આજે સવારે બીરેનનો સંદેશો આવ્યોઃ પાઉલભાઇ ગયા. (પાઉલભાઇ વિશે બીરેનના લેખની લિન્ક) એ સાથે જ બાળપણ અને કિશોરાવસ્થાના સ્મૃતિખંડનો એક મોટો હિસ્સો બટકી ગયો હોય એવું લાગ્યું. પણ પછી કામમાં પરોવાઇ ગયો.
બપોરે પાઉલભાઇ વિશે બીરેનનો બ્લોગ વાંચવાની શરૂઆત કરી ત્યારે સાવ સ્વસ્થ હતો, પણ અડધે પહોંચ્યા પછી સ્વસ્થ રહેવું અશક્ય બની ગયું. પાઉલભાઇ સાહેબનાં સ્મરણો મનનાં ઉંડાણમાંથી સપાટી તોડીને બહાર આવવા લાગ્યાં. થોડા સમય સુધી એમનો પ્રવાહ નિરંકુશ વહેવા દીધો. પછી માંડ અટકાવીને બીજા કામે લાગ્યો.
હવે સાંજ વીતી ચૂકી છે. ‘પાઉલભાઇ સાહેબ નથી’નો અહેસાસ મનમાં બીજા સત્તર પ્રવાહોની વચ્ચે વારંવાર માથું કાઢી રહ્યો છેઃ પાઉલભાઇ સાહેબ નથી.. હવે એ કદી જોવા નહીં મળે...એ ભરાવદાર ચહેરો, ચહેરા પર પથરાયેલો સૌમ્યતાનો સ્થાયી ભાવ, મુક્ત છતાં મૃદુ અને સાવ ધીમા અવાજવાળું હાસ્ય- છેલ્લા સાડા ત્રણ દાયકાથી એમાં કશો ફેરફાર જોયો ન હતો.
બાળપણથી પાઉલભાઇને જોયા છે. વિસ્તૃત પરિવારના સભ્ય તરીકે, માયાળુ વડીલ તરીકે, પ્રેમાળ -મૃદુભાષી અને વિદ્યાર્થીપ્રિય શિક્ષક તરીકે, સંઘર્ષ કરીને થાળે પડેલા અને નિવૃત્તિ પછી સંતાનોનાં સંતાનો સાથે સમય વીતાવતા કુટુંબના વડીલ તરીકે...
બા (પપ્પાનાં મમ્મી- કપિલાબહેન કોઠારી) જીવતાં હતાં ત્યારે ઘરમાં પાઉલભાઇ માટે ચા-પાણીના પ્યાલા અલગ રહેતા. કારણ કે એ ધર્મે ખ્રિસ્તી અને બા ચુસ્ત વૈષ્ણવ. બા જેટલાં રૂઢિચુસ્ત એટલાં જ પ્રેમાળ. એટલે પાઉલભાઇને અમારા ઘરમાં ઉપર ભણવાની વ્યવસ્થા કરી આપે, અને તેમનો પ્યાલો અલગ રાખે, એમાં તેમને મન કશો વિરોધાભાસ ન હતો. પાઉલભાઇના પિતા સિમોનભાઇ પણ ઘરે આવે. અમે એમને સુમનભાઇ કહેતા. જૂના ઘરના વચ્ચેના રૂમમાં એક ખાટ હતી. તેની પાટી ઢીલી થાય ત્યારે એની પાટી ભરવા માટે સુમનભાઇ આવે. પાઉલભાઇ એ વખતે મહેમદાવાદની શેઠ જે.એચ.સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. અસલમાં તે કનુકાકાના પ્રિય શિક્ષકવૃંદમાંના એક. એવી રીતે અમારા કુટુંબના પરિચયમાં આવ્યા.હું જન્મ્યો તે પહેલાં કે હું સાવ નાનો હોઇશ ત્યારે બીરેન પ્રત્યે તો એમને એવો ભાવ હતો કે એમના વચલા પુત્રનું નામ એમણે બીરેન પાડ્યું હતું. (અમારા કુટુંબના વિશિષ્ટ પાત્ર એવા કનુકાકા વિશે બીરેનના લેખની લિન્ક)
હું સમજણો થયો ત્યારે પાઉલભાઇ સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. વડાદરાવાડમાં ભાડાના ઘરમાં ઉપરના માળે રહે. બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પણ ત્યાં ટ્યુશન જાઉં. બિપીનભાઇ શ્રોફની દીકરી ગાર્ગી પણ સાથે ખરી. મારું એમને ત્યાં ટ્યુશન જવાનું તો ભણવાની એક ઔપચારિકતા પૂરી કરવા માટે. બાકી મોટે ભાગે પાઉલભાઇ જ અમારા ઘરે આવે.
જૂની બાંધણીના વિશાળ ઘરમાં અમે પહેલા માળે રહેતા. એના દાદરનું બારણું ખખડવાનો અવાજ આવે, એટલે ઉપરથી જે હોય તેની બૂમ પડેઃ ‘કોણ?’ અને એ બૂમના જવાબમાં સામેથી સહેજ ઊંચો થવા છતાં મૃદુતામાં ઝબકોળાયેલો અવાજ સંભળાય, ‘એ તો હું.’ એ પાઉલભાઇની સ્ટાઇલ. ઘરે એ નાસ્તો ભાગ્યે જ કરે અને ચા માટે કદી ના પાડે નહીં. નાસ્તાના આગ્રહનો પ્રતિકાર કરવા માટેનો એમનો ખાસ ડાયલોગ,‘પીવાનું આપો તો ઝેર પણ પી જઇશ.’ એ વખતે પાઉલભાઇ દાંડા વગરની લેડિઝ સાયકલ પર ફરતા. શરીર ભારે થવાની શરૂઆત પછી પણ તેમની સાયકલસવારી ચાલુ રહી હતી.
સામેવાળી વ્યક્તિ કોઇ પણ ઉંમરની હોય, પાઉલભાઇ બહુ સરળતા અને વિનમ્રતાથી તેની સાથે વાતચીત કરે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં પાઉલભાઇ એકમાત્ર એવા શિક્ષક હતા, જે વિદ્યાર્થીઓને માનાર્થે ‘તમે’ કહીને બોલાવતા. દસમા ધોરણ સુધી સોનાવાલા હાઇસ્કૂલમાં ચડ્ડી પહેરીને ફરતા અને કોઇ રીતે લેખામાં નહીં લેવાતા વિદ્યાર્થીઓને પાઉલભાઇ સાહેબના મોઢેથી ‘તમે’નું સંબોધન સાંભળીને ઊંડી ટાઢક વળતી હશે. તેમની એ ચેષ્ટાની મારા મન પર ઊંડી છાપ પડી હતી.
સ્કૂલમાં ફ્રી પિરીયડ હોય ત્યારે પાઉલભાઇની ડીમાન્ડ સૌથી વધારે. વિદ્યાર્થીઓ ઇચ્છે કે ફ્રી પિરીયડ લેવા પાઉલભાઇ સાહેબ જ આવે. એ મઘુર કંઠે કવિતા ગાય, હાવભાવ અને અવાજના પલટા સહિત નાટ્યાત્મક રીતે વાર્તા સંભળાવે, છંદ શીખવાડે. ક્યારેક ટ્યુશનમાં પણ સારા મૂડમાં હોય તો ભણવાનું પૂરું થયા પછી વાર્તા સંભળાવે. એવી રીતે, હું છઠ્ઠા-સાતમામાં ભણતો હોઇશ ત્યારે તેમણે સંભળાવેલી વાર્તા ‘મીં, ધોળિયાનો ધણી’ એના કથાનકને લીધે નહીં, પણ પાઉલભાઇની કહેણીની શૈલીને લીધે હજુ આજે પણ યાદ છે. ભાષા પ્રત્યેની પ્રાથમિક અભિરૂચિ કેળવવામાં-વિકસાવવામાં પાઉલભાઇનો ફાળો ઘણો હશે એવું અત્યારે વિચારતાં લાગે છે.
કઠોર થવું એમને ફાવે નહીં. એમની એ પ્રકૃતિ જ નહીં. ભણવા આવતાં છોકરાં પર હાથ ઉપાડવાનો તો કોઇ પ્રશ્ન જ નહીં. પણ એક વાર ટ્યુશનમાં તેમણે બે-ત્રણ છોકરાંને ફટકાર્યાં. હું એ દિવસે યોગાનુયોગે દૂર બેઠેલો, એટલે જ બચી ગયો. પણ નવાઇ બહુ લાગી. કારણ કે પાઉલભાઇનું એ સ્વરૂપ કદી જોયું ન હતું. બીજા દિવસે અમે ટ્યુશને ગયા, ત્યારે પાઉલભાઇએ અત્યંત દિલગીરીના ભાવથી કહ્યું કે ‘ગઇ કાલે કોઇ દવાની અસરને લીધે મને કંઇક થઇ ગયું હતું. એટલે મારો હાથ ઉપડી ગયો.’ ચોક્કસ શબ્દો યાદ નથી, પણ એમણે અમને, છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતાં છોકરાંને, સાફ શબ્દોમાં પહોંચે એવી રીતે અમારી માફી માગી હતી. કોઇ શિક્ષક માફી માગે એવી કલ્પના ત્યારે આવવી અઘરી હતી. ક્રારણ કે કળિયુગ ત્યારે શરૂ થઇ ચૂક્યો હતો. પણ પાઉલભાઇને એ હવા લાગી ન હતી.
અમારા અંગત સમીકરણોમાં જોકે ટ્યુશન ગૌણ હતું. પરિવારના સભ્ય તરીકે ઘરે આવતા-જતા પાઉલભાઇ એવા વડીલ હતા જે મમ્મી-પપ્પા સાથે વાત કરે, એટલી જ સહેલાઇથી અમારી સાથે ભળી જાય. ઉત્તરાયણના દિવસોમાં એ અમારી સાથે નળિયાં પર પતંગ ચડાવવા આવે. હું નવેનવો ચેસ શીખ્યો હતો અને બીરેનના મિત્ર વિપુલ રાવલ પાસે સરસ મેગ્નેટિક ચેસ હતી, એ લઇ આવ્યા હતા. તેનાં પ્યાંદાનાં તળિયે વેલ્વેટની નીચે ચુંબક હતું, જે ચેસબોર્ડ સાથે હળવેકથી ચોંટી જાય. પાઉલભાઇ સાહેબને ચેસ આવડતી ન હતી. એટલે એ કશા ક્ષોભસંકોચ વિના મારી પાસે ચેસ શીખે અને કહે પણ ખરા, ‘આમ હું તમારો ગુરુ, પણ ચેસમાં તમે મારા ગુરુ.’ આવું કહેવા માટે કેટલી સરળતા જોઇએ એ સમજી શકાય છે.
ઘરમાં ‘મિની ક્રિકેટ’ની એક રમત હતી. તેમાં મેદાન તરીકે લીલું કપડું પાથરવાનું. ફિલ્ડર તરીકે પ્લાસ્ટિકના ખેલાડીઓ હોય. એક તરફ નિસરણી જેવું સાધન હોય, તેની પરથી લોખંડનો છરો (બોલબેરિંગનો બોલ) ગબડાવવાનો. સામે ઉચ્ચાલનવાળું સાધન હોય, જેના છેડે પ્લાસ્ટિક કે લાકડાનું સાવ ટચૂકડું બેટ લગાડેલું હોય. તેનાથી બેટિંગ કરવાનું. ફિલ્ડરોના પહોળા પગની વચ્ચે બોલ ભરાઇ જાય, એટલે આઉટ. મિની ક્રિકેટ રમવાની કેટલી મઝા આવતી હતી, એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અમે બાકાયદા દસ-દસ વિકેટો પ્રમાણે રમતા અને સ્કોર લખતી વખતે ભારત-પાકિસ્તાનના અસલી ખેલાડીઓનાં નામ લખતા. પાઉલભાઇ પણ અમારી એ રમતમાં સામેલ થતા. તેમણે હાથે લખેલા આવા સ્કોરની ડાયરીઓ ઘણા સમય સુધી ઘરમાં હતી અને આ લખતી વખતે તેમણે ત્રાંસા મરોડદાર અક્ષરે લખેલાં નામ આંખ સામે તરવરે છે. એવી જ રીતે, અમારા કૌટુંબિક વારસા જેવું લખોટીવાળું કેરમ પણ પાઉલભાઇ ઉત્સાહથી રમતા હતા.
તેમનો પ્રિય શબ્દ ‘દુષ્ટ’. કોઇના વિશે ખરાબ અભિપ્રાય આપવાનો થાય ત્યારે અથવા મીઠો ગુસ્સો કરવાનો થાય ત્યારે, પણ એકસરખી મૃદુતાથી એ આ શબ્દ બોલતા. એમની પાસેથી આ શબ્દ અમારા મોઢે એટલો ચઢી ગયો કે વર્ષો પછી ૧૯૯૭માં સોનાવાલા હાઇસ્કૂલમાં તેમના નિવૃત્તિ સમારંભ વખતે મારે બોલવાનું હતું ત્યારે મેં કહ્યું હતું કે પાઉલભાઇ અમારી જોડેથી ‘દુષ્ટ’ શબ્દની રોયલ્ટી માગે તો અમારે દેવાળું કાઢવું પડે. સ્કૂલમાં બધા શિક્ષકોની ખીજ કે ઉપનામ હતાં, પણ પાઉલભાઇ સાહેબને એ લાભ મળ્યો ન હતો, એ પણ ત્યારે યાદ કર્યું હતું.
ઘણાં વર્ષોથી પાઉલભાઇ નડિયાદ રહેવા ગયા હતા. આર્થિક રીતે સમૃદ્ધ હતા. તેમનાં એક બહેન જર્મની પરણ્યાં હતાં. બીજાં બહેન શારદાબેન સાધ્વી છે. એ બન્ને પણ અમારા પરિવાર સાથે એટલો સંબંધ રાખતાં અને રાખે છે. શારદાબહેન ત્રણેક વર્ષ પહેલાં નડિયાદ આવ્યાં ત્યારે ખાસ મહેમદાવાદ મમ્મીને મળવા આવ્યાં હતાં. પાઉલભાઇના ત્રણ પુત્રો જસુ, બીમલ અને બીરેન તો ખરા જ, પણ તેમની પત્નીઓ અને બાળકો પણ અમારા પરિવાર માટે એટલો જ ભાવ રાખે છે, જેટલો પાઉલભાઇ અને તેમનાં બોલકાં-પ્રેમાળ પત્ની શાંતાબહેને રાખ્યો. યુવાન વયે દીક્ષા લેનારાં પાઉલભાઇનાં દીકરી સરોજબહેન જ્યારે પણ મળે ત્યારે જૂની આત્મીયતાની ઉષ્મા છલકાતી હોય છે. એમાં તેમનું સાઘ્વી હોવું આડે આવતું નથી.
કનુકાકા છેલ્લાં વર્ષોમાં બીમાર પડ્યા ત્યારે પાઉલભાઇના બંગલાથી સાવ નજીક આવેલી હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા હતા. એ વખતે મમ્મી અને નાજુક તબિયત હોવા છતાં પપ્પા પંદરેક દિવસ સુધી પાઉલભાઇના ઘરે તેમના આખા પરિવાર સાથે રહ્યાં, પણ તેમને કદી એવું લાગ્યું નથી કે એ બીજા કોઇના ઘરે રહે છે. પાઉલભાઇ અને એમના આખા પરિવારે મમ્મી-પપ્પાને ઘરના વડીલોની જેમ જાળવ્યા અને પ્રેમ વરસાવ્યો.
કહેણી ભલે લગ્ન વિશે હોય કે ‘મેરેજીસ આર મેડ ઇન હેવન’, પણ આવા સંબંધો વિશે એવું લાગે છે કે એ જ્યાં હોય ત્યાં ‘હેવન’ બની જાય છે- તેની સ્વર્ગીય સુગંધ પથરાઇ જાય છે અને જીવનને અંદરથી સમૃદ્ધ- વધારે જીવવા જેવું બનાવે છે. પાઉલભાઇની યાદ તિથીતારીખ વિના ગમે ત્યારે આવતી રહેશે. તેમને અત્યંત ગમતું અને ઘરે આવે ત્યારે રેકોર્ડ પ્લેયર પર ખાસ સાંભળવાની ફરમાઇશ કરે તે ‘આગ’ ફિલ્મનું ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે, મોહે અપના કોઇ યાદ આયે રે’ સાંભળીશું ત્યારે તો ખાસ.
બપોરે પાઉલભાઇ વિશે બીરેનનો બ્લોગ વાંચવાની શરૂઆત કરી ત્યારે સાવ સ્વસ્થ હતો, પણ અડધે પહોંચ્યા પછી સ્વસ્થ રહેવું અશક્ય બની ગયું. પાઉલભાઇ સાહેબનાં સ્મરણો મનનાં ઉંડાણમાંથી સપાટી તોડીને બહાર આવવા લાગ્યાં. થોડા સમય સુધી એમનો પ્રવાહ નિરંકુશ વહેવા દીધો. પછી માંડ અટકાવીને બીજા કામે લાગ્યો.
હવે સાંજ વીતી ચૂકી છે. ‘પાઉલભાઇ સાહેબ નથી’નો અહેસાસ મનમાં બીજા સત્તર પ્રવાહોની વચ્ચે વારંવાર માથું કાઢી રહ્યો છેઃ પાઉલભાઇ સાહેબ નથી.. હવે એ કદી જોવા નહીં મળે...એ ભરાવદાર ચહેરો, ચહેરા પર પથરાયેલો સૌમ્યતાનો સ્થાયી ભાવ, મુક્ત છતાં મૃદુ અને સાવ ધીમા અવાજવાળું હાસ્ય- છેલ્લા સાડા ત્રણ દાયકાથી એમાં કશો ફેરફાર જોયો ન હતો.
પાઉલભાઇ પરિવારની ત્રણ પેઢી સાથે કનુકાકાઃ બેઠેલા સિમોનભાઇ, પાછળ બીમલ અને પાઉલભાઇ |
હું સમજણો થયો ત્યારે પાઉલભાઇ સોનાવાલા હાઇસ્કૂલમાં શિક્ષક. વડાદરાવાડમાં ભાડાના ઘરમાં ઉપરના માળે રહે. બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પણ ત્યાં ટ્યુશન જાઉં. બિપીનભાઇ શ્રોફની દીકરી ગાર્ગી પણ સાથે ખરી. મારું એમને ત્યાં ટ્યુશન જવાનું તો ભણવાની એક ઔપચારિકતા પૂરી કરવા માટે. બાકી મોટે ભાગે પાઉલભાઇ જ અમારા ઘરે આવે.
જૂની બાંધણીના વિશાળ ઘરમાં અમે પહેલા માળે રહેતા. એના દાદરનું બારણું ખખડવાનો અવાજ આવે, એટલે ઉપરથી જે હોય તેની બૂમ પડેઃ ‘કોણ?’ અને એ બૂમના જવાબમાં સામેથી સહેજ ઊંચો થવા છતાં મૃદુતામાં ઝબકોળાયેલો અવાજ સંભળાય, ‘એ તો હું.’ એ પાઉલભાઇની સ્ટાઇલ. ઘરે એ નાસ્તો ભાગ્યે જ કરે અને ચા માટે કદી ના પાડે નહીં. નાસ્તાના આગ્રહનો પ્રતિકાર કરવા માટેનો એમનો ખાસ ડાયલોગ,‘પીવાનું આપો તો ઝેર પણ પી જઇશ.’ એ વખતે પાઉલભાઇ દાંડા વગરની લેડિઝ સાયકલ પર ફરતા. શરીર ભારે થવાની શરૂઆત પછી પણ તેમની સાયકલસવારી ચાલુ રહી હતી.
સામેવાળી વ્યક્તિ કોઇ પણ ઉંમરની હોય, પાઉલભાઇ બહુ સરળતા અને વિનમ્રતાથી તેની સાથે વાતચીત કરે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં પાઉલભાઇ એકમાત્ર એવા શિક્ષક હતા, જે વિદ્યાર્થીઓને માનાર્થે ‘તમે’ કહીને બોલાવતા. દસમા ધોરણ સુધી સોનાવાલા હાઇસ્કૂલમાં ચડ્ડી પહેરીને ફરતા અને કોઇ રીતે લેખામાં નહીં લેવાતા વિદ્યાર્થીઓને પાઉલભાઇ સાહેબના મોઢેથી ‘તમે’નું સંબોધન સાંભળીને ઊંડી ટાઢક વળતી હશે. તેમની એ ચેષ્ટાની મારા મન પર ઊંડી છાપ પડી હતી.
સ્કૂલમાં ફ્રી પિરીયડ હોય ત્યારે પાઉલભાઇની ડીમાન્ડ સૌથી વધારે. વિદ્યાર્થીઓ ઇચ્છે કે ફ્રી પિરીયડ લેવા પાઉલભાઇ સાહેબ જ આવે. એ મઘુર કંઠે કવિતા ગાય, હાવભાવ અને અવાજના પલટા સહિત નાટ્યાત્મક રીતે વાર્તા સંભળાવે, છંદ શીખવાડે. ક્યારેક ટ્યુશનમાં પણ સારા મૂડમાં હોય તો ભણવાનું પૂરું થયા પછી વાર્તા સંભળાવે. એવી રીતે, હું છઠ્ઠા-સાતમામાં ભણતો હોઇશ ત્યારે તેમણે સંભળાવેલી વાર્તા ‘મીં, ધોળિયાનો ધણી’ એના કથાનકને લીધે નહીં, પણ પાઉલભાઇની કહેણીની શૈલીને લીધે હજુ આજે પણ યાદ છે. ભાષા પ્રત્યેની પ્રાથમિક અભિરૂચિ કેળવવામાં-વિકસાવવામાં પાઉલભાઇનો ફાળો ઘણો હશે એવું અત્યારે વિચારતાં લાગે છે.
કઠોર થવું એમને ફાવે નહીં. એમની એ પ્રકૃતિ જ નહીં. ભણવા આવતાં છોકરાં પર હાથ ઉપાડવાનો તો કોઇ પ્રશ્ન જ નહીં. પણ એક વાર ટ્યુશનમાં તેમણે બે-ત્રણ છોકરાંને ફટકાર્યાં. હું એ દિવસે યોગાનુયોગે દૂર બેઠેલો, એટલે જ બચી ગયો. પણ નવાઇ બહુ લાગી. કારણ કે પાઉલભાઇનું એ સ્વરૂપ કદી જોયું ન હતું. બીજા દિવસે અમે ટ્યુશને ગયા, ત્યારે પાઉલભાઇએ અત્યંત દિલગીરીના ભાવથી કહ્યું કે ‘ગઇ કાલે કોઇ દવાની અસરને લીધે મને કંઇક થઇ ગયું હતું. એટલે મારો હાથ ઉપડી ગયો.’ ચોક્કસ શબ્દો યાદ નથી, પણ એમણે અમને, છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતાં છોકરાંને, સાફ શબ્દોમાં પહોંચે એવી રીતે અમારી માફી માગી હતી. કોઇ શિક્ષક માફી માગે એવી કલ્પના ત્યારે આવવી અઘરી હતી. ક્રારણ કે કળિયુગ ત્યારે શરૂ થઇ ચૂક્યો હતો. પણ પાઉલભાઇને એ હવા લાગી ન હતી.
અમારા અંગત સમીકરણોમાં જોકે ટ્યુશન ગૌણ હતું. પરિવારના સભ્ય તરીકે ઘરે આવતા-જતા પાઉલભાઇ એવા વડીલ હતા જે મમ્મી-પપ્પા સાથે વાત કરે, એટલી જ સહેલાઇથી અમારી સાથે ભળી જાય. ઉત્તરાયણના દિવસોમાં એ અમારી સાથે નળિયાં પર પતંગ ચડાવવા આવે. હું નવેનવો ચેસ શીખ્યો હતો અને બીરેનના મિત્ર વિપુલ રાવલ પાસે સરસ મેગ્નેટિક ચેસ હતી, એ લઇ આવ્યા હતા. તેનાં પ્યાંદાનાં તળિયે વેલ્વેટની નીચે ચુંબક હતું, જે ચેસબોર્ડ સાથે હળવેકથી ચોંટી જાય. પાઉલભાઇ સાહેબને ચેસ આવડતી ન હતી. એટલે એ કશા ક્ષોભસંકોચ વિના મારી પાસે ચેસ શીખે અને કહે પણ ખરા, ‘આમ હું તમારો ગુરુ, પણ ચેસમાં તમે મારા ગુરુ.’ આવું કહેવા માટે કેટલી સરળતા જોઇએ એ સમજી શકાય છે.
જૂના ઘરમાં (ડાબેથી) બીરેન, પાઉલભાઇ, ઉર્વીશઃ જે ટેબલ પર હું બેઠો છું, એ જ ટેબલની સામસામી બે ખુરશીઓ પર બેસીને અમે ચેસ રમતા હતા |
તેમનો પ્રિય શબ્દ ‘દુષ્ટ’. કોઇના વિશે ખરાબ અભિપ્રાય આપવાનો થાય ત્યારે અથવા મીઠો ગુસ્સો કરવાનો થાય ત્યારે, પણ એકસરખી મૃદુતાથી એ આ શબ્દ બોલતા. એમની પાસેથી આ શબ્દ અમારા મોઢે એટલો ચઢી ગયો કે વર્ષો પછી ૧૯૯૭માં સોનાવાલા હાઇસ્કૂલમાં તેમના નિવૃત્તિ સમારંભ વખતે મારે બોલવાનું હતું ત્યારે મેં કહ્યું હતું કે પાઉલભાઇ અમારી જોડેથી ‘દુષ્ટ’ શબ્દની રોયલ્ટી માગે તો અમારે દેવાળું કાઢવું પડે. સ્કૂલમાં બધા શિક્ષકોની ખીજ કે ઉપનામ હતાં, પણ પાઉલભાઇ સાહેબને એ લાભ મળ્યો ન હતો, એ પણ ત્યારે યાદ કર્યું હતું.
ઘણાં વર્ષોથી પાઉલભાઇ નડિયાદ રહેવા ગયા હતા. આર્થિક રીતે સમૃદ્ધ હતા. તેમનાં એક બહેન જર્મની પરણ્યાં હતાં. બીજાં બહેન શારદાબેન સાધ્વી છે. એ બન્ને પણ અમારા પરિવાર સાથે એટલો સંબંધ રાખતાં અને રાખે છે. શારદાબહેન ત્રણેક વર્ષ પહેલાં નડિયાદ આવ્યાં ત્યારે ખાસ મહેમદાવાદ મમ્મીને મળવા આવ્યાં હતાં. પાઉલભાઇના ત્રણ પુત્રો જસુ, બીમલ અને બીરેન તો ખરા જ, પણ તેમની પત્નીઓ અને બાળકો પણ અમારા પરિવાર માટે એટલો જ ભાવ રાખે છે, જેટલો પાઉલભાઇ અને તેમનાં બોલકાં-પ્રેમાળ પત્ની શાંતાબહેને રાખ્યો. યુવાન વયે દીક્ષા લેનારાં પાઉલભાઇનાં દીકરી સરોજબહેન જ્યારે પણ મળે ત્યારે જૂની આત્મીયતાની ઉષ્મા છલકાતી હોય છે. એમાં તેમનું સાઘ્વી હોવું આડે આવતું નથી.
(ડાબેથી) પાઉલભાઇનો વચલો પુત્ર બીરેન, મમ્મી, પાઉલભાઇનાં બહેન શારદાબહેન, પુત્રી સરોજબહેન, બીરેનનાં પત્ની |
કહેણી ભલે લગ્ન વિશે હોય કે ‘મેરેજીસ આર મેડ ઇન હેવન’, પણ આવા સંબંધો વિશે એવું લાગે છે કે એ જ્યાં હોય ત્યાં ‘હેવન’ બની જાય છે- તેની સ્વર્ગીય સુગંધ પથરાઇ જાય છે અને જીવનને અંદરથી સમૃદ્ધ- વધારે જીવવા જેવું બનાવે છે. પાઉલભાઇની યાદ તિથીતારીખ વિના ગમે ત્યારે આવતી રહેશે. તેમને અત્યંત ગમતું અને ઘરે આવે ત્યારે રેકોર્ડ પ્લેયર પર ખાસ સાંભળવાની ફરમાઇશ કરે તે ‘આગ’ ફિલ્મનું ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે, મોહે અપના કોઇ યાદ આયે રે’ સાંભળીશું ત્યારે તો ખાસ.
પાઉલભાઇ સાહેબને વિદાયની સલામ કેથલિક કબ્રસ્તાન, નડિયાદ, 26-3-2013 |
હવે હું પણ પાઉલભાઇ સાહેબને ઓળખુ છું... એમણે પોતે આ લેખ વાંચ્યો હોત તો ખુબ ખુશ થાત...
ReplyDeleteમને ખબર નથી પડતી કે કોઇ વડિલ વિશે લખવા માટે તમે એ જાય ત્યાં સુધી રાહ કેમ જૂઓ છો..!!
હા, વ્યસ્ત છો એ જાણું છું. સમય કાઢવાનો પ્રયત્ન તો કરો..
સ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ,
ReplyDeleteઆવા પુરુષોત્તમ સ્વ.પાઉલભાઈની જોડે આપની ઘરવટથી માંડી શિક્ષણ સુધીના પર્યાય મેળવી આપ ધન્ય થઇ ગયા
દાદુ શિકાગો .
Dear Urvishbhai,
ReplyDeleteThanks a lot for posting yr valuable comments on Late Paul Sahib.Though I did not come in tourch with him personally , the work he has done was praiseworthy and for the mankind, May Almighty God showered His choicest Blessing upon departed soul and rest in Peace. Amen.
teacher shradhanjali classique......
ReplyDeleteHeart-warming tribute to a gentle soul who must have touched so many lives by his existence. Great read.
ReplyDeleteSuch a fine obituary! It touches the heart. The photographs speak a lot about the gentle soul of Paulbhai - it reflects on his face. Blessed is the family and family friends/students of Paulbhai.
ReplyDeleteઅમારા કલ્પના સોસાયટીના ઘરમાં એક રુમ હતો, જેને અમે પાઉલભાઇના રુમ તરીકે ઓળખતા હતા.છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી એ નામ આજે પણ ચાલુ છે. પાઉલભાઇએ અમારા બંને દીકરા શેખર જે હાલ અમેરીકા સ્થાયી થયેલો છે તથા દીકરી ગાર્ગી જે અમદાવાદની " Mother's Pet" Schoolમાં પ્રીન્સીપલ છે તેમને ભણાવેલા કરતાં ગણાવેલાં વધારે.મારો દીકરો શેખર તેમના માથે હાથ ફેરવીને બાબરભાઇ બાબરભાઇ કહી રમતો અને ચીડાવતો હતો.
ReplyDeleteતેમને રહેવાના ઘરનો પ્રશ્ન ઉભો થયો હતો.મેં ઘર વડાદરાવાડ જેવા બ્રાહ્મણ વીસ્તારમાં નવું નક્કોર તાજુ બનાવેલુ મસ્ત મકાન, ભાડે અપાવવાની બધી જવાબદારી સાથેનો આનંદ હજુ ભુલાતો નથી તેવું આ સ્મરણાંજલી નોંધ લખું છું ત્યારે મારી પત્ની જયોતી જે અમેરીકા છે તે ફોનથી યાદ કરાવે છે.તેમની પ્રગતીના શીખરોમાં પ્રાથમીકશાળાના શીક્ષક તરીકે પ્રવેશથી જે પગથીયા ચઢવાના શરુ થયેલાં તે ઉચ્ચમાધ્યમીકના બારમા ધોરણ તરીકે શીક્ષક તરીકે અટક્યાં પણ તેમની બધી લાયકાતો હોવા છતાં સોનાવાલા હાઇસ્કુલના આચાર્ય તરીકેની પસંદગી સમીતીમાં હું એક નીર્ણાયક સભ્ય હોવા છતાં તેમને કેમ પસંદ કરી શક્યો નહી તેનું દુઃખ હજુ રહી ગયુ છે.
તેમના માટે એક જ લીટીમાં કહેવું હોયતો "પાઉલભાઇ એક ઉમદા સજજન માનવ" તરીકે જીવન જીવી ગયા.પાઉલભાઇ,અમે તમને હવે કાયમ માટે ગુમાવ્યા છે.
બીપીન શ્રોફ, મહેમદાવાદ.
ભાઈ ઊર્વીશ,
ReplyDeleteસૌ પ્રથમ ટીપ્પણી-આશિષભાઇ જે કરી છે એમાં હું સૂર મેળવું છું. બીજી વાત ---ખરેખર તમે બહુ સદભાગી છો-- અદભૂત આત્મકથા લખી શકાય એવા જબરાં પાત્ર તમારા જીવનમાં હરેફરે છે.
બિપીનભાઈએ ઘણી વાતો યાદ કરાવી દીધી. ઉર્વીશના લેખમાં થોડી વિગતો હજી ઉમેરું.
ReplyDelete- મુખ્યત્વે ગ્રામ્યવિસ્તારનાં બાળકો પાઉલભાઈને 'પાઉલમાસ્તર' કે 'પારુલભાઈસાહેબ' કે 'પારુલમાસ્તર' કહેતા. આપણે સૌ જાણીએ છીએ કે તેમના નામનો સાચો ઉચ્ચાર 'પૉલ' છે, પણ આપણને 'પાઉલભાઈ'માં જ વધારે આત્મીયતા લાગે છે.
- પાઉલભાઈ હારમોનિયમ બહુ સરસ વગાડી જાણતા. આપણે ઘેર જે હારમોનિયમ હતું (છે), તેની પર એ ઘણાં ગીતો વગાડતાં. અમુક ગીતોમાં હું કંપાસબોક્સ દાતણથી વગાડીને ગંભીરતાથી સંગત કરતો. પછી તેમનું જોઈને આપણે પણ હારમોનિયમ પર હાથ અજમાવ્યા માંડ્યો અને ધીમે ધીમે ફાવટ આવતી ગઈ. મને લાગે છે કે ફિલ્મસંગીત પ્રત્યેની આપણી રુચિ આ રીતે અનાયાસે ઘડાતી ગઈ.
- તેમને કદી કોઈના વિષે ઘસાતું બોલતા સાંભળ્યા નથી. પછીના વરસોમાં આપણે ક્યારેક તેમના કોઈ શિક્ષકમિત્ર વિષે અવળચંડી ટીપ્પણી કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરીએ તો એ સંમતિમાં મૃદુ હાસ્ય કરે, પણ ઘસાતું ન બોલે.
- એક વાર અમને (મને, તેમના દીકરા જશુને અને ત્રીજું કોણ હતું એ યાદ નથી- કદાચ જગદીશ પટેલ હોય કે મૌલિક ચોકસી)તે અમદાવાદ લઈ ગયા હતા. અમે બધાં ત્યારે નવ-દસ વરસનાં હોઈશું. કાંકરિયાનું ઝૂ ફેરવ્યા, સીદી સૈયદની જાળી બતાવી, પછી આપણા ફોઈને ત્યાં પણ લઈ ગયા. એ પ્રવાસ વખતની એક ફ્રેમ બરાબર યાદ રહી ગઈ છે. કાંકરિયાની ફરતે આવેલા એક બાંકડા પર વચ્ચે છાપામાં વિવિધ ફળો મૂકેલાં છે, તેની આજુબાજુ હું અને જશુ બેઠેલા છીએ, અને પાઉલભાઈ નીચે ઉભા પગે બેઠેલા છે.
- અગિયારમા ધોરણમાં સ્કૂલમાંથી કાશ્મીરપ્રવાસે જવાનું હતું. ઘરમાં ચર્ચા ચાલી કે મને મોકલવો કે નહીં.ખબર પડી કે પાઉલભાઈ અને શાંતાબેન બન્ને એમાં જોડાવાનાં છે. પછી ચર્ચાની કશી જરૂર ન રહી. એ પ્રવાસમાં મારા પૈસા પાઉલભાઈ પાસે જ રહેતા. જમીને સૌ પોતપોતાની થાળી જાતે જ સાફ કરતા. પણ શાંતાબેને મને એક દિવસ માટે એમ કરવા દીધું નહોતું.
- તેમના હાથ નીચે પહેલા ધોરણમાં પણ ભણ્યો હતો અને એ પછી સતત- છેક દસમા સુધી ભણતો રહ્યો હતો. 'સમાજ નવરચના' જેવા શુષ્ક વિષયમાં પણ તે રસ પેદા કરી શકતા હતા.
પાઉલભાઇ જેવા શિક્ષકમિત્ર નસીબદારને જ મળે. મિત્રો, આ લેખ વાંચનાર બિરેન કોઠારીની પાઉલભાઇ વિશેની પોસ્ટ જરૂર વાંચે. ઉર્વિશભાઇએ ઉપર લિંક મૂકી જ છે તેમ છતાં અહીં લિંક મૂકું છું.
ReplyDeletehttp://birenkothari.blogspot.in/2013/03/blog-post_25.html?showComment=1364650461396#c494994405782629908
My mother is from Mahemdavad and studied in Sonawala high school. She completed her SSC (metrics at that time) in 1976.. She felt so good when I told her about this article.
ReplyDeletevery happy to know.
Delete