એવાં સૌના લાભાર્થે અહીં કેટલાંક સમીકરણો આપ્યાં છું. એ સમીકરણોમાં જાણે-અજાણે માનતા હોય એવા લોકો 'ચર્ચા'ની તસ્દી નહીં લે, તો બન્ને પક્ષે લાભ થશે.
એવાં કેટલાંક સમીકરણઃ
ભ્રષ્ટાચારનો વિરોધ = બાબા રામદેવની તરફેણ
બાબા રામદેવની ટીકા = સરકારની તરફેણ = ભ્રષ્ટાચારના વિરોધનો વિરોધ
અન્ના હઝારેની ટીકા = ભ્રષ્ટાચારીઓની તરફેણ
ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા = ગુજરાતની ટીકા = કોંગ્રેસની તરફેણ
કોંગ્રેસની ટીકા = ભાજપની તરફેણ
પ્રજાલક્ષી કે વંચિતલક્ષી વાત = ડાબેરી વલણ
ચર્ચા = મુદ્દાથી ફંટાઇને થતી આડેધડ ફેંકાફેંક
બાકી તો, તમારી મરજી.
wah! ચર્ચા = મુદ્દાથી ફંટાઇને થતી આડેધડ ફેંકાફેંક!
ReplyDeleteખોટા સિક્કા અને ફાટેલી નોટોનું થોડુંવત્તું ચલણ તો રહેવાનું ઉર્વીશભાઈ
ReplyDelete.
ઉર્વિશભાઇ :
ReplyDeleteઆભાર,....
કદાચ આપનો ગર્ભિત ઇશારો મારા જેવા લોકો પ્રત્યેજ હશે એવું ધારી ને આગળ વાત કરુ છું.
જે સમીકરણો આપે આપ્યા તે બધાને લાગુ પડે છે. એક નો વિરોધ એટલે બીજા ની તરફ઼ેણ એવું તો ના જ હોય. પણ માણસ નું એક "ક્લીઅર સ્ટેન્ડ" તો હોવું ઘટે.
આપનો અંગત વિરોધ નથી. બસ એક ચોક્કસ પ્રકાર નાં લોકો ને છાવરવાનો તથા એક ચોક્કસ પ્રકાર ના લોકો ને બદનામ કર્યા કરવાનો વિરોધ છે. બધા ના સારા નરસા પાસા હોય છે. આપ માટે વ્યક્તિવિશેષ મહાન છે, મારા જેવા લોકો માટે મુદ્દો મહાન હોય છે.
ફ઼રી થી... આભાર...
ભાઇ દર્શિત,
ReplyDeleteતમને નથી લાગતું કે બઘું બહુ ધારી લેતાં પહેલાં, એની ખરાઇ પણ કરવી જોઇએ?
મારે તમને કહેવું હોય તો આ કમેન્ટની જેમ હું નામજોગ કહી જ શકું છું. એટલે, એ બાબતે તમે આશ્વસ્ત રહેજો અને મારાં લખાણોમાં ગર્ભિત ઇશારા શોધવાની મહેનત કરશો નહીં.
બીજું, ‘તમારા માટે મુદ્દો અને મારા માટે વ્યક્તિવિશેષ મહાન છે’ એવી ધારણા તમે કેવી રીતે બાંધી એ હું જાણતો નથી, પણ તમારી મારા વિશેની મોટા ભાગની ધારણાઓની જેમ આ ધારણા પણ ખોટી છે. આવાં બધાં આત્યંતિક/સ્વીપિગ સ્ટેટમેન્ટ ફેંકતાં પહેલાં થોડો વિચાર કરવો જોઇએ. તમારા જેવા મિત્રોને કદાચ ફેસબુક જેવા માઘ્યમની છેતરામણી સહજતાને કારણે એ સમજાતું નથી. પણ મારી વાત વિશે વિચારી જોશો.
- અને હા, મારા વિશેના ઉછીના અભિપ્રાયો વાંચવામાં મને કશો રસ નથી. તમારે મુદ્દાસર જે કહેવું હોય તે કહેજો અને હું ચર્ચા નથી જ કરવાનો, એવી ઉછીની છતાં દૃઢ પ્રતીતિ તમે ધરાવતા હો, તો પછી આપણી વચ્ચે ચર્ચાનો કોઇ મુદ્દો કે ભૂમિકા રહે છે?- અને મારે આ જવાબ લખવાની પણ કશી જરૂર હોત?
ઉર્વીશ
આભાર ઉર્વિશભાઇ,
ReplyDeleteહા , હું સ્વિકારીશ કે મારા મન માં એવી ગ્રંથી છે કે તમે ચર્ચા થી દૂર ભાગો છો, મને જે અનુભવાયું તે કહ્યું. આ બાબત માં હું ખોટો હોંઉ તો મને વધારે ગમશે. કારણ કે બની શકે એવી કોઇ વાત હોય જે હું ના જાણતો હોંઉ અને એકતરફ઼ી વિચારતો હોંઉ. ચર્ચા થાય તો હું તૈયાર જ હોંઉ છું, આપ મને બંધ મગજ નો સ્વામી ના સમજશો.
જરૂર પડ્યે ફ઼ેસબૂક માં આપની સાથે મુદ્દાસર ચર્ચા કરીશ. આપ વડીલ મિત્ર તરીકે ચર્ચા માં ભાગ લેશો એવી આશા સહ...
દર્શિત.
ભાઇ દર્શિત,
ReplyDeleteહું ચર્ચાના ઓઠા હેઠળ થતી આપવડાઇ- ચાવળી સ્માર્ટનેસ-પૂર્વગ્રહોની ફેંકાફેંક વગેરેથી દૂર રહેવા પ્રયાસ કરું છું- અને બન્ને વચ્ચેનો ફરક નહીં સમજનારા લોકોને આટલું સમજાવવાની પણ જરૂર જોતો નથી કે તસ્દી લેતો નથી. (એને કોઇ ‘ચર્ચાથી દૂર ભાગવું’ ગણે તો એમ સહી. ) એમની ‘મેન્ટલી/સાયકોલોજીકલી ચેલેન્જ્ડ’ અવસ્થા એમનો પ્રોબ્લેમ છે. એમના પ્રત્યે હોય તો સહાનુભૂતિ હોય. ચર્ચા કેવી?
ઉર્વિશભાઇ,
ReplyDeleteહું ફ઼રી થી કહું છું. મુદ્દાસર અને પુર્વાગ્રહ રાખ્યા વગર, કોઇ મુદ્દે કોઇ વાચક અજાણ હોય તો તેને સમજણ પાડી અને આપના કહેવાનો ચોક્કસ ભાવાર્થ સમજાવવો એ પણ એક જાત ની ચર્ચાજ છે ને,..!! હા પછી એ કોઇ પરિણામ ના આવે અને તમે ચર્ચા કરવાનું માંડી વાળો તો તેમાં વાંધો ના ઉઠાવી શકાય. પ્રશ્નો અને પ્રતિપ્રશ્નો એ ચર્ચાનો ભાગ છે. મને નથી સમજાતું કે હા માં હા કરવી એજ ચર્ચા કહેવાય?
આપની માન્યતા મારા પ્રત્યે જે હોય તે, પરંતુ હું આપનો વાંચક છું અને એક અન-બાયસ્ડ ક્રિટિક પણ ખરો જ. જો આપને હું બાયસ્ડ લાગતો હોંઉ તો તે આપનું અંગત મંતવ્ય હોઇ શકે.
દર્શિત.
ભાઇ દર્શિત
ReplyDelete'અજાણ' અને સમજવા માગતા વાચકોએ આરોપની ભાષામાં વાત કરવાની ન હોય. પૂર્વગ્રહના માથે લાલ લાઇટો થતી નથી. એ ભાષામાંથી પરખાઇ જાય છે. તમારા જેવા મિત્રો મારે શું કરવું જોઇએ એ બાબતે જેટલા સભાન હોય છે, એટલા પોતાની ભાષા- અને એમાંથી છલકાઇ ઉઠતા પૂર્વગ્રહો- વિશે નથી હોતા. અહીં તમે એવું કહી શકો કે 'અમે લેખક નથી.' પરંતુ સૌજન્યપૂર્ણ ભાષા લખવા માટે લેખક હોવું જરૂરી નથી.
આગળ જણાવ્યું તેમ, મને તમારી સામે શો વાંધો હોય? પણ તમારા (ફેસબુક પર કરેલા) આરોપો અને મારા માટેનાં વિશેષણો હું શાંતિથી વાંચી લઉં અને પછી હોંશે હોંશે તમને ખુલાસા પ્રકારના જવાબ આપતો ફરું, એવી અપેક્ષા તો તમે મારી પાસેથી ન જ રાખી શકો. અને રાખો તો એ હું પૂરી પણ ન કરું.