ગયા અઠવાડિયે ગાંધીનગરમાં ‘વ્હાય બર્ન્ટ’ના જવાબની અવેજીમાં કે તેના વિસ્મરણ માટે શરૂ થયેલા વાયબ્રન્ટ મહોત્સવનો વઘુ એક અંક ઉજવાઇ-ભજવાઇ ગયો. આ વખતના વાયબ્રન્ટનું સ્થળ હતું મહાત્મા મંદિર.
મહાત્મા એટલે પેલા આફ્રિકાવાળા બેરિસ્ટર ગાંધી, જે પેટ્રોલપમ્પ પર એટેન્ડન્ટ ન હતા, સાધનશુદ્ધિ જેવા જૂનવાણી ખ્યાલોમાં માનતા હતા અને સરકાર પરદેશી હોવા છતાં તેને ઉઠાં ભણાવતા ન હતા, છતાં મહાન બની ગયા. તેમનો જન્મ ચોરવાડથી અમુક કિલોમીટર દૂર આવેલા પોરબંદરમાં થયો હતો અને મૃત્યુ વડાપ્રધાનની કચેરીથી અમુક અંતરે આવેલા બિરલા ભવનમાં, કરરાહતોને બદલે કોમી અશાંતિ જેવા પારકી પંચાતના મુદ્દે ગોળી વાગવાથી થયું. એ ગોળી સ્વદેશી બનાવટની હતી કે કેમ એ તપાસનો વિષય છે.
મહાત્માના સિદ્ધાંતો ભૂલીને તેમનું નામ યાદ રાખવા માટે ગાંધીનગર ઓછું પડતું હોય તેમ ગુજરાતની વર્તમાન સરકારે લાખો રૂપિયા ખર્ચીને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ઉભું કર્યું છે. (વાયબ્રન્ટ મોસમમાં અમુક લાખ કરોડને બદલે ફક્ત ‘લાખો રૂપિયા’ જેવો નાનો આંકડો વાંચીને કોઇની લાગણી દુભાય તો આગોતરી ક્ષમાયાચના.)
‘મહાત્મા મંદિર’નો બિઝનેસ સેન્ટર તરીકેનો ઉલ્લેખ વાંચીને ‘સતિ સાવિત્રી મસાજ પાર્લર’ જેવું કોઇ તોફાની નામ સૂઝી આવે છે? તો ચંચળ મન પર કાબૂ રાખો. રાજદ્રોહ કરવાની આટલી શી ઉતાવળ?
પાંચસોની નોટ પર મરકતા મહાત્માને અંજલિ આપવા માટે ગુજરાત સરકારે તેમને વેપારધંધા સાથે સાંકળી લીધા અને તેમના નામનો ધંધો કરવાની સાથોસાથ તેમના નામે ધંધો- બિઝનેસના મેળા- યોજવાનો પણ ચીલો પાડ્યો છે. મહાત્મા મંદિરમાં આયોજિત અને સરકાર દ્વારા પ્રાયોજિત જયજયકારનો શોરબકોર સ્વર્ગીય- છેક સ્વર્ગ સુધી પહોંચે એવો- હોવાથી ગાંધીજીને પણ મહાત્મા મંદિરનો એક આંટો મારી આવવાની ઇચ્છા થઇ. દૂરંદેશી સરદારે તેમને કહ્યું, ‘હવે તમને એકલા નહીં જવા દઊં. હું સાથે આવીશ.’
બન્ને જણ પોતાના સામાન્ય પોશાકમાં ગાંધીનગર સુધી તો પહોંચ્યા, પણ ચોતરફ નાકાબંધી જોઇ. તેમણે અંદર જવાનો પ્રયાસ કર્યો, એટલે કડક મુખમુદ્રા ધરાવતા સુરક્ષાકર્મીઓએ તેમને પડકાર્યા,
***
સુરક્ષાકર્મીઃ એ કાકા, ક્યાં જાવ છો? દેખાતું નથી આ બઘું બંધ કરેલું છે?
ગાંધીજીઃ મહાત્મા મંદિર જવું છે ભાઇ. બઘું દેખાય તો છે, પણ સમજાતું કશું નથી.
સુરક્ષાકર્મીઃ ખોટી મગજમારી ના કરશો. હમણાં સાહેબની ગાડીઓનો કાફલો વાંઉ વાંઉ કરતો નીકળશે. ક્યાંક અડફેટે આવશો તો વગર કારણના શહીદ થઇ જશો અને અડધાં કપડાં પહેરેલા કોઇ માણસને સાહેબ રસ્તા પર જોઇ જોશે તો અમારી નોકરી જશે.
ગાંધીજીઃ કેમ? ગરીબોને પહેરવા માટે પૂરતાં કપડાં મળે તેની જવાબદારી હવે સરકારની નથી રહી? સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવી છે?
સુરક્ષાકર્મીઃ તમે જીભાજોડી બહુ કરો છો. લાગે છે કે ગુજરાતીમાં સમજણ પડતી નથી. પછી ક્યાંક જીભને બદલે હાથ ચાલી જાય તો કહેતા નહીં.
(સરદાર વચ્ચે પડે છે. )
સરદારઃ શું થયું ભાઇ?
સુરક્ષાકર્મીઃ તમે વચ્ચે દોઢડહાપણ ન કરશો. ઊંમર જાણીને કશું બોલતો નથી, એમાં તો જાણે....(ગુસ્સાથી વાક્ય અઘૂરૂં છોડી દે છે.)
સરદારઃ પણ આ ડોસાએ શું ખોટું પૂછ્યું? અમે અમારા પગે ને જાહેર રસ્તા પર ચાલીએ છીએ. પછી અમારે શા માટે અને કોનાથી ગભરાવાનું?
સુરક્ષાકર્મીઃ (પોતાની બંદૂક બતાવીને) આનાથી ગભરાવાનું. એક વાર કહ્યું તો ખરૂં કે આજે કડક બંદોબસ્ત છે.
સરદારઃ શાનો? ગાંધીનગરના રસ્તા પર કોઇ ગરીબ ન દેખાઇ જાય એનો?
સુરક્ષાકર્મીઃ હવે હદ થાય છે. તમે અહીં બાજુ પર ઉભા રહો. મારે મારા સાહેબને જ બોલાવવા પડશે.
(ઉપરી આવે છે અને કડકાઇપૂર્વકની વિનમ્રતાથી વાત ચાલુ કરે છે.)
ઉપરીઃ બોલો કાકા. શું છે? ઘેરથી કાઢી મૂક્યા છે? કેમ અહીં આંટાફેરા મારો છો? જોતા નથી, બંદોબસ્ત છે?
ગાંધીજીઃ પણ ભાઇ, મારે તો મારા શહેરમાં...મારા નામેરી શહેરમાં જવું છે.
ઉપરીઃ એટલે? તમારૂં એમ કહેવું છે કે તમે ગાંધી છો? ધારો કે તમારી અટક ગાંધી હોય તો પણ શું થઇ ગયું? ગાંધીનગર તમારૂં થઇ ગયું? માથે ટાલ પડી ગઇ તો પણ એટલું ન સમજ્યા કે ગાંધીનગર કોઇનું થયું નથી ને થવાનું નથી.
ગાંધીજીઃ તમારી વાતમાંથી પહેલી વાર મને કંઇક પ્રકાશ દેખાયો છે...સત્યની ઝાંખી થઇ રહી છે...
ઉપરીઃ પણ એ ઝાંખી ઘાટી થાય એ પહેલાં તમે રવાના થઇ જાવ. કોઇની હડફેટે ચડી જશો તો નકામો રાજદ્રોહનો કેસ થઇ જશે.
ગાંધીજીઃ વારે ઘડીએ રાજદ્રોહની ધમકી શું આપો છો! ગયા જનમમાં અંગ્રેજ સરકારની લૂણ ખાઘું હતું કે શું?
ઉપરીઃ એય, ઊંમર જાણીને વિવેકથી વાત કરૂં છું એટલે ચરબી કરે છે?
(વાત વણસતી જોઇને અત્યાર સુધી પાટિયાં, ફોટા અને વાતાવરણનો અભ્યાસ કરી રહેલા સરદાર વચ્ચે પડે છે.)
સરદારઃ એક મિનિટ ભાઇ. આ કાકાને તમે ઓળખો છો? છેક દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે.
ઉપરીઃ (એકદમ નરમ બનીને) વાયબ્રન્ટમાં ભાગ લેવા આવ્યા છો? એમ બોલો ને ક્યારના? આડીઅવળી વાતો શું કરવા કરો છો? અને પેલું બઘું આગળ જે કહ્યું એ તો હું ગમ્મત કરતો હતો. હેં હેં હેં. તમે સખ્ખત જોલી છો. પણ આમ કેમ ચાલતા?
સરદારઃ ગાડી રસ્તામાં બગડી ને ટાઇમસર પહોંચવું હતું.
ઉપરીઃ (એક સુરક્ષાકર્મીને બૂમ પાડે છે) અરે આમને મહાત્મા મંદિર પહોંચાડી આવો. મહેમાન છે. આફ્રિકાથી આવ્યા છે...(સહેજ અટકીને) એમ જ આવ્યા છો કે સાથે (ઇશારો) કંઇ લાવ્યા છો?
ગાંધીજીઃ (સરદારને) ના રે ભાઇ. આટલું ચાલવું એમાં પાણી સાથે રાખવાની શી જરૂર?
સરદારઃ એ પાણીની ક્યાં વાત કરે છે? (ઉપરીને) ના, ભાઇ. અત્યારે કશું નથી. કસ્ટમમાં બઘું જમા કરાવી દીઘું.
ઉપરીઃ કંઇ નહીં, સાહેબ. ફરી આવો ત્યારે યાદ આવજો અને આ વખતે આવ્યા છો તો બે-ચાર લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરીને જજો.
ગાંધીજીઃ સરદાર, આ એમઓયુ વળી શું છે?
સરદારઃ ગુજરાતની પ્રજાને રમાડવાના ધૂઘરા અંગ્રેજીમાં એમઓયુ કહેવાય છે.
ગાંધીજીઃ (ખડખડાટ હસે છે) તમારૂં ટીખળ છૂટ્યું નહીં, સરદાર. આપણી પ્રજા હજુ ૬૩ વર્ષે પણ ધૂઘરે રમે એવી છે?
સરદારઃ એનો આધાર પ્રજા પર નહીં, રમાડનાર કોણ છે એની પર છે. જવાહરની છોકરીએ કેવી આખા દેશની પ્રજાને ‘ગરીબી હટાવો’ના ધૂઘરે રમાડી હતી? તમને તો યાદ હશે, પણ લોકો હવે ભૂલી ગયા છે.
ગાંધીજીઃ મહાત્મા મંદિરમાં કોણ કોને રમાડે છે?
સરદારઃ (હસીને) સરકારને લાગે છે કે એ ઉદ્યોગપતિઓને રમાડે છે. ઉદ્યોગપતિઓને લાગે છે કે એ સરકારને રમાડે છે, પણ એવું લાગે છે કે બન્ને ભેગા થઇને ખરેખર તો પ્રજાને રમાડે છે.
ગાંધીજીઃ (મૂંઝાઇને) સરદાર, આપણે પાછા જઇએ. હવે આ અવસ્થામાં ક્યાં ઉપવાસ કરવા!
(બન્ને ધીમે ધીમે ચાલતા અદૃશ્ય થાય છે. પાછળથી કાફલાની સાયરનોના અવાજ સંભળાય છે.)
urvishbhai...................nice satire on political system.....but one thing is clear ...now there is one official gandhi mandir ...which will keep reminding his thaoughts to generationnext in any form.............thanx to MR.MODI/////and his
ReplyDeleteMouDITVA..........OTHERWISE there wouldnot be any
gandhi monument by SOME OTHER bjp CHIEFMINISTER....
SECOND THING ....as a commonman , atleast i feel some positive changes ......regarding electricity / roads / infrastructure / CORRUPTE private collages which ATLEAST prevent gujarati students to go in outstates / and some ununderstadable buisness in SAURASHTRA and KUTCH
/ THERE is no short water supply now in saurashtra somehow.........AND COMMON MAN DOESNT understand IN VIBRANT GUJARAT.....but can feel all this........urvishbhai.......everybody has to b nuetral in criticism.........
Wah!
ReplyDeletesukumar M. Trivedi
Sir,
ReplyDeleteIt is ok if you personally don't like someone's working style, but you can definitely appreciate what is good for larger class of people.
:)
ReplyDeleteપ્રિય શ્રીઉર્વિશભાઈ,
ReplyDeleteમને પ્રશ્ન થાય છેકે, પૂજ્યબાપુ અને પૂજ્યસરદારને મહાત્મામંદિરના દ્વાર સુધી લાવીને, આપે જાતે અનુભવેલી સ્વમાનભંગની કોઈ પરિસ્થિતિ પર કટાક્ષ-પ્રકાશ પાડ્યો છેકે શું?
માર્કંડ દવે.
પ્રિય માર્કંડભાઇ
ReplyDeleteતમારા પ્રશ્નનો ટૂંકો જવાબ છેઃ ના.
તેમાં ઉમેરો એટલો કે લોકો કોઇને અંગત જયજયકારને જાહેર (ગુજરાતનો) ગણતા થઇ જાય અને એ માટે થતા જાહેર ભપકાની ટીકામાં ટીકા કરનારનો અંગત સ્વમાનભંગ કલ્પી લેતા થઇ જાય, એ આપણું સહિયારૂં પ્રજાકીય કમનસીબ છે.
i feel gandhi's visit to gandhinagar ended quite abruptly, for he couldn't reach his destination - 'mahatma mandir', the mega memorial where the 'vibrant' tamasha was enacted.
ReplyDeletefor the first time i felt you ran out of your creative ideas. i wish you could have developed the satire with more such encounters - political, corporate, bureaucratic et al.
1. મહાત્મા મંદિરમાં આયોજિત અને સરકાર દ્વારા પ્રાયોજિત જયજયકારનો શોરબકોર સ્વર્ગીય- છેક સ્વર્ગ સુધી પહોંચે એવો- હોવાથી ગાંધીજીને પણ મહાત્મા મંદિરનો એક આંટો મારી આવવાની ઇચ્છા થઇ.
ReplyDelete2. કેમ? ગરીબોને પહેરવા માટે પૂરતાં કપડાં મળે તેની જવાબદારી હવે સરકારની નથી રહી? સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવી છે?
3. માથે ટાલ પડી ગઇ તો પણ એટલું ન સમજ્યા કે ગાંધીનગર કોઇનું થયું નથી ને થવાનું નથી.
4. ગુજરાતની પ્રજાને રમાડવાના ધૂઘરા અંગ્રેજીમાં એમઓયુ કહેવાય છે.
5. સરદાર. આપણી પ્રજા હજુ ૬૩ વર્ષે પણ ધૂઘરે રમે એવી છે?
6. સરદાર, આપણે પાછા જઇએ. હવે આ અવસ્થામાં ક્યાં ઉપવાસ કરવા!
અદભુત......નાટ્ય લેખનથી ખાસું નજીક છે.....તમારા પ્લોટ્સ અદભુત હોય છે.
તમારી શબ્દો પરની પકડ, હાસ્યની સાચી સમજ અને નિસ્બત ભેગા મળીને હંમેશની જેમ મજા કરાવે છે...........
હા હા હા હા... તમારો લેખ વાંચવાની ખુબ મજા પડી... પછી પ્રતિભાવો વાંચવાની પણ ખુબ મજા આવી...
ReplyDeleteએક ભઈ તમને કહે છે... "everybody has to b nuetral in criticism......... " અને પોતે જ ન્યુટ્રલ ક્રિટીસીઝમ નથી કરતા... હા હા હા... પેલું છે ને.. "હું તમને સલાહ આપું છું કે કોઈને સલાહ નહિ આપવાની..
મને તો મહાત્મા મંદિર અને લોકોનો તેના માટેનો અહોભાવ જોઈ ને એવું થાય છે.. જેવું દયાનંદ સરસ્વતીને પોતાની મૂર્તિ જોઇને થાય...
ReplyDeleteIf Gujarat and national society desire to re-experience Mahatma and his principles should be welcome.
ReplyDeleteBefore any journalistic pen write with humors and satire approach, a justice pen is awaited to be experienced who experienced injustice.
Lot of ground and home work is to be experienced which could create an environment to live in plural society with and without difference, enshrined in our Constitution.
Let us meet with an expectation of justice will be meted out to victims in the orchestra of development.
Jabir Mansuri
Media Cell
(Monitoring Issues:
Affect & Develop a Society)
JIH-Ahmedabad-West
www.jamateislamihind.org
Urvishbhai shu V.gujarat ma KAE J saru na hatu Gujarat k Bharat mate?...kyarek to diwal par lakhayela satya ne olakho....aat aatala loko;udyogpatio;videshi mahanubhavo..kae amasta ja JAKH MARAWA aahi bhega thay?....e badha ja MARA-TAMARA karata vadhu budhhishali ane hoshiyar che e to tame mano cho ne?...
ReplyDelete@parikshit: it's not abt sense. it's abt common sense. Businessman 'jakh marawa' nahi, dhandho karwa aave chhe.and Vanche Guj.? It's absolute farce.
ReplyDeleteદેશની ગરીબી જોઇ એક જ વસ્ત્રમાં બાકીનું આયખુ પુરું કરનાર ગાંધીના નામે લાખ્ખોનુ મંદીર બંધાય ત્યાં પછી બિઝનેસ મેળાવડા જ થાય હિન્દસ્વરાજના પાઠ નહીં. આખરે ખપ ગાંધી બ્રાન્ડનો છે કે મૂલ્યોનો ?! - મહેબૂબ
ReplyDeleteએક સરસ કટક્ષિકા તરીકે લેખ બહુ જ સરસ છે. પરંતુ આજની વાસ્તવિકતા પણ સ્વિકારવી એટલીજ જરુરી છે. આજે ‘જો દિખતા હૈ વો બીકતા હૈ’ નો જમાનો છે. એ સાચુ છે કે હજારો કરોડોના જે એમ.ઓ.યુ. થયા છે એ બધા કઇ ગુજરાતમા રોકાણ કરવાના નથી. પણ આવા ‘તમાશા’ના બહાને મુડીપતિઓ કમ-સે-કમ ગુજરાતમા આવ્યા, અહિ શુ શુ તકો રહેલી છે, સરકાર શુ મદદ કરવા તૈયાર છે... વગેરે માહિતી એ લોકો ને મળી. ભવિષ્યમા જ્યારે મુડી-રોકાણ કે નવો ઉધ્યોગ સ્થાપવાનો ‘પ્લાન’ કરે ત્યારે એ લોકો ગુજરાતને પણ ધ્યાન મા લેશે એ મહત્વનુ છે. બાકી રહી વાત મહાત્મા મન્દિરની. ગુજરાતમા કરોડોના ખર્ચે મહાત્મા મન્દિર બને એમા કશુ ખોટુ નથી. કારણ કે બાકી ‘હિન્દુસ્તાને’ તો મહાત્માને માત્ર રુ. 500ની નોટ પર જ રહેવા દીધા છે.
ReplyDeletedear parikshit,
ReplyDeletelet me paste here your childish remark so that you can have a chance to rethink :
'e badha ja MARA-TAMARA karata vadhu budhhishali ane hoshiyar che e to tame mano cho ne?'
do you really believe 'udyogpatio' and 'videshi mahanubhavo' are as a rule more' budhhishali ane hoshiyar' than others?
do you mean to say dhirubhai can pass on his 'intellectual heritage' in the form business acumen to his children mukesh and anil just by bloodline?
intelligence is no man's monopoly and neither the videshi nor the desi, neither the worker nor the industrialist can claim it through his bloodline.
but yes, you are right in a sense : they are more buddhishali in the sense that they know they can create their own paradise and live in 'antila'like heavenly homes only by be-fooling the selfish political leadership of this country.
yes, they are more hoshiyar and buddhishali master tricksters and modi the biggest fool. who will otherwise allow this plunder of our natural resources that are meant for the sustenance of the people?
Urvish and parikhshit, obviously "udyogpatio" would come if government gives them big soft loans, land at throwaway price and such benefits. But V. Gujarat (i think he meant Vibrant Gujarat) gives even another opportunity to these industrialists. Just by signing MoU, they can stay in news and keep the price of the shares up. and its no small feat. every other day you'll hear something about ambanis in the news and most often you'll wonder why its news-worhty. Its all to keep up the prices of the shares.
ReplyDeletedear LIFE
ReplyDelete1)Gujarat has been a HOT destination so to say, for industries, for quite a long time only if u just check recent histroy of 3-4 decades. Tatas et.all were in Gujarat well before Mr.Modi. They are business persons & would sing praise for their actual/probable benefactors.
2)tamashas are managed with keeping in mind CM's projections and they're disproportionately projected- not like your argument but with great hyperbole. People are led to believe that gujarat was in stone age & present CM put it on progress track.
3)Reg.mahatma Mandir, if u don't find such a BIG irony as irony, well.. what can i say?
મારી ઉપરોક્ત કોમેન્ટ સંદર્ભે સ્પષ્ટતા કરું કે આ ટિકા બિઝનેસ સમિટ અર્થે કરાયેલ સ્થળની પસંદગી ને લઇને - 'સતિ સાવિત્રી મસાજ પાર્લર' ના ટોનમાં છેં. આ સિવાય ઉપર એક મિત્રની કોમેન્ટ વાંચતા સમજાય છે તેમ 'મંદિર'નું સ્વરુપ એક વિરાટ મેમોરિયલનુ હોય તો લાખ્ખોના ખર્ચ બાબત કહેવાનું રહેતું નથી. અને હા આ પ્રકારના ગ્લોબલ મેળાવડા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને મદદરુપ થઇ શકે તેવું સમિટની સફળતા જોતા પ્રતિત થયા વગર રહેતુ નથી. અર્થવ્યવસ્થાનું ગાંધી મોડેલ જેમનું તેમ આજે પ્રસ્તુત હોઇ શકતુ નથી તે તો આપ પણ સ્વીકારશો. - મહેબૂબ મકરાણી
ReplyDeleteવાયબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતનો શું વિકાસ થઈ રહ્યો છે તેની મારા જેવાને જરાય ખબર પડતી નથી. ગુજરાત સરકારની ફિક્સ પગારની
ReplyDeleteવાયબ્રન્ટ પોલિસીને લીધે હું મીડલ ક્લાસમાંથી આજે લોઅર મીડલ ક્લાસમાં આવી ગયો છું. સને ૨૦૧૧ માં પ્રામાણિક હોવાના એકમાત્ર કારણોસર ત્રણ જણાનું ઘર ચલાવવાના ફાંફા પડે છે. એક સાંધે ત્યાં તેર તૂટે છે ત્યારે વિકાસની વ્યાખ્યા શું હોવી જોઇએ એ આપ સહુ જણાવો તો સારું. વિકાસ તો ફક્ત એમનો જ થઈ રહ્યો છે કે જેમની પાસે જમીનો છે, શેરબજારની કમાણી છે કે બાપદાદાના અઢળક રુપિયા છે. મારી આર્થિક સ્થિતિના કપડા ઊતારવા ગમતા નથી પરંતુ મારા જેવા અનેક કુટુંબો ગુજરાતમાં વસી રહ્યા છે અને એ બઘાની વાયબ્રન્ટ ગરીબીને અમુક વર્ગ દ્વારા નજરઅંદાજ કરીને વિકાસની વાહવાહ કરવામાં આવી રહી છે. હવે પછીથી જ્યારે જ્યારે વગર વિચાર્યે વાયબ્રન્ટ ગુજરાતના નારા લગાવો ત્યારે ત્યારે એટલું યાદ કરજો કે ગુજરાતમાં એવાય ઘણા કુટુંબો છે કે જેમને ગુજરાતમાં રહીને પણ વિકાસનો કોઇ જ ફાયદો થતો નથી.
Urvishbhai,
ReplyDeleteIt is correct that Gujarat was earlier also a destination-of-choice for many. But it does not mean we can just be a silent onlooker. Propaganda/advertisement/"Tamashas" are must for continuing the present position.
So far as CM's projection is concerned, we must remember that Sh Modi is a politician first. He is not a saint. He will not even move a finger if it is not beneficial to his. But at the same time we must accept the fact that he at least ensures that he is matching the benefits of states with his own. Otherwise most politicians have mostly bothered about his own interest only. And if you CAN NOT do anything for the burning house, at least you can enjoy the heat in this shivering cold. As of now, do we have any choice, even little one, for replacing Sh Modi?