બિલ ગેટ્સ સાથે સોમાલિયાના કોઇ ગરીબ જણનો ફોટો મૂક્યો હોય કે બરાક ઓબામા સાથે વિશ્વમાં ૧૮૬મો ક્રમ ધરાવતા કોઇ દેશના વડાને ઉભા રાખ્યા હોય તો કેવું લાગે?
આ તસવીરમાં પણ કંઇક એ જ પ્રકારની જોડીની છે: ૧.૨ મેગાબાઇટની ક્ષમતા ધરાવતી સત્તર-અઢાર વર્ષ જૂનો, ‘ડોસ’માં લીધેલો બેક-અપ ધરાવતી મારી ફ્લોપી અને ૧ ટેરાબાઇટની ક્ષમતા ધરાવતી નવીહાર્ડડિસ્ક.
રૂપેરી રંગની મેટાલીક દેખાવ ધરાવતી હાર્ડડિસ્કની સંગ્રહક્ષમતા તેની ઉપર મૂકેલી ફ્લોપીની ક્ષમતા કરતાં આશરે ૧૦ લાખ ગણી વધારે છે. પરંતુ ટેરાબાઇટનો એકમ જ્યારે સાંભળ્યો ન હતો ત્યારે ‘રોલવાલા કમ્પ્યુટર સેન્ટર’ની પહેલી બેચના ડિગ્રીધારી મિત્ર અજય પરીખની મદદથી, તેમના માઉસ વગરના કમ્પ્યુટરમાં ફિલ્મસંગીતગુરૂ નલિન શાહના રેકોર્ડસંગ્રહનું લીસ્ટ ઉતાર્યું હતું. એ લીસ્ટનો પ્રિન્ટ-આઉટ તો લીધો, પણ તેની સોફ્ટ કોપી ૧.૨ એમબીની ફ્લોપીમાં સમાઇ ગઇ હતી. એ ફ્લોપીને બે જાડાં પૂંઠા વચ્ચે રાખીને, તેને એક કોથળીમાં પેક કરીને તિજોરીના અંદરના ખાનામાં મૂકી રાખી હતી.
હવે એ રેકોર્ડસંગ્રહ નથી, તેના ડેટાની જરૂર નથી અને ૧.૨ એમબીની ફ્લોપી ચલણમાં નથી, પણ મારા ડેસ્કટોપમાં ૧.૨ અને ૧.૪૪ બન્ને ડ્રાઇવ છે - એ દિવસોની યાદમાં, જ્યારે કમ્પ્યુટર માટે એસી હોવું ફરજિયાત મનાતું હતું, કર્સર બ્લીન્ક થતું હતું, કમ્પ્યુટર ટાઇપરાઇટરના સુધરેલા અવતાર જેવું લાગતું હતું અને એવી કલ્પના પણ ન હતી કે ભવિષ્યમાં લેખનક્ષેત્રે જવાનું થશે અને કમ્પ્યુટર શરીરના એક્સ્ટેન્શન જેવું બની જશે.
કર્સર બ્લીન્ક થતું હતું - કર્સર તો હજીય બ્લીન્ક થાય છે ;) જાળવી રાખજો એ ફ્લોપી. ૧.૪૪ એમબીની ફ્લોપીનું એક નવું નક્કોર બોક્સ પડ્યું છે, પણ હવે એ ફ્લોપી ડ્રાઈવ નથી..
ReplyDelete486 ek jamana ma 1 lack ma avtu..electronics na medan ma zadap ane kimmat banne nu relation inversely proportionate rahyu che.
ReplyDeleteComputer sathe connected hoy tevi ghani purani yaado interesting che.
‘સફારી’ની ઓફિસમાં આવા ઘણા artifacts છે. દા.ત. પેન્ટિયમના પરદાદા જેવી 286 તથા 386 ચિપ ધરાવતા મધરબોર્ડ્સ (કિંમતઃ અકલ્પ્ય) તેમજ તેમના લગભગ સવા બે ફૂટ ઊંચા ફૂલ ટાવર કેબિનેટ્સ (કિંમતઃ લગભગ નવેક હજાર રૂપિયા), ચિપનું દિમાગ ઠંડું રાખવા માટે વપરાતા મિનિ પંખા, ભારતનું કદાચ સૌ પહેલું ઇન્કજેટ પ્રિન્ટર (HP Deskjet. મૂળ કિંમતઃ રૂ.૧૯,૦૦૦), પ્રિન્ટરની ખાલી થયેલી કાર્ટિજમાં ઇન્ક ભરવા માટેનાં તબીબી ઇન્જેક્શનો, જર્મન ચેરી કીબોર્ડ, એસ.એમ.પી.એસ., શેવિંગ રેઝર જેવો દેખાવ ધરાવતું અને માત્ર સાડા ચાર ઈંચ પહોળાઇમાં જ સ્કેનિંગ કરી શકતું Dextra નું હેન્ડ સ્કેનર (કિંમતઃ લગભગ બારેક હજાર), આજના હાઇડેફિનેશન મોનિટરનું આદિ પૂર્વજ Riticomp મોનિટર (કિંમતઃ ફક્ત રૂ.૨૪,૦૦૦), એ જમાનામાં કમ્પ્યૂટર સાથે મામા ભેગા ભાણિયાની પેઠે મળતું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, નાસ્તાના લંબચોરસ ડબ્બા જેવી SONY ની (રીડ ઓન્લી અને ત્યારે રૂપિઝ ૨૧,૮૦૦ ઓન્લી વાળી) સી.ડી. ડ્રાઇવ, ચાર મેગાબાઇટની ક્ષમતા ધરાવતા, પણ ત્યારે સોનાના ભાવે (ચાર એમ.બી.ના આઠ હજાર રૂપિયા લેખે) વેચાતા રેમના મોડ્યુલ્સ...અને બીજું એવું ઘણું બધું! વિવિધ જાતની ફ્લોપી ડિસ્કનો તો પાર નથી. બેઉ પ્રકારની ડિસ્ક ડ્રાઇવ પણ છે, વત્તા Zip ડ્રાઇવ (એ સમયનો પ્રચલિત ઉચ્ચાર જીપ ડ્રાઇવ!) સુદ્ધાં ખરી! આજે એ બધું ક્યારેક જોવામાં આવે ત્યારે માણસના આદિપૂર્વજ નિએન્ડરથાલના અવશેષો હાથ લાગ્યા જેવો રોમાંચ થાય છે.
ReplyDeleteઆપે નવી ખરીદેલી ૧ ટી.બી.ની હાર્ડ ડિસ્કના ફોટો પંદર વર્ષ પછી અહીં જ તમે ફરી પોસ્ટ કરો એ બનવાજોગ છે. બાજુમાં અનેક ટેરાબાઇટની હાર્ડડિસ્કનું ચિત્ર હશે, જેની નીચે લખેલી ફોટોલાઇન કંઇક આમ હશે--હજારો ટેરાબાઇટનો ડેટા સમાવી શકતી હાર્ડ ડિસ્ક: બિલોરી કાચની નજરે !
@harshal : I still remember you using hand scanner with utmost stability of hand in our 'citylife' days at old SAFARI office. Also, we have fond memories of 'Jeep' drive:-)
ReplyDeleteHumanity is experiencing various degrees comfort of invention evolution of Computer derived from ancient Chinese Festival Shop.
ReplyDeleteGIGO = Garbage in Garbage Out machine has many branches which has developed various branches of education.
મારોય જમાનો હતો કોણ માનશે!
ReplyDeletePratibimb no anubhav!!
ReplyDeleteDear Urvishbhai,
ReplyDeleteI am delighted to read this. I have a lot of data,words as well as photos. Can you guide me as to how I can rescue it from floppies,big and mini? Regards
Dear Urvishbhai,
ReplyDeleteI am impress this artical.
because its logtime i see floopydisk.
thanks.
આજના યુગના દરેક માનવની મહાયંત્ર કોમ્પ્યુટર સાથે કંઈ ને કંઈ યાદ જોડાયેલી હશે, જે મમળાવવી તેને મીઠી લાગતી હોય છે... હર્ષલભાઈની વાત પરથી યાદ આવ્યુ કે જામનગરના ઘરે જુની લો઼ખંડની પેટીમાં સાચવેલુ એ.એમ.ડી. નું ૨૮૬ સીપીયુ, ઈન્ટેલનુ પેન્ટીયમ ૧૩૩મેગાહર્ટ્ઝ જે એક ઝમાનામાં મર્સિડીઝ બેન્ઝ વસાવવા જેવુ લાગતુ.. પંદર વર્ષ પહેલા ખરીદેલું ક્રીએટીવનું સાઉન્ડબ્લાસ્ટર સાઉન્ડકાર્ડ જેની સાથે અનેક સંગીતમય યાદો જોડાયેલી છે.. આવી અનેક વસ્તુઓ પેન્ડોરા જેવી પેટી ખોલતા નીકળી પડે છે.
ReplyDeleteઉર્વિશભાઈ, હવે પછીના લેખમાં ઈન્ટરનેટ સાથે પહેલી મુલાકાત વિશેના સ્મરણો તાઝા કરો તો વધારે મજા આવશે.
હારુ અત્તારના studento આ બધું વાંચશે તો કહેશે ડોસાઓ એમના જુના દિવસો યાદ કરે છે
ReplyDelete