સરકારી જાસુસીની અને તેને ખુલ્લી પાડવાની હદ કેટલે?
વ્યક્તિસ્વાતંત્ર્ય, નાગરિક અધિકારો અને લોકશાહી માટે જાણીતા અમેરિકાની જાણે પનોતી બેઠી છે. ૨૦૧૦માં જુલિયન અસાન્જે /Jullian Assanje ‘વિકિલિક્સ’ના માઘ્યમથી અમેરિકન સરકારના અઢળક રાજદ્વારી અને લશ્કરી દસ્તાવેજ જાહેરમાં મુક્યા. આમ કરવા પાછળનું કારણ? સરકારના ગોરખધંધા, જૂઠાણાં અને આંતરિક બાબતો જાહેર કરવી, જેથી લોકોને સરકારના અસલી રૂપનો અને સાચી વૃત્તિઓનો પરિચય થાય.
‘વિકિલિક્સ’/Wikileaksના ખજાનામાં દેશવિદેશમાં અમેરિકાની એલચી કચેરીઓ વચ્ચે તથા દેશમાં અંદરોઅંદર થયેલા સંદેશા વ્યવહારનો ઉપરાંત કેટલીક વિડીયો પણ હતી. તેમાંની સૌથી ચર્ચાસ્પદ વિડીયો અમેરિકાના હેલિકોપ્ટરે ઇરાકમાં કરેલા અંધાઘૂંધ ગોળીબારની બની. એ ગોળીબારમાં નિહથ્થા, નિર્દોષ નાગરિકો ઉપરાંત સમાચારસંસ્થા ‘રોઇટર્સ’ના બે પત્રકારો માર્યા ગયા હતા. અસાન્જની ભંડાફોડને કારણે અમેરિકાની સરકાર ખુલાસા આપવાની સ્થિતિમાં મુકાઇ.
ભારત હોય કે અમેરિકા, પગ તળે રેલો આવે એટલે સરકાર ‘આક્રમણ દ્વારા બચાવ’નો રસ્તો અપનાવે છે. ભારતમાં લશ્કરી ખરીદીમાં કટકીનું કૌભાંડ ‘તહલકા’એ ખુલ્લું પાડ્યું, ત્યારે સરકારે પહેલું કામ ‘તહલકા’ની પાછળ લાગી જવાનું કર્યું હતું. ‘વિકિલિક્સ’નું સાહસ કરતી વખતે અસાન્જને તેનાં જોખમનો ખ્યાલ હશે જ- અને તેમની ખરાબ કલ્પનાઓ સાચી પડે એવી સ્થિતિ સર્જાઇ. અમેરિકાથી બચીને છુપાવું કયા દેશમાં? અમેરિકાની નારાજગી વહોરીને અસાન્જને કોણ આશરો આપે?
આખરે તેમણે બ્રિટનમાં આવેલી ઇક્વાડોર દેશની એલચી કચેરીમાં રાજકીય શરણું લીઘું. નિયમ પ્રમાણે એલચી કચેરી જે તે દેશનો જ વિસ્તાર ગણાય. યજમાન દેશ બીજા દેશની એલચી કચેરીમાં ધુસીને મનમાની કરી શકે નહીં. તેનો લાભ મેળવીને અસાન્જ અમેરિકાની જેલની બહાર રહી શક્યા, પણ બદલામાં બ્રિટનમાં ઇક્વોડોરની એલચી કચેરીમાં સ્વેચ્છાએ ગોંધાઇ રહેવાનું આવ્યું.
આડેધડ આંતરરાષ્ટ્રિય જાસુસી
અસાન્જની પૂંઠે પડીને હાંફેલું અને યેનકેનપ્રકારે તેના સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડેલું અમેરિકા સ્વસ્થ થાય તે પહેલાં એડવર્ડ સ્નોડન/ Edward Snowden મેદાનમાં આવી ગયા. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી- NSAમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સ્નોડને ૨૦ મે, ૨૦૧૩ના રોજ ચાર લેપટોપ સાથે હોંગકોંગની વાટ લીધી. ત્યાં બ્રિટનના ‘ગાર્ડિયન’/ The Guardian અખબારના પત્રકારો સાથેની વિગતવાર મુલાકાતોના પગલે ૫ જુન, ૨૦૧૩થી ‘ગાર્ડિયન’માં અમેરિકાની સરકારનાં કેટલાંક ગંભીર કરતૂતો જાહેર થવા લાગ્યાં.
સ્નોડનનો સૌથી આંચકાજનક અને સનસનાટીભર્યો દાવો એ હતો કે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષા સંસ્થા- NSA- દેશના બંધારણનો ભંગ કરીને દરેકેદરેક લોકોના ફોન અને ઇ-મેઇલનો રેકોર્ડ રાખે છે. ફક્ત સંદેહાસ્પદ કે ગુનાખોરી સાથે સંકળાયેલા નહીં, સામાન્યમાં સામાન્ય માણસના અંગત ફોન અને ઇ-મેઇલ સંદેશાનો ડેટા NSA પાસે રહે છે. નાગરિકોના અંગતતાના મૂળભૂત અધિકારોનો ભંગ કરતી કાર્યવાહી આટલા મોટા પાયે અને સરકારી રાહે ચાલતી હોવા છતાં, લોકોને તેના વિશે જરાય ખ્યાલ ન હતો. સ્નોડનનો આરોપ ઘણી રીતે વિકિલિક્સની સામગ્રી કરતાં વધારે ગંભીર હતો. પરંતુ સરકારી તંત્ર પર આટલો મોટો આરોપ મુકતાં અને તેની સામે પડતાં પહેલાં સ્નોડને નેશનલ સિક્યોરિટી એજન્સીમાં પોતાની કામગીરી દરમિયાન તેનાં કમ્પ્યુટરમાંથી અઢળક સામગ્રી તફડાવી હતી. મોટા પાયે અને કાયદાને તોડીમરોડીને ચાલતી આ જાસુસીમાં અમેરિકા વહીવટી તંત્રનાં નાનાં-મોટાં અનેક માથાંની જાણકારી અને સંડોવણી હતી. એટલે એક અહેવાલમાં આ જાસુસી કાર્યવાહીને ‘અમેરિકાના બંધારણ સામે વહીવટી તંત્રનો બિનસત્તાવાર બળવો’ ગણાવાઇ હતી. આ પ્રકારની તળિયાઝાટક અને આત્યંતિક કાર્યવાહી માટે સરકાર પાસે એક માત્ર કારણ હતું : ત્રાસવાદ સામે સુરક્ષા.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના ત્રાસવાદી હુમલા પછી જ્યોર્જ બુશની આગેવાની હેઠળ ઘડાયેલા અને વ્યાપક સત્તાઓ બદલ ટીકા પામેલા પેટ્રિઅટ એક્ટમાં પણ સામુહિક જાસુસીની જોગવાઇ ન હતી. ચોક્કસ કેસમાં, શંકાસ્પદ લોકોની જાસુસી કરવાની સત્તા તેમાં હતી. પરંતુ સ્નોડને ખુલ્લા મુકેલા દાબડામાંથી જણાયું કે અમેરિકાની NSA લીલાસૂકાનો ભેદ રાખ્યા વિના હરેક નાગરિકના ફોન અને ઇ-મેઇલનો રેકોર્ડ પોતાની પાસે રાખતી હતી, ‘જેથી ભવિષ્યમાં ક્યારે પણ તપાસમાં જરૂર પડે તો તેનો ઉપયોગ થઇ શકે.’ રાષ્ટ્રિય ગુપ્ચર ખાતાના ડાયરેક્ટરે સામુહિક જાસુસીના બચાવમાં કહ્યું કે ‘એનએસએની વ્યાખ્યા પ્રમાણે, ફોન-ઇ-મેઇલના ડેટાના ખડકલામાંથી કોઇ ચોક્કસ ડેટાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ એ ડેટા ‘એક્વાયર’ કર્યો ગણાય.’ આ તો એવી વાત થઇ કે બેંકમાંથી રૂપિયા લૂંટી જનારા લૂંટનો માલ વાપરે ત્યારે જ એ રૂપિયા ચોરાયેલા ગણાય.
હોબાળો વધતાં બરાક ઓબામાએ ખુલાસો કરવો પડ્યો કે જાહેર થયેલી વાતોમાં કશું ચિંતાજનક નથી. આ તો ‘મોડેસ્ટ એન્ક્રોચમેન્ટ ઓફ પ્રાયવસી’ - અંગતતાના અધિકારમાં નાનીઅમથી પેશકદમી- છે. એટલું જ નહીં, સંસદ અને ન્યાયતંત્રની તેને મંજૂરી છે. પરંતુ મામલો એટલો સીધોસાદો નથી કે તેની પર આટલી સહેલાઇથી પાણી રેડી શકાય. તેનું એક કારણ એ પણ છે કે અમેરિકાની NSAની જાસુસીનો વ્યાપ કેવળ અમેરિકા પૂરતો મર્યાદિત નથી. બ્રિટનની જાસુસી સંસ્થાને પણ તેણે સાધી હતી. બ્રિટનના અખબાર ‘ગાર્ડિયન’માં પ્રગટ થયેલી વિગતો પ્રમાણે, ‘ફોરેન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ એક્ટ’ (FISA) અંતર્ગત અમેરિકાએ અને બ્રિટને બહારના નાગરિકોના ઇ-મેઇલની જાસુસી પણ કરી છે. અમેરિકાના નાગરિકોની જાસુસી માટેની યોજનાનું સાંકેતિક નામ હતું ‘પ્રિઝમ’/Prism અને આંતરરાષ્ટ્રિય જાસુસી માટેની કાર્યવાહી ‘ટેમ્પરા’/Temporaના ગુપ્ત નામથી ઓળખાતી હતી. સ્નોડનની જાહેરાતો પછી પ્રિઝમ અને ટેમ્પરા અમેરિકા-બ્રિટનની દુઃખતી રગ બની ગયાં છે.
અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીની સાથે રહીને બ્રિટનની એ જ પ્રકારની સંસ્થા ગવર્ન્મેન્ટ કમ્યુનિકેશન્સ હેડક્વાર્ટર GCHQએ આદરેલા ગોરખધંધાથી યુરોપના દેશો અને ખાસ કરીને જર્મની બરાબર ચીડાયાં છે. કારણ કે જીસીએચક્યુની જાસુસી જાળ ફક્ત બ્રિટન પૂરતી મર્યાદિત ન રહેતાં, ઓપ્ટિકલ ફાઇબરના આંતરરાષ્ટ્રિય નેટવર્ક સુધી વિસ્તરેલી હોવાનું સ્નોડનના દસ્તાવેજોમાંથી જણાયું છે. જર્મનીના ન્યાયમંત્રીએ પ્રોજેક્ટ ટેમ્પરાને ‘હોલિવુડની ફિલ્મના દુઃસ્વપ્ન જેવો’ ગણાવ્યો છે. જર્મનીએ બ્રિટનના ગૃહમંત્રી અને ન્યાયમંત્રીને સત્તાવાર પત્રો લખીને જાસુસી અંગેની વિગતો માગી છે. જેની પર જાસુસીથી અમેરિકા-બ્રિટન જગબત્રીસીએ ચડ્યાં એ વર્લ્ડ વાઇડ વેબના બ્રિટિશ શોધક સર ટીમ બર્નર્સ-લીએ પણ કહ્યું છે કે ‘મિડલ ઇસ્ટની સરકારો ઇન્ટરનેટ પર કેવી જાસુસી કરે છે એની વાતો પશ્ચિમી દેશોના લોકો સહેલાઇથી કરી શકે છે. પણ એ સ્પષ્ટ છે કે વિકસીત દેશો પણ ઇન્ટરનેટ પર ગંભીરતાપૂર્વક જાસુસી કરી રહ્યા છે.’
હીરો કે વિલન?
સ્નોડને પ્રકાશમાં આણેલા દસ્તાવેજોથી એટલું તો સ્પષ્ટ છે કે અમેરિકા-બ્રિટનની જાસુસી સંસ્થાઓએ મોટા પાયે સામુહિક જાસુસીનો ગોરખધંધો માંડ્યો હતો. પરંતુ આ માહિતી બહાર લાવનાર સ્નોડન હીરો ગણાય કે વિલન, એ વિશે મતભેદ છે. અમેરિકાનાં મુખ્ય ધારાનાં પ્રસાર માઘ્યમોની સ્નોડનને નરાતળ વિલન ગણાવવાની ચેષ્ટાની ખાસ્સી ટીકા થઇ છે. પત્રકારત્વના શિક્ષણ સાથે સંકળાયેલા જેફ કોહેને એક લેખમાં સરકારનાં વાજાં બની ગયેલાં અખબારો અને ટીવી ચેનલોની આકરી ટીકા કરતાં લખ્યું કે ઘણા પત્રકારો સરકાર માટે ‘વી’ જેવો શબ્દ વાપરે છે અને ‘આપણે બઘું બગાડી નાખ્યું. પેલાને રશિયા પહોંચવા દેવો જોઇતો ન હતો.’ એ પ્રકારની વાતો કરે છે. તેમના મતે મોટા ભાગના પત્રકારો સરકાર અને કોર્પોરેટ જગત સાથે એવા હળીમળી ગયા છે કે સ્થાપિત હિતો સામે વિરોધી સુર કાઢનાર પત્રકારો તેમનાથી ખમાતા નથી. કેટલાક ઉત્સાહી અમેરિકન પત્રકારોએ તો સ્નોડનના દસ્તાવેજો ‘ધ ગાર્ડિયન’ અખબારમાં રજૂ કરનાર ગ્રીનવાલ્ડને સજા કરવાની માગણી કરી રહ્યા છે. આ બઘું ખેદપૂર્વક નોંધીને કોહેને લેખનું મથાળું આપ્યું છેઃ ‘અમેરિકાનું મીડિયા સરકારસંચાલિત હોત તો પરિસ્થિતિ આનાથી જરાય જુદી હોત?’
અસાન્જ હોય કે સ્નોડન, એમના સરકાર સામેના અસંતોષનાં કારણો કેવળ સૈદ્ધાંતિક ન હોય એ બનવાજોગ છે. એવી જ રીતે, માણસ તરીકે તેમની અનેક મર્યાદાઓ હોય એ પણ શક્ય છે. પોલ ખુલ્લી પડી ગયા પછી સરકારો આ લોકોના માનવીય પાસાંમાં રહેલી ખામીઓ શોધીશોધીને ઉછાળે છે અને તેમની વિશ્વસનિયતા ઘૂળમાં મેળવવા પ્રયાસ કરે છે. સ્નોડનના કિસ્સામાં પહેલાં હોંગકોંગ, પછી રશિયા અને છેવટે ઇક્વાડોરે અમેરિકાને સહકાર આપવાની સાફ ના પાડી છે. આ લખાય છે ત્યારે સ્નોડનનું ભવિષ્ય અદ્ધરતાલ છે. વર્ષેદહાડે બે લાખ ડોલર કમાતા સ્નોડને શું વિચારીને આ પગલું ભર્યું હશે એનો તાગ મળે ત્યારે ખરો. ત્યાં સુધી સ્નોડનને હીરો ગણવામાં મન માનતું ન હોય તો, દેશદ્રોહી ગણવાની ઉતાવળ પણ કરવા જેવી નથી. કારણ કે દેશનો ખરો અર્થ ‘સરકાર’ નહીં, પણ ‘દેશનું બંધારણ’ એવો થાય છે- અને અત્યારના સંજોગોમાં બંધારણની નજરે સ્નોડન કરતાં સરકાર વધારે મોટી ગુનેગાર સાબીત થાય એમ છે.

Question arise is "Who will watch the watchman"?
ReplyDeleteદેશનો ખરો અર્થ ‘સરકાર’ નહીં, પણ ‘દેશનું બંધારણ’ એવો થાય છે
ReplyDeleteબંગલાદેશ, ભારત, પાકીસ્તાન, અફઘાનીસ્તાન, ઈરાન, ઈરાકની સરકારની ખબર નથી પણ નાગરીકો તો અમેરીકા સરકાર એટલે ગુનેગારી સરકાર જ સમજે છે.
ReplyDelete