દેવ આનંદ/ Dev Anand: 26-9-1923, 4-12-2011
દેવ આનંદ એટલે? સદાબહાર? સદાજવાન? પેઢીઓ સુધી જેના યુવાન ચહેરાનો પ્રભાવ ટકી રહે એવો હેન્ડસમ માણસ? ગુચ્છાદાર હેરસ્ટાઇલ? ગ્રેગરી પેકની (અમુક એન્ગલથી) ભારતીય આવૃત્તિ? દિલીપકુમાર અને રાજ કપૂર સાથે ત્રિપુટીનો ત્રીજો પાયો? સુરૈયા સાથેની વાસ્તવિક પ્રેમકહાણીનો નિષ્ફળ નાયક? હાથ હલાવતાં ત્રાંસુ ચાલવાની શૈલી? જવાબ છેઃ આ બધું જ અને બીજું પણ ઘણું...
દેવ આનંદને અંજલિ નિમિત્તે થોડી વાતો અને વધુ તસવીરો-વિડીયો..
'ફિલ્મફેર'માં R.K.Laxman/ આર.કે.લક્ષ્મણે દોરેલા દેવ આનંદના કેરિકેચર(ની કોપી) પર દેવ આનંદના ઓટોગ્રાફઃ પત્રકારત્વમાં આવ્યા પછી લીધેલા બહુ ઓછા ઓટોગ્રાફમાંના એક
એક જ પાને, ચાર વર્ષના અંતરે લીધેલા, દેવ આનંદ અને સુરૈયાના ઓટોગ્રાફ. સુરૈયા/Suraiyaના ઓટોગ્રાફ પહેલાં લીધેલા. ડાયરી ખોલીને આ પાનું દેવ આનંદ સામે ધર્યું, એટલે ઘડીક મારી સામે જોયું અને 'હવે શું ફેર પડે છે?' એવી નિસ્પૃહતાથી પેન ચલાવી.
પત્રકારત્વમાં ('અભિયાન')માં દાખલ થયા પછીના ચોથા જ અંકમાં કારકિર્દીનો પહેલો બાકાયદા ઇન્ટરવ્યુ દેવ આનંદનો લેવાનો થયો. ઘણા ફોન કર્યા. ક્યારેક ફોન પર એ હોય. ક્યારેક બીજું કોઇ. લાગલગાટ પ્રયાસ કર્યા એટલે તેમની ઝડપી અને છેલ્લો અક્ષર સહેજ લંબાવીને બોલવાની સ્ટાઇલથી કહે, 'ક્યા પૂછોગે તુમ, કોઠારીઇઇઇ...' ('મારા વિશે બધું છપાઇ ચૂક્યું છે'). મેં બે-ચાર ચીલાચાલુ નહીં એવા અને સાવ જુદા સવાલ તૈયાર રાખ્યા હતા. એ કહ્યા. પછી ટાઇમ આપ્યો. અભિયાનના માલિક અવિનાશ પારેખના ફોટોગ્રાફર મિત્ર જીતુભાઇ (જિતેન્દ્ર શેઠ) દેવ આનંદના પ્રચંડ ચાહક. પોતે દેવ આનંદ જેવો ગુચ્છો રાખે. એ કેમેરા લઇને સાથે આવ્યા. 'નવકેતન' પર ખાસ્સી રાહ જોયા પછી મુલાકાત થઇ. ઓફિસના રૂમમાં વાન ગોગનું એક ચિત્ર લટકતું હતું. થાકેલા દેવ આનંદને ફ્લેશથી ત્રાસ થતો હતો. એટલે જીતુભાઇ બે-ત્રણ વાર જ ઊભા થયા અને એટલામાં તેમણે આખો રોલ (36 ફોટા) પૂરા કરી નાખ્યા. આઠ પાનાની એ કવર સ્ટોરીનું ઉઘડતું પાનું.
..અને ઇન્ટરવ્યુના થોડા સવાલ. તસવીરમાં વચ્ચે ઉભેલા સજ્જન તે મૂછરહિત ચાર્લી ચેપ્લિન છે. તેમની પાછળ હસતા ચહેરા વાળા દેવ આનંદ. આજુબાજુ નરગીસ-રાજ કપુર. ઉપરાંત વિજય ભટ્ટ, બિમલ રોય, ઋષિકેશ મુખર્જી પણ છે.
'પ્રભાત'ના 'હમ ઐક હૈ' (1946, ડાયરેક્ટર પ્યારેલાલ સંતોષી)થી કારકિર્દી શરૂ કરનાર દેવ એ જ કંપનીની બીજી ફિલ્મ 'આગે બઢો' (1947)માં, સ્ટાર ગાયિકા-અભિનેત્રી ખુર્શીદ સાથે
પોતાના પ્રોડક્શન 'નવકેતન'ની પહેલી ફિલ્મ 'અફસર'ની અને અસલી જીવનની હીરોઇન સુરૈયા/Suraiya સાથેઃ નૈના દીવાને, એક નહીં માને, કરે મનમાની
જૂના મિત્ર ગુરુદત્ત અને ગીતા રોયના લગ્નપ્રસંગેઃ
અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે
અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે
મધુ બાલા સાથે 'કાલા પાની'માઃ અચ્છા જી મૈં હારી ચલો, માન જાઓના...
બે સ્વરૂપોઃ ડાબી બાજુની તસવીર 'ફંટુશ'ના ગીત 'દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડકે દેતા' ગીતની
'નવકેતન'ની ફિલ્મોમાં સંગીતનો પર્યાય બનેલા 'દાદા' સચિનદેવ બર્મન, રેકોર્ડિસ્ટ કૌશિક અને દેવ આનંદ
ઉપરની તસવીર(ડાબેથી) ચેતન આનંદ, દેવ અને વિજય આનંદ (ગોલ્ડી)- નીચેની તસવીરમાં સંતાનો સુનિલ આનંદ અને દેવીના સાથે
જવાહરલાલ નેહરૂ સાથે ત્રિપુટીઃ દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપુર. કટોકટીનો વિરોધ કરનાર દેવ આનંદ થોડા સમય માટે રાજકારણમાં પણ સક્રિય થયા હતા.
વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે તેમની સાથે લાહોરની બસયાત્રામાં ગુરદાસપુર (પંજાબ, પાકિસ્તાન)માં જન્મેલા દેવ આનંદને પણ ખાસ સામેલ કરાયા હતા.
આર.કે.નારાયણની નવલકથા 'ધ ગાઇડ' પરથી દેવ આનંદે હિંદી અને અંગ્રેજીમાં ફિલ્મો બનાવી. આ તસવીરમાં દેવ આનંદ અને અભિનેત્રી-પત્ની કલ્પના કાર્તિક અગ્રેજી 'ગાઇડ'નાં પટકથાકાર-વિખ્યાત લેખિકા પર્લ બક/ Pearl S.Buck અને સોફિયા લોરેન/ Sophia Loren સાથે
અંગ્રેજી 'ગાઇડ'ની ક્લિપ. આ ફિલ્મ કોઇની પાસે આખી ઉપલબ્ધ હોય તો જાણ કરવા વિનંતી. અંગ્યરેજી 'ગાઇડ'નું ડાયરેક્શન વિજય આનંદે કર્યું ન હતું. એ ફિલ્મ સાવ ફ્લોપ ગઇ.
અને હિંદી 'ગાઇડ'માં વહીદા રહેમાન સાથેઃ તુ તો ન આયે, તેરી યાદ સતાય
છેલ્લાં થોડાં વર્ષથી દેવ આનંદના તાજા સમાચાર રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) થકી મળતા હતા. તેમને દેવ આનંદ સાથે ખાસ્સો સંપર્ક વિકસ્યો હતો. ફોન પર વાતો થતી અને મુંબઇ જાય ત્યારે મળવાનું પણ બનતું. દેવ આનંદ વિશે પોતાના ભાવનું અને તેમની પેઢીના લોકો પર દેવ આનંદની છબીનું અદભૂત આલેખન રજનીભાઇએ તેમના બ્લોગ પર બે ભાગમાં કર્યું હતું. તેની લિન્ક
આ વર્ષના આરંભે રજનીભાઇ દેવ આનંદને મળ્યા ત્યારની યાદગીરી. દેવ આનંદની પ્રવૃત્તિ અને વ્યસ્તતા સૂચવતો ટેબલ પરનો ખડકલો
કિશોર કુમાર સિવાય બોલીવુડનો માત્ર આ જ એક એવો વ્યક્તિ હતો જેના માટે દિલમાં ભારોભાર લાગણી અને પ્રેમ છલકતો હતો...
ReplyDeleteએમના બધાં ગીતો અને કાંકરિયા તળાવ એ બંને મારા હંમેશના સાથી રહ્યા છે... લગભગ જ્યારે પણ (અઠવાડિયામાં ૨-૩ વાર) કાંકરિયા જવાનું થાય ત્યારે હોંશે હોંશે દુનિયા જાય તેલ લેવા એવા ભાવથી કાનમાં ઈયરફોન્સ લગાવીને નાચતો કૂદતો ચક્કર લગાવતો હતો...
એ જોગાનુજોગ જ કહેવાય કે કિશોર કુમારના મોટાભાગના બધાં જ મનપસંદ ગીતો દેવ સા'બ પર ફિલ્માવવામાં આવ્યા છે....
હમ દોનો રંગીન રીલીઝ થઇ ત્યારે મોટા ઉપાડે એકલો જ થીયેટરમાં ફિલ્લમ જોવા પહોંચી ગયેલો... ત્યારે કોઈ યંગસ્ટર્સ ના હોઈને થોડુંક દુખ તો લાગેલું...માત્ર આઠ દસ આન્ટી-અંકલ હતા...
વસવસો એટલો જ રહી ગયો કે જીવતેજીવ એમને મળી ન શકાયું... લાગે છે હવે આ સિતારાઓને મળવાની ઘેલછા છોડવી પડશે..
"વો ઝીંદગી કા સાથ છુડાકર ચલા ગયા !"
મુંબઈમાં એક એવો રેડીઓ જોકી જીવે છે... જે ઉઠતાં, બેસતાં, ખાતાં-પીતાં દેવ આનંદને જીવે છે-જીરવે છે...
એ આર.જે.ના "અનમોલ" ફોટોગ્રાફ્સ અહીં જોઈ શકાશે.
લીંક નંબર (૧) https://www.facebook.com/media/set/?set=a.165744926787726.43201.164855740209978&type=3
લીંક નંબર (૨)
https://www.facebook.com/media/set/?set=a.164933613535524.42986.164855740209978&type=3
દેવ આનંદ ઉપર જઈને ભગવાનને પણ બધી જ ચિંતાઓ ફૂંક સાથે ધુમાડામાં ઉડાડતા શીખવાડે તો નવાઈ નહી...
(કદાચ આજે એટલે જ આટલું બધું ધુમ્મસ હતું ?? ખબર નહી !!)
Rest In Heart Dev Saa'b ! :(
દેવ આનંદનો તસ્વીરી વૈભવ સ્પર્શી ગયો.દેવ સા'બ જે રીતે જિંદગીને હરેક ક્ષણ જિવ્યા,એ જોતા અફસોસ જેવી લાગણી નથી થતી.બસ એમની યાદો વાગોળવી ગમે.હિંદી ફિલ્મોની આગવી ને અનોખી ઓળખાણ એવા દેવ સા'બ ને સલામ.
ReplyDeleteપ્રિય ઉર્વીશ,
ReplyDeleteદેવ આનંદના દિવંગત થવા સાથે મને મારા દુબઈ વસવાટના એ દિવસો યાદ આવી ગયા જ્યારે તું આ ઇન્ટરવ્યુ સંદર્ભે તેમને મળ્યો હતો. ‘અભિયાન’માં પ્રકાશિત પ્રારંભિક લેખો અને દેવ આનંદના ઇન્ટરવ્યુના છૂટા પાનાઓ સાથે તેં દેવ સાબના બે ફોટા પણ મોકલ્યા હતા. હિન્દી ફિલ્મોના દિગ્ગજ કલાકારને રૂબરૂ મળવાનો અવસર તારી સાથે રહીને જયરાજ માટે મળ્યો હતો. એ રીતે કહું તો કોઈ અભિનેતાનો તાજેતરના સમયનો હોય એવો અસલી ફોટો પણ તારા થકી જ દેવ આનંદનો જોયો. ઓફિસના પોસ્ટ બોક્ષ નંબર પર આવેલા મોટી સાઇઝના કવર અને તેમાંથી નીકળેલા રંગીન મિજાજી દેવ આનંદના કલર ફોટોગ્રાફ્સ ટેબલ પર પાથરીને જોતો હતો અને કંપનીના મેનેજર એવા ભોપાલના અનસાર અહેમદ (સિવિલ એન્જિનિઅર) મારા ટેબલ પાસે આવ્યા. ઓફિસમાં કામના ખડકલા વચ્ચે પણ પરિવારની ટપાલ આવે તો એ તાકડે વાંચી લેવાની છૂટ હોય જ. તારા મોકલેલા ફોટા જોઈને અને વિગતો જાણીને એમણે મારી સાથે હોદ્દાનું અંતર એ ઘડીથી જ દૂર કરી દીધું. એ હદ સુધી કે મને ખરીદીને વાંચવા કદી પરવડે તેવા નહોતા એવા સ્થાનિક અંગ્રેજી દૈનિકો ‘ગલ્ફ ન્યુઝ’ અને ‘ખલીજ ટાઇમ્સ’ પોતે વાંચી લે પછી મારા ટેબલ પર આવીને મૂકી જાય. વાંચવાનું મહત્વ મારે મન કેટલું છે એ તેઓ મારી કોઈ અભિવ્યક્તિ વગર સમજી ગયા અને દેશથી દૂર દેવ આનંદ મને આ રીતે ફળ્યા.
બિનીત મોદી (અમદાવાદ)
બહુ જ સરસ રજૂઆત. ઘણી અજાણી અને અનદેખી માહિતી - ચિત્રો માટે આભાર. દેવ સાબ આપણા દિલમાં હમેશાં સદાબહાર રહેશે..
ReplyDeleteદેવાનન્દ મહાન હતા એ વાતના કોઇ શજ નથે પણ એક વાતતો નક્કી જે તે ક્યારે અટકવું તે ન સમજી શક્યા.
ReplyDeleteVery good. Shared this link on my Facebook profile.
ReplyDeleteUsually men thought that Zindagi mera sath nibha rahi hei, magar Dev Sa'b taught true reality of the life by his song "main zindagi ka sath nibhata chala gaya..."
ReplyDeletegreat tribute. Bhagyendra
બન્ને ભાઇઓના બ્લૉગ્સ સાદ્યંત વાંચી જવાથી દેવ આનંદ પરની કોઇ લઘુ ફિલ્મ( દસ્તાવેજી) જોયા જેવી મઝા આવી. ફોટોગ્રાફ્સ અને ગીતો બેઉ અનન્ય જુગલબંધી રચી આપે છે. બેઉને અભિનંદન.
ReplyDeleteઆ ઈંગ્લીશ ગાઈડ ના કોઈ અવશેષ ક્યાય હતા નહિ એવું સાંભળેલું- વાંચેલું, પણ આવા અવશેષ હોય તો એ તમારી પાસે થી જ મળે!
ReplyDeletevery good,rajsh Makwana
ReplyDeleteદેવઆનંદ -- ખરેજ ' ધી ગ્રેટ ' --- અલ્ભ્ય વાતો અને ફોટોગ્રાફ્સ ........
ReplyDeleteભરતભાઇ ડાહ્યાભાઇ મહેતા - મઢી - 394340.