પ્રિય લેખક મધુ રાયે ગયા બુધવારે 'દિવ્ય ભાસ્કર'ની તેમની કોલમમાં કમ્પ્યુટર પર ગુજરાતી લેખનના તેમના પ્રયોગોની વાત કરી હતી. એ વાંચીને કેટલીક જૂની યાદો તાજી થઇ. એ અરસામાં મધુ રાયની એક નવલકથા 'કલ્પતરુ' મહેમદાવાદની લાયબ્રેરીમાંથી વાંચવા લાવ્યો હતો. તેની આગળ એ મતલબનું લખાણ હતું કે 'કમ્પ્યુટર પર લખાયેલી પ્રથમ ગુજરાતી નવલકથા.'
જે જમાનામાં કમ્પ્યુટર વિશે ફક્ત સાંભળવા મળતું હતું અને કમ્પ્યુટર પર ગુજરાતી લખી શકાય એવું તો સાંભળ્યું પણ ન હતું, ત્યારે મધુ રાય તેમના મેક પર ગુજરાતીમાં તેમની સર્જકતા વહાવતા હતા. તેમના 'ઇસવી સન પૂર્વે'ના ગુજરાતી ફોન્ટનો એક નમૂનો અમારી પાસે વિશિષ્ટ રીતે- એક પત્ર સ્વરૂપે- સચવાયેલો પડ્યો છે. અમે એમને વાચક તરીકે લખેલા પત્રનો તેમણે પ્રેમથી જવાબ આપ્યો હતો. તેમના જવાબ જેટલો જ રોમાંચ એરોગ્રામ પર સફાઇથી પ્રિન્ટ થયેલા ગુજરાતી કમ્પ્યુટરી અક્ષરોને જોઇને થયો હતો.
'હજુ હમણાંનો' લાગતો એ પત્ર સ્કેન કરવા માટે કાઢ્યો ત્યારે ખબર પડી કે એ વાતને 21 વર્ષ થયાં.
ખરા અર્થમાં ઐતિહાસિક પત્ર છે!
ReplyDelete"મહેમદાવાદ ની લાયબ્રેરી"...આ શબ્દો વાંચ્યા પછી પૂછ્યા વિના રોકી ના શકાયું..થોડા સમય પહેલા મારા ગામ માં પણ એક દરજી ની દુકાને ગયેલો ત્યાં સામે એક જૂની જર્જરિત દુકાન જોઈ,પણ ત્યાં લાગેલું પાટિયું જોઇને ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ લાયબ્રેરી હતી...પહેલા નવાઈ તો લાગી પણ પછી જાણવાની ઉત્સુકતા થઇ...મારા ગામની લાયબ્રેરી વિશે તો હજી સુધી જાણવા નથી મળ્યું...પણ આપ વડીલ છો...અમારા કરતા ચોક્કસ દુનિયામાં ઘણું વધુ જોયેલું હશે....આજથી વીસ-ત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં નગરી નગરી દ્વારે દ્વારે લાયબ્રેરીઓ ધમધમતી હતી ને !!! એ વિશે કંઈક જણાવો ને ???
ReplyDeleteમહેમદાવાદ, પાલનપુર જેવા નાના ગામોમાં લગભગ એરિયા દીઠ લાઈબ્રેરી હતી. હવે તો એ પ્રથા મૃત્યુ પામી છે. પાલનપુરની એક બહુ નાની લાઈબ્રેરીમાં જાણીતી કોમિક બુક્સના રંગબેરંગી અંકો, વેવલેન્થ-સફારીના નવા નકોર અંકો વગેરે સરસ પેકેટની અંદર પડ્યા રહેતા અને ક્યારેક ઇસ્યુ થતા નહિ, તે બહુ ચચરતું. એક દિવસ તે લાઈબ્રેરી મૃત્યુ પામી એટલે કે ખુલી જ નહિ. ત્યારે ખરેખર ધાડ પાડવાની ઈચ્છા થઇ આવેલી.
ReplyDelete