પહેલી નજરે ઊંદર પકડવાના ઊંદરીયા/માઉસટ્રેપ જેવી લાગતી આ પ્રાગૈતિહાસિક ચીજ ૧.૪૪ એમ.બી.ની ફ્લોપી મુકવાનું બોક્સ છે, એ તો જાણે કે ફોટામાં સ્પષ્ટ દેખાય જ છે. જેમાં એક ગીત પણ ન સમાઇ શકે એવી આ ફ્લોપીને વળી આવાં લાલનપાલન શા માટે? ફાઇલો મુકવા માટે ગોદરેજનો ઘોડો કે કબાટ વસાવ્યાં હોય, તેમ ફ્લોપીને જાળવવા માટે તાળા-કુંચીવાળાં બોક્સ ખરીદવાનાં!
‘ઇસ ભોજન પે દ્વાદશ ટીલાં’ એવી કહેવત જો કે ૧.૪૪ની ફ્લોપી સાથે કામ પાડી ચૂકેલા લોકોને બિલકુલ નહીં યાદ આવે. કારણ કે આ જ ફ્લોપીની અનંત હારમાળામાંથી વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડતી હતી. આ ફ્લોપી પોતાનું નામ ઉજાળે એવી, ખરેખરી ફ્લોપી હતી. તેનો મિજાજ ક્યારે અને કયા કારણથી વણસે એ કહેવાય નહીં. એટલે દસેક વર્ષ પહેલાં ‘સંદેશ’માં મારી કોલમનું મેટર હું ઘરેથી લખીને આવી બે-ત્રણ ફ્લોપીમાં લઇ જતો હતો. છતાં એક વાર એવું બન્યું હતું કે ત્રણમાંથી એકેય ફ્લોપી ન ખુલતાં મારે ઘરે ફોન કરીને, પત્નીની મદદથી ટેલીફોન પર આખું મેટર ફરી લખવું પડ્યું હતું.
આ ઊંદરીયાછાપ પાંજરાનો હજુ પણ ડિજિટલ ચીજો માટે ઉપયોગ કરવો હોય તો મોબાઇલ ફોન, ડિજિટલ કેમેરા, ટચૂકડાં મ્યુઝિક પ્લેયર, પેન ડ્રાઇવ જેવી ૧.૪૪ એમ.બી.થી અનેક ગણી વધારે ક્ષમતા ધરાવતી ચીજો મૂકવાના કબાટ તરીકે તેને વાપરી શકાય.
Latest technology give all message of unpredictable devices, basically computer idea derived from Chinese Mela-Shop, a single-man handling large shop for his various customers. (Giga Byte, GIGO = garbage in garbage out.)
ReplyDeleteSimilarly, unpredictable things we allow every day in the field of Education, family, society, social-science, economy, politics at cost of silence.
A Big question: Why we allow every thing unpredictable experience.
J.A. Mansuri
Media Cell
(Monitoring Issues Affect & Develop Society)
E: media.jihaw@gmail.com
મારા પ્રથમ કમ્પ્યુટરમાં એમ એસ ઓફીસ 4.3 ઇન્સ્ટોલ કરવા માટે ૧.૪૪એમબી ની ૩૧ ફ્લોપી લાવ્યો હતો ને ૩૦મી ફ્લોપી અટકીને ઉભી રહી હતી. હવે તો આ બધી જૂની વસ્તુઓ ભંગારમાં જાય તો જાય, બાકી આપ કહો છો તેમ નવી ચીજો માટે કબાટ તરીકે વાપરીએ.
ReplyDelete