આ ધબ્બા ‘દૂધસી સફેદી’ લાવનારા ‘નિરમા’થી પણ નહીં જાય
છેલ્લાં બે-એક વર્ષથી મહુવા તાલુકામાં નિરમાના સૂચિત સિમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક ગ્રામજનોનું આંદોલન ચાલે છે. ત્યાં દરિયાકાંઠે બનેલા (વિશાળ તળાવ) જેવા બંધારાને કારણે ખેડૂતોની જમીન ઉપજાઉ બની હતી. એ જમીન સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કે તેમનું હિત વિચાર્યા વિના ‘નિરમા’ને ફાળવી દીધી. તેના વિરોધમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને સેવાભાવી ડોક્ટર તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કનુભાઇ કલસરિયાએ અવાજ ઉઠાવ્યો. ડો.કલસરિયાની આગેવાની હેઠળના આંદોલનનો મુખ્ય સૂર એક જ છે કે સરકાર અને કંપનીએ જમીન આંચકી લેવા માટે છળકપટ કર્યું છે અને ખેડૂતોના અહિતનો વિચાર કર્યો નથી. અત્યાર લગી અનેક સ્તરે ચાલતા અહંિસક આંદોલનના એક યાદગાર તબક્કારૂપે ડો.કલસરિયાએ ૩ માર્ચ, ૨૦૧૧ના રોજ ડોળિયા ગામેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે કૂચ આરંભી હતી, જે આવતી કાલે બપોરે ગાંધીનગર સચિવાલય પહોંચવાની છે.
કૂચના ૧૪મા દિવસે આજે ડો. કલસરિયા, વ્હીલચેરમાં બેઠેલા વરિષ્ઠ નેતા સનત મહેતા અને ચારથી પાંચ હજાર હજાર લોકો અમદાવાદના આશ્રમરોડ પર ઉમટી પડ્યા હતા. બહુ વખતે ભાડૂતી કે રૂપિયાની લાલચે આવ્યા હોય એવામાણસો વગરની રેલી જોવા મળી. સરકારના અવિચારી અને આપખુદ વલણ સામે આટલા મોટા પાયે બહુ વર્ષો પછી વિરોધપ્રદર્શન જોવા મળ્યું. એ રીતે, ટાઉનહોલથી સાબરમતી આશ્રમ સુધી પગપાળી યાત્રામાં સાથે જોડાવું યાદગાર અનુભવ રહ્યો.
ઘણે દૂરથી આ યાત્રામાં માણસો ઉપરાંત એક કૂતરો પણ જોડાયો છે. તેનું નામ ‘મોતી’ પાડવામાં આવ્યું છે. એ વિશે સ્પષ્ટતા કરતાં ડો.કલસરિયાએ ગાંધી આશ્રમમાં કહ્યું,‘કોઇને થશે કે મોદી પરથી તેનું નામ મોતી પાડવામાં આવ્યું છે. પણ આપણી લડાઇ કોઇ વ્યક્તિ સામેની નથી. નરેન્દ્રભાઇ મોદી કદાચ સારું શાસન કરતા પણ હશે, પણ આપણો વિરોધ તેમની ઉદ્યોગતરફી નીતિ સામે છે.’
દરમિયાન, પર્યાવરણ મંત્રાલયે નિરમાને પ્લાન્ટનું કામ તત્કાળ રોકવાની અને તેને કાયમ માટે બંધ શા માટે ન કરવું એનો ખુલાસો કરવાની નોટિસ આપી છે. તેની સામે ‘આ મેટર સબજ્યુડિસ હોવાથી મંત્રાલય તેમાં આદેશ આપી શકે નહીં’ એવી કંપનીએ કરેલી રજૂઆત ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હોવાનું કનુભાઇએ ગાંધી આશ્રમમાં કરેલા સંબોધનમાં જાહેર કર્યું હતું.
રેલીમાં સાંભળવા મળેલાં કેટલાંક સૂત્રો
જાન દેંગે, જમીન નહીં
જય ભવાની, નિરમા જવાની
કનુભાઇની ટુકડી, ગાંધીનગર ઉપડી(આ રીતે બોલાતું હતું : કન્નુભાઇની ટુક્કડી, ગાંધીનગર ઉપ્પડી)
વાતો કરે છે મોટી, છીનવી લે છે રોટી
ધરતી અપને આપકી, નહીં કીસીકે બાપકી
જમીન માતાકી જય
At Gandhi Ashram : real 'public interest'
Urvish, thanks for uploading these images and experiences so fast. It shows your concern and excitement towards people's movement. Though I was not there, I am with the cause and share your excitement.
ReplyDelete- Kiran Trivedi
Nice timely reporting and posting by a person of your stature is value addition to the cause ..! great..!
ReplyDeleteThis is a very heartening development indeed. Thanks for making us experience the up, close and personal rawness of the movement, sitting here in Mumbai. Please keep covering these sort of people's rights' movements which quite a few times get blacked out by the mainstream media.
ReplyDeletevery nice article, thanks for covering it effectively and timely.
ReplyDeleteમહુવાના ખેડૂતો તો જગ્યા પરંતુ ગુજરાત ના અન્ય ખેડૂતો ક્યારે જાગશે ?
ReplyDeleteગુજરાતીમાં એક કહેવત છે... જેવો રાજા આવી પ્રજા....
ભાવનગર જીલ્લાનું મહુવા આ બાબતે સદભાગી છે કે ડો. કનુભાઈ કલસરિયા જેવા ખરા અર્થમાં ગાંધીવાદી ધારાસભ્ય તેમને રાજા તરીકે મળ્યા છે એટલે પ્રજા પણ પાણીદાર પુરવાર થઇ છે અને તેવો પોતાના હક્કો માટે થાક્યા વગર લડત ચલાવી રહ્યા છે... મહુવાના અ બહાદુર ખેડૂતોને અને આ લડતમાં સહભાગી થનારા સૌને સલામ.....
પરંતુ..... બાકીના ગુજરાતમાં વસતા અને સરકારની ખેડૂતો અને ખેતી વિરોધી નીતિનો ભોગ બનનારા સૌનું શું ?
નરેન્દ્ર મોદી.... કેટલા વ્યક્તિપૂજામાં રચ્યાપચ્યા રહેનારા લોકો તો તેમને ગુજરાત નો નાથ કહે છે.... પરંતુ હું તો તેમની કાર્ય પ્રણાલી જોઇને એટલુજ કહીશ કે નરેન્દ્ર મોદી એટલે ગુજરાત નો અનર્થ...
કારણ ઘણા છે.... બધામાં પાડવા નથી માંગતો.... પણ એટલું જરૂર કહીશ કે આ સરકાર અને આ સરકાર નો મોભી માત્ર પાંચ - દસ કરોદ્પતીઓનું જ વિચારે છે... જનતા જાય ભાડમાં......
એટલે જ સોનાની લગડી જેવી ઉપજાવ અને ખેડૂતોની મરણમુડી જેવી જમીન માનીતા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે ખેરાતમાં આપી રહ્યા છે આ મોદી એન્ડ કુ.
મહુવા માં વિરોધ થયો એટલે સત્ય બહાર આવ્યું કે ખેડૂતો ને આ સરકાર કેવી રીતે હેરાન કરી રહી છે...
હકીકત તો એ છે કે આ સરકારે સમગ્ર ગુજરાતમાં લાખો એકર જમીન પાણીના ભાવીપડાવાય રહી છે અને માનીતા ઉદ્યોગપતિઓ... જેવા કે અદાણી.. અંબાણી... નીરમાં.... એસ્સાર .. જેવા માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી રહ્યા છે...
છેલા ૧ દાયકાથી ગુજરાતના ગામડાના લોકો ને ૧૦૦ વારનો એક પણ પ્લોટ નથી મળ્યો... કારણ શું ? કારણ કે એ ગરીબ નથી... અને બી.પી.એલ. ની યાદીમાં નથી આવતા.... ગરીબ તો માનીતા ઉદ્યોગપતિઓ...... જે મોદી ને દેશ અને દુનિયા ફરવા માટે હેલીકોપ્ટર અને પ્લેન આપે છે...
ગુજરાતના ખેડૂતોનો અવાજ રૂંધાય રહ્યો છે..,,,,, ગાંધીનગરની ગાડી પર બેઠેલા તો સત્તાના કેફમાં પડ્યા છે અને ક્યાંથી ગરીબ અને લાસાર ખેડૂતોની વેદના સમજાય ?.... મત અને મોત નું રાજકારણ ખેલનારાઓને કોણ સમજાવે કે પાપ ના ભાગીદાર બનવા કરતા સત્તા પરથી ઉતરી જવું જોઈએ...કારણ કે યાવાતચંદ્ર દીવાકારો સુધી કોઈનું શાસન ટકયું નથી અને ટકશે પણ નઈ.... માટે ગુમાન,,,, અભિમાન.... સત્તા નો કેફ..... દુર કરીને ગરીબની ઝુપડીયે જઈને તેમનો આંતર્નાદ સંભાળવો જોઈએ..
નીરમાં સામેનું મહુવાના ખેડૂતોનું આંદોલન સમગ્ર ગુજરાતની જનતાએ જાગવું જોઈએ.... હક્ક માટે લડવા સિવાય કોઈ રસ્તો જ આ બહેરી અને મૂંગી સરકારે બચવા જ નથી દીધો...
જર.... જમીન અને જોરુ... ત્રણેય કજિયા ના છોરું... આ કહેવત પણ સાચી હોય તો પણ લડાઈ લડવી જોઈએ...
ગુજરાત સરકાર જો આ આંદોલનમાંથી શીખ નહી લે તો આવનારા દિવસોમાં આના કરતા પણ વધારે આક્રો વિરોધ સહન કરવો પડશે એ નક્કી,,
દેવસી મોઢવાડિયા
મહામંત્રી - ગુજરાત એન.એસ.યુ.આઈ.
One more comment from me, your first picture of a farmer is an award winning photo and says a lot about this movement, if you could find and submit it to to the right venue.
ReplyDeleteમોદીની વિકાસયાત્રા કે વિનાશયાત્રા ????????
ReplyDeleteદહેજ, ( ભરૂચ દ.ગુજરાત) મા પણ આજ કે આનાથી ખરાબ પરિસ્થિતિ છે.પણ સ્થાનિક વસ્તી અભણ અને અત્યત પછાત છે અને તેમને યોગ્ય નેતાગીરી મળતી ન હોવાના કારણે સરકારશ્રી દ્વારા જાહેરનામા બહાર પાડી જમીન પડાવવામા આવી રહી છે.
ઉદ્યોગોને પાકા અને પહોળા રસ્તા, રેલ્વે. વીજળી, ભરપૂર પાણી આપતી સરકાર ખેડૂતો કે ગામડાને આવી સુવિધા આપવામા ઉણી કેમ ઉતરે છે.
પાણી પુરવઠા દ્વારા અપાતુ પાણી પણ કહેવાતા આગેવાનો ચાઉ કરી જાય છે. ગરીબોને તો પીવાના પાણીની પણ સમસ્યા રહે છે.
હુ શરૂઆતમા આધળો મોદી ભક્ત હતો પણ હાલની પરિસ્થિતિ અને મોદી સરકારના વલણથી હવે ચિતા થાય છે. જ્યા જ્યા ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે ત્યા આમ જનતાની શાતિનો ભગ થઇ રહ્યો છે. પ્રદૂષણનો જ્વાળામુખી ફાટી રહ્યો છે. રહી સહી જમીન ઉદ્યોગોના પ્રદૂષણથી વેરાન થવાની અણી પર છે.
અકલેશવરમા પ્રદૂષિત પાણીના નિકાલની લાઇનથી ઉદભવેલા પ્રશ્નો ખરેખર વિકરાળ બની રહ્યા છે. લાઇન લીકેજથી હજારો એકર જમીન પર પાણી ફરી વળી વિનાશ વેરે તો પણ ખેડૂતોનુ સાભરનાર કોઇ નથી.
ગુજરાતની બેરોજગારી નહિ પણ પરપ્રાતિયોની બેરોજગારી હટાવવા વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતના ખેડૂતોની જમીન છિનવાઇ રહી છે તેના પર પરપ્રાતિય લોકો રોજગારી મેળવી રાજ કરી રહ્યા છે.
દહેજ જેવા શાત વિસ્તારમા હવે લૂટફાટના બનાવ સામાન્ય બની રહ્યા છે. ચોરીનુ પ્રમાણ ભયકર હદે વધી રહ્યુ છે. જ્યા તાળા મારવાની જરૂર ન હતી ત્યા હવે ધોળે દહાડે પણ સલામતીનો અભાવ થવાના દિવસો નજીકમા છે.
આવનારા વર્ષો ગુજરાતની અસ્મિતાના વિનાશના હોય તો નવાઇ નહી. એનાથી મોટો પ્રશ્ન ગુજરાતની રાજકીય નેતાગીરી ક્ષેત્રે સક્ષમ નેતાગીરીનો અભાવ અને તેના કારણે મોદી બેફામ બની શક્યા છે. બાકી મોદીના ઘોડાને લગામ હોત તો આ ઘોડો કામનો તો હતો જ.
ભગવાન કરે આ આંદોલન પ્રજાનું જ હોય અને કોઇ રાજકીય ઇરાદો ન હોય. જો કે આજે છાપામાં વાંચ્યું કે આંદોલનકારીઓને રાહુલ ગાંધી અને જયરામ રમેશ પર પણ વ્હાલ આવ્યું છે. એટલે આંદોલન હવે કેટલાં સમય સુધી રાજરંગથી અલીપ્ત રહેશે તે પ્રશ્ન છે.
ReplyDeleteછેલ્લા કેટલાય સમયથી ઔદ્યોગિક વિકાસ અને કૃષિવિકાસની વચ્ચે હરિફાઇ ચાલી જ રહી છે. અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોનો આવા ઔદ્યોગિક વિકાસ સામે વિરોધ થતો જ રહ્યો છે. પરિવર્તન સામે વિરોધ થવો સ્વાભાવિક છે. પણ કૃષિને બદલે ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું જ પડશે, કારણ કે કૃષિ આધારિત અર્થતંત્ર ક્યારે પણ મજબૂત નથી હોતું. પણ આપણા દેશમાં કૃષિને એક વ્યવસાયને બદલે ભાવનાત્મક મુદ્દો બનાવી રાજકીય લાભ મેળવવાની પરંપરા બહુ જૂની છે.ઉદ્યોગો વિના કાયાપલટ થવી શક્ય જ નથી. કચ્છ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેના ઔદ્યોગિક વિકાસે આજે કચ્છની કાયાપલટ કરી છે તેનો ફાયદો સામાન્ય કચ્છી પ્રજાને પણ થયો જ છે. અજે નવું મેળવવા જૂનું ત્યાગવું જ પડે.
હા પણ સરકારે સ્પષ્ટ જમીન સંપાદનની નીતિ બનાવવી જોઇએ.
i deeply appreciate and heartily support the movement led by people for their rights!
ReplyDeletecongratulations Urvishbhai, you've once again stood by a cause and made it explicit.
Brinda
wow...i wish i could be the part of this revolution....this pad yatra reminds me of my "street play -pad yatara" from Porbandar to Gandhi ashara,Ahemedabad in 1997 and that was my real learning lessons of life....
ReplyDeletethanks all.
ReplyDelete@ shivani: can be very much in touch without FB. at uakothari@gmail.com
હા પણ સરકારે સ્પષ્ટ જમીન સંપાદનની નીતિ બનાવવી જોઇએ.
ReplyDeleteDear Krutesh,
તમારી આ વાત ખુબ જ ગમી. જમીન સપાદનની સ્પષ્ટ અને જમીનધારકના હિત સચવાય તેવી નીતિ હોવી જોઇએ. અત્યારે તો મધ્યયુગના રાજાઓની જેમ મન ફાવે ત્યા અને મન ફાવે તે જમીન બાપીકી જાગીર સમજીને ફાળવી દેવામા આવે છે. ત્યારે જ તો ભાજપના જ ધારાસભ્યએ પદયાત્રા કરવી પડી હશે ને ?
great urvishbhai...
ReplyDeletethank you....
આ પદયાત્રા દ્રશ્યો જોઈ હરખ માતો નથી....આપના એક લેખ માં વાંચ્યું હતું કે ગાંધીની એક વાત જે લગભગ ભુલાઈ ગઈ છે કે ભુલાઈ જાય છે તે સંઘર્ષ.
ReplyDeleteઆજે ન્યાય અને હક માટે નો સંઘર્ષ જોઈ ખુબ આનંદ થયો....બીજો ગાંધી ના મળે તો કઈ નહિ પણ પ્રજા ના દિલ માં રહેલો ગાંધી જાગી જાય તો ય ઘણું છે...
Experience of civil society, led by Dr. Kalsaria for farmers cause is examplary.
ReplyDeleteAny developmental plan / vision should equate with nature & inclusive growth. Else could be natural+ catastrophe.
Thanks UA
Jabir