Wednesday, September 23, 2009
સ્વદેશની મુલાકાતે આવેલા ફાધરનું સન્માન
કાર્લોસ જી. વાલેસ એવું નામ ધરાવતા કોઇ લેખકનું અંગ્રેજી પુસ્તક અમદાવાદમાંથી અને તે પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી શા માટે લોકાર્પીત થાય એવો સવાલ ઇન્ટરનેટ-પેઢીના વાચકોને થઇ શકે. તેનાથી એક પેઢી પહેલાંના મિત્રો પણ ઘડીભર મૂંઝાઇ શકે. પછી વાલેસ નામથી તરત તેમના મનમાં બત્તી થાયઃ ઓહો, આ તો ફાધર વાલેસ હોવા જોઇએ.
ગુજરાતમાં ચિંતકોએ જ્યારે આટલો ઉપાડો લીધો ન હતો, કાકાસાહેબ કાલેલકરની પરંપરા પ્રમાણે નિબંધ અને ચિંતન બન્ને જુદાં (અને સારી રીતે ખેડાતાં) સ્વરૂપો હતાં ત્યારે ગણિતશિક્ષક સ્પેનિશ ફાધર કાર્લોસ વાલેસ તેમનાં સરળ શૈલીનાં, બોધાત્મક અને તેમના પ્રેમીઓ જેને જીવનઘડતરનાં કહે છે એવાં લખાણોથી છવાઇ ગયા હતા.
‘છવાઇ ગયા હતા’ એ શબ્દપ્રયોગ મારી બાળપણની સ્મૃતિના આધારે લખ્યો છે. ફાધર વાલેસનાં લખાણો વાંચવાં, પુસ્તકો વસાવવાં એ સંસ્કારિતાની નિશાની ગણાતી હતી. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ફાધર વાલેસના પાઠ આવતા હતા અને ગણિતના તો એ ઉત્તમ શિક્ષક હતા. મિત્ર સુકુમાર ત્રિવેદી જેવા એક પેઢી આગળના લોકો ફાધરની ગણિતલેખનની શૈલીથી- ગણિત જેવા ક્લિષ્ટ વિષય પર સરળ અને રસાળ લખી શકવાની તેમની ક્ષમતાને ભાવપૂર્વક યાદ કરે છે.
24 વર્ષથી 74 વર્ષ (1949થી 1999) સુધી પચાસ વર્ષ ગુજરાતમાં ગુજરાતી બનીને વીતાવનાર ફાધર એક વાર પોતાના વતન સ્પેન જતા હતા ત્યારે ઉમાશંકર જોશીને તેમણે કહ્યું કે ‘હું પરદેશ (અબ્રોડ) જાઉં છું.’ ઉમાશંકરે તેમને યાદ કરાવ્યું કે ખરેખર તમે પરદેશ નહીં, વતન જાવ છો. ફાધરે ગુજરાતને-ભારતને પોતાનું ઘર બનાવી લીધું હતું.
સ્પેનથી ભારત આવેલા 84 વર્ષના ફાધર વાલેસનો સન્માન સમારંભ અને તેમના અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’નું લોકાર્પણ તા. 26 સપ્ટેમ્બર શનિવારે સાંજે પાંચ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં થશે. કાર્યક્રમના અધ્યક્ષ નારાયણભાઇ દેસાઇ છે. ડો.મીતા પીર, દેવેન્દ્ર પીર અને ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી સ્નેહાધીન છે. શુભેચ્છકોમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગુજરાત સાહિત્ય પ્રકાશ (અંગ્રેજી પુસ્તકના પ્રકાશક) અને બીજી કેટલીક સંસ્થાઓ છે. સમારંભ નિમિત્તે ‘ગૂર્જર’ દ્વારા તેમનાં છ પુસ્તકો પુનઃપ્રકાશિત થશે.
આ પોસ્ટની તસવીરો અને વિગતો કાર્યક્રમના આયોજન સાથે સક્રિય રીતે સંકળાયેલા ‘ગુજરાત ટાઇમ્સ’ (અમેરિકા)ના તંત્રી- મિત્ર રમેશ તન્નાના પ્રેમભાવથી મળી છે. ફાધર વાલેસના સૌ ચાહકોને શનિવારે સાંજે ઉપસ્થિત રહેવાનું ખુલ્લું નિમંત્રણ છે. વધુ જાણકારી-પૂછપરછ માટે સંપર્કઃ રમેશ તન્ના- 98240 34475, અનિતા જતકર - 079-27493724
(ફોટોઃ સૌથી ઉપર, ફાધર વાલેસ દાંડિયા રમતા અને લખતા)
ફાધર વાલેસની ટૂંકા ટૂંકા લખવાની શૈલી નિરાળી છે. અન્ય દેશ-પ્રાંતથી આવેલ વ્યક્તિ આટલી હદે સ્થાનિક ભાષા આત્મસાત કરે એ ખરેખર વંદનિય છે.
ReplyDeleteફાધર વાલેસના ગણિતના પુસ્તકો (સ્વાધ્યાયો)ના હિસાબે જ 12મા ધોરણમાં ગણિતમાં 145/150 માર્ક મળેલા એ જિંદગીભર નહિ ભૂલાય.
ReplyDeleteરસાળ શૈલીમાં જીવન ઘડતરના લેખો પણ ખૂબ વાંચ્યા છે.
it was my good fortune to study in xavier's and daily get to see fr valles as devdoot dressed in his white robe and listen him talk in his 'kali kali' gujarati.
ReplyDeletei am glad to know that his book 'TWO COUNTRIES ONE LIFE' is being released on 26th in ahmedabad and will thus get a chance to see him after a very long period.
as brother rajni agravat wrote, his speciality is his style of writing simple and short and direct. and yet or rather because of that we find it interesting and inspiring - enriched as it is with father's fatherly concern for the youth. i used to give as present his book 'LAGNASAGAR' to my newly-wed friends.
i am doubly lucky to have seen similar wonders - a spanish father writing in gujarati and an indian father from kerala writing in gujarati. fr varghese paul has written a number of books in gujarati, all interesting and inspiring and educative.
let us welcome such contributions that enrich our language, as also for helping us broaden our sense of ASMITA.
neerav patel
sept 24, 2009
ઉર્વીશભાઈ,
ReplyDeleteફાધર વાલેસના પુસ્તક વિમોચન કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજન સમારંભ પણ છે એ મહત્વની, જાહેર કાર્યક્રમોની સફળતા માટે આજકાલ ખાસ જરૂરી એવી વિગત લખવાનું, વાચકોના લાભાર્થે જણાવવાનું આપ ચુકી ગયા છો. ખેર કંઈ વાંધો નહિ. આ તો મને પુસ્તક વિમોચનના કાર્યક્રમોમાં હોલની બહાર પાણીના માટલા - પવાલાની પણ વ્યવસ્થા ના હોય એવા ગુજરાતી સાહિત્યના દિવસો (૧૯૯૦ પહેલાના વર્ષો) યાદ આવી ગયા એટલે મેં આટલું આપને લખી જણાવ્યું. સમૂહ ભોજન સમારંભનું આયોજન કાર્યક્રમને સફળતાની ગેરંટી આપે છે. કોઈ શક ?
બિનીત મોદી (અમદાવાદ) / E-mail: binitmodi@gmail.com
એમનો પરિચય વાંચો ..
ReplyDeletehttp://sureshbjani.wordpress.com/2006/05/28/father_wallace/
એમના પરિચયથી એ બ્લોગ શરુ કર્યો હતો.
ફાધર વાલેસ એક ગમતીલા લેખક છે. બાળપણ થી તેમની સરળ અને રસાળ શૈલી વાંચવી ગમતી, તેમજ તે ઉપરથી કઈક લખવા ની પ્રેરણા મળી. ભારતમાં તેમનું આગમન ખુબ ગમ્યું. વિદ્યાપીઠ આવી તેમને સંભાળવાનો લાહવો લઈશ. તેમની એક વાત ખુબ ગમી હતી. તે અમદાવાદમાં સાધુ ની જેમ કોઈ એક કુટુંબમાં રહી જે રીતે જીવન ગુજારતા હતા તે અદના માનસ સાથેનો નાતો સ્પર્શી ગયો. તેમણે અનેકને પ્રેરણા આપી છે. આવા આપણા લેખક ને પ્રણામ અને આ સમાચાર આપવા બદલ તમને ધન્યવાદ.
ReplyDeletei missed it out...reading of fr. wallace books have transformed my personality.
ReplyDeletefather wallace is one of the best authors I have read in my life. Thank you father for writing so many wonderful books to help people to build their character.
ReplyDeleteRajendra Trivedi, M.D. on September 7, 2006 at 12:42 am said:
ReplyDeleteFather is my mentor, He was my teacher in 1960 in St.Xaviers College. When,He took his final vows,I was in the college Church as one of his student.Father Valles is very close to me and our family.When his SADACHAR book was Published one was given to my family.He Lives in Madrid,Spain but is our son of Gujarat and Father of many blessing with his living pure life.Father Valles Writes and guides others what he lives all his life.
Rajoo
i have met father to learn English speaking - very human beinging personality
ReplyDeletefather wallace is simply great,greater and greatest author and human being for always.......................
ReplyDelete