ગૂજરાત વિદ્યાપીઠ Gujarat Vidyapith |
ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)
આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.
***
ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર
અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં
કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે.
વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26
જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે)
ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ
કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ
દરખાસ્તનો
વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા
ટ્રસ્ટીઓ છે.)
1. નરસિંહભાઈ હઠીલા
2. ડો. મંદાબહેન પરીખ
3. ડો. સુદર્શન આયંગાર
4. કપિલભાઈ શાહ
5. માઇકલ મઝગાંવકર
6. ઉત્તમભાઈ પરમાર
7. ચૈતન્યભાઈ ભટ્ટ
8. નીતાબહેન હાર્ડિકર
9. પ્રો. અનામિકભાઈ શાહ
ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.)
1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ
તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો
1. હસમુખભાઈ પટેલ
2. ચંદ્રવદનભાઈ શાહ
ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન.
આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.
આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.
જેવા છે તેવા, વ્યાપક નાગરિક સમાજનો પણ છે.
ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં
કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,
વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે.
કોઈ પણ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર રાજકીય રંગ વગરનાં હોવા જોઈએ અને તો જ યુનિવર્સિટીની તથા કુલપતિ ના પદ ની ગરિમા અને પ્રતિષ્ઠા વધશે. અને જે વિદ્યાપીઠ ની સ્થાપનામાં મહાત્મા ગાંધીજી નો વિશેષ ફાળો હોય ત્યાં તો તેને અનુરૂપ જ કુલપતિ હોવા જોઈએ.
ReplyDeleteThere is no surprise! It is govt policy to appoint committed person in university, judiciary,police, and executive. All agencies are to be under their control .
ReplyDeleteતમારી નીડરતા માટે અભિનંદન.
ReplyDeleteઅગાઉના હોદેદારોની પૂંછડી તેમણે કરેલા કામોના કારણે દબાયેલી છે? જો હા, તો તેઓ આગળ પણ શું સારું કરવાના? નવા લોકોને આવવા દો. અને જો ના, તો એ પ્રમાણિક લોકોનો મત વિદ્યાપીઠના હિતમાં જ હશે. બંને રીતે સારું છે.
સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે ક્યારેક કઈક નવીનતા તો આવવી જોયે અત્યારે આધુનિક યુગમાં ડિજિટલ સંચાધનો નાં સમય માં પ્રાચીન સમયમાં જીવવું શક્ય નથી વિદ્યાપીઠ અમદાવાદ માં પણ અત્યારે આધુનિકતાની જરૂર છે ત્યાં ભણતો વિદ્યાર્થી આ આધુનિક યુગમાં ડિજિટલ કંઈ રીતે બનશે જો કઈક નવીન કરશે તો જ હજી પણ અમુક હોદેદારોએ પદ ખાલી કરવાની જરૂર છે સમજાય તેને વંદન.... અનુભવી આત્માનો અવાજ
ReplyDeleteતમે વિદ્યાપીઠ અને ગુરુકુળની ભેળસેળ કરતા હો એવું લાગે છે. વિદ્યાપીઠમાં બધું ક્યારનું ડિજિટલ થઈ ગયું છે. અહીં સવાલ આધુનિકતા વિરુદ્ધ પ્રાચીનતાનો નથી. વિરોધી વિચારધારા દ્વારા થતા કબજાનો છે.
ReplyDeleteબરાબર
Delete