વડાપ્રધાનને બિચારાને બે બાજુનું દુઃખ છે. બોલે, તો લોકો કહે છે કે આ ભાઇ બહુ બોલે છે ને ચૂપ
રહે, તો લોકો કહે છે કે
મોઢામાં મગ (કે તુવેરની દાળ) ભરીને બેઠા છે. ‘બોલે તેનાં બોર વેચાય’ એ કહેવતના કોપીરાઇટ
માટે વડાપ્રધાન અરજી કરે, તો કમ સે કમ ભારત
પૂરતા તેમના અધિકાર મંજૂર થઇ જાય,
એવા તે બોલકણા
છે. (‘બોલકણા’ના પ્રાસમાં જેમને ‘મારકણા’ યાદ આવે, એવા લોકોએ પોતાની યાદશક્તિ ઘટાડવાની દવા ખાવી.)
હવે તે ‘ન બોલ્યામાં નવ ગુણ’ એ કહેવતના કોપીરાઇટ મેળવવા પ્રયત્નશીલ છે. પણ
તેમના અબુધ ટીકાકારો કહે છે કે ‘બોલી બોલીને તો એ
વડાપ્રધાન બન્યા છે, ને હવે ઉના જેવી
ઘટના વિશે કેમ ચૂપ છે?’ ખરેખર તો તેમના
સવાલમાં જ જવાબ સંતાયેલો છે : બોલી બોલીને એ ભલે વડાપ્રધાન થયા--જે થવાકાળ હતું તે
થઇ ગયું-- હવે નાહક બોલવાની, શબ્દો વેડફવાની
શી જરૂર?
વડાપ્રધાન નથી બોલતા એ મુદ્દે તેમના માથે (ગાયનાં) છાણાં
થાપવા આતુર લોકોને પહોંચાય નહીં, પણ જે લોકોએ
વડાપ્રધાનની વાણીનું આજીવન લવાજમ ભરેલું છે, એવા લોકોનો વડાપ્રધાનના મૌન વિશે જવાબ મેળવવાનો હક છે. તેમના લાભાર્થે કેટલાંક
સંભવિત કારણ આપ્યાં છે, જેથી લવાજમધારકો
પોતપોતાના સોશ્યલ મીડિયા મોરચા પર અથવા વાતચીતમાં આ કારણોનો ઉપયોગ કરીને, વિરોધીઓની બોલતી બંધ કરી શકે.
પોતાની જાતને અભ્યાસી ગણતા કોઇ પણ માણસને પૂછવાથી જાણી
શકાશે કે દેશમાં દર અમુકમી મિનીટે દલિતો પર એક પ્રકારનો અત્યાચાર અને દર તમુકમી
મિનીટે દલિતો પર બીજા પ્રકારનો અત્યાચાર થાય છે. તો તમે જ કહો, શું વડાપ્રધાને દર અમુકમી અને તમુકમી મિનીટે
બોલ બોલ કરવાનું? આ તે કંઇ ઉત્તર
પ્રદેશ ને બિહારની ચૂંટણી જીતવાની છે કે આટલી બધી તસ્દી લેવી પડે ને શક્તિ વેડફવી
પડે? અને માફ કરજો, પણ આપણા વડાપ્રધાન કંઇ એવા નવરા છે? હજુ તેમને દુનિયામાં કેટકેટલા દેશ જોવાના બાકી
છે.
બીજું સંભવિત કારણ એ છે કે વડાપ્રધાન સમરસતામાં માને છે--
એટલે કે તે બધી વોટબેન્કને સમદૃષ્ટિથી જુએ છે. પણ તેમની સમરસતા ‘એનિમલ ફાર્મ’ના પ્રખ્યાત વિધાન જેવી છે, જેમાં કેટલાક
સમુહો બીજાં કરતાં વધારે સમરસ છે. દલિતોએ વડાપ્રધાનની સમરસતાને પાત્ર બનવું હોય તો
તેમની વસ્તી વધારવી પડે. વસ્તી વધે,
તો જ મતોની
ટકાવારી વધે ને સમરસતા માટેની લાયકાત વધે. પણ દલિતો વસ્તી ન વધારે, પોતાની ‘લાયકાત’ ન કેળવે અને પછી ‘દલિતો પર અત્યાચાર થાય ત્યારે વડાપ્રધાન બોલતા
નથી’ એવી ફરિયાદ કરે, તો તમે જ કહો, બિચારા એટલે કે માનનીય એટલે કે માનનીય બિચારા વડાપ્રધાનનો શો વાંક?
છેલ્લું કારણ : હજુ સુધી કોઇ પરદેશી મિડીયાએ વડાપ્રધાનનો
ઇન્ટરવ્યુ લીધો નથી કે આ થયા પછી તે અમેરિકા પણ ગયા નથી. પછી એ કેવી રીતે બોલે?
બરાબર ભક્તવેધી તીર છોડ્યું છે! હવે અહીં ગોકીરો મચ્યો જ જાણો.
ReplyDeleteJordar saheb ...
ReplyDeleteઘણું સરસ એનાલિસિસ કર્યું ! એમની ફેકોલોજી ના કપડાં હજુ ઉતર્યા નથી !����
ReplyDeleteनरो वा कूंजरो !!! साहेब ने मात्र टीनेजरी ट्वीट नुं वडगण छे... ;) हवे बोलवा माटे मात्र सभाओ ज बाकी छे... नहीतो बोले कया मुद्दे ? :p जे वस्तु पर प्रहार कर्या ते बूमरेंग बनी!! साहेब ने खूरशी ना मोह बाद "भार" हवे समजाय छे...! :V
ReplyDeleteVaat kehvani rite Khub Saras lagi sir.
ReplyDeleteRightly said
ReplyDeleteIn the past all resistance weather navnirvan movement,anamat andolan or lokpal bill ended up in stepping up into power gain.there is a large no of leaders of freedom movement through out their life remain aloof from power and work for the whole life for the cause .let priminister work for more urgent issues of defence,economy and welfare of people then westing time for pretty local issues.
ReplyDeletewhat is lacal and what is national that is depends on your mentality, please be rational and think deep, otherwise stay for few days with Una's dalit and experience reality.
DeleteManohar S.
ન્યુયોર્ક ટાઈમ્સ માં તંત્રીલેખ છપાયો અને ૨૪ કલાકમાજ સાહેબના કોપી રાયટરો એ નિવેદન તૈયાર કરી આપ્યું અને સાહેબે બોલી નાખ્યું. ભવિષ્યવાણી ભાખી જાણી તમે. આપણા વડાપ્રધાન માત્ર અમેરિકનોને જ જવાબ આપવા બંધાયેલા છે.
ReplyDelete