ગુજરાતી પત્રકારત્વ
સાથે ઇન્ટરનેટનો પનારો પડ્યાને એક દાયકાથી ઉપર સમય વીતી ગયો. પરંતુ 1997માં ‘સિટિલાઇફ
ન્યૂઝ’ના અપવાદને બાદ કરતાં, કોઇ ગુજરાતી અખબાર-સામયિકમાં ઇન્ટરનેટને લગતી
ઠેકાણાસરની નિયમિત કોલમ આવી ન હતી. એ મહેણું મનીષ મહેતા સંપાદિત, ‘દિવ્ય ભાસ્કર’ની
‘કળશ’ પુર્તિમાં આવતી હિમાંશુ કીકાણી/ Himanshu Kikaniની કોલમ ‘સાયબર સફર’થી ભાંગ્યું. જાન્યુઆરી,
2012માં એ કોલમને ચાર વર્ષ પૂરાં થયાં. તેને મળેલા પ્રચંડ આવકાર પછી હિમાંશુએ એ
કોલમના વિસ્તાર જેવું માસિક ‘સાયબરસફર’ કાઢવાની હિંમત કરી છે. આ નામની વેબસાઇટ cybersafar.com તો ઘણા વખતથી ચાલે જ છે.
નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં ‘સફારી’
સહિતનાં મહાભારત-કાર્યો નજર સામે રાખીને, તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીને,
હિમાંશુએ ‘સાયબર સફર’/ Cybersafarની શરૂઆત કરી છે. તેનાં મુખ્ય ત્રણ ધ્યેય છેઃ
1)અમુક જ સાઇટો
પૂરતું મર્યાદિત ઇન્ટરનેટ સર્ફિંગ કરતી નવી પેઢીની સામે ઇન્ટરનેટના વિશાળ
દરિયામાંથી બીજાં રત્નો કાઢીને મૂકવાં
2) કમ્પ્યુટર સાથે બિલકુલ પનારો પાડ્યો ન
હોય એવા વડીલોને સાવ શરૂઆતથી, તેમને સમજાય એવી સરળ ભાષામાં ઇન્ટરનેટની દુનિયા સુધી
લઇ જવા અને તેમના માટે એ વિસ્મયજનક સૃષ્ટિ ખોલી આપવી.
3) અંગ્રેજીના હાઉને કારણે ઇન્ટરનેટથી
દૂર રહેતા નવી પેઢીના લોકો ઇન્ટરનેટનો પૂરો લાભ લઇ શકે એ માટે સજ્જતા કેળવવામાં
મદદરૂપ થવું.
ટૂંકમાં, ઇન્ટરનેટ ન વાપરતા, ઓછું
વાપરતા કે ભરપૂર વાપરતા- સૌ કોઇને આ સામયિકમાંથી પોતપોતાના ખપનું મળી રહે એવું
હિમાંશુનું ધ્યેય છે. હજુ પહેલો અંક આવ્યો છે. એટલે આ સમય દાવાનો નહીં, પણ જેટલું
થાય તે કરી બતાવવાનો અને ફેંસલો વાચકો પર છોડવાનો છે. પરંતુ ‘સાયબરસફર’થી પરિચિત ન
હોય એવા વાચકોને આગ્રહપૂર્વકની ભલામણ છે કે તે ગુણવત્તાની ખાતરી કરવા માટે પહેલાં cybersafar.com પર જાય અને બે-ચાર લેખ પર નજર ફેરવી જુએ. ત્યાર પછી તેમને
મેગેઝીનનું લવાજમ ભરવાનું મન થવું જોઇએ. વાચનની કથળેલી ગુણવત્તા વિશે ફરિયાદ કરતી
વખતે, સારી ગુણવત્તા ધરાવતું વાચન આવે તો તેને વધાવવાની પણ વાચકો તરીકે આપણી
જવાબદારી છે.
‘સાયબરસફર’ માસિક સ્ટેન્ડ પર- છૂટક
મળવાનું નથી. એ ફક્ત લવાજમથી ઉપલબ્ધ બનશે. 48 પાનાંના છૂટક અંકની કિંમત રૂ.20 અને વાર્ષિક
લવાજમ છેઃ રૂ.220. શરૂઆતમાં વાર્ષિક લવાજમ
રૂ.200 રાખવામાં આવ્યું છે. સાથે ‘સાયબરસફર’ કોલમમાં પ્રકાશિત થયેલા લેખોનાં ચાર
ઉપયોગી સંકલનો- હેન્ડીગાઇડ્સ (વિના મૂલ્યે, મર્યાદિત સમય સુધી) આપવામાં આવશે.
લવાજમ મોકલવા માટેની વિગતઃ (અત્યારે ફક્ત ભારત માટે)
Ahmedabad-380015
ફોનઃ 079-4006 1513 (m) 092272 51513
વધુ પૂછપરછ માટેઃ support@cybersafar.com
હિમાંશુ કીકાણી
સાથેનો પરિચય 1997ની આસપાસ થયો. એ વખતે અમે બન્ને પત્રકારત્વમાં નવા હતા. હિમાંશુ
ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’માં અને હું ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં. એ વખતથી જ
હિમાંશુની ભાષા અને અભિવ્યક્તિ વખણાતાં હતાં. ‘ઇન્ડિયા ટુડે’ બંધ થયા પછી ‘સિટિલાઇફ
ન્યૂઝ’માં નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે અમે સાથે
મળ્યા. ત્યારે હિમાંશુ રેસ્ટોરાં-રીવ્યુની કોલમ લખતો હતો અને પત્રકારત્વને બદલે
કોપીરાઇટિંગના ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ‘સંદેશ’માં ફરી જોડાયા પછી મારે મંગળવારની
‘મહેફિલ’ પૂર્તિ કરવાની થઇ, ત્યારે
હિમાશું તેમાં ‘ટેક ઇટ ઇઝી’ નામે હાસ્યની કોલમ લખતો હતો. ત્યાર પહેલાં હર્ષલ,
હિમાંશુ અને વડીલ પત્રકાર દિવ્યેશભાઇ ત્રિવેદી સાથે મળીને અમે ચારે જણે ‘વીસમી
સદીની યાદગાર પચાસ ઘટનાઓ’ના અંક માટે લખ્યું હતું, જેના વિચારથી માડીને અમલીકરણ
સુધીનું બધું જ હર્ષલનું હતું.
પછીનાં વર્ષોમાં હિમાંશુને
સતત મળવાનું કે ઘણી વાર તો નિયમિત રીતે ફોન પર વાત કરવાનું પણ બનતું નથી. છતાં, જૂનો
તંતુ એટલો મજબૂત છે કે તેમાં ઝોલ પડતો નથી કે રેસા છૂટા પડવા લાગતા નથી. એટલે જ
હિમાંશુ નવું સામયિક લઇને આવે ત્યારે પોતાનું સામયિક શરૂ થતું હોય એટલો આનંદ થાય
છે. સાથોસાથ, એટલી પણ ચોખવટ કે મારા મિત્રધર્મમાં ખોટી પ્રશંસા કરવાનું આવતું નથી.
એટલે તેના લખાણની ગુણવત્તા વિશેની વાતો એકદમ ‘નરણા કોઠે’ લખાયેલી છે. સૌ કોઇ એનું
લખાણ વાંચીને ખાતરી કરી શકે છે.
હિમાંશુભાઇને આ પ્રયોગ બદલ અભિનંદન તો જરૂરથી પાઠ્વવા જોઇએ. આશા રાખીએ કે તેઓ મુદ્રિત નકલની સાથે સાથે ડીજીટલ નકલ્પણ પ્રસિધ્ધ કરશે.
ReplyDeleteહિમાંશુભાઈને હું તેમના લેખન દ્વારા ઓળખું છું. તેઓ ગુજરાતીઓને 'ગુગલાતી' બનવા જે પ્રયાસ કરી રહ્યા છે તે સાચે જ અભિનંદનને પાત્ર છે. એમના સાહસ અને ઉત્સાહભરા પ્રયાસને બ્લોગ થકી રજૂ કર્યો એ બદલ તમને પણ અભિનંદન. કોઈને અભિનંદન આપવા કે શુભેચ્છા પાછવવી અથવા સદ્ભભાવના વ્યક્ત કરવી... જેવાં કાર્યોમાં પનો ટૂંકો પડે છે છતાં તેમ કરતાં લાગણી વ્યક્ત કરવાનું રોકી શકતો નથી.
ReplyDeleteસવજી ચૌધરી
congrats to Himanshubhai
ReplyDeleteશેરબજારને પરણેલી,વૈચારિક રીતે પછાત અને વેપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજા માટે આ પ્રકારનું મેગેઝીન અને એ પણ ટેક્નો.જેવા વિષય પર પ્રકાશિત કરવું એ તો એવરેસ્ટ સર કરવા જેવું કાર્ય કહેવાય.આથી,હિમાંશુ ભાઈને અભિનંદન જ નહિં પણ મેગેઝિનનું લવાજમ ભરવુ એ કોઈ સાહિત્ય પરિષદના એવોર્ડ કરતા પણ મોટું કાર્ય ગણાશે.હા,ઉર્વીશ ભાઈ સરહદના ગાંધી અને મોહનદાસ ગાંધી બન્ને માટે સરખો પ્રેમ છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદથી પ્રકાશિત થતું ઉત્તમ હિન્દી પત્ર વાર્તામાં સરહદના ગાંધી પર ેક મસ્ત લેખ વાંચ્યો હતો.ત્યારે,લાગણી થઈ કે ગુજરાતી પત્રકારત્વમાં કેમ આ પ્રકારના પત્રકારત્વનો અભાવ છે.પરંતુ,આજે તમારો લેખ વાંચીને થોડો અસંતોષ ઘટ્યો છે.બાકી ગુજરાતીઓ માટેના આકરા શબ્દો બદલ માફ કરજો પણ હું ગુજરાતીઓને આવા જ માનું છું
ReplyDeleteહું હિમાંશુને ઓળખું છું. મારા અખબાર દિવ્યભાસ્કરમાં તેની કોલમ વાંચું છું. તેની વેબસાઈટથી પરિચિત છું. તેના નવા સાહસ માટે અભિનંદન, અને આગળ માટે શુભેચ્છા. સાઈબરસફરનો પરિચય કરાવવા માટે ઉર્વીશનો પણ આભાર. હિમાંશુનો મોબાઈલ મળે?
ReplyDeletenice ho
ReplyDeleteઆ સાઇટ છે જે ગુજરાતી ભાષામાં ઔષધીય વનસ્પતિ વિશે જાણકારી આપે છે.
કૃપા કરીને મુલાકાત લો
જો તમે ઈચ્છો તો તમે તેના વિશે તમારા મંતવ્યો આપી શકો છો.
http://gujayurvedicplants.blogspot.com
આભાર
I Have been reading Himansu Kikani's column cybersafar since long time.he is knowledgeble person covering important information about internetworld.many time his articles helps me.its a good sign for us that he started a magazine with net knowledge.Good luck for him for his magazine cybersafar.and thanks to you for giving good news.
ReplyDeleteહિમાંશુ ભાઈનું લખાણ ચોક્કસ વખાણવા જેવું છે. હું ભાસ્કરમાં હતો ત્યારે કોઈક વખત એની કોલમ માં એકાદ લીટી કાપકૂપ કરવાની થાય તો અમારા માટે અઘરું થઇ પડતું કેમ કે એકદમ ચોકસાઈપૂર્વકનું લખાણ હોય! વળી, ગુજરાતી પણ એકદમ ઉચ્ચ કક્ષાનું. હું ત્યારથી જ તેમના લખાણથી પ્રભાવિત છું. વીસમી સદીની...માં એમનું નામ વાંચ્યું ત્યારે વળી માન ઓર વધી ગયું! અને હવે સામયિક આવે છે સાયબર સફર! સાયબર સફરને ગુજરાતનું 'વાયર્ડ' મેગેઝીન બને એવી સુભેચ્છા અને એ માટે જોઈએ એ મદદ પણ કરીશું જ.
ReplyDeleteCongrats to Himanshubhai for nice endeavor.
ReplyDeleteI like it very much...
ReplyDeleteplease send me full address for subscription .
my email id dgt5160@gmail.com