પેટ્રોલના દરેક ભાવવધારાની જાહેરાતની સાંજે પમ્પ પર લાઇનો જોઇને મને થાય કે આ લોકો એમ કેટલું પેટ્રોલ પુરાવી લેશે? અને કેટલા રૂપિયા બચાવી લેશે? બચત કરવી-રૂપિયાની કિંમત સમજવી એ સારો ગુણ છે. તેને માન આપવું ઘટે, પણ આ લાઇનોમાંના કેટલા ખરેખર પેટ્રોલનો હિસાબ ગણતા હશે? (ખાસ કરીને કારમાલિકો) અને કેટલા 'ખાળે ડૂચા, દરવાજા મોકળા' ટાઇપના હશે? વાહન ચલાવવાની લોકોની રીત સુધરે તો વાહનની એવરેજ સુધરે અને ઠીક ઠીક બચત થઇ શકે. પણ એમાં બચતની 'કીક' ન આવે. કારણ કે એ અદૃશ્ય અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. એના સીધા ફાયદા દેખાતા નથી. ભાવવધારાની પૂર્વસંધ્યાએ એકસામટું પેટ્રોલ ભરાવીને કરેલી બચત રોકડી ગણી શકાય છે. એવી બચત કરવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની અને સમયનો ભોગ આપવાની પણ એક મઝા હશે.
બચતવીરો આ અંગે પોતાના અનુભવો જણાવી શકે છે...
વાહ ઉર્વીશભાઈ વાહ..... ઉત્તમ વિચાર....
ReplyDeleteપણ આજ લાઇન સંસદ ની બહાર લગાવવા માં આવે તો કદાચ ભાવ વધારો પાછો લેવાય એમ ના બને.....