અને મોદી એટલે ગુજરાત એ સમીકરણોના રચયિતા ગુજરાતને બુધ્ધુ અને પોતાને બૌધિક માને છે. આ ભ્રમ તુટશે ત્યારે....
ReplyDelete- રતિલાલ જાદવ
બસ હવે થોડાક સમયમાં જ નર્મદાનું પાણી કચ્છના ગામડાંઓમાં પહોંચસે..
ReplyDeleteપછી રામ નવમીના જય શ્રી રામની સાથે જય શ્રી મોદી ગાઈશું.....
૨૦૦૧ના ભુકંપ પછી તરત જ પાઈપ લાઈનો લાગી એમાં નર્મદાનું પાણી આવશે ને?
અંધભક્તોની ફોજ એટલી મોટી છે કે એની સામે દલીલો કરતાં થાકી જવાય છે. ગુણવંતભક્તિ પણ આશ્રર્યજનક હદે વધી રહી છે. માણસાના પરિણામો પછી પણ અંધભક્તોની આંખો ખૂલી નથી તે એક રીતે તો સારું જ છે. રાજ્યસભામાં જવા માટે આવી "શરમજનક" ભક્તિઓ કરવી પડે ભાઇ!!
ReplyDelete'આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે.' - ગુજરાતની નિંદા એટલે મુખ્ય મંત્રીની નિંદા એવું કેવું? 'ગુજરાતના લોકોમાં કલિંગ બોધ નથી જોવા મળતો' કે 'દસ વર્ષ પહેલાં જે થયું તે, પક્ષ કે કોમના ભેદ વગર, માણસ તરીકે બિનશરતી શરમ, અફસોસ અને પસ્તાવો પ્રેરે એવું હતું?' આ વિધાનોમાં ક્યાય મુખ્ય મંત્રીનું નામ નથી પણ છતાય ગુજરાતના મોટા ભાગના લોકોને એ પોતાની નિંદા લાગે છે. એટલે દર વખતે મુખ્ય મંત્રીની જ નિંદા થઇ છે એ કહેવું યોગ્ય નથી.
ReplyDeleteમુખ્ય મંત્રીના કે તમારાથી વિરુદ્ધ વિચારધારા ધરાવતા લોકોના સમર્થકો (જેની સંખ્યા કદાચ નાનીસુની તો નહિ હોય) શું બધા અંધ ચાહકો/ભક્તો છે?
ગુજરાતના મુદ્દા માં કાશ્મીર ના આવે એ બરાબર પણ જયારે ગુજરાત બહારના લોકોની વાત હોય જે ગુજરાત મુદ્દે બોલ્યા હોય એમને તો આ બધું યાદ કરાવવું જ પડે ને.
જેમ તમને તમારો વ્યુ લખવાનો અને જનતા સમક્ષ મુકવાનો અધિકાર છે એમ બીજા ને પણ છે. 'એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.' - વાચકો કોઈના દોરે ગેરમાર્ગે દોરવાઈ જશે? વાચકોમાં વિચારશક્તિ કે બુદ્ધિ નથી શું? બાકી, કોઈના કહેવાથી કોઈ કઈ ના લખે એવી અપેક્ષા રાખવી વધુ પડતું કહેવાય.
બાકી તો સત્ય-અસત્ય, પાપ-પુણ્ય બધું સદીઓથી સાપેક્ષ વસ્તુ છે.. અને સદીઓ સુધી સાપેક્ષ જ રહેશે..
Chirag
પ્રિય ઉર્વિશભાઈ,લેખના જવાબમાં જે જે લોકોની અકળામણો છતી થઇ,એ જાણીને થાય છે કે દવા બરાબર ઘા પર જ લાગી છે.મોદી એટલે જ ગુજરાત-એવા ભ્રમમાં જીવતા લોકો પાસેથી આવી જ પ્રતિક્રિયા મળે એ સહજ છે.ને પરિક્ષિતભાઈની પુરાવાની માંગણીથી ય સ્હેજ પણ નવાઈ ન લાગી કેમ કે હું એમની વૈચારિક ક્ષમતાથી જ્ઞાત છું.અલબત્ત,સામા પૂરે તરવાની તમારી હિંમતને દાદ આપું છું.ને રહી વાત ગુણવંત શાહના વિચારોની તો એમના વૃંદાવનમાં તો હવે મોદીને જ કૃષ્ણ તરીકે એમણે ગોઠવી દીધા છે. ભગવાન વિરુધ્ધ કંઈ બોલાય ખરુ? જો કે વિરોધ તો ઠીક,એમણે મૌન જાળવ્યું હોત તો પણ એમના માટે થોડું ઘણું માન રહ્યું હોત,પણ એમની અનન્ય મોદીભક્તિએ એમની વિચારશક્તિ કુંઠિત કરી દીધી છે.ને અહીં પોતાની બૌધ્ધીક દરિદ્રતા છતી થઇ ગઈ તે માટે કાગારોળ મચાવતા વિચારાંધોને એ ક્યારેય નહી સમજાય કે વિચાર મહત્વના હોય છે,વ્યક્તિ નહી.જે લેખકના વિચારમાં ચાપલૂસી કે જીહજૂરીપણું પ્રવેશે પછી એ માન કે આદર મેળવવાની લાયકાત ખોઈ બેસે છે. ગુણવંત શાહ વિશે જો એક વાક્ય કહેવાનું હોય તો હું કહું કે-એક હતા ગુણવંત શાહ...
ReplyDeleteઉર્વીશભાઇ જેવા seasoned પત્રકાર અને તેમના જેટલા seasoned બિનસાંપ્રદાયિકો કે એ બધાના સરવાળાથી પણ કદાચ વધારે seasoned એવો નરેન્દ્ર મોદીને આવા લેખો કે તે પરના અભિપ્રાયોની કોઇ અસર નહીં થતી હોય તેમ લાગે છે, નહીંતર થોડા થોડા સમયે બુઝાઇ રહેલી આગને ઠમઠારીને તેમાંના અગ્નિને જીવતો રાખવા પાછળ શું હિ શકે તે જ સમજાતું નથી.
ReplyDeleteકે પછી વાતવિષય ખૂટે ત્યારૅ ખીટીએથી ઉતારીને આ પહેરણ પહેરીને ફરવા નીકળી પડવું તે આજની બૌધ્ધિક ફૅશન છે?
અમ જેવા કમનસીબ વાચકોની દશા તો કફોડી જ રહે - આવા લેખકોની કલમમાંથી કંઇ નવું જાણવા નળશે અથવા તો જૂની વાતને નવી રીતે કહેવાની કોઇ નવી તરકીબ મળશે, એ આશા એ આખો લેખ વાંચવો પણ પડે અને વાંચ્યા પછી છેતરાયાની જે લાગણી થાય તે કહેવાય પણ નહીં, એ બીકે કે કોઇ 'બુધ્ધીજીવી' એમ ન કહી જાય કે ખીસકોલીઓને વળી સાકરના સ્વાદની શું ખબર પડે. એક વાર તેમના સંનિષ્ઠ વાચક તરીકે દંડાવાનું અને બીજી વાર નિખાલસતાથી એ લેખ વિષે કંઇ બોલવાથી આ પક્ષ કે પેલા પક્ષના 'વિવેચક'માં ખપાઇ જવું.
કેન્દ્ર સરકાર આવું લખવામાટે આટલી બધી સામગ્રી છૂટા, ઉદાર હાથે વહેંચે છે, પણ આપણે ગુજરાતીઓને તો એમ હોય ને કે 'એમાં અમારે શું?'
Urvish, you always bringforth convincing arguments in demystifying Gunavant Shah. I second your opinion/blame on Gu.Sha.'s 'Intellectual wickedness'. Those who are fighting for Gu.Sha. here are actually degrading themselves. Gu.Sha. is NOW proven 'Badmash'.
ReplyDelete- Kiran Trivedi
A Public Intellectual has to be someone of reasonable intellect. And Mr. Gunvant Shah has contributed more than enough as a writer of merit to be celebrated as one.
ReplyDeleteSo what is it that makes people with such fine and reasonable intellect fail so spectacularly at drawing the obvious conclusions from the events of the past decade? This has been an issue which I have personally not been able to come to terms with. How does one reconcile with the fact that a man who we all looked up to at one time as the sane voice of public discourse in our State, today sides not just with a CM with a breathtakingly dubious record, but with the likes of out and out criminals such as Vanzara.
Why does he do that? Can we just put it down to good old-fashioned parochialism which blinds even the sanest amongst us to overlook everything? Or is there more to his defense than meets the eye?
Urvish Kothari: once again, you have rallied to the cause of the sane and the obvious with your customary zeal and no thank yous are enough. Truly, it is time to call the spade a bloody shovel.
આ રાજકિય હુતુતુ ઉપર હવે કોઈ સમર્થ ફિલ્મકાર ફિલ્મ બનાવે એની રાહ છે...
ReplyDeleteગુણવંત શાહને જરૂર કરતાં વધારે મહત્વ તો નથી આપતા ને? ઘણા વાચકોએ આ લેખ પ્રત્યે રોષ પ્રગટ કર્યો છે, જેમાંથી એક -બે તો આને લોકપ્રિયતાનો પ્રયાસ કહે છે. આજે જે માહૌલ છે તેમાં મોદી સંપ્રદાયનું એટલું જોર છે કે ઉર્વીશ કોઠારી આ લેખ લખ્યા પછી લોકપ્રિયતાની આશા રાખતા હોય તો એમના લેખો વાંચવાનું બંધ જ કરવું પડે.
ReplyDeleteકાશ્મીરનો ઉલ્લેખ પણ અહીં જોયો. શું વાજબી ઠરાવવા માટે આ ઉલ્લેખ થયો છે? એમ કે કાશ્મીરમાં થયું તેનો બદલો ગુજરાતમાં લેવાનું વાજબી અથવા જરૂરી હતું? આમાં 'ગુજરાતીપણું' તો ક્યાંય ન આવ્યું! હિન્દુત્વ (હિન્દુ ધર્મ નહીં) જરૂર છે.
Urvish bhai, the article is excellent... just say...Keep It Up.. jyare loko ne modi ni sachchai khabar padshe tyare gujarat ni halat bahu j kharab thai gai hashe..!!!! public ne jagadvanu kaam chalu rakho.. aamey sama pravah ma tarvani maja j kai ore che..!!!
ReplyDelete----------
ReplyDeleteVery interesting arguments in comments section... but ... none of them was convincing b'coz all of them do not have the exact depth of the truth and it seems all of them are having different truth....
BUT... One strong opinion emerges from here is that -"Those who believe Modi is Gujarat may wake-up with an unknown horrible jolt in future... and at the same time it is a right time to listen to Journalist like "Urvish Kothari'... people please keep your ear/eye open to look at the truth and choose the right thing... "Never Close Your Ears when You Hear Criticism" Please... keep your options open...
Just read this. Please DO NOT say CAG is insulting Gujarat!
Deletehttp://www.thehindu.com/news/states/other-states/article3263639.ece
ઉર્વીશભાઈ:
ReplyDeleteઆપે ગુજરાતના વિચારવંત અને સજાગ લોકોની અંતરની ઈચ્છાઓને વાચા આપી છે. અભાર અને અભિનન્દન. અત્યારે ગુજરાતમાં વોઇસ ઓફ ડીસેન્ટને મુશ્કેલી છે. આવા અનેક લેખો લખાય તેવી આશા.
કેશવ
@bharatbhai: તમારી કમેન્ટ ભૂલથી ડીલીટ થઇ લાગે છે. ફરી પોસ્ટ કરવા વિનંતી.
ReplyDeleteગુજરાત અત્યારે મોદી-મેનિયામાં થી પસાર થઇ રહ્યું છે.એક રાજકારણી જો તેનામાં ક્ષમતા હોય તો કેટલુ એક તરફી વાતાવરણ ઉભું કરી શકે છે તેનું ભવિષ્યમાં એક ઉદાહરણ બની રહેશે કદાચ ૨૦૦૨ થી ૨૦.. સુધીનો સમય.એક વાત તો ચોક્કસ છે કે અત્યારે ગુજરાતમાં જે કઈ વિકાસ-વ્યવસ્થા દેખાઈ રહ્યું છે તે બધુ ઓલ ઈઝ વેલ તો નથીજ.પણ જે લોકોએ રાજય અને ધર્મ વ્યવસ્થા પ્રત્યે તટસ્થ રહી લોકોને રાહ કે માર્ગદર્શન આપવાનું છે એ જ લોકો જયારે (અ)ધર્મસત્તા અને રાજસત્તા ના વફાદાર સેવકો બની જાય છે ત્યારે એક પંક્તિ યાદ આવે છે.''ઘર કો આગ લગી ઘર કે ચિરાગો સે''.ચંદ્રકાંત બક્ષી ટુ ગુણવંત શાહ વાયા જે.વી એન્ડ અશોક દવે.આ લખેલા નામો પ્રત્યે કોઈ અંગત દ્વેષ નથી.તેમનું નામ લખી શકું છુ કારણકે તે તમામ ને ઘણા જ વાંચ્યા છે અને વાંચું પણ છુ જ.તકલીફ કદાચ તે લોકો કોઈ ની તટસ્થ પ્રશંસા કરે તો પણ નથી.પણ જયારે માસ-હિસ્ટીરિયા(કોઈ એક રાજકીય પક્ષનાં વિરોધમાં અને એક પક્ષ અને વ્યક્તિનાં તરફેણમાં)પેદા કરવામાં યથાશક્તિ યોગદાન આપે તેમાં છે.લેખકોનો કર્મ અને ધર્મ પ્રજાને જાગ્રત કરવાનું અને વહીવટીતંત્રને તલવારની ધાર પર રાખવાનું હોય(પ્રજા નાં હિતમાં) છે નહિ કે વ્યક્તિગત માન-અકરામોની અપેક્ષા એ તેમની રજવાડી ભાટાઈ કરવાનો.કોઈ નાં સમર્થકો કેટલા છે એ બાબત કઈ ખાસ મહત્વ ધરાવતી બાબત નથી.કેમકે દેશમાં જ્યાં અન્ના હઝારે(તેમની કેટલીક ભૂલો છતાં) કરતા આશારામનાં સમર્થકો વધુ હોય ત્યાં.સિંહોનાં ટોળા ન હોય.
ReplyDeleteWhy would we ever trust these C-grade writers like Urvish Kothari when Chandrakant Baxi had supported Narendra Modi!? Let them write anything they want. Who care?!
ReplyDeleteThanks Nirmishbhai for pointing out the book by Chandrakant Baxi on Secular Taalibans. I bought it yesterday itself and read the whole book in one go.
Sunil Patel
Mr.Patel, Thanks for you certificate. It's worthiness in another issue though:-)
ReplyDeleteReg. C.Baxi and his cult that includes persons like you, he praised Shankersingh Vaghela like anything when he became chief minister.
His eagerness to enter Rajyasabha & efforts for it were all well knwon though not to the FB generation & the NRIs.
This is just for your knowledge which I'm afraid you are not bothered to expand as you are happy as a bigot conveniently quoting Baxi.
Do you have any proof or evidence of what you are talking about Chandrakant Baxi's 'eagerness' of entering in Rajyasabha? Or it is just unfalsifiable as always in your theories? Merely alleging anyone without any evidence or proof just makes you another Digvijaysingh.
ReplyDeleteBtw, you also have an FB account ;)
@Mr.Patel: This fact falls in to 'No Proof Required' category. If you stay in Gujarat or know anybody in active media, you can verify it. Even non-media. non-political persons with no blindfolds will inform you. and as usual, you haven't asked for the proof of His praise for Mr.Vaghela because you know, it'd be in writing:-)
ReplyDeleteYes, I have a proof (in the form of witness) of Mr.Baxi asking Ashok Bhatt for Ellisbridge Vidhansbha ticket and Bhatt not granting it. This conversation took place in one of my elderly friend's presence.
Now you'll question the authenticity of witness:-) and just think, what does it make you look like. An ignorant zealot?
Yes, I'm on FB but I'm not there to educate fools who don't want to know simple truth and are only interested in propagating myths.
>Now you'll question the authenticity of witness:-)
ReplyDeleteHa ha ha, Paani pahela paal bandhi?! Who is this elderly friend? Your imaginary friend? I bet now you will have many excuses not to give this friend's name!
Btw, just to remind you here. Shankarsingh Vaghela was the Chief Minister who gave orders for Abdul Latif's encounter. Now do you also have any problem with, Gujarat naa Digvijay Singh? Or you will again bring your pseudo-secularism here?!
ha..ha.. here you are mr.zealot. Not prepared to accept any truth which is not acceptable to you.
ReplyDeleteWhy this posturing then? Nurture your bigotry and don't pretend to be smart. your true colors are here for everybody to see in your pervert comments. good bye.
Anonymous said...This discussion is so unhealthy that it stinks.
ReplyDeletePlease stop this 'akshepbaji'. Atleast have decency in discussion.
I use to like Mr.Kothari's blog before but with this unhealthy discussion, I change my view.
Difference of opinion also should have some level which Mr. Kothari has forgotten.
Sorry, but very disappointed.
Purva level whch Mr. Kothari has forgotten.
Sorry, but very dissapointed.
Purva
ગુણવંત શાહ ને વર્ષો થી વાંચતો અને સાંભળતો આવ્યો છું.
ReplyDelete૨-૩ વાર મળીયો પણ છું.
એમના બધા વિચારો સાથે સંમત થવું જરૂરી નથી. હું પણ નથી.
પણ ઉર્વીશભાઈ નું વાક્ય " ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે." માં દ્વેષ તથા અવિવેક તો દેખાયોજ પણ વળી તે સત્ય થી પણ વેગળું લાગ્યું.
માફ કરશો ઉર્વીશભાઈ, પણ તમારા બ્લોગ પર તાત્વિક ચર્ચાને સ્થાન હશે અમ માનવાની ભૂલ કરી બેઠો.
મારું નામ પણ ઉર્વીશજ છે પણ વિચોરમાં તમારાથી જુદો પડું છું!
ઉર્વીશ શાહ
shah1985urvish@gmail.com
જો મુદ્દાના સવાલો સીધી-સ્પષ્ટ ભાષામાં ઉઠાવવા એ આક્ષેપબાજી, લેવલચૂક, અવિવેક, દ્વેષ હોય તો આ આરોપો વિશે મારે કશું કહેવાનું નથી- સિવાય કે નિરાશાની લાગણી પરસ્પર છે.
ReplyDeletevery well written article Urvish Bhai! such extremist writers really hurt the communal harmony and spread hate, hate and only hate. To make them expose is very tough task because they have so many supporters because of their extremist nature and extremist writings. Bravo !
ReplyDelete