પાંચેક વર્ષ પહેલાં બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે મનમાં કોઇ ચોક્કસ ઘ્યેય ન હતું- સિવાય કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અને કોલમમાં ન આવરી શકાય એવા, ક્યારેક અંગતતાનો સંસ્પર્શ ધરાવતા, વિવિધ વિષયો પર લખતા રહેવાનો વિચાર.
બ્લોગની સફર એક હજારમી પોસ્ટે પહોંચી છે ત્યારે, આંકડાનું વિશેષ માહત્મ્ય ન હોવા છતાં, લેખનનું સાતત્ય જળવાયું એ વિચારે સંતોષ થાય છે. છેલ્લા ઘણા સમયથી ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયે ત્રણ વાર પ્રગટ થતી કોલમના ઘણાખરા લેખ બ્લોગમાં મૂકું છું. સંખ્યાપ્રેમીઓને જણાવવાનું કે પાંચ વર્ષ કરતાં વઘુ સમયના બ્લોગલેખનમાં ૧,૦૦૦માંથી ૪૦૦થી વઘુ પોસ્ટ એવી છે કે કેવળ બ્લોગ માટે તૈયાર કરી હોય. એટલે કે, બ્લોગ ન હોત તો આ લખાણો-તસવીરો-વિડીયો પણ ન મુકાયાં હોત.
બ્લોગથી મળેલા મિત્રો વિશે વિચારતાં મનમાં સાર્થકતાની લાગણી જાગે છે. ઘણા વખતથી અંગત ડાયરી લખવાનું બંધ કર્યું હતું, પરંતુ ‘બત્રીસ કોઠે હાસ્ય’ પુસ્તકની તૈયારી, એ નિમિત્તે ભરાયેલી ગુજરાતી સાહિત્ય-લેખનના ઇતિહાસની અભૂતપૂર્વ અદાલત, મારો બીજો કોલેજકાળ, તેમાં જીવનમાં પહેલી (કદાચ છેલ્લી) વાર ભજવેલાં નાટકો, મારી પ્રિય વ્યક્તિઓની વિદાયનોંધો, પ્રકાશનક્ષેત્રે પ્રવેશ, પ્રિય વ્યક્તિઓ સાથેની અનૌપચારિક મુલાકાત-નોંધો, કેટલાક સમારંભોના વિગતવાર અને ક્યાંય પ્રગટ ન થયેલા સમીક્ષાત્મક અહેવાલ, તીખી ટીપ્પણીઓ...આવું ઘણું બ્લોગનિમિત્તે સચવાયું અને સમરસિયાઓ સાથે વહેંચી શકાયું એનો ભારે સંતોષ છે.
અશ્વિની ભટ્ટ જેવા ગુરૂજન ઉપરાંત આયેશા ખાન, અમૃતા શાહ, નિશા પરીખ જેવાં મિત્રોનાં અંગ્રેજી લખાણ આ બ્લોગ પર પ્રગટ કરવા માટે મળ્યાં છે એ વધારાનો આનંદ છે. શરૂઆતનાં વર્ષોમાં ઘણી તસવીરો બિનીત મોદી પાસેથી મળી હતી. હવે બિનીતનો પોતાનો જ બ્લોગ છે. છતાં બીરેનનો, બિનીતનો કે મારો બ્લોગ એમ જુદા નથી. હકીકતમાં ‘સાર્થક જલસો’નાં મૂળિયાં શોધવા નીકળીએ તો એ, બીજા મિત્રોનાં લખાણ સૂઝપૂર્વક સંપાદિત કરીને બ્લોગ પર મુકવાની બીરેનની જહેમતમાંથી મળી આવે કદાચ.
બ્લોગની એક હજારમી પોસ્ટ તરીકે ‘સાર્થક જલસો’ની સર્જન પ્રક્રિયાની ઝલક મિત્રો સમક્ષ મુકવાનું મન છે. કારણ કે આપ સૌ મિત્રોના ઉત્સાહવર્ધક સહકાર અને આગોતરા ઓર્ડરને કારણે આ ‘સાર્થક જલસો’ બજારમાં આવ્યાના ત્રણ-ચાર દિવસમાં તેની તમામ નકલો અમારી પાસેથી વેચાઇ ચૂકી છે. હવે તે સ્ટોલ પર ક્યાંક થોડીઘણી જોવા મળે તો મળે, પણ ગમે તેટલા અંગત મિત્ર અમારી પાસેથી સામટી દસ-વીસ નકલ માગે તો આપવાનું અમારા માટે અશક્ય છે.
‘સાર્થક જલસો’ના પહેલા જ અંકને મળેલા આ પ્રતિસાદ વિશે શબ્દો જડતા નથી. કેવળ માથું સહેજ ઝુકાવીને આભાર વ્યક્ત કરી શકાય. ભવિષ્યમાં પણ તમારા સૌ તરફથી આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા અને ખાતરી સાથે, બ્લોગની યાત્રા ૧૦૦૦મી પોસ્ટથી નવા મુકામ તરફ આગળ વધતી રહેશે.
નોંધ : જે મિત્રોને આ વખતે અંક મળી શક્યા નથી, તેમના પ્રત્યે દિલગીરી વ્યક્ત કરીને જણાવવાનું કે ઇન્ટરનેટ પર આ અંક ટૂંક સમયમાં વાંચવા માટે-ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનશે. લિન્ક પરથી ‘સાર્થક જલસો’ની ઇ-કોપી કમ્પ્યુટર, ટેબ્લેટ કે આઇ-પેડ જેવાં સાધનો પર ડાઉનલોડ કરીને વાંચી શકાશે. આ સુવિધાનો લાભ લેવા અને વિદેશમાં રહેતાં તમારાં વાચનપ્રેમી મિત્રો-પરિચિતોને પણ એ વિશે જાણ કરવા વિનંતી.

મેગેઝીનના લેખોનો અને જાહેરાતોનો ક્રમ દર્શાવતું શીડ્યુલ ફાઇનલ કરવાની પ્રક્રિયા |
’સાર્થક જલસો’નું મુખપૃષ્ઠ અપૂર્વ આશરે આ રીતે તૈયાર કર્યું
લે-આઉટ કરનાર મિત્ર ફરીદના ઘરે થતી બેઠકોમાંની છેલ્લી બેઠક
અનુક્રમની ફાઇનલ ડીઝાઇન : કેવી લાગે છે? |
છેલ્લી વારની એક નજર અને સુધારાવધારા : ઉત્સાહી સહાયક નિશા પરીખ સાથે |
છેલ્લી વારની બેઠકમાં રાત્રે સાડા બાર વાગે એનો વાંધો નહીં. લે-આઉટ કરનાર મિત્ર ફરીદ શેખ સાથે કામ પૂરું થયાના હાશકારા સાથે |
Great.. congratulations. .
ReplyDeleteHope, mari baki ni copies salamat che..
I am repeating here what I have said on Ashish Kakkad's post because it bears repetition:
ReplyDelete'In whatever I have read so far, there is not single piece one wants to skip or speed-read. That, in itself should count as a HUGE achievement. It's a rocking issue and the good part is I am only 1/4th done!'
You guys have put together a tremendous issue and I would just like to say Thank You very much! Happy Diwali to the team and your families and a very happy new year as well. Keep rocking!
WAIT FOR સાર્થક જલસો
ReplyDeleteWEL COME SOMETHING newone !
Great efforts and great team work lead by you. What I like the most about this initiative is the people involved in this. They are all such people that one would love to meet them, talk to them and (now) read them! :)
ReplyDeleteCongrats for an objective in writing on different issues. We hope a clonning of your pen(s) would be experienced down the line in different person(s), who seek a change through pen, journalism.
ReplyDeleteRegards
Annonymous
It would be great if you could also share the details on how many hits did you visit in the last 5 years and how many people are the subscribers of this blog.
ReplyDelete- Dinesh
"સાર્થક જલસો" ઇ-મેગેજીન ની રાહ જોઈ રહ્યા છીએ - રાજેશ ઠાકર
ReplyDeleteહું પણ કેટલીક ટૂંકી વાર્તાઓ આપણે મોકલાવીશ.