લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપને મળેલી જીતથી પક્ષમાં આનંદ-ઉત્સવનો અને વિપક્ષોમાં સન્નાટાનો માહોલ છે. ભાજપ સિવાયના પક્ષોની પરિણામ પછીની સ્થિતિ અને સંભાવનાઓ વિશે ગયા સપ્તાહે વાત કરી હતી. આ વખતે ભાજપની જીત સંબંધિત થોડી વાતો.
જીતનાર પોતે સુખદ આંચકો અનુભવે એવાં પરિણામ પછી નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો વાજબી રીતે વિજયોલ્લાસમાં છે. દિલ્હી અને ગાંધીનગરમાં સર્જાયેલાં લાગણીસભર દૃશ્યો પછી હવે બન્ને સ્તરે સરકારનું વાસ્તવિક કામ શરૂ થશે. ગુજરાતને પહેલાં મહિલા મુખ્ય મંત્રી મળ્યાં છે, જ્યારે દેશને છેલ્લા ત્રણ દાયકામાં સ્પષ્ટ બહુમતી મેળવનારા પહેલા વડાપ્રધાન. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની અનેક નીતિરીતિઓનો મુદ્દાસર, આકરો વિરોધ કરનારા સૌએ વડાપ્રધાન મોદી અંગે કેટલીક પ્રાથમિક બાબતોમાં સ્પષ્ટ થવું રહ્યું.
સ્વીકાર અને સંઘર્ષે
સૌથી પહેલો મુદ્દો પરિણામોના ખેલદિલીપૂર્વકના સ્વીકારનો છે. લોકશાહી પદ્ધતિથી થયેલી ચૂંટણીનાં પરિણામ અણગમતાં હોય તો પણ, તેને પૂરા મનથી સ્વીકારવાં પડે. અંગ્રેજીમાં જેને ‘ડીનાયલ મોડ’ અને ગુજરાતીમાં ‘નકારની મનોસ્થિતિ’ કહેવાય, એ ન સર્જાય તો ઉત્તમ. સર્જાય તો બને એટલી વહેલી ખંખેરી નાખવી પડે.
રાજકીય હિત ન ધરાવતા લોકો, નાગરિક ભૂમિકાએ પણ ‘મોદી ન જીતવા જોઇએ’ એવું ઇચ્છી જ શકે. મોદી ન જીતે એ માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં કશું ખોટું નથી. એ બઘું લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. ત્યાર પછી પણ મોદી જીતી જાય તો? ‘ના,ના, હું માનતો હતો કે મોદી ન જીતે તો સારું. એટલે મોદી જીતી જ ન શકે અને જો એ જીત્યા હોય તો નક્કી કંઇ ગરબડ થઇ હોવી જોઇએ’- આ જાતનાં વિચારવમળ ટાળવા જેવાં છે. કારણ કે તે વાસ્તવિકતાથી દૂર લઇ જનારાં છે. સ્વસ્થ વિચારશક્તિ-સાફ જોવાની શક્તિ પર તેનાથી ખરાબ અસર પડી શકે છે. કોઇ પણ પક્ષની-નેતાની આ પ્રકારની બહુમતી આવે અને એ આક્રમક પ્રચારમાં પાવરધા હોય ત્યારે સાફ જોવાની ક્ષમતા ટકાવી રાખવાનું બહુ અગત્યનું છે.
‘લોકો તર્કથી ક્યાં સમજે છે? નજર સામેના મસમોટા મુદ્દા લોકોને દેખાતા નથી. પછી આપણે શું કરી લેવાના? આપણે ગમે તે કરીએ, તેનો કશો અર્થ નથી.’ આવી નિરાશાવાદી વિચારમાળાથી પણ બચવા જેવું છે. મોદીની જીત કે કોંગ્રેસની હાર સાથે વ્યક્તિગત સ્વાર્થ કે હિત સંકળાયેલાં ન હોય તેમણે શા માટે નિરાશાના કે દુઃખના પહાડ માથે લઇને ફરવું? જેમને મન આ સત્ વિરુદ્ધ અસત્ની લડાઇ હોય તેમણે એટલું જ વિચારવાનું : જીત અગત્યની છે કે અંગત હિત વિના, કોઇના મોહમાં કે વફાદારીમાં લપટાયા વિના, પોતાને સમજાયેલું - નરી આંખે દેખાતું સત્ય? સ્વાર્થ વગરનું (પોતાને સમજાયેલું) સત્ય મહત્ત્વનું લાગે તો (શક્ય એટલી કટુતા ટાળીને) એ કહેવાનું કામ ચાલુ રાખવું. તેના લેવાલ ચૂંટણીનાં પરિણામ બદલી શકે એટલી મોટી સંખ્યામાં ન થાય તો પણ, એ પ્રયાસ સાવ વ્યર્થ જતા નથી. ધારો કે બીજું કંઇ ન થાય- એક પણ માણસ નવેસરથી વિચારતો ન થાય- તો પણ, ‘સ્વધર્મ’ અને ફરજઅદાયગીની દૃષ્ટિએ તે અત્યંત મૂલ્યવાન છે.
પરિણામના સ્વીકાર સાથે સંકળાયેલો એક મુદ્દો આરોપોને લગતો છે. દિલ્હીમાં થયેલી રાષ્ટ્રિય બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા-રાહુલ ગાંધીની નેતાગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ધબડકા માટે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઇવીએમ)ને જવાબદાર ઠેરવ્યાં છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ ઇવીએમ સાથે ચેડાંનો આક્ષેપ મૂકીને જૂની ઢબથી ચૂંટણી યોજવાની માગણી મૂકી છે.
ઇવીએમ સાથે ચેડાંની ફરિયાદ ચૂંટણી પહેલાં આવી હતી. આસામમાં એક ઇવીએમ પર કોઇ પણ બટન દબાવતાં ભાજપને મત મળે એવી ‘ટેકનોલોજી’ છતી થઇ હતી. પરંતુ એ વાત ત્યાં જ આટોપાઇ ગઇ. ત્યાર પછી સૌ પક્ષો ચૂંટણી લડ્યા ત્યારે એ નક્કી હતું કે ઇવીએમ જ વપરાવાનાં છે. એ વખતે કોઇને ઇવીએમ સામે વાંધો ન પડે અને પરિણામ પછી ઇવીએમ સાથે ચેડાંનો કકળાટ થાય, એ સદંતર ગેરવાજબી અને સગવડીયું છે. ઠોઠ કારીગર ઓજારોનો વાંક કાઢે એવો આ ઘાટ છે. તેનાથી સૌથી વધારે નુકસાન ભાજપને નહીં, કોંગ્રેસને પોતાને છે. કેમ કે, ઇવીએમનો દોષ કાઢી દીધા પછી કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખરેખર ડૂબાડનારાં પરિબળો વિશે ગંભીરતાથી કામ તો ઠીક, વિચાર પણ કરવાનો રહેતો નથી.
ત્રીજો મુદ્દો ભાજપને મળેલા મતોની ટકાવારીને લગતો છે. ગોપાલકૃષ્ણ ગાંધી સહિત કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે ભાજપને ફક્ત ૩૧ ટકા મળ્યા છે. એનો અર્થ એ થયો કે ૬૯ ટકા લોકોએ ભાજપને-મોદીને ફગાવી દીધાં છે. નવી સરકારે આ હકીકત ભૂલવી જોઇએ નહીં અને એ લોકોનાં હિતનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ.
આ દલીલમાં પણ આંકડાને આગળ કરીને વાસ્તવિકતા નજરઅંદાજ કરવાની વૃત્તિનો ઘણો હિસ્સો હોઇ શકે છે. ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ તરીકે ઓળખાતી, રેસમાં જે સૌથી આગળ હોય તે જીતે એવી ચૂંટણીપદ્ધતિ આપણે સ્વીકારેલી છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓનાં પરિણામ આ જ રીતે આવ્યાં છે. તમામ સરકારો આ જ રીતે રચાઇ છે. માટે, ભાજપને ‘ફક્ત ૩૧ ટકા’ મત મળ્યા છે એમ કહેવું અન્યાયી અને ગેરવાજબી છે. ધારો કે એને ૨૧ ટકા મત મળ્યા હોત અને કોંગ્રેસને ૧૯ ટકા મળ્યા હોત તો પણ એ બેઠકસંખ્યામાં તે આગળ હોત તો તેને જ જનાદેશ મળેલો ગણાત અને તેની જીત સ્વીકારવી પડત.
મુખ્ય મંત્રી તરીકે મોદીની મથરાવટી જોતાં વડાપ્રધાન બન્યા પછી તે ફક્ત ભાજપના મતદાતાઓને નહીં, પણ સમગ્ર ભારતના વડાપ્રધાન છે એવું યાદ કરાવવાનું કોઇને મન થઇ શકે. પરંતુ શરૂઆતના દિવસોમાં મોદીએ ગરીમાપૂર્વક, કિન્નાખોરી વિના કામ કરવાની વાતો કરી છે. એ બાબતે તેમની ટીકા કરવાનું અત્યારે કોઇ કારણ નથી. બીજા કોઇ પણ વડાપ્રધાનની જેમ તેમને પણ સુશાસનની અને કામ કરી બતાવવાની તક મળવી જોઇએ.
ચર્ચાસ્પદ સવાલ એ છે કે વડાપ્રધાન બનેલા મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ચીતરાયેલા-ખરડાયેલા ચોપડાનું શું? સીધી વાત છે : વડાપ્રધાન તરીકે તેમને નવેસરથી, જૂની છાપના બોજ વિના કામ કરવાની તક મળવી જોઇએ, પણ એ માટે થઇને તેમના અગાઉના રાજના જૂના-અઘૂરા ચોપડા બાળી નખાય નહીં. આજે મોદી છે. કાલે ઉઠીને બીજા કોઇ પણ હોય. ચૂંટણીમાં મળેલી જીત સંખ્યાત્મક બહુમતીનું સમર્થન સૂચવે છે. લોકશાહીમાં તેનું ચોક્કસ મૂલ્ય છે, પરંતુ એ ન્યાયનો કે કાનૂની કાર્યવાહીનો વિકલ્પ નથી. (એવો જ તર્ક હોય તો શીખ હત્યાકાંડના આરોપી એવા સજ્જનકુમાર કે ટાઇટલર જેવા ચૂંટાયેલા નેતાઓ સામે કયા આધારે કકળાટ કરી શકાય?) કોઇ નેતા ગમે તેટલી પ્રચંડ બહુમતીથી જીતે, તો પણ તેની શેહશરમ કે પ્રભાવ ન્યાયપ્રક્રિયા પર પડવાં ન જોઇએ. જેમ વિકાસ, તેમ ચૂંટણીવિજય પણ ન્યાયના વિકલ્પ તરીકે અથવા ગુનાઇત કૃત્યો કે માનસિકતાને વાજબી ઠરાવવા માટે વાપરી ન શકાય.
આશા-અપેક્ષા
મુસ્લિમો વિશે મોદીની નીતિ કેવી હશે એ ગંભીર અટકળોનો વિષય રહ્યો છે. ભાજપ ‘તુષ્ટિકરણ’માં માનતું નથી અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’માં માને છે એવો પ્રચાર છે. બીજા સમુદાયોથી અલગ પાડીને મુસ્લિમોની વાત ન કરવી જોઇએ, એવું મોદી કહેતા રહ્યા છે. પરંતુ આ વાત કહેનારની દાનત અગત્યની છે. મુસ્લિમોમાં અલગાવની લાગણીને ઉત્તેજન આપવા માટે નહીં, પણ મુસ્લિમ સમુદાયની વિશિષ્ટ સમસ્યાઓનાં ઓળખ અને ઉકેલ માટે, તેમનો અલગથી વિચાર કરવો પડે, તો એ વોટબેન્કનું રાજકારણ બની જતું નથી.
કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ સમાજમાં પ્રગતિશીલ નેતાગીરીને ઉત્તેજન નહીં આપવાનું પાપ કર્યું છે, તો નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતની હિંસા પછીનાં વર્ષો સુધી મુસ્લિમ સમુદાયને મલમપટ્ટો લગાડવા માટે કંઇ જ કર્યું નહીં. હિંસાના મહિનાઓ પછીની ગૌરવયાત્રા કે વર્ષો પછીનાં તેમનાં કાંટાદાર પ્રવચનથી માંડીને સર્વોચ્ચ અદાલતે ગુજરાતની બહાર ખસેડવા પડેલા કેસ જેવા મુદ્દે મોદી લાંબા સમય સુધી આક્રમક અને છેલ્લે છેલ્લે ‘બસ, બઘું ભૂલી જાવ. સૌ સારાં વાનાં થશે’ની ભૂમિકામાં રહ્યા છે. તેમની પાસેથી કહેવાતા તુષ્ટિકરણની અપેક્ષા કોઇ ન રાખે, પરંતુ સમાન તકો અને ન્યાયની અપેક્ષા બેશક રહે છે. કોંગ્રેસની જેમ મોદી પણ કેટલાક ચહેરાને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે આગળ ધરીને, તેમના મોઢે પોતાનાં ગુણગાન ગવડાવીને સંતોષ માનતા રહેશે તો, પરિસ્થિતિ ઠેરની ઠેર રહેશે.
ગુજરાત વિધાનસભામાંથી વિદાયવેળા મોદીએ કહ્યું કે ‘કેગના અહેવાલનો ઉપયોગ રાજકીય આક્ષેપબાજી માટે ન થવો જોઇએ. તેમાં સૂચવાયેલાં સુધારાનાં પગલાં પર અમલ થવો જોઇએ.’ મુખ્ય મંત્રી તરીકે મોદી પોતાની સરકારની ટીકા ધરાવતા ‘કેગ’ના અહેવાલને વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે લાવતા હતા, જેથી ઝાઝી ચર્ચાને અવકાશ ન રહે. તેમના પક્ષની કોંગ્રેસવિરોધી ઝુંબેશનો મોટો હિસ્સો ‘કેગ’ના અહેવાલ આધારિત હતો. હવે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી એ ‘કેગ’ના રચનાત્મક ઉપયોગોની વાત કરે ત્યારે તેમાં રહેલી વક્રતા ઉડીને આંખે વળગે એવી લાગે છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના વિશે વ્યક્ત કરાયેલી આશંકાઓ ખોટી પાડે અને આક્રમક પ્રચારથી નહીં, પણ વાસ્તવિક કામગીરીથી તેમના બિનપક્ષીય ટીકાકારોને ખોટા પાડી બતાવે તો, તેમના ભક્તોની ખબર નથી પણ, સૌથી વધારે આનંદ તેમના એવા ટીકાકારોને થશે.