'મર્ચન્ડાઇઝિંગ'ની સંસ્કૃતિ ભારતમાં બહુ આવી નથી, પણ વર્ષો પહેલાં- કદાચ આઝાદીના કે તેના પછી તરતના અરસામાં- નેહરુ-ગાંધીથી માંડીને 'જય હિંદ'નાં પ્રતીકો ઠેકઠેકાણે, ક્યારેક તો નવાઇ લાગે એવી જગ્યાએ વપરાતાં-મુકાતાં હતાં. એવો એક નમૂનો ઉપરની તસવીરમાં છેઃ પિત્તળનું કપ-રકાબી સ્ટેન્ડ. અર્ધગોળાકારના ઉપરના ખુલ્લા ભાગમાં રકાબીઓનો ખડકલો કરવાનો અને બહાર નીકળેલા વાંકડિયા હૂક પર કપ લટકાવવાના. એ સિવાય આગળ દેખાતાં ચાર ખાનામાં ચમચા-ચમચી લટકાવી શકાય.
હવે એ રસોડામાં નહીં પણ જૂના સમયની યાદગીરી તરીકે વપરાય છે અને તેમાં રકાબીઓની જગ્યાએ બે-ચાર નાનાં પુસ્તકો મૂકવામાં આવે છે.
વાહ...
ReplyDeleteઅલબત આ તો કપ રકાબી લટકાવા માટેનુ સ્ટેન્ડ છે, પણ લગભગ આ જ રીતનુ સ્ટેન્ડ જેમાં જયહિંદ લખેલ હતુ એ મે વર્ષો પહેલા ગાંધીનગર ના રાંધેજા રેલ્વે સ્ટેશનમાં ઓફિસ માં જોયેલ હતુ. વર્ષોની યાદ આ ફોટો જોતા તાજી થઇ.
ReplyDeleteખજિત