ચોતરફથી મંદી અને છાપાં-ચેનલો ભીંસમાં હોવાના સમાચારોની વચ્ચે ભારતના મસમોટા આરપીજી ગ્રુપે નવું અંગ્રેજી અઠવાડિક શરૂ કર્યું છે. નામ રાખ્યાં છેઃ ઓપન. કિંમત. રૂ.૩૦ (આઉટલૂક-ઇન્ડિયા ટુડે કરતાં પાંચ રૂપિયા વધારે.) આ સામયિક વાંચ્યું ન હોવા છતાં તેને લાગણીથી આવકારવાનું -અને વહેલામાં વહેલી તકે એને મેળવી લેવું પડશે એવું વિચારવાનું કારણઃ અંગ્રેજીમાં લખતાં પ્રિય નામમાંથી ત્રણ નામ ‘ઓપન’ સાથે સંકળાયેલાં છે.
સંદીપન દેબઃ ‘ઓપન’ના તંત્રી છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રવિવારે કોલમ લખે છે. અત્યાર સુધી તેમની ઓળખમાં ‘એડિટર ઓફ સૂન ટુ બી લોન્ચ્ડ મેગેઝીન ઓફ આરપીજી ગ્રુપ’ લખવામાં આવતું હતું. સંદીપન આઉટલૂકમાં હતા ત્યારથી તેમના લખાણ પ્રત્યે પ્રેમ થયો હતો. ક્રિકેટથી માંડીને બીજા કોઇ પણ, દેખીતી રીતે બહુ ઉંડાણ ન લાગે એવા વિષય પર સરસ લખવું એ તેમની ખાસિયત છે. સારા વાચનના પ્રેમીઓ ‘આઉટલૂક’નો ‘પ્લેસીસ ઓફ માઇન્ડ’વાળો અભૂતપૂર્વ વિશેષાંક નહીં ભૂલ્યા હોય. એમાં સંદીપન દેબે પ્લાશીની મુલાકાતનો ત્રણ પાનાંનો અહેવાલ લખેલો.
મનુ જોસેફઃ આ મૂર્તિનો પરિચય પણ આઉટલૂક થકી. હળવી શૈલીના, રમતીયાળ છતાં ચોટદાર મુદ્દા ઊભા કરતાં તેમનાં ઘણાં લખાણ છે. પણ સૌથી તરત યાદ આવેઃ માલેગાંવ કા ડાયનોસોર! માલેગાંવમાં જાણીતી હિંદી-ઈંગ્લીશ ફિલ્મોની દેશી નકલ બને છે, તેનું મનુ જોસેફે કરેલું રીપોર્ટંિગ અને ખાસ તો એનું આલેખન આફ્રિન પોકારી જવાય એવું હતું. થોડાં વર્ષોથી એ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ખોવાઇ ગયા હતા. હવે ‘ઓપન’માં ફરી જડશે એવી આશા છે. તેમનો હોદ્દો ડેપ્યુટી એડિટરનો છે.
સી.પી.સુરેન્દ્રનઃ દસેક વર્ષ પહેલાં ‘સોસાયટી’ પ્રકારના કોઇ મેગેઝીનમાં સીપીએ અમિતાભ-સચિન-સોનિયા જેવી છ-સાત હસ્તીઓનો સવાલજવાબની શૈલીમાં ધારદાર પરિચય આપ્યો હતો. બહોળું વાચન ધરાવતા મિત્ર સલિલ દલાલે તેની ઝેરોક્સ કઢાવીને મને આપી હતી (જે હજી મારી પાસે છે). સવાલજવાબ દ્વારા કટાક્ષમય પરિચયની શૈલી મને ખૂબ ગમી. ક્યારેક (‘આરપાર’માં) તેનો પ્રયોગ પણ કર્યો હતો. ફરી એક વાર ડેપ્યુટી એડિટરના હોદ્દેથી સુરેન્દ્રનની કમાલ જોવા મળશે એવી આશા રહે છે.
આ સિવાય આઉટલૂકનાં સોમા વાધવાનું નામ પણ www.openthemagazine.com નામ ધરાવતી વેબસાઇટ પર મુકાયેલાં થોડાં પાનાંમાંથી ક્રેડિટના પાને વાંચવા મળે છે. ફોટોગ્રાફર તરીકે એક પણ નામ જાણીતું નથી.
વઘુ તો નીવડ્યે વખાણ...
Last January,DLSheth mentioned that his son Ninad is working upon a new magazine of RPG group.He also showed the dummy/trial copy of OPEN then. I didn't find the names of Sandipan/Manu then. Ninad is among the team of senior editors. Bhale Padhare, OPEN!
ReplyDeleteઆમ તો જાણ હશે જ, તેમ છતાં, ઘણાં વર્ષો બંધ રહ્યા પછી, હિન્દીમાં 'ચોથી દુનિયા' નામનું અખબાર ફરીથી શરૂ થયું છે.
ReplyDeleteભારતીય પ્રિન્ટ મીડીયામાં સંદિપનનું નામ ખુબ જ જાણીતું છે, આઉટલુકમાં તેમણે લખેલા લખાણો આજસુધી સચવાયેલા જોવા મળે છે. સી.પી.સુરેન્દ્રન જેવા મહારથી જો ઓપન સાથે જોડાયેલા રહેશે તો ચોક્કસપણે આ મેગેઝીન ભારતીય વાચકોમાં નામના મેળવશે.
ReplyDeleteપ્રિય ઉર્વીશભાઇ,
ReplyDeleteઆજે તમારો બ્લોગ ધરાઈને જોયો. મજા પડી. હિન્દીમાં 'ચોથી દુનિયા' નામનું અખબાર ફરીથી શરૂ થયું છે તે જાણ્યુ. ઓપન વિશેની વિગત જોઈ વાચવાની તાલાવેલી છે.
ચંદુ મહેરિયા
This comment has been removed by the author.
ReplyDeleteOne more magazine for serious readers. Some extraordinary story and good presentation. Broad size is more attractive.
ReplyDeleteI am deeply impressed by the worldwide vision that Mr Urvish Kothari is capable of. He can quickly marshal facts,launch from the fact pad into examining conflcting views,working like a doctor,clinically detached and yet involved enough to give a well-roundd piece. A good craftsman of words and ideas. Tushar Bhatt
ReplyDelete