નાનપણમાં ઓફિસો જોઇ ન હતી ત્યારે સાહેબગીરીનું પહેલું અને ચિરંજીવ ચિત્ર રેલવે સ્ટેશન પર અંકાયું હતું. એક ટ્રોલી હોય, તેની પર એક બાંકડો, પાછળ ઉંચા દંડા પર મોટી છત્રી ગોઠવેલી હોય, તેની છાયામાં બાંકડા પર એક ‘બાબુ’ બેઠા હોય અને એ લારીની આગળ બે માણસ હોય, પાછળ બે માણસ ધક્કા મારતા હોય, પાટા ઉપર જ સંતુલન જાળવીને ધક્કો મારતા એ માણસો ટ્રોલીની થોડી સ્પીડ આવે એટલે પાટા પર દોડતા દોડતા ટ્રોલી પર ચડી જાય. વળી પાછી ટ્રોલી ધીમી પડે એટલે નીચે ઉતરીને ધક્કા મારે. ત્રીજા એકાદ માણસના હાથમાં ઝંડી હોય, ચોથાના હાથમાં બીજું કંઇક. એ બધાની પ્રવૃત્તિઓથી નિસ્પૃહ ‘બાબુ’ બેઠા હોય, કદાચ એ એમનું કામ કરતા હોય- કશુંક નોંધતા હોય અથવા અવલોકતા હોય.
Urvish, Ironically this post has come after UR digital tech. post which gives me mixed feeling of pain and humour. Can't our Govt. agencies think of better updated tools to eliminate, torture to the poor subbordinates of 'babu'? If he needs shelter then he can get umbrella fixed to a pipe, right? Using latest equipment would surely reduce man-power usage but then, it will give them to utilize them for betterment of work too.
ReplyDeleteThnx for the post.
you are very right Narendrabhai, mechanization and automation can help a lot in mitigating the humiliating labours of such 'beasts of burden also called the lesser human beings'.
ReplyDeletethe visuals remind us of of many such 'children of lesser god' both old and new : kings and queens' palanquin bearers, the pedal rickshaw pullers of kolkata, the 'doliwalas' carrying the pilgrims, the wheel-chair pullers of jain sadhus and sadhvis, the 'kavadias' bringing gagangajal and finally the scavengers carrying excrement on their head!
let us hope, even such tiny efforts of photo-journalism can contribute in sensitising readers to think twice before trampling on anybody's human dignity and human rights?
let us thank the the blogger.
આણંદ - ગોધરા રેલવે લાઇન પરના ડાકોર નજીકના ઠાસરા ગામમાં રહેતા ૧૯૮૨-૮૩ના વર્ષમાં આવી ઠેલણગાડી જોયાનું યાદ છે. આ રેલવે લાઇન સિંગલ ટ્રેક હોવાના કારણે ટ્રેનની અવર - જવરના સમયે વજનદાર ગાડીને ટ્રેક પરથી નીચે ઉતારવાનું કામ તેને ધક્કો મારવા કરતાંય વધારે કષ્ટદાયક રહેતું. આવું વારંવાર કરવું પડતું એવું જોયાનું યાદ છે. મોટોરાઈઝડ વ્હીલચેરના જમાનામાં રેલવે કમસે કમ આ કામમાં તો કોલસાના ભખ ભખ એન્જિનના જમાનામાં હોય તેમ લાગે છે.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
E-mail: binitmodi@gmail.com
રેલ્વેના પાટાનું ચેકિંગ કરતા સ્ટાફને ગેંગમેન કહે છે. ગેંગમેનની એક ‘ગેંગ’ સરેરાશ આઠ કિલોમીટરના પાટાનું ચેકિંગ કરતી હોય છે. દિવસ હોય કે રાત, કાળઝાળ ગરમી હોય કે અતિશય ઠંડી, કે પછી વરસાદ--ગેંગમેન પાટાના દરેકેદરેક પૂરજાના ચેકિંગનું કામ બહુ નિષ્ઠાપૂર્વક બજાવે છે. આ કાર્ય બદલ તેમને મળેલું હુલામણું નામ ‘બારમાસી’ છે. ભારતીય રેલ્વેના લગભગ ૬પ,૦૦૦ કિલોમીટર લાંબા નેટવર્ક પર લાખોની સંખ્યામાં ‘બારમાસી’ઓ કામ કરતા હશે.
ReplyDeleteઆની સામે એક કોન્ટ્રાસ્ટ (માત્ર જ્ઞાનમાં વધારો કરવા માટે) જોવા જેવો છે...http://www.wimp.com/traintrack/
By the way, nice pictures! પાટાની આજુબાજુ ગંદકી ખરેખર નથી કે પછી ફોટોશોપનો કમાલ ?
@harshal: 'Safari'an info indeed. the kamaal is of morning light- no 'photo shopping'.
ReplyDelete