ઓસ્કારની સ્પર્ધામાં પહોંચેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ના બે મુખ્ય
ગુજરાતી કલાકારો સાથેની વાતચીત
ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પહેલી વાર એક
ગુજરાતી ફિલ્મ ઓસ્કાર એવોર્ડની સ્પર્ધામાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે
મોકલવામાં આવી છે. જ્ઞાન કોરિયા લિખિત-નિર્દેશિત આ ફિલ્મ ‘ધ ગુડ રોડ’માં એક સડક પર
ચાલતી ત્રણ જિંદગીઓને સાંકળતી કથા છે. આ વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મનો
રાષ્ટ્રિય પુરસ્કાર જીતી ચૂકેલી આ ફિલ્મના બે મુખ્ય ગુજરાતી અભિનેતાઓ છે : અમદાવાદના નાટ્ય
કલાકાર પ્રિયંક ઉપાઘ્યાય અને ભૂજ તાલુકાના સુમરાસર ગામના ટ્રક ડ્રાઇવર શામજીભાઇ
આહિર.
ફિલ્મની વિશિષ્ટતા એ છે કે તેમાં શામજીભાઇ જેવા
કેટલાક બિનકલાકારો પાસે અભિનય કરાવવામાં આવ્યો છે. ૩૬ વર્ષના શામજીભાઇ આહિરે
જણાવ્યું હતું કે પહેલી વાર ભૂજ-માધાપર હાઇવે પર તેમની મુલાકાત ફિલ્મની નિર્માણટીમ
સાથે થઇ. એ વખતે તેમણે ટ્રક ડ્રાયવરની જિંદગી અને ટ્રકની સફર વિશે થોડી વિગતો પૂછી
હતી. નંબરની આપ-લે થયા પછી બીજી મુલાકાત વખતે નિર્માણટીમના એક માણસે તેમની સાથે
ટ્રકમાં ભૂજથી અમદાવાદ સુધીની સફર કરી હતી. ત્યાર પછી શામજીભાઇને ફિલ્મમાં ટ્રક
ડ્રાયવર તરીકે ભૂમિકા આપવાનું નક્કી થયું.
‘એક્ટિંગની કશી
તાલીમ વિના ફિલ્મમાં કામ કરવાનું ફાવ્યું?’ એવા સવાલના
જવાબમાં ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન શામજીભાઇએ કહ્યું, ‘ડાયલોગ આપણી
ઇશ્ટાઇલથી જ બોલવાના હતા. એટલે કશી તકલીફ ન પડી.’ બાર-તેર વર્ષથી
ટ્રક ડ્રાયવર તરીકે કામ કરતા શામજીભાઇએ કટકે કટકે થઇને ૩૫ દિવસ સુધી ફિલ્મ માટે
કામ કર્યું, પણ હજુ સુધી એમણે આખી ફિલ્મ જોઇ નથી. આજે તેમની
સાથે વાત થઇ ત્યારે એ તેના સુમરાસરના ઘરે હતા. તેમની પર અભિનંદનના થોડા ફોન આવ્યા
હતા, પણ ‘મીઠાઇ લાવ્યા કે નહીં?’
એવા સવાલનો જવાબ ‘એમાં શું મીઠાઇ લાવવાની?’ એ મતલબના હાસ્યથી
આપ્યો હતો.
ફિલ્મમાં ડ્રાયવર શામજીભાઇના ક્લીનર બનેલા
પ્રિયંક ઉપાઘ્યાય રંગભૂમિના જાણીતા કલાકાર છે. ‘પ્રિય મિત્ર’
‘સૈંયા ભયે કોતવાલ’, ‘સૂરજવાળી રાત’ જેવાં નાટકોમાં
અભિનય કરી ચૂકેલા પ્રિયંક એચ.કે.આટ્ર્સ કોલેજમાંથી બી.એ. વિથ ઇંગ્લિશ અને સેન્ટરફોર
ડેવલપમેન્ટ કમ્યુનિકેશન (સી.ડી.સી.)માંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેમનો
કમ્યુનિકેશનનો અભ્યાસ ચાલુ હતો ત્યારે ‘ધ ગુડ રોડ’ માટે તેમણે ઓડિશન
આપ્યું અને બીજા દિવસે તેમને પસંદ કરી લેવાયા હતા. આ તેમની પહેલી ફિલ્મ છે.
‘આ રોલ માટે પસંદ
થયા પછી ચાર અઠવાડિયાં સુધી મેં ટ્રક ક્લીનર તરીકેની ટ્રેનિંગ લીધી. ક્યારેક મારી
જાતે, તો ક્યારેક નિર્દેશક જ્ઞાન કોરિયાએ સૂચવેલા રૂટ પર, એ સ્થળોએ ટ્રકમાં
ફર્યો.’ ફિલ્મનિર્માણની પ્રક્રિયા વિશે પ્રિયંક કહે છે,‘૨૦૧૦માં ફિલ્મના
પહેલા તબક્કાનું શૂટિંગ બે મહિનામાં પૂરું થયું.
વચ્ચે દિવાળીના બ્રેક પછી ફરી
બે-અઢી મહિનાનું શૂટિંગ થયું.’
સૌથી નવાઇની વાત એ છે કે ફિલ્મના
લેખક-દિગ્દર્શક જ્ઞાન કોરિયા ગુજરાતી તો ઠીક, સરખું હિંદી પણ
જાણતા નથી. પ્રિયંકે કહ્યું, ‘સેટ પર અમારી મોટા ભાગની
વાતચીત અંગ્રેજીમાં અને થોડાઘણા હિંદીમાં થતી હતી.’ ફિલ્મમાં કામ
કરતાં કરતાં ફિલ્મી ક્લીનર પ્રિયંકને અસલી ટ્રક ડ્રાયવર શામજીભાઇ સાથે એવી દોસ્તી
થઇ ગઇ કે ઘણી વાર શામજીભાઇ ઘરેથી પ્રિયંક માટે ટિફિન લઇને આવતા અને બન્ને સાથે
જમતા હતા.
‘ધ ગુડ રોડ’માં શામજીભાઇ ઉપરાંત બીજા ચાર-પાંચ લોકો પણ પોતાની
અસલી જિંદગીની જ ભૂમિકા પડદા ઉપર ભજવી રહ્યા છે. જોકે, ફિલ્મમાં વપરાયેલી ટ્રક શામજીભાઇની નથી.
This was indeed a super news to wake up to; despite the unseemly controversy vis-a-vis The Lunchbox entry. I would imagine that Gautam Ghose (jury chair) knows his stuff and comparisons aside this must surely be a movie to look forward to. Gyan has been one of the well-known names in the ad circuit until may be the beginning of the millennium. He was off ad films for a fair bit and one wondered what he was up to. Good to know he has struck back so and is in such fine form. Also, coming from him, this surely is an unusual effort.
ReplyDeleteCongratulations for a quick response!-- Himanshu Muni
ReplyDeleteI have not seen the movie. But I heard that it has portrayed Gujarat very badly. What do you say?
ReplyDeleteneither have i, chirag.
ReplyDeleteit may not be a good movie as some of my friends (who have seen it) suggest but i don't think there is an issue of "portraying Gujarat badly".
> but i don't think there is an issue of "portraying Gujarat badly"
ReplyDeleteHow can you be so sure if you haven't watched the movie ?!
had it been made with an addenda of "portraying Gujarat badly", the efforts to publicise would have been made much earlier. that's one reason for this surety.
ReplyDelete