અહીં મુકેલો ફોટો છેલ્લા ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે. 'રાષ્ટ્રપિતાની અંતિમ ક્ષણ' જેવું ભ્રામક મથાળું ધરાવતો આ ફોટો કોઇ મરાઠી અખબારમાં અચ્છીખાસી નાટકીય ફોટોલાઇન સાથે, 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર' તરીકે પ્રગટ થયો હશે, એવું આ કટિંગ પરથી જણાય છે. ફોટોલાઇનમાં આપેલી સ્ટોરી પ્રમાણે, મુંબઇની ગિરગામ ચોપાટી પર કોઇ જબ્બાર ખાન ટેલરની દુકાને આ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે છાપાના પ્રતિનિધીએ મહાપ્રયાસે હાંસલ કરી છે. આ તસવીર 1948ના કોઇ અંગ્રેજી છાપામાં છપાઇ હોવાનો દાવો પણ ફોટોલાઇનમાં કરવામાં આવ્યો છે. જબ્બારખાન ટેલરની -અને સરવાળે તસવીરની-વિશ્વસનીયતા ઉભી કરવા માટે જબ્બાર ખાનને કેટલાક જાણીતા નેતાઓ તરફથી મળેલાં પ્રશસ્તિપત્રો મળ્યાં હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
તો પછી ફોટોમાં વાંધો શું છે?
બે વાંધા મુખ્ય અને તરત ધ્યાન ખેંચે એવા છે. 1) નથુરામ ગોડસેનો દેખાવ આવો ન હતો 2) પાછળ ઉભેલા લોકો ગાંધીહત્યા જેવો પ્રસંગ આમ ખેલતમાશો જોતા હોય તેમ ન જોઇ રહે.(orginial photo of Nathuram Godse)
તો પછી આ ફોટો શાનો અને કોનો છે?
હવે નીચેના બન્ને ફોટા જુઓ. ડાબી બાજુના 'દુર્લભ' ફોટોની ક્વોલિટી ખરાબ છે. એટલે ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. છતાં ચહેરાની રેખાઓ અને ખાસ તો કપાળ પર આવેલી વાળની લટ જુઓ અને પછી જમણી બાજુના ફોટા સાથે સરખાવો. જમણી બાજુનો ફોટો જર્મન અભિનેતા Horst Buchholz નો છે. તેમણે Nine Hours to Rama નામના સ્ટેન્લી વોલ્પર્ટના પુસ્તક પરથી 1963માં બનેલી એ જ નામની અંગ્રેજી ફિલ્મમાં નથુરામ ગોડસેની મુખ્ય ભૂમિકા કરી હતી.
Nine Hours to Rama ગાંધીજીની હત્યા પહેલાંના નવ કલાકનો ઘટનાક્રમ આલેખે છે. રસિક મિત્રો આ લિન્ક પરથી આખી ફિલ્મ મફત જોઇ શકે છે.
સારઃ 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર'ના ચેઇન મેઇલનો સમાવેશ પણ 'ભારતનું રાષ્ટ્રગીત યુનેસ્કો દ્વારા સર્વશ્રેષ્ઠ જાહેર થયું' એ પ્રકારના 'ધુપ્પલ' માં જ ગણી લેજો અને લોકોને ફોરવર્ડ કરશો નહીં. અને આવું બધું જુઓ ત્યારે તેને માની લેતાં પહેલાં બે વાર વિચાર કરજો.
આ લિન્ક પર ટુકડામાં મુકાયેલી આખી ફિલ્મના 13મા ભાગમાં ગાંધીહત્યાનું દૃશ્ય છે. મઝાની વાત એ છે કે 'ગાંધીહત્યાના દુર્લભ ચિત્ર' માં જે દૃશ્ય દેખાય છે, તે ફિલ્મમાં જોવા મળતું નથી. સંભવ છે કે તે ફિલ્મમાં એડિટ થઇ ગયું હોય અથવા આ ફોટો ફક્ત સ્ટીલ ફોટો તરીકે લેવામાં હોય. જે હોય તે, પણ ફોટોમાં દેખાતું દૃશ્ય આ જ ફિલ્મનું હશે એવું 99 ટકા ખાતરી સાથે કહી શકાય એમ છે.
ખાતરીનાં બે કારણઃ 1) નથુરામની લટ 2) ફોટામાં અને ફિલ્મના સ્ટીલમાં નથુરામના ખભા પાછળ દેખાતી બે સ્ત્રીઓના ચહેરા વચ્ચેનું સામ્ય.
ખાતરીનાં બે કારણઃ 1) નથુરામની લટ 2) ફોટામાં અને ફિલ્મના સ્ટીલમાં નથુરામના ખભા પાછળ દેખાતી બે સ્ત્રીઓના ચહેરા વચ્ચેનું સામ્ય.
બે વિશિષ્ટ આડવાતઃ
- Nine Hours to Rama પુસ્તક અને ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત હતાં. (કદાચ હજુ હોય તો કહેવાય નહીં.)
- ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર, 'અછૂત કન્યા' જેવી ફિલ્મોનાં ગીત લખનાર ત્રીસીના દાયકાના મશહૂર ગીતકાર જે.એસ. (જમુનાસ્વરૂપ) કશ્યપ 'નાતવાં'એ ભજવ્યું હતું. ફિલ્મમાં જયરાજ, ડેવિડ, અચલા સચદેવ જેવા હિંદી કલાકારો પણ હતા.
સારઃ 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર'ના ચેઇન મેઇલનો સમાવેશ પણ 'ભારતનું રાષ્ટ્રગીત યુનેસ્કો દ્વારા સર્વશ્રેષ્ઠ જાહેર થયું' એ પ્રકારના 'ધુપ્પલ' માં જ ગણી લેજો અને લોકોને ફોરવર્ડ કરશો નહીં. અને આવું બધું જુઓ ત્યારે તેને માની લેતાં પહેલાં બે વાર વિચાર કરજો.
હા સાચી વાત છે. ઘણા સમય પેલા આ મેઈલ તો આવેલો. ફોટો જોતા જ શંકા પડી કે ગાંધીજી ની હત્યાને નામે કૈક ગોલમાલ છે. આજે તમે આ રીતે ફોટા દ્વારા વધુ એક વખત થઇ રહેલી ગાંધી હત્યાને ઉજાગર કરી છે.
ReplyDeleteGood article...
ReplyDeleteઅને રહી વાત ફોરવર્ડ કરવાની તો લોકો આડેધડ ફોરવર્ડ કરીને બીજાને હેરાન કરતા જ હોય છે...!!
even વર્ષો જૂના મિત્રો social networking ના માધ્યમથી પાછા મળે ત્યારે પહેલું કામ મોબાઈલ નંબર કાં તો મેલ આઈ-ડી માંગીને ધડ-માથા વગરના મેસેજીસ અને મેલ્સ કરવાનું કરતા હોય છે !! ખબર નહી આપણા લોકોમાં e-mail and mobile ettiquets ક્યારે આવશે !!
- Tushar Acharya
હું આ link મારા sender ને મોક્લીસ. જેથી ગેરસમજ વધારે ફેલાતી અટકે.
ReplyDeleteઅભાર .
superb....i like it very much . it gives me lots of amazing feelings.
ReplyDeleteઉર્વિશસર, આમ તો આજના નેટીઝન કંઇક વિશેષ કરવના મુડમાં અગડંબગડં ચલાવતા જ રહે છે, અને તેમાં આવા ગતકડાં પણ મુકતા રહે છે, મઝાની વાત ત્યારે બને છે કે આવા ગતકડાં થી પંડિત બની બેઠેલા કયારે ય સાચી વાત સમજવાની ક્ષમતા ધરાવતા નથી હોતા, અને આવી બાબતોનો કુપ્રચાર કરતા રહે છે, આપે ખરેખર અભ્યાસપૂર્ણ વિગતો સાથે જે પર પ્રકાશ પાડ્યો છે તે મહત્તમ પ્રસાર કરવો એ હવે ફરજ બને છે.
ReplyDeleteમિત્ર ઉર્વીશભાઈ ('મિત્ર' આગળ 'પ્રિય' કેવું લાગે?) ,
ReplyDeleteકુશળ હતા / છો / હશો,
ગાંધીહત્યા પૂર્વેની છેલ્લી ક્ષણોની કહેવાતી આ પહેલી છબી વિશે,ગઈ કાલે આપની સાથે રૂબરૂ વાત થઈ ત્યારે,
મને એટલી તો ખાતરી હતી જ કે આ છબીનું 'સત્ય' આપના બ્લોગ ઉપર પ્રગટ થશે જ.આથી,આજે સવારે
આઠની આસપાસ આપનો બ્લોગ ઉઘાડ્યો અને નિરાશ ન થવામાં સફળ રહ્યો. વિશ્વશાંતિમાં માનતો હોવા છતાં
આપના પ્રયત્ન અને બ્લોગત્વને એકવીસ તોપની સલામ ! મને આ તસવીર મોકલનાર અધ્યાપક મિત્રને પણ
આપના લખાણની વીજાણુ કડી (એટલે નવી ગુજરાતી ભાષામાં કહીએ તો 'બ્લોગ-લિંક' !) સુલભ કરાવી દીધી છે.
જેને કારણે ગાંધી વિશેનું એક જૂઠ તો વૈશ્વિક બનતાં અટકે.
જગ હોય કે બ્લોગ,આપણે ગમતાંનો કરીએ ગુલાલ અને ન ગમતાંનો કરીએ જુલાબ!
અશ્વિન
fantastic piece of history or rather non-history!! should i say
ReplyDeleteUrvishbhai.lokone sachi vat janva karta khoti vat felavvama vadhu ras padto hoy chhe,aa manavswabhavni nablai chhe.sauthi pahela mane j khabar hati,aevu kehvama manasno ahankar santosato hoy chhe.tame afvayatrama puncture karyu,ae gamyu.internet ae aashirvad to chhe j,pan aeno saharo laine gapgola fenkay tyare aeni aa maryadane olakhvi j rahi.dar vakhatni jem j kaik navu janva malyu.
ReplyDeleteઝાંસીની રાણી વિશે પણ આવો જ કોઇ ફોટોગ્રાફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે આજકાલ:
ReplyDeletehttp://blogs.rediff.com/4alleternity/2009/11/23/original-photograph-of-rani-laxmibai-of-jhansi/
કોઇ આમાં તથ્ય છે કે કેમ તે બતાવી શકે તો આનંદ થશે. ઉર્વીશભાઇ?