સાર્થ જોડણી કોશમાં સમાવિષ્ટ કેટલાક શબ્દોના અવળચંડા છતાં અંતરસૂઝવાળા અર્થો આપવાની પરંપરાનો વઘુ આ વઘુ એક મણકો.
અખબાર : નિયમિત ગ્રાહકોને જેનું બંધાણ અને કર્મચારીઓને જેનો નશો થવાની ભરપૂર સંભાવના રહે છે એવો ‘બાર’
અખાત : વિકાસકાર્યોના ભાગરૂપે ન ખોદાયેલું અને બિલ્ડરો કોમ્પ્લેક્સ બાંધવા માટે પૂરી ન નાખ્યું હોય એવું તળાવ, દરિયાની ગેરહાજરીમાં ડૂબી મરવાની સુવિધા પૂરી પાડતો જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો
અગિયારસ : અમીરો દ્વારા પખવાડિયાની અગિયારમી તિથીએ ઉજવાતું અને ગરીબો દ્વારા લગભગ રોજ ફરજિયાતપણે પળાતું એક વ્રત
અગ્નેયાસ્ત્ર : પેટની આગ ઠારીને છાતીની આગ ભડકાવનારા ખાદ્યપદાર્થો, અસલામતીનો અગ્નિ ઠારવા માટે બનાવાયેલાં અને સરવાળે તેને વઘુ ભડકાવતાં અસ્ત્રો (અંગ્રેજી : મિસાઇલ)
અટલ : સળગતાં લાકડાંને અડવાની ઉતાવળ કરવાને બદલે, પરિસ્થિતિથી ચલિત થયા વિના વિચાર કરનાર
અઠ્ઠો : આઠ કલાકનો ઓવરટાઇમ, ક્રિકેટની રમતમાં અશક્ય ગણાતો ફટકો, અશક્ય કાર્ય
અડકોદડકો : એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાં ક્યાંય જેનું એક પણ ‘એપ’ બન્યું નથી એવી, જૂના વખતની બાળકોની એક રમત
અડગ : ડગ માંડવાનો (ચાલવાનો) કંટાળો ધરાવતું, (તેના કારણે) પોતાની જગ્યાએથી ડગે નહીં એવું
અડધો : ભીખમાં આપતાં ભીખારી તરફથી પાછો મળતો પચાસ પૈસાનો સિક્કો
અડવાણી : ‘અટલ’ ન હોય એવું, આવેશયુક્ત, યાત્રાપ્રેમી, ઉપેક્ષિત, પોતાના શિષ્ય દ્વારા ઉવેખાનાર
અડબંગ : પૂરું જાણ્યા-સમજ્યા વિના બંગ (બંગાળ)થી અભિભૂત થઇ ગયેલું, નાદાન
અડિયલ : બળદ-ઘોટા-ટટ્ટુ-મનુષ્ય સૌના હઠીલાપણા માટે સમભાવથી વપરાતું વિશેષણ
અણ : નકાર અને નિષેધવાચક ઉપસર્ગ. દા.ત. અણ્ણા, અણવર, અણબનાવ, અણગમતું
અણગમો : અણવર જેવા કામચલાઉ મહત્ત્વ ધરાવતા પાત્ર પ્રત્યે ફરજિયાત વ્યક્ત કરવો પડતો ગમો, આંતરિક કંટાળો
અણવર : જેની સાથે વરની સરખામણી કરીને તત્કાળ વરના સદ્ગુણો તારવી શકાય એવો, વરની સાથે મોકલવામાં આવતો સોબતી
અતિજ્ઞાન : છોકરીએ મેળવેલી અને એ મેળવ્યા પછી યોગ્ય મુરતિયો શોધવાનું મુશ્કેલ બનાવતી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ
અઘ્યયન : વર્તમાન ભણતર જેવી નિરર્થક પ્રક્રિયાનું મહત્ત્વ ઊભું કરવા માટે વપરાતો સંસ્કૃત શબ્દ
અઘ્યાપક : છઠ્ઠા પગારપંચ પ્રમાણે તગડો પગાર મેળવનાર અને વર્તમાન ભણતરની પ્રક્રિયાને નિરર્થક બનાવવામાં સિંહફાળો આપનાર, પ્રોફેસર, શિક્ષક
અનુસ્નાતક : (વ્યવહારના) અનુભવ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોય એવો સ્નાતકોત્તર અભ્યાસક્રમ
અપમૃત્યુ : ઊંચે (અપ) ગયેલા લોકોમાં પ્રચલિત, અકુદરતી મૃત્યુનો એક પ્રકાર
અપ્રામાણિક : પ્રામાણિકતાનો સારો બજારભાવ મેળવનાર કાર્યક્ષમ વ્યક્તિ
અફસર : સરકારી રાહે અને કાયદાના નામે અફરાતફરી મચાવવાની ક્ષમતા અને સત્તા ધરાવનાર
અબજ : કૌભાંડકારો અને કટારલેખકોનો પ્રિય ગાણિતીક એકમ, સો કરોડ
અભક્ષ્ય : શાસ્ત્રોમાં જે ખાવાનો નિષેધ છે એવું, (ઘણા લોકોના કિસ્સામાં) પોતાના રૂપિયાથી ખરીદેલું
અભિપ્રેત : મનમાં ધારેલું (અને મનમાં ધારેલી વાત મનમાં જ લઇને મૃત્યુ પામ્યા પછી બનેલું પ્રેત)
અભિસાર : લગ્ન પહેલાં સંકેત મુજબ મળવા આતુર રહેતાં પ્રેમીઓને લગ્ન પછી લાગતો અસાર
અમાન : ઝીનત (શોભા)નો એક પ્રકાર, અભય
અમાન્ય : (સંસ્થાની બાબતે) સરકારની હામાં હા મિલાવવાને બદલે, હકારાત્મક દૃષ્ટિકોણથી સરકારની ‘ના’માં ‘હા’ જોનાર
અયોગ્ય : ‘નાલાયક’નો સમાનાર્થી, પણ સંસદીય અને હળવો શબ્દ
અરુણ : ૠણ (ઉધારી) ચૂકવવાની વાત આવે ત્યારે રતાશ પડતું (ગરમ) થઇ જનાર
અલ્પમતિ : માત્ર સરકારી જ નહીં, મોટા ભાગની નોકરીઓ કરવા માટે જરૂરી મતિનું પ્રમાણ, એટલું પ્રમાણ ધરાવનાર
અલ્પવિરામ : અલ્પમતિ બોલનારને અડઘું વાક્ય બોલ્યા પછી, બાકીનું વાક્ય વિચારવાનો સમય મળી રહે અને અલ્પમતિ સાંભળનારને બોલાયેલું વાક્ય સમજવાનો સમય મળી રહે, એ માટે વાક્યની વચ્ચે આવતું વિરામચિહ્ન
અવનતી : દુન્યવી ઉન્નતિની ઇચ્છાથી ઉપરી સમક્ષ નીચા નમવું તે, પડતી
અવરોહ : સાહેબની ગેરહાજરીમાં ચાલતા વાતોના સૂરમાં, અચાનક સાહેબના ટપકી પડવાથી આવતો ઉતાર, ઊંચા સૂરથી નીચા સૂર પર આવવું તે
અવિક્રેય : ‘વેચવાનું નથી’ એવી ખોટી છાપને કારણે ન વેચાતું હોય એવું
અવિશ્વાસપાત્ર : ઉછીના રૂપિયા મળ્યા પછી શ્વાસ ખાવા રોકાયા વિના ગુમ થઇ જાય અને ત્યાર પછી કાયમ રૂપિયા આપનારના શ્વાસ અદ્ધર રાખે એવું પાત્ર
અસલામત : સલામ ન કરવાની વૃત્તિને કારણે સલામત નહીં એવું
અંકુર : અંકુશની ઐસીતૈસી કરીને ફૂટતો ફણગો
અંગકસરત : બીજા લોકોને ધરપત આપતી આપણા શરીરની કસરત
અંગુલિનિર્દેશ : કોઇના ભણી આંગળી ચીંધવાનું પાપ કે પુણ્ય
અંતર્જામી : અંદરની વાત જાણવાને કારણે (સંસ્થાની) અંદર જામી પડેલું
અંતરિક્ષ : જ્યાં રિક્ષાઓના આડેધડ ડ્રાઇવિંગનો ત્રાસ નડતો ન હોય એવી જગ્યા
અંતરાત્મા : ધર્મગ્રંથોમાં ઉલ્લેખાયેલું, વાંદરાને મળતું આવતું અને હવે લુપ્ત થઇ રહેલું કાલ્પનિક પ્રાણી, જે પોતાના ધમપછાડા, ચીચીયારીઓ અને અવાજો દ્વારા દેહધારીની ઊંઘ હરામ કરવાની ક્ષમતા ધરાવે છે
અંતર્ધાન : વાર્તાઓમાં ભક્તને દર્શન આપતા ભગવાનનું અને વાસ્તવમાં સમાજને ડૂબાડતા દેવાદારો-ગુંડાઓનું અદૃશ્ય થઇ જવું તે
અંતેવાસી : મહાનુભાવોની વઘુ નજીક રહેવાને કારણે અંતે બંધિયાર અને વાસી થઇ જનાર

મઝા પડી!
ReplyDeleteઅવરોહ : સાહેબની ગેરહાજરીમાં ચાલતા વાતોના સૂરમાં, અચાનક સાહેબના ટપકી પડવાથી આવતો ઉતાર, ઊંચા સૂરથી નીચા સૂર પર આવવું તે
અંતેવાસી : મહાનુભાવોની વઘુ નજીક રહેવાને કારણે અંતે બંધિયાર અને વાસી થઇ જનાર
અસલામત : સલામ ન કરવાની વૃત્તિને કારણે સલામત નહીં એવું
"અડવાણી : ‘અટલ’ ન હોય એવું, આવેશયુક્ત, યાત્રાપ્રેમી, ઉપેક્ષિત, પોતાના શિષ્ય દ્વારા ઉવેખાનાર",
ReplyDeletethanks for sharing dictionary of applied meaning. Reminds today's Jug Suraiya's pictorial sattire of Parivar Day Care, deserting old legends of Bharatiya Janta Party.
પુણ્ય શબ્દનો સમાનાર્થી શું થાય?
ReplyDeleteપાપ નહીં કરતા હોવાના ભ્રમથી જે કરતા હોવાનો સંતોષ પેદા થાય તે
ReplyDelete