ગુજરાતી અખબારો- ખાસ કરીને ગુજરાતનાં- ગુજરાતી ભાષાનો કચ્ચરઘાણ વાળવા માટે કુખ્યાત છે. તેમના પ્રતાપે સેંકડો ડોક્ટરો પોતાના નામ પછી ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ લખતા થઇ ગયા છે. આવા અનેક દાખલા ટાંકી શકાય. પણ અહીં વાત બીજી છે.
ભાષાના મામલે ગુજરાતી અખબારોના માથે યોગ્ય રીતે જ માછલાં ધોતી વખતે, તેમાં ક્યાંક થઇ રહેલા મજબૂત કામની નોંધ લેવાય છે? જવાબ છેઃ ના. ખરેખર એવું હોત તો પાંચેક વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી લેખોમાં, ઘણા સમય પહેલાં ‘જનસત્તા’માં અને ઘણા સમયથી પાક્ષિક ‘નિરીક્ષક’માં પ્રકાશ ન. શાહના ‘ભાષાકર્મ’ વિશે અવશ્ય કામ થયું હોત.
થોડું ‘પ્રકાશ ન.શાહ’ના સત્તાવાર નામે ઓળખાતા પ્રકાશભાઇ વિશે. જાહેર જીવનમાં તે કટોકટીકાળે જેલવાસ વેઠનાર, સર્વોદયવાદી, સર્વધર્મસમભાવમાં માનનારા, કોંગ્રેસ હોય કે ભાજપ પણ ‘એસ્ટાબ્લીશમેન્ટ’ સામે ખોંખારીને વિરોધ કરનાર- આ તેમનો ટૂંકામાં ટૂંકો પરિચય છે. એમાં તેમની વિશિષ્ટ લેખનશૈલી અને તેમની સેન્સ ઓફ હ્યુમરને પણ ઉમેરવી પડે.
પ્રકાશભાઇની લેખનશૈલી રમૂજમાં કહેવાય છે કે તેમના ગુજરાતીનો ગુજરાતીમાં અનુવાદ કરવો પડે. હું પણ તેમના ગુજરાતીનો ટીકાકાર હતો. તેમનું ગુજરાતી વિવેચકો જેવું અઘરૂં નથી, પણ વળ-પેચવાળું છે. તેમની વાક્યબાંધણી (સેન્ટન્સ-કન્સ્ટ્રક્શન) પર અંગ્રેજીની પણ છાંટ લાગે. (ગાંધીજીના ગુજરાતીમાં પણ એવી અસર જોવા મળતી હતી.) ટૂંકમાં, પ્રકાશભાઇને વાંચવામાં મગજને કસરત પડે. પરંતુ ધીરજપૂર્વક એ કસરત કરવામાં આવે, તો અંતે બહુ મઝા પડે. એ રીતે હું તેમની શૈલીના ટીકાકાર અને અ-ચાહકમાંથી ચાહક બન્યો છું. પણ અહીં તેમની લેખનશૈલીને બદલે, તેના હિસ્સા જેવી નવા શબ્દો નીપજાવવાની ખાસિયત પર ઘ્યાન કેન્દ્રીત કરવાનો ઇરાદો છે.
ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ જેવા જૂની પેઢીના કે રજનીકુમાર પંડ્યા જેવા તેમના પછીના પેઢીના સાહિત્યકારો નવા શબ્દો નીપજાવવામાં માહેર ગણાય છે. પરંતુ એ લોકોને મુખ્યત્વે સાહિત્યિક લખવાનું હોય છે અને રાત્રે સાત કે આઠ વાગ્યા પહેલાં ‘મેટર’ આપી દેવાનું દબાણ હોતું નથી.
પ્રકાશભાઇની ખૂબી એ છે કે રોજિંદા સમાચારો જેવા શુષ્ક અને બોરિંગ વિષયો પર, રોજેરોજ, ઝડપથી અને ડેડલાઇન પાળીને લખવાનું હોવા છતાં, એ ભાષા સાથે રમી શકે છે, ભાષાને રમાડી શકે છે અને પોતાને જે કહેવાનું છે તેની સચોટ અભિવ્યક્તિ માટે નવા શબ્દો સહજ નીપજાવી લે છે.
‘શબ્દાર્થપ્રકાશ’ નામના આ વિભાગમાં આવા ‘પ્રકાશભાઇ-સ્પેશ્યલ’ શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી, તેના અર્થ સહિત આપવાનો આશય છે. આ વિચાર અસલમાં મિત્ર પ્રણવ અઘ્યારૂનો હતો. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇના સહાયક તરીકે કામ કરતા મિત્ર દિવ્યેશ વ્યાસે તેને વધાવી લીધો. આ બન્ને જણને માલુમ થાય કે એમ સળગતાં લાકડાં બીજાના હાથમાં પકડાવીને છટકી શકાશે નહીં. હવે તેમણે પણ આ વિભાગમાં નિયમિત રીતે પ્રદાન કરવું પડશે. એ સિવાય ચંદુભાઇ મહેરિયા, અશ્વિનભાઇ ચૌહાણ જેવા બીજા ઘણા મિત્રોને પણ વિનંતી છે કે સ્ટાઇલના નામે ફાલતુગીરી વધી પડી છે ત્યારે ગુજરાતી ભાષાની અવનવી છટાઓ અને રંગના ચટકા માણવા માટે આ વિભાગમાં નવા શબ્દો અને તેનો ઉપયોગ કેવી રીતે થયો છે તે ઉદાહરણ સહિત મોકલી આપે.
માત્ર પ્રકાશભાઇએ જ નીપજાવેલા નવા શબ્દો હોય તે જરૂરી નથી. મોટો હિસ્સો તેમનો રહેશે, પણ આખરે તો મામલો ગુજરાતી ભાષાને - બૌદ્ધિકતા, તાર્કિકતા, સભ્યતા અને ગરીમાના માપમાં રહીને, અછકલા થયા વિના - લાડ લડાવવાનો છે. આ પોસ્ટ સાથે આજના ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રલેખમાં આવેલા બે-ત્રણ શબ્દોથી શરૂઆત કરીએ છીએ. અઠવાડિયે એક કે બે વાર ‘શબ્દાર્થપ્રકાશ’માં નવી એન્ટ્રી ઉમેરવામાં આવશે. પ્રકાશભાઇના નવા લેખો ઉપરાંત જૂનાં ‘નિરીક્ષક’માંથી પણ શબ્દો આપી શકાશે.
વીસારો ન વેઠવો : વિરહ ન વેઠવો, છોડવું નહીં તે
સંસદ પરના હુમલા સહિતના સંખ્યાબંધ બનાવો છતાં તત્કાલીન ગૃહમંત્રી અડવાણીએ હોદ્દાનો વીસારો ન વેઠ્યો (૧૫-૯-૦૮, દિ.ભા.)
ખાલી ખખડવું: અર્થ વગરનું, પોકળ લાગવું
ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદની પાટિલના રાજીનામાની માગણી...ખાલી ખખડતી હોય ત્યારે એને માનો કે ગંભીરતાથી નયે લઇએ (૧૫-૯-૦૮, દિ.ભા.)
ફિલગુડાઇ: ‘ફીલગુડ ફેક્ટર’નું વાતાવરણ, આભાસી ગુલાબી ચિત્ર
પરમાણુ બજારના ઉઘાડે જગવેલ ફિલગુડાઇ આતંકી ઉપાડા થકી હવાઇ જઇ શકે છે (૧૫-૯-૦૮, દિ.ભા.)
ઝાંઝપખવાજનો અવસર: (ભજનમાં વાગતાં ઝાંઝ અને પખવાજ જેવાં વાદ્યો પરથી) પોતાનું ગાણું ગાવાનો કોઇ મુદ્દો મળી જવો
ચોવીસ કલાકના ચેનલિયાને પણ ઝાંઝપખવાજનો જે અવસર મળ્યો તે ખરો. (૧૫-૯-૦૮, દિ.ભા.)
E vat sachi k prakasji gujrati bhasahe ne nava nava shabdo aape che. Pan e jyare koi akhabarno edit lakhata hoy tyare emane aava bharekham ane dictionary ma jova pade eva shabdo vaparvathi dur rahevu joie. Emani colam hoy to ema chokkaspane e potani aagvi bhasaha lakhi sake, pan tantrilekh to saral j hovo joie.
ReplyDeleteE nava shabdo aape, e vidvan che, abhayasu che badhu sachu pan edita aa rite n samjay evi bhasaha use thay eni sathe hu angat rite sahmat nathi.
Lalit Khambhayta
True urvish,even Digant Oza has also used new and few words in his many articles i.e. Varee ni vedana,he has good amount of words treasure used at appropriate place.keep it up. vipul acharya
ReplyDeletevery good article.
ReplyDeletetame bahu saari lakho chho.
sukumar
www.unjhajodani.wordpress.com
Simply excellent idea and implementation too ! That's real 'PRAKASH SANSHLESHAN'
ReplyDeleteKeep it up. We are with you.
Ashwin Chauhan
Nava shabdo uparant, aapne shabdo ne je sandarbhe olakhiye-janiye chhiye tena thi judi j jagya e, juda j sandarbhe vapari shakvanu kauvvat Prakash bhai dharave chhe. Majani vat e chhe k tyan e shabda adbhut rite, mul arth thi vishesh asarkarak rite JALSO karave che. Pan emni vakya rachanao ni bhulbhulamni ma ane bahu falit rite (etle k chokkhu) na kehvana dhakhara ma anek var samanya vachak chhatki jay chhe. Baki Pra. Na. Sha. etle Pra. Na. Sha.
ReplyDelete- Kiran Trivedi
It is very toilful work, you are doing, sir. Really sir, I feel that right person is for right work.
ReplyDeletePrakashbhai creates some new words in his article which make me very active as far as reading, thinking and finding of created words are concerned.
Umesh Solanki
પ્રકાશભાઈના લેખોની ભાષાને જનસત્તાના વખતથી ઓળખું છું. એમનો સદા હસતો ચહેરો અને એમની આ વાંકીચુંકી શૈલી વચ્ચે ભારે અંતર છે.
ReplyDeleteએમનું ભાષાપ્રભુત્વ અને તીવ્ર યાદશક્તી આજના પત્રકારો માટે પ્રેરણારુપ છે. એમના એક લેખને વાંચીને એમાં રહેલા ઢગલો એક રેફરન્સીઝની મેં યાદી બનાવવા કોશીશ કરી તો બે પાનાં ભરાયાં હતાં !!
એમના આ ભાષાકર્મને તમે બ્લોગવગું (આને નવો શબ્દ ગણવાનો ખરો ?)કરી દીધું એનો આનંદ તો ખરો જ પણ નવા બ્લોગી–સર્જકો માટે તો એ આશીર્વાદરુપ બની રહેશે એમાં શંકા નથી.
તમને અભીનંદન અને એમને વંદન !
i am not comp savvy, could not reply to Urvish in Guj fonts !but i liked the idea, kindly pass on this to Urvish.
ReplyDeletei used to tell my journalist students that good Guj is written by Gandhiji, Meghani, C Madia, C C Mehta..and Prakash Shah..all the best to the 'search', its worthwhile.. keep me posted, let me know, if i can do anything
Hasmukh Baradi
Keep me in. I would very much interested.
ReplyDeletePanna Naik
I welcome your thoughtful initiative.Prakashbhai has continued to give novel words/'shabdaprayogo with original consruct--and yet, without a feel of artificial wording. If your initiative succeeeds to collect many more of his words and vakya rachana-by informed figures like Ashvin Chauhan,Divyesh Vyas,Chandu Maheria and others, it will offer a rich source material for a scholar to write a thesis on this rather unexplored field of lexicography and Gujarati linguistic development with regards to non-literary and journalitc writing.
ReplyDeletePravin Sheth
ઉર્વિશભાઈ
ReplyDeleteતમે જેમ પ્રકાશભાઈના આલોચક અને અ-ચાહક હતા મારુ બી આમ તો તમારી બાબતમાં એવું જ છે પરંતુ આ પ્રકારન લેખો આવતા રહેશે તો તમારી રાહે મારી ચાલ પણ તમારા તરફ વળી શકે છે, વાત માત્ર એક વાંચક માટેની નથી, એમ કોઇ પણ લેખક પોતાનામાં બદલાવ લાવે નહી અને લાવે તો પણ એની ઓરીજીનલીટી ન રહે , મેં તો માત્ર મારા મન અને દિલની વાત માંડી.
એક જાગૃત વાંચક તરીકે તકલીફ ત્યારે થાય કે અમુક લોકો કેમ ખુદની ગુણવત્તાની કદર નહી કરી શકતા હોય? હવે તો ડીઝીટલ યુગ છે લોંગપ્લેની માફક કેમ હરી ફરીને એક જ મુદ્દા પર પીન આવી જતી હશે?
રજની અગ્રાવત
ગાંધીધામ (કચ્છ)
વધાવીલ લેવા જેવો ઉપક્રમ
ReplyDeleteપ્રકાશભાઈ જે શબ્દો પ્રયોજે તે વિષય અને વાક્ય સાથે એટલા લયબદ્ધ હોય છે કે અર્થ સમજાઈ જાય. હા, તે શબ્દ, સામાસિકશબ્દની પોતાની છાપ અને ઈતિહાસ વાચકને ખબર હોય તો બત્રીસે કોઠે બત્રીસી બહાર નીકળી આવે.