(લૉક ડાઉન જાહેર થતાં પહેલાં લખેલો અને ગુજરાત મિત્રની કોલમમાં છપાયેલો લેખ)
સરકારે ફરજિયાત રીતે ઓફિસો બંધ કરાવી, તેના પહેલાંથી સ્થિતિની ગંભીરતા સમજીને લોકો ઘરે રહેવા માંડ્યા હતા--એવા આશ્વાસન સાથે કે 'એમાં શું? જેવું અહીં કામ કરીએ છીએ, એવું ઘરે રહીને કામ કરીશું.’ આશ્વાસન તે આપતા હતા ઓફિસમાં બોસને, પણ એવું લાગતું હતું, જાણે તે પોતાની જાતને કહી રહ્યા છે.
ઘરનાં એવાં ઘણાં કામ હોય છે જે ઓફિસે લઈ જઈ શકાય, પણ ઓફિસનાં એવાં થોડાં કામ હોય છે જે ઘરે લાવી શકાય. હકીકત એ છે કે ઓફિસનું કામ ઘરે લાવ્યા પછી પણ, ઓફિસનું વાતાવરણ ઘરે લાવી શકાતું નથી. ભેળસેળીયું ખાવાની ટેવ પડી ગયા પછી જેમ ચોખ્ખું ખાવાથી બીમાર પડી શકાય, તેમ ઓફિસના વાતાવરણમાં કામ કર્યા પછી, ઘરની ઓફિસ પોલિટિક્સ વગરની અને બોસવિહોણી, બિનઝેરી આબોહવામાં કામ કરવાનું સહેલું નથી હોતું. કમલહસનની મૂક ફિલ્મ ‘પુષ્પક’માં હીરોને જેમ ફાઇવ સ્ટાર હોટેલની શાંતિથી અકળામણ થતાં, ઘોંઘાટની કેસેટ વગાડીને સૂવું પડે છે, તેમ ઘરે કામ કરવા માટે બોસના ઘાંટાનાં રેકોર્ડિંગ રાખવાં પડે તો નવાઈ નહીં.
ઘરે કામ કરવાનો વિચાર ઘણા ખરા લોકો માટે આનંદદાયક હોય છે, પણ મોટા ભાગના સુવિચારોની જેમ તેને આચરણમાં મૂકતી વખતે શું થઈ શકે, તેની ઝલક આપતું, 'વર્ક ફ્રોમ હોમ'કર્મચારીની રોજનીશીનું એક પાનું.
***
વર્ક ફ્રોમ હોમનો હજુ પહેલો જ દિવસ છે. એટલે સવારે શાંતિથી ઉઠ્યો. આમ પણ આખો દિવસ કામ જ કરવાનું છે ને. શી ઉતાવળ છે?
શાંતિથી છાપાં વાંચતાં વાંચતાં ચા પીધી. છાપાંમાં કશુંક વિચિત્ર ને જુદું લાગ્યું. ખાસ્સો વિચાર કર્યા પછી ખ્યાલ આવ્યો કે છાપામાં જાહેરાતો ઓછી હોવાને કારણે સમાચારો બહુ વધારે લાગે છે. અત્યાર સુધી જાહેરખબરોની વચ્ચે વચ્ચે સમાચાર વાંચવાની ટેવ એવી પડી ગઈ છે કે છાપામાં સમાચાર વધારે હોય, એ પણ સમાચાર લાગે.
છાપાંમાં ખાસ કશો ઢંગધડો હોતો નથી ને સમાચાર તો આગલા દિવસથી જાણી લીધા હતા. પણ મગજની નહીં, પેટની તંદુરસ્તી માટે છાપાં વાંચવાં પડે છે. પેટને હજુ ઓનલાઇનની ટેવ નથી પડી. શક્ય છે કે આ બાબતે ઉત્ક્રાંતિ થવામાં હજુ બે-ત્રણ પેઢી જેટલો સમય નીકળી જાય.
છાપાં વાંચ્યા પછી થયું કે જે કારણસર ઘરેથી કામ કરવું પડે છે, એ સમસ્યા વિશે થોડી તાજી માહિતી મેળવી લેવી જોઈએ. એ પણ ફરજનો ભાગ ગણાય. એટલે ટીવી ચાલુ કર્યું ને મોબાઇલ પર ફેસબુક-ટ્વિટર ખોલ્યું. થોડા વખત પછી જમવાની બૂમ પડી ત્યારે ખબર પડી કે સાડા બાર થઈ ગયા. ઇરાદો તો એવો હતો કે સવારે બે કલાક સળંગ કામ થઈ જશે, તો બપોરે થોડી મિનીટ વામકુક્ષિ કરી લઈશું. પણ હવે તો ફટાફટ નહાવાનું પતાવવાનો આદેશ થયો.
પ્રાતઃક્રિયામાં બપોર પડી અને પછી જમવા બેઠાં. શાંતિથી વાતો કરતાં કરતાં જમ્યાં. કારણ કે હજુ તો અડધો દિવસ પડ્યો હતો કામ માટે. અને રાત તો ખરી જ. ઘરે સાંજે છ પછી પણ કામ ખેંચતાં કોણ રોકે છે? જમી પરવારતાં બે-અઢી જેવું થયું. પછી થયું કે સાધારણ સુસ્તી જેવું લાગે છે. એકાદ પાવર-નૅપ (ભરપૂર તાજગી આપતી થોડી મિનીટની ઉંઘ) લઈ લઈએ તો પછી સડસડાટ કામની ગાડી દોડવા માંડશે. ઓફિસમાં પણ ઘણી વાર એવું કરતો હોઉં છું. આંખ મીંચીને, ખુરશી પર માથું ઢાળીને દસેક મિનીટની મસ્ત ઉંઘ ખેંચી લઈએ, પછી કામ કરવાની ઝડપ ને તાજગી એવાં થઈ જાય છે, જાણે સવાર પડી. '
પણ ઘરે શા માટે ખુરશીમાં માથું ઢાળીને સૂવું? પથારીમાં જ સહેજ આડા પડખે થઈ લઉં, એવું વિચાર્યું. ઘરનાં લોકોએ પણ આવી જ સલાહ આપી. મને થયું કે તેમની લાગણીને પણ ક્યારેક માન આપવું જોઈએ.
આડો પડ્યો. કડક ઉંઘ આવી. આંખ ખુલી. સારું લાગતું હતું. મને થયું, ‘વાહ, ઇસીકો કહેતે હૈ પાવર-નેપકા જાદુ’. પછી ઘડિયાળ પર નજર પડી. એ તો સાડા ચારનો સમય બતાવતું હતું. હવે ચા પીવી પડે. કારણ કે સળંગ કામ ખેંચવાનું છે.
ચા-નાસ્તો કરવાં બેઠાં, એમાં કોરોનાની વાત નીકળી. એટલે વાત લંબાઈ ગઈ. પછી થયું કે દિવસની અપડેટ જાણી લઉં, જેથી જાગ્રત નાગરિક તરીકે ફરજ બજાવી શકાય. એમ કરતાં છ-સવા છ થઈ ગયા. મને થયું કે સાંજ પડી છે, તો અંધારું થતાં પહેલાં ચાલવાની કસરત કરી લઉં. ઘરની બહાર તો નીકળવાનું ન હતું. એટલે સોસાયટીના કમ્પાઉન્ડમાં થોડું ચાલ્યો. ઘરે આવ્યો ત્યારે સાત થયા હતા, પણ અંધારું એવું હતું જાણે બહુ મોડું થઈ ગયું હોય. ઘરે સાંજના ભોજનની તૈયારી ચાલતી હતી. મને લાગ્યું કે કામ કરવા બેસીશ ને જમવાની બૂમ પડશે. ઘરવાળાં શાંતિથી કામ કરવા નહીં દે. એટલે જમતાં સુધી ટીવી જોયું.
જમી પરવારવામાં નવ થઈ ગયા. આટલે મોડેથી માહોલ બનતો ન હતો. ટીવી પર પિક્ચર ચાલતું હતું. મને થયું કે નકામું ખેંચાઈ મરવાની જરૂર નથી. એક દહાડો આમ કે તેમ. કાલથી જ કામ શરૂ કરીશું.
***
(બીજો દિવસ)
મામુલી ફેરફાર સાથે, ગઈ કાલ પ્રમાણે.

ઘરમાં ને ઘરમાં સાવ મૂંગા મૂંગા તો બેસાય નહિ, ઘરનાઓને ય કંઈક નવું નવું આપણે જાણતા રહીએ છીએ, અપડેટ થતા રહીએ છીએ એવી ખબર પણ આપવી જોઈએ. એ ન્યાયે કંઈક વાતચીત શરૂ કરી... પણ ખબર પડી કે આપણે તો પછાતમાં ખપી જઈએ એટલું જ્ઞાન ઘરનાઓ પાસે ઓલરેડી છે!
ReplyDeleteઓફિસમાં ચા વારેવારે પીવાતી'તી પણ હવે ઘરમાં તો... ચાનું કહેવા જેવું લાગ્યું નહિ. ચાની માથાકૂટમાં નકામી રસોઈ મોડી બને તેવી એંધાણી અપાઈ ગઈ.
માથું જો કે ભારે થઈ ગયું પણ માથું રહ્યું તો ખરું એ જ વિચારે... કાલે બધો તાલ જોઈને જાતે જ ચા બનાવી લઇશું... એવો નિર્ધાર કર્યો.