કારણ કે દલિત મહોલ્લામાં જઇને ભજન કરનાર, 'વૈષણવજન તો તેને રે કહીએ'ના રચયિતા નરસિંહ મહેતાની સદીઓ પછી અને એ ભજનને રાષ્ટ્રીય દરજ્જો આપનાર ગાંધીજીના અનેક પ્રયાસ પછી પણ, 'યુવા વૈષ્ણવાચાર્ય' જીવનસાથી સંમેલનમાં ભાગ લેવા માટેની લાયકાતમાં લખે છે
બ્રાહ્મણ, વણિક, પટેલ તથા વૈશ્ય જ્ઞાતિ
આ મહારાજને કે તેમના ચેલાઓને ખબર છે કે ભારતમાં બંધારણ જેવી કોઇ ચીજ છે? ભારતમાં બાવાઓને બંધારણ સાથે લેવાદેવા હોતી નથી. મૂળે બહુમતિ પ્રજાના બંધારણમાં ગરબડ હોય તો દેશના બંધારણને શું ધોઇ પીવાનું? અને પ્રજાના બંધારણમાં ગરબડ ન હોત તો આ બાવાજી આમ છડેચોક માત્ર ને માત્ર 'શુદ્રો'ને બાકાત રાખતાં હોર્ડિંગ મૂકી શક્યાં હોત?
આ હોર્ડિંગ માટે જવાબદાર લોકો પર પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ કેસ શા માટે ન થવો જોઇએ? અને શા માટે એ લોકોની જામીન ન મળે એ રીતે ધરપકડ ન થવી જોઇએ? દલિતોને બીજી કેટલી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેની સરખામણીમાં આ ભેદભાવ કેટલો ક્ષુલ્લક છે એવા ઉપદેશ મને આપવાની જરૂર નથી. એ હું 'દલિતશક્તિ' માસિકના સંપાદક તરીકેની છ-સાત વર્ષની કામગીરીને લીધે બરાબર જાણું છું.
'જ્ઞાતિવાદ જેવું હવે ક્યાં કશું રહ્યું જ છે' એવું માનનારા ઘણા સ્નેહી-મિત્રોને મારું વલણ કે પ્રતિક્રિયા આક્રમક અથવા આત્યંતિક લાગી શકે છે. ભલે લાગતી. મારે તો આ હોર્ડિંગ વિશે એમની પ્રતિક્રિયા જાણવી છે અને આ હોર્ડિંગ વાંચ્યા પછી તેમની ઠાવકાઇ કેટલી હદે ટકી રહે છે એ જોવું છે.
'બાવાજીએ આવું ન કરવું જોઇએ અને મારે આવી આકરી પ્રતિક્રિયા ન આપવી જોઇએ' એવી સૂફિયાણી યુનોવાદી વાતો લખવાને બદલે, જે ન કરવું જોઇએ તે કરવા બદલ શું સજા હોવી જોઇએ, એ પણ લખવા આગ્રહ છે.
આ બાવાઓ પોતે 'વલ્લભકુળ'નાં સંતાનો હોવાનું મિથ્યા ગૌરવ લે છે (જે કેવળ યોગાનુયોગ છે), જ્યારે તેમનું કુળ જેમના નામથી ઓળખાય છે એ વલ્લભાચાર્યે છેક પંદરમી-સોળમી સદીમાં શુદ્રોના મંદીરપ્રવેશની હાકલ કરેલી.વડોદરા કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીમાં 'વલ્લભકુળનાં સંતાનો' સંબંધિત પક્ષના ઉમેદવારને આશીર્વાદ આપતા હોય એવી જાહેરખબરોય અખબારોમાં છપાયેલી. આમાં શું સમજવાનું? આસારામ જેવા ખુલ્લી ગુંડાગીરી કરનારને કંઇ ન થતું હોય, તો આ 'યુવા બાવા'નો ગુનો પ્રમાણમાં સાત્વિક ગણાય. પોતાનો મોટો ફોટો હોર્ડિંગ પર જોવાના મોહમાં ભૂલથી એ વાત લખાઇ ગઇ, જે સૌના મનમાં રમતી હતી. હશે,'ઇશ્વર તેમને કદી માફ ન કરે, કેમ કે તેમને સારી રીતે ખબર છે કે પોતે શું કરી રહ્યા છે.'
ReplyDeleteInteresting catch.
ReplyDeletemr anonymous,
ReplyDeleteyou can't run away like this.
you have to make your opinion known so that people can know how skin-deep is your sutras of 'vasudhaiva kutumbkam' and how intreched is your casteism.
be bold and honest and frank to take up the the blogger's challenge - i reproduce hereunder for your easy pondering and rejoinder :
'જ્ઞાતિવાદ જેવું હવે ક્યાં કશું રહ્યું જ છે' એવું માનનારા ઘણા સ્નેહી-મિત્રોને મારું વલણ કે પ્રતિક્રિયા આક્રમક અથવા આત્યંતિક લાગી શકે છે. ભલે લાગતી. મારે તો આ હોર્ડિંગ વિશે એમની પ્રતિક્રિયા જાણવી છે અને આ હોર્ડિંગ વાંચ્યા પછી તેમની ઠાવકાઇ કેટલી હદે ટકી રહે છે એ જોવું છે.
'બાવાજીએ આવું ન કરવું જોઇએ અને મારે આવી આકરી પ્રતિક્રિયા ન આપવી જોઇએ' એવી સૂફિયાણી યુનોવાદી વાતો લખવાને બદલે, જે ન કરવું જોઇએ તે કરવા બદલ શું સજા હોવી જોઇએ, એ પણ લખવા આગ્રહ છે.
i will then write you about deliberations on a seminar on ATROCITIES ACT recently concluded at gujarat vidyapeeth.
India is facing so many problems today and if one can not contribute solving them, one should not add more or provoke people to add more.
ReplyDeleteOpportunism should be avoided in India and ir-respective of race, religion, caste. It is duty of all caste to help others who are in need...
Just because someone is born with ABC surname and not XYZ surname, he/she should not be allowed to enter colleges at lower grades. It is written in India's constitution to treat people differently and then some people expect equal treatment.
I have seen how reservation is affecting upper caste people and decided to leave country so that my next generation does not go through the same, I can see the frustration of those who are not able to do so and unless upper and lower caste people work together situation will get worse... India need to be divided in two countries... Dalitistan and Non-Dailitistan
God bless India
@hardik desai: just for your info. India has already been divided. Have you seen dalit mohallas along with non-dalit mohallas anywhere? there are so many other issues but your reservation-stuck approach is too short to have grasp of that reality.
ReplyDeleteonly request: don't quote constitution, just like that. you don't seem to know its basic premise.
On this complexed issue appetite and diet capacity through different parameters of religion, society, judiciary, administration, equality differs on ground.
ReplyDeleteIf, any parameter/s as above are experienced with honesty, might lead to third-force, which could play a healthy equation for equality.
Muslim should share equal responsibilty for sharing, for remedy, rather than allowing ping-pong of their issues.
Media Cell
(Monitoring Issues Affect & Develop Society)
JIH, Ahmedabad West.
Dear Hardik,
ReplyDeletePlease pick up any newspaper (English or Gujarati)and see the matrimonial pages/supplements. Matches are preferred not only within preferred caste but even specific sub-caste is also mentioned. 'Caste no bar' will be a rare sight in the 'first' marriage advertisement. It is wide-spread, everyday example of how 'divided' our country is in terms of caste/sub-caste/sub-sub-caste. Unfortunately, people/organisations who are 'more Hindu' than other Hindus have never bothered to talk about such structural problems. So-called upper castes only talk about 'brotherhood' and 'nationalism' when they think about 'reservations'.
Unfortunately, Casteism is not only within Hinduism, there are 'Dalit Churches' in Kerala different from the 'upper-caste churches' and people who clean Heathrow airport even today are the 'Dalits' within the Shikh community. We take our problems with us globally!
'જ્ઞાતિવાદ જેવું હવે ક્યાં કશું રહ્યું જ છે' એવું માનનારા ઘણા સ્નેહી-મિત્રોને મારું વલણ કે પ્રતિક્રિયા આક્રમક અથવા આત્યંતિક લાગી શકે છે.
ReplyDeleteકબુલ.. કબુલ..
વડોદરામા આવા જાતભાતના તિકડમો ચાલતા રહે છે, જેનું મુખ્ય કારણ બે ગાદી વચ્ચેની હરિફાઈ છે. આ ફોટામાં દેખાતા ઈસમની માફક દરેક પપૂધધુ "દિખતા હૈ વો બિકતા હૈ"ના માર્કેટિંગના સિધ્ધાંતને બરાબર જાણે છે. આવા મહારાજસાહેબો અખબારોમાં તેમની તસવીરો અને સમાચારો છપાતા રહે એ માટે કેવા કેવા પ્રલોભનો આપી શકે છે તેનો હું સાક્ષી છું અને એટલે જ મને આ તિકડમથી આઘાત નથી લાગતો.
તમે અહીં સ્પષ્ટ ચૂકાદો આપવાનો આગ્રહ રાખ્યો છે અને "'જ્ઞાતિવાદ જેવું હવે ક્યાં કશું રહ્યું જ છે" એવી દલીલ કદીક મેં પણ કરી છે એટલે મારો ચૂકાદો સ્પષ્ટ જ કહીશ.
આ ભાઈને એક આખું વર્ષ માત્ર દલિતો માટે જ સેવાકાર્યો કરવાની ફરજ પાડવી જોઈએ.
(પણ મને ખાતરી છે, એક વર્ષ પછી ય એ હોર્ડિંગ તો આવું જ લગાડશે!)
- ધૈવત ત્રિવેદી
પ્રિય ધૈવત,
ReplyDeleteતમે આવું કહ્યું હતું, પણ આવું કહેનારા તમે એકલા નથી. બલ્કે, તમે તો બહુ પછીથી મળ્યા છો:-)
આ મુદ્દે વધુ વાત કરવાની- જાણવાની-ચર્ચા કરવાની તમારી જેન્યુઇન ઇચ્છા વિશે પણ હું જાણું છું અને તેનો આનંદ છે.
જાગો મેરે દલિત શેર ઔર બગાવત ખડી કર દો - ભગતસિંઘ
ReplyDelete'વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે'પદની પ્રથમ પંક્તિમાંના શબ્દ 'પીડ'માં જ કવિતા પડેલી છે. બાકી, પછી તો યાદી છે. નરસિંહ મહેતાના મતે જે પરાઈ પીડ જાણે તે બધા વૈષ્ણવ કહેવાય.
ગાંધીજીના કારણે આ પદ વિશ્વખ્યાત થયું છે. દક્ષિણ આફ્રિકાના 'સત્યાગ્રહના ઇતિહાસ'માં તો નોંધાયું છે કે ત્યાં જૂદા જૂદા ધર્મના લોકો મુસલમાનજન તો તેને રે કહીએ, પારસીજન તો તેને રે કહીએ, ખ્રિસ્તીજન તો તેને રે કહીએ, તેમ મનને ગમે તેમ પ્રાર્થનામાં ગાતાં. બીજાની પીડ જાણે તે જ સાચો મુસલમાન, પારસી, ખ્રિસ્તી કે વૈષ્ણવ કહેવાય, તેવો બોધપાઠ આ પદમાં અપાયો છે.
આટલી લાંબી કવિતાચર્ચા કરવાનો આશય બિલકુલ નહોતો. પરંતુ પોતાને વિરાટ વૈષ્ણવ ગણાવતા લોકો નરસિંહ મહેતાના મતના ધોરણસરના વૈષ્ણવ પણ નથી.
મહાનગરોમાં ઠેકઠેકાણે આટલા મોટા હોર્ડિગો દ્વારા જાહેરમાં જ્ઞાતિઆધારિત સંકુચિત માનસિકતાની જાહેરાતો થતી હોય ત્યારે પણ આપણને એમ લાગે કે 'હવે ક્યાં જ્ઞાતિવાદ રહ્યો છે' તો આપણે લાજી મરવું જોઈએ. દલિતોદ્ધાર તો ન કરી શકીએ પણ કમસે કમ સાચી વાત સ્વીકારવાની ખેલદિલી તો બતાવી શકીએ ને!
અનામતને કારણે દલિત વિરોધી થઈ ગયેલાં અને અનામતની વિરુદ્ધમાં ઝંડા લઈને ફરતા, કારકિર્દીની સાપસીડીમાં અહોરાત મશગુલ એવા પોતાને અન્યાય થયાંનાં ગાણાં ગાય ગાયને જીવ બાળ્યા કરે છે. પરંતુ લોહીમાં પડેલા ને બંધ મગજમાં વિકાસ પામેલા જ્ઞાતિસંસ્કારને નસ્તેનાબૂદ કરીને દલિતોને સામાજિક ન્યાય મળે તેવા પ્રયત્નો કરવા બાબતે તેઓ બિલકુલ બેતમા છે. સાચું કહું તો તેઓ અડીને અભડાવા માગતા નથી. દલિતોને તેમના દલિતપણાંને કારણે કેટલો લાભ ને કેટલાગણો ગેરલાભ થાય છે તે તો જૂદી જ ચર્ચાનો વિષય છે.
આંબેડકરે જેમ જાહેરમાં મનુસ્મૃતિને બાળી હતી, તેમ દલિતો આવાં હોર્ડિગો ને આવીતેવી જાહેરાતો ને પ્રચારોની હોળીઓ કરવી પડશે. આ બાબતે બિનદલિતોને ડાહપણની દાઢ ન ફૂટે ત્યાંસુધી તો સંવાદ શક્ય જ નથી.
જ્ઞાતિવાદ કે અસ્પૃશ્યતાને ભારે સંઘર્ષ કરીને પણ દલિતોએ જ તેને આગળ વધતી અટકાવવી પડશે. સામાજિક ન્યાય માટે માથું ફોડાવવાની તૈયારી દલિતોએ જ રાખવી પડશે. આ જંગ બિનદલિતોના હ્રદયપરિવર્તનના ભરોસે બેસી રહેવાથી જીતી શકાશે નહીં. આપણે આપણા ભરોસે જ ચાલવું પડશે...
-Kika
http://kikasakari.blogspot.com/
waat aabhadchhet ni ja 6 U. Sir,
ReplyDeleteto 1 dalit computer software engineer ni ja waat ahi muku?
savji
Let us ponder with rationality, passion to solve our (single Indian plural-society) own crisis with mind-boggling, physical and other resources.
ReplyDeleteThrough such blog article would lead to sincere academic discussion for Chair of Understanding in any University for creating healthy Indian society with & without deference.
Else, rhetoric, might lead nowhere.
Jabir
વૈષ્ણવકુળના બાવાઓએ વલ્લભ સંપ્રદાયનું નામ બોળવામાં કંઈ બાકી રાખ્યું નથી. નરસિંહ મહેતા એમને યાદ આવતા હશે કે કેમ એ સવાલ છે. જેમના સ્વરાજ આંદોલનને પ્રતાપે આ બાવાઓ આજે છુટ્ટા હરી-ફરી અને ચરી શકે છે તે વૈષ્ણવજન ગાંધીજીની તસવીર આજે ભારતની ચલણી નોટ પર છપાય છે. હવેલી મંદિરમાં સાંજ પડે ગાદી અને ગલ્લો જમાવીને બેસતા આ બાવાઓના ટાંટિયા (સોરી પગ - ચરણ) પાસે કમ અક્કલ ભક્તો એજ ચલણી નોટો ઠાલવે છે. ધન - સંપત્તિની દેવી લક્ષ્મી અને રાષ્ટ્રપિતા ગાંધીજીનું આવું અપમાન રોજે રોજ અસંખ્ય મંદિરના ગાદીપતિઓ કરે છે. વૈષ્ણવકુળના બાવાઓની નવી પેઢી (તસવીરમાં દેખાય છે એવી ક્લીનશેવ) ભણેલી - ગણેલી છે તોય આવી બેજવાબદાર રીતે વર્તવામાં પાછળ નથી. આવી બેજવાબદારી વધુ પડતી થાય ત્યારે શું થાય એ પણ આ સાથે જાણવા જેવું છે. સ્વામીનારાયણ સંપ્રદાયની અમદાવાદ સ્થિત કાલુપુર ગાદીના હાલના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ પાંડે (આચાર્ય તેજેન્દ્રપ્રસાદના કુળદીપક) અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બી.એ.ના વર્ગોમાં ભણતા સાથે અભ્યાસ કરતી છોકરીઓની મશ્કરી કરતા પકડાયા હતા. કોલેજના પ્રિન્સીપાલ એ.યુ. પટેલે (જેઓ સમય જતાં ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ બન્યા હતા) તેમના ધરમ - કરમની શેહશરમ રાખ્યા વગર કોલેજની લોબીમાં જાહેરમાં ફટકારીને ઘર ભેગા કર્યા હતા. વીસ વર્ષ પહેલાની ૧૯૯૦ની આ ઘટના પછી આજે તો કૌશલેન્દ્ર પોતે અમદાવાદની સહજાનંદ કોલેજના ટ્રસ્ટી છે એ પણ યાદ રાખવા જેવું છે. સમાજને સુધારવાના સવાર - સાંજ પ્રવચનો કરતા આ બાવાઓને કોણ સુધારશે? એ લોકો સુધરશે ખરા? એવા લક્ષણો દેખાતા તો નથી.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
મોબાઇલ : 9824 656 979
E-mail: binitmodi@gmail.com
૧. પ્રથમ તો આ બાબત દરેકે વખોડવા લાયક છે.
ReplyDelete૨. દલિતો ખુદ અવાજ ઉઠાવે કે ન ઉઠાવે પણ બુદ્ધિજીવીઓએ તો ચુપ ન જ રહેવું જોઈએ.
૩. હોર્ડીંગ્સમાં ૪ જ્ઞાતિ (બ્રાહ્મણ, વણિક, પટેલ અને વૈશ્ય) ની વાત છે. વર્ણ-વ્યવસ્થાને ભૂલી જઈએ તો પણ અન્ય જ્ઞાતિઓ (ક્ષત્રિય અને અન્ય ઓબીસી) કેમ ચુપ છે? (મુસ્લિમોને વૈષ્ણવજન ગણવા કે ન ગણવા?)
૪. નરસિંહ મહેતા અને ગાંધીજીના ગુજરાતમાં જ "દલિત-બીનદલિતોમાં ૯૮ પ્રકારની અને દલિત-દલિત વચ્ચે ૯૯ પ્રકારની આભડછેટ પ્રવર્તે છે."- માર્ટિન મેકવાન, સ્થાપક, નવસર્જન સંસ્થા.
૫. દલિતો, દલિત હોવાનો ગર્વ લે અને કહેવાતા વૈષ્ણવોને પણ એ અનુભૂતિ થાય તો આ દિશામાં નક્કર પરિણામ તરફ જઈ શકાય. કેમ કે એક સ્થિતિ પછી દલિતો પણ કહેવાતા વૈષ્ણવ બનવાની હોડમાં શામેલ થઇ જાય છે.
- સવજી ચૌધરી
Aa ghatanana virodhman je kahevun chhe te aa mitroe ak yaa bija shabdoman kahij didhun chhe pan 'Unovaadi' shabd khub vyaapak arthman ane asarkaarak rite vaparaayo chhe.
ReplyDeleteSukumar. M. Trivedi
sukumarbhai, the word you liked is from my favourite novel 'Raag Darbaari' (shrilal shukla)
ReplyDeletepaani jo aag lagaaye oose kaun boozaaye? je baawao nu kaam sammaj ne samtolan taraf laee jawaanu hoy ej bawaao jo samaaj ne khaaee maa dhakele to pa6ee kevee reete aasshaawaadee rahevoo?
ReplyDeleteઆ મહારાજ જે શાસ્ત્રો વાંચે છે અને ઉપદેશ આપે છે તેમાં તો ભારતનાં બંધારણ વિશે કશું લખેલુ નથી. પણ રાજસ્થાન માં તો હાઇકોર્ટમાં મનુ નું પુતળુ રાખવામાં આવ્યુ છે તેનું શું ?
ReplyDeleteમારી જાણ મુજબ કદાચ હજુ પણ યુનિવર્સિટીમાં મનુસ્મ્રુતિ અભ્યાસક્ર્મમાં ભણાવવામાં આવે છે.
આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય કલામ સાહેબે પણ એક જગ્યાએ મનુસ્મ્રુતિમાંથી અવતરણ ટાંક્યુ હતું. (અવતરણ નિર્દોષ હતું પણ મનુસ્મ્રુતિમાંથી ટાંકેલ હતું તે દુ:ખદાયક હતું.)
આ ફોટાવાળા ભાઇ વિશે હું માત્ર આવું કહીશ:
પૂ.પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એટલે કે
પૂરા પાગલ GO IN ૧૦૮(એમ્બ્યુલસ)- શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી
Urvish,
ReplyDeleteI totally agree with you. This is a shame that such poster is displayed in public. But then it is equally shameful that we need to have reservation all around for Dalits (why such a word is used for a mass of the community, I can't understand !) after 60 years of freedom.
We need to think. Unfortunately we are a delicate society. Instead of making one competitive and strong, we always believe in protectionism. We have protected our poorly-managed industries for years until we reached to the level of bankruptcy in 1990 and forced to open out markets under pressure of World Bank. The result is visible. Our industries have changed thereafter at all levels and became competitive to the world. ( Think of Bajaj Scooter. They have not bothered to even provide side-indicators in the scooter for years, until they were forced by the LML)
Unfortunately, after independence our politicians have, for their short-term benefits, instead of making the down-trodden class of the society strong and competitive, just gave them the walking stick of reservation at all level. Yes, they must be provided enough assistance for rising from where they were for centuries. But providing just reservations have made them even weaker. You can not provide a walker to a child for life time.
Providing reservations in all fields to certain-class is just punishing the deserving other-class candidates for the crime committed by their fore-fathers. I am waiting for the time, may be after some 100-200 years, when reservation will be required for non-dalits for their survival. And accept it that our conning politicians will definitely do that for garnering non-dalit votes !!!
બાવાઓ એ તો બોવ ક્યરી!
ReplyDeletemr/ms life,
ReplyDeletei am sorry to write
you are as innocent as an illiterate and unschooled man in a village.
or you are as selfish as a middle class man in a city who wants to protect and promote his position and privileges given by his superior caste.
you need to do a lot of new schooling and shed a lot of old schooling inherited by your caste before you can understand and be able to express your opinion on any social or political issue including of course 'reservation'
i pity on your petty understanding and awareness !
i wish in this new year you begin reading social sciences leaving aside your brahmin scriptures that have created two major social problems in our country - casteism and communalism.
aabhar. aape samajik bahishkrutataani vaat ne atli zinvat purvakni mahatta api te badal. samanya rite ava discrimination have loko dhyane leta nathi parantu tena parinam swarup potej potanu astitva ane manushya hovanu gaurav khova lagya 6e. eva te keva dev je ek manushyane pase avvade, puja-vidhi karva de.. ne bijane nahi? kudratna niyam badha mate lagu padej 6e ane ae pura vishwama ek samanaj 6e.. chhata pan, apna bharat deshma, hindutva vadi deshma manushyane manushya tarikeno darajjo medavva "gnativad" na raxas sathe ladvuj pade 6e. avi babato par police tantra ane nyay tantra to 6ej parantu tena amalkartaoj jo tena pratikarak hoy to shu thay?
ReplyDeletebytheway, mare apnu "DalitShakti" nu lavajam bharvu 6e. te ange vigatvar mahiti apsho.