ભૂતકાળમાં અમેરિકાને ઘણા અલેલટપ્પુ પ્રમુખો મળ્યા છે. સૌથી નજીકના ભૂતકાળનું ઉદાહરણ જ્યોર્જ ડબલ્યુ બુશ (જુનિયર)નું, જેમની પરથી અનેક રમુજો બની અને જેમણે અમેરિકાને અનેક જંગમાં સંડોવ્યું. છતાં, એ બધામાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન અલગ છે. રૂઢિચુસ્ત રીપબ્લિકન પક્ષ તરફથી તે પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા, ત્યારે તેમને કોઈ ગંભીરતાથી લેતું ન હતું. પણ બધાની, કદાચ તેમની પોતાની છાવણીની પણ, અપેક્ષાબહાર ટ્રમ્પ પ્રમુખ બની ગયા. રમુજો વાસ્તવિકતા બની જાય, એ કેટલી મોટી કરુણતા છે, તેનો અહેસાસ ત્યારે (ટ્રમ્પના સંદર્ભે) પહેલી વાર થયો.
ત્યાર પછી એ કદી અટક્યો જ નથી. ટ્વિટર પર સત્તાવાર નિર્ણયો જાહેર કરતા અને રશિયનો સાથે સંપર્ક-સંબંધ જેવા, દેશહિતને સંડોવતા ગંભીર આરોપો છતાં ટ્રમ્પ જરાય મોળા પડવાનું નામ લેતા નથી. તે પૂર્વગ્રહોને અભિપ્રાય કે વિશ્લેષણ ગણે છે અને તરંગોને ઉકેલ. વર્ષ ૨૦૧૬માં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમનો એવો એક પૂર્વગ્રહ હતો કે મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ઘુસી આવતા લોકો ડ્રગ્સથી માંડીને બીજી ઘણી ગુનાખોરી આચરે છે. ઉપરાંત, મેક્સિકો સાથેના આર્થિક સંબંધોમાં અમેરિકાની વ્યાપારી ખાધ-ટ્રેડ ડૅફિસિટ ૫૮ અબજ ડૉલર છે. (મેક્સિકો અમેરિકામાંથી જેટલી ખરીદી કરે છે, તેનાં કરતાં અમેરિકાની મેક્સિકોમાંથી ખરીદી ૫૮ અબજ ડૉલર જેટલી વધારે છે. ) જો અમેરિકા-મૅક્સિકોની સરહદે એક ઊંચી દીવાલ બાંધી દેવામાં આવે, તો આ બધી સમસ્યાઓનો અંત આવી જશે.
ચૂંટણીપ્રચારના તબક્કે અહંકારી અને બેફામ માણસના તરંગ તરીકે હસી કઢાયેલી સરહદી દીવાલ હવે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા 'શટ ડાઉન'નું કારણ બની છે. અમેરિકાની સંસદમાં સરકારી ખર્ચનું અંદાજપત્ર પસાર ન થાય, એટલે સરકાર તે પ્રમાણે રકમ ખર્ચી ન શકે. પરિણામે સરકારી સેવાઓ પર અસર થાય. ઘણી સેવાઓમાં કર્મચારીઓને કપાતા પગારે રજા પર ઉતારી દેવા પડે અથવા થોડો સમય પગાર વિના કામ કરવાનો વારો આવે. એ સ્થિતિ 'શટ ડાઉન' તરીકે ઓળખાય છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થાય અને નવું અંદાજપત્ર પસાર ન થઈ જાય, ત્યાં લગી શટ ડાઉન ચાલુ રહે.
ટ્રમ્પે મેક્સિકોની સરહદે દીવાલનું કામ આગળ વધારવા માટે સંસદ પાસે પાંચ અબજ ડૉલરનું ભંડોળ માગ્યું. સાંસદોએ એટલી મોટી રકમ દીવાલ માટે આપવાની ના પાડી. વચલા રસ્તે તરીકે બંને પક્ષના સભ્યોએ ૧.૬ અબજ ડૉલરની રકમ આપવાનું (બાળવાનું) કબૂલ્યું, પણ ટ્રમ્પને આવા 'ટુકડા'માં રસ ન હતો. તેમને પાંચ અબજ ડૉલર અંકે પૂરા ન મળે તો તે શટ ડાઉન માટે તૈયાર હતા. એટલું જ નહીં, એ શટ ડાઉન ગમે તેટલું લંબાય તો પણ તેમને પરવા નથી, એવું તેમણે કહ્યું. એ રીતે, ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮થી શટ ડાઉનની શરૂઆત થઈ.
શરૂઆતમાં ઘણાને લાગતું હતું કે ટ્રમ્પ વચલો રસ્તો સ્વીકારીને ઝડપથી શટ ડાઉનનો અંત લાવશે. પરંતુ આ લખાય છે ત્યારે (૧૬ જાન્યુઆરી) શટ ડાઉન ચાલુ છે, તે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટ ડાઉન (૨૧ દિવસ)નો રૅકોર્ડ ક્યારનો વટાવી ચૂક્યું છે અને કદાચ કદી ન તૂટે એવો રૅકોર્ડ સ્થાપે એવું લાગે છે. એક અંદાજ પ્રમાણે, અત્યાર સુધીમાં આઠેક લાખ સરકારી કર્મચારીઓને તેની માઠી અસર તરીકે વગર પગારે કામ કરવાનું કે કપાતા પગારે રજાઓ લેવાનું આવ્યું છે.
આ બધું એક એવી દીવાલ માટે, જેની ઠેકડી ઉડાડવામાં ટીવીના કૉમેડી શોવાળાથી માંડીને બીજા અનેક લોકોએ કશું બાકી રાખ્યું ન હતું. લોકપ્રિય રજૂઆતકર્તા John Oliver/ જૉન ઑલિવરે ૨૦૧૬માં તેમનો એક શો ટ્રમ્પની સૂચિત દીવાલ વિશે કર્યો હતો. ત્યારે ટ્રમ્પ પ્રમુખપદના ઉમેદવાર હતા. જૉન ઑલિવરે ટ્રમ્પનાં જુદાં જુદાં ભાષણોના ટુકડા ભેગા કરીને દર્શાવ્યું હતું કે ટ્રમ્પના મનમાં દીવાલનો કેટલો ખર્ચ થશે, તેનો કોઈ ખ્યાલ જ નથી. ટ્રમ્પે ચાર અબજ ડૉલરથી શરૂઆત કરી હતી અને છેલ્લે દસ-બાર અબજ ડૉલરના અંદાજે પહોંચ્યા હતા. એ વિશે માર્મિક ટીપ્પણી કરતાં જૉને કહ્યું હતું કે ટ્રમ્પના અંદાજનો ગાળો (આઠ અબજ ડૉલર) એકાદ નાનકડા દેશના વાર્ષિક જીડીપી જેટલો છે.
ગમ્મતની સાથોસાથ ગંભીર આંકડા માંડીને જૉને દર્શાવ્યું હતું કે ઓછામાં ઓછી ઊંચાઈ (૩૫ ફીટ) પકડીને ચાલીએ અને ટ્રમ્પે કહ્યું હતું તેમ, એ દીવાલ કૉન્ક્રીટ પૅનલ તથા સ્ટીલ કોલમની બનવાની હોય, તો હજાર માઇલની આખી દીવાલ પાછળ નાખી દેતાં ૨૫ અબજ ડૉલરનો ખર્ચ થાય. ત્યાર પછી આવતો તેની જાળવણીનો અધધ ખર્ચ તો અલગ. ધારો કે આટલા ડૉલર બાળ્યા ને દીવાલ કરી, તો પણ ટ્રમ્પ જે સમસ્યાઓની વાત કરે છે તે ઉકલવાની નથી, એ પણ જૉન ઑલિવરે હસતાંહસાવતાં ગંભીર હકીકતો સાથે બતાવી આપ્યું હતું. સરવાળે દીવાલને તેમણે 'બિગ ડમ્બ થિંગ' (મોંમાથા વગરનું તરકટી તોસ્તાન) અને 'ઇમ્પૉસિબલ, ઇમ્પ્રેક્ટિકલ સિમ્બૉલ ઑફ ફીઅર' (ભયના અસંભવિત, અવ્યવહારુ પ્રતીક) જેવી ગણાવી હતી. અને હવે એ જ દીવાલ માટે ટ્રમ્પ ચાર અઠવાડિયાંથી અમેરિકાને શટ ડાઉન કરીને બેસી ગયા છે.
ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પ કહેતા હતા કે દીવાલનો અઢળક ખર્ચ મૅક્સિકોની સરકાર આપશે. પણ મૅક્સિકોના વર્તમાન તથા ભૂતપૂર્વ વડાઓએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આવી વસ્તુ માટે અમે શા માટે નાણાં આપીએ? બે વર્ષ પહેલાં ટ્રમ્પે દીવાલ બાંધવાની વાત કરી ત્યારે કૅલિફૉર્નિયાના એક સાંસદે મશ્કરીમાં કહ્યું હતું કે 'રશિયા તેના માટે નાણાં આપતું હોય તો હું દીવાલની કામગીરીને ટેકો આપું.’ ૨૦૧૮ના ફુટબૉલ વર્લ્ડકપમાં જર્મની વિરુદ્ધ મૅક્સિકોની મૅચના દિવસે જર્મનીના એક અખબારે પહેલા પાને ગોલ પોસ્ટની જગ્યાએ દીવાલ બતાવીને તેની આગળ જર્મન ગોલકીપર ઊભો હોય એવો ફોટો મુક્યો અને રમુજ કરતાં લખ્યું, ‘સૉરી મૅક્સિકો, આજે અમે દીવાલ બાંધીશું.’ એટલે કે તમારો ગોલ થવા નહીં દઈએ. (જોકે, એ મેચમાં જર્મની ૦-૧થી હારી ગયું.)
ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે દીવાલનો વાયદો કરતા હતા, ત્યારે સૌને ઊંડે ઊંડે એવું આશ્વાસન હતું કે બે ઘડી ફિરકી ઉતારવા માટે ઠીક છે, બાકી આવા તરંગી વિચારનો અમલ ક્યાં થવાનો છે? પણ ટ્રમ્પે તેના અમલ માટે ગંભીરતા દાખવી અને અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું શટ ડાઉન ચલાવીને દર્શાવી આપ્યું છે કે ગમે તેવા તુક્કાને હસી કાઢવાનો જમાનો નથી રહ્યો. કોને ખબર? એ તીર બનીને કોને કોને ક્યાં ક્યાં ઘાયલ કરી નાખે.

our own "pappu" can give the best competition to trump if he becomes PM.
ReplyDeleteVery interesting critique of this wall and partial govt shutdown comedy/tragedy. Both parties and third party is the president(by the way he doesn't adhere to any party principles) are to blame. The percentage of blame may not be equal, depending upon every individuals loyalty to different parties. The real tragedy is for the 800000 govt employees affected by this unnecessary shutdown, who live on paycheck to the paycheck. This is the reality and a serious issue causing lots of hardship and tragedy. Hope to see a meaningful solution now real soon.
ReplyDeleteThank you again for a very clear and nice analysis of this problem.
Unfortunately psychiatric evaluation is not an eligibility requirement to be a US president or a head of state anywhere in the world. Poor citizen has to live with such characters whether they like it or not. Long live US democracy!!
ReplyDelete