ફેસબુક પરનાં મારાં સ્ટેટસ જોનારા મિત્રો જાણે છે તેમ, થોડા વિચાર પછી અને મિત્ર દીપક સોલિયાના ધક્કા પછી, છેવટે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચાર્યું. તેની આ પહેલી રજૂઆત છે.
પહેલી વિડીયોનો વિષય રાજકારણ અથવા વધુ સાચી રીતે કહીએ તો, ગુજરાતનું જાહેર જીવન છે. પરંતુ આ ચેનલ પર ફક્ત રાજકીય ચર્ચા માટે નથી. એ સિવાય ગમતાં પુસ્તકો, સંગીત અને બીજા વિષયો વિશે પણ ટૂંકમાં આ માધ્યમથી વાત કરવાનો ખ્યાલ છે--અઠવાડિયે એક કે બે વાર.
કેટલાંક મિત્રોએ વ્યક્ત કરેલી વાજબી ચિંતાના અનુસંધાનમાં, ખાસ સ્પષ્ટતા એ કરવાની કે આ કશું લખવાના ભોગે નથી. આપણે જે કહેવું છે, પહોંચાડવું છે, જે શેર કરીને આનંદ કરવો છે, તેના માટે વધુ એક માધ્યમનો ઉપયોગ કરવાનો જ આશય છે.
તમને ગમે તો આનંદ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે લિન્ક તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ન ગમે તો વાંધો નહીં. જીવનમાં એવું બધું ચાલ્યા કરે :-)
COPY-PASTE OF MY COMMENT UNDER 'VIKASGIT' ON YOUTUBE:
ReplyDeleteURVISHBHAI...khub gamyu...khub khub aabhar ane Shubhechhao...
ane VIKASGIT na Shabdo ahin athwa "Gujarati" ma share karsho...maare fari-fari ne vanchva chhe kemke "hun e vikaas ne kaarne aviksit chhun"...welcome to YouTube and best wishes to this great channel/medium, which, if used properly, has potential to reach millions of hearts and minds. I watch my "Ted Talks lectures" here as well and I follow some of my learnings in different online educational set ups which are free, easily accessible and great. Thank you.
Himanshu Trivedi, Auckland, New Zealand