'Na Bhuto, Na Bhavishyati' Gathering
sitting (L to R) Prakash N. Shah, Urvish, Ratilal Borisagar, Tarak Maheta, Vinod Bhatt, Rajanikumar Pandya, Ashwinee Bhatt, Biren Kothari
standing (L to R) Ketan Rupera, Pranav Adhyaru, Sonal & Aastha Kothari, Salil Dalal, Binit Modi, Ashwin Chauhan, Chandu Maheriya, Ayesha Khan, Shachi Kothari (niece), Purvi Gajjar, Kartikey Bhatt, Hasit Maheta, Dipak Soliya
‘જવા દે, મોદી. પ્રોગ્રામ-બ્રોગ્રામ કંઇ કરવું નથી. લાંબા થઇ જઇશું.’
‘ચૂપ. આમાં તારું કંઇ ચાલવાનું નથી. હું કહું છું કે પ્રોગ્રામ કરવાનો છે એટલે કરવાનો છે. બસ. આ વિશે બીજી કશી દલીલ મારે સાંભળવી નથી.’
‘ચૂપ. આમાં તારું કંઇ ચાલવાનું નથી. હું કહું છું કે પ્રોગ્રામ કરવાનો છે એટલે કરવાનો છે. બસ. આ વિશે બીજી કશી દલીલ મારે સાંભળવી નથી.’
આવો સંવાદ દોઢ-બે મહિના પહેલાં બિનીત મોદી અને મારી વચ્ચે થયો. બિનીત સામાન્ય રીતે ડોળા કકડાવતો નથી. પણ મેં પ્રોગ્રામ પર ટાઢું પાણી રેડવાની વાત કરી ત્યારે મોદીનો બચ્ચો બગડ્યો. એને બગાડીને મારે ક્યાં જવું? ને મારી પ્રોગ્રામ કરવાની ઇચ્છા તો હતી જ. પણ ‘આરપાર’ના ઘણા કાર્યક્રમોના અનુભવો પરથી, પ્રોગ્રામ સાથે સંકળાયેલા બીજા બધા વહીવટોથી હું કાયર થતો હતો. મોદીનો વીટો આવી ગયો, એટલે એ દિશામાં વિચારવાનું ન રહ્યું.
અગિયાર વર્ષ પહેલાં ‘સંદેશ’માં હાસ્યની કોલમ ‘ગુસ્તાખી માફ’ શરૂ કરી અને મિત્ર રમેશ તન્નાએ પહેલી વાર એનો સંગ્રહ કરવાનું સૂચન કર્યું, ત્યારથી એટલું નક્કી હતું કે હાસ્યના પુસ્તકનો પ્રોગ્રામ આપણે અનોખો કરવો. ભલે એમાં ગણ્યાગાંઠ્યા મિત્રો જ હાજર હોય, પણ કાર્યક્રમ કંઇક જુદો, કંઇક ભળતોસળતો કરવો. હવે કાર્યક્રમ કરવાનું નક્કી થયું એટલે ‘ભળતોસળતો’માં શું થઇ શકે, એની ચર્ચા પ્રણવ (અધ્યારુ) અને બિનીત સાથે શરૂ થઇ. રાબેતા મુજબ, પ્રણવે વાતવાતમાં આઇડીયા આપ્યો,’મોક-કોર્ટ કરીએ તો કેવું?’
જ્યોતીન્દ્ર દવે વિશેના સંશોધન નિમિત્તે એમની અને બીજી કેટલીક મોક-કોર્ટ વિશે હું જાણતો હતો. તારક મહેતા અને હરકિસન મહેતાની મોક-કોર્ટ વિશે સાંભળ્યું હતું. પણ અમદાવાદમાં કોઇ મોક-કોર્ટ થઇ હોય એવું જાણમાં ન હતું.
કદી ન થઇ હોય કે ભાગ્યે જ થઇ હોય એવી વસ્તુ સારી રીતે પાર પાડવાની ચેલેન્જ ઉપાડી લેવી અને એમાં ધંધે લાગી જવું, એ અમારી ટુકડી (કે ટોળકી?)ની ખાસ સ્ટાઇલ. એટલે મોક-કોર્ટની ચેલેન્જ અમે ઉપાડી લીધી.
નિમિત્ત ભલે મારા હાસ્યસંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશનનું હોય, પણ મારો આશય મારો જયજયકાર કરાવવાનો કે મારા વખાણનાં ગાડાં ઠલવાય એવો ન હતો. મારે તો મારા ગમતા-નિકટના-અંગત સ્નેહી ગુરૂજનો અને વિવિધ ક્ષેત્રના મિત્રોને એક મંચ પર ભેગા કરવા હતા અને એક અભૂતપૂર્વ ઐતિહાસિક યાદગીરી સર્જવી હતી.
ત્યાર પછીના ઘણા તબક્કાની રસિક કથાઓ ધીમે ધીમે બ્લોગ પર મુકતો રહીશ, પણ અત્યારે એટલું જ કહું છું કે અમારા બધાની મહેનત ફળી. હાસ્ય-અદાલતનો કાર્યક્રમ તો સફળ રહ્યો જ, પણ એ નિમિત્તે મંચ પર અને મંચની સામે થયેલું ગેધરિંગ કોઇ પણ હિસાબે ‘ઐતિહાસિક’ કરતાં જરાય ઓછું ન હતું. કેટલાકે કંઇક રમૂજમાં, કંઇક ગંભીરતાથી એમ પણ કહ્યું કે તારા લખાણથી-તારી સાથેના વિચારભેદોથી એટલી તો ખબર હતી કે તારા ‘દુશ્મનો’ બહુ હશે, પણ તારા આટલા બધા દોસ્તો હશે અને આટલા બધા લોકો સાથે તારે આટલું બધું ફાવતું હશે એ આજે જ ખબર પડી.
તારક મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, સલીલ દલાલ, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, બકુલ ટેલર, દીપક-હેતલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન...આ લોકો પોતપોતાની પ્રતિકૂળતાઓને અવગણીને, ફરજથી નહીં, હકથી આવ્યા. તારકભાઇની નાદુરસ્ત તબિયત, ખાસ કરીને મોંના ચોકઠાની જબરી સમસ્યા હોવા છતાં, એમણે સ્ટેજ પર એન્ટ્રી કરી અને બોલ્યા. અશ્વિનીભાઇએ ઓડિયન્સમાંથી એન્ટ્રી લઇને તોફાન કર્યું. વિનોદભાઇની તોફાની હ્યુમર અને બોરીસાગરસાહેબની સૂક્ષ્મ, અદાલતી પરિભાષાની રમૂજને કારણે પહેલી જ મિનીટથી વાતાવરણ બંધાઇ ગયું હતું. તે છેલ્લી મિનીટ સુધી જળવાયેલું રહ્યું.
મિત્ર હસિત મહેતા સવારે સાત વાગ્યે કીમ (સુરત)થી રતિલાલ અને પ્રકાશભાઇ સાથે કારમાં નીકળ્યા હતા. એ બપોરે સમયસર અમદાવાદ આવી રહ્યા અને કાર્યક્રમમાં જોતરાઇ ગયા. પ્રણવ-બિનીત ઉપરાંત કાર્તિકેય ભટ્ટ છેલ્લા થોડા દિવસથી અમારા ત્રાસમાં સહભાગી બન્યા અને સેટ વગેરેની જવાબદારી એમણે ઉપાડી લીધી. અભિયાનના મિત્રો લાલજી અને કેતન રુપેરા, ચંદ્રશેખર વૈદ્ય, મુંબઇથી ખાસ આવેલો પ્રેમાળ મિત્ર, અજિંક્ય સંપટ...અહીં નામાવલિ ઉતારવાનો ઉપક્રમ નથી. પણ આ બધા મારા નહીં, એમના સમારંભમાં આવ્યા હોય એ રીતે આવ્યા અને વર્ત્યા. એમનાં પ્રેમ અને લાગણીથી સદાય ભીંજાયેલો રહેવા ઇચ્છું છું, એટલે ‘થેન્ક યુ’નું પોતું મારતો નથી.
તારકભાઇએ છેલ્લે એમની સ્ટાઇલમાં અમને સૌને આપેલાં કોમ્પ્લીમેન્ટ આ સૌને હું અર્પણ કરું છું. એમણે કહ્યું,’ધોનીની ટીમ જેવું ટીમવર્ક હતું.’
Three Cheers for successful (bail?) mock-court...!!
ReplyDeleteLoved last two para for most...!!
Also, loved to see so many fav celebrities (all legends!) altogether on one stage!!
Wish you all joy & fame in 2009!
અદ્ભૂત, અદ્વિતિય, અલૌકિક
ReplyDeleteત્રણેય શબ્દો કાર્યક્રમ માટે ઓછા પડે તેમ છે. ગુજરાતી સાહિત્યના મોટાં ગજાના ગણાતા દોઢેક ડઝન નામો, એક સાથે એક સ્ટેજ પર મેં પહેલી વખત જોયા. બીજાનું તો સમજ્યા પણ મારા માટે પ્રોગ્રામ યાદગાર હતો. કાર્યક્રમ દરમિયાન મગજમાં થયેલી કેટલીક નોંધ...
અતિ ઉચ્ચ કક્ષાની રમૂજો દર થોડી વારે રજુ થતી હતી.
તારક મહેતા આવ્યા તે નોંધપાત્ર ઘટના હતી, કેમ કે તેની તબિયતને કારણે તે બહુ ઓછા બહાર નિકળે છે.
રતિલાલ બોરીસાગર જજ તરીકે ઓછી કોમેન્ટ કરતાં પણ તેની કોમેન્ટ ધારદાર હતી, દર વખતે...
ઓડિયન્સ હકડેઠઠ હતું. અમારા સહિત ઘણાએ પગથિયા પર બેસીને પ્રોગ્રામનો આનંદ લીધો. (મારા માટે મહત્વનો પ્રોગ્રામ હતો, બેસવાની જગ્યા નહીં!)
વચ્ચે વચ્ચે માઈક્રોફોન ક્યારેક લોચા સર્જતા હતા જે આપણે ત્યાં કોઈ પણ જાહેર કાર્યક્રમમાં લઘુતમ સામાન્ય અવયવ છે. તેનાથી થોડા ડિસ્ટર્બ થવાતું હતું, પણ હળવી કોમેન્ટ ફરીથી કાર્યક્રમનો દોર સાધી લેતી હતી..
બિનિતભાઈ, કેતન રુપેરા, પ્રણવ અધ્યારુ વગેરેની કાર્યક્રમની સફળતા માટે દોડાદોડી ઊડીને આંખે વળગતી હતી. (આ ત્રણના જ નામ લખ્યા કેમ કે સ્ટેજ પર કાર્યક્રમ માટે મહેનત કરતા બીજા સિનિયર મિત્રોને હું ઓળખતો ન હતો, તેમની મહેનત ઓછી હતી એવું કોઈ કહેવાનો આશય નથી.)
કાર્યક્રમની નોંધરૂપે ઇન્ડિયન એક્સપ્રેસમાં ફોટો અને ફોટો લાઈન છપાઈ છે. દિવ્ય ભાસ્કરે નાનકડી નોંધ લીધી હતી. ડીએનએમાં સૌથી વધુ જગ્યા ફળવાઈ હતી, પણ તેમાં હાજર રહેલા મહાનુભાવોમાં તારક મહેતાનું નામ ભુલી જવાયું છે!
હવે પુસ્તક વાંચવાનું ચાલુ છે. એક પ્રકરણ તો કાલે રાત્રે જ પતાવી નાખ્યું છે, વધુ વિગત ગ્રંથ વાંચીને અથવા જેમ યાદ આવશે તેમ...
હસતે રહો
Allow me to differ on 'mock-court' success. It was unique because nobody does it these days, but that's not enough. writers are not actors and many were not effective. This kind of staging rquires spontainity and improvisational skills to hold viewers for 2 or more hours. (sorry, it could not hold me and I left in one hour.)
ReplyDeleteThe premise of criminal case on Urvish and it's weaving into real life references were well laid out. But writers failed when it came to their own dialogue writting. Everybody was introduced as if he or she is going to spellbound the viewer..and everybody went PHUT. Borisagar was the only one showing clarity of when and how to intervene and what to say with required tonal quality! Ofcourse it was a show for friends by friends, so it survived. Had it been a paid audience...
And I don't understand this 'First time in India" type exclaimations about so many writers coming togather. Double than this writers come togather at the dinners thrown by Publishers! But yes, so many people supporting a solid good writer is really excellent sign. Congratulations for that, Urvish.
Urvishbhai,thanx a lot and hats off to you and your whole team for giving us such a wonderful and incredible program....!!! Fantastic... Still the hangover is in the air... કાર્યક્રમની કોઇ રમૂજ કે 'પંચ' યાદ આવી જાય તો એકલા બેઠા બેઠા પણ ખડખડાટ હસી પડાય છે. પણ આ તો સિંહ માણસનું લોહી ચાખી જાય એવું થયું. હવે આવા કાર્યક્રમો વધુ માત્રામાં થતા રહે અને જોવા મળે તેવી ભૂખ જાગી... તેનું શું કરવું?
ReplyDeleteMany many congratulations for such a wonderful achievement and for such a lovely gathering of DIGGAJs.
ReplyDeletehi salil dalal,
ReplyDeletewell, this is smitaben again
can you send me an e @ smitaIlalit@yahoo.com please
i missed it... :(
ReplyDeleteprabhu, amne to kyarek ava programmema yaad karo...
ReplyDeletePlease post video recording of the event on Youtube.
ReplyDeleteUrvishbhai.mok court vise vigatvaar lakhvani jarur hati.lalitbhai lakhe 6-ratilal borisagarni judge tarikeni comment dhardar hati.ae na muki,amare to kalpnao j karvani ne?
ReplyDelete