મોટા ભાગના ગુજરાતી લેખકને સ્વપ્નવત્ લાગે એવી લોકપ્રિયતા લેખન દ્વારા હાંસલ કરનારા તારક મહેતા આવતી કાલે 80મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમના એંસી-પ્રવેશના વર્ષમાં તેમના ટપુડા સીરીઝના લેખો પરથી બનેલી સીરિયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ આજકાલ દેશભરમાં લોકપ્રિય બની છે, એ તેમના સૌ ચાહકો માટે આનંદની વાત છે. એ સિરીયલના પ્રોડ્યુસરના તારક-પ્રેમની પણ દાદ આપવી જોઇએ કે તેણે સિરીયલના નામમાં તારકભાઇના નામનો સમાવેશ કર્યો અને તેનું ટાઇટલ સોંગ પણ એ જ પ્રમાણે બનાવ્યું.
સ્વભાવે અત્યંત સાલસ, પ્રેમાળ, આંટીઘૂંટી વગરના, તબિયતની અનેક મર્યાદાઓ છતાં શક્ય એટલી મદદ કરવા સદા તત્પર તારકભાઇ અને તેમને એંસી વર્ષ સુધી ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવનારાં ઇન્દુકાકીને અભિનંદન-શુભેચ્છાઓ.
ઇશ્વર તારક મહેતાને લાંબુ આયુષ્ય આપે (અને લાંબુ આયુષ્ય સુખેથી પસાર થઈ શકે તે માટે પ્રકાશકોતંત્રીઓ તેને પુરતાં નાણાં આપે!). ગુજરાતી હાસ્ય લેખનમાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી. વર્ષોથી ચિત્રલેખામાં કોલમ અને બીજા અખબારોમાં પણ હાજરી. સાથે સાથે વિદેશ પ્રવાસોનું હાસ્ય સભર વર્ણન. તેમણે ઘણું આપ્યું છે અને હજુ ઘણું આપે તે અપેક્ષિત છે.
ReplyDeleteસામાન્ય રીતે મને સિરિયલો જોવી ન ગમતી. એક સમયે દૂરદર્શન પર નિયમિત સિરિયલોનું પાન કરતાં પણ બાદમાં કોઈ સિરિયલ લાંબો સમય સુધી જકડી રાખે એવી મને લાગી નથી. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’એ ફરીથી આકર્ષણ જમાવ્યું છે.