ભારતવર્ષમાં લાગણીદુભાવની ઉજ્જળ અને મજબૂત પરંપરા છે. મૃત્યુની જેમ લાગણીદુભાવ પણ ક્યાં, ક્યારે, કેમ, કોને પોતાના સકંજામાં લેશે એ જાણવું અઘરું છે. લાગણીદુભાવથી નિર્દોષ લોકોનાં મોત થઇ શકે છે, પણ નિર્દોષ લોકોનાં મોતથી લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની લાગણી ભાગ્યે જ દુભાતી હોય છે. જેમ કે, પેગંબર અને ઇસ્લામનાં પ્રતીક તથા ધાર્મિક નામો રાખીને ત્રાસવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે. પરંતુ એ ત્રાસવાદીઓએ ‘પેગંબરનું (કે ઇસ્લામનું) અપમાન કર્યું’ એવો વાંધો પાડીને, તેમની સામે ભાગ્યે જ મોરચા નીકળે છે કે દેખાવ થાય છે. હિંદુ ધર્મના નામે ગોરખધંધા કે ગુંડાગીરી ચલાવનારા સામે સંઘ પરિવાર સહિતના હિંદુત્વના ઠેકેદારોને ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. પરંતુ ફિલ્મ, પુસ્તક, ચિત્ર, વિધાન અને ક્યારેક તો મૌન સુદ્ધાંથી - ટૂંકમાં, વાસ્તવિક કરુણતાઓ અને વાસ્તવિક સમસ્યાઓ સિવાય દરેક અથવા કોઇ પણ બાબતથી - લોકોની લાગણી દુભાઇ શકે છે.
- પણ લાગણી એટલે શું? એ કેવી રીતે દુભાય? અને એ દુભાય ત્યારે એક્ઝેક્ટલી શું થાય? આ સવાલોની થિયરીમાં પડવાને બદલે, પ્રેક્ટિકલ જવાબ જાણવા માટે એક લાગણીદુભાવાના સ્પેશિયાલિસ્ટની કાલ્પનિક મુલાકાત. આ સંવાદ પૂરતા તેમને ટૂંકમાં સ્પેશ્યલિસ્ટ- સ્પે.- તરીકે ઓળખીશું.
સ : હલો, કેમ છો?
સ્પે : પહેલાં તો તમે મારી રાષ્ટ્રવાદી લાગણીનો અને માતૃભાષા પ્રત્યેની મમતાનો આદર કરતાં શીખો અને ‘હાય-હેલો’ની અંગ્રેજગીરી છોડો. નમસ્તે બોલતાં નથી આવડતું?
સ : (સહેજ બચાવની મુદ્રામાં) આવડે તો છે, પણ...‘હલો’ કહ્યું એમાં કયો દેશદ્રોહ કે માતૃભાષાદ્રોહ થઇ ગયો?
સ્પે : એ તમારા જેવા લાગણીબુટ્ઠા એટલે કે બૌદ્ધિકોને કદી નહીં સમજાય- ‘નમસ્તે’માં આર્યાવર્તની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય વારસો સમાયેલો છે.
સઃ ફક્ત ‘નમસ્તે’માં જ?
સ્પે : (ડોળા કકડાવે છે) એક વાત સમજી લો. મારી લાગણી દુભાય ત્યારે સવાલ નહીં કરવાના. નહીંતર જોવા જેવી થશે.
સ : પણ સવાલ કરવા એ અસલી ભારતીય પરંપરા છે. ભગવદ્ગીતા સહિતના હિંદુઓના ઘણા ધર્મગ્રંથો સવાલ અને જવાબ તરીકે છે.
સ્પે : એટલે? અમારા એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે હિંદુ ધર્મમાં શું છે એ તમારી પાસેથી શીખવું પડે?
સ : ના, પણ અમારા એવા ખરાબ દિવસ આવી ગયા છે કે ધર્મ શું છે ને તેનું માન શું છે, એ તમારા જેવાઓ પાસેથી સાંભળવું પડે.
સ્પે : (વધારે ડોળા કકડાવે છે. બાંયો ચડાવે છે.)
સ : બહુ ડોળા ન કાઢતા. ભવિષ્યમાં વડાપ્રધાન થઇ જશો...તમે એટલું તો કહો કે મારી વાત સાચી છે કે ખોટી?
સ્પે : તમારી વાત સાચી છે કે ખોટી, એ મુદ્દો જ નથી. તમે બૌદ્ધિકો ઊર્ફે સેક્યુલરો ઊર્ફે હિંદુવિરોધીઓ ઊર્ફે દેશદ્રોહીઓ બહુ બોલ્યા. હવે અમે બોલીશું ને તમે સાંભળશો...
સ : આવો તો અમિતાભનો એક ડાયલોગ હતો...
સ્પે : હવે અમારો છે.
સ : ડાયલોગ કે અમિતાભ?
સ્પે : બન્ને. કરમુક્તિઓ ને જાહેરખબરો એમ ને એમ થોડી મળે છે?
સ : એ તમે ને અમિતાભ જાણો, હું તો મારા સવાલની વાત કરતો હતો.
સ્પે : અને મેં તમને એમ કહ્યું કે તમારે બૌદ્ધિકોએ સવાલ નહીં કરવાના. બસ. તમે સવાલ કરશો તો અમારી લાગણી દુભાશે. પછી જે કંઇ થાય એની નૈતિક જવાબદારી અમારી નહીં.
સ : (હાસ્ય સાથે) ઓહો...
સ્પે : કેમ? એમાં હસવા જેવું શું છે? અમારી વાત પર અમથા અમથા હસશો તો પણ અમારી લાગણી દુભાશે...ને પછી કંઇ થાય તો પણ નૈતિક જવાબદારી...
સ : હું એટલે જ હસ્યો- કે તમે ‘નૈતિક જવાબદારી’- ટૂંકમાં ‘નૈતિકતા’- જેવા શબ્દો પણ સાંભળ્યા છે ને તેની વાત કરી શકો છો.
સ્પે : આમ કહીને તમે મારું જ નહીં, અમારા આખા સંપ્રદાયનું અપમાન કર્યું છે. (પાસે પડેલી લાકડી ઉપાડે છે)
સ : શાંતિ રાખો, શાંતિ...મેં કયા સંપ્રદાયનું અપમાન કરી નાખ્યું? ને વાતે વાતે ઉશ્કેરાવાનું- લાકડીઓ લેવાનું કયા સંપ્રદાયમાં લખ્યું છે? હિંદુ-ઇસ્લામ-ખ્રિસ્તી-શીખ-જૈન આ બધા વિશે ઠીક ઠીક ખબર છે ને એમાં તો ક્યાંય આવું આવતું નથી.
સ્પે : અમારો ધર્મ આમાંથી એકેય નથી અથવા બધા જ છે, પણ અમારો સંપ્રદાય આખો જુદો છે.
સ : એટલે?
સ્પે : અમારા નવા સંપ્રદાયનું નામ છે ‘લાગણીદુભાવ પંથ’. તમે બૌદ્ધિકો સર્વધર્મસમભાવના ઉપદેશ ઝૂડીને અમારી ટીકા કરો છો, પણ અમારો પંથ તમારા બધા કરતાં વધારે- (જરા ખચકાઇને) સેક્યુલર- છે. કોઇ પણ ધર્મના દુભાયેલી લાગણીવાળા માણસને અમારા સંપ્રદાયમાં સ્થાન મળી શકે છે.
સ : તમારી ઑફિસ- આઇ મીન, ધર્મસ્થાન ક્યાં છે?
સ્પે : કહ્યું તો ખરું. અમે સેક્યુલર છીએ. અમે કશું ઊભું કરવામાં રસ નથી. અમે ફક્ત ધાકધમકી અને તોડફોડમાં જ માનીએ છીએ.
સ : તમારા સંપ્રદાયનું કોઇ સૂત્ર? કોઇ ઘ્યેયમંત્ર?
સ્પે : આઇ એમ બીકોઝ આઇ એમ ઑફેન્ડેડ- હું દુભાયેલો છું એટલે જ હું છું. મારું વજૂદ જ મારા દુભાયેલા રહેવામાં છે.
સ : તમારા સંપ્રદાયના લોકો કેવી બાબતમાં દુભાઇ શકે?
સ્પે : એ યાદી તો બહુ લાંબી છે. હમણાં તો અમારે ઓવરટાઇમ કરવો પડે છે. તો પણ પહોંચી શકતા નથી.
સ : (મુગ્ધતાનો દેખાવ કરીને) તમને દુભાવાની પ્રેરણા શી રીતે મળે?
સ્પે : (પોરસાઇને) ગુડ ક્વેશ્ચન. અમારી પ્રેરણાના ઘણા સ્રોત છે : પોલિટિશ્યનો, ધર્મગુરુઓ, પોલિટિશ્યનોના કહ્યાગરા પોલીસ, પોતાની ફિલ્મ હિટ કરવા ઇચ્છતા ફિલ્મનિર્માતાઓ કે ચોપડી બેસ્ટસેલર બનાવવા માગતા લેખકો-પ્રકાશકો, રાતોરાત પ્રસિદ્ધિ મેળવીને સેલિબ્રિટી બનવા માગતા લોકો- અમારો સંપ્રદાય ધર્મના કે વ્યવસાયના ભેદભાવમાં માનતો નથી.
સ : તમારા વિશે સમાજમાં અનેક ગેરસમજો ફેલાયેલી છે. લોકો તમારા સંપ્રદાયને અનિષ્ટ ગણે છે...
સ્પે : એ લોકો સમજતા નથી કે એમનામાં રહેલી અનિષ્ટ લાગણીઓ અને એમની તરફથી મળતા મૂક ટેકાના જોરે જ અમારો સંપ્રદાય ચાલે છે. (ખભા ઊલાળીને) સો, વી ડોન્ટ માઇન્ડ, વી ડોન્ટ કેર.
સ : અરે, તમે અંગ્રેજીમાં બોલ્યા? પણ રાષ્ટ્રવાદી લાગણી અને માતૃભાષાની મમતા...?
(સ્પેશ્યલિસ્ટ ડોળા કાઢે છે અને ઇન્ટરવ્યુ સમાપ્ત થાય છે.)