મહાત્મા ગાંધી વિશે રાહુલ ગાંધીએ વિઝિટર્સ બુકમાં જે લખ્યું, તે ગાંધી આશ્રમના ત્વરિત અને ડિજિટલ સહયોગથી અહીં મુક્યું છે.
પહેલી વાતઃ રાહુલ ગાંધી આટલું લખવા માટે વિઝિટર્સ બુક પોતાની સાથે લઇ ગયા હતા. કારણ કે ત્યાં કદાચ તેમની પાસે સમય ન રહ્યો. (આમ તો એમના દરેક કાર્યક્રમોમાં એ કલાક-બે કલાક મોડા પડ્યા હતા) રાહુલનો આભાર કે એમણે ગાંધી આશ્રમ સાથે લઇ જવાનો આગ્રહ ન રાખ્યો. નહીંતર...બાંધી આપવો પડત. બીજું શું?
બીજી વાતઃ રાહુલના અક્ષર ઈંગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓની લાક્ષણિકતા ગણાતા બીબાઢાળ ‘કર્સીવ’ નથી.
ત્રીજી વાતઃ રાહુલ ગાંધી સરદાર સ્મારક પણ ગયા હતા. સામાન્ય રીતે ગાંધી પરિવારનાં તમામ સાઇઝનાં બાળકો ત્યાં જવાનું ટાળતા હોય છે. હવે રહી રહીને ભાજપે પણ સરદારને હાઇજેક કરીને છોડી દીધા પછી કોંગ્રેસને સરદાર યાદ આવ્યા તે આનંદની વાત છે.
Gandhi keva hata a mate vividh mahanubhavona abhipray par adhar rakhvo pade eva divaso to kyarna aavi gaya hata.Pan a abhipray vanchine aapne porsaiye ane garv laiye tyare hasvu k radvu a samjatu nathi.Aam pan koi b sansthani visitor bookma abhiprayo to superlative j lakhayela hoy chhe-gaushala hoy k pajara pol.sansthani mulakat pachhi mulakati ene ketli yaad rakhe chhe a jovu rahyu.
ReplyDelete