ભારતનાં તપાસપંચ તેમની અત્યંત ધીમી ગતિ માટે કુખ્યાત છે. સમય અને રૂપિયાના ઘુમાડા પછી તૈયાર કરાતા તેમના દળદાર અહેવાલ ગમે તેટલા અભ્યાસપૂર્ણ હોય અને તેમાં કરાયેલાં સૂચન ગમે તેટલાં ઉપયોગી, છતાં એ થોથાં પોટલાંમાં બંધાઇને કે સરકારી તિજોરીમાં પુરાઇને રહી જાય છે.
જસ્ટિસ વર્મા પંચનો અહેવાલ એ રીતે ‘ભારતીય પરંપરા’માં નથી. દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચારની ઘટના ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ બની. તેના વિરોધમાં લોકો સડક પર ઉતરી આવ્યા. યુવતીની હાલત સુધરતી ન હતી અને (લોકવિરોધના લીધે) સરકારની હાલત બગડી રહી હતી. ૨૬ ડિસેમ્બરના રોજ તેને સિંગાપોર લઇ જવામાં આવી, જ્યાં ત્રણ દિવસ પછી તેનું અવસાન થયું. દરમિયાન, લોકોનો રોષ ઠંડો પાડવા માટે સરકારે ડિસેમ્બર, ૨૩ના રોજ નિવૃત્ત જસ્ટિસ જે.એસ.વર્માના અઘ્યક્ષપદે એક પંચ નીમ્યું.
સરકારી પંચો પર શી રીતે ભરોસો મૂકવો? મોટા ભાગના લોકો (યોગ્ય રીતે જ) માને છે કે પંચ-કમિશન રચવાં એટલે લોકોના જુસ્સા પર ટાઢું પાણી રેડવાનો અને સમય પસાર કરવાનો ખેલ. પરંતુ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના અઘ્યક્ષ તરીકેના હોદ્દા નિભાવી ચૂકેલા જસ્ટિસ વર્માએ તેમાં ભવ્ય અપવાદ સર્જ્યો. ભારતના હિસાબે તો પ્રકાશની ઝડપે ગણાય એટલા ટૂંકા સમયમાં- ફક્ત એક જ મહિનામાં- ૬૪૪ પાનાંનો અહેવાલ તેમણે વડાપ્રધાનને મોકલી આપ્યો. પંચના અઘ્યક્ષ (નિવૃત્ત) જસ્ટિસ વર્મા ઉપરાંત પંચના બે સભ્યો (નિવૃત્ત) જસ્ટિસ લીલા સેઠ અને ગોપાલ સુબ્રમણ્યમે દિલ દઇને કામ કર્યું છે, એવું ફક્ત ઝડપ પરથી નહીં, અહેવાલની ગુણવત્તા પરથી પણ જણાઇ આવે છે.
‘એમેન્ડમેન્ટ્સ ટુ ક્રિમિનલ લૉ’ જેવા ટેકનિકલ નામે ઓળખાયેલો વર્મા અહેવાલ ફક્ત શારીરિક બળાત્કાર જેવા સપાટી પરના મુદ્દા વિશે અરેરાટી વ્યક્ત કરીને અટકી જતો નથી. સ્વૈચ્છિક- સરકારી સંસ્થાઓ તથા વ્યક્તિઓ સાથેની વાતચીત અને સામે ચાલીને લોકોએ પૂરી પાડેલી માહિતીના આધારે તૈયાર કરાયેલો આ અહેવાલ સ્ત્રી પર અત્યાચારનાં મૂળ સુધી જાય છે. બળાત્કારને લગતા કાયદામાં રહેલાં અઢળક છીંડાં ચીંધીને તેને પૂરવાના ઉપાય પણ તેમાં દર્શાવાયા છે.
બીજા અહેવાલોની જેમ વર્મા અહેવાલને માળિયે ચડાવી દેવાનું સરકારને પાલવે એમ ન હતું. બલ્કે, એના પરથી પગલાં લેવાનો બધો રાજકીય જશ કેવળ શાસક મોરચાને મળે, એવી પણ સરકારની ભાવના હશે. એટલે સંસદનું બજેટ સત્ર ચાલુ થવાની રાહ જોયા વિના, વર્મા અહેવાલના આધારે વટહુકમનો કાચો ખરડો તૈયાર કરવામાં આવ્યો. મંત્રીમંડળે તેને પોતાની ભલામણ સાથે રાષ્ટ્રપતિભવન મોકલી આપ્યો. રાષ્ટ્રપતિએ બે જ દિવસમાં, ૩ ફેબુ્રઆરીના રોજ ‘ક્રિમિનલ લૉ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,૨૦૧૩’ જાહેર કરી દીધો.
આમ, દોઢ મહિના જેટલા ટૂંકા સમયમાં ‘નક્કર પગલાં’ લેવાની પ્રજાકીય માગણીને સરકારે સંતોષવી પડી- અને એ પણ રાષ્ટ્રપતિના વટહુકમ સ્વરૂપે. જનઆંદોલનો તો ભારતમાં ઘણાં થયાં છે, પણ આટલું ઝડપી પરિણામ ભાગ્યે જ મળ્યું હશે. લોકપાલ મુદ્દે આંદોલન વધારે જોશીલું ને હથિયાર તરીકે આમરણ ઉપવાસ હોવા છતાં આવી સફળતા મળી ન હતી.
વટહુકમ જારી થઇ ગયા પછી ગરમાગરમ ચર્ચા એ જાગી છે કે વટહુકમની જોગવાઇઓમાં આંદોલનનો હેતુ સિદ્ધ થઇ ગયો? કે પછી સરકારે વર્મા અહેવાલના આરસપહાણમાંથી સુંદર મૂર્તિ બનાવવાને બદલે, ચટણી વાટવાનો દસ્તો (પથ્થર) બનાવીને સંતોષ માની લીધો છે?
સમજણનો વિસ્તાર
સરકારી વટહુકમ અને વર્મા કમિટીની જોગવાઇઓ વચ્ચે રહેલું મોટું અંતર હળવી ટીપ્પણીથી માંડીને કડક ટીકાનો વિષય બન્યું છે. શરૂઆત એક અભિપ્રાયના કેટલાક અંશથી કરીએ.
‘સરકારે દાખવેલી પ્રશંસનીય ઉતાવળ છતાં, તેણે વર્મા સમિતિના અહેવાલરૂપી વૃક્ષનાં સૌથી નીચે લટકતાં ફળ પર જ ઘ્યાન આપ્યું હોય એવું લાગે છે. પતિ દ્વારા પત્ની પર થતા બળાત્કાર, ફૌજીઓને બળાત્કારના ગુનામાં અદાલતી કાર્યવાહી સામે મળતું ખાસ રક્ષણ, કાનૂની દૃષ્ટિએ અપ્રસ્તુત ખાપ પંચાયતો- આવા વિવાદાસ્પદ મુદ્દા અંગે સરકારી વટહુકમ વર્મા અહેવાલ જેટલો ગંભીર જણાતો નથી...સમયસંજોગો પ્રમાણે ઉતાવળે કાર્યવાહી કરવાની લ્હાયમાં કે પછી તકરારી અને ઘણાને ખટકે એવા મુદ્દા ટાળવા માટે વર્માસમિતિના અહેવાલમાંથી અમુક જ મુદ્દા લેવામાં આવ્યા છે. તેનાથી વર્માસમિતિની મહેનતને ન્યાય મળતો નથી...કહેવાય છે કે ‘એ જોબ વેલ-બીગન ઇઝ હાફ ડન’ (કામ સારી રીતે શરૂ થાય એટલે અડઘું પત્યું સમજવું). એ રીતે જોતાં સરકારે તેના માટે અસ્વાભાવિક પણ પ્રશંસનીય ઝડપથી વર્માસમિતિના અહેવાલના આધારે વટહુકમ આણ્યો છે, પણ આ કામ હજુ ફક્ત અડધે રસ્તે પહોંચ્યું છે. અહેવાલના વઘુ વિવાદાસ્પદ મુદ્દા અંગે પણ સરકારે આવાં જ ખંત અને ઉતાવળથી કામ કરવું જોઇએ અને એ બાબતે પોતાની રાજકીય ઇચ્છાશક્તિનો પરચો આપવો જોઇએ.’
આ અભિપ્રાય ક્યાં મુકાયો હશે? નવાઇ લાગે એવો જવાબઃ તે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ પર મુકાયો છે. શક્ય છે કે એ સમાચારના સંકલન તરીકે હોય (જોકે એવી કોઇ સ્પષ્ટતા થયેલી નથી), છતાં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ કેન્દ્ર સરકારને વધારે વિવાદાસ્પદ મુદ્દા હાથમાં લેવા અને રાજકીય ઇચ્છાશક્તિ બતાવવા કહે તે સુખદ આશ્ચર્યની વાત છે.
વર્માસમિતિના અહેવાલના કેન્દ્રસ્થાને રહેલો સૌથી અગત્યનો અને ક્રાંતિકારી મુદ્દો હતોઃ બળાત્કાર મુખ્યત્વે વાસનાનું નહીં, પણ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનું પરિણામ છે. અહેવાલના પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો જ એ હતો કે બળાત્કાર, જાતીય હિંસા, છેડછાડ વગેરે પીડિતા પર થતી ભયંકર અસરોને કારણે ચિંતાનો વિષય છે. પરંતુ કાયદાના શાસનને વરેલો સમાજ આ બધી હરકતો ચલાવી લે એ પણ એટલું જ ચિંતાજનક છે. સ્ત્રીઓના પાયાના અધિકાર અંગે સમાજને જગાડવા- તેને વિચારતો કરવા માટે આવી ધૃણાસ્પદ ઘટનાની જરૂર પડે, એ વિશે પણ અહેવાલમાં ટીપ્પણી કરવામાં આવી હતી.
જસ્ટિસ વર્માએ જાતીય અત્યાચારને લગતા કાયદામાં ‘બળાત્કાર’ને બદલે જાતીય હુમલાની વાત કરીને આખા ગુનાનો વ્યાપ વધારી દીધો. અહેવાલમાં સાફ શબ્દોમાં જણાવાયું હતું કે ‘વર્તમાન અરાજકતા અને અસલામતી માટે કાનૂની જોગવાઇઓનો નહીં, પણ સુશાસનનો અભાવ કારણભૂત છે. વધારે કાયદાની જરૂર હોત તો અનેક સંસ્થાઓ અને અદાલતી ચુકાદાઓ હજુ અમલ થયા વગરનાં ઘૂળ ખાય છે (એમનો અમલ થયો હોત)...કારીગરે પાનાંપકડ સાથે તકરાર કરવાને બદલે કામ કરવાની પદ્ધતિ સુધારવી જોઇએ. આ મુદ્દે સુધારો ન થાય ત્યાં સુધી કાયદાનાં થોથાંમાં ઉમેરા કરવાથી કશો ફરક પડવાનો નથી.’
વટહુકમ સામેના વાંધા
વર્માસમિતિએ ફક્ત સજાઓમાં વધારો કરીને બેસી જવાને બદલે અભિગમમાં પરિવર્તન આણવું પડે એવા કેટલાક સુધારા સૂચવ્યા. તેમાંનું એક ક્રાંતિકારી સૂચન એવું હતું કે પતિ પણ તેની પત્ની પર જાતીય જબરદસ્તી કરી શકે નહીં- અને કરે તો એને બળાત્કાર ગણીને પત્ની ફરિયાદ નોંધાવી શકે. આ જોગવાઇમાં પત્નીના દેહને પતિની મિલકત ગણીને તેનો યથેચ્છ ભોગવટો કરવાની ‘સાંસ્કૃતિક પરંપરા’ જોખમાતી હતી. એટલે સરકારે આ સૂચનનો અસ્વીકાર કર્યો.
બીજો અગત્યનો સુધારો એ હતો કે બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે, જ્યારે એ ગુનામાં સહભાગી તરીકે સ્ત્રી અને પુરૂષ બન્ને હોઇ શકે. એટલે કે સામુહિક અત્યાચારના બનાવમાં એક યા બીજી રીતે સામેલ એવી સ્ત્રી પર બળાત્કારના ગુનાની કલમો લગાડીને તેને એ પ્રમાણે સજા મળવી જોઇએ. પુરૂષ કોઇ સંજોગોમાં સ્ત્રી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી શકે નહીં.
ઇશાન ભારતનાં રાજ્યોમાં ખાસ કાયદાના રક્ષણ હેઠળ ફરજ બજાવતાં ભારતીય લશ્કરી દળો સામે બળાત્કારના આરોપ થતા રહે છે. એવા આરોપીઓ સામે અદાલતમાં કામ ચલાવતાં પહેલાં તેમને ઉપરીની મંજૂરી લેવાનું ફરજિયાત હતું, પણ વર્માસમિતિના અહેવાલમાં એ શરત કાઢી નાખવાનું સૂચન હતું. આવા કંઇક મહત્ત્વના મુદ્દા સરકારી વટહુકમમાં ગાયબ છે. એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નારી સંગઠનોએ વટહુકમ સામે આંદોલન ચાલુ રાખ્યું છે. તેમના વાંધાના કેટલાક મુખ્ય મુદ્દાઃ
વટહુકમથી વ્યાખ્યાનો વિસ્તાર થયો છે -અને ફક્ત બળાત્કારને બદલે જાતીય હુમલાની વાત અંદર આવી છે- પણ કાયદાનો વ્યાપ ખાસ વઘ્યો નથી. બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે. માટે બળાત્કારના કિસ્સામાં પુરૂષ કદી ફરિયાદી ન હોઇ શકે. એટલી મૂળભૂત વાત વટહુકમમાં સ્વીકારવામાં આવી નથી. મહિલા સંગઠનોને એનો મોટો વાંધો છે. એવી જ રીતે, પત્ની પર પતિ દ્વારા થતા બળાત્કાર અને યુવાનો વચ્ચે પરસ્પર સંમતીથી બંધાતા સંબંધો અંગે પણ વટહુકમમાં મૌન સેવવામાં આવ્યું છે. વર્માસમિતિએ જેની આકરી ટીકા કરી હતી એવી ખાપ પંચાયતોને આ પ્રકારના મૌનથી ફાવતું જડે છે.
એવી જ રીતે, સૈન્યના સભ્યો સામે બળાત્કારનો આરોપ થાય ત્યારે તેમનો કેસ સામાન્ય અદાલતમાં જ ચાલવો જોઇએ, એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. એ પ્રકારના ગુનામાં ભોગ બનનારને ન્યાય મેળવવા માટે આરોપીઓના ઉપરીની મરજી પર આધારિત રહેવું પડશે. પોલીસ કસ્ટડીમાં થયેલા બળાત્કાર અંગે ફક્ત આરોપી જ નહીં, તેના ઉપરી પણ જવાબદાર ગણાશે એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. ચોક્કસ જ્ઞાતિ કે ધર્મના લોકો પર અત્યાચાર તરીકે કરવામાં આવતા બળાત્કારને અહેવાલમાં ‘એગ્રેવેટેડ સેક્સ્યુઅલ એસોલ્ટ’ ગણવામાં આવ્યા હતા, પણ સરકારી વટહુકમમાં એમનો કશો ઉલ્લેખ જોવા મળતો નથી. ન્યાયાધીશ, પોલીસ અને જાહેર સેવક સામે બળાત્કારના આરોપ અંગેની કાર્યવાહી કરતાં પહેલાં તેમના ઉપરીની મંજૂરીની જરૂર ન હોવી જોઇએ, એવી અહેવાલની ભલામણ સરકારે સ્વીકારી નથી.
આ યાદી હજુ લંબાઇ શકે એમ છે. પરંતુ તેનો સાર એટલો જ કે, મહિલાવિરોધી હિંસા વિશે વટહુકમ આવી ગયો એટલે એ ઝુંબેશ પૂરી થયેલી સમજવાની નથી. ખરો જંગ હજુ શરૂ થયો છે. સાથોસાથ, એ પણ યાદ રાખવાનું કે લોકોએ વ્યક્ત કરેલો રોષ સાવ એળે ગયો નથી. સ્ત્રીવિરોધી હિંસાના મુદ્દે દીવાદાંડી બને એવો વર્માસમિતિનો અહેવાલ આખી ઝુંબેશની નોંધપાત્ર ઉપલબ્ધિ છે.
This is part of report in news paper- Verma committee. Few para will give some idea of issue
ReplyDeleteA gang rape Delhi policemen got away with?- SANDEEP JOSHI
During the course of preparing the report – ‘Amendments to Criminal Law,’ the three-member committee, headed by the former Chief Justice of India, J.S. Verma, with the former Chief Justice of Himachal Pradesh, Justice Leila Seth, and the former Solicitor General of India Gopal Subramaniam as its members, while interviewing four street-children were told that they were witness to a gang rape involving three cops near some “place of worship.
Though as per rules, the committee, constituted through a Government of India’s gazette notification, was bound to lodge a formal compliant with the police in this regard, it chose to keep mum fearing for the safety of these kids.
“But we made the exhaustive interview a part of the report to show the deeper malaise in the system… the report is now with the Ministry of Home Affairs and it is they who have to act on it,” Mr. Subramaniam told The Hindu.
Tucked in the ‘Appendices’ of the 631-page report is the detailed transcript of the interview of four trafficked children who are also victims of sexual violence and drug abuse. During their conversation with the committee members, they point to a gang rape where three cops in a PCR van abducted a girl from near a temple situated close to some old, vacant buildings and a ridge.
Without mentioning the place, date or time when the alleged gang-rape took place, it states that these kids saw the girl being forcibly dragged inside the PCR van that was driven inside a jungle. One of the cops muzzled the girl who was crying for help. These kids followed the van and saw the girl being raped by the cops for almost two hours. Later they dumped the girl and fled from the spot. The scared kids did not tell anyone as they feared for their lives, the street-children’s testimony in the report states.
Asked why the committee did not report this to the police, Mr. Subramaniam said they (members) did discuss the issue and then unanimously decided not to pursue it as the safety and security of the children was their primary concern. “We debated this issue…It was a moving moment for us. We did not file a case as these kids come from the weaker sections of society… we wanted to protect their identity as we feared that police might launch some kind of vendetta against them,” he noted.
‘NOT SURMISES’
Pointing out that the testimonies of the kids were “not surmises but hard facts,” Mr. Subramaniam said: “We wanted to save them from the system. These kids have exposed so many criminal irregularities prevalent in the system, be it the juvenile home or the cruel face of the Delhi police. These kids were subjected to domestic violence, drug abuse and other social evils… we did not want to make life more difficult for them.”
Mr. Subramaniam, however, said they deliberately made this interview and another interaction with a trafficked girl a part of the report to highlight the serious problems in the system.