‘આખિર વહી હુઆ જિસકા ખૌફ થા’ એવો ફિલ્મી સંવાદ ‘જી’ના ફેબુ્રઆરી અંકના છેલ્લા પાને મુકાયેલી ‘નોંધશો...જી!’ વાંચીને સાંભર્યો. તેમાં લખ્યા પ્રમાણે, ‘જીનો આ તાજો અંક આપના હાથમાં રમતો આખરી અંક છે...અત્યારે ભલે અમે વિરામ લઇ રહ્યા છીએ પણ કોને ખબર ભવિષ્યમાં સાવ જ નવા રૂપરંગમાં આપની સમક્ષ કંઇક લઇને ફરી હાજર થઇએ!’
વર્ષ ૫૧, અંક ૪, સળંગ અંક ૮૭૬, ફેબુ્રઆરી, ૨૦૦૯- આ ‘જી’નો આંકડાકીય પરિચય. સંસ્થાપકઃ વજુ કોટક અને તંત્રી, મુદ્રક, પ્રકાશકઃ મઘુરી કોટક. આ સત્તાવાર પરિચય. પણ અનેક ફિલ્મપ્રેમીઓ માટે ‘જી’ એટલે હરીશ રધુવંશીનું સ્કોરબોર્ડ, સવાલ-જવાબની કોલમ, વ્રજ શાહના અંગ્રેજી ફિલ્મ વિશેના લેખ, વજુ કોટકનાં પ્રારંભવચનો, અગાઉ આવતા નલિન શાહના જૂના ફિલ્મસંગીત વિશેના (અનુવાદીત) લેખ, રજનીકુમાર પંડ્યાની સિરીઝ, ઇસાક મુજાવરના જૂની ફિલ્મો વિશેના લેખ અને વચ્ચે એક વાર આવેલી દીપક સોલિયાની હપ્તાવાર નવલકથા...
વિનોદ તિવારીના તંત્રીપદ હેઠળ નીકળેલા ‘માઘુરી’ અને પછી ‘પ્રિયા’ જેવાં હિંદી ફિલ્મ સામયિકોની સરખામણીએ ‘જી’ ક્યારેય એક હદથી વધારે સારૂં અથવા ગમે એવું ન થયું. છેલ્લાં વર્ષોમાં તો એનું ફક્ત ખોળીયું રહી ગયું હતું. પણ મિત્રોને કારણે એટલો ખ્યાલ રહેતો હતો કે વયોવૃદ્ધ છતાં ઉત્સાહના ફુવારા જેવાં મઘુરીબહેન ‘જી’નું મુખ્ય ચાલક બળ હતાં.
પંડિતો જેને ‘પસ્તીવૉર’ કહે છે એવો, ગુજરાતી અખબારોમાં રોજિંદી પૂર્તિઓનો રિવાજ શરૂ થયો ત્યારે એવી આશંકા હતી કે સામયિકો (અભિયાન-ચિત્રલેખા) પર તેની અસર પડશે. વાચકોના દુર્ભાગ્યે અને સામયિકોના સદભાગ્યે પૂર્તિઓ ગુણવત્તાની બાબતમાં ખાસ કંઇ ઉકાળી શકી નહીં. પણ શુક્રવારની સિનેમાની પૂર્તિ એ બાબતમાં કદાચ સૌથી વઘુ ઘાતક નીવડી. દર અઠવાડિયે સિનેમાના સટરપટર લેખો, મોટી તસવીરો અને એવો બધો માલ ધરાવતી પૂર્તિઓએ ‘જી’ની હાજરી સહેલાઇથી ભૂલાવી દીધી.
‘જી’ આ કારણથી બંધ થયું હશે એમ માનવાને કારણ નથી. તંત્રીનોંધમાં વ્યક્ત કરાયેલા આશાવાદ પ્રમાણે કદાચ એ બીજા કોઇ સ્વરૂપે અથવા બીજી કોઇ માલિકી હેઠળ ફરી શરૂ પણ થાય. કોઇ પણ પ્રકાશન બંધ થાય ત્યારે તેની સાથે કશો સીધો સંબંધ ન હોય તો પણ હળવી ઠેસ અવશ્ય લાગે છે. ‘જી’ની ગેરહાજરી ભલે ન વરતાય, પણ તેની એક સમયની હાજરી અને ઉપર લખી છે એવી કેટલીક બાબતો કાયમ યાદ રહેશે.
Title joi ne lagyu ke Zee Gujarati ni vaat hashe...jo ke eni vaat pan thoda samay ma lakavi pade (ke Karvi bandh karvi pade) evu chhe...Jee english sharu thayu tyare 'Hun motu thai ne bachchan banava magu chhu' matalab ni line vanchi hova nu yaad chhe...Jee Gujarati pan Amitabh ni mafak fari bethu thay evi aasha rakhie
ReplyDeleteહમમ. મારો પ્રિય વિભાગ હતો વિદેશી ફિલ્મો વિશેનો. મને યાદ છે એ સિવાય હોલીવુડની ફિલ્મો વિશે જાણવા વિશેનું કોઇ માધ્યમ હતું નહી. પણ, પછી તો મારી જી માંથી બનાવેલ યાદીમાંથી એક પછી એક ફિલ્મો ૬-૭-૮ ધોરણમાં ભણતો હતો ત્યારે જોઇ કાઢેલી (VCR હતું અને વિડીઓ લાઇબ્રેરી વાળો મિત્ર એટલે બીજું ઘણું પણ જોઇ કાઢેલ તે વાત અલગ છે! ;)
ReplyDeleteઉર્વિશભાઇ,મિડિયા પર હમણાંની માઠી બેઠી છે. રોજ કોઇ ને કોઇ મોકાણના સમાચાર આવે છે. "જી" જેવું હતું તેવું, ફિલ્મોના શોખીનોને તેનું કોઇ ને કોઇ રીતે મહત્ત્વ હતું. ભારતમાં પહેલું ફિલ્મી સામયિક "મોજમજા" એક ગુજરાતીએ જ બહાર પાડ્યું હતું, અને થોડાં વર્ષો તો ગુજરાતીમાં બહાર પડતાં ફિલ્મી સામયિકોની સંખ્યા પણ નોંધપાત્ર હતી. એ સૌંમાં એક "જી" બાકી બચ્યું હતું. હવે ગુજરાતીમાં કોઇ ફિલ્મી સામયિક બહાર પડતું હોય એવું મારા ધ્યાનમાં નથી.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletePriya Urvish,
ReplyDeleteEm nakki karyu hatu ke hawe pachhi ni comment gujarati lipi ma j lakhish ane etle j India thi paachha aavyaa pachhi tippani karva ushkere eva ek thi vadhu blog mukaaya chhataan comment nahati mokli. Pan aaje Gujarati JI magazine bandh thayaa na samachar vaanchya pachhi naa rahevaayun.
Cinema vishe 30 varas sudhi Gujarati bhashama lakhanaar kolamist tarike aa samachar watanthi aatle door pan ek jabardast aanchako aapi jaay chhe. Gossip vagar filmi magazine (ke even film ni kolam pan !) chalaavavanu kaam agharu hoy chhe.
Chitralekha groupe ane Madhuribene aa vikat kaam aatla varas sudhi karine Gujarati film premio ni tran chaar pedhioni je seva kari chhe teni kadar thavi j joie.
Chhash vaare maakhan lagadva Award aapti sansthao paase thi to aawa koi laayak vyakti ke sanstha na sanmaan ke kadar ni apexa raakhi naa shakaay.
Pan cinema premio jaate alag thi kashuk naa vichaari shake?
Vraj Shah na Hollywood ni filmo vishe na vibhag thi amaara jeva ketla Gujaratio nu videshi filmo ni vaartao angenu gnan ughadyu hashe eni kalpana to koi kare? Evu yogdan kadar thaya vina bhutkal ma utari java daie etla badha naguna to na thaie?
Kadadani na eva koi pan prastaav maate maaro tamaam prakarno sahkar mali raheshe.
Koi hai?
- SALIL DALAL(TORONTO)
By the way, can any one guide me on writting in Gujarati 'lipi' on Computer with English key board?
આખિર જિસકા ડર થા વહી હુઆ!
ReplyDeleteહું ‘જી’નો કાયમી વાચક ક્યારેય નહોતો. ક્યારેક વાળ કપાવવા ગયા હોઇએ ત્યારે આપણા વારાની રાહ જોતાં પાનાં ફેરવ્યા હોય એટલું જ. પરંતુ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ના ‘વ્યસની’ એટલે આજની તારીખે પણ ‘ચિત્રલેખા’ મંગાવીએ છીએ. ‘જી’ સાથે અને અનાયાસે દિપક સોલિયા સાથે સંબંધ જોડવા માટે ચિત્રલેખા માધ્યમ બન્યું. સુનો મેરી કહાની!
* * *
૨૦૦૩ના એક શનિવારની સવાર
સ્થળઃ મારું ઘર, જુનાગઢ
ચિત્રલેખામાં જીની જાહેરખબરમાં ‘ઉઠાવો કલમ’ સ્પર્ધાનું એનાઉન્સમેન્ટ હતું. સ્પર્ધા એવી, કે જી તરફથી એક વિષય અપાય અને વાચકોએ એ વિશે પોતાના મંતવ્યો લગભગ ૩૦૦ શબ્દોમાં લખી મોકલવાના. પહેલી વાર વિષય હતો ‘એકતા કપૂર છાપ સિરિયલો વિશે તમે શું માનો છો?’ બસ, ગ્રેજ્યુએશન પૂરું કરીને બંદા ઘરે ટીવી જોવા સિવાય કંઇ ઉકાળતા નહોતા. એટલે અત્યારની ટેવ પ્રમાણે એટલે કે માગ્યા કરતાં વધારે-લગભગ એક હજાર ઉપરાંત શબ્દોમાં જીના સરનામે મારું મંતવ્ય કમ કકળાટ મોકલી આપ્યા.
પંદર દિવસ પછી ખાસ એ સ્પર્ધાનું પરિણામ જાણવા જિંદગીમાં પહેલી વાર જી ખરીદ્યું! માથાથી પગ સુધી ઇલેક્ટ્રોનનો હળવો પ્રવાહ પસાર થઇ ગયો, જ્યારે મારું નામ, પ્લસ ફોટો અને આખું પાનું ભરીને લખાણ પ્રથમ ઇનામ તરીકે જોયા! અગાઉ એક-બે વાર છાપાં-મેગેઝિન્સમાં નામ છપાયેલું, પણ મારે સ્વીકારવું જોઇએ કે એ વખતે ‘ઉડતા હી ફિરું ઇન હવાઓં મેં કહીં...’ જેવી ફિલીંગ થયેલી. બૂક સ્ટોલવાળાને કંઇ રસ નહોતો છતાં એને બતાવેલું કે જુઓ, બાપુનું નામ-ફોટો છપાયા છે!
ઇનામમાં ભવ્ય રીતે પંદર દિવસમાં ‘નિરાલી નોનસ્ટિક કૂકવેર’ તરફથી એક ફ્રાઈંગ પેન બાય કુરિયર મળી ગયું, એ પણ મધુરી કોટકની સહીવાળા લેટર સાથે! (બાય ધ વે, એ નોનસ્ટિક ફ્રાઈંગ પેન હજી ચાલે છે!) એ પછી પણ ત્રણ વખત એ સ્પર્ધામાં ભાગ લીધેલો અને ત્રણેય વખત નામ છપાયાનો આનંદ લીધેલો. એમાંય ત્રીજી વાર તો ‘હાલમાં ચાલતી શ્રેષ્ઠ સ્ત્રીલક્ષી સિરિયલ કઇ?’ એના પ્રત્યુત્તર રૂપે સ્મૃતિ ‘તુલસી’ ઇરાનીનો સબ ટીવી પર ચાલતો તત્કાલીન ટૉક શૉ ‘કુછ... દિલ સે’ વિશે લખી મોકલ્યું. સવાલના ફોર્મેટમાં ન બેસતું હોવા છતાં એક પણ શબ્દના એડિટિંગ વિના તે છપાયું, એ પણ સંપાદકની નોંધ સાથે કે ‘પત્રલેખકે સિરિયલ નહીં, પણ ટૉક શૉ વિશે વાત કરી હોવા છતાં, વિચારોની સ્પષ્ટતા તથા આકર્ષક શૈલીને લીધે તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે’. અગેઇન, પાર્ટી ખુશ!
* * *
જૂન, ૨૦૦૬
સ્થળઃ ‘દિવ્ય ભાસ્કર’ની અગાશી,અમદાવાદ
દિપક સોલિયા સાથે
હું- ‘દિપકભાઇ, તમને યાદ છે, ૨૦૦૩માં ઉઠાવો કલમ સ્પર્ધામાં મેં એકતા કપૂર વિશે લખેલું અને મને પ્રથમ પ્રાઇઝ મળેલું?!’
દિપક સોલિયા (સળગતી બીડીને થોડો વિરામ આપીને, આશ્ચર્યથી)- ‘ઓહો, એ જયેશ અધ્યારુ તમે છો!? દુનિયા ખરેખર ગોળ છે! મેં તો ત્યારે એવું પણ વિચારેલું કે આ ભાઇને ગમે ત્યાંથી પત્રકારત્વમાં લાવવા જોઇએ. અને લો, તમે આવી ગયા!’
વન મોર ટાઇમ, ઉડતા હી ફિરું...!!
* * *
સોરી દિપકભાઇ, અંદર કી બાતેં બાહર લઇ આવવા બદલ!
સોરી ઉર્વીશભાઇ, મૂળ પોસ્ટ કરતાં પણ લાંબી કોમેન્ટ લખવા બદલ!
થેંક્સ દોસ્તો, અહીં સુધી વાંચવા બદલ!
* * *
અત્યારે એક જનરલ ન્યૂઝ વીકલીની સાથોસાથ ફિલ્મ-ટીવી-મીડિયાના એક અલાયદા અને પ્રમાણમાં ગંભીર ગુજરાતી સામયિકની જરૂર છે જ.
-જયેશ અધ્યારુ
I have not read or seen "jee" in last 40 years--Still I felt like I was associated with "Jee"- I bought the very first issue from A.H.Wheeler's store,Baroda railway staition-and was fascineted-I bought every issue till 67.(Why did I stop? Got married and wanted to impress new bride with intelactual magazines.So subscribed "Reader's Digest)
ReplyDelete