ગુજરાતનાં ઘર-ઓફિસમાં ગુજરાતી જોડણીકોશ કરતાં અંગ્રેજી ડિક્શનેરીનું પ્રમાણ ઘણું વધારે હશે. આવું ધારવા માટે કોઇ સર્વેક્ષણ કરવાની જરૂર નથી. સરેરાશ લોકોને વાંધા તો બન્ને ભાષામાં સરખા હોય છે, પણ ગુજરાતીમાં વાંધા સહિત નભી જવાય છે, જ્યારે અંગ્રેજીમાં ગોટાળા ચાલતા નથી- હાંસી થાય છે- લધુતા અનુભવાય છે. આ મુદ્દો માતૃભાષાપ્રેમીઓ માટે ભલે ચિંતનીય હોય, પણ તેનાં કારણો વિશે એક બિનઆધારભૂત- એટલે કે મોટા ભાગનાં સર્વેક્ષણ જેવો- અભ્યાસ કરતાં કંઇક તૃતિયમ જાણવા મળ્યું. ઘણાની એવી ફરિયાદ હતી કે તેમને ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ’ જેવા જોડણીકોશમાં અપાયેલા શબ્દોના અર્થથી સંતોષ નથી. તેમને લાગે છે કે શબ્દોના વ્યવહારુ અને વાસ્તવિક અર્થ ઉમેરાય તો જોડણીકોશની ઉપયોગીતા વધે અને લોકો કદાચ ખરીદવાનું વિચારે.
કેવો હોય એવો વ્યવહારુ સાર્થ જોડણીકોશ? થોડીક છૂટીછવાયી એન્ટ્રી પરથી તેનો ખ્યાલ આવી શકશે.
અકરાંતિયું : વર્ષોની પ્રતીક્ષા પછી સત્તામાં આવેલા વિરોધપક્ષ જેવું, ખાઉધરું
અકસ્માત : ભારતીય ટ્રેેનો માટે ધારેલી અને એ સિવાય અણધારી ઘટના, પ્રેમલગ્ન ન હોય એવું ભારતીય પદ્ધતિનું લગ્ન
અકાદમી : રાજકારણમાં પડ્યા વિના રાજકારણ ખેલી શકાય એવું વિદ્યા કે વિદ્વાનોનું મંડળ
અક્કલગરો : અમેરિકાએ હજુ સુધી જેના પેટન્ટ માટે દાવો કર્યો નથી એવી એક ઔષધિ, જે ખાવા છતાં પણ લોકોમાં અક્કલ આવતી નથી એવી એક વનસ્પતિ
અગડંબગડં : ધર્મગુરુઓ અને ચિંતકોની અસ્પષ્ટ અભિવ્યક્તિનો લોકપ્રિય અને મુખ્ય પ્રકાર
અગોચર : વ્યાપારી ઉપયોગને કારણે ઇંદ્રિયાતીત બની ગયેલી ગોચરની જમીન
અજિત : ઇન્ટરવલ સુધી કદી ન જીતાય એવું, ખરાબ ઇંગ્લિશ બોલનાર
અજોડ : પોતાની કોઇ જોડ નથી એવા વહેમમાં જોડ વગરનું - કુંવારું રહી જનાર
અજ્ઞ : સુજ્ઞની હાજરીમાં તેનો વિરોધી અને ગેરહાજરીમાં તેનો પર્યાય બની રહેનાર.
અઠવાડિક : દર આઠમા દિવસે પ્રગટ થતું અને આવતા અઠવાડિયે વઘુ સારી રીતે પ્રગટ થશે એવી આશા અપાવતું પત્ર
અઠવાડિયું : વાયદો કરનારને એક દિવસને બદલે સામટી સાત દિવસની મુદત મળી રહે એટલા માટે નક્કી કરાયેલો સાત દિવસનો સમુહ
અતિવૃષ્ટિ : વઘુ પડતા વરસાદ પછી ઠલવાયેલી સહાયને કારણે સંબંધિત મંત્રીઓ-અધિકારીઓના ઘરમાં થયેલી નાણાંની મુશળધાર વર્ષા
અતીત : -ને વટાવી ગયેલું, -ને વટાવી ખવાય એવું
અદાલત : વાદી-પ્રતિવાદી બન્ને પક્ષોને પૈસેટકે ખુવાર કરનારી લત
અદાવત : અદાલતમાં જવાનું કારણ અથવા પરિણામ
અધિકારક્ષેત્ર : સરકારી ગાડીમાં ઑન ડ્યુટી જઇ શકાય એવો તમામ વિસ્તાર
અધિવેશન : સંબંધિત બાબતોની અધિકારી વ્યક્તિઓ દ્વારા ભેગા થઇને જાતજાતના વેશ કાઢવાની ક્રિયા
અઘ્ધર : રૂપિયા ન ધરવાને કારણે મળતા જવાબનો એક પ્રકાર
અઘ્યાપનમંદિર : શિક્ષકોને પણ ભણાવવાની જરૂર છે એવી વિદ્યાર્થીઓની માન્યતાને પુષ્ટિ આપતી, શિક્ષકોને ભણાવનારી શાળા
અન્નકૂટ : અન્ન માટે માથાકૂટ કરતા સેંકડો ભૂખ્યા લોકોને અવગણીને ભગવાન કે તેમના એજન્ટ સમક્ષ ગોઠવાતો અનેક વાનગીઓનો થાળ
અન્નક્ષેત્ર : અજાણ્યા (અધિકારીઓને) ખવડાવવાનું સ્થળ
અમેરિકન : પૃથ્વીના ખૂણેખૂણેથી લોકો પોતાના દેશ તરફ આકર્ષાય છે એ વિચારે પોરસાતો અને ગોળ પૃથ્વીના ખૂણા ન હોય એવા સામાન્ય જ્ઞાનથી વંચિત રહી ગયેલો અમેરિકાનો નાગરિક
અરણ્ય : ફોરેસ્ટ ખાતાની હાજરી હોવા છતાં સલામત રહી ગયેલું જંગલ
અર્ધમાસિક : આળસુ તંત્રીના હાથે ચડ્યા પછી થતો સાપ્તાહિક સામયિકનો સમયગાળો
અલખ : લખવાનું બંધ કર્યા પછી થતો બ્રહ્મનો અનુભવ
અંદાજપત્ર : વિપક્ષોને દાઝ ચડાવતું વાર્ષિક આવક-ખર્ચનું સરકારી કાગળિયું
આકુળવ્યાકુળ : કૂળદીપક-કૂળદીપિકાનાં પરાક્રમને લીધે અસ્વસ્થ બનેલું
આજ્ઞા : (ઘણા કિસ્સામાં) અજ્ઞ લોકો દ્વારા અપાતા આદેશ કે પરવાનગી
આત્મકથા : પોતાની જાતે જ પોતાનાં અને બીજાનાં ચુનંદાં અથવાં સઘળાં કપડાં જાહેરમાં ધોવાનો શાબ્દિક કાર્યક્રમ
આત્મા : ગોળગોળ ફિલસૂફી ગબડાવતા ગોળમટોળ બાવા-બાવીઓને તારી આપતો પરમતત્ત્વનો ખ્યાલ
આદત : મજબૂરીનું ત્રીજું નામ (બીજું નામ તો મહાત્મા ગાંધી છે)
આપવીતી : પોતાની પર એક વાર વીતેલું અને તેના વારંવારના વર્ણન દ્વારા બીજા લોકો પર અનેક વાર વીતેલું તે
આફરો : ભારે જમ્યા છી ‘ફરો, ફરો’ના સચનને અમલમાં ન મૂકવાને કારણે થતી અકળામણ
આબોહવા : વાતના તમામ વિષય ખૂટી પડે ત્યારે મદદે આવતાં (જે તે પ્રદેશનાં) હવાપાણી
આમરણ : (કોની જિંદગી? તેની સ્પષ્ટતા કર્યા વિના) જિંદગી પર્યંત
આંબલી : મહેનતનાં ફળ ખાટાં પણ હોઇ શકે એ સૂચવતું અને જેનાં કાતરિયાં આંખોને બદલે મોંથી ખાઇ શકાય એવું એક ફળ
આરામ : જવાહરલાલ નેહરુએ દેશના નાગરિકો માટે જેને હરામ ગણાવ્યો- અને પોતાનાં કર્મો દ્વારા હરામ કરી મૂક્યો- એવો વિશ્રામ
આરોપી : ઝઘડામાં સામા પક્ષતી પહેલાં ફરિયાદી ન થઇ શકનાર વ્યક્તિના ભાગે આવતી તહોમતદારની ભૂમિકા
આર્ય : વિજેતા તરીકે ઇતિહાસ લખીને પોતાની જાતિને પવિત્ર અને વિરોધી જાતિને રાક્ષસી સાબીત કરી શકાય છે એવો દાખલો બેસાડનારી પ્રજા
આવકાર : કારમાં બેસીને આવતા ફાલતુમાં ફાલતુ માણસને મળતાં આદરમાન
આશાવાદ : લતા (મંગેશકર) કરતાં આશા (ભોસલે) ચડિયાતું ગાય છે અને જે થાય છે તે સારા માટે થાય છે એવું સૂચવતો એક મત
આશ્રમ : (ઘણા કિસ્સામાં) બીજા શ્રમ કરે અને સંચાલક જલસા કરે એવી એક જગ્યા, ગૃહસ્થાશ્રમ છોડ્યા પછી તેનાં તમામ સુખ ભોગવી શકાય એવું સ્થળ
આંખ : ચશ્મા-લેન્સનો ધંધો ધમધમતો રહે તેના માટે ઉત્ક્રાંતિ દરમિયાન કુદરતે પ્રાણીઓના ચહેરા પર મૂકેલાં બે બખોલાં
કેવો હોય એવો વ્યવહારુ સાર્થ જોડણીકોશ? થોડીક છૂટીછવાયી એન્ટ્રી પરથી તેનો ખ્યાલ આવી શકશે.
***
અકબર : ‘મુગલ-એ-આઝમ’માં પૃથ્વીરાજ કપૂરની ભૂમિકાનું નામ, સૌથી મહાન, અભણઅકરાંતિયું : વર્ષોની પ્રતીક્ષા પછી સત્તામાં આવેલા વિરોધપક્ષ જેવું, ખાઉધરું

ReplyDeleteઆરોપી : ઝઘડામાં સામા પક્ષતી પહેલાં ફરિયાદી ન થઇ શકનાર વ્યક્તિના ભાગે આવતી તહોમતદારની ભૂમિકા
આર્ય : વિજેતા તરીકે ઇતિહાસ લખીને પોતાની જાતિને પવિત્ર અને વિરોધી જાતિને રાક્ષસી સાબીત કરી શકાય છે એવો દાખલો બેસાડનારી પ્રજા
જોરદાર.......ઉર્વીશભાઈ....મજા આવી ગઈ ......